Monday, March 10, 2025

ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ

ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...

બિનગુજરાતી સી આર પટીલને હરાવવા કોળી પટેલનો નિર્ણય

નવસારી લોકસભામાં બિનગુજરાતી અને કોળી પટેલ વચ્ચે જંગ મંડાઈ ગયો છે. રવિવારે નવસારીમાં કોળી પટેલ સમાજના વિશાલ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજનું ગુજરાતનું સંમેલન મળ્યું હતું. કોળી પટેલ સમાજે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર ઘર્મેશ પટેલને જીતાડી લાવવાનો ઠરાવ કર્યો હતો. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળાએ ભાજપના સાસંદ સીઆર પાટીલન...

સી આર પાટીલ સામે લઘુ ભારત વિજલપોર કેમ નારાજ રહ્યું છે ?

નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતાં બહારથી આ...

સી.આર.પાટીલ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ, છતાં તે પોસ્ટ ભાજપની વેબ...

આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોઈ સરકારી યોજનામાં કોઈપણ પક્ષના નેતાઓ પોતાના ફોટાનો ઉપયોગ કરી શકતા નથી અને જો કોઈ નેતા આચાર સંહિતાનો ભંગ કરે તો તે નેતા સામે ચૂંટણી પંચ દ્વારા કાયદેસની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે નવસારીના સાંસદ સી. આર. પાટીલ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ છે. તેની સામે ફરિયાદ થઈ હોવા છતાં તે પોસ્ટ અન...

પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર

2010-2011માં સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગે...

નોટબંધીને 824 દિવસ પછી પણ જુની નોટો પકડાઈ રહી છે

નોટ બંધીને 824 દિવસ થયા પરંતુ હજુ અમુક લોકોએ છુપાવેલા નાણા હજું પકડાઈ રહ્યા છે, પોતાની જુની નોટો દઈને નવી નોટો આપવાની લાલચે ફસાઈ જતા હોય છે, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંધ થયેલી 1000 અને 500 રુપિયાની ત્રણ કરોડની નોટો સાથે ચાર લોકોને દબોચવામાં આવ્યા છે, મુંબઈથી 7% મા લઈને નવસારી માં 10% માં નવી કરંસી આપવાની હતી, પરંતુ ગુજરાત પોલીસ અને તંત્...

ચીકુ ફેસ્ટીવલ ઉત્પાદન

ગુજરાતમાં વલસાડી ચીકુ જાણીતા છે. રાજ્યમાં વર્ષે 4 લાખ ટન ચીકુનું ઉત્પાદન થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર પાલઘર જિલ્લાના ઘોલવડ તાલુકાનું બોરડી ગામ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ચીકુની મીઠાશભરી મીઠાઈ સહિતની અવનવી વેરાયટીને કારણે જગ પ્રસિદ્ધ છે. બોરડી ગામ ખાતે છેલ્લા 8 વર્ષથી ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં એક લાખ લોકોએ...

ધર્મ વિરોધી બોર્ડ છતાં લઘુમતિ મુખ્ય પ્રધાને કોઈ પગલાં ન લીધા

બહારના ખ્રિસ્તીઓએ પ્રવેશ કરવો નહીં એવા જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં ગુજરાતની લઘુમતિ સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લઘુમતિ ધર્મના રક્ષણ માટે કોઈ જ પગલા આજ સુધી લીધા નથી. ગણદેવી તાલુકાનાં ગણદેવાના હરિપરા ફળિયા આગળ ખ્રિસ્તી ધર્મના ભાઇ-બહેનો સામે પ્રવેશબંધી ફરમાવતા લખાણથી વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળપતિ સમાજના અગ્રણીઓએ આ બેનરો ...

ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત, ચિખલીની આક્રમક રેલી બાદ સરકારનો નિર્ણય

ભારત માલા પ્રોજેક્ટને હાલ પુરતો સ્થગિત કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરવી પડી છે, આદિવાસીઓ અને ખેડૂતોની મોટી રેલી બાદ સરકારે ઝુકવું પડ્યું છે. ભાજપ સરકાર સામે ખેડૂતો અને આદિવાસીઓનો વિરોધ વધી રહ્યો છે, હવે પોતાની જમીન બચાવવા દક્ષિણ ગુજરાતના ચિખલીના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તા પર આવી ગયા છે, આ નજારો જોઇને જ જાણી શકાય છે કે સરકાર સામે...

સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર

ધર્મ-અધર્મ – દિલીપ પટેલ – વિશ્લેષણ નવસારી જિલ્લાનું ગણદેવા ગામને ભાજપના સાંસદ સી. આર. પાટીલે દત્તક લીધું છે. તે ગામને દેશનું પ્રથમ ધુમાડા રહીત ગામ સપ્ટેમ્બર તો જાહેર કર્યું છે. પણ અહીં હવે ધર્મ પરિવર્તનની આગ લાગતાં ધર્મનો ધુમાડો નિકળી રહ્યો છે. 7100 વસતી ધરાવતાં નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં...

પાણી કરતાં બિયર વધું મળે છે, ભાજપના ધારાસભ્ય રમેશ પટેલ

જલાલપોરના બીજેપી ધારાસભ્યના બેફામ ઉચ્ચારો કર્યા હતા કે પાણી કરતા પણ વધારે બિયર મેળે છે. તેમ છતાં સરકારે કે પક્ષે તેમની સામે હજું સુધી કોઈ પગલાં લીધા નથી. તેમના નિવેદન પછી ભરૂચના સાંસદે પણ આવું જ નિવેદન આપ્યું હતું. છતાં ભાજપે કોઈ પગલાં લીધા નથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ છોટુભાઈ પટેલે એક નિવેદન આપીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ...

દેશમાં કુદરતી નવગ્રહના સ્થાન બે છે, કાશી અને ગણદેવાનું ગડત કામેશ્વર મં...

અંબિકા નદીના તટે વસેલા ગડત ગામ અને ત્યાં કામેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ નવગ્રહ સ્થાન ઇતિહાસ વિદ્દો અને વિદ્ધાનોના મતે હજારો વર્ષ પ્રાચીન છેઃ જેની કથા ગર્ગઋષિ સાથે સંકળાયેલી છે. કલ્યાણકારી શિવની વિશેષ ઉપાસનાનો શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવ મંદિરોઍ શિવભકતો ઉમટવા માંડે છે. ભકતોની ઍક માન્યતા ઍવી પણ છે કે શિવમંદિર જેટલા પ્રાચીન તેટલો તેનો મહિમા વિશેષ આપણા જ ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...

નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે સજીવ ખેતીનો પરિસં...

January 20th, 2018 નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે માનવ કલ્‍યાણકારી સાર્વજનિક ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે સજીવ ખેતી અંગે પરિસંવાદ યોજાયો હતો.જેને જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાની ઉપસ્‍થિતિમાં ખુલ્લો મુકયો હતો.આ પરિસંવાદમાં જિલ્લા ૨૦૦ ખેડૂતોએ ભાગ લઇને સજીવ ખેતી અંગે માર્ગદર્શન મેળ...

વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગ છ વર્ષથી વારલી પેઇન્‍ટીંગ કરે છે

ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહિત કરવા બે દિવસીય વારલી પેઇન્‍ટીંગ પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પ્રદર્શનીનો પ્રારંભ કરાવી, વારલી પેઇન્‍ટીંગના કલાકારોને પ્રોત્‍સાહન આપવા પ્રદર્શનનો લાભ લેવા નગરજનો સહિત આમજનતાને અપીલ કરી છે. લક્ષ્મણ હોલ ખાતે પ્રદર્શનમાં દિવ...