ઈન્ચાર્જ કુલપતિની નિમણુંકને હાઈકોર્ટમાં પડકાર
પાટણ, તા.૨૫ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરવામાં આવી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં કો-વોરંટો નામની પિટિશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા કરાતાં કોર્ટે દાખલ કરતાં યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર કાનુની વિવાદમાં આવી ગયું છે. જેને લઇ મંગળવારે યુનિવર્સિટી સંકુલમાં પણ ચર્ચ...
સુરેન્દ્રનગર પાલિકાએ 19 લાખની કચરાપેટીઓ મુકી રાખતા કોંગ્રેસ દ્વારા વિર...
વઢવાણ તા.25 સુરેન્દ્રનગર સ્વચ્છ બનેતે માટે રાજય સરકાર દ્વારા અડધા કરોડથી પણ વધારેની કચરા ટોપલી નગરપાલીકાને આપવામાં આવી હતી અને નગરપાલીકાએ આ સુરેન્દ્રનગરની જનતાને આપવાને બદલે ટોપલી બન્ધ રૂમમાં પેક કરી મૂકી દીધી હતી. આજે આ બાબતની સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકરોને જાણ થતા કોંગી કાર્યકરોએ નગરપાલિકાએ જઇને આ બન્ધ રૂમના તાળા તોડીને આ ટોપલીઓ લોકોને વિત...
520 બસીસમાં 100 કરોડનું ટાટા નું કૌભાંડ, કંપનીને બચાવવા માંગતા રાજનેતા...
ગાંધીનગર, તા.25 એસટી દ્વારા 2160 રેડી બીલ્ટ મીની બસ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરેલા મોડલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019માં બહાર આવ્યું છે. જે અંગે એસ ટી નીગમના અધિકારી અમરીશ એ. પટેલ કે જે ખરીદ નિયામક છે તેમણે આ કૌભાંડ જાહેર કર્યું છે. તેથી સર...
મોટર વ્હિકલ નિયમો મુજબ ગુજરાત સરકારના ૨.૫ કરોડ વાહનો ગેરકાયદેસર
અમિત કાઉપર ગાંધીનગર,તા.25 વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના ૨.૫ કરોડથી વધુના વાહનો 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્...
ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.5...
ખંભાળિયા, તા.25 2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018 ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભા...
મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ...
અમદાવાદ,તા:૨૫ શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્...
બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા વાહન કમિશ...
ગાંધીનગર,તા.24 આમ આદમી પર કાયદાઓનો કરડો કોરડો વીંઝતા સરકારી અધિકારીઓ એમ માને છે કે અમે તો કાયદાથી પર છીએ અને છડેચોક તેનું ઉલ્લંઘન કરી શકીએ છીએ. પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે જે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી વાહન કમ...
ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા
અમદાવાદ,તા:૨૪ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત' પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્...
જીએસટીની ઘટનું વળતર 2025 સુધી આપવાની માગણી પરની ચર્ચા મુલતવી
અમદાવાદ,તા.24 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલથી રાજ્યોની વેરાની આવકમાં ઘટ પડે તો તે 2022 સુધી કોમ્પેન્સેટ કરવાની નક્કી કરેલી મુદત લંબાવીને 2025 સુધી કરી આપવાની માગણી દેશના રાજ્યો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે આગામી મહિનાઓમાં થનારી બેઠકો બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ મોટર અને બિસ્કિટ સહિત 200થી વધુ ચીજવસ્તુઓમાંથી 160થી 170 વસ્તુઓના ...
પાણીના નીચા સ્તરના કારણે દહેજ-ઘોઘા રૉ-રૉ ફેરી સર્વિસ બંધ
ભાવનગર, તા:24 ઘોઘા-દહેજ વચ્ચેની રૉ-રૉ ફેરી સર્વિસ ફરી બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે પાણીના નીચા સ્તરના કારણે રૉ-રૉ ફેરી સર્વિસ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઊંચું આવતાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. રૉ-રૉ ફેરી સર્વિસ બંધ થતાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ...
અમરેલીમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળતાં લોકોમાં રોષ
અમરેલી,તા.24 અમરેલીમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટી માંથી માળી આવતા સરકારી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ચુંટણીકાર્ડ કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર બનાવની મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અમરેલી શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલા હાઉસિ...
ગેંગસ્ટાર રવિ પૂજારીનો કબજો લેવા ગુજરાત પોલીસે સેનેગલ સરકારને પત્ર લખ્...
અમદાવાદ,તા.24 ગુજરાતનાં રાજકારણીઓ અને બિલ્ડરોને ધમકી આપનાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને હવે ગુજરાતમાં લાવવા રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષના નેતાઓ અને બિલ્ડરો સહિત 20 વ્યક્તિઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન કરનાર અને આફ્રિકાની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાના સેનેગલ સરકાર સાથે ...
અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર
ગાંધીનગર, તા. 24 ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કર...
રાધનપુર બેઠક માટે કોંગ્રેસના 15 ઉમેદવારોએ માંગી ટિકીટ, તો અમરાઈવાડીમાં...
અમદાવાદ, તા. ૨૩ ગુજરાત વિધાનસભાની છ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત વેગીલી કરી દેવામાં આવી છે. આ છ બેઠકો પૈકી કોંગ્રેસમાંથી સૌથી વધારે દાવેદારી રાધનપુર બેઠક માટે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૧૫ ઉમેદવારોએ ટિકીટ માંગી છે. તો બીજી બાજુ ભાજપ માટે અમરાઈવાડીની બેઠક માથાનો દુઃખાવો સમાન ...
દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ
ગાંધીનગર,તા.23 રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...

English