મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ
રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક ...
એક બે વખત બિલ ચૂકવવાનું અમપાનું કૌભાંડ અભરાઈ પર
અમદાવાદ, તા.04
વર્ષ-2013માં અમદાવાદ શહેરની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એ સમયે અમપા દ્વારા શહેરના આ બંનેના રૂટમાં આવતા રસ્તાઓનું રિસરફેસિંગ કરવાથી લઈ થર્મોપ્લાસ્ટિક અને કેટ-આઈ લગાવવા માટે રૂ.125 કરોડનાં કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામના એક કોન્ટ્રાક્ટરને રૂ.2.5 કરોડની રકમનું ચુકવણું અમપાના ટ્રાફિક વિભાગ...
સરકારી ખાતાકીય તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરાશે
ગાંધીનગર, તા.04 સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસની કાર્યવાહીમાં સ્વબચાવની તક આપવા માગતી સરકાર આવી તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરવા જઈ રહી છે. આવા કેસમાં વિલંબ થતો હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય છે, જેના કારણે કર્મચારીઓને હતાશા અને માનસિક વ્યથા ભોગવવી પડે છે. આ પરિસ્થિતિમાં સરકારી અધિકારી કે કર્મચારી સા...
શહેરનાં તળાવોનાં પાણીની સફાઈ અને વિકાસ માટે મ્યુનિ. કમિશનરની તાકીદ
અમદાવાદ, તા.04 અમદાવાદ શહેરનાં તળાવોમાં ઠલવાઈ રહેલાં ગટરનાં ગંદાં અને દુર્ગંધયુક્ત પાણીને બંધ કરવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ઈજનેરી વિભાગને કડક તાકીદ કરી છે. ઉપરાંત તળાવોની આસપાસ ઊભા કરાયેલાં ગેરકાયદે દબાણો પણ હટાવવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદમાં 32 ઈંચ વરસાદ પડતાં વસ્ત્રાપુરના તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવ્યું છે. વ...
અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ
અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે. વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...
અમપાના 10 સ્ટાફ ક્વાર્ટર્સનાં 4424 મકાનનું કરવામાં આવશે રિડેવલપમેન્ટ
અમદાવાદ, તા.4 અમપાના વિવિધ વિસ્તારમાં આવેલા લગભગ દરેક સ્ટાફ ક્વાર્ટર્સની સ્થિતિ જર્જરિત જોવા મળી રહી છે, જે અંગે અમપા દ્વારા આશરે 40 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સને રિડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2018ના વર્ષમાં સોનરિયા ખાતેના બે બ્લોક તૂટી પડવાની ઘટના બાદ અમપાએ શહેરના વિવિધ મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વા...
વર્ષ 2035માં અમદાવાદ શહેરમાં સ્ટીલ સ્ટ્રક્ચર-પ્રિ-કાસ્ટ આયર્નનાં બાંધક...
અમદાવાદ, તા.04 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા સમય પહેલાં જ અમદાવાદમાં સો માળની ઈમારતો બનશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની આ જાહેરાતના પગલે બિલ્ડર લોબી, સ્ટ્રક્ચરલ ડિઝાઈનર, આર્કિટેક્ટ અને ડેવલપર્સ દ્વારા આ અંગે સરવૅ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે મુજબ વિદેશના શહેરીવિકાસની પેટર્ન મુજબ 100 માળની ઈમારતોની શક્યતા પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. ...
ખેરાલુ અને થરાદ વિધાસભાની પેટા ચૂંટણીનો જંગ બનશે રસપ્રદ, વિવિધ પક્ષ મ...
ખેરાલુ, તા.04 ખેરાલુ વિધાનસભાની 21 ઓક્ટોબરે યોજારનાર પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ડમી ફોર્મ રદ થયા બાદ બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ફોર્મ પરત ન ખેંચતાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. સહિત એક અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિ...
ખેરાલુ અને થરાદ વિધાસભાની પેટા ચૂંટણીનો જંગ બનશે રસપ્રદ, વિવિધ પક્ષ મ...
ખેરાલુ, તા.04 ખેરાલુ વિધાનસભાની 21 ઓક્ટોબરે યોજારનાર પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ત્રણ ડમી ફોર્મ રદ થયા બાદ બુધવારના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોઇપણ ફોર્મ પરત ન ખેંચતાં ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી. સહિત એક અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહેતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિ...
સપ્લાય ઘટના ભય કરતા, માંગ ઘટાડાનો ડર ખુબ વધુ
ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૪: ક્રુડ ઓઈલ બજાર અસંખ્ય પડકારોનો સામનો કરી રહી છે. સપ્લાય ઘટના ભય કરતા, માંગ ઘટાડાનો ડર ખુબ વધુ છે. શેરના ભાવ ઘટી રહ્યા છે અને ટ્રેઝરી રોકાણમાં જોખમ વધ્યું છે, ત્યારે રોકાણકારો કોમોડીટી અને લગડી ગણાતા શેર સહિતની જોખમી અસ્કયામતોમાં સરણ લેવા લાગ્યા છે. ટ્રેડરોનું ધ્યાન પણ અમેરિકા ચીન ટ્રેડ વોર પર તથા તેના જાગતિક અર્થતંત્...
એસ.ટી. ટાટા બસ ખરીદી કૌભાંડમાં વાડજ પોલીસે દસ્તાવેજી પુરાવા સાથે તપાસ ...
અમદાવાદ, તા.04 ગુજરાત રાજ્ય પરિવહન વ્યવહાર નિગમ સાથે ટાટા મોટર્સ દ્વારા નક્કી કરાયેલા મોડલ કરતાં ઉતરતી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરવામાં આવી હોવાના દસ્તાવેજી પુરાવા પોલીસે માંગીને તપાસ શરૂ કરી છે. છેતરપીંડીનો સીધો ગુનો હોવા છતાં તેમને સિવિલ ગુનો બતાવીને ટાટાને બચાવવા માટે ગૃહ વિભાગનું દબાણ હોવાનું પોલીસના વલણ પરથી સ્પષ્ટ થા...
કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...
અમદાવાદ, 04 આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...
સોશિયલ મીડિયામાં નોટા બટન દબાવવાના મેસેજથી દોડધામ
પાલનપુર, તા.૦૩ થરાદ વિધાનસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં નોટાની રેલીના મેસેજથી દોડધામ મચી હતી. સોશિયલ મીડિયામાં નોટા માટે બેઠક યોજવાનું કહી એક મેસેજ ફરતો કરાયો હતો. જેમાં કેટલાક મોબાઈલ નંબરો લખવામાં આવ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી જતા બેઠકમાં એકઠા થયેલા લોકોએ ખાનગી કામે બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું. થરાદમાં શંકરભાઈ ચૌ...
ડાંગર 1835, મકાઈ 1760 અને બાજરી 2000 રૂપિયે પ્રતિ ક્વિંટલથી સરકાર ખરીદ...
ગાંધીનગર, તા.04
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત તો અગાઉ કરી જ છે, જ્યારે હવે સરકારે ચાલુ સિઝનમાં ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી કરશે એવી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ ત્રણ પાકની ખરીદી કરશે. ડાંગર, મકાઈ અને બાજરીનો ટેકાનો ભાવ આ મામલે નાગરિક પુરવઠાપ્રધાન જયેશ રાદડિય...
રાજકોટ કોર્પોરેશન 33 સ્થળે પૅ એન્ડ પાર્ક માટેના કોન્ટ્રાક્ટ આપશે
રાજકોટ,તા:૦૩ કોર્પોરેશને પાર્કિંગના પ્રશ્નને હલ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં 33 સ્થળે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કર્યો છે, જેના માટે કોર્પોરેશન દ્વારા રિ-ટેન્ડર બહાર પડાયા છે. અગાઉ પણ આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં સારી અને નબળી બંને સાઈટ ફરજિયાત રાખવાનો અને અનુભવી લોકો દ્વારા જ ટેન્ડર ભરવા અંગેની શરત રાખવામ...

English