પોરબંદર ભાજપના બિલ્ડર ઉમેદવાર પાસે રૂ.36 કરોડની સંપતી
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પાસે રૂ.35.73 કરોડની મિલકત છે. તેમના પત્નિ મંજુલા ધડુક પાસે રૂ.11.16 કરોની મિલકતો છે. કલેક્ટર સમક્ષ તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારે આ વિગતો કાયદા હેઠળ જાહેર કરી હતી. તેઓ 1980માં ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કુલ માં ધોરણ 10 સુધી ભણેલા છે અને પોતે રીયલ એસ્ટેટ, બિલ્ડર તથા ટ્રેડીંગ બીઝનેસ ઉપરાંત ખેતીકામ કરે...
ભાજપના સાંસદ પુનમ માડમના પતિની સંપતીમાં જંગી વધારો
જામનગર લોકસભાની બેઠકના ભાજપના સાંસદ પુનમ માડમની સંપતીમાં રૂા.11.95 કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.9.92 કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી રૂ.17.40 કરોડથી વધીને રૂ.39.17 કરોડ થવા પામી છે. 100 ટકાનો વધારો થયો છે. 2014માં પુનમબેને વર્ષ 2012-13ના આવકવેરો રૂ.1.32 કરોડ તેમના પતિ પરમીંદરકુમારનો રૂ.44 લાખ હતી. 2019માં તે વધીને રૂ.1.01 કરોડ અને પતિન...
લોકસમર્થન ગુમાવેલા અહેમદ અને શક્તિસિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો
લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના બે નેતાઓએ લોકસમર્થન ગુમાવતાં અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. રાહુલ ગાંધીએ આ બન્ને નેતાઓને પોતાના વિસ્તારમાં કોંગ્રેસની જીત થાય તે માટે ચૂંટણી લડવા માટે આદેશ આપ્યો હતો. જેમાં અહેમદ પટેલને ભરૂચ અને શક્તિસિંહને ભાવનગર વિસ્તારમાં ચૂંટણી લડવા માટે કહ્યું હતું...
પાંચ વર્ષમાં જ ભાજપના સાંસદ કરોડપતી બની ગયા
ભાજપના વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાંસદ બન્યા પછી એકાએક કરોડ પતિ બની ગયા છે. સાંસદ રંજન ભટ્ટની મિલકતમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 330 ટકાનો વધારો થયો છે. એક રીપોર્ટ અનુસાર 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીની બેઠક પરથી ચૂંટણી લાગ્યા હતા અને તેઓ બંને બેઠકો પરથી વિજય થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદ...
સાધુઓએ પ્રવિણ તોગડિયાને રાજકીય પહેલવાન બનાવવા ચૂંટણી લડવાની ના પાડી દી...
દિલીપ પટેલ, અમદાવાદ શંકરસિંહ વાઘેલાના એક સમયના અંદત મદદનીશ અને પછી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કરતાં સાધુ બની ગયેલા જ્યોર્તિ મહારાજ વદોદરાથી ચૂંટણી લડવા માટે હિન્દુ મહા સભા અને પ્રવિણ તોગડિયાની હિન્દુસ્તાન નિર્ણાણ દળ દરખાસ્ત કરી હતી. ભાજપના નરેન્દ્ર મોદી સહિત આ બન્ને પક્ષોના નેતાઓ અને પ્રિવણ તોગડિયા આજ સુધી રાજકીય રીતે સાધુઓનો ફાયદો લૂંટતા ર...
જાયંટ કિલર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું
અમરેલી લોકસભા બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની ઉમેદવારી વિજય મુહૂર્ત 12.39 વાગ્યે કરી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા પોતાના માતાના આશીર્વાદ લીધા હતા. અમરેલી બેઠક પરથી ફોર્મ ભર્યા પહેલા તેમને ભારત બચાવો અભિયાન જન અધિકાર સંમેલન ‘ભારત બચાવો’ બોલાવી જાહેરસભા ભરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે દેશનું સંવિધાન ખતરામાં છે. BJPએ દેશની જનતા...
કાયદાનો ભંગ કરીને દ્વારકામાં પક્ષપલટો કરીને જિલ્લા પંચાયત તોડી
દ્વારકા જિલ્લા પંચાયતના બે સભ્યોએ પક્ષાંતર કરીને ભાજપમાં ભળી જઈને પક્ષાંતર વિરોધી કાયદાનો ભંગ કર્યો છે. ધારણ કર્યો છે. આમ થતાં કોંગ્રેસ સાશીત જીલ્લા પંચાયત તૂટી છે. લોકોએ આપેલા મતની વિરધ્ધ જઈને ભાજપના નેતાઓએ તેમને ભાજપમાં લઈને કાયદાનો ભંગ કર્યો છે. મળતી માહિતી અનુસાર દ્રારકા જીલ્લા પંચાયત અને દ્રારકાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા અને કોંગ...
વાહનોમાં મંદીની અસર ભાજપને ચૂંટણીમાં બ્રેક મારશે
11 એપ્રિલથી ચૂંટણીઓનો પ્રારંભ થઈ રહ્યો છે અને ચૂંટણી ટાણે માર્કેટ સતર્ક બની ગયું છે, તો માર્કેટમાં પણ ચૂંટણીની સમયગાળા દરમિયાન ઉથલ-પાથલ સર્જાવાની ભીંતિ સેવાઈ રહી છે. કાર કંપનીઓ દ્વારા ઓફર, ડિસ્કાઉન્ડ સહિતના વિવિધ પ્રલોભનો આપવા છતાં ગત વર્ષે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. આ ઘટાડો છેલ્લા પાંચ વર્ષમાંનો સૌથી ઓછો હતો. ચૂંટણીને કારણે માર્કેટ પ...
800 કરોડના જમીન કૌભાંડમાં મુખ્ય પ્રધાન રૂપાણી આરોપી
મહેશ પટેલ દ્વારા લાખો રૂપિયાની સ્ટેમ્પ ચોરીનાં કેસમાં ફરિયાદ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપની દ્વારા તદ્દન કોરા ગીરો દસ્તાવેજો કે જેના પર એક રૂપિયો પણ સ્ટેમ્પ ડ્યૂટી સરકારમાં ભરવામાં આવી નથી, તેને પુરાવામાં લઇને સુરેન્દ્રનગરના જીતેન્દ્ર શાહના રહેણાંક મકાનનો કબ્જો લેવાનો હુકમ તત્કાલિન અધિક કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યાએ કરેલો હતો, આ અંગે ફરિયાદી જ...
117 ઉમેદવારી પત્રો ભરાયા
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૧- ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય તથા ૮૫-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓ પાસે
ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલી છે. તા.૩૦/૦૩/૨૦૧૯ ન...
દાનહમાં ડેલકર અપક્ષ ઊભા રહેતાં ચોપાંખીયો જંગ ભાજપને ભારે પડશે
ગુજરાતની સરહદે આવેલા દાદરા-નગર હવેલી (દાનહ)ની લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધી છ મુદતથી સાંસદ રહેલા મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ સાથે છેડો ફાડી મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ જંગ રોમાંચક બની રહેશે. કેન્દ્ર સાથે દાદરા નગર હવેલી હવેલીમાં આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. બેઠક સામાન્ય હોવા છતાં અહીં આદિવાસી સમાજના જ ઉમે...
ભૂપેન્દ્ર ચુડાસમા અને પંચમહાલના ઉમેદવારની કાર બંધ પડતા છોભીલા પડી ગયા
પંચમહાલ લોકસભામાં ગોધરામાં રોડ-શો યોજી ફોર્મ ભરવા જતા ભાજપના આયાતી ઉમેદવાર રતનસિંહ રાઠોડની કાર રસ્તામાં જ ખોટવાતા તેઓ બપોરે 12-39નું વિજય મુર્હત સાચવી શક્યા નહોતા. ખુલ્લી જીપ બંધ પડતા એક તબક્કે ભાજપના કાર્યકરોએ તેને ધક્કા મારવા પડ્યા હતા. ધક્કા ગાડી ન ચાલતાં ભાજપમાંથી ઉમેદવાવારી ફોર્મ લઈને નિકળેલા રતનસિંહ રાઠોડે જીપમાંથી નીચે ઉતરી જવું પડ્યું હતું....
બનાસકાંઠામાં કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી
ભાજપે ચૌધરી સમાજને જ ટિકિટ આપી દીધી છે. આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ હોવાની વાતોએ પક્ષની નેતાગીરીની ચિંતા વધારી દીધી છે. જોકે ભાજપની આવી સ્થિતિએ કોંગ્રેસને પણ રણનીતિ બદલવા માટે નવેસરથી વિચારવા મજબુર કરી દીધી છે. સામાજિક તાકાતને હથિયાર બનાવાઈ છે તો ક્યાંક તિજોરીની તાકાત આગળ કરાઈ રહી છે. રાજરમત પાછળ કોઈ પાવર કામ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. પૈસા...
ફેસબુકે કોંગ્રેસના પેજ દૂર કર્યા ભાજપના નહીં
લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા વાંધાજનક 687 પેજને ઓપન પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. તેની સામે ભાજપના સૌથી વધું ફેક ફેસબુક પેઝ જોવા છતાં તેમની સામે કોઈ પગલાં લીધા નથી. એ વતાવે છે કે ભારતની ચૂંટણીમાં ફેસબુકનો અત્યંક ખરાબ રોલ સમે આવ્યો છે અને ભાજપને ચૂંટણી જીતવા માટે મદદ ક...
મહેસાણામાં કોંગ્રેસે હુકમનો એક્કો ખોલ્યો, એ જે પટેલ ભાજપ સામે ટક્કર લે...
ભાજપની રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર શોધી શકી નથી ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ. જે. પટેલની જાહેરાત કરી છે. જાહેરાત બાદ મોડી રાત્રે એ. જે. પટેલના ઘરે કોંગ્રેસના કાર્યકતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. તો તેમના ઘર આગળ ફટાકડા ફોડી કાર્યકતાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ.જે.પટેલ ક...

English