ગુજરાત પોલીસ દાઉદને 25 વર્ષથી પકડી શકી નહીં, વધુ મુદત પડી
માર્ચ 1993માં મુંબઈમાં બોંબ ધડાકા કરીને લોકોને મોતને ઘાટ ઉતારવામાં ગુજરાતના પોરબંદર પાસે આર ડી એક્સ ઉતારીને મુંબઈ લઈ જવાયું હતું. જેમાં દાઉદ ઉપરાંત તે કેસમાં બે આરોપીઓ મમુમીંયા અને તેના ભાઈ જુસબમીંયા 2005 અને 2017માં દુબઈથી ભારત આવતો હતો ત્યારે ઘરપકડ કરી હતી. જેનું આરોનામું જામનગરની ટાડા અદાલતમાં મૂકવામાં આવ્યું હતું. જેમાંથી ડીસ્ચાર્જ કરવા માટે અદ...
પાણી પુરવઠાનો રૂ.65 કરોડનો પ્રોજેક્ટ 87 કરોડનો થઈ ગયો
સસોઇ ડેમ પાણી પુરવઠા યોજના પેકેજ-1 તથા બે અન્વયે 20 એમએલડીનો ફિલ્ટે્રશન પ્લાન્ટ અને સસોઇથી પમ્પ હાઉસ સુધી તેમજ નવા ફિલ્ટે્રશન પ્લાન્ટથી જુદા જુદા નવા ચાર રિઝર્વર સુધી 36 કિમીની પાઇપલાઇન તથા ચાર ઇએસઆર બનાવવા, અન્ડરગ્રાઉન્ડ સમ્પ (પાંચ) રાઇઝીંગ મેઇન પાઇપલાઇન વગેરે મળી પેકેજ 1 અને 2ના મળીને 65 કરોડનો પ્રોજેકટ મંજુર થયો હતો.
ગયા વર્ષે લોકાર્પણ થયેલા ...
અઝહરને આતંકી જાહેર કરવાનો ઉત્સવમાં ફટાકડા ફોડાતાં મહિલા દાઝી
મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા જામનગરમાં શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરવામાં આવી હતી. આતશબાજી દરમિયાન ફટાકડા અચાનક જ એક દુકાનમાં ઘૂસી ગયાં હતાં. ભાજપની એક મહિલા કાર્યકર આતશબાજીની જપેટમાં આવી ગઈ હતી. આતશબાજી સમયે નીકળેલા મહિલાને પેટના ભાગે ફટાકડો ઘૂસી જતાં મહિલાએ કાગારોળ મચાવી દીધી હતી. જો કે, આ વેળાએ આતશબાજીમાં હાજર ભાજપના મહિલા આ...
રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...
રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...
પુનમ માડમને કાકા વિક્રમ માડમના પીએ કોંગ્રેસને હરાવવા નિકળ્યા
લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની તરફેણમાં કામ કરવા દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય વિક્રમ માડમના પીએ રામસી મારુએ એક કોંગ્રેસના મતદારને સૂચના આપી હતી તેવું ઓડિયોમાં કહેવાય છે. દ્વારકા તાલુકાના કોઈ મતદાર સાથે થયેલી આ વાતચીતની ઓડિયો ટેપ બહાર આવી છે.
જીલ્લા પંચાયતના સદસ્ય રામસી મારુ આ વખતે બેનની તરફેણમાં મતદાન કરાવવાની વાત કરતા સાંભળવા...
ખેડૂતોની રૂ.15 કરોડની લોનનું કૌભાંડ પકડાયું
જામનગર નજીકના જીવાપર ગામની સ્વાશ્રય સેવા સહકારી મંડળી સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજીભાઈ પરમાર અને મંત્રી વાલજી વશરામભાઈ પરમાર દ્વારા રૂ.15 કરોડનું કૌભાંડ 2008થી 2013માં કર્યું હતું. એકાદ વર્ષ પૂર્વે આ પ્રકરણમાં માત્ર દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલસીબીની તપાસ દરમિયાન આ કૌભાંડ મોટું હોવાનું સામે આવ્યુ હતું.
જીવાપર ગામના ખેડ...
નદીમાં ઝેરી કેમિકલના બેરલ કોણ ઠાલવી ગયું
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ નજીક આવેલી નદીમાં રાત્રી દરમ્યાન હાનિકારક કેમીકલ ભરેલા બેરલો ઠાલવી દેવાયા હતા. 3000થી વધુ લોખંડ અને પ્લાસ્ટીકના બેરલનો જથ્થો બે-ત્રણ પ્રકારના કેમીકલ છે. અમુક બેરલોમાં સાઉથ કોરીયાનો માર્કો જોવા મળ્યો હતો. પ્રોપેલાઇન ગ્રાઇકોઇલ કેમીકલનો આ જથ્થો પર્યાવરણ અને જન આરોગ્ય માટે ઝેર સમાન હોવાનું પ્રદૂષણ બોર્ડના અધિકારી દ્...
દ્વારકામાં રશીયાની કંપનીના 30 કરોડના કોલસા ચોરીમાં કોના હાથ કાળા ?
દ્વારાકાના વાડીનારમાં આવેલી ન્યારા એનર્જી કંપનીમાં 5 દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસા જેની કિંમત રૂ. 30 કરોડની ચોરી થઈ છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં 26 માર્ચ 2019ના ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંભાળીયાથી 16 કિ.મી. દૂરના નાના માંઢા ગામે આવેલા એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ...
જામનગર: પાણી અને પક્ષો વધું ખાંરા થયા
બહાદુરશાહને મદદ કરનાર જામ લામાજીની પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી તેની હત્યા કરીને કચ્છમાં શાસન ઊભું કરનારા મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને તેમણે બચાવી લીધા હતા અને તેમની મદદ કરવા હુમાયુએ કચ્છમાં સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જે કુળ પછીથી હુમલાઓ કરીને નવાનગર – જામનગર વસાવ્યું હતું.
Assembly Seats: - 76- Kala...
ભાજપના સાંસદ પુનમ માડમના પતિની સંપતીમાં જંગી વધારો
જામનગર લોકસભાની બેઠકના ભાજપના સાંસદ પુનમ માડમની સંપતીમાં રૂા.11.95 કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.9.92 કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી રૂ.17.40 કરોડથી વધીને રૂ.39.17 કરોડ થવા પામી છે. 100 ટકાનો વધારો થયો છે.
2014માં પુનમબેને વર્ષ 2012-13ના આવકવેરો રૂ.1.32 કરોડ તેમના પતિ પરમીંદરકુમારનો રૂ.44 લાખ હતી. 2019માં તે વધીને રૂ.1.01 કરોડ અને પતિન...
ભણગોરમાં ભાજપને પ્રવેશ પર પ્રતિબંધ, વિમો આપો નહીંતર તમારો વિમો છે
દુષ્કાળગ્રસ્ત લાલપુર તાલુકામાં માત્ર 16.69% વીમો આપવામાં આવ્યો છે. નિષ્ફળ પાક જવાના કારણે અને પાક વીમો પૂરતો ના મળવાના કારણે લાલપુરના ભણગોર ગામના ખેડૂતો સરકારથી નારાજ થઇ ગયા છે. રૂપાણી સરકારને રજૂઆત કરી હતી, પણ ભાજપ સરકાર કંઈ સાંભળતી ન હતી તેથી લોકસભાની ચૂંટણીમાં 4 હજાર લોકો મતદાન નહીં કરે એવું નક્કી કર્યું છે.
ભણગોર ગામના ખેડુતોએ મોટી સંખ્યામાં...
હાર્દિક પટેલને કોંગ્રેસના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક જાહેર કરાયા
ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી લડવા માટે પ્રચારના કામમાં 10 દિવસથી લાગી ગયા છે. તેમને રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરમાં ફેરવીને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરી દઈને તેનું રાજકીય કદ વધારી દીધું છે. એવું અલ્પેશ ઠાકોરમાં નથી થયું તેણે બળવો કર્યો હોવાથી ઠાકોરને આવું ગૌરવ આપવાનું ટાળવામાં આવ્યું છે.
કોંગ્રેસના ઉત્તર પ્રદેશના એકમ...
જામનગર વિધાનસભા પેટા ચૂંટણીમાં 35 દાવેદારો
જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારના આગામી લોકસભાની ચુંટણી સાથે જ વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 35થી વધુ દાવેદારો ઉપસ્થિત રહેતા નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાયા હતા. કોંગી નિરીક્ષકોએ સેન્સની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લઈ ...
હાર્દિક પટેલને જામનગરની ટિકિટ ન આપવા કોર્પોરેટ અને કોંગ્રેસ એક થયા
હાર્દિક પટેલને જામનગરથી લોકસભાની ચૂંટણી નહીં લડવા લેવા માટે કોંગ્રેસ અને જામનગરની જાયંટ કંપનીઓ એક થઈ છે. કોંગ્રેસ અને કોર્પોરેટ એક થયા બાદ હવે હાર્દિક પટેલ માટે આફત શરૂં થઈ છે. કોઈ પણ હિસાબે તેમને જામનગરથી ચૂંટણી ન લડવા માટે દિલ્હી રહેતા ગુજરાતના નેતાએ બદાણ વધારી દીધું છે.
હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસની કાર્યકારીણી સમમિતીની બેઠક બાદ જાહેર સભમ...
ભાજપ દેશ વિરોધી છે – હવે, કોંગ્રેસ હુમલાના પુરાવા માંગે તેથી રાજ...
ભાજપની નીતિને દેશ વિરોધી ગણાવીને વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા વલ્લભ ધારવીયાએ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાયા બાદ જાહેર કર્યું કે દેશમાં આતંકી હુમલો થયો હતો તેના જવાબમાં ભારતની સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓએ તેના પૂરવાઓ માંગ્યા આ દેશના સૈનિક સામ...
ગુજરાતી
English