ઉત્તર ગુજરાતમાં ૧૬.૫૮ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સતત વરસાદથી ૨૦ ટકા ન...
મહેસાણા, તા.૦૨ ગત વર્ષે ઓછા વરસાદના કારણે અર્ધઅછતથી ખેડૂતોને ખેતીપાક બચાવવા સિંચાઇ માટે સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કુલ 16.58 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ઘાસચારો, દિવેલા અને કપાસનું વાવેતર થયુ છે. પાકવૃધ્ધિના આરે...
પાલિકાની ટીપી બેઠકમાં એકલા પ્રમુખે 179 ફાઇલોનો નિકાલ કરી નાખ્યો
મહેસાણા, તા.૦૧ મહેસાણા નગરપાલિકામાં ટીપી કમિટીના ગઠન વગર સોમવારે પ્રમુખે બોલાવેલી ટીપી કમિટીની બેઠકમાં એકપણ અધિકારી હાજર રહ્યા નહોતા. ચેમ્બરમાં સવારે 11 વાગ્યે ફાઇલોનો થોક ખડકીને પ્રમુખ પ્રતિક્ષા કરતા જોવા મળ્યા હતા. બેઠક અંગે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, પ્રજાહિતમાં ત્રણ શરતે તમામ 178 બાંધકામ અરજી (ફાઇલો)નો નિકાલ કર્યો છે. પ્રમુખે તા.3...
યુપીની મહિલા સરપંચોની ટીમે કહ્યું, ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય તેવું ...
મહેસાણા, તા.૦૧ 2જી ઓકટોબરે અમદાવાદમાં યોજાનાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભાગ લેવા આવેલાં ઉત્તરપ્રદેશનાં મહિલા સરપંચો અને સ્વચ્છતાગ્રહી મહિલાઓએ બહુચરાજી તાલુકાના સ્વચ્છતામાં મોડેલ શંખલપુર ગામની મુલાકાત લીધી હતી. આ ટીમે ગામમાં સ્વચ્છતાની જાળવણી બાબતે ઊંડો રસ દાખવ્યો હતો અને બાદમાં ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય આજે અહીં જોયુ...
ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ યુવકની હત્યા
ઊંઝા, તા.૩૦ ઊંઝા તાલુકાના ગામે વહેલી સવારે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખાટલામાં ઊંઘી રહેલા યુવકને ધારદાર શસ્ત્રો વડે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક હતો. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગા...
ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...
મહેસાણા, તા.૩૦ મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...
બિન અનામત નિગમમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોનનો પ્રયાસ, 64 ફાઇલો એકઝા...
મહેસાણા, તા.૨૯ જાણીને નવાઇ લાગશે કે, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં વેલ્યુઅર રિપોર્ટ સહિતના જરૂરી બનાવટી પ્રમાણપત્રો રજૂ કરી સ્વરોજગારલક્ષી લોન મેળવવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. આવી શંકાસ્પદ 64 જેટલી ફાઇલો રદ કરી અધિકારીએ ગેરરીતિ સંબધે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી કાર્યવાહી કરવા લેખિત કર્યુ છે. મહેસાણામાં બહુમાળી ભવનમાં કાર્યરત બ...
વાડિયાની 5 દીકરીઓને કરિયાવરમાં ભેંસોનું દાન
મહેસાણા, તા.૨૫ સરકારી તંત્ર જે વાડિયાને બદલી ન શક્યું ત્યાં સમજાવટ અને આત્મિયતાથી મિત્તલ પટેલ નામની દીકરીએ કામ કરી જાણ્યું. તાજેતરમાં આ ગામની પાંચ દીકરીનાં સમૂહ લગ્ન યોજાયાં ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચે આ દીકરીઓ લગ્ન પછી સ્વાવલંબી બની રહે તે માટે કરિયાવરની સાથે ધામેણાં(દુધાળી ભેંસ)નાં દાનની જાહેરાત કરી હતી. સોમવારે આ પાંચેય દીકરીઓને પોંખી ધા...
સભાસદે અર્બન બેન્કના CEO સામે છેડતીની અને સીઇઓએ મારી નાખવા ધમકીની ફરિય...
મહેસાણા, તા.૨૪ અર્બન બેંકની સાધારણ સભામાં થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બેંકનાં મહિલા સભાસદ આશાબેન(મટી) પટેલે બેંકના સીઇઓ વિનોદભાઇ એમ. પટેલ અને 4 અજાણ્યા વ્યક્તિઓ સામે છેડતી, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જ્યારે બેંકના સીઇઓ વિનોદભાઇ પટેલે પણ રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી અને ગ...
મોઢેરાના સૂર્યમંદિર કરતા પણ વધુ જૂના સ્મારકની દેખરેખનો વિવાદ પુરાતત્વ ...
મહેસાણા,તા:૨૪ મહેસાણા જિલ્લાના આખજ ગામમાં શક્તિ કુંડ તરીકે ઓળખાતું પગથિયાવાળું(વાવ) જળાશય છે. જે સોલંકી સમયના રાજયશાસન દરમિયાન 10મી સદીના ત્રીજા ક્વાર્ટરમાં બનાવવામાં આવ્યું હતું. તે મોઢેરાના સૂર્ય મંદિરમાં આવેલા સૂર્યમંદિર કરતા વધુ જૂનું છે. અહીં નજીકમાં લુપ્ત થયેલા મંદિર અને પ્રવેશદ્વાર(કીર્તિતોરણ)ના ટુકડાઓ છે તેથી ભૂતકાળમાં દેવીને સમર્પિત મંદિર...
માધવી ડેરીની પાલનપુર અને છાપી બ્રાન્ચમાંથી 15 લાખ કરચોરી પકડાઇ
મહેસાણા, તા.૨૪ દૂધ અને માવા મિઠાઇની પ્રોડક્ટથી ઉત્તર ગુજરાતમાં જાણીતી માધવી ડેરી ફર્મના વડામથક પાલનપુરથી લઇને ફ્રેન્ચાઇઝ એકમો સહિત 18 સ્થળોએ જીએસટી વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચમાં સોમવારે તપાસ પૂરી કરી હતી. જેમાં પાલનપુર હેડઓફિસ ખાતેથી રૂ. 12 લાખ અને છાપીની ફ્રેન્ચાઇઝ એકમથી રૂ. 3.58 લાખ મળી રૂ. 15.58 લાખની કરચોરી શોધી રીકવરી કરી હતી. જ્યારે પ...
એચએસઆરપી નંબરપ્લેટ લગાવવા રવિવારે આરટીઓમાં ધસારો
મહેસાણા, તા.૨૩ મહેસાણા આર.ટી.ઓ કચેરી નવા ટ્રાફીક રૂલ્સની અમલવારીના પગલે રવિવારે રજાના દિવસે અરજદારોના કામકાજ માટે ચાલુ રહેતા સવારથી વાહનને એચ.એસ.આર.પી નંબરપ્લેટ ફીટ કરવા માટે ફી ભરવા કાઉન્ટર આગળ અરજદારોની લાઇન લાગી હતી. આ ઉપરાંત જુની આર.સી.બુકના બેકલોગ, લાયસન્સ રીન્યુઅલ, ડુપ્લીકેટ કઢાવાના અરજદારોના કામમાં સ્ટાફ કાર્યરત રહ્યો હતો. જોકે લર્નીગ લાય...
રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરનારા ચાર શખ્સોને ઝડપી લેવાયા
મહેસાણા, તા.૨૧ મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સહજાનંદ રેસ્ટોરન્ટના માલિક અને તેમના પુત્ર પર હુમલો કરનારા બોરીયાવી ગામના 4 શખ્સોને મહેસાણા એલસીબી, એસઓજી અને મહેસાણા તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપી લીધા હતા. પોલીસે લૂંટમાં ગયેલો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરી છે. ધોળાસણ ગામની સીમમાં વોટરપાર્કની સામે આવેલી સહજાનંદ હોટલમાં ગત 7 સપ્ટેમ્બરે ...
શાળાએ જતી છાત્રાને ખેતરમાં ખેંચી દુષ્કર્મનો પ્રયાસ, પ્રતિકાર કરતાં દુપ...
મહેસાણા, તા.૨૨ સાયકલ લઇને શાળાએ જઇ રહેલી વિદ્યાર્થિનીને આંતરી બાઇક પર અપહરણ કરી નિર્જન ખેતરમાં લઇ ગયેલા યુવકે તેની સાથે અઘટીત માંગણી કરી હતી. ઘટના સમયે પ્રતિકાર કરનાર કિશોરીનું તેના જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. સારવાર લીધા બાદ ઘરે આવેલી કિશોરીની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે યુવક સામે અપહરણ, છેડતી, પોક્સો અને ખૂનની કોશિશ અં...
પાલિકા પ્રમુખનું ફરમાન, અધિકારી કર્મીઓ ખંતથી કામ કરો નહીં તો શિક્ષાત્મ...
મહેસાણા, તા.20 મહેસાણા પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી દ્વારા ગુરુવારે પાલિકાની ચાર શાખાના કર્મચારીઓને કામગીરી ખંતથી કરો અન્યથા બેદરકારીભરી કામગીરી બદલ શિક્ષાત્મક પગલા લેવાનો કડક આદેશ કરાતાં હડકંપ મચી ગયો છે. શહેરમાં પ્રજાના કામો પ્રત્યે સભાન,સજાગ રહી સુચારૂ અમલવારી થાય તે હેતુથી આદેશ કરાયો હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે શિથીલ કામગીરી વ...
સગીર યુવતીને ફસાવી દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની કેદની સજા
મહેસાણાઃ ઊંઝાના મક્તુપુરમાં 14 વર્ષીય કિશોરીને લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારા આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની સજા અને રૂ.11500નો દંડ ફટકાર્યો છે. આરોપી વિપુલ ઠાકોર 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. આરોપી વિપુલ કિશોરીને ખેરાલુ ખાતે રહેતી તેની બહેન મધુના ઘરે લઈ ગયો હતો, અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હ...

English