Sunday, August 9, 2026

પ્રજાના વિરોધ સામે સરકારનો દંડો પડી ગયો ઠંડો

અમદાવાદ, તા.17 ટ્રાફિક નિયમનના ભંગ બદલ અમલમાં આવેલી દંડની મોટી રકમનો સોશીયલ મિડીયામાં ભારે વિરોધ થતા સરકારનો દંડો ઠંડો પડી ગયો છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ પર દંડ-કાર્યવાહીને લઈને હુમલા થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ નહીંયોજવા તેમજ દંડનો ટાર્ગેટ આપવાનો ટાળ્યો છે. પાછળના દિવસોની સરખામણીમાં અમદાવાદ શહેર ખાતે સ્થળ માંડવાળના કેસો65થી ...

પિરાણા સાઈટ પર કચરો લઈ જતાં વાહનો ફસાઈ રહ્યાં છે

અમદાવાદ,તા:૧૭  કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, પરંતુ કરોડોનો યુઝર્સ ચાર્જ ઉઘરાવતું નઘરોળ તંત્ર હજુ નિદ્રામાં જ છે. એક તરફ પિરાણા સાઈટ પર રસ્તાના અભાવે અને કચરાના ગંજ પડવાના કારણે હૂક લોડર વાહનો ફસાઈ રહ્યાં છે, જેનાથી ચારથી પાંચ ફેરા કરવાના બદલે માંડ બે ફેરા જ થઈ શકે છે. બીજી તરફ આરટીએસ સ્ટેશન ખાતેના અધિકારી પણ હાજ...

પ્રજાનાં નાણાંથી તક્તીવાળા બાંકડા મૂકવા કોર્પોરેટર્સનો ખોટો ખર્ચ

અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશન દ્વારા શહેરવાસીઓ પાસેથી કરોડોમાં ટેક્સ તો વસૂલવામાં આવે છે, પણ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના હિતાર્થે આ નાણાં જેમને ફાળવવામાં આવે છે તે કોર્પોરેટર આત્મપ્રસિદ્ધિ માટે તેનો બેફામ ધુમાડો કરી નાખે છે. કોર્પોરેશન દ્વારા પ્રજાકીય કામો માટે દરેક કોર્પોરેટરને દરવર્ષે રૂ.25 લાખનું બજેટ આપે છે, જે તેમણે તેમના વિસ્તારમાં સફાઈ, રોડ, ...

અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ફરમાવાયો પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨જી ઓકટોબરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની જાહેરાતને પગલે અમદાવાદમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પાણી માટે વપરાતી મિનરલ પાણીની બોટલો મામલે રાજય સરકાર એક સર્વગ્રાહી નીતિ ઘડવા જઈ રહી છે.જે જાહેર કરવામાં આવ્યા બાદ તેનો અમલ અમદાવાદમાં કરાશે એમ મ્યુનિ...

છેવાડાનો માનવી પણ બેન્ક સહાયથી પગભર થાય તેવુ આયોજન બેન્કોએ કરવું પડશે

ગાંધીનગર,તા.16 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રાષ્ટ્રીયકૃત બેન્કોને પરંપરાગત પધ્ધતિ માંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય–ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય–ધિરાણથી પગભર થાય ...

બનાસકાંઠામાં 71 સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાશે

પાલનપુર, તા.૧૬  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદારસરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્...

રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?

અમદાવાદ,તા:૧૬ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦...

પહેલી ઓક્ટોબર થી રાજ્યભરમાં નોન જ્યુડીશ્યલ ફિઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ...

ગાંધીનગર,તા.16 નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો. જેના અનુસં...

મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ ...

અમદાવાદ,તા. 16 ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી ...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...

નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ? નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...

ભાજપમાં જોડાયેલા ગાયક કલાકારોને પણ ધંધે લગાવ્યા

ગાંધીનગર, તા. 15 ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવ...

વડગામના ડેપ્યુટી સરપંચ બિનહરિફ

વડગામ, તા.૧૫ વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની અઢી વષૅની મુદત પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષ માટે ગુરુવારે ડે.સરપંચ માટે એક જ ફોર્મ આવતાં તાલુકા પંચાયત નાયબ ટીડીઓ અને ચૂંટણી અધિકારી જે.સી.વળાગાંઠએ ડે.સરપંચ તરીકે ભીખા પ્રજાપતિને બિનહરીફ જાહેર કર્યા હતા. જેમાં સરપંચ ભગવાનસિંહ પી.સોલંકી, પંચાયતના સભ્ય નાથુસિંહ સોલંકી, પૂર્વ ડે.સરપંચ પરબખાન બિહારી, ...

ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...

ગાંધીનગર, તા.15 ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે. કહેવાય છે કે ઓછું ભણેલા હો...

જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો

અમદાવાદ, તા. 15 રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે...