સોલા સિવિલ હોસ્પિટલમાં 242 કરોડનું ખર્ચ કરાશે
રાજ્યના નાગરિકોને ગંભીર રોગોમાં સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે છે. ઉત્તર ગુજરાતના લાખો દર્દીઓને આવી સુપર સ્પેશ્યાલિટી સારવાર પુરી પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.૨૪૨ કરોડના ખર્ચે ૧૦ માળની ૫૫૦ પથારીની સુવિધા ધરાવતી અદ્યતન સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાશે એ જ રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ રૂ.૨૦૨ કરોડના ખર્ચે ૩૭૦ પથારીની ...
મેડિકલમાં આર્થિક પછાતની ૩૦ બેઠકો ભરવા કેન્દ્રની મંજુરી
કાઉન્સિલે ૧૨ કોલેજોમાં વધારાની ૩૦ બેઠકો EWS કેટેગરીમા આપતાં કુલ ૩૬૦ બેઠકો વધી વધારાની બેઠકો હવે બીજા રાઉન્ડમાં સામેલ કરવામાં આવશે
મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર થયા બાદ સરકાર દ્વારા ૨૫ ટકા બેઠકો EWS કેટેગરી પ્રમાણે વધારવાની જાહેરાત કરી હતી. દરેક કોલેજોમાં ૫૦ બેઠકો વધારવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, પ્રવેશ પ્રક્રિયા શ...
વીએસ હોસ્પિટલ પ્રજાને પરત આપો, નવી એસવી તમે રાખો, મુખ્ય પ્રધાનને મળતા ...
ગુજરાતના 71 ધારાસભ્યો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની અસલી ગરીબો માટેની વીએસ હોસ્પિટલ પ્રજાને પરત કરો અને શ્રીમંતો માટે બનાલેવી એસવી હોસ્પિટલ સરકારને સોંપી દો.
ગુજરાત ભરના દર્દીઓ જ્યાં આવતાં હતા તે વીએસ હોસ્પિટલની પાસે ભવ્ય નવી એસવી હોસ્પિટલ બનાવી છે. જૂની બંધ કરીને નવી શરૂં કરી છે. પહેલાં ગરીબો માટે સારવાર થતી હતી...
ભાજપના મેયર બિજલ હવે મડદા પર ચાર્જ લે છે
મોત થાય તો કઈ ફી નહીં, હવે બધી
નવી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. જુનીમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે.
રાજકારણ
પહેલા મેડિકલ કોલેજને ટ્રસ્ટમાં લઇ ગયા. હોસ્પિટલ વગર કોલેજ ચલાવવી શક્ય ન હોઈ, હોસ્પિટલ બનાવાઇ. હવે નવી હોસ્પિટલને દર્દી મળે એ માટે જૂની હોસ્પિટલના બે...
જ્યાં મોદી ત્યાં મોંઘવારી, વીએસની લડત આગળ ચાલી
અમપા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પબ્લિક હોસ્પિટલ (SV)નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જેમાં ૯૦ કન્સલ્ટેશન રૂમ છે, પહેલા દિવસે માત્ર ૩૨ દર્દીઓને ઓપીડી થઈ હતી. પ્રથમ દિવસે એકપણ દર્દીને દાખલ કરવામાં આવ્યો ન હતો. પહેલા કેઝયુલ્ટીમાં રોજ ૪૦૦ દર્દીઓ આવતા હતા હવે 25 ટકા જ આવે છે. બાળ દર્દીઓને મોંઘી સારવાર અપાય છે. વી.એસ. હોસ્પિટલમાં બંધ ...
10 હજાર કરોડની મોદીની મેટ્રોના ઠેકાણા નથી
છૂક છૂક ગાડી છે, 4300 કરોડના ખર્ચ પછી 6 કિલોમીટર ચાલે છે
અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો ગુજરાત સરકાર વિધાનસભામાં કર્યો છે. એટલે કે 2020ના અંત સુધીમાં અમદાવાદ મેટ્રોરેલનું કામ પૂર્ણ થતાં અમદાવાદની જનતાને મેટ્રોરેલમાં સફર કરવા મળશે. 15 વર્ષના વિલંબથી મેટ્રો રેલ ચાલી રહી છે. વડાપ્રધાન મન...
અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ,
અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે. સ્ટેન્ડિંગ ચેરમેન બ્ર...
ગૌચર અને તળાવો વધુ જાહેર કરો, કેન્દ્ર સરકારનો આદેશ, પણ ભાજપે તો વેંચી ...
ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ વ...
રાજ્યપાલે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી
ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા ગુજરાત વડી અદાલતના કાર્ય કારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ વિધાન સભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવે...
૨૬૦૦ કરોડ પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવાઈ છે
વીમા કૌભાંડ બાદ હવે વીમો નહીં પણ કોર્પોસ ફંડ ઊભું કરાશે
પાક વીમા યોજનામાં ગુજરાતમાં રૂ.૨૬૦૦ કરોડ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી છે. વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ ફંડ ઉભું કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે. મગફળી માટે રૂ.૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી.
પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કર...
નવી શિક્ષણ નીતિ ફરી કેમ બહાર આવી રહી છે ?
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯માં રાજ્યોના સૂચનો માટેની જૂથ ચર્ચામાં ગુજરાતના શિક્ષણ વિદોએ પાટનગરમાં ચર્ચા બેઠક યોજી હતી. ૧૯૮૬ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં રાજ્યોના મત લેવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર સમક્ષ રજૂ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગ પડાયા છે. શાળા શિક્ષણમાં ૩ વર્ષના બાળકો પર વિશે...
ગૌરવશાળી ગુજરાતી પુરસ્કાર અપાયા, અંજલી રૂપાણી કેમ ન આવ્યા ?
વિવિધ ક્ષેત્રમાં ગુજરાતનું નામ મુઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોનું ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી મંતવ્ય ગુજરાતી ટેલિવિઝન ચેનલ દ્વારા જાહેર સન્માન કર્યું હતું. સન્માનિત મહાનુભાવોએ શ્રેષ્ઠ કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય લોકો પ્રેરણા મેળવી શકે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું. અંજલીબેન વિજય રૂપાણીને પુરસ્કાર આપવાની જાહેરાત...
ભાજપની મધ્ય પ્રદેશની સરકાર જવાબદાર
નર્મદા નદી માટે ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ – એકેય રાજ્યની સરકારે પર્યાવરણ સુરક્ષા ના પગલા ભરવાની દરકાર કરી નથી. સ્રાવ ક્ષેત્ર વિકાસના કામ ગુજરાતે જેવા તેવા પુરા કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેના ભાગે આવતું કામ68% પૂર્ણ કર્યું હતું. મધ્ય પ્રદેશની ભાજપની શિવરાજ સરકારે 4.29 લાખ હેક્ટરમાંથી માત્ર 1.61 લાખ હેક્ટર જે માત્ર 38 ટકા જ કામ કર્યું છે. ...
નર્મદામાં 9 હજારની સામે 4 હજાર મીલિયન ક્યુબિક પાણી
વિધાનસભામાં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે નર્મદા ડેમમાં છેલ્લા બે વર્ષમાં દરેક મહિના મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો તેવો સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય તેમ છે. તેમાં ૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં મળ...
નર્મદા વિસ્તારમાં વરસાદ ઘટી ગયો
10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં ચોમાસાના પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાઈએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો ...

English