એકઝીટ પોલ અને ઓપીનિયન પોલ પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચે દેશમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ તેમજ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ૧૧-૪-૨૦૧૯ને ગુરૂવાર સવારના ૭-૦૦ કલાક થી તા.૧૯-૫-૨૦૧૯ને રવિવારના સાંજના ૬-૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન એક્ઝીટ પોલ (EXIT POLL) યોજવા કે કોઇપણ એકઝીટપોલના પરિણામો પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા પર પ્રકાશિત કરવા કે પ્ર...
કોંગ્રેસના હરાવશે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર, છતા અમિત ચાવડા મૌન
લોકસભાની બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સામે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પ્રચાર કરશે નહીં, પરંતુ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ઠાકોર-ક્ષત્રિય સેના(બનાસકાંઠા)ના ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં પ્રચાર કરશે. ઠાકોર સેનાએ પાલનપુરમાં જાહેર કર્યું છે. અલ્પેશ ઠાકોર ગુજરાતના રાજકારણમાં બીજા શંકરસિંહ બની ગયા છે. અલ્પેશ ઠાકોરના આ...
અમિત શાહની સૂચનાથી દિલીપ સાબવાએ ઉમેદવારી પરત ખેંચી
આંદોલનકારી દિલીપ સાબવાએ ગાંધીનગર લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. જે અમિત શાહની સૂચનાથી તેને પરત ખેંચી લીધું છે. દિલિપ સાબવાએ ગાંધીનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી પત્ર પરત ખેંચવા પાછળ તેઓ કોંગ્રેસના ઉમેદવારને માટે જવાબદાર ગણે છે. સાબવાએ ભાજપના પણ વખાણ કરતા કહ્યું હતું કે, મોદી લહેર ચાલી રહી છે. પણ તેમણે મોંઘવાર...
કોંગ્રેસના પરથી ભટોળ કોંગ્રેસથી કંટાળી ગયા
કોંગ્રેસના બનાવકાંઠાના ઉમેદવાર પરથી ભટોળ પોતાના કાર્યકર્તાઓ સાથે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા પરથી ભટોળે ભૂલથી કોંગ્રેસથી જનતા કંટાળી છે, તેવું નિવેદન આપી દીધું હતું. તેઓએ કઈ ખોટું બોલી નાખ્યું છે તેવી જાણ થતા તેમને પોતાનું નિવેદન તુરંત બદલી નાંખ્યું અને કહ્યું કે, સોરી ભાજપના શ...
બિમલ શાહના કુટુંબની સંપત્તિ દોઢ વર્ષમાં કરોડ વધી ગઈ
2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખેડાના ઉમેદવાર બિમલ શાહે રૂ.5.38 કરોડની મિલકત દર્શાવી હતી. જે 2019માં વધીને 6.50 કરોડની સ્થાવર અને જંગમ મિલકત થઈ છે. દોઢ વર્ષમાં એક કરોડના મૂલ્યની સંપત્તિ વધી ગઈ છે. આ ઉપરાંત તેમની આવક 2016-17માં 9.42 લાખ હતી. જે 2017-18માં 11.14 લાખ દર્શાવી છે. સ્થાવર મિલકતમાં 56 લાખ, પત્નીના નામે 1.58 કરોડ દર્શાવી છે. આ ...
ખેડૂતોને ન્યાય માટે કૃષિ નિયામકની કચેરીમાં ધરણા, રાતવાસો
ગાંધીનગરના કૃષિભવનમાં કૃષિ નિયામકની કચેરી સામે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેઓ પાક વીમાની સહાયની રકમના આંકડા જાહેર કરવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. જેમાં બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસીને ખેડૂતોના પ્રસાનોની વાચા આપી હતી. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મગફળી માટે વી...
રાહુલ – પ્રિયંકા ગાંધીનો ગુજરાતનો પ્રવાસ નકકી કરી દેવાયો
કોંગ્રેસ આ વખતે ‘સૌને સમાન ન્યાય’નાં સૂત્ર સાથે આક્રમકતાથી મતદારોને આકર્ષવાની હોઇ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રાહુલ ગાંધી આગામી 15 એપ્રિલ 2019 દિવસે અને પ્રિયંકા ગાંધી આગામી 18 એપ્રિલે રાજ્યમાં ચૂંટણી સભા ગજાવવા આવે તેમ ચર્ચાઇ રહ્યું છે. જોકે તેઓ કયા શહ...
કોંગ્રેસના નેતાઓની આસપાસ ફરે તે આગળ આવે, કામ કરે તે નહીં – અતુલ ...
1985થી કોંગ્રેસમા હતા તેવા પૂર્વ અમદાવાદના સૌથી મજબૂત નેતા અતુલ પટેલે કોંગ્રેસના છોડીને ભાજપમાં જવાનું પસંદ કર્યું છે. તે કહે છે કે, પ્રજાનું ઘણું કામ કર્યું છે. પૂર્વ અમદાવાદમાં કોંગ્રેસ ઊભી કરી છે. આંદોલનો કરીને જેલમાં ગયો છું. પક્ષના કપરા સમયમાં કોંગ્રેસની સાથે રહ્યો છું. પણ કોંગ્રેસના નેતાઓના ભાગીદારો અને તેમની આસપાસ ચક્કર મારતા લોકોને આગળ આવે...
ભાજપના ધારાસભ્ય અને પ્રદિપસિંહનો સાણંદમાં વિરોધ
સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ મકવાણાનો ગામના લોકોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગરના ભાજપના ઉમેદવાર અમિત શાહના ચૂંટણી પ્રચાર માટે તેઓ ગયા હતા તેથી વિરોધ કર્યો હતો. ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ મકવાણા સાથે પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાણંદના સરી અને ઝોલાપુર ગામે ગયા હતા. ગામ...
ભાજપની સભામાં લોકો આવવાનું ટાળી રહ્યાં છે
2014ની લોસભાની ચૂંટણીમાં ગુજરાતના લોકો ભાજપની સભામાં હોંશથી જતાં હતા પણ 2019ની ચૂંટણીમાં વિપરીત સ્થિતી છે. જેવું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થયું હતું એવું જ ફરી એક વખત થઈ રહ્યું છે. 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ પણ ખાલી રહેતી હતી. હવે લોકો ભાજપની સ્થાનિક સભામાં પણ જવાનું ટાળીને ભાજપની નીતિનો સીધો વિરોધ કરતાં જોવા મળી રહ્યાં છે. ...
371 ઉમેદવારોના બેઠક દીઠ પક્ષવાર નામ, હવે આખરી યુદ્ધ શરૂં
ગુજરાતમાં 23મી, એપ્રિલે યોજાનારી લોકસભાની તમામ 26 બેઠકો માટેના 572 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા. ઉમેદવારી પત્રો 81 પરત ખેંચાયા, 120 ઉમેદાવારી પત્રો રદ કરાયા બાદ હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યાં છે. જેમાં સૌથી વધુ 31 ઉમેદવારો સુરેન્દ્રનગરમાં, 28 ઉમેદવારો જામનગરમાં છે. સૌથી ઓછા 6 ઉમેદવારો પંચમહાલ બેઠક પર છે. 2014ની લોકસભાની ચૂંટણી ...
દિનશા પટેલની મહત્વકાંક્ષા કે મેચ ફિક્સીંગ ?
ભાગ – 2 કોંગ્રેસ છોડી ગયેલા શંકરસિંહ વાઘેલા હવે બિમલ શાહના ઉપકારનો બદલો આપવા માટે પ્રચાર કરશે. બિમલ શાહને ભાજપમાંથી ટિકિટ ન મળતાં 2012માં બિમલ શાહે શંકરસિંહ વાઘેલાને જીતાડવા માટે કહ્યું ત્યારે જ શંકરસિંહ વાઘેલાએ એકાએક કપડવંજથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. જેમાં બિમલ શાહે તેમને જીતાડી આપ્યા હતા. હવે શંકરસિંહ બિમલને જીતાડવા પ્રચાર કરશે. ખે...
371 ઉમેદવારો લોકસભા ચૂંટણી યુદ્ધમાં
લોકસભા ચૂંટણી - ૨૦૧૯ માટેનાં 371 હરિફ ઉમેદવારોની મતવિસ્તારવાર સંખ્યા ક્રમ લોકસભા મતદાર વિભાગ હરિફ ઉમેદવારોની સંખ્યા
1 કચ્છ (અ. જા.) 10
2 બનાસકાંઠા 14
3 પાટણ 12
4 મહેસાણા 12
5 સાબરકાંઠા 20
6 ગાંધીનગર 17
7 અમદાવાદ પૂર્વ 26
8 અમદાવાદ પશ્ચિમ (અ. જા.) 13
9 સુરેન્દ્રનગર 31
10 રાજકોટ 10
11 પોરબંદર 17
12 જામનગર 28
13 જુનાગઢ 12
14 અમરેલી 12...
ભાજપાનો સંકલ્પ પત્ર બે રાષ્ટ્રની થિયરી રજુ કરે છે
કેન્દ્રની સત્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો સંકલ્પ પત્રના નામથી જાહેર કર્યો હતો. આ સંકલ્પ પત્રમાં દેશની 20% જનતાને અંગુઠો બતાવવામાં આવ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ તેના પૂર્વજ વિનાયક દામોદર સાવરકરના દ્વીરાષ્ટ્રના સિધ્ધાંત (ટુ નેશન થીયરી) પર પૂર્ણ રૂપે અડગ છે. તેને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ભાજપની નીતિ દે...
કોંગ્રેસ મુક્ત થયેલું ખેડા, ભાજપ સામે ભાજપની લડાઈ
ખેડા જિલ્લામાં જ્યારથી દિનશા પટેલ પક્ષબદલુ તરીકે ગયા ત્યારથી આખો ખેડા જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ ગયો હતો. તેમાં અધુરું પરું કર્યું પંકજ દેસાઈ અને દેવુંસિંહે, આ બન્ને નેતાઓ કોંગ્રેસથી ભાજપમાં ગયેલા છે. આમ દિનશા પટેલ, પંકજ દેસાઈ અને દેવુંસિંહ સાથે મળીને ખેડાના મત કોને મળે તેનું બંધબારણે નક્કી કરતાં આવ્યા છે. જેનો છેલ્લો દાખલો બિમલ શાહ છે. બિમલ શાહને ભા...

English