જીત કે હાર બાદ કોણે શું કહ્યું
જામનગર અને જૂનાગઢના ભાજપના વિજેતા ઉમેદવારોએ જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીત બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરીકોનો ખુબ ખુબ આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકોએ રાત દિવસ એક કરીને આ પરિણામ નક્કી કર્યું છે, તેમનો પણ આભાર માનું છું. સાથે સાથે રાજ્યના પનોતા પુત્ર અને દેશનું મજબુત નેતૃત્વ સ્પસ્...
26 લોકસભા બેઠકમાં દરેક ઉમેદવારને મળેલા મત
૧ - કચ્છ (અ.જા.) લોકસભા મતદાર વિભાગ ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો
૧ ચાવડા વિનોદ લખમશી ભારતીય જનતા પાર્ટી ૬,૩૭,૦૩૪
૨ નરેશ નારણભાઇ મહેશ્વરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩,૩૧,૫૨૧
૩ લખુભા વાઘેલા બહુજન સમાજ પાર્ટી ૭,૪૪૮
૪ ચાવડા પ્રવિણભાઇ ચનાભાઇ હિન્દુસ્થાન નિર્માણ દળ ૨,૧૫૫
૫ ધિરુભાઇ બાબુલાલ શ્રીમાળી ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી ૧,૫૯૬
૬...
પૂર્વ સરપંચ અને બોક્સાઈટના વેપારી તિનપત્તી જુગાર રમતા ખેતરમાંથી પકડાયા...
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામની સીમમાં પૂર્વ ઉપસરપંચ સંચાલિત જુગારધામમાં પોલીસે દરોડો પાડી ગંજીપતા વડે તિનપતી નામનો જુગાર રમી રહેલા 5 જુગારીઓને પકડી લીધા હતા. ભાજપની વિચારધારા ધરાવતાં ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને બોકસાઇટના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની સીમમાં રહેતા 49 વર્ષના ગોવિંદ સામતભાઇ ચાવડા નામના આહિર યુવાને ...
ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ કરતો ભાજપ
23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. હાલ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક લાખ કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય ભાજપ...
ગાંજા-દારૂનો ભોગબનેલી સામાન્ય મહિલાઓને પ્રદિપ જાડેજા સામેથી મળવા ગયા
ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજાની કચેરીએથી અમદાવાદ ઈસ્કોન પાસે આવેલા રામદેવનગરના ઝૂંપડાની બહેનોને ફોન કરવામાં આવ્યો કે તમને જે મુશ્કેલી છે તે માટે મળવા આવો. મહિલાઓની ફરિયાદ હતી કે રામદેવનગરમાં દારુ અને ગાંજો મોટા પ્રમાણમાં વેચાય છે. તેથી તેમના પતિ ખોટા રસ્તે જાય છે. તેથી તેઓએ ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવ બહેનો, વિચરતા સમુદાઈ સંસ્થાના મેન...
કેશોદમાં તુવેર કૌભાંડમાં મોબાઈલ ફોન કૌભાંડ
કેશોદમાં તુવેર ખરીદી કૌભાંડમાં 3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. જેમાં 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે સરકારે જાહેર કર્યું હતું કે, કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂ.150 કરોડ જમા થઈ ગયા છે. રૂ.184 કરોડ પૈકી રૂ.150 કરોડનું પેમેન્ટ કરાયું છે. જ્યારે રૂ.34 કરોડનું પેમે...
તટસ્થ અધ્યક્ષ પક્ષપાતી બની ગયા, અલ્પેશનો બચાવ કરવા મેદાને
ભાજપને લોકસભામાં ફાયદો કરાવવા માટે કોંગ્રેસ સામે બળવો કરનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવી લેવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદીને લેખિતમાં માંગણી કરી છે કે તેણે કોંગ્રેસમાં નથી તેથી તેમને તુરંત ધારાસભ્ય પદેથી કાયદા મૂજબ દૂર કરવામાં આવે. પણ અધ્યક્ષ તેમને બચાવી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસ પક્ષના દંડકે લગાવ્યો છે. કોંગ્રેસે વારંવાર ...
ભીમ સેનાના ચંદ્રશેખર આઝાદે કહ્યું ગુજરાતમાં જંગલરાજ
ગુજરાતમાં હાલમાં જ દલિત સમાજનો વરઘોડો રોકવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની ટીકા કરતા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખ આઝાદે ગુજરાત સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા ચેતવણી આપી હતી કે, આ પ્રકારના અત્યાચાર હવે સહન નહીં કરવામાં આવે. ગુજરાતમાં જંગલરાજ કાયમ છે, અનુસુચિત જાતિના લોકોને સંવિધાન દ્વારા આપવામાં આવેલા મૌલિક અધિકારોથી વંચિત...
વાયફાઈ અને સીસીટીવી સિસ્ટમ ભ્રષ્ટાચારનું કેન્દ્ર
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેના ભાયાવદર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારોએ સીસીટીવી, વાઈફાઈ, રોડ બનાવવામાં ભાજપની પુર્વ નગરપાલિકાના પ્રમુખ અતુલ વાછાણી તથા વી. સી. વેગડા કરેલાં ભ્રષ્ટાચાર સામે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમણે સરકારમાં ભ્રષ્ટાચારના પૂરાવા આપ્યા હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ...
ગરીબોની છાસમાં 5 અને દૂધમાં 2નો ભાવ વાધારો, પણ શ્રીમંતોના ઘીમાં માંડ ર...
દૂધમાં રૂ.2 અને છાસમાં રૂ.5 ભાવ વધારો કરાયો છે. પણ શ્રીમંતો ખાય છે તે ઘીના ભાવમાં માત્ર રૂ.5નો જ વધારો કરાયો છે. ઘી ખરીદીને ગરીબ કે મધ્યમ વર્ગ ખાતો નથી. શ્રીમંત લોકો જ ઘી ઘાય છે. તેમ છતાં ભાવ તો ગરીબ લોકો પાસેથી જ વધારે લેવાની નીતિ ભાજપ સંચાલિત અમૂલ ડેરીએ અપનાવીને ડો.કુરીયનના વિચારોની હત્યા કરી છે. ખરેખર તો દૂધમાં એક રૂપિયો વધારીને, છાસમાં કોઈ વધાર...
વડાપ્રધાને ઉદઘાટન કર્યા બાદ એસવીપી હોસ્પિટલ નિષ્ફળ, કાવાદાવા શરૂં
વી.એસ.હોસ્પિટલનાં દાતા ટ્રસ્ટીઓને કાયમ માટે દૂર કરી દેવા માટે. મડિકલમાં ફંડ મળી રહે તથા જંગી ચૂંટણીફંડ પ્રાપ્ત થાય તેવા હેતુથી શહેરીજનોનાં નામે અમપાએ રૂ.750 કરોડનાં ખર્ચે 18 માળની અતિઆધુનિક હોસ્પિટલ બનાવી દીધી છે. જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ ભાજપના સત્તાધિશો ગરીબ વિરોધી એક પછી એક નિર્ણયો લઈ રહ્યાં છે. મોદીએ ઉદઘાટ...
ગોડસેનું વોટ્સએપ ગૃપ ચલાવનારા સામે પગલાં નહીં, આરતી ઉતારનારા સામે ફરિય...
મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કરનારા તત્વો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. તમામની અટકાયત પણ કરાઇ છે. ગુજરાતે પૂજ્ય બાપુની જન્મભુમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં તે માટે પોલીસે ફરિયાદ દખલ કરી છે. ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે. મહાત્મા ગાંધીની ગુજરાતમા...
ગોડસેને આગળ ધરીને અમિત શાહ – સરકારનું ગાંધીજી સામે ગેરીલા યુદ્ધ
એક્ઝીટ પોલમાં મોદી સરકાર આવી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યા તો સમગ્ર દેશમાં ઠેર ઠેર ગોડસે ને મહાન વિભુતિ તરીકે મહિમા મંડન શરૂ થયુ છે. સુરતમાં પુજ્ય મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેના જન્મ દિવસની ઉજવણીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ભાજપ સરકાર સમગ્ર ઘટનામાં ઢાક પીછોડો કરે, પગલા ન ભરે, તે શું દર્શાવે છે ? મહાત્મા ગાંધીની વિચારસરણીને હટાવીને ગોડસેની...
ગાંધીજીની ટીકા કરવી એ આકાશમાં ધૂળ ઉડાડવા બરાબર -ભાજપ
મહામાનવ મહાત્મા ગાંધીજીની ટીકા કરવી એ આકાશમાં સુરજની સામે ધૂળ ઉડાવવા જેવું કૃત્ય છે. મહાત્મા ગાંધીજીના જીવનને ટુંકી દ્રષ્ટિથી જોનારા કેટલાક લોકો તેમનો વિરોધ કરીને અપરિપક્વ અને નિંદનીય કૃત્ય કરી રહ્યા છે. ગાંધીજીના સત્ય, પ્રેમ અને અહિંસાના વિચારોને સમગ્ર દુનિયાએ સ્વીકાર્યા છે. તેમ ભાજપના પ્રવક્તા ભરત પંડિયાએ ભાજપના લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા...

English