Friday, August 7, 2026

જુનાગઢ: પક્ષપલટો પણ ભાજપને બચાવી નહીં શકે

ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ એક સમયે ગુજરાતનું પાટનગર હતું. હાલ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. સમ્રાટ અશોકના સમયથી પ્રાચીન શહેર છે. અશોકનો શિલાલેખ અહીં છે. જે લોકોના કામો કરવા માટે પ્રેરણા આપે છે. ભારતનું હયાત એવું સૌથી જૂનો બંધ સુદર્શન તળાવ અહીં છે. Assembly Seats: - 86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (...

24 સિંહના મોત છતાં વસ્તી વધીને 600ને પાર થઈ

ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. 2015માં સિંહોની સંખ્યાં 511 હતી.અને હવે છેલ્લી ગણતરી મુજબ 600થી વધુ સિંહ નોંધાયા છે. વનવિભાગ દ્વારા પૂનમની રાત્રીએ કરાયેલી સિંહોની ગણતરીમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી છે. જેમાં 60 સિંહ બાળ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં એક વાઇરસને કારણે 24 સિંહોના મોત થઇ ગય...

ભાજપના ઉમેદવારોને કેમ ભાગવું પડે છે, ચૂડાસમા પર બોટલો ફેંકી ભગાડાયા

કોડિનારમાં આવેલા ભુવાટીંબી ગામે લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો સાંભળવા માટે આવ્યા હતા. જે સમયે ડાયરો શરૂ થવા જઈ રહ્યો હતો, ત્યારે જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ડાયરામાં હાજરી આપવા માટે આવ્યા હતા. રાજેશ ચુડાસમાની ડાયરામાં હાજરી હોવાના કારણે લોકોના રોષ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ એકઠાં થઈને રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ...

ભાજપના સાંસદ ચુડાસમાને ગામ લોકોએ કહ્યું ચૂંટણી આવી એટલે દેખાયા ?

ભાજપના નેતાઓ મત માગવા જાય છે ત્યારે તેમણે જનતાના રોષનો સામનો પણ કરવો પડે છે. જનતાના તેમને સાચે સાચુ કહીને હવે કેમ દેખાયા એવું કહી રહ્યાં છે.  જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સાથે, પ્રજાએ પાઠ લીધો હતો. રાજેશ ચુડાસમા પોતાના મત વિસ્તારમાં આવેલા માંગરોળના એક ગામમાં ગયા હતા. તેઓ જ્યારે ગામ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે ગામ લોકો રોષે ભરાયા હતા. સાંસદ રાજેશ...

ભગવાનભાઈને ન્યાય અપાવવામાં અર્જુન મોઢવાડિયાનો મોટો ફાળો

ભગવાનભાઈને દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી મોકુળ રાખીને ન્યાય આપ્યો છે. તે મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ભાજપે જે રીતે બિનબંધારણીય પગલાં ભરીને વિપક્ષને નાબૂદ કરવા પ્રયત્ન કર્યો છે. ભગવાનભાઇ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવા પ્રયત્નો પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ ચૂંટણની નહિ યોજવા સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સસ્પેન્ડ કરવાન...

વિધાનસભાના અધ્યક્ષ, ભાજપ અને ચૂંટણી પંચની સર્વોચ્ચ અદાલતમાં કોંગ્રેસ સ...

ગુજરાતની તાલાલા વિધાનસભાની પેટાચૂંટણીના કાયદાકીય જંગમાં દેશની સર્વોચ્ચ અદાલતમાં ભાજપ, વિધાનસભાના અધ્યક્ષ, ભાજપના નેતા અને ચૂંટણી પંચને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે તાલાલા વિધાનસભાની પેટાચૂંટણી પર સ્ટે આપી દીધો છે.  આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય. ચૂંટણી પંચે ઉતાવળે લોકસભાની ચૂંટણીની સાથે તાલાલા વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરી હતી. મુ...

કોંગ્રેસના બનાવટી નેતા બની રાજીનામાનું તરકટ

જૂનાગઢ કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર મહેતાએ કાર્યકર્તાઓની અવગણના કરવાના આક્ષેપો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઅંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રસના પ્રમુખ નટુ પોંકિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને કહ્યું હતુ કે, જીતેન્દ્ર મહેતા નામનો કોઈ શખ્સ કોંગ્રેસમાં હતો જ નહીં આ વાત સદંતર ખોટી છે. જૂનાગઢ કોંગ્રેસની 7 માર્ચના રોજ નવી કારોબારીની ...

ભાજપ સામે બંડ કરતાં નીતિન ફળદુ ઉર્ફે ટીનું

જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુએ ભાજપની ટિકીટ માંગી હતી, પરંતુ તેમને ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં પણ BJPમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. ભાજપના જિલ્લા મહામંત્રી નીતિન ફળદુ પાર્ટીથી નારાજ દેખાઇ રહ્યા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુને ટિકીટ ન મળતા તેઓએ પાર્ટી સામે બંડ પોકાર્યું છે. તેમને ભાજ...

વેજલના દર્શને પગપાળા જતાં પોપાટ પરિવાર પાસેથી રૂ.1000નો અરણ્ય દંડ કર્ય...

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ નીચે આવતા ટીમ્‍બળવા રાઉન્‍ડના ગીર જંગલમાં આવેલ સુપ્રસિઘ્‍ધ (વેજેલાઈ) વેજલ માતાજીના દર્શનાર્થે પગપાળા જતા પ્રતાપભાઈ બાલુભાઈ પોપટ (રહે. ચાતુરી) અન્‍ય ત્રણ વ્‍યકિતને વન વિભાગે રસ્‍તામાં રોકી જંગલમાં રોકી એક હજારનો દંડ વસુલ કરેલ હતો. સામતભાઈ પોપટે ચતુરી ખાતે વેજલ માતાજીના મંદિર ખાતે ઉપવાસ ચાલુ કર્યું છે. વેજલ માતાજી પોપટ પરિ...

તાલાલાના ધારાસભ્યની ખાલી જગ્યાની ચૂંટણીમાં પંચ આફતમાં

તાલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડને ખનીજ ચોરી કૌંભાડમાં થયેલી સજાના પગલે તેમને બરતરફ કરીને તે બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવતાં ગુજરાત વડી અદાલતે રાજ્યના ચૂંટણી તંત્રની ઝાટકણી કાઢી છે. ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી રીટ અરજી પરની આજની સુનાવણી બાદ  કેટલાંક મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળતું હતું. તેથી સોંગદનામું 26મી માર્ચના રો...

વિધાનસભાની બે બેઠકનું પરિણામ એક મહિના પછી જાહેર થશે

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ધ્રાંગધ્રા એસી અને માણાવદર એસીની ખાલી થયેલી બેઠકો ભરવા માટે પેટા ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ સાથે પેટા ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો છે, જેનો કાર્યક્રમ આ મુજબ છેઃ 28 માર્ચે જાહેરનામું બહાર પાડશે. 4 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. 5 એપ્રિલે ઉમેદવારોની ચકાસણી થશે. 8મીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારી...

કોંગ્રેસના ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષને વડી અદાલતમાં પડકાર્યા

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય પર માઈનિંગના કેસમાં કોર્ટે તેમને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયને લઇને કોંગ્રસના નેતાઓ અને આગેવાનો દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કરીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે તે સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ સમગ્ર મામલે દો...

ભાજપને કૌભાંડી કહેનારા જવાહર હવે ભાજપમાં

પક્ષાંતર – દિલીપ પટેલ – વિશ્લેષણ રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે જુનાગઢ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું કે, ભાજપ સરકાર કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે અને તેના પુરવાનો નાશ કરી દેવામાં ...

ભાજપની રાજકીય શોદાબાજીમાં ત્રીજા ધારાસભ્ય પક્ષાંતર કરી ભાજપમાં જશે

કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા ...

કોંગ્રેસના ધારાસભ્યને હાંકી કઢાયા, ભાજપના ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં...

કોંગ્રેસના ધારાસભ્યને ધારાસભ્ય પદેથી દૂર કરી દેવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હત...