Sunday, August 9, 2026

આરોગ્ય વિભાગમાં બઢતી અને બદલીનો દૌર: આઉટસોર્સ એજન્સીની ગાંધીનગર તરફ દો...

અમદાવાદ,તા.21 આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જી.એમ.ઇ.આર .એસ)ની તમામ મેડિકલ કોલેજમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નીતિ-નિયમોને નેવે મૂકી આ કોન્ટ્રાકટ મેળવવા અને ટકાવી રાખવા કેટલીક મોટ...

રાધનપુર બેઠક પર ઠાકોર સામે રબારી કે ચૌધરી ઉમેદવાર વચ્ચે જંગની સંભાવના

રાધનપુર, તા.23 રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રવિવારે જાહેર થઇ છે. જેમાં 21 ઓકટોબર 2019 ના રોજ મતદાન થશે. જયારે 27 ઓકટોબરે મતગણતરી થશે. તારીખ 23થી 30 સપ્ટેબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જે આ વખતે રાધનપુર ધારાસભ્ય પદે કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપ આવેલા અલ્પેશ ઠાકોરને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસ પણ ઠાક...

બાયડ બેઠક પર જીતની ચાવી ઠાકોર(ક્ષત્રિય) સમાજના હાથમાં

મોડાસા, તા.૨૩ 2.31 લાખ મતદારો ધરાવતી બાયડ વિધાનસભા બેઠકની આખરે પેટાચૂંટણી જાહેર થઈ ગઇ છે. 2017માં કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા જીત્યા હતા. 2019માં ધવલસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડતાં 21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. બેઠક પર સૌથી વધુ મતો ઠાકોર (ક્ષત્રિય) સમાજના હોવાથી પ્રભુત્વ જ...

45 મીટરથી પહોળા રસ્તા પરના પ્લોટમાં સ્કાયલાઈનને છૂટ અપાઈ

અમદાવાદ,તા:૨૩   ગુજરાતના તમામ વિસ્તારો અને શહેરમાં 45 મીટરથી પહોળા રસ્તા પર મકાન ડેવલપ કરનારાને હવે 4ની એફએસઆઈ (ફ્લોર સરફેસ ઇન્ડેક્સ) આપવામાં આવશે. આ વિસ્તારમાં 90 મીટરથી ઊંચાઈનાં મકાનો પણ બાંધી શકાશે. આ જ રીતે 36 મીટરથી 44 મીટરની પહોળાઈવાળા રસ્તાઓ પર 3.6ની એફએસઆઈ આપવાની જાહેરાત કરાઈ છે મકાનોમાં આપવામાં આવતા જિમ અને ગાર્ડન સહિતની સુવિધાની જગ્યાને એ...

અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા

અમદાવાદ,તા.22 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક અમદાવાદની રાતની મૂલાકાતે આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી આનંદીબેન પટેલ પણ ગુજરાતની મુલાકાતે છે. આમ આ બન્ને ગુજરાતમાં આવતાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યાં છે. અમિત શાહ સામાજિક કામ માટે આવતાં હોવાનું પક્ષના સત્તાવાર સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે આનંદીબેન પટેલ છેલ્લાં બ...

કચ્છમાં મેંગ્રૂવ્સની સ્થિતિ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બન્યું આકરુ

ગાંધીનગરઃતા:૨૨  કચ્છના દરિયાકિનારે મેંગ્રૂવ્સના નિકંદન સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. જેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારા પરના મેંગ્રૂવ્સનું નિકંદન પર્યાવરણ માટે મોટું સંકટ હોવાનું દર્શઆવી એનજીટીએ જણાવ્યું કે, સરકારે તે સ્થળે તેવી કોઈ મંજૂરી ન આપવી જોઈએ, જેથી પ...

કાશ્મીર ધીરે ધીરે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ રહ્યું છે અને વિકાસના માર્...

અમદાવાદ, તા.૨૨ કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ‘જમ્મુ અને કાશ્મીરમાં વેપારની તકો’ પર મહાજનોના એક સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કલમ 370 ના પ્રાવધાનો હટાવાયા તેને લગભગ એક મહિનોથી વધુ સમય પસાર થયો છે, પરંતુ ક...

મગફળી કૌભાંડમાં રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી

અમદાવાદ, તા.૨૨ ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં. રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની...

રાજયના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ થશે

ગાંધીનગર,તા.22 ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રાયોગિક ધોરણે આઠ મહાનગર રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા ક...

મોદીને ભેટ કરેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના હરાજીમાં 1 કરોડ ઉપજ્યા

પ્રાંતિજ, તા.૨૨ દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિવીઝન ઓન લાઈન પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રાંતિજ મોદી સમાજે આપેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના દિલ્હી પ્રદર્શનમાં હરાજીમાં 1 કરોડ ઉપજ્યા છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલ રૂ.18 હજારના ચાંદીના કળશને ઇ-હરાજી રૂ.1,00,00,300, પ...

અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારીને સસ્પેન્ડ કરાયા : આખરે એન.પી. સંઘવીનું...

મોડાસા, તા.૨૦ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્રછાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા. ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું રોયલ્ટી ...

૭૦૦ કરોડની એસવીપી હોસ્પિટલમાં બેડ જ નથી

અમદાવાદ,તા:૨૨  રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં શરૂ કરાવેલી એસવીપી હોસ્પિટલ તેના આરંભથી અત્યાર સુધી કોઈને કોઈ વિવાદમાં આવતી જ રહે છે. નવો વિવાદ એવો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં બેડ જ નથી, જેથી કોઈ દર્દીને દાખલ કરી શકાય તેવી સ્થિતિ જ નથી. આ અંગે મળતી માહીતી મુજબ, માણેકચોકમાં શ્રોફની પેઢી ધરાવતા એલ.ટી. શ્રોફ પડી જતાં ત...

ગુજરાત સમગ્ર ભ્રષ્ટાચારમાં દેશમાં ત્રીજા નંબરે, રાજ્યમાં મહેસૂલ માથાનો...

ગાંધીનગર,તા:૨૨   ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી કરપ્ટ ઓફિસર્સ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજની સરેરાશ 21 ફરિયાદ સામે આવી છ...

વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે 24મીના ચર્ચા-વિચારણા કરાશે...

ગાંધીનગર, તા.૨૨  આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીય...

ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...