ભાજપનો રામ મંદિરનો જાપ, મુસ્લિમોને કોંગ્રેસમાંથી લાવે છે
લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે છેડો ફાડીને ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા. જિલ્લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા ભાજપની વિચારધારામાં વિશાળ સંખ્યામાં જોડાયેલા વ્યકિતઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં લાઠી તાલુકા ભાજપમાં મોટા પ્રમાણમાં કામ કરી રહ્યાં છે. જેમાં ઈમરાનભાઈ પીરજાદા, રાજ...
નવા M-3 EVMની ચકાસણી શરુ, કોંગ્રેસ ઉદાસીન
મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં એમ-3 વર્ઝનના નવા 83,000 ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા 67,000 વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPAT) ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. VVPATમાં ખામી હોય તો તેને ચાલુ કરતી વખતે VVPAT આપોઆપ ડીસ્પ્લે પર દર્શાવે તેવી નવી વ્યવસ્થા સાથે નવા મશીનો છે. એકથી વધુ ઈવીએમ મુકવાના થાય તો પણ એક જ VVPATની જરૂર રહે છે. 51,703 મત...
પરેશ ધાનાણીને રાજકીય તમાચો મારનારા ફરી કોંગ્રેસમાં કેમ આવી રહ્યાં છે ?...
અમરેલી નગરપાલીકાનાં કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા પ્રમુખ જેન્તીભાઈ રાણવા અને કોંગ્રેસનાં આગેવાનો ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીનાં નિવાસ સ્થાને મળવા ગયા હતા. હવે તેમને કોંગ્રેસમાં ફરી લેવા માટે હિલચાલ શરૂ થઈ છે. 14 જૂન 2018માં અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા, ઉપપ્રમુખ તરીકે શકિલ સૈયદે બળવો કરીને અમરેલીના નેતા...
અમરેલી લોસભામાં ભાજપના ઉમેદવાર બાવકુ ઊંધાડનું નામ આવતાં વિરોધ
લોકસભાની ચૂંટણીના પાંચ મહિના બાકી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર તરીકે બાવકુ ઉંઘાડનું નામ નક્કી કરવામાં વિવાદ થઈ રહ્યો છે. પક્ષ પ્રમુખ ઉંઘાડનું નામ આગળ ધરી રહ્યાં છે, પણ અમરેલીના સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. બાવકુ ઉંઘાડે હમણાં જ દરિયાકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ પણ કર્યો છે. જ્યાં કોંગ્રેસને સૌથી વધું સમર્થન છે....
1100 કરોડનો ભ્રષ્ટાચાર હવે રાજકારણીઓ નહીં પણ કલેક્ટર
જિલ્લા પંચાયતો પાસે રહેલી બિન ખેતીની જમીન માટેની પરવાનગી આપવાની સત્તા હવે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. પહેલા જિલ્લા કક્ષાએ રાજકારણીઓ NA કરતાં હતા. હવે IAS અધિકારીઓ કરી રહ્યા છે. સરકારે કબૂલ કર્યું હતું કે, NA કરાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને રાજનેતાઓએ એક મીટર દીઠ રૂ.50થી 75 લાંચ લે છે. કોઈ પણ ખેડૂત ...
દાહોદમાં કબુતરબાજ બાબુ કટારાને લોકસભાની ટિકિટ આપવા કોંગ્રેસમાં વિરોધ
દાહોદ લોકસભા માટે કોંગ્રેસના 12 નેતાઓએ ઉમેદવારી કરી છે. જેમાં ડો.પ્રભા તાવિયાડ, બાબુ કટારા, ચંદ્રિકા બારીયા, કિરીટ પટેલ, ગોંદાલ કામોર, ડો.મિતેષ ગરાસીયા, રમેશ મછારનો સમાવેશ થાય છે. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા બાબુભાઈ કટારા પણ છે. તેઓ કોંગ્રેસની બેઠકમાં હાજર હતા. બાબુ કટારા જ્યારે ભાજપમાં હતા ત્યારે તેમની સામે મહિલાઓની કબુતરબાજી કરવાનો આરોપ હતો...
અર્ધનગ્ન બનેલા નેતાને ભાજપે સસ્પેન્ડ કરતાં ખેડૂતોએ ભીખ માંગી
ખેડૂતોએ પહેલાં અર્ધનગ્ન થઈને ખેડૂતોએ રેલી કાઢી હતી હવે ખેડૂતો માટે શહેરની ગલીઓમાં હાથમાં કટોરો લઈને 11 ડિસેમ્બરે ભીખ માંગી હતી. કારણ કે ખેડૂતો માટે સાચું બોલનારા ભાજપના આગેવાનને અન્યાય કરવામાં આવ્યો છે. દુષ્કાળગ્રસ્ત ચાણસ્મા તાલુકામાં નર્મદાની નહેરની સુવિધા હોવા છતાં સિંચાઈ માટે ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા 22 ગામના ખેડૂતો માટે ભાજપ અને કોંગ્ર...
મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કોંગ્રેસના સૌથી વધું ગુંડા ધારાસભ્યો
ગુંડાશાહી કે લોકશાહી – ખાસ અહેવાલ – દિલીપ પટેલ મધ્યપ્રદેશ વિધાનસભાની 2018ની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા 230 વિધાનસભ્યોની વિગતો ચકાસવામાં આવી હતી. જેમાં ગંભીર બાબત એવી બહાર આવી છે કે, કોંગ્રેસના - INC 114 ધારાસભ્યોમાંથી 56 (49%) ગંભીર ગુના ધરાવે છે જ્યારે ભાજપના 109 ધારાસભ્યોમાંથી 34 (31%) ગુનાઓ ધરાવે છે. બીએસપીના 2 (100%) ધારાસભ્યો, 1 (100%) એસપીના...
રાજકારણીઓને સબક શિખવતું જીરા ગામ
ચાર રાજ્યોની ચૂંટણી આવતાં અને લોકસભાની ચૂંટણી નજીક આવતાં ભાજપ અને તેમની સંઘી સંસ્થાઓ દ્વારા દેશની પ્રજા વચ્ચે બે ભાગ થાય અને વૈમનશ્ય પેદા કરીને હિંદુ મતોનું ધ્રવિકરણ કરીને હિંદુ મત મેળવી ચૂંટણી જીતવા માટે બે ધર્મના લોકોની વચ્ચે તિરાડ પાડી દીધી છે ત્યારે સાવરકુંડલાનાં જીરા ગામે કોમી એકતાનો કિસ્સો બહાર આવ્યો છે. જીરા ગામનાં યુનુસભાઈ સૈયદ કે જેઓ ડ્...
જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપના બે સભ્યો ગેરલાયક
અમરેલીમાં ત્રણ નગર પાલિકા ગુમાવ્યા બાદ પરેશ ધાનાણીની આબરૂનું ધોવાણ થયું હતું. પણ 19 જૂન 2018માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમરેલીની તમામ 11 તાલુકા પંયાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતાં પરેશ ધાનાણીની આબરુ બચી હતી અને પ્રતિષ્ઠા મેળવી હતી. જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા થઈને કોંગ્રેસને સમર્થન કરનાર તાલુકા પંચાયતનાં ર સભ્યોને તેમના પર પરથી દ...
સ્મૃતિ ઈરાનીએ ભ્રષ્ટાચાર કરો પણ તપાસ ન થઈ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ખેડા જિલ્લાના દત્તક લીધેલાં મઘરોલ ગામમાં કામો માટે અપાયેલી ગ્રાન્ટમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હતો. મંત્રી સ્મૃતિ ઈરાનીના અંગત સચિવની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયાં હતાં. તે કામો થયા ન હોવાથી 2 જૂન 2018માં કોંગ્રેસે સ્મૃતિ ઇરાનીની રાજીનામાની માંગ કરી હતી. તેમની સામે 5 મહિના થયાં છતાં ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા ન...
કોંગ્રેસના 8 ઉમેદવારી પત્રો કોણ લઈ ગયું ? કુંવરજી દરગાહમાં કેમ ગયા ?
ગુજરાત કોંગ્રેસે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પેનલ માટે નક્કી કરેલા પાંચ ઉમેદવારોએ ચૂંટણીમાં ઊભા રહેવા માટે ચૂંટણી અધિકારી પાસેથી ઉમેદવારી પત્રો મેળવી લીધા છે. સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. જેમાં ભોળાભાઈ ગોહીલ, અવસર નાકીયા, મનસુખ ઝાપડિયા, વિનુધડુક, સોમા ગાંડા, ગજેન્દ્ર રામાણીમાં, ધીરૂભાઇ શિંગાળા, લલીત વસોયા વગેરે અવેદનપત્ર લ...
વિસનગર માર્કેટ યાર્ડ ભાજપનો અડ્ડો
વિસનગર માર્કેટ યાર્ડ ભાજપના કાર્યકરોનો અડ્ડો બની ગયો છે. અહીં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે. હવે તો વેપારીઓ પોતાની નવી ખોલેલી પેઢી બંધ કરીને રૂ.1 કરોડની રકમ 124 વેપારીઓના ડૂબી ગયા છે. વેપારી ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. વેપારીઓ પાસેથી ખરીદી કરીને માલના પૈસા આપ્યા નથી. વિસનગર માર્કેટયાર્ડમાં પિતા અને પુત્રએ પ્રથમ વેપારીનો વિશ્વાસ જીતીને લેતી-દેતી ન...
સાંસદ દેવુંસિંહના કારણે પૂર્વ પ્રધાન સુંદરસિંહે ભાજપ છોડ્યો
ખેડા જિલ્લામાં ભારેલો અગ્નિ છે. ભાજપના લોકો પક્ષ છોડી રહ્યા છે. મહુધામાં ચૂંટણી લડેલા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધા બાદ હવે ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટઈને બે વખત પ્રધાન રહેલા સુંદરસિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાળવી લેતા હતા. પણ હવે પ્રદેશ પ્રમુખ તથા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહને જાળવી શક્યા નથી. ભાજપના સરમુખત્...
કુંવરજીને હરાવવા કોગ્રેસે જસદણમાં 600 લોકોને કામે લગાડ્યા
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પહેલી વખત નાની નાની બાબતો વિચારીને બુધ દીઠ એક નિરીક્ષક નિયુક્ત કર્યા છે. ગામડાના બુથથી લઇ નગર પાલીકાના વોર્ડ અને જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે પ્રભારીની નિમણુંક કરી છે. 600 જેટલાં કાર્યકરો, નેતા, ધારાસભ્યોને કામ આપીને જવાબદારી સોંપી છે. જે ભાજપ કે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કરી શક્યા નથી. કોંગ...

English