ગાંધીનગરના ગિફ્ટ સિટી માટે ગુજરાત ફિન-ટેક પોલિસી બનાવશે
ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હ...
ગણતરીની મિનીટોમાં બેઠક આટોપીને 25 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાઇ
રાજકોટ,તા.27 રાજકોટ મહાનગરપાલિકામાં ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગણતરીની મિનીટમાં આટોપાઇ લેવાઇ હતી . સ્થાયી સમિતિની ફારસરૂપ બેઠકમાં ફક્ત એક જ મિનિટમાં 25 જેટલી દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ દરખાસ્તો માં રુપિયા 235.43 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર...
જીસીએના પ્રમુખપદે પુત્ર જયની તાજપોશી અમિત શાહ કરશે
નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ, તા.27 ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સો...
મુખ્યમંત્રીની કારના વીમાની સાચી તારીખ અંગે રહસ્ય
ગાંધીનગર, તા.27 રાજ્યના મુખ્યપ્રધાનની સત્તાવાર કારના વીમા મામલે થયેલા વિવાદ બાદ સૌપ્રથમ તેમની કારનો વીમો 2015માં પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બાદમાં ગાડીનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધી હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું, પરંતુ આજે ફરી તેમની ગાડીના વીમા મામલે તપાસ કરતાં વાહનવ્યવહાર વિભાગની સત્તાવાર એસએમએસ સેવામાંથી ગાડીનો વીમો 20 સ...
GCA ના નવા ચેરમેન ધનરાજ નથવાણી કોણ છે જાણો.
ધનરાજ પી. નથવાણી ગ્રૂપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ધનરાજ નથવાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ, કંપનીના મહારાષ્ટ્ર, દિલ્હી, જામનગર અને વડોદારના કોર્પોરેટ અફેર્સ વિભાગનો હવાલો સંભાળે છે. તેઓ રિલાયન્સ ગ્રૂપ સપોર્ટ સર્વિસીસના બોર્ડમાં ડાયરેક્ટર પણ છે, જેમાં તેઓ જામનગર અને વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ જિયોના...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
ગુજરાતમાં મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીની જગ્યા હજુ ખાલી જ છે
ગાંધીનગર,તા.26 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે ગુજરાત છોડ્યું હોય પરંતુ રાજ્યના શાસનકર્તાઓ અને બ્યુરોક્રેસી મોદીના નામને ભૂલી શકી નથી. હવે મોદીની સાથે અમિત શાહનું નામ જોડાયું છે. રાજ્યમાં ઓફિસરોની બદલી કરવી હોય કે કોઇ નવો નિર્ણય લેવો હોય તો મોદી અને અમિત શાહ પાસે જવું પડે છે. પાર્ટીના કોઈ નેતા પાસે મોદીની આભા નથી ભાજપના એક સિનિયર કાર્ય...
જો શિવેન્દ્ર ગુપ્તા સામેની તપાસમાં તથ્ય હશે તો તેમને ઉપકુલપતિ પદેથી હટ...
ગાંધીનગર,તા.26 દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીવેન્દ્ર ગુપ્તાની નિયુકતી અને તેમના દ્વારા આચરાવામાં આવેલી અનિયમિતતા અંગે અગાઉ અનેક વખત ભાજપના ધારાસભ્ય રજુઆત કરી ચુકયા હતા, પણ બે દિવસ અગાઉ ભાજપના નેતા અને નર્મદ યુનિવર્સિટીના ત્રણ સીન્ડીકેટ સભ્યોએ ગાંધીનગર ખાતે વિજય રૂપાણીને મળી રજુઆત કરી હતી. રૂપાણીએ આ મામલે ઈન્કવારી કમિટી ...
મગફળીની ધૂમ આવક થતાં માર્કેટીંગ યાર્ડમાં હજારો ગુણી આવક
રાજકોટ,તા.26 ચાલુ સિઝનમાં સારો વરસાદ થતા મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે, ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની માટાપાયે આવક થઇ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની 7 હજાર જેટલી ગુણીની આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવે ખેડૂતોની મગફળી વેચાઈ રહી છે. હાલ સરેરાશ 1હજાર થી 1300 રૂપિયા ગુણીના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યુ છે. ખેડ...
જમીન પચાવી પાડતાં ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માગ
ગાંધીનગર, તા. 25
દસક્રોઈના મુઠિયા ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉદય ઓટોલિંકના માલિક અને તેના પુત્રએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડ અંગે સરકાર અને પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે ખેડૂતે મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે.
સુરતના ક્રિપ્ટો કરન્સી રેકેટમાં સંડોવાયેલા બે ભાગીદારો ઝડપાયા
અમદાવાદ, તા.૨૫ ક્રિપ્ટો કરન્સી અથવા તો વર્ચ્યુંઅલ કરન્સી દ્વારા લોકોને છેતરવાની એક ડઝન જેટલી ઘટનાઓ સુરતમાં બની ચૂકી છે. જેમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. ગારનેટ કોઈનના નામે એક ઠગ ટોળકીએ લોકોને સારા રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. આ કેસમાં વધુ બે આરોપીઓને સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ઝડપી લેતા ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો છે. સુરતના ભ...
સંજીવ ભટ્ટની સજા સસ્પેન્ડ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી
અમદાવાદ,તા:૨૫ સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી, ત્યાં હાઈકોર્ટ દ્વારા તેમને ફરી એક આંચકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જામનગરના 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટની સજા સસ્પેન્ડ કરવાની માગણીને ફગાવી દીધી છે. 1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન અપાયેલા બંધના એલાન દરમિયાન એક વ્યક્...
રોકાણકારોની વહારે આવ્યું ‘એક આવાઝ-એક મોરચા’નું પ્રતિનિધિમંડળ
અમદાવાદ,તા:૨૫ તાપી ઉચ્ચ અધિકારીઓ સાથે એક આવાઝ-એક મોરચાના પ્રતિનિધિમંડળની તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં પ્રશાશન સાથે લાંબી ચર્ચા બાદ સંગઠનની સમજૂતી સાથે જિલ્લા પ્રશાસન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતમાં 23 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ભરવામાં આવેલાં દાવા ફોર્મ બિટકનેક્ટ, સમ્રુદ્ધજીવન તથા મૈત્રેયના રોકાણકારો જે ત...
રાજયમાં વીસ હજાર કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકારના ઠાગાઠૈયા
ગાંધીનગર,તા.25 ગુજરાતમાં રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ શિક્ષણ ને લઈને મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાત...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મીએ ગુજરાતના પ્રવાસે આવશે
ગુજરાતમાં નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે અમિત શાહ 28 અને 29મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે પેટાચૂંટણીની ચર્ચા કરે તેવી સંભાવના છે. અમિત શાહ કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. ...

English