Saturday, May 30, 2026

દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ

ગાંધીનગર,તા.23 રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...

ગુજરાતમાં કાયદાનું ઉલ્લંઘન કરીને વેપારીઓને સમન્સ મોકલાઇ રહ્યાં છે

ગાંધીનગર,તા.23  ગુજરાત સરકારના જીએસટી વિભાગ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને રાજ્યના વેપારીઓને સમન્સ મોકલવામાં આવી રહ્યાં છે ત્યારે વેપારીઓની નારાજગી વધી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે રજીસ્ટર્ડ કરદાતાઓને કાયદાનું પાલન થતું નહીં હોવાથી સમન્સ મોકલ્યા છે જ્યારે વેપારીઓ એવું કહે છે કે તેમને કાયદાથી ઉપરવટ જઇને સમન્સ મોલવામાં આવ્યા છે. ગુજરાતમાં અનેક કરદાત...

કચ્છમાં મેંગ્રૂવ્સની સ્થિતિ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બન્યું આકરુ

ગાંધીનગરઃતા:૨૨  કચ્છના દરિયાકિનારે મેંગ્રૂવ્સના નિકંદન સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. જેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારા પરના મેંગ્રૂવ્સનું નિકંદન પર્યાવરણ માટે મોટું સંકટ હોવાનું દર્શઆવી એનજીટીએ જણાવ્યું કે, સરકારે તે સ્થળે તેવી કોઈ મંજૂરી ન આપવી જોઈએ, જેથી પ...

રાજયના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ થશે

ગાંધીનગર,તા.22 ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રાયોગિક ધોરણે આઠ મહાનગર રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા ક...

ગુજરાત સમગ્ર ભ્રષ્ટાચારમાં દેશમાં ત્રીજા નંબરે, રાજ્યમાં મહેસૂલ માથાનો...

ગાંધીનગર,તા:૨૨   ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી કરપ્ટ ઓફિસર્સ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજની સરેરાશ 21 ફરિયાદ સામે આવી છ...

વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે 24મીના ચર્ચા-વિચારણા કરાશે...

ગાંધીનગર, તા.૨૨  આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીય...

વાહનચાલકો ડેબિટ, ક્રેડિટ કે પે એપ્લિકેશન દ્વારા દંડ ભરી શકશે

ગાંધીનગર, તા. 20 રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારા બાદ ટ્રાફિકના દંડની વસૂલાતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગે કાર્ડ સ્વાઈપ મશીન કે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ અમલી કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા વિવિધ બેન્કો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. અને આ મામલે આગામી એકબે દિવસમાં વિચાર...

શાહ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે મહત્વની બેઠક યોજશે

ગાંધીનગર, તા. 20 કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે તેઓ પોતાના પૈતૃક ગામ માણસાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ એકમના...

રાજનીતિના ચાણ્કય ગણાતા શાહની ધર્મશ્રધ્ધા: માણસામાં બહુચર માતાની આરતી ઉ...

ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ ...

ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવા...

ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્...

લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે

ગાંધીનગર,તા.21 કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે જણાવ્યું હતું કે લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું....

વિધાનસભાની ચાર બેઠકો પર 21મી ઓકટોબરે પેટાચૂંટણીનો જંગ : 24 ઓકટોબરે પરિ...

ગાંધીનગર,તા.21 કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી ચાર વિધાનસભા ની બેઠકો ઉપર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી છે. જે મુજબ 21 ઓક્ટોમ્બર 2019 ના રોજ ચર બેઠકો ઉપર ચૂંટણી થશે અને 24 ઓક્ટોમ્બર 2019 નાં રોજ આ ચાર બેઠાકોનું પરિણામ જાહેર કરવામાં આવશે. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પોતાની જીત મેળવી હસ્તગત કરેલી ચાર બેઠકો ઉપ...

ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો કોઇપણ કેપેસિટીનો સોલાર પ્રોજેકટ કરી શક...

ગાંધીનગર,તા.19 ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) સોલાર પ્રોજેક્ટ માટે ઇન્ટોલેશનના મંજૂર લોડના 100 ટકા કે તેથી વધુ કેપેસિટીનો પ્રોજેક્ટ સ્થાપી શકશે, કેમ કે રાજ્ય સરકારે 50 ટકા કેપેસિટીની મર્યાદાને રદ કરી દીધી છે સોલારના વીજ વપરાશ માટે આ સેક્ટરમાં હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80 રૂપિયાનો ફાયદો ...

રવિવારે પણ આરટીઓ કચેરીઓ ખુલ્લી રાખવા સરકારનો આદેશ

ગાંધીનગર,તા.19 દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી થયા બાદ મસમોટા દંડના ભયના માહોલ વચ્ચે લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, અત્યારે થોડા સમય માટે દંડમાં રાહત આંશિક રાહત થઈ છે. આ દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ રાખવાના આદેશો કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ મસમોટા દંડને લઈને લો...

7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

ગાંધીનગર, તા. 18  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે રૂ. 5090ના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે. સરકાર 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરશે અ ત્યારબાદ થયેલા રજિસ્ટ્રેશનના આધારે સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદાર...