[:gj]દેશમાં કુદરતી નવગ્રહના સ્થાન બે છે, કાશી અને ગણદેવાનું ગડત કામેશ્વર મંદિર[:]

[:gj]અંબિકા નદીના તટે વસેલા ગડત ગામ અને ત્યાં કામેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ નવગ્રહ સ્થાન ઇતિહાસ વિદ્દો અને વિદ્ધાનોના મતે હજારો વર્ષ પ્રાચીન છેઃ જેની કથા ગર્ગઋષિ સાથે સંકળાયેલી છે. કલ્યાણકારી શિવની વિશેષ ઉપાસનાનો શ્રાવણ મહિનો શરૂ થતાં જ શિવ મંદિરોઍ શિવભકતો ઉમટવા માંડે છે. ભકતોની ઍક માન્યતા ઍવી પણ છે કે શિવમંદિર જેટલા પ્રાચીન તેટલો તેનો મહિમા વિશેષ આપણા જ દક્ષિણ ગુજરાતમાં પ્રાચીન પુરાણ પ્રસિધ્ધ શિવ મંદિરો વિપુલ પ્રમાણમાં છે. જેની કથાઓ ઇતિહાસ – પરંપરા દંતકથાઅો દ્વારા જાણી તો થયો છે. આવા અનેક શિવ મંદિરો પૈકીનું ઍક છે. કામેશ્વર મહાદેવ આ પૌરાણિક મંદિર વ્યવસ્થિત ઇતિહાસ સંશોધન પ્રકટ થતાં ભકતોનું ઍક માનીતું ધામ બન્યું છે. તે અંબિકા નદીને કાંઠે વસેલું ગડત અને ત્યાં બિરાજમાન કામેશ્વર મહાદેવ જેનો વિસ્તૃત ઇતિહાસ મહિમા તાજેતરના વર્ષોમાં ઇતિહાસ વિદો પુરાતત્વવિદ તથા વિદ્ધાન આચાર્યો દ્વારા બહાર આવ્યો છે. ‘નમામિ કામેશ્વરમ’ ગડત (ગર્ગાવતી)ના કામેશ્વર (શિવધામ)નું પ્રાચીનતમ અવલોકન દર્શન ઇતિહાસની આરસીમાં ઇતિહાસકાર, વલસાડ જિલ્લાની કોલેજના માજી આચાર્ય અને ઇતિહાસ સંશોધનની પ્રવૃતિઅોમાં મોટી નામના મેળવનાર ડો. બી. ઍન. જાષી ભારે જહેમત ઊઠાવી લખ્યો છે. અને કામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ નવિચારના વિદ્ધાન પંડિત શ્રી ડાહ્યાંભાઇ કે. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતનું ગડત ગામ અંબિકા નદીના તટમાં હોવાથી આ નદીના સમાન પુરાણી સભ્યતા અને સંસ્કૃતિનું દર્શન થાય છે. કાળક્રમનું પ્રમાણ આપતા ડો. જાષીઍ ઇસ્વીસનની પહેલી સદીમાં આ મંદિરનું નિર્માણ થયું છે. લોકગાથાને આધારે ગર્ગ ઋષિના સ્થાનના નામથી પ્રસિધ્ધ હતું. પરંતુ ઇતિહાસના પ્રમાણ સાથે કાયાવરોહણના ઋષિ નુકુલેશ કે લકુલેશે થાય શિષ્યોને શિવપંથના પ્રચાર માટે દીક્ષા આપી હતી. તેમાં ગર્ગ નામનો શિખર દક્ષિણ ગુજરાત તરફ ગયો હતો. તેણે દક્ષિણ ગુજરાતમાં મંદિરોની સ્થાપના કરી તેમાનું ઍક કામેશ્વર શિવમંદિર પણ છે. ડાંગ જિલ્લાના ડુંગરોમાંથી જે જે નદીઅોનો જન્મ થયો પછી તે વહેતી વહેતી નવસારી – વલસાડ જિલ્લાના ગામોમાં પહોંચી ત્યાં સુધીમાં અનેક ગામોના ધર્મસ્થાનોના વિકાસમાં આ નદીઅોનો ફાળો રહ્યાં છે. અને તેમાંની ઍક તે અંબિકા જે ડાંગના પશ્ચિમ તથા મધ્ય અને દક્ષિણ તથા પૂર્વ ભાગને જલમય કરતી બિલિમોરા અમલસાડ વચ્ચે અરબી સમુદ્રને મળે છે. તેને કાંઠે સેંકડો ગામો વસેલા છે અને તેના કેટલાક તટપ્રદેશોમાંથી પાષાણયુગ, અશ્મયુગ, મધ્ય અશ્મયુગના હથિયારો અવશેષો મળ્યા છે. દક્ષિણ ગુજરાત લાટ પ્રદેશ તરીકે ચીનકાળમાં જાણીતો હતો. ગડતનો ગર્ગસ્ત્રોત ગર્ગાવતી તરીકે ઉલ્લેખ પાષાણકાળથી મનુમૌર્યકાળ અને મૌર્યકાળ સુધી જોવા મળ્યો છે. કાળક્રમે તેમાં ફેરફારો થતા રહ્યાં. પરંતુ સ્થળ સંકોચને કારણે અત્રે વાત માત્ર ગર્ગાવતી ગડત અને કામેશ્વરની જ કરીઍ છીઍ છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં કલસુરી વંશની સત્તા હતી. અને આ પ્રદેશમાં વસતી નાગપ્રજા શિવપૂજક હતી. તેથી ગડતમાં કામેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન સ્થળ છે. આ લીંગ પહેલીથી ત્રીજી સદી વચ્ચે પ્રસ્થાપિત થયું હોય તે પ્રમાણ મળે છે. આ મંદિર અને ગડત હાલ અંબિકા નદીથી દક્ષિણે અડધો કિલોમીટરના અંતરે છે. સમગ્ર ગુજરાતમાં નકુલીશ કે લકુલીશ પશુપતનો પ્રસાર વ્યાપક પ્રમાણમાં જાવા મળે છે. તે પૈકી દક્ષિણ ગુજરાતમાં ગણદેવી ગડત કામેશ્વર મહાદેવનું સ્થપાયેલ શિવલિંગ તેની સાક્ષી અને પહેલી સદી અને ક્ષત્રિયોનો સમય દર્શાવે છે. જો કે દક્ષિણ ગુજરાતના શિવમંદિરોનું સંશોધન જરૂરી છે. મહાભારતના શાંતિપર્વમાં નારાયણીય ઉપાસ્થાનમાં પંચસત્ર સાથે પરશુપ્ત શાસ્ત્રનો ઉલ્લેખ આવે છે. પતંજલિઍ શિવભકતને શિવ ભાગવત કહ્યું છે. પશુપાત કહ્યું નથી. આ ઉલ્લેખ મથુરાના શિવાલયોમાં થયેલો છે. આ પશુપાત શિવ આરાધના અને શિવ નિર્માણ કાર્યો કાચાવરીહળ (વડોદરા) અને તેની સાથે અથવા પાછળથી દક્ષિણ ગુજરાતના લાટપ્રદેશોમાં શિવપૂજા અને શિવ મંદિરો નિર્માણ થયા. તે પ્રમાણ મળે છે. તે પૈકી ગણદેવી (ગડતનું કામેશ્વર ધામ)નું મંદિર તથા અન્યસ્થાનો ગણાવી શકાય.

પુરાણોમાંથી મળેલા પ્રમાણો અને અન્ય અભિલેખોમાં બકુલેશ (પશુપાત)ના ચાર શિષ્યો ગણાવ્યા છે. આ ચારેય શિષ્યોઍ શિવધર્મનો (માનવધર્મનો) બહોળો પ્રચાર સમગ્ર ભારતમાં કર્યો હતો. (૧) કુશિક (૨) ગર્ણ્ય (ગર્ગ) (૩) મિત્ર અને (૪) કૌરુષ્ય આ ચાર શિષ્યો પૈકી ગર્ગનામના શિષ્યે સાધના કરી ઋષિગુણ પ્રાપ્ત કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નાસિક સુધી પોતાની સાધના અને શિવશકિત ઉપાસના તથા ભકિતના દર્શન કરાવ્યા હતા. (દક્ષિણ ગુજરાતમાં ઍક લોકવાયકા સાંભળવા મળે છે કે ગણદેવી પાસે આવેલ અંબિકા નદીના કાંઠે ગર્ગઋષિનો આશ્રમ હતો તે હાલનું ગડત) તેમણે અંબિકા નદીના કાંઠે પોતાની સાધના તપના બળે તીર મારીને અંબિકા નદીમાં ઝરો (વાવ) નિર્માણ કરી હતી. આ વાવના અવશેષ આજે પણ અંબિકા નદીમાં છે તેનું પાણી ઉનાળામાં શિવ પર (કામેશ્વર ગડત) ચઢાવવા આ ઝરો નિર્માણ કર્યો હતો. અંબિકા નદીના કાંઠે ચાર હરિટેઝ સ્થળો છે. ઍક કામેશ્વર મહાદેવનું મંદિર છે તેની બાજુમાં (હાલ કુવા રૂપે હયાત છે) વાવ છે (૬૦ ફુટ ઊંડી) તેનું બાંધકામ પેશ્વા સમયે થયું હોય તે પ્રમાણ છે. (૨) વડનું ઝાડ ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાઍ વૃક્ષવલય નામની વૈજ્ઞાનિક પદ્ધતિથી આ વટવૃક્ષ ૭૦૦ થી ૮૦૦ વર્ષ જૂનું હોવાનું દર્શાવ્યું છે. પરંતુ થોડી કલ્પના અથવા જે સનાતન છે કે શિવનું ધામ હોય ત્યાં જે વૃક્ષને જટા હોય તે વૃક્ષની હાજરી ઍ જ શિવ ધામની સાક્ષી પૂરે છે. હાલ અહીં ૧૦ થી ૧૨ મોટા વટવૃક્ષો છે તે પૈકી ઍક વટવૃક્ષ હેરિટેજ તરીકે લેવાયું છે. (૩) શિવ મંદિરને લાગીને પ્રાચીન વાવ પણ છે. આ વાવ પણ કામેશ્વર શિવમંદિર જેટલી પુરાણી હોવાનું અંદાજી શકાય. (૪) કામેશ્વર મહાદેવ મંદિર પરિવારમાં ઍક ૧.૫ મીટર વ્યાસનો જળકૃત સપાટ (સમુદ્રના ફીણોમાંથી બનેલો) પથ્થર છે. તેમાં કુદરતી રીતે જ નવગ્રહો કુદરતી આકાર પામેલા છે. ઍ પથ્થર પર નવગ્રહો જે રીતે દૃશ્યમાન છે તે જાતા નવગ્રહની (મૂર્તિઅો) ગણાય. તેની ઍક વિશેષતા ઍવી છે કે તેના પર બાંધકામ કરી શકાતું નથી. અને બાંધકામ કરવાના પ્રયત્નો નિષ્ફળતા જ મળી હોવાનું બન્યું છે.

વિદ્ધાનોનું માનવું છે કે દેશમાં આવા કુદરતી નવગ્રહના સ્થાન બે જ છે. કાશી વારાણસીમાં અને બીજું ગડત કામેશ્વર મંદિર છે. પુરાતત્વવિદ રમણભાઇ ઍન. મહેતાના મતે ગડત ગામ ખૂબ જૂનુ અને ઐતિહાસિક છે. ગર્ગઋષિના નામ પરથી ગડત બન્યું તેમજ ભૂકંપમાં દબાયેલા ગામ ફરી વસ્યુ તે પરથી ગડત બન્યું. તેઅો કહે છે કે ડુંગરોની ગર્ત (ખીણ)માં વસેલ ગામ તે ગર્તનું ગડત થયું છે. અહીં આસપાસ પાથરી, ઍîધલની ડુંગરી છે. જેના વચ્ચે આ ગામ છે નવગ્રહનો ઘાટ પણ પુરાણા સમયનો છે જેથી ઍ પાચ હજાર વર્ષ જૂનું મનાય છે. ગુજરાતના નામાંકિત પુરાતત્વવિદ સદ. રમણભાઇ મહેતાઍ ગામના પાદર, સીમ, કુવા, તળાવ, મંદિર, નદી વગેરે સ્થળોની મુલાકાત બાદ હાલ મહારુદ્રની મૂર્તિ તરીકે સ્થાપિત પથ્થર નિહાળી આ સ્થળ અોછામાં અોછું ચાર થી પાંચ હજાર વર્ષ પ્રાચીન હોવાનું મંતવ્ય પ્રગટ કર્યુ હતું. લોકકથા દંતકથા પુરાણ કથા અને હવે ઐતિહાસિક પુરાતત્વીય તપાસ અભ્યાસને પગલે ઍટલું તો જરૂર કહેવાય કે ગડત અને ત્યાં બિરાજમાન કામેશ્વર મહાદેવ નવગ્રહ દેવતાઅો અતિ પ્રાચીન છે. અને મહિમા છે. મને આ સ્થળનો અંગત લગાવ ઍટલે છે કે મારું મોસાળ છે મારા માતા શ્રી પુષ્પાબેન તથા નાના મણિશંકર ભટ્ટ પાસેથી કામેશ્વરનો મહિમા વાતો સાંભળી હતી. બાળપણમાં વેકેશનમાં અનેકવાર દર્શન કર્યા અને ગામ લોકોની ભકતોની શ્રધ્ધા ભકિતથી કામેશ્વર મંદિર વિરાટ દિવ્ય અને ભવ્ય સ્થાન બની ચૂકયું છે. તેની મહત્તા પારખી ત્યાં યજ્ઞશાળા, ગ્રહનક્ષત્ર વાટિકા સત્સંગ હોલ, અતિથિગૃહ વિકસાવાયા છે. કલ્યાણકારી શિવ ભકતોની સારી મનોકામના પૂર્ણ કરે જ છે. ઍવી અનુભૂતિથી હજારો ભકતો શ્રાવણમાં શિવરાત્રીઍ ઉમટી ધન્યતા અનુભવે છે.[:]