ઉપલેટામાં કોંગ્રેસ ધારાસભ્ય વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમા...
રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડુતોને પાક વીમામાં વીમા કંપની દ્વારા અન્યાય કરાતો હોઈ ન્યાય આપવા માટે પગલાં લેવાં બાબતે ઉપલેટા ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના કાર્યકર્તાઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે તેઓએ અર્ધનગ્ન હાલતમાં વિવિધ માર્ગો પર રેલી પણ કાઢી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ રાજ્ય સરકારની હા...
ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય લખેલી ગાડીમાં બે વ્યક્તિ નશામાં ચકચૂર જોવા મળ્...
ગાંધીનાં ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને દારૂબંધીનો ભંગ કરનારને કડકમાં કડક સજા કરવાનો કાયદો પસાર કર્યો હોવા છતાં, રાજ્યમાં ખૂલ્લેઆમ દારૂની હાટડીઓ મંડાય છે અથવા તો દારૂની મહેફિલ મંડાય છે. પણ પોલીસ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પોલીસ દ્વારા બૂટલેગરો સાથેની સાંઠગાંઠને ...
પરેશ ધાનાણી ભાવનગરનાં શેરી ગરબામાં ગરબે ઘૂમ્યા
સમગ્ર દેશમાં આદ્યશક્તિ આરાધનાનું પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તેનું સવિશેષ મહત્વ રહેલું છે. આદ્યશક્તિનું પર્વ ગુજરાત આખામાં નવ દિવસ સુધી ઉજવાય છે. આ ઉજવણી દરમિયાન નાનાં, મોટાં, ગરીબ, પૈસાદાર તમામ લોકો ગુજરાતનાં ગૌરવસમાન ગરબામાં ઘૂમતાં હોય છે. ગરબે ઘૂમવાનું હરકોઈને પસંદ હોય છે. અને તેથી જ ગુજરાતનાં ગરબા સમગ્ર વિશ્વ...
ગાંધી આશ્રમ ખાતે અલ્પેશનાં સદભાવના ઉપવાસનો પ્રારંભ
હિંમતનગરનાં ઢૂંઢર ગામમાં 14 મહિનાની બાળકી પર થયેલાં દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલામાં કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાનાં સુપ્રીમો અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનો હાથ હોવાનાં થયેલાં આરોપો બાદ વ્યથિત થયેલાં અલ્પેશ ઠાકોરે ગુરુવારે ગાંધી આશ્રમ ખાતે બાપુને પ્રણામ કરીને એક દિવસનાં સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતાં. આ ઉપવાસ પર બેસ...
રાજકોટનાં ધારાસભ્ય રૈયાણીએ માતાજીનાં દર્શન બૂટ પહેરીને કરતાં વિવાદ
આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. દરેક રાજકીય પક્ષનાં નેતાઓ પોતાનાં મત વિસ્તારોમાં ગરબાનાં કાર્યક્રમોમાં હાજરી આપીને આરતી ઉતારે છે. ત્યારે તેઓ સત્તાનાં મદમાં એટલાં મસ્ત હોય છે કે માતાજીની આરાધના કરવાની હોય ત્યારે પગમાં ચપ્પલ ન પહેરાય એ પણ ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો. તેમણે બૂટ પહેરી...
ગેનીબહેનનાં નિવેદનથી કોંગ્રેસની નેતાગીરીએ પણ ખંખેર્યા હતાં હાથ
હિંમતનગરના ઢૂંઢરની 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે વાવના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કાયદો હાથમાં લઈ આરોપીનો ખેલ ત્યાં જ પૂરો કરવાને લઈને કરેલા વિવાદિત નિવેદનનો વિડિઓ વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ મામલે કોંગ્રેસ પક્ષનાં નેતાઓએ હાથ ખંખેરી લીધા હતાં. જેનાં કારણે એકલાં પડી ગયેલાં ગે...
શંકરસિંહે આપેલી ભાજપની સેક્સ સિડી અંગે બે વર્ષ પછી પણ પગલાં ન ભરાયા
વિરોધ પક્ષના નેતા શંકરિસંહ લાઘેલાએ ભાજપના નેતાની સેક્સ સિડી નીતિન પટેલને પહોંચાડી હતી તે અંગે ભાજપે બે વર્ષ સુધી પગલાં ભર્યા નથી. 15 ફેબ્રુઆરી 2017માં તત્કાલીન ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સત્તાના નશામાં શબાબ અને કબાબના શોખીન એવા ભાજપના આગેવાનોએ ટૂરિઝમને નામે કચ્છને સેક્સનું હબ બનાવી દીધું છે, અગાઉ વિધાનસભામાં બ્લૂફિલ્મ જોતા...
મોદીનો અમુલમાં ફિયાસ્કો થયો તેવો નર્મદામાં ન થાય તે માટે પ્રયાસો
1 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં અમુલ ડેરીના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા. તેમની સભામાં બહું ઓછા લોકો હાજર હતા. સભાનો ફિયાસ્કો કેમ થયો તે અંગે ભાજપના નેતાઓએ અહેવાલ માંગ્યો હતો. જે હજુ સુધી આપવામાં આવ્યો નથી. ત્યારે નર્મદા બંધ ખાતે આવું ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સેંક્ડો બસ મુકવાની તૈયારી કરી...
20 વર્ષથી કોંગ્રેસ શાસન ન હોવાથી ભંડોળ મેળવવામાં મુશ્કેલી
પક્ષને મદદરૂપ થવા આગેવાનો થાય એટલો ફાળો એકત્રીત કરી રહ્યા છે ત્યારે આ કામગીરી ખૂબ મુશ્કેલ હોવાની લાગણી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે. લોકસભામાં એક કરોડ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પૂરો કરવો ખૂબ અઘરો છે. ર૦ વર્ષથી કોંગ્રેસપક્ષ શાસનમાં ન હોવાથી ભંડોળ એકત્રીત કરવું ખૂબ મુશ્કેલરૂપ બન્યું છે. કોંગ્રેસના આગેવાનોને બુથ દીઠ ૫ હજાર રૂપિયા ૫ક્ષ ભંડોળ એકત્ર ક...
દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી RTO ચેક પોસ્ટ ભ્રષ્ટાચારનું નાકું
14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ માલ ભરી RTO ચેક પોસ્ટ પરથી પસ...
પોણા બે લાખ કરોડના સહારાના માલિક સુબ્રોતો રોયનું સામ્રાજ્ય કઈ રીતે તૂટ...
સહારાના સુબ્રોતો રોયના નામે રિઅલ એસ્ટેટ, સ્પોર્ટ્સ, મિડિયા, ફાઈનાન્સ, હોટેલ્સ, રિટેઈલ અને હેલ્થ કેર જેવાં અલગ-અલગ ક્ષેત્રમાં એટલા બધા ધંધા વિકસી ચુક્યા છે કે, તેમની નેટવર્થ આવક ૧,૭,૩૦૦૦ કરોડ રૃપિયાની થવા જાય છે. તેમા પણ છેલ્લા પાંચ વર્ષમાં હોટલ બિઝનેસમાં તો સહારા પરિવારે મોટા સાહસ ખેડયાં છે. ન્યૂયોર્કની ‘ પ્લાઝા હોટલ ‘ કે લંડનની ‘ગ્રાસવનોર હોટલ’...
બળાત્કારીને સળગાવી દો, કોંગ્રેસ ધારાસભ્ય ગેની ઠાકોર
દેશનાં રાજકીય નેતાઓ વાણી વિલાસ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. રોજે રોજ નીત નવા નિવેદનો કરીને આ તમામ રાજકીય નેતાઓને પ્રસિદ્ધિ મેળવવામાં રસ હોય છે. આવાં જ એક નેતા છે ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર. જે હંમેશા વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચામાં રહે છે. આજે ફરી ગેનીબહેનનો વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં હિંમતનગ...
પક્ષ-વિપક્ષ એક થયાં
સામાન્ય રીતે રાજકારણમાં પક્ષ અને વિપક્ષ હોય છે. અને હંમેશા એકબીજાની સામે આરોપ પ્રતિઆરોપ કરતાં હોય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં જુનાસાવર ગામનાં દાતાએ બનાવેલું અદ્યતન બસસ્ટેન્ડનાં લોકાર્પણ કાર્યક્રમમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસનાં નેતાઓ વિરોધ ભૂલીને એક થઈને એક મંચ પર બેસીને વિકાસમાં સાથે હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
...
ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની અશોભનિય ભાષાની ઓડિયો ક્લિપ વાઈરલ
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરીને લગભગ 80 બેઠકો પર જીત મેળવનાર કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઊભરીને બહાર આવી હતી. અને આ વખતની ચૂંટણીમાં ખાસ વાત એ હતી કે, જે ધારાસભ્યો ચૂંટાયા છે તેમાંનાં મોટાભાગનાં યુવાન ધારાસભ્યો છે. અને આ ધારાસભ્યો આક્રમક રીતે જે તે ક્ષેત્રમાં સરકારની નિષ્ક્રિયતા ઉપર પોતાનાં નિવેદનો આપતાં હોય છે. આ નિવેદનો આપવામાં ધ...
ધારાસભ્યએ અર્ધનગ્ન રેલી કઢી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાલમાં જ રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. તેનાં ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા શહેરોમાં થતાં ગેરકાયદેસર પાર્કિંગ ઉપરાંત લારી ગલ્લાંવાળા ઉપર તવાઈ આવી છે. આ સંજોગોમાં કેટલાંક ઠેકાણે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક અનોખો વ...

English