Saturday, May 30, 2026

2030 સુધીમાં ગુજરાત અને રાજસ્થાનમાં હવામાન પલટાશે

ગાંધીનગર, તા.૨૬ પશ્ચિમી ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની જમીનમાં ગરમીનું અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. 2030 સુધીમાં આ બન્ને રાજ્યોમાં ગરીમીના પ્રમાણમાં બે થી ત્રણ ટકાનો વધારો થાય તેવી સંભાવના છે. એ ઉપરાંત જ્યાં રણ છે અને વરસાદ ઓછો છે ત્યાં ભવિષ્યમાં તોફાની વરસાદ થઇ શકે છે. સસ્ટેનેબલ ટેકનોલોજી કેન્દ્ર બેગ્લોરના એક વૈજ્ઞાનિક એન.એ...

એક કલાકની પૂછપરછમાં દહિયાએ મહિલાનાં આરોપો ફરી એકવાર નકારી કાઢ્યા

ગાંધીનગર, તા.૨૬ કથિત પ્રેમ પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે આજે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં દહિયાએ પોતાની ઉપર કરાયેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહિલા આયોગે પણ લગભગ એક કલાક દરમિયાન દહિયાની સાથે વાતચીત કરી હતી અને તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી. આઈએએસ લોબીમાં ખૂબ જ ચર્ચ...

પડતર માંગણીઓ પૂર્ણ નહિ થાય તો 29મીથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી

ગાંધીનગર, તા. 26 મહેસૂલી કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોતાની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં આખરે 29મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનાં પ્રમુખે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, તેઓ એક સપ્તાહના તબક્કાવાર આંદોલન બાદ અચોક્કસ મુદની હડતાળ પર જશે. આજે રાજ્યનાં અંદાજે 8 હજા...

મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...

ગાંધીનગર, તા.૨૫ ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે. મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...

ગાંધીનગરના સ્માર્ટ સિટી “ગિફ્ટ” ને ગ્રીન સિટીનું બિરૂદ આપવા તૈયારી

ગુજરાતના ગાંધીનગરનું ગ્રીનસિટીનું બિરૂદ છીનવાઇ ગયું છે પરંતુ તેની નજીકમાં આવેલા સ્માર્ટ એવા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનું બિરૂદ આપવાની કાર્યવાહી થઇ રહી છે. ગિફ્ટ સિટીમાં 30 ટકા કામ પૂર્ણ થયું છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે. ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ગિફ્ટ સ...

એસટી નિગમ સરકારને 2800 કરોડ ચૂકવતું નથી, ખોટનું કારણ સરકારી કાર્યક્રમો...

ગાંધીનગર, તા. 25 ગુજરાત સરકારના એસટી નિગમની બલિહારી જોવા જેવી છે. આટલી બઘી બસોનું સંચાલન છતાં નિગમ ખોટ કરે છે. મુસાફરોને નિયમિત બસ સુવિધા આપી શકતું નથી અને સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટી નિગમના હાલના અધિકારીઓએ એસટી બસોનું સંચાલન જોવા મુસાફરો માટે એપ્લિકેશન શરૂ કરી છે પરંતુ તે નિરર્થક સાબિત થઈ છે. એક બાબતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાત એ...

ગુજરાતમાં એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર અપાઈ

ગાંધીનગર, તા.૨૩ ગુજરાત સરકારે રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં જિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. જે પૈકી ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપવામાં આવી છે. તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીન...

રાજ્યમાં ભારે વરસાદને પગલે જળસંકટ ટળ્યુઃ રાજ્યમાં કુલ જળ સંગ્રહશક્ત...

ગાંધીનગર,તા.23  રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૯.૩૦ ટકા સરેર...

વિધાનસભા ચૂંટણી વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને હાઇકોર્ટનું સમન્...

ગાધીનગર,તા:૨૩ ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 27મી ઓગસ્ટના દિવસે ગુજરાત હાઇકોર્ટમાં હાજરી આપવી પડશે,ચૂંટણીના પિટિશન કેસમાં ભૂપેન્દ્રસિંહને જુબાની માટે સમન્સ ઇશ્યૂં કરી દેવામાં આવ્યું છે, વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 3...

2022 સુધીમાં ગુજરાતની સડકો ઉપર એક લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થશે

ગુજરાતમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો જ્યારે સડકો પર દોડશે ત્યારે પ્રદૂષણ મુક્ત શ્વાસ લોકો લઇ શકશે અને પેટ્રોલ-ડીઝલના દામ ઓછો ચૂકવવા પડશે. સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેનો ડ્રાફ્ટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. જેમાં ઇવી વાહનો તેમજ ચાર્જિંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની પણ તૈયારી કરવામાં આવી છે. ગુજરાતમ...

અનેક સંકેતો સાથે અમિત શાહની ગુજરાત મુલાકાત, સંગઠનની રચના અંગે ચર્ચા થશ...

ગુજરાતના મોટાકદના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેમના સ્વાગત માટે પાર્ટીના નેતાઓ ઉપરાંત રૂપાણી સરકારની કેબિનેટ થનગની રહી છે, કારણ કે કેન્દ્રીય નેતાને વહાલા થવા માટે સરકારના પ્રત્યેક મિનિસ્ટર તેમને મળવા જશે. આગામી 28 અને 29મી ઓગષ્ટના ગુજરાત આવી રહ્યાં છે જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા પછી ત...

ગાંધીનગર પાસે આવેલા એરપોર્ટ સ્ટેશન ખાતે રેસ્ક્યુ ડેમોસ્ટ્રેશન યોજાયું

ગાંધીનગર,તા:૨૨ પૂરની સ્થિતિમાં કેવી રીતે નાગરિકોને બચાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી સાથે ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યો એરફોર્સના 17 પાયલોટ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી.

નવેમ્બર પછી રાજ્યના મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘ અથવા પંકજ કુમારની સંભ...

ગાંધીનગર, તા. 21 ગુજરાતના વહીવટી તંત્રમાં સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. બદલીઓના આ ઓર્ડર આ સપ્તાહના અંત સુધીમાં કે ઓગષ્ટના અંત સુધીમાં થવાની શક્યતા છે. જે ઓફિસરોની બદલી થવાની છે તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના એમડી, સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સચિવાલયના સૂત્ર...

ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પુત્રએ કરી આત્મહત્યા

ગાંધીનગર, તા. 21 ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનાં 23 વર્ષનાં પુત્ર જયરાજે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. જયરાજ છેલ્લાં 2 દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પિતરાઈ ભાઈને અંતિમ ફોન કરીને કહ્યું કે, તું મને મળવા આવજે, કારણ કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આ ફોન બાદ જાસપુરની કેનાલમાંથી જયરાજનો મ...

અમદાવાદનાં માલેતુજાર 15 યુવક યુવતીઓ ગાંધીનગરમાં મહેફિલ માણતા ઝડપાયા

ગાંધીનગર,તા.20 ગુજરાત સરકાર દારૂબંધીના કડક અમલ માટે દાવો કરી રહી છે. ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ અસંખ્ય સ્થળે દારૂનું વેચાણ અને મહેફિલો બેફામ પણે ચાલી રહી છે. ગુજરાત સરકારનો દાવો છે કે, દારૂબંધીને લઈને કડક કાયદો બનાવ્યો છે, આમ છતાં કાયદો માત્ર કાગળ પરનો વાઘ સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગર પોલીસે સોમવારની રાત્રે ગાંધીનગરના માધવ ફાર્મ હા...