Saturday, August 8, 2026

હ્રદય કૂંજમાં મૂકેલો ગાંધીનો રેંટિયો બનાવટી છે ?

ગાંધીજીએ સુતરના તાંતણા રેટીયા પર કાંતિને ભારતની આઝાદી અપાવી સ્વનિર્ભર બનાવવાનું આંદોલન શરૂ કર્યું હતું તે રેંટિયો સાબરમતી આશ્રમના હ્રદય કૂંજમાં મૂકવામાં આવ્યો છે તે અસલી હોવાનો કોઈ પુરાવો આશ્રમ પાસે નથી. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ નોંધ પણ આશ્રમ પાસે નથી. કારણ કે 1930થી 1950 સુધીમાં તો આશ્રમ ખાલી થઈ ગયો હતો. ગાંધીજીની કોઈ ખાસ ચીજ ન હતી. જે હતી તે ...

ધાર્યું પરિણામ ન મળતાં અમિત શાહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો

ગાંધીનગર, તા. 25 રાજ્યની છ બેઠકોની પેટાચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને અમદાવાદ પહોંચતા જ એરપોર્ટ પર જ પ્રદેશ ભાજપના પ્રમુખ અને ગૃહરાજ્ય પ્રધાનને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને પ્રદેશ નેતાગીરીના પણ ક્લાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહપ...

દુર્ઘટના બાદ બંધ પડેલી રાઈડ ચાલુ કરવા બે પ્રધાનોએ દખલગીરી કરવી પડી

હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા. 25 અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના તદ્દન વાહિયાત અને આળસુ તંત્રનો ઉત્તમ દાખલો કાંકરીયામાં છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી રાઈડો છે. ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંધ પડેલી બાળકોની રાઈડને શરૂ કરવા માટે કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા રાઈડના ઓપરેટરોએ ચાલુ સપ્તાહે ગૃહ પ્રધાન પ્રદ...

નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળશે

ગાંધીનગરઃતા:25 ગુજરાત સરકાર કેવડિયા કોલોની માટે વિશેષ દરજ્જો એટલે કે સ્પેશિયલ સ્ટેટસ આપવાનું વિચારી રહી છે, કારણ કે આ જગ્યાએ સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થળને પ્રવાસન મથક બનાવવા માગતી હોવાથી તેના વહીવટમાં ઝડપ આવે અને આ વિસ્તારનો વિકાસ કરવા વિચારી રહી છે. 31 ઓક્ટોબરે ભારતના વડાપ્રધ...

હેલ્મેટ વીના પકડાયો તો પતાવટ કરી દીધીઃ મયુર ચૌહાણ

અમદાવાદ, તા.24 અમદાવાદમાં વાહન ચલાવો અને ટ્રાફિકની સમસ્યા ન નડે એવું તો બને જ નહિ. એક વખત હેલ્મેટ વગર જતો હતો ત્યારે ટ્રાફિક પોલીસે પકડ્યો. બહુ રકઝક બાદ મેમો ફાડવા ન દીધો અને પતાવટ કરીને છૂટી ગયો, આ શબ્દો છે ગુજરાતી ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણના. મયુરનું કહેવું છે કે દંડ ટાળવા મેં અપનાવેલો રસ્તો જે તે સમયે ભલે મને સારો લાગ્યો હોય પરંતું હવે મ...

પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને હાર્યાઃ કોંગ્રેસ પ્રમુખ

અમદાવાદ,24 ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે. જે ...

દારૂના ચેકિંગના નામે એસટી ડ્રાઇવર કંડક્ટરની જાહેરમાં આબરૂ લૂંટાય છે

મહેસાણા, તા.૨૪  મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી બસમાં ફરજ પર ચડતા દરેક ડ્રાઇવર અને કંડકટરનું દારૂનું સેવન તો નથી કર્યું ને? તેનું બ્રીથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ રાજ્યભરમાં હાથ ધરાયું છે. એસટી નિગમની સૂચનાના પગલે મહેસાણા વિભાગના તમામ 11 ડેપોમાં પણ આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જોકે, આ ટેસ્ટ જાહેરમાં કરાતો હોઇ કર્મચારીઓમાં કચવાટનો સૂર ઊઠ્યો છે. જ...

અલ્પેશ ઠાકોરને હરાવવાનો ગુપ્ત પ્લાન લીક થતાં જીતુ વાઘાણીને ફાયર કરતા અ...

(દિલીપ પટેલ) જીતુ વાઘાણી અને અમિત શાહ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. વાઘાણીને તાબડતોબ સરકારી આરામગૃહમાં અમિત શાહે બોલાવ્યા હતા. જ્યાં તેમણએ અલ્પેશ ઠાકોરને હરાવવા અંગેનો પક્ષના ગુપ્ત પ્લાન કઈ રીતે લીક થયો તે અંગે ખૂલાશો માંગવામાં આવ્યો હતો. ભાજપની ગાંધીનગરની કચેરીએ ઉપુપ્રમુખની ચેમ્બરમાં ભાજપના અને રાજપાના પક્ષપલટુ નેતાની હાજરીમાં એવું નિવેદન કરવા...

રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...

અમદાવાદ,24 શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો. વૈશ...

રાજકારણની યુવા ત્રિપુટીમાં મેવાણી શાણા, અલ્પેશ મુરખ

ગાંધીનગર, તા. 24 રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. અને આ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં ભાજપને થરાદની બેઠકનું નુકશાન થયું છે તો કોંગ્રેસે આ બેઠક જીતીને ફાયદો કર્યો છે. તો 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને કમળમાં પોતાનું સ્થાન ખિલવવા ગયે...

ગાંધીજીની લાકડી અને પાદુકા નકલી

ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની અમદાવાદમાં સ્થાપના કરી તેનો ઉદ્દેશ જગતહિતની અવિરોધ એવી દેશસેવા કરવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો એ આશ્રમનો ઉદ્દેશ છે એવું ગાંધીજીએ લખ્યું છે. તેના 12 નિયમો જાહેર કર્યા હતા. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા, વર્ણાશ્રમ, સહિષ્ણુતા નિયમો હતો. જેમાં અ...

પેટાચૂંટણીના આંચકાજનક પરિણામથી રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવ...

 ગાંધીનગર, તા.24 ગુજરાતમાં પેટાચૂંટણીના આવેલા પરિણામોએ ભાજપને આંચકો જ નથી આપ્યો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેબિનેટના વિસ્તરણની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપે આપેલા વાયદા પ્રમાણે કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કેબિનેટમાં સમાવવાના થતાં હતા પરંતુ હવે બન્ને બળવાખોરો હારી ગયા હોવાથી રૂપાણી તેમની કેબિનેટનું વિસ્તરણ કરે...

અલ્પેશ ઠાકોરની કાદવના કમળમાં રાજકીય હાર, હાર્દિક પટેલ પરિપક્વ નિકળ્યા,...

ગાંધીનગર : ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના  પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં  2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પોતાનું સ્થાન ખિલવવા ગયેલા અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા અલ્પજીવી સાબિત થઈ અને રાધનપુરની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. તો તેમનો ઝભ્ભો પકડીન...

રાજયની યુનિવર્સિટીઓઅને કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ તા.૧૦મી નવેમ્બર પહે...

અમદાવાદ, તા.૨૩ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ્ટીઓમાં ખાલી પડેલી જગ્યા ૧૦મી નવેમ્બર સુધીમાં ભરીને તેની વિગતો યુજીસીની વેબસાઇટ પર અપલોડ કરવા તાકીદ કરવામા આવી છે. જો તારીખ સુધીમાં કોલેજોને યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામા ન આવે તો તેન સામે દંડનાત્મક કાર્યવાહી ક...

દિવાળી બાદ બાર હજાર શિક્ષકોની ખાલી જગ્યા ઓ પર ભરતી થશે

ગાંધીનગર,તા.23 રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્‍ચ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્‍યાઓ સત્‍વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્‍વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તુરંતજ આ જગ્‍યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્ર...