Sunday, August 9, 2026

જૂનાગઢમાં પાકને નુકસાનીનો તાત્કાલિક સરવૅ કરવા કોંગ્રેસની માગણી

જૂનાગઢ,૦૩ સારા પાકની આશા બાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સમગ્ર પાક અથવા અડધો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતની મહેનત અને નાણાં પાણીમાં જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના આ નુકસાન અંગે જૂનાગઢ કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક પાકના નુકસાનનો સરવૅ કરવાની માગણી કરી છે. જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર...

સો એકર જેટલી જમીન સગેવગે કરીને ગાંધીજીના સિધ્ધાંતોની સાબરમતી આશ્રમમાં ...

અમદાવાદ, તા.03 એક સમયે 100 હેકટર કરતા વધારે જમીન સાબરમતી આશ્રમ પાસે હતી. આજે બે હેકટરથી વધુ જમીન રહી નથી. બધી જમીન સગેવગે કરી નાખવામાં આવી છે. જમીન પરત મેળવવાના બદલે આશ્રમના મકાનોમાં રહેતાં આશ્રમવાસીઓના મકાનો પર કબજો મેળવવામાં આવી રહ્યો છે. 32 એકર જમીન મેળવવા મોદીએ સૂચના આપી હોવાનું કાર્તિકેય સારાભાઈ સાથે તેમણે વાત કરતાં કહ્યું હતું. પણ 100 એકર ...

કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!

ગાંધીનગર,તા.03 અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બ...

અમદાવાદનો ડ્રીમ પ્રોજેકટ 2020 સુધી અધુરો રહેવાના એંધાણ

અમદાવાદ,તા.03 અમદાવાદની મેટ્રો ટ્રેન પાટા પર થંભી ગઈ છે. ગ્યાસુરથી શ્રેયસ સુધીની કામગીરી સંભાળતી કંપની આઇએલએફએસની આર્થિક હાલત કથળતા મેટ્રો પ્રોજેક્ટનું કામ 6 મહિનાથી અટકી પડ્યું છે.  છેલ્લાં ઘણા મહિનાઓથી અટકી ગયેલા કામના કારણે રૂટની આસપાસના લોકો પરેશાન છે. એપીએમસીથી શ્રેયશનો રુટ ખુબ જ મહત્વનો હતો અને તેને 2019માં જ શરુ કરવાનું આયોજન હતું, પણ તે ...

શહેરના તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવાની અમપાની યોજના સફળ થશે?

અમદાવાદ,તા.03 અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે  અમપા દ્વારા અનેક વાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવોમાં ગટરના પાણી અનઅધિકૃત રીતે ઠલવાઈ રહ્યા છે ત્યારે કમિશનર વિજય નહેરા દ્વારા  તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કરાયો છે. તળાવો સાફ કરવા ગટરના જોડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કે નહેરા અગાઉ 2...

અમદાવાદ શહેરમાંથી એક માસમાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક એકઠો કરાયો

અમદાવાદ, તા.૦૨ અમદાવાદ શહેરમાં અમપા દ્વારા શહેરને પ્લાસ્ટીકમુકત બનાવવાની ઝુંબેશ દરમિયાન એક મહીનામાં ૨૯૩ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ એકઠો કરાયો છે. જે પૈકી ૧૪૦ મેટ્રીકટન પ્લાસ્ટીક વેસ્ટ તો શહેરની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાંથી એકઠો કરાયો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શહેરના મેયર બિજલ રૂપેશભાઈ પટેલ અને કમિશનર વિજય ન...

’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મો...

ગાંધીનગર, તા. 02 મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે. ટવીટર પર ધાનાણીના ચાબખા ગાંધી જંયત...

મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ

ગાંધીનગર, તા.02 ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત કરતાં તેના પાડોશી રાજ્યો આગળ નિકળી રહ્યાં છે. ધોલેરામાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે તેવાં બગણાં ફૂંકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના નામે મીંડુ છે જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબ...

બાપુના સ્મારક મીની રાજઘાટ પર ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિએ અધિકારીઓ અને ...

મોડાસા,તા:૦૨ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છે. પરંતુ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ(બાકરોલ) ખાતે આવેલ ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ ગાંધી સ્મારક પ્રચલિત છે, જન્મજયંતિ નિમિત્તે આ સ્થળે જિલ્લામાંથી એકેય અધિકારી કે પદાધિક...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા. વિવિધ થીમ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી.  બાળકોએ  સ્વચ્છ રાજકોટ અને પ્લાસ્ટિકમુકત રાજકોટનો સંદેશો ...

અતિવૃષ્ટિગ્રસ્ત અમરેલીના ખેડૂતોને પાકોના નુકસાનનો સરવે કરી વળતર ચૂકવવા...

અમરેલી,તા.02 અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે  અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પ...

નકલી બેઠકોની બસીસમાં મુસાફરોની સલામત સવારી?…!!

ગાંધીનગર, તા.01 રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ 1500 બસીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. બસની સીટો હલકી ગુણવત્તાની નાંખી દેવામાં આવતાં 10 જેટલા ડેપોએ સીટ્સ તૂટી જતી હોવાની ફરિયાદ નિગમને કરી છે તેમ છતાં હલકી ગુણવત્તા આપનારાઓ સામે કોઈ પગલાં ભરાયા નથી તેમજ પોલીસ ફરિયાદ થઈ નથી. ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્ણાટકના બેગલુરૂ...

રાજ્યમાં સ્વચ્છતા મિશન મોનીટરીંગ માટે પાંચ વર્ષે પણ નોડલ અધિકારીઓની નિ...

અમિત કાઉપર ગાંધીનગર, તા.02 ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. પાંચ વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, સ્વચ્છતા મિશન હેઠળ બધી સરકારી કચેરીઓમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવા હતા પરંતુ રૂપાણી સરકારે કોઈપણ સરકારી કચેરીઓમાં એક પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. દેશને જાહેરમાં શૌચથી મુક્ત કરવાની જાહેરાત કરાઈ હો...

બાપુનગરના પીઆઈને ધમકી આપવા બદલ વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો

અમદાવાદ, તા. 01 શહેર ભાજપ દ્વારા પોલીસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પરામર્શ કર્યા બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબા...

સ્વેકના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ ઘોટિયાએ હોદ્દો સંભાળ્યો

ગાંધીનગર, તા. 01 સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ એસ. કે. ઘોટિયાએ આજે હોદ્દો સંભાળ્યો છે. એર માર્શલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. એર માર્શલ એસ કે ઘોટિયા નેશનલ ડિફેન્સ એકેડેમીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને વર્ષ 1981માં ભારતીય વાયુ સેનાનાં ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. તેઓ ક્વોલિફા...