Monday, August 17, 2026

મોદીનું સંસ્કાર ધામ અંબાણીને વેચી માર્યુ

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ હાલમાંજ યોજાઈ ગયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા "ભાજપે સંસ્કાર પણ રીલાયન્સ ને વેચી માર્યા" એવું નિવેદન કરી નરેન્દ્રભાઈ ની વેપારી માનસિકતા કઈ હદે જઈ શકે તે તરફ અંગુલીનિર્દેશ કર્યો. સંઘના ત્રુષીતુલ્ય ગણાતા પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર ની યાદમાં બનેલ લક્ષ્મણ જ્ઞાનપીઠ ટ્રસ્ટ નું ગોધાવી ખાતે આવેલ એકરોમા ફેલાય...

ગુજરાતથી દારૂ મધ્યપ્રદેશની ચૂંટણીમાં પહોંચે છે

1960થી દારૂબંધી  છે છતાં પડોશી રાજ્યો કરતા વધુ દારૂનું વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે. તમામ દારૂ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવે છે. 28મી નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી દારૂ મધ્ય પ્રદેશ જઈ રહ્યો છે. તેવો પત્ર મધ્ય પ્રદેશના અધિકારીઓએ ગુજરાતના મુખ્ય સચિવને લખ્યો છે. મધ્ય પ્રદેશની ચૂંટણીમાં દારૂની ...

NCP જસદણમાં ચૂંટણી નહીં લડે

NCP જસદણની ચૂંટણી નહીં લડે આ અંગેની જાહેરાત NCPના નેતા જયંત બોસ્કી દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલન કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જયંત બોસ્કીની આ જાહેરાતના કારણે જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. નેશનલ લેવલ પણ કોંગ્રેસ અને NCPનું ગઠબંધન હોવાના કારણે આ નિર્ણય લેવ...

ભાજપની રાષ્ટ્રીય મહિલા પાંખનું ગુજરાતમાં અધિવેશન

રાષ્ટ્રીય ભાજપની મહિલાઓ માટે ગુજરાતમાંથી માર્ગદર્શન લઈને દેશભરની ભાજપની મહિલા કાર્યકરો લોકસભાની ચૂંટણીની તૈયારી કરશે. ભાજપનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન  22 અને 23 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે.  કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચે તે માટે ભાજપે પહેલાં મહિલાઓને તૈયાર કરવાનું નક્કી કર્યું છે, ત્યારબાદ યુવાનોને પણ માર્ગદર્શન આપવામાં આવશે. અ...

ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલની બળાત્કારના ગુનામાં ધરપકડ અને તુરંત છૂટકાર...

બળાત્કાર કેસના આરોપી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ઉત્તર દ્વારકા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે છબીલ પટેલને બોલવામાં આવ્યા હતા. જયારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેને જામીન મળી ચૂક્યા છે. જો કે, પોલીસે જણાવ્યાનુ...

ભાજપની 10 સરકારે શાળાના દફતરના વજન ઓછા કરવા કંઈ ન કર્યું, કેન્દ્રનો આદ...

ગજરાતમાં ભાજપની 10 સરકારો આવી છે. તેમણે શાળાના બાળકો માટે કંઈ ન કર્યું. કેશુભાઈ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણીની આ સરકારોના શિક્ષણ મંત્રી આંનીદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસણાએ કંઈ ન કર્યું તે હવે મોદીની કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાને કર્યું છે. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ બાળકો માટે કંઈ કર્યું ન હતું. સ્કૂલોમાં ...

ગાધીનગરના અધિકારીઓ ગ્રીન ટી વધું પીવે છે પણ નેતા-નેત્રી મેદી છે

ગાંધીનગરના સરિતા ઉદ્યાન, પ્રકૃતિ ઉદ્યાન, સચિવાલય અને મહાત્મા મંદિરની વચ્ચેનો કોરિડોર તેમજ પુનિત વન વિસ્તારમાં આ ઓફિસરોએ વોકિંગ ટ્રેક બનાવી દીધો છે. વહેલી સવારે અને સાંજે આ ઓફિસરો પરિવાર સાથે વોકિંગ કરતા જોવા મળે છે. સેક્ટર-21મા બનાવેલા જીમખાનામાં પણ તેઓ રેગ્યુલર જાય છે. જો કે આ કુદરતી રચનાનો લાભ રાજકીય નેતાઓ કે મંત્રીઓ લઈ શકતા નથી. સચિવાલયમાં 70...

રાજકોટ કોંગ્રેસ ભાજપ ભળી ગઈ, હવે બચાવ ઝૂંબેશ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈને ભાજપને કોંગ્રેસમય બનાવી રહ્યાં છે. તેથી કોંગ્રેસે પણ થઈ રહેલાં નુકસાન માટે ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેમેજ કન્ટ્રોલ માટે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા બેઠક બોવવામાં આવી હતી. પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી અન...

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે 28 નવેમ્બર 2018 સુધી આવ્યા છે. ટોચના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી અને  વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અંગે નેતાઓને મહત્વની જવાબદારી સોંપશે. નવા નિમાયેલા નિરીક્ષકો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત નવા હોદ્દેદારોને ચૂંટણી અંગે જવાબદારીઓની વહ...

વિનય શાહને નેપાળ પોલીસ પકડી શકી ગુજરાત પોલીસે જવા દીધો હતો

રૂપિયા 260 કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ જનાર મહાઠગ વિનય શાહની નેપાળમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. ગુજરાતમાં લાવવા માટે ટીમ રવાના થઈ છે. તેની પત્નીને ગુજરાત પોલીસ હજુ સુધી પકડી શકી નથી પણ નેપાળ પોલીસે શાહને પકડી પાડ્કોયો છે. અમદાવાદમાં લોકોને લોભામણી લાલચ આપીને વિનય શાહે એજન્ટો મારફતે રૂ. 260 કરોડ એકત્ર કર્યા હતા. વિનય શાહ એજન્ટોને પણ રોકાણ ...

બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર

નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ. 50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જૂના બારદાન છે. ભાવનગરમાં આવી જૂના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના બારદાન આવી રહ્યાં છે. પૂરવઠા પ્...

ભ્રષ્ટાચાર તો દૂર કરો, ધારાસભ્યોએ મોદીને લખ્યો પત્ર

પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર..... નરેન્દ્રભાઈ મોદી, માનનીય પ્રધાનમંત્રી શ્રી, નવી દિલ્હી. ભારત સરકાર. 2014 માં લોકસભા ની ચૂંટણી જીતવા માટે આપે આપના ભાષણો માં ભ્રષ્ટાચાર દૂર કરવાના ખોખલા વચનો આપ્યા હતા. એટલું જ નહીં આપે ઍમ પણ કહ્યુ હતુ કે હુ આ દેશ નો પ્રધાન મંત્રી નહીં બલકે ચોકીદાર બનીને સેવા કરીશ.આપના આ ખોખલા વચનો આજે આપને એટલાં માટે યાદ કરા...

ગાંધીનગરમાં આદિવાસી દલીત રેલી, આંદોલન શરું

પાટગરન ગાંધીનગરમાં જમીન વિહોણા દલિત અને આદિવાસી સમાજના ખેડૂતોનું વિશાળ સંમેલન યોજીને ગુજરાતમાં જમીન વિહોણા દલિત અને આદિવાસી સમાજે સરકારે સામે મોરચો માંડ્યો છે. જંગલ, જમીન, સાથણી, કબજા હક, સરકારી પડતર અને ટોચ મર્યાદા, સ્મશાન અને શરત ભંગ સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે. તેમજ વિકાસના નામે તેમની મહામુલી જમીન છી...

ગુજરાતમાં 5000થી વધું લોકો આત્મવિલોપર કરવા તૈયાર

ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે સમસ્યાથી ઘેરાયેલાં મેગાસિટી અમદાવાદમાં એક વર્ષમાં કલેકટર સમક્ષ 409 લોકોએ આત્મવિલોપન કરવાની મંજૂરી માંગી છે. સમગ્ર ગુજરાતમાં 5000થી વધું લોકોએ રૂપીણી સરકાર સામે આત્મવિલોપન કરવા તૈયાર થયા છે. છેલ્લા કેટલાક સમયથી આત્મવિલોપનની ધમકીઓમાં વધારો થયો છે. જેના પરિણામે અમદાવાદ કલેકટર કચેરીમાં ગત ડિસેમ્બર મહિનામાં સ્પેશિયલ સે...

જાફરાબાદમાં ભાજપે કોંગ્રેસ સાથે કરેલી સમજૂતી તોડી

વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તાર અમરેલીના જાફરાબાદમાં કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના સભ્યોએ ભાજપ સાથે મળીને કારોબારી ચેરમેનને હટાવ્યા છે. જાફરાબાદ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 8 કોંગ્રેસ અને 8 ભાજપ ઉપર વિજય થયો હતો. બન્ને રાજકીય પક્ષોએ સાથે મળીને અઢી-અઢી વર્ષનું શાસન કરવાનું નક્કી કર્યું હતું. પહેલા ભાજપના ...