Friday, January 23, 2026

કોરોના વાયરસ મોરબીને ફળ્યો, 15% ધંધો વધ્યો છે, 20-25% સુધી પહોંચશે

રાજકોટ 12 માર્ચ, 2020 જ્યારે કોરોનાવાયરસથી આરોગ્ય અને અર્થતંત્ર બંને દ્રષ્ટિએ વિશ્વના મોટા દેશોને અસર થઈ છે, તે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે ફાયદાકારક હોવાનું બહાર આવ્યું છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અને ભારતના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે જાણીતા, કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી, છેલ્લા બે મહિનામાં 15% નો વૃદ્ધિદર જોવા મળ્યો છે. ...

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદી અને માલની તંગીથી બંધ થવાની તૈયારી

20 Feb, 2020 સિરામિક વિટ્રીફાઈડ સંબંધી કુલ 1150 સિરામિક યુનિટ મોરબીમાં સક્રિય છે. સિરામિક પ્લાન્ટના કિલનમાં ઉપયોગમાં લેવાતા રોલ અને કાચો માલ તેમજ કેટલીક મશીનરી ચીનથી આવે છે. પણ હાલમાં ચીન સરકારે કોરોના વાયરસને કારણે આ તમામ વસ્તુને મોકલવાનું બંધ કરી દીધુ છે. વસ્તુની સપ્લાયના અભાવે માત્ર 15 જ દિવસ ચાલી શકે એટલો કાચો માલ છે. એકબાજુ મંદીનો સામનો કરે...

મોરબીના ઉદ્યોપતિ અજય લોરિયાએ પુલવામાના 31 સહિદોને ઘરે જઈને રૂ58 લાખ સહ...

મોરબીના ભાજપના નેતા અને યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ લોકફાળો કરીને જમ્મુ કશ્મીરના પુલવામામાં ૨૦૧૯ થયેલા આંતકી હુમલા બાદ પરિવારોને મળી ૩૮ રાજ્યોમાં ફરી એક લાખ દસ હજાર કિલોમીટરની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા ૫૮ લાખની જંગી સહાયની આર્થિક મદદ કરી હતી. પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદાબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી મોરબી સહિતના શહેરો...

નિરમા કંપનીને પણ ઠગ મળી ગયો, કોલસામાં પાણી ભેળવી દીધું

ભાવનગરની નિરમા કંપનીને મોકલવા માટે ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ ત્રણ ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર હિતેષ જાદવજી પટેલ ભાગી ગયો છે. જેને પોલીસ હજુ પકડી શકી નથી. સારી ગુણત્તાનો આયાતી કોલસો ટ્રકમાંથી બારોબાર ટંકારાના ગોડાઉનમાં ઉતારી એના વજન બરાબરનું પાણી છાંટી ચોરી કરવામાં આવતી હ...

વાંકાનેરમાં પવનચક્કીથી વન્ય પ્રાણીઓએ હીજરત કરવી પડી

વાંકાનેર તાલુકામાં ત્રણ કંપનીઓ પવનચક્કી નાંખી રહી છે. જેમાં વેશ્પર વિન્ડફર્મ, ગામેશા વિન્ડફર્મ, સેન્યુ વિન્ડફાર્મ છે. પવનચકકી સ્થાપિત ત્રણેય કંપનીઓનું માલ પરીવહન અને ફાઉન્ડેશન સહિતના કામો માટે કોન્ટ્રાકટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના મામદભાઈ કડિવારને અપાયું છે. પવનચકકીઓ માટે અનુકુળ એવો વાંકાનેર તાલુકામાં પવન સારો મળી રહે છે. ત્રણ વિન્ડફા...

ખેડૂતોનો પ્રશ્ન આવતાં ભાજપે મોરબીમાં નાગરિકતા સમર્થન રેલી રદ કરી ̵...

મોરબીમાં 25મીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓએ રેલી કાઢવાનું નક્કી કરાયું હતું પણ રાવણે તેનો વિરોધ કરીને ખેડૂતોના પાક વીમા આપવા માટે રેલી બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાની વાત કરતાં ભાજપે રેલી રદ કરીને નવેસરથી શનિવારે રેલી રાખી છે. દેશમાં રામમંદિરના ચુકાદા પછી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ધર્મને આધારે થતી રાજનીતિનો કાયમ અંત આ...

પ્રાથમિક શિક્ષકોની લડત, એક દિવસના ધરણા

મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે જેમાં આજે એક દિવસના ધરણા કરીને તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી મોરબી જીલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે જીલ્લા કલેકટર કચેરી સામે બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા કર્યા હતા શિક્ષકોને વિવિધ કામમાં જોતરી રાખવામાં આવે છે પરંતુ શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ સમયે ...

મોરબીના 1150 સિરામિક ઉદ્યોગો ભયંકર મંદીના ભરડામાં

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં હાલમાં અંદાજે 1150 સિરામિક તેમજ તેને લગત આનુસંગિક ઉદ્યોગો કાર્યરત છે. હાલમા વૈશ્વિક મંદી અને વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ Anti-Dumping Duty ને લીધે મોરબી જિલ્લાના મોટા કદના સિરામિક ઉદ્યોગો મંદીના ભરડામાં સપડા...

ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...

ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા “સ્ટેટસ ઓફ ડાન્સ&#...

ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા ડાન્સ ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. હવે રાષ્ટ્રીય કક્ષાના નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. મોરબીમાં ડાન્સ કલાસીસના સંચાલક એવા યુવા કોરિયોગ્રાફર દર્શન પંડ્યા ફરી એકવાર નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થયા છે અગાઉ પણ અનેક નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં તેઓ ભા...

ખેડૂતના 5 બાળકોની રમતગમત ક્ષેત્રે સિદ્ધિ

મોરબી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત અને મોહમંદી લોકશાળા ચંદ્રપુરના સહયોગથી રાજ્ય કક્ષાની અંડર 17 ડોઝબોલ ભાઈઓ-બહેનોની 8 થી 10 ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના ચંદ્રપુરમાં યોજાય હતી. સ્પર્ધામાં રાજ્યમાંથી 21 ભાઈઓની અને 19 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી એસ.એમ.પી.હાઈસ્કૂલમાં સિંધાવદરની ટીમોએ ભાગ લઇ મોરબી જિલ્લાનું...

GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...

અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...

9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?

ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...

રાષ્ટ્રીય ધોરી માર્ગ જાહેર કરી મોરબીના સિરામિક ટ્રાન્સપોર્ટ નગર આપો &#...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 7 નવેમ્બર 2019ના રોજ મોરબીની મુલાકાતે જઈ રહ્યા છે તેવા સમયે કોંગ્રેસના આક્રમક  ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી-માળિયાના લાંબા સમયથી વણઉકેલ પ્રશ્નો અંગે  મુખ્ય પ્રધાનને ખુલ્લો પત્ર લખીને પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે તેવી માંગણી કરી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબીને મેડીકલ કોલેજ આપવા, મોરબી જીલ્લામાં લીલો દુ...

સ્કૂલની આસપાસ ને રસ્તાઓમાં લુખ્ખા તત્વો વિદ્યાર્થીનીઓ પરેશાન કરે છે

વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની બાળાઓએ આવારા તત્વોના ત્રાસથી પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું. સરકારના બેટી બચાવો બેટી પઢાઓ ના નારાઓની વચ્ચે 12 ઓક્ટોબર 2019ના રોજ વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ શાળાએથી વાંકાનેર સીટી પોલીસ મથક સુધી પગપાળા રેલી કાઢી પોલીસ અધિકારીઓને રજૂઆત કરેલી કે વિદ્યાર્થીનીઓને ઘરેથી સ્કૂલે આવવાના અને ઘર...