Monday, August 10, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૯ ઓગસ્ટે અમદાવાદમાં મિલીયન ટ્રી પ્રોજેકટ...

આગામી ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮ અને ૨૯ ઓગસ્ટના રોજ રાજયની મુલાકાતે આવી રહ્યા છે.આ દરમિયાન ૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા મિલીયન ટ્રી પ્રોજેકટનું સમાપન કરાવશે.સાથે જ અમદાવાદ શહેરમાં ઈ-બસનું લોકાર્પણ કરાવશે.આ અંગે મળતી માહીતી મુજબ,૨૯ ઓગસ્ટ ના રોજ શહેરના વટિર્સ ટાવરની બાજુમા આવેલા એએમસી ...

મેરી ટાઈમ બોર્ડે નિયમોને નેવે મૂકીને કંડલા પોર્ટની અંદર જ બીજું પોર્ટ ...

અમદાવાદ, તા.25 ગુજરાત મેરિટાઈમ બોર્ડે આશ્ચર્યજનક રીતે હવે દીનદયાળ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા જૂના કંડલા પોર્ટ ટ્ર્સ્ટની અંદર જ પ્રસ્થાપિત નિયમોને ચાતરી જઈને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટ્સ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડને નવી જેટ્ટી બનાવવાની છૂટ આપી દીધી છે. મોટા બંદરના ધંધા પર અસર ન પડે તે માટે તેની 100 કિ...

સરકાર નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરે

અમદાવાદ, તા. 25 રાજ્યમાં હાલમાં જ પડેલા વરસાદમાં ભાલ પંથકમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા હાઈકોર્ટે સૂચના આપી છે. આ ઉપરાંત સરકાર આ નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં તેનો રીપોર્ટ પણ રજૂ કરે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજદારને પણ ગામ, જંગલ અને ખેતીની જમીનમાં થયેલા નુકશાની અંગેનાં પુરાવા રજૂ કરે એવો નિર્દેશ પણ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી ...

મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...

ગાંધીનગર, તા.૨૫ ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે. મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...

એસટી નિગમ સરકારને 2800 કરોડ ચૂકવતું નથી, ખોટનું કારણ સરકારી કાર્યક્રમો...

ગાંધીનગર, તા. 25 ગુજરાત સરકારના એસટી નિગમની બલિહારી જોવા જેવી છે. આટલી બઘી બસોનું સંચાલન છતાં નિગમ ખોટ કરે છે. મુસાફરોને નિયમિત બસ સુવિધા આપી શકતું નથી અને સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટી નિગમના હાલના અધિકારીઓએ એસટી બસોનું સંચાલન જોવા મુસાફરો માટે એપ્લિકેશન શરૂ કરી છે પરંતુ તે નિરર્થક સાબિત થઈ છે. એક બાબતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાત એ...

ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકની આરટીઓ કર્મી સાથે ...

અમદાવાદ: તા.૨૫ અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ ...

ગટરના પાણીમાંથી ડીસાના નવા ગામના લોકો સ્મશાનયાત્રા કાઢવા મજબુર

ડીસા, તા.૨૫ ડીસા તાલુકાના નવા ગામમાં ગટરનું પાણી છલકાતાં રોડ પર દુર્ગંધ યુક્ત પાણી ફરી વળ્યું છે. જોકે પરિસ્થિતિ એટલી બગડી છે કે, ગામના લોકો ગટરના પાણીમાંથી  જ અંતિમયાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા  છે કે વારંવાર રજૂઆત કરતા ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે. ડીસાના નવા ગામમાં પાંચ હજાર કરતા વધુ વસ્તી છે. ગામમાં આવેલ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી અર...

નવી દિલ્હી,તા:૨૪   પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે.  અમિત શાહ, ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ...

ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન

અમદાવાદ, તા:૨૪ અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...

ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમાન

અમદાવાદ, તા. 23 રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,પોલીસનું ટ્રાફીકની મેગા ડ્રાઇવઃપશ્ચિમમાં...

અમદાવાદ,તા.૨૩ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા મોડેમોડે પણસંયુકત ઝુંબેશ હાથ ધરીને પૂર્વમાં રખિયાલ અને પશ્ચિમમાં નહેરૂનગર આસપાસ કાર્યવાહી કરતા ગાંઠીયારથ સહીતના સોળ એકમો નોટિસ આપી સીલ કરાયા છે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના પૂર્વ ઝોનમાં અસામાજિક તત્વોનો અડ્ડો માનવામાં આવતા રખિયાલમાં આ...

ગુજરાતમાં એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર અપાઈ

ગાંધીનગર, તા.૨૩ ગુજરાત સરકારે રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં જિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. જે પૈકી ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપવામાં આવી છે. તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીન...

ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસ ફરી વિવાદમાંઃ રૂપિયા લેતો કથિ...

અમદાવાદ,તા.૨૩ ભાજપના અમદાવાદના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસનો રૂપિયા લેતા કથિત  વિડીયો વાઈરલ થતા ભાજપના નેતાઓને મોં સંતાડવાની નોબત આવી છે.આ અગાઉ આજ કોર્પોરેટર એલ.જી.હોસ્પિટલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે પુલકીત વ્યાસે નશાની હાલતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપશબ્દો કહ્યા હત...

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન

દિલ્હી,તા:૨૪ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે.

વિધાનસભા ચૂંટણી વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને હાઇકોર્ટનું સમન્...

ગાધીનગર,તા:૨૩ ધોળકા વિધાનસભા ચૂંટણીના વિવાદમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 27મી ઓગસ્ટના દિવસે ગુજરાત હાઇકોર્ટમાં હાજરી આપવી પડશે,ચૂંટણીના પિટિશન કેસમાં ભૂપેન્દ્રસિંહને જુબાની માટે સમન્સ ઇશ્યૂં કરી દેવામાં આવ્યું છે, વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર 2017એ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 3...