ગુજરાતનો ઉદ્યોગને વર્ષોથી ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ મળ...
અમદાવાદ અને સુરત સહિતના ગુજરાતના જુદા જુદાં વિસ્તારના ટેક્સટાઈલ યુનિટોને મળતા ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ વરસોથી ચૂકવાયા જ નથી. મંદીની ઝપટમાં સપડાયેલા ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પછી રોકડની અછતથી પીડાઈ રહેલા ટેકસ્ટાઈલ ઉદ્યોગની વારંવારની માગણી છતાંય સરકારના પેટનું પાણીય હાલતું નથી. ટેક્સાઈલ મેન્યુફેક્ચરર્સ...
ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડોની સીઝન
ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના સગાં-સંબધીઓને જોબ ટ્રેઇની તરીકે ગોઠવવાનું કૌભાંડ
યુનિવર્સિટીમા હાલ કાયમી કર્મચારીઓની સંખ્યા અંદાજે 320ની સામે જોબ ટ્રેઇનીની સંખ્યા 370 જેટલી થઇ ગઇ
ભાજપ-કોંગ્રેસના નેતાઓ, સિન્ડીકેટ-સેનેટ સભ્યો, વિદ્યાર્થીનેતાઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના સગાં-સંબંધીઓને પણ જોબ ટ્રેઇની તરીકે ગોઠવી ...
આંગણવાડી કાર્યકરો પોતાની માંગણીઓ પૂરી કરાવવા મક્કમઃ કલેક્ટરને આવેદનપત્...
રાજકોટ, તા.06 :. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગુજરાતના આંગણવાડી વર્કર-હેલ્પર તથા આઈ.સી.ડી.એસ. યોજના સંબંધી બાબતે ગુજરાત સરકાર તાકિદે નિર્ણય કરવા રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવેલ કે ગુજરાતમાં તમામ બાલમંદિરોને આઈ.સી.ડી.એસ. યોજનામાં સમાવેશ કરવામાં આવે તેને આંગણવાડી કેન્દ્રમાં લાવવામાં આવે. વડાપ્રધાન દ્વારા જ...
ગુજરાતમાં 2700 વેપારીઓના રિટર્નની અનિયમિતતાથી રિટર્ન ચેક કરવાની ક્વાયત...
અમદાવાદ, તા.06 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ડિફોલ્ટરોની ગુજરાત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટે રૂા. 2000 કરોડની ચોરી પકડી પાડી છે. ગત ફેબ્રુઆરી માસમાં તેમના માસિક કે ત્રિમાસિક રિટર્ન ફાઈલ ન કરનારા વેપારીઓ 2700 કેસ જીએસટી ગુજરાતના અધિકારીઓના ધ્યાન પર જીએસટીએન તરફથી ધ્યાન પર મૂકવામાં આવ્યા હતા. આ 2700 કેસમાંથી 2650 કેસમાં તપાસ કરવામાં આવતા તેમની પાસેથી ...
એક બાજુ વન મહોત્સવ, બીજી બાજુ કમિશનર કચેરીમાં બે વૃક્ષોનું નિકંદન
અમદાવાદ, તા.5 એક તરફ વૃક્ષારોપણના નામે પોલીસ વન મહોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર કચેરી કેમ્પસમાં આવેલા બે પરિપક્વ વૃક્ષોને આડેધડ કાપી નાંખવામાં આવ્યા છે. જો કે, ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર કચેરી પરિસરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તેમજ હથિયારી પોલીસના આવાસ માટે કેટલાય વૃક્ષોનું બલિદાન આપવું પડ્યું છે. શહેરમાં વિકાસન...
બિલ્ડર લોબી સામે સરકારનાં મંત્રીઓ કે સંત્રીઓ કોઈ કાર્યવાહી નથી કરી શકત...
અમદાવાદ, તા.0૬ પ્રશાંત પંડીત શહેરની હદમાં ૩૩ ગ્રામ પંચાયતો અને ૮ નગરપાલિકાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યાના દસ વર્ષ બાદ કુલ મળીને દસ હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગનો સદંતર અભાવ જોવા મળે છે. પાર્કિંગના અભાવે આ બિલ્ડીંગોમાં આવતા મુલાકાતીઓ કે ખુદ વપરાશકારને રોડ પર કે રોડ પર આવેલી ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવાની ફરજ પડે છે. શહેરન...
કામ માટે પ્રજા ખાય ધક્કા, બિલ્ડરોને એનએ માટે બખ્ખાં
હેમીંગ્ટન જેમ્સ અમદાવાદ, તા.05 રાજ્યની વિજય રૂપાણી સરકારને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ખૂબજ ચિંતા છે. બુધવારે તેમણે તમામ કલેક્ટર્સ અને અન્ય સબંધિત અધિકારીઓને જમીનના એનએની કાર્યવાહી ઝડપી કરવા વિશેષ સુચના આપી છે. સ્વભાવિક છે કે અર્થતંત્રને ગતિ આપવાના નામે તેમણે બિલ્ડરોને લાભ થાય એવી વ્યવસ્થા કરી છે પણ બીજી બાજુ સામન્ય પ્રજાના કમ માટે સરકારે જ નક્ક...
સરેરાશ કરતાં મગફળીનાં ઉત્પાદનમાં 15થી 20 ટકા વધારો થશે
ગાંધીનગર, તા. 5 ગુજરાતનો બીજા નંબરનો પાક મગફળીનું વાવેતર 3 સપ્ટેમ્બર 2019 સુધીમાં 15.50 લાખ હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 82,796 હેક્ટર વધારે છે. મગફળીમાં સમયસર વરસાદ અને કોઈ રોગચાળો આવ્યો ન હોવાથી બમ્પર પાક આવશે અને ગત વર્ષ કરતા અંદાજે 15થી 20 ટકા પાક વધારે આવે એવો અંદાજ છે. ઉત્પાદન 10 વર્ષનો રેકોર્ડ તોડશે. તેથી ભાવ નીચે રહેશે. ત...
અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...
મોડાસા, તા.૦૫ મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...
વરસાદના આગમનને લઈ ૧૦ થી વધુ ગામના પ્રજાજનો ચિંતામાં સરી જાય
મોડાસા, તા.૦૫ ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે. મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ...
ધાનેરામાં દવાની દુકાને પંજાબ પોલીસની તપાસથી મેડિકલ લોબીમાં ખળભળાટ
ધાનેરા, તા.૦૫ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન પર આજે બપોરના સમયે અચાનક પંજાબ પોલીસ પ્રતિબંધિત દવા પંજાબ રાજ્યમાં મોકલનાર વેપારીની તપાસ અર્થે આવતા વેપારીઓના ટોળા એકઠા થયા હતા. આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ ધાનેરામાં ગંજરોડ પર આવેલી એક દુકાન જે કેટલાક સમય પહેલા કોઈ મેડિકલ એજન્સી માટે ભાડે આપેલી હતી, તે એજન્સી દ્વારા તે સમયે પ્રતિબંધિત ડ્રગ...
અત્યાધુનિક સીનકાસેન બુલેટ ટ્રેન દોડશે મુંબઈ-અમદાવાદ
અમદાવાદ,તા:૫ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે માટે કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયાના ખર્ચે 18 સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહી છે, જે હાઈસ્પીડ ટ્રેન પૈકી વિશ્વની પ્રથમ સિસ્ટમ છે. જો કે હાલમાં પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે જમીન અધિગ્રહણના કારણે વિવાદમાં સપડા...
સોમનાથ મંદિર સ્વચ્છ પણ આસપાસ ઉકરડો, લહેરીને પત્રકારએ લખ્યો ગંભીર પત્ર
લંડનના ગરવી ગુજરાત ગુજરાતી સમાચર સંસ્થાના અમદાવાદ સ્થિત ડેપ્યુટી એડિટર હર્ષવદન ત્રિવેદીએ સોમનાથ મંદિરના ટ્રસ્ટને તેમની જવાબદારી દર્શાવતો પત્ર લખ્યો છે. આદરણીય શ્રી લહેરીસાહેબ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોમનાથ મંદિર પરિસરને Cleanest Iconic Place award મળ્યો છે તે બદલ આપને અભિનંદન. પવિત્ર સોમનાથધામની નિયમિતપણે મુલાકાત લેતા યાત્રાળુ તરીકે છે...
વડોદરાના ધારાસભ્યનો પુત્ર ગેસચોરીમાં સંડોવાયો
વડોદરા,તા:૫ સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે. ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવ...
લંડનમાં પાકિસ્તાનના નેતાઓ પર ઇંડા અને ચપ્પલનો વરસાદ, કાશ્મીર મામલે ઉશ્...
કાશ્મીર મામલે લંડનમાં વિરોધ પ્રદર્શન કરવા ગયેલા અને લોકોની ઉશ્કેરણી કરવા ગયેલા પાકિસ્તાનના નેતાઓ પર ઇંડા અને ચપ્પલ ફેંકવામા આવ્યાં છે, આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના નેતાઓ ભારતને બદનામ કરવા તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યાં છે, લંડનમાં ભારતીય દૂતાવાસ બહાર પણ હુમલો કરવામાં આવ્યો હતો, પાકિસ્તાનના કેટલાક નેતાઓ લંડન પહોંચીને કાશ્મીરીઓ અને પાકિસ્તાની લો...

English