Sunday, August 9, 2026

પગાર ઓછો મળતાં રૂપાણી સામે ટપાલ આંદોલન

સમગ્ર શિક્ષા  યોજનાના કર્મચારીઓએ પોતાના વેતન સહિતના પ્રશ્નોના ઉકેલ માટે ટપાલ અભિયાન હાથ ધર્યું અરવલ્લી પોતાના વણઉકલ્યા પ્રશ્નો અને વેતન સહિતની માંગણીઓ ઉકેલ માટે ન છૂટકે સમગ્ર શિક્ષા યોજનાના કર્મચારીઓએ ટપાલ અભિયાન હાથ ધર્યું છે.જેના ભાગરૂપે ગુજરાતભરના સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના હજારો કરાર આધારિત કર્મચારીઓએ ટપાલ લખી માંગણીઓ વાચા આપવા આ ટપ...

પાલિકા પ્રમુખનું ફરમાન, અધિકારી કર્મીઓ ખંતથી કામ કરો નહીં તો શિક્ષાત્મ...

મહેસાણા, તા.20 મહેસાણા પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી દ્વારા ગુરુવારે પાલિકાની ચાર શાખાના કર્મચારીઓને કામગીરી ખંતથી કરો અન્યથા બેદરકારીભરી કામગીરી બદલ શિક્ષાત્મક પગલા લેવાનો કડક આદેશ કરાતાં હડકંપ મચી ગયો છે. શહેરમાં પ્રજાના કામો પ્રત્યે સભાન,સજાગ રહી સુચારૂ અમલવારી થાય તે હેતુથી આદેશ કરાયો હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે શિથીલ કામગીરી વ...

ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના સંગઠને કંગાળ હાલતનો ચિતાર રજૂ કરતી જાહે...

અમદાવાદ,તા:૨૦ આર્થિક સ્થિતિ એટલે સુધી કથળી ચૂકી છે કે હવે કેટલાંક ઉદ્યોગોના સંગઠનોએ અખબારોમાં જાહેરાત આપીને પોતાની વ્યથા અને કથા રજૂ કરવી પડી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી કાપડ ઉદ્યોગને સતત જાકારો મળતાં હવે આવા ઉદ્યોગકારો એટલા હતાશ થઇ ગયાં છેકે પૈસા ખર્ચીને પણ પોતાની વેદના રજૂ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના નાના નાના સંગઠન...

અસરગ્રસ્તોને વળતર મામલે કોઈ નુકશાન નહિ થવા દઈએ

અમદાવાદ, તા. 20 મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનમાં આવેલું વિઘ્ન ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે થયેલી અરજીઓને ફગાવી દીધી હતી. આ ચુકાદા મામલે રેલવે મંત્રાલય તરફથી પણ હાઈકોર્ટમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતો અને બિન ખેડૂતોને વળતર આપવામાં કોઈ પ્રકારનો અસંતોષ નહિ થવા દઈએ. આ ઉપરાંત ગઈકાલે જે ચુકાદો આવ્યો છે તેને ગુજરાતના અસરગ્રસ્તો દ...

વાહનચાલકો ડેબિટ, ક્રેડિટ કે પે એપ્લિકેશન દ્વારા દંડ ભરી શકશે

ગાંધીનગર, તા. 20 રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારા બાદ ટ્રાફિકના દંડની વસૂલાતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગે કાર્ડ સ્વાઈપ મશીન કે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ અમલી કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ગૃહ વિભાગ દ્વારા વિવિધ બેન્કો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. અને આ મામલે આગામી એકબે દિવસમાં વિચાર...

શાહ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે મહત્વની બેઠક યોજશે

ગાંધીનગર, તા. 20 કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે તેઓ પોતાના પૈતૃક ગામ માણસાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ એકમના...

રાજનીતિના ચાણ્કય ગણાતા શાહની ધર્મશ્રધ્ધા: માણસામાં બહુચર માતાની આરતી ઉ...

ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ ...

ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવા...

ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્...

સ્લમ કવાટર્સના એક હજાર રહીશો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજ...

અમદાવાદ,તા.૨૧ શહેરના ઉત્તરઝોનમાં આવેલા રખિયાલ વોર્ડના સરસપુરમાં વર્ષો જૂના  તુલસીદાસ સ્લમ કવાટર્સ આવેલા છે.આ સ્લમ કવાટર્સમાં રહેતા એક હજાર જેટલા લોકો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.આ રહીશોએ ચાર કોર્પોરેટરો અને એક ધારાસભ્યને તેમના ખોબલે ખોબલે  મત આપી વિજયી બનાવ્યા છે.પણ આ પૈકી એકપણ હવે તેમને મોં બતાવવાને આવતા નથી. સરસપ...

સાબરમતી નદીને શુદ્ધ કરવાનાં કોર્પોરેશનના દાવા ડિંડવાણા જ સાબિત થયાં

અમદાવાદ,તા.21 દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે, આ નાલેશીને દૂર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ. કમિશનરે સાબરમતી શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નદીને ખાલી કરી હજારો લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ નદીમાંથી લાખો ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જોવાનું એ છે કે આટલા મોટા અભિયાન બ...

જામનગરના જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે આરોપો અને પ્રત્યારોપનો દૌ...

જામનગર,તા.21 જેનો અગાઉથી જ અંદાજ લગાવવામાં આવતો હતો તેમ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં બેકાબૂ બનેલો રોગચાળો અને બિસ્માર રસ્તાઓને લઇને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષ દ્વારા શરીરે સુત્રો લખેલા બેનરો સાથે સભાગૃહમાં હાજર રહ્યાં હતાં. શાસક પક્ષની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેરમાં કોન્ગો સહિતની બીમારીએ...

વિધાનસભાની ચાર બેઠકો પર 21મી ઓકટોબરે પેટાચૂંટણીનો જંગ : 24 ઓકટોબરે પરિ...

ગાંધીનગર,તા.21 કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી ચાર વિધાનસભા ની બેઠકો ઉપર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવી છે. જે મુજબ 21 ઓક્ટોમ્બર 2019 ના રોજ ચર બેઠકો ઉપર ચૂંટણી થશે અને 24 ઓક્ટોમ્બર 2019 નાં રોજ આ ચાર બેઠાકોનું પરિણામ જાહેર કરવામાં આવશે. 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પોતાની જીત મેળવી હસ્તગત કરેલી ચાર બેઠકો ઉપ...

છેલ્લા બે વર્ષમાં રાજયના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની રહેલા આત્મહત્યાન...

અમદાવાદ,તા.21 રાજ્યના પોલીસ બેડામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર કામગીરીનું ભારણ માનસિક તણાવ રહેતો હોય છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં એક ડીવાયએસપી અને ચાર પીએસઆઈ સહિત પાંચ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારી આત્મહત્યા કરી લીધાના બનાવો બનેલા છે. જ્યારે રાજકોટમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની હત્યા-આત્મહત્યાનો બનાવ પણ ભારે ચર...

અમપા ફાયરબ્રિગેડના ફાયરમેનો ૧૫ વર્ષથી અંગારકોલના ભથ્થાથી વંચિત રહેતા ર...

અમદાવાદ,તા.૨૦ અમપા હસ્તકના ફાયરવિભાગમાં ફરજ બજાવતા ૪૮૧ ફાયરમેનો અને ૫૪ જમાદારોને છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ બહાર એટેન્ડ કરવામાં આવતા અંગારકોલ અને રેસ્કયુકોલ એટેન્ડ કરવા માટે મળવાપાત્ર ભથ્થુ આપવામાં ન આવતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે.અમપાના છાસવારે યોજાયા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મેયર,કમિશનર કચેરી ઉપરાંત પાર્કીંગમાં વાહનોને શિસ્તબધ્ધ મુકવા સુધીની...

ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો કોઇપણ કેપેસિટીનો સોલાર પ્રોજેકટ કરી શક...

ગાંધીનગર,તા.19 ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) સોલાર પ્રોજેક્ટ માટે ઇન્ટોલેશનના મંજૂર લોડના 100 ટકા કે તેથી વધુ કેપેસિટીનો પ્રોજેક્ટ સ્થાપી શકશે, કેમ કે રાજ્ય સરકારે 50 ટકા કેપેસિટીની મર્યાદાને રદ કરી દીધી છે સોલારના વીજ વપરાશ માટે આ સેક્ટરમાં હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80 રૂપિયાનો ફાયદો ...