ઊંઝા યાર્ડ કરોડથી વધુના ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસના વિરોધમાં પડ્યું
મહેસાણા, તા.૨૯ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે આરબીઆઈદ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી...
ભાજપમાં જોડાયેલા મહેસાણા પાલિકાના પ્રમુખની પલટી, પાછા કોંગ્રેસમાં જતા ...
મહેસાણા,તા:૩૦ 2 દિવસ પહેલા જ મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 7 કોંગ્રેસી નગર સેવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે આજે પાછા તેમની ઘર વાપસી થઇ છે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હું તો નીતિનભાઇ સાથે ગ્રાન્ટની ચર્ચા કરવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવાયો હતો, જો કે આ વા...
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા
મહેસાણા, તા.૨૯ વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ ...
કડીમાં 49 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી
કડી, તા. 28 કડીના ખાખચોક વિસ્તારમાં બનાવેલી 49 વર્ષ જૂની નવ લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકી જર્જરીત બની જતા પાલિકાએ જમીનદોસ્ત કરી હતી. શહેરના ખાખચોક અને કસ્બા વિસ્તારના રહીશોની પાણીની સમસ્યા હલ કરવા 1971માં નવ લાખ લિટરની 15 મીટર ઊંચી પાણીની ટાંકી બનાવી પીવાના પાણીની સમસ્યા જેતે સમયે પાલિકાએ હલ કરી હતી. 49 વર્ષ બાદ ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ જતા બિનઉ...
આધાર કાર્ડ માટે રઝળતાં વૃધ્ધાની પુત્ર-પૌત્ર સાથે ઈચ્છામૃત્યુની માગ
મહેસાણા, તા.28 બહુચરાજીના કાલરી ગામના 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે દેહ છોડવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માગણી ...
મહેસાણા પાલિકાના કોંગ્રેસના સાત સભ્યો ભાજપમાં જોડાયા
મહેસાણા, તા.28 મહેસાણા પાલિકાના કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. તમામ સભ્યોને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરાયું હતું. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતા જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ 22 થય...
ડેરીમાં રૂ. 12 કરોડની ઉચાપત કરી હોવાનો આરોપ
મહેસાણા, તા.૨૩ મહેસાણાની વિખ્યાત દૂધસાગર ડેરીનાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીનાં નાણાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિવાદાસ્પદ વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ. 9 કરોડ ભરવાનો આદેશ અપાયો છે. ત્...
હડકાયા કૂતરાએ એક જ દિવસમાં 16ને બચકાં ભર્યાં, એકના હાથનો અંગુઠો છૂટ્ટો...
મહેસાણા, તા.૨૦ મહેસાણા નજીક પાલાવાસણા ગામમાં રવિવારે હડકાયા કૂતરાએ 16 વ્યક્તિઓને બચકાં ભરવાની ઘટનાએ ભયનો માહોલ સર્જયો છે. સરપંચે માઇક પર સાવચેતી રાખવા સૂચન કરી કૂતરાને પકડવા ખાસ યુવાનોની ટીમ બનાવી છે. પાલાવાસણામાં કૂતરાંએ બચકું ભરતાં હાથનો અંગુઠો છુટ્ટો પડ્યો હતો. પાલાવાસણામાં રવિવારે બપોર બાદ બહાર નીકળતાં વ્યક્તિઓને પાછળથી બચકું ભરીને ભાગી જ...
મહેસાણા, ઊંઝા અને વિજાપુરમાં 33 રોડ ધોવાતા 80 લાખનું નુકસાન
મહેસાણા, તા.19 મહેસાણા જિલ્લામાં તાજેતરના વરસાદના કારણે મહેસાણા, ઊંઝા અને વિજાપુર તાલુકામાં સ્ટેટ હસ્તકના 33 રોડ ઉપર ડામરની સપાટીનું ધોવાણ, રેઇનકટ તેમજ પેચ પડી જવાથી રૂ.79.67 લાખના નુકસાનનો અંદાજ વિભાગે માંડ્યો છે. જ્યારે પંચાયત હેઠળના ગ્રામીણ રસ્તાઓમાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના 6 રોડમાં સરફેસીંગ, ડામરપેચ ધોવાણથી રૂ.14.50 લાખનું નુકસાન થયું છે...
હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી
મહેસાણા, તા. 19 મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના...
56.01 કરોડના બોગસ બિલિંગકાંડમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર
મહેસાણા, તા.૧૭ જીએસટીમાં અલગ અલગ ફર્મના નામે માલના ખરીદ વેચાણ કર્યા વિના રૂ. 56.01 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરી રૂ. 5 કરોડથી વધુની કરચોરીમાં અમદાવાદના બિમલ મહેતાએ ધરપકડથી બચવા મહેસાણા કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. સંયુક્ત રાજ્યવેરા કમિશનર મહેસાણા વિભાગ દ્વારા બોગસ વ્યવહારો મામલે ત્રણ ફર્મના વિવિધ સ્થળ તપાસ...
સત્તાના દૂરુપયોગથી પાણીના ટેન્કર મંગાવનારા કોર્પોરેટરને રૂ.31,400 ભરવા...
મહેસાણા, તા.૧૭ મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર હિરેન મકવાણાએ સત્તાનો દૂરુપયોગ કરી નાણાં ચૂકવ્યા વિના બે વર્ષમાં 157 ટેન્કર પાણી મગાવી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવી એક મહિનામાં રૂ.31,400 ભરપાઇ કરવાનો હુકમ પ્રાદેશિક કમિશ્નર દ્વારા કરાયો છે. તેમજ દોષિત કર્મચારી વિરુદ્ધ નિયમોનુસાર પગલાં લેવા ચીફ ઓફિસરને આદેશ કરાયો છે. નગરપાલિકાન...
મહેસાણા-બહુચરાજીને જોડતા રસ્તાઓ બેહાલ, ઠેર-ઠેર ગાબડાં
જિલ્લા મથક મહેસાણા અને તીર્થધામ બહુચરાજીને જોડતાં પાલાવાસણા ત્રણ રસ્તાથી કાલરીને જોડતા 32 કિલોમીટર રોડની હાલત એ હદે ખખડી ગઇ છે કે જો અહીંથી વાહનો લઇને પસાર થવા દરમિયાન થોડાક બેદરકાર રહે તો વાહનચાલક ખાડામાં પટકાઈ પડે. એમાંય પાલાવાસણાથી હેડુવા, સામેત્રાથી મીઠા, બલોલથી નદાસા-આસજોલ, અને ચડાસણાથી કાલરી વચ્ચે સંખ્યાબંધ ગાબડાં પડી ગયાં છે. નદાસાથી આસજો...
આશ્રય આપનારી બહેનની જ પુત્રીને પિંખી નાખનારો શખ્સ ઝબ્બે
જે બહેને અઢી વર્ષથી પોતાના ઘરમાં આશરો આપ્યો તે જ બહેનની 15 વર્ષની પુત્રીનું અપહરણ કરી સતત 23 દિવસ સુધી દુષ્કર્મ આચરનારા સગા મામાની મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી છે. ભુપતજી ગંભીરજી ઠાકોર (40)ને અઢી વર્ષ અગાઉ મિત્રની પત્નીના મુદ્દે થયેલા વિવાદને કારણે ગામ છોડવાનો વારો આવતાં તેની બહેને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. ભુપતજીએ સગી બહેનની 6 પુત્રીઓ પૈક...
મહેસાણામાં સ્પાના નામે ચાલતા કુટણખાનમાંથી મેનેજર અને બે યુવતી ઝડપાયા
મહેસાણા શહેરમાં માનવ આશ્રમ રોડ પર સોમેશ્વર મોલની સામે આવેલા ગોકુલધામ પ્લાઝામાં ધી ગ્રાન્ડ થાઇ સ્પા, બ્યુટી એન્ડ હેલ્થના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે ડીવાયએસપી મંજીતા વણઝારાએ સોમવારે સાંજે પોલીસ કાફલા સાથે રેડ કરી હતી. જેમાં સ્પા સેન્ટરના મેનેજર અને બે થાઇ યુવતીઓની ધરપકડ કરી હતી. જ્યારે તેનો સંચાલક ઝાલારામ દેસાઇ ફરાર થઇ ગયો હતો. ...

English