Monday, August 10, 2026

વડાપ્રધાન મોદીની રૂપાણીએ કોપી મારી, મનકી બાતની જેમ “મનની મોકળાશ&...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મનકી બાત ખાસ્સો લોકપ્રિય રહ્યો છે. હવે આજ લાઈન પર ગુજરઃતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જનતા સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નરૂપે આવો જ એક કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા ઘડી કાઢવામા આવ્યો છે. મનની મોકળાશ નામના આ કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રી તેમના નિવાસસ્થાને વિવિધ ક્ષેત્રના લોકોને રૂબરૂ મળી તેમના સૂચનો સાં...

પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શ...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી સદ્દગત સુષ્માજીને શોકાંજલી  પાઠવતા કહ્યું કે, નાની વયે અવસાન પામેલા સ્વ.સુષ્માજીના આત્માને પરમાત્મા શાંતિ આપે તેમજ આ...

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી રશિયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે જશે. તારીખ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે જશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાશે આ પ્રવાસ દરમિયાન રશિયન ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ બાબતે...

વિજય રૂપાણી આનંદીબેનને ઉથલાવીને કઈ રીતે સી.એમ. બન્યા? જાણો

ભાજપનો અંદરનો અહેવાલ ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. અમિત શાહ ગુજરાતન...

મધુરડેરીના વિસ્તરણને નામે ખરીદાયેલા પ્લોટમાં વ્યાપક ગેરરીતિઓ પકડાઈ

ગાંધીનગરની મધુર ડેરીનું 24 કરોડનું જમીન ખરીદીનું કૌભાંડ ટેસ્ટ ઓફ પાટનગર તરીકે જાણીતી મધુર ડેરી હવે ટેસ્ટ ઓફ સ્કેમ તરીકે કુખ્યાત બની ગઈ છે. તેને કુખ્યાત બનાવવામાં ભાજપ સાથે જોડાયેલા પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટ શંકર રાણા જવાબદાર છે. તેઓ રૂપાણી સરકારના અનેક પ્રધાનો સાથે સારી રીતે સંબંધો ધરાવે છે. તેમણે ડેરીને રૂ.40 કરોડનું જમીન કૌભાંડ કરતાં સમગ્ર ...

ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાની તૈયારી 

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યક...

વિજયભાઇ રૂપાણી શાસનના ત્રણ વર્ષ, મહાત્મા મંદિર ખાતે ઉજવણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વિવિધ જનહિત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે. રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ ‘‘સંક...

370 માટે કોંગ્રેસમાં ભાગલા: ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપનાં નિર...

જમ્મુ-કાશ્મીર મામલે કેન્દ્રની મોદી સરકારે પાંચમી ઓગસ્ટે રાજ્યસભામાં કલમ 370 રદ્દ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ મામલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસનાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી આવકાર્યો છે અને કહ્યું છે કે, રાષ્ટ્રહિત ...

ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમદવાર  કોણ

 ભરત ડાભી પાટણ સાસંદ બનતા ખાલી પડી છે વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવાઈ તૈયારી ભાજપમાં રમીલા બેન દેસાઈ, સરદારભાઈ ચૌધરી અને ભરત ડાભી ના ભાઈ રામભાઈ ડાભી ટિકિટ માટે મેદાનમાં કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર, મુકેશ દેસાઈ અને રામજી ઠાકોર ટિકિટ માટે મેદાનમાં. ભાજપ દ્વારા ભરત ડાભી ના મોટા ભાઈ ને ટિકિટ આપવાનું કમિટમેન્ટ અપાયું હોવ...

કોંગ્રેસના નેતા જે બી પટેલના પુત્ર જીમી જમીન કૌભાંડી

કોંગ્રેસના રામભાઈ ભરવાડનો પુત્ર અનિલ ભરવાડ ઝડપાયો  અમદાવાદ - મકરબામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના ષડયંત્રમાં સામેલ બે પૂર્વ સબ રજીસ્ટ્રાર, એક તલાટી કમ મંત્રી, ખેડૂતો સહિત 10 લોકો સામે સિટી મામલતદારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એકબીજાના મેળાપીપણાથી બોગસ દસ્તાવેજો બનાવી તેમજ કેટલાક દસ્તાવેજ ઉભા કરી અદાલતમાં હક્ક...

અમદાવાદમાં તબીબોએ દેખાવો કર્યા

નેશનલ મેડિકલ કમિશન બનાવવાના વિરોધ કરીને ડોકટર્સ એસોસિએશનો વિરોધ કરી રહ્યાં છે. આ માટે અમદાવાદમાં તબીબોએ દેખાવો કર્યા હતા. જુનિયર ડોકટર્સ એસોસિશને નેશનલ મેડિકલ કમિશનની રચના તથા હોસ્પિટલોમાં  થતી હિંસાને લઈને અનેકવાર ધરણા અને દેખાવોના કાર્યક્રમો પણ અગાઉ આપ્યા છે અને આ બંને કોલેજમાં અને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા.  સેન્ટ્રલ હોસ્પિટલ પ્રોટેકશન એકટ...

મોદીના પ્રધાન નિતીન ગડકરી, રાજનાથસિંહના નામે ટેન્ડર આપતી ટોળકી

ભાજપના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી સરકારી ટેન્ડર અપાવવાના બહાને ઉત્તરપ્રદેશના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવનારા ગઠીયાને ખાડીયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉઘરાણીના કામે અમદાવાદ આવેલા યુપીના ઠગ ગીરીશ રામદુલાર વર્માની માહિતી મળતા તેને પકડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ ખાતે ર...

બી.એડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી 

રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી બી.એડ કોલેજો કે જેને ડાયેટ કહેવામાં આવે છે તેને હાલ ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. સરકારી કોલેજના કર્મચારીઓ આ મુદ્દે વિરોધ કરવા પ્રયાસ કર્યો હોવાછતાં સરકારે તમામ ડાયેટ કોલેજોને ગાંધીનગરની ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર બી.એડ કોલ...

મિડિયા પર માહિતીખાતુ અને યુનિવર્સિટી પર ભાજપના મિડિયા સેલનો કબજો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (ટીચર્સ યુનિવર્સિટી)ના કુલપતિ તરીકે સરકારે ભાજપના મીડિયા સેલના કન્વીનર અને વાસણા બી.એડ. કોલેજના પ્રોફેસર ડો.હર્ષદ પટેલની નિમણૂક કરી છે. તેઓ પાંચ વર્ષ માટે આ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો હોદ્દો સંભાળશે. આ અગાઉ ભાજપના મિડિયા સેલના 3 લોકોને પણ કોઈ લાયકાત વગર યુનિવર્સિટીના મહત્વના પદ પર ઠોકી બેસાડવામાં આવ્યા હતા...

હનુમાનજીને આદિવાસી ગણાવનાર સાઈ ગાંધીઆશ્રમ કેમ પહોંચ્યા

અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ નંદકુમાર સાઇએ અમદાવાદ આઇઆઇએમ અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આઇ.આઇ.એમ.ના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ, જમવાની સુવિધા શિષ્યવૃત્તિ, ઉપલબ્ધ બેઠકો  વગેરે અંગેની જાણકારી મેળવી સાંજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પોતાના શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા હતા. આશ્રમ...