સીઝનલ તાવથી ગુજરાતમાં 55ના મોત, વકરતો રોગ કેન્દ્રની ટૂકડી દોડી આવી
1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2019 સુધી રાજયમાં 1463 દર્દીઓ સિઝનલ ફલુ માટે પોઝીટીવ મળ્યા હતા. જેમાંથી 849 દર્દીઓ સાજા થઇ ઘરે ગયેલા છે તથા 559 દર્દીઓ સારવાર હેઠળ છે. 55 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે. રાજયમાં સિઝનલ ફલુ રોગ વકરી રહ્યો હોવાથી. રોગની સમિક્ષા કરવા ભારત સરકારના આરોગ્ય વિભાગની ત્રણ સભ્યોની એક ટીમે રાજ્યની મુલાકાત લીધી હતી. આ ટીમમા...
જુગાર રમતા પકડાયેલા ગોબર નારોલા પ્રમુખ પદેથી સરકારે સસ્પેન્ડ કર્યા
દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે. શહેરને શરમની લાગણી થતી હોય છે. દામનગર પાલિકામાં પ્રમુખ ...
હાર્દિક સામે અમરેલી ભાજપના ઉમેદવાર કોણ હશે ? પરસોત્તમ રૂપાલા લેશે ટક્ક...
લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ આવવાના હોવાથી અહીં રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ છે. અહીં હાર્દિકની સામે ટક્કર લઈ શકે તેના ભાજપના ઉમેદવ...
અમરેલીમાં બિન રાજકીય આંદોલનને રાજકીય રંગ આપતો ભાજપ
અમરેલી શહેર ગટર, રોડ અને અન્ય જાહેર બાંધકામોમાં આયોજન, સંકલન અને યોગ્ય સુપરવિઝનના અભાવે નબળા થયેલ કામોને કારણે લોકો છેલ્લા બે વર્ષથી હાલાકી ભોગવી રહયા છે. સમગ્ર શહેર ધુળીયા શહેરભભમાં ફેરવાઈ ગયું છે અને વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોને ખુબ હાડમારીવેઠવી પડી રહી છે. આ માટે જવાબદાર તંત્રને ઢંઢોળવા ડો. ભરત કાનાબારે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, વેપા...
મેરા પરિવાર-ભાજપા પરિવાર શરૂ કરતાં અમિત શાહ
આજરોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં હજારો સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમ્’’ના ગગનભેદી નારાઓ સાથે સ્વયંના નિવાસસ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવી તથા સ્ટીકર લગાવીને પક્ષનાં રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહે ‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ અભિયાનનો પ્રભાવી પ્રારંભ કર્યો હતો.‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ અભિયાનના દેશવ્યાપી શુ...
4 લાખ મતદારો યાદીમાંથી દૂર કરાયા, 7 લાખ વધારો થયો
૩૧મી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ મતદારોની સંખ્યામાં ૬,૬૯,૪૮૫નો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.૩૧મી જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં કુલ ૪,૪૭,૪૪,૭૫૯ મતદારો પૈકી ૨,૩૨,૫૫,૯૩૭ પુરૂષ મતદારો અને ૨,૧૪,...
વડોદરા શહેર ૧૭ ચો.કિમી. મોટું થયું ભાજપ હવે મોટો થશે
વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારોને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. હવે વડોદરા મહાનગર પાલિકાની હદ માં ૧૭.૦૪૫૮ ચો.કી મી નો વધારો થશે.
આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચ...
ભાજપને કોંગ્રેસ યુક્ત કરવાની પ્રક્રિયા ચાલું
ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના શક્તિશાળી ધારાસભ્યોને એક પછી એક કરીને તેમને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવવામાં આવી રહ્યાં છે. તેથી હવે કોંગ્રેસમાં એક એવી રાજકીય મજાક કરવામાં આવી રહી છે કે કોઈ યુવાનો પોતાની રાજકીય કારકીર્દિ બનાવવા માંગતા હોય તો તેઓ સીધા ભાજપમાં જાય તો એક ખૂણામાં રહે છે પણ જો તે કોંગ્રેસમાં થઈને ભાજપ...
પશ્ચિમ બંગાળમાં લોકસભાની વધું બેઠકો જીતવા વિદ્યાર્થીઓનો રાજકીય ઉપયોગ
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખનું રાજકીય યુદ્ધ શરૂં તો થયું પણ તેની અસર ગુજરાતમાં કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓને અહીં લાવીને ગુજરાતમાં ફેરવી મોજમસ્તી કરાવીને પછી તેઓ પશ્ચિમ બંગાળમાં ગુજરાત ભાજપની સારી વાતો કહે એવું આયોજન કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવરાના રપ જેટલા મૂળ...
આશાબેન સાથે ભાજપમાં જોડાએલા 15માંથી 5 કોર્પોરેટર ગેરહાજર હતા, છબરડો કે...
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલ ગઇ કાલે વિધિવત ભાજપમાં જોડાયેલા હતા. પરંતું ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર સાથે ભાજપમાં જોડાવાની જાહેરાતમાં ઘણી ખોટી વિગતો રજૂ કરતાં ઊંઝામાં રાજકીય પક્ષો આશા પટેલની વાતોનું મૂલ્ય કેટલું છે તે પર શંકા કરી રહ્યા છે. સ્ટેજ ઉપરથી બોલાયેલા નામોમાં 15માંથી 5 કોર્પોરેટર તો હકીકતમાં ત્યાં હતાજ ન હતાં. ખોટા માણ...
આત્મ સન્માન શોધતા નિતિન પટેલ પાસે આશાબેન માર્ગદર્શન માંગવા પહોંચ્યા
2009માં મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી તેમને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી તેઓ 2012મા ચુંટણી હારી ગયા છતાં 2014મા ફરી ટીકીટ આપી ધારાસભ્ય બનવાનું સન્માન આપનાર કોંગ્રેસમાંથી આશાબેન આનાથી વધારે કયું માન મેળવવા ભાજપ ના આંગણે પહોચ્યા એ સમજાતુ નથી. વળી ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ પાસે આશાબેન માર્ગદર્શન મેળવવા ગયા એ વાત રમુજ પેદ...
માર્ચના પહેલાં અઠવાડીયે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે
2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. 2014ની લોકસભા ચૂંટણીની તારીખો પણ માર્ચ મહિનામાં જ જાહેર કરવામાં આવી હતી. શક્યતા છે કે, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે થઈ શકે છે. ઈલ...
જામનગર લોકસભા માટે જે ટી પટેલનું કોંગ્રેસની ટિકિટ માટે પેનલમાં નામ
જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં અશોકભાઈ લાલ, જે.ટી. પટેલ, વલ્લભભાઈ સભાયા તથા એક આહિર અગ્રણીના નામ પેનલમાં સામેલ કરાયા છે, જો કે ભાજપ કોને ટિકિટ આપે છે તેના આધારે જ્ઞાતિના પરિબળને લક્ષમાં લઈને કોંગ્રેસના ઉમેદવાર નક્કી થશે તેમ જણાય છે. ભાજપમાંથી વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમનું નામ નિશ્ચિત મનાય...
રેશ્મા પટેલ પોરબંદરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા
ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલ આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પરથી ઊભા રહેતો વિટ્ઠલ રાદડિયાના સ્થાને ભાજપના કોઈ પણ ઉમેદવારનો ખેલ બગાડી શકે છે. એક સમયે પાસમાં રહી પોતાની તેજાબી વાણીથી હજારોની મેદનીને ઝકળી રાખવામાં જેનું નામ છે. અને પાછળથી પાટીદાર સમાજને ન્યાય આપવા ભાજપમાં ભળેલા દબંગ મહિલા યુવા નેતાની છાપ ધરાવતા રેશ્મા પટ...
ગુજરાતનું આનામત આંદોલન હિન્દુ વિરોધી ગેંગનું છે
ઊનાકાંડના બહાને ગુજરાત, વેમુલાના બહાને આંધ્રપ્રદેશ સહિત દેશભરના શહેરી વિસ્તારો અને ભીમા કોરેગાંવના બહાને મહારાષ્ટ્રમાં જાતિવાદી સંઘર્ષ ભડકાવવામાં આ ગેંગ કેટલેક અંશે સફળ પણ રહ્યાં છે. ભીમ આર્મી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર, ઉમર ખાલિદ જેવાં અનેક મહોરાં છે, જેમને સેક્યુલર જમાતે પોતાનાં હથિયાર બનાવી રાખ્યાં છે અને આ હથિયારો થકી તે પ...

English