સરકાર આ વર્ષે પણ મગફળી અને કપાસ ટેકાના ભાવે ખરીદશે : રૂપાણી
ગાંધીનગર, તા.૦૭
ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે ૯ હજાર કરોડથી વધુની કિંમતના મગફળી અને કપાસ સહિતના પાકોનો ટેકાના ભાવે ખરીદી કરી છે. આ વર્ષે પણ મગફળીને ૧૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરાયું છે.
નવમાં એગ્રી એશિયા ટેક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્ય...
ગાંધીના ગુજરાતમાં વર્ષે 100 કિસાનો આત્મહત્યા કરવા મજબુર
ગાંધીનગર, તા.૦૭
ભારતના દેશોની સરકારો માટે કિસાન આત્મહત્યા કરે એ વિકરાળ પ્રશ્ન બની ચૂક્યો છે. અને તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ સમયે મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કિસાનોની આત્મહત્યાના આંકડા ચોંકવનારા છે.
ચોંકાવનારી બાબત એવી સામે આવી છે ક...
રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં : રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે.
રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં ...
રિસોર્ટના ધંધામાં રોકાણના નામે નિવૃત્ત આર્મીમેન સાથે બે લાખની ઠગાઈ
ગોવામાં આવેલા રિસોર્ટમાં રોકાણ કરવા માટે નિવૃત આર્મીમેનને વિશ્વાસમાં લઈને બે લાખ રૂપિયા પડાવી લેનારા આહુજા બંધુ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીનગરના ભાટ ગામ ખાતે નારાયણ એવન્યુમાં રહેતા નિવૃત આર્મીમેન બિનયકુમાર બિનાયક સીતારામ યાદવ વર્ષ 2016માં જજીસ બંગલો રોડ પર ન્યૂયોર્ક પ્લાઝા ખાતે ધી ગ્રાન્ડ ચંદ્રા રિસોર્ટ એન્ડ હોલિડ...
ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 25 ટકા વધુવરસાદ: મોસમનો કુલ વરસાદ 1...
ગાંધીનગર,તા.5
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 103 ટકા વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષની સરખામણીએ 25 ટકા વધારે છે. હવામાન વિભાગની આગાહી છે કે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અગાઉ 2017માં આટલો વરસાદ થયો હતો
ગુજરાતમાં સામાન્ય રીતે 15મી સપ્ટેમ્બરે ચોમાસુ પૂર્ણ થાય છે પરંતુ હજી 11 દિવસ બાકી છે...
સરેરાશ કરતાં મગફળીનાં ઉત્પાદનમાં 15થી 20 ટકા વધારો થશે
ગાંધીનગર, તા. 5
ગુજરાતનો બીજા નંબરનો પાક મગફળીનું વાવેતર 3 સપ્ટેમ્બર 2019 સુધીમાં 15.50 લાખ હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 82,796 હેક્ટર વધારે છે. મગફળીમાં સમયસર વરસાદ અને કોઈ રોગચાળો આવ્યો ન હોવાથી બમ્પર પાક આવશે અને ગત વર્ષ કરતા અંદાજે 15થી 20 ટકા પાક વધારે આવે એવો અંદાજ છે. ઉત્પાદન 10 વર્ષનો રેકોર્ડ તોડશે. તેથી ભાવ નીચે રહેશે. ત...
સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...
અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...
રાજયમાં ખાનગી કરતા સરકારી જમીન ઉધોગો માટે મોંઘી
ગાંધીનગર,તા.4
ગુજરાતમાં સરકારી જમીન લેવી ઉદ્યોગો માટે દુષ્કર બની રહી છે, કેમ કે સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન દરોમાં વધારો કર્યો છે. સરકારના દર વધારાના કારણે ઉદ્યોગોને ખાનગી જમીન ખરીદવી સસ્તી પડી રહી છે. મહેસૂલ વિભાગ પાસે આવેલી 10 કંપનીઓની દરખાસ્તમાં જણાવાયું છે કે તેમને હવે સરકારી જમીન ખરીદવી નથી. તેઓ ખાનગી જમીન ખરીદીને તેમનો પ્રોજેક્ટ પૂર્ણ ક...
રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર વિચારણા કરે
ગાંધીનગર, તા. 4
ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનાં ઉપયોગથી થતી ખેતી બંધ કરવા અંગે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. રાસાયણિક ખાતરથી ખેતીલાયક જમીન અને પાક બન્નેને નુકશાન થતું હોવાનું ગુજરાતના રાજ્યપાલે કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે, રાજ્યમાં રાસાયણિક ખેતી બંધ થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે એ દિશામાં વિચારણા કરવી જો...
મહેસૂલી બાકી અને દબાણો અંગે કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચા થવાની સંભાવના
ગાંધીનગર, તા.૦૩
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 4થી સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાનાર છે, ત્યારે તેમાં મહેસૂલી બાકી અને સરકાર જમીન પર થયેલા દબાણો હટાવવાના મુખ્ય મુદ્દાઓ ચર્ચાવાના હોવાની સંભાવના છે. આ સાથે એજન્ડા પર 15થી વધુ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.
રાજ્યના જિલ્લા કલેક્ટરો તેમજ ડી...
બઢતીની કાર્યવાહી પૂર્ણ થતાં સાથે જ દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડનો ...
ગાંધીનગર,તા:૪
રાજયના પોલીસના મેળાપીપણાં વગર રાજયમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બૂટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની વર્ષોથી રમત રમી રહ્યા છે. આ રમતમાં માત્ર સ્થાનિક અને બૂટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં હેસીયત પ્રમાણેની રમત રમે છે. તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા...
પાટીદારો પર અત્યાચાર મામલે નિમાયેલા જસ્ટીસ કે એ પૂંજ કમિશનને 31 અરજીઓ ...
ગાંધીનગર, તા.03
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને. હાલમાં કમિશન સમક્ષ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે કુલ 31 જેટલી અરજીઓ આવી હતી અને તે સંદર્ભે તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથ...
DGPનો દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડ કરવાનો આદેશ
ગાંધીનગર,તા:૩
રાજયના પોલીસના મેળાપીણા વગર રાજયમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બુટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની રમત વર્ષોથી રમી રહ્યા છે આ રમતમાં માત્ર સ્થાનિક અને બુટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં હેસીયત પ્રમાણેની રમત રમે છે, તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા મા...
રાજ્યની ચાર હેરિટેજ સાઈટ્સ પ્રાઈવેટ કંપનીને આપી
ગાંધીનગર, તા. 2
પ્રવાસીઓની ભૂખના કારણે દેશ અને રાજ્યની મહત્વપૂર્ણ સાઇટ્સનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલાં એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હવે ગુજરાતની હેરિટેજ સાઇટનું પણ ખાનગીકરણ કરી રહી છે. રાજ્યની ચાર મહત્વની સાઇટ્સ ખાનગી એજન્સી અક્ષર ટ્રાવેલ્સને આપી દેવામાં આવશે.
કેન્દ્રએ દિલ્હીનો લાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીને આપી દીધો...
પીઆઈ તરીકે બઢતી મેળવનારાના ગૃહ વિભાગે પોસ્ટિંગ અટકાવ્યા
ગાંધીનગર, તા. 02
ગુજરાતમાં ખાલી પડી રહેલા પોલીસ ઈન્સપેકટરોની જગ્યા ભરવા માટે ડીજીપી ઓફિસને ખાસ્સી લાંબી પ્રક્રિયા કરવી પડી હતી, સૌથી પહેલાં તો આ મામલો ખુદ પીએસઆઈ જ કોર્ટમાં લઈ ગયા હતા. જેના કારણે લાંબો સમય પ્રમોશન થઈ શકયા નહીં, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ દ્વારા પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાની લીલી ઝંડી આપી દીધી પણ ત્યારે જ ગૃહ વિ...
ગુજરાતી
English