Sunday, August 9, 2026

નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....

દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા. મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે. https://yo...

ગાંધીજીના સિધ્ધાંતની વિરૃદ્ધ આશ્રમ ગૌશાળાએ લેબોરેટરીમાં ગાયનું બચ્ચુ પ...

22 નવેમ્બર 1974ના રોજ ગાંધીજીના સહ કાર્યકર સોમાભાઈ પટેલ ઉપવાસ પર બેઠા. જેની નોંધ ભારતનાં મહત્વના સમાચાર પત્રોએ લીધી હતી. કારણ કે વાત ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચારની હતી. ત્રણ દિવસ પછી ટાઈમ્સ ઓઈ ઈન્ડિયાએ 24 નવેમ્બર 1974ના રોજ એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, દાંડી કૂચમાં ગાંધીજીના સાથી રહી ચૂકેલા સોમાભાઈ પટેલ એવું ...

દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન

અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા મહેસાણા, તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...

અધિકારીઓ નહીં પણ કોર્પોરેટર નકકી કરશે કે રોડની કયાં જરૂર છે: બિજલ પટેલ...

અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરમાં આ વર્ષે તુટેલા રસ્તાઓ મામલે મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં બુધવારે વધુ ત્રણ ઝોનની રીવ્યુ બેઠક પુરી કરાઈ છે. શહેરમાં તુટેલા રોડ કોઈપણ સંજાગોમાં દિવાળી પહેલા રીપેર કરવા તંત્રને કડક તાકીદ કરાઈ છે.સાથે જ મેયરે અધિકારીઓને કહ્યુ,તમે નકકી ન કરતા.અમારા કોર્પોરેટર નકકી કરશે કે એને તેમના વોર્ડમાં કયાં રોડની જરૂર છે. મેયર બિજલ...

GJ-1 કે 27-નધણિયાતું તંત્ર : અંધેર નગરી અને ગંડુ રાજા

અમદાવાદ,16 અમદાવાદના આરટીઓ ઈસ્ટ અને વેસ્ટ, ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે હવે લોકોની તકલીફો પણ તેમને નથી દેખાતી. ધનાઢ્ય લોકો પૈસાના જોરે જે કામ એક જ વારમાં એક કલાકથી પણ ઓછા સમયમાં કરાવી લે છે, તે જ કામ માટે સામાન્ય પ્રજાએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને ત્યાર બાદ પણ કામ તો નથી જ થતું. અધિકારીઓ જો કે આ બાબતને સ્વીકારવા પણ સહમત નથી. ...

લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...

અમદાવાદ,તા:૧૬ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે. ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...

રાહુલ ગાંધીના ફરમાન બાદ કોંગ્રેસ એક્શન મોડમાં

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં સાવ સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મુદ્દો ચગતા રાહુલ ગાંધીએ પ્રદેશના ટોચના નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા અને રાજીવ સાતવને ફોન કરીને પરિણામ ન આપી શકનારા નેતાઓની હકાલપટ્ટીનો સ્પષ્ટ આદેશ આપતા તેની અસર જોવા મળી રહી છે. સરકારે ગૌણ સેવા પસંદગી...

ગાંધીજીએ સોનાનું કડું કાપીને ચોરી કરી કબુલી, પણ ગાંધીઆશ્રમમાં ચોરીનો ક...

આશ્રમની ચોરી અને ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ નિયુક્ત કરાયું તે પહેલાં શું ઘાટ ઘડાયો હતો અને શા માટે તપાસ પંચની જાહેરાત કરાઈ હતી તેની વિગતો જાણવા જેવી છે. ગૌશાળાના પૂર્વ અધ્યક્ષ સોમાભાઈ પટેલના જાહેર આરોપો બાદ તપાસ પંચ નિયુક્ત કરાયું હતું. ગાંધીજીએ પણ ચોરી કરી હતી. તેઓ શું માનતાં હતા તે પણ સમજવા જેવું છે. ગાંધીજીએ 1926માં તેમની આત્મકથામાં ચોરી કબૂલ ક...

આઇટીઆઇના બે ઇન્સ્ટ્રક્ટરની બદલી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

પ્રાંતિજ, તા.૧૫  પ્રાંતિજની સરકારી આઇટીઆઇના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અભ્યાસને પડતો મૂકીને આઇટીઆઇ ગેટ પાસે છેલ્લા પાંચ દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરવામાં આવી રહી છે. સરકારી આઇટીઆઇ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઇ તથા કે.સી. સોલંકીની બદલી થતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા પાંચ-પા...

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાઇ હતી તે ફરીથી લેવામાં આવશે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને લાખો વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, પરીક્ષા રદ્દ કર્યા બાદ જોરદાર વિરોધ થતા હવે સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે મંજૂરી આપી છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે ધોરણ-12 પાસ અને સ્નાતક કક્ષાના ઉમેદવારો આગામી 17 નવેમ્બર રવિવારે બિન સચિવાલય ક્લાર્કની...

મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ વસૂલી શકાશે

અમદાવાદ, તા. 15 મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહિ એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલરાજ મોલ કો. ઓપ. સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડિંગ (શોપિંગ મોલ-મલ્ટિ...

રૂની ખુલતી મોસમે જ રૂ. ૧૦૦૦નુ ગાબડું: વ્હાઈટ ગોલ્ડની પ્રતિષ્ઠા ગુમાવી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૫: કપાસ વાવેતર વિસ્તારમાં ૨૦૧૯-૨૦ની ખુલતી મોસમમાં જ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૫૦૦થી ૧૦૦૦ ગબડી પડવાને લીધે રૂએ “વ્હાઈટ ગોલ્ડ”ની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. પંજાબ અને હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ટેકાના ભાવથી ખરીદી શરુ કરી દીધી છે. રૂમાં ભેજ અને ક્વાલિટી પ્રમાણે ભાવ રૂ.૪૭૦૦થી ૫૨૫૦ આસપાસ બોલાય...

કોંગ્રેસને ચૂંટણી જીતાડીને દેખાવ બતાવો અન્યથા પદ છોડો

  ગાંધીનગર, તા.15 ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં 15 નેતાઓના એકહથ્થુ શાસનને કારણે રાજ્યમાંથી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને ફોન કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સારો દેખાવ નહિ હોય તો પદ છોડવાની...

એક અમદાવાદીએ વડોદરાના મશહૂર જગદીશ ફરસાણને એક લાખનો દંડ કરાવ્યો

અમદાવાદ, તા.15 વડોદરાના મશહૂર જગદીશ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ ને પેકેજ કોમોડિટી એક્ટના નિયમોનું પાલન નહિ કરવા બદલ  તોલમાપ ખાતાએ એક લાખ રૂપિયા નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.   દિવાળીના તહેવારો માં લોકો મિઠાઈ અને ફરસાણની જબરજસ્ત ખરીદી કરતાં હોઈ ઘણાં ફરસાણવાળા ગ્રાહકોને છેતરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નહેરુનગર...