મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...
ગાંધીનગર, તા.13
ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...
ગુજરાતમાં વીસ હજાર કેસોના બાકી લેણાંમાં સમાધાન યોજના જાહેર
ગાંધીનગર,તા.12
ગુજરાતમાં જીએસટી એક્ટનો અમલ થયા પહેલાં સેલ્સ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સેન્ટ્ર સેલ્સ ટેક્સ, મોટર સ્પીરીટ ટેક્સેશન, એન્ટ્રી ટેક્સ અને સુગર કેન પરચેઝ ટેક્સ હેઠળના વેરા અંગે વેપારી વર્ગના અંદાજે 20,000 થી વધુ વિવાદ વિવિધ સ્તરે પડતર છે પરિણામે આવા કેસોમાં સંકળાયેલી વસૂલાતની નોંઘપાત્ર રકમ લહેણી તરીકે બાકી છે.
આ જૂના વિવાદોના નિકાલ મ...
વાઘાણીને બચાવવા જંગલ વિભાગનું હડહડતું જુઠ્ઠાણું
ગાંધીનગર, તા. 12
ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ 9મી સપ્ટેમ્બરે ગીરનાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તેમનાં બચાવમાં રાજ્ય સરકાર તો મેદાનમાં આવી ગઈ છે પણ તેમનું જંગલ વિભાગ પણ હવે વાઘાણીનાં આ ગુનાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સ્થાનિક લોકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા દાવો કરી રહ્યા છે કે વાઘાણી પ્ર...
અમે જીવ આપી દઈશું પણ જમીન નહી આપીએ
ગાંધીનગર, તા.12
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને 2023માં પૂર્ણ કરવા માગતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હવે નવસારીના ખેડૂતોનું ગ્રહણ આવ્યું છે. આ ખેડૂતોએ કહ્યું છે કે અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ. આ ખેડૂતોએ સરકારના પગલાંને ગેરબંધારણિય ગણાવ્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ
કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અને ગુજર...
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...
ગાંધીનગર, તા.૧૨
અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...
ભ્રષ્ટાચારનું સોગંદનામું
ગાંધીનગર, તા.12
62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...
વસતી વિસ્ફોટ: ગુજરાતમાં આઠ વર્ષમાં 48 લાખ લોકો ઉમેરાયા
ગાંધીનગર,તા.11
ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાનના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં 2019માં ગુજરાતની વસતી વધીને 6.52 કરોડ થઇ ચૂકી છે, જે છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6.03 કરોડ હતી.
ગુજરાતમાં 2020માં વસતી છ કરોડને પાર થઇ જશે.
પોપ્યુલેશન પ્રોજેક્શન્સ ફોર ઇન્ડિયા એન્ડ સ્ટેટ્સ 2001-2026ના એક રિપોર્ટ પ્રમાણ...
અમદાવાદ મેટ્રો રેલમાં બેન્ક કરપ્ટ IL & FS કંપનીને ફરીથી કોન્ટ્રાક્...
ગાંધીનગર,તા.11
અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરી...
રાજયમાં 16મી સપ્ટેમ્બરથી નવો મોટર વાહન કાયદો અમલી કરવામાં આવશે
ગુજરાતના છે, જે કેન્દ્ર સરકારના નવા મોટર વાહન કાયદા અન્વયે છે. આ નવા કાયદાનો અમલ 16મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ સેફ્ટી માટે છે.
ગુજરાતમાં મોટર વાહન એક્ટનો સખ્તાઇથી અમલ કરવા માટે મુખ્યમંત્રીએ સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં મિડીયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ભારત સર...
ગુજરાતના ટ્રાફિક ભંગના દંડમાં પોલીસને જસલા પડી જશે
ગાંધીનગર,તા.10
ગુજરાતમાં ટ્રાફિકના ગુનાઓમાં રાજ્ય સરકારે ટ્રાફિક ભંગના જે દંડ નક્કી કર્યા છે તેમાં ટ્રાફિક પોલીસને જલસા પડી જશે. પોલીસ વાહન ચાલકોને પકડશે નહીં પરંતુ સીસીટીવી કેમેરા ગુનેગારને પકડશે તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનું કહ્યું છે, સાથે સાથે પાછળ બેસેલી વ્યક્તિને પણ હેલ્મેટ ...
દાનમાં મળેલા 60 ટકા નેત્રો પ્રત્યારોપણ માટે યોગ્ય હોતા નથી
ગાંધીનગર,તા.9
ગુજરાતમાં દાનમાં મળેલી આંખોમાં 50 ટકાથી વધુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થઈ રહ્યા નથી. જો ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તો આંખ જલ્દીથી ખામીયુક્ત બને છે. જોકે દાનમાં આંખોનો સરેરાશ ઉપયોગ સામાન્ય રીતે 30 ટકા કરતા ઓછો હોય છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી સારી પસંદગી ગુણવત્તા યુક્ત આંખો મેળવવાની હોય છે, જે સુરક્ષિત ટ્રાન્સપ્લા...
આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય
ગાંધીનગર, તા.09
ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે.
શાહની મંજુરી જરુરી
સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છ...
ડીએલએફનો આઇટી પાર્ક હવે ઇન્ફોસિટી સામે બનશે, સરકારની મંજૂરી
ગાંધીનગર,તા.08 ગુજરાત સરકાર દ્વારા ડીએલએફ લિમિટેડને તેના આઇટી પાર્ક માટેના પ્રોજેક્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી સ્થિત આ રિયલ્ટી કંપનીએ 2007માં 50 કરોડના ખર્ચે 25 એકર જમીન ખરીદવાનો સરકાર સાથે કરાર કર્યો હતો. હવે એવી સંભાવના વધી ગઇ છે કે કંપની ગાંધીનગરમાં તેનો પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે.
સ્પેશ્યલ ઇકનોમિક ઝોનનો પ્રોજેક્ટ ગાંધીનગરના ઇન્...
ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ
ગાંધીનગર, તા.06
ગણપતીના લાડુ ભેળસેળ વાળા બની રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીક જેઠીપુરા અને વલાદ ગામમાં દરોડા પાડી નકલી માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડૂપ્લિકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
માવામાં ટેલકમ પાવડર...
ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે
ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે.
રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સ...
ગુજરાતી
English