સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ
અમદાવાદ, તા. 19 સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...
અમદાવાદની ગુનાખોરીનો જીવતો જાગતો ઈતિહાસ એટલે પત્રકાર જયદેવ પટેલ
અમદાવાદ, તા.19 સમાજમાં ઘટતી વરવી ઘટનાઓ અને ભ્રષ્ટાચારને સમાચારનું સ્વરૂપ આપી લોકો સમક્ષ ઉજાગર કરનારા પત્રકાર જયદેવ પટેલનું ગુજરાત મીડિયા ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જયદેવ પટેલ 60 વર્ષથી સતત પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે, જેમનું આજીવન પત્રકાર તરીકે સિદ્ધિ મેળવવા મુદ્દે સન્માન કરવામાં આવ્યું છે. જયદેવભાઈએ આજીવન ગુજરાત સમાચાર માટે કામ કર...
ટ્રાફિકના નિયમોનો અમલ પંદર ઓક્ટોબર સુધી સ્થગિત રખતાં કોંગ્રેસે ફટાકડા ...
રાજકોટ,તા.19 રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમોનો અમલ હાલ પુરતો મોકૂફ રાખીને તેની મુદ્દત વધારવામાં આવી હતી. સરકારના આ નિર્ણય બાદ રાજકોટમાં કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી તની કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમની માગણીને કારણે જ સરકારને નિયમમાં છુટછાટ આપવાની અને મુદતમાં વધારો કરવાની ફરજ પડી હતી. છે. કોંગ્રેસે ટ્રાફિકના મુદ્દે ત્રણ દિવસ સુધી ઉગ્ર આંદોલ...
સુવિધાઓ આપવામાં ઉણા ઉતરેલા તંત્ર સામે સુરેન્દ્રનગરવાસીઓએ બંધ પાડી રોષ ...
સુરેન્દ્રનગર,તા.19 બિસ્માર માર્ગો અને ટ્રાફીક સમસ્યા તેમજ રખડતા ઢોર ઉપરાંત હેલ્મેટના કાયદા સહીતની ઢગલેબંધ સમસ્યાને લઇને સુરેન્દ્રનગર શહેરે બંધ પાળ્યો હતો. સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા બિન રાજકીય રીતે બંધનું એલાન આપવામાં આવ્યું હતુ.તમામ વિસ્તાર સવારથી જડબેસલાક બંધ રહ્યા હતાં. સુરેન્દ્રનગર-દૂધેરજ સંયુકત નગરપાલિકા સત્તાધીશો દ્વારા આમ જનતા...
ગુજરાતમાં ર૦રર સુધીમાં પ૭ લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે
અમદાવાદ,તા.19 પખવાડીક રોજગાર ભરતી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી, રૂ. ૧૯૬ કરોડની ર૬ આઇ.ટી.આઇ.ના લોકાર્પણ તેમજ નવનિયુકત આચાર્યોને શુભેચ્છા પત્ર અને મેઘાવી છાત્રોના સન્માન, શ્રેષ્ઠ તાલીમદાતા ઊદ્યોગગૃહોના સન્માન વગેરે બહુવિધ વિકાસ અવસરના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં ‘સ્કિલ ઇન્ડી...
ભલે હાઈકોર્ટમાં હાર થઈ હોય પણ લડાઈ બાકી છે…
અમદાવાદ, તા. 19 મોદી સરકારના અતિ મહત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. ગુજરાતના હાઈકોર્ટના જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ખેડૂતોની વળતરની માગણીનો વિકલ્પ ખુલ્લો રાખીને અન્ય માગણીઓ ફગાવી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી છે. હાઈકોર્ટે આપેલા આ ચુકા...
સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...
આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...
રવિવારે પણ આરટીઓ કચેરીઓ ખુલ્લી રાખવા સરકારનો આદેશ
ગાંધીનગર,તા.19 દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી થયા બાદ મસમોટા દંડના ભયના માહોલ વચ્ચે લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, અત્યારે થોડા સમય માટે દંડમાં રાહત આંશિક રાહત થઈ છે. આ દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ રાખવાના આદેશો કરવામાં આવ્યા છે. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ મસમોટા દંડને લઈને લો...
નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?
ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન, સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી, પારૂલ પટેલ, કુમુદ ભટ્ટ, શર્મિષ્ઠા સરકાર, શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...
7.97 લાખ મેટ્રિક ટન મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે
ગાંધીનગર, તા. 18 રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે રૂ. 5090ના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે. સરકાર 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરશે અ ત્યારબાદ થયેલા રજિસ્ટ્રેશનના આધારે સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ખરીદીની જવાબદાર...
લેખિત નિવેદન રજૂ કરી પોલીસ અધિકારીઓ પર આરોપ કરાયા
ગાંધીનગર, તા. 18 પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસના મામલે રચવામાં આવેલા પૂંજ તપાસપંચ સમક્ષ આજે બે અગ્રણીઓએ પોતાનાં લેખિત નિવેદન આપ્યાં હતાં, જેમાં પાસના તત્કાલીન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર પર દમન કરવાના અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર...
અમદાવાદ શહેરના રૂ. 851 કરોડના વિકાસ કાર્યકમોનું આજે મુખ્યમંત્રીના હસ્ત...
અમદાવાદ,તા.18 અમદાવાદ શહેર માટે ગુરુવાર 19 સપ્ટેમ્બરનાં રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૂ.851 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ તેમજ ખાત મુહુર્ત કરવામાં આવનાર છે. તેમાં શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નીર વઘાવાની સાથે હેન્ડપીક વેસ્ટ મશીન, રોડ સ્વીંપીગ મશીન,101 જેટલા સ્પોર્ટ ટુ ડમ ગાડીઓ નુ ફેલગ ઓફ તથા 2482 આવાસોના લોકાપર્ણ, અન...
પોલીસ પ્રોટેક્શનની ખાતરી અપાતા ૧૬ શિક્ષિકાઓએ હાજર થવાની તૈયારી દર્શાવી...
અમદાવાદ, તા.૧૮
સાણંદની ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતાં વિવાદ અંતર્ગત આખરે આવતીકાલે શિક્ષિકાઓએ સ્કૂલમાં હાજર થવાની તૈયારી દર્શાવી છે. જોકે, હાલમાં પોલીસ પ્રોટેક્શન આપવાનુ નક્કી કરાયુ છે. આ ઉપરાંત એક મહિલા ઇન્સ્પેકેટરને પણ હાજર રાખવાની તૈયારી સત્તાધીશોએ દર્શાવતાં હવે આવતીકાલે શિક્ષિકાઓએ લાંબો સમય બાદ ફરીવાર પોતાની સ્કૂલમા...
થરાદમાં પેટા ચૂંટણી સંદર્ભે ભાજપનો સેન્સ લેવામાં આવ્યો
થરાદ, તા.૧૮ થરાદ એ પી એમ સી ખાતે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા. ત્યારે આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, કેસાજી ચૌહાણ, અમૃત દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટ...
ભિલોડાના રંગપુર પાસેથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત
ભિલોડા, તા.૧૭ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રીનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યું છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. ત્યારે ...

English