ભાજપના કેમ વખાણ કર્યા, કોંગ્રેસના સભ્યને નોટિસ ફટકારી
ગુજરાતના ભાજપાના નેતા અને એક સમયના સાવ નિષ્ફળ ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ હાલ દમણ અને દીવને શાસક છે. તેણે સારા કામો કર્યા તે અંગેના વખાણ કોંગ્રેસના એક સભ્યએ કરતાં કોંગ્રેસના નેતા દ્વારા તેમની સામે ફરિયાદ કરીને નોટિસ આપવા માટે સૂચના આપી છે. તેમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે તેમણે શા માટે ભાજપના રાજના વખાણ કર્યા. પ્રફુલ પટેલના કેમ વખાણ કર્યા છે.
...
ભાજપમાં બળવો કર્યો તેને ત્યાં તુરંત દરાડો પણ પડ્યો
સાવલી નગર પંચાયતના ભાજપના એક સમયના સભ્ય સામે વીજ થાંભલાની ચોરી કરી હોવાનો આરોપ મૂકીને તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. વીજ ચોરીના કાયદાનો ગેરઉપયોગ કરીને સાવલી શહેરના જલારામ સોસાયટી પાસે સાવલી નગરપાલિકાના જયંતીભાઈ રમણભાઈ ભોઈને ત્યાં જીઈબીના માલિકીના સિમેન્ટના 5 થાંભલા ચોરી લીધા હોવાનો આરોપ સરકારે મૂક્યો છે. તે થાંભલા પોતાના અંગત કામ માટે વાપર્યા હ...
માંડવી તાલુકા પંચાયતના સભ્યને લાકડીઓથી ફટકાર્યા, મામલો રાષ્ટ્રપતિ સુધી...
બારડોલીના માંડવી તાલુકા પંચાયતના સભ્યને કેટલાક અસામાજીક તત્વોએ લાકડીઓથી ફટકાર્યા હોવાની ઘટના બહાર આવી છે. બે યુવાનોની બાઇક વચ્ચે અકસ્માત થતાં સમજાવવા માટે માંડવી તાલુકા પંચાયતના સભ્ય ગયા હતા. તે સમયે 10 ભરવાડો એકઠા થઈને આ સભ્ય પર તૂટી પડ્યા હતા. લાકડીઓ ફટકારી હતી. સભ્યોને બચાવવા માટે એમના મિત્રો વચ્ચે પડ્યા હતા તો એમને પણ ધમકી આપવામાં આવી હતી. એમણે...
BJP MLA રૈયાણીનું રૂપાણીના રાજકોટમાં કુ-રાજ
રાજકોટ તાલુકા પંચાયતમાં પાંચ દિવસ પહેલાં તાલુકા પંચાયતના સભ્ય અને માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ ઝાલા ઉપર હુમલો થયો હોવાનું ગણાવીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે તેઓ દોડી ગયા હતા. હવે તેઓ એકદમ પોતાનું વલણ બદલી નાખ્યું છે. પોલીસ ફરિયાદ કરવા માગતા નથી, એવું તેને સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ભાજપના અગ્રણીઓએ રિવોલ્વર કાઢીને ધમકી આપી હોવાના સીસી...
સારું શિક્ષણ ન મળતાં કોંગ્રેસે મોં પર કાળી પટ્ટી પહેરી
5 સપ્ટેમ્બર 2018નો દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સાવ તૂટીને તળીએ ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના સભ્યોએ મોં પર કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું. કારણ કે, વર્ષો જુના પ્રશ્ન ઉકેલાતા ન હોવાથી આમ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નવી શાળાઓમાં પુરતી વ્યવસ્થા કરી નથી. પૂરતી સગવડ આપ...
સરપંચના ભ્રષ્ટાચાર સામે આખી પંચાયતે મોરચો માંડ્યો
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સાલજડા ગામના સરપંચના ભ્રષ્ટાચાર સામે પંચાયતના સભ્યો મેદાને પડ્યા છે. કેટલીક વિગતો માહિતી મેળવવાના અધિકારથી મેળવીને સરપંચના કૌભાંડો શોધી કાઢયા છે. જેમાં ગામમાં રોડ બનાવવા માટે રૂ.15 લાખનો ખર્ચ કરાયો હોવાનું બતાવવામાં આવે છે, પરંતુ આ રોડ માત્ર કાગળ ઉપર જ છે. ગામની બજારમાં કોઈ જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો નથી. આ જ રીતે વિ...
ગ્રામ્ય ગુજરાત ગરીબ બની ગયું છે
23 માર્ચ 2018માં ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે. પણ ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. તે હિસાબે એક પરિવારમાં પાંચ સભ્યો ગણીએ તો 1,57,32,065 લોકો ગર...
બાબરા કોંગ્રેસમાં બળવો, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિર...
અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના ક...
દેશના રાજકારણ અને સમાજકારણમાં હાર્દિક પટેલનું કદ મોટું થયું
પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક...
ભાજપમાં બળવો, મુસ્લિમ મહિલાના એક મતથી ભાજપ જીત્યો
વડોદરાના સાવલી નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સાત સભ્યોએ બળવો કર્યો છે. કુલ 24 સભ્યો છે જેમાં ભાજપના 12 સભ્યો રહ્યાં છે. ચાર સભ્યોએ નવીન ભારત નિર્માણ મંચની સ્થાપના કરીને ભાજપને હરાવવા માટે તૈયારી કરી હતી. કોંગ્રેસે એમને ટેકો આપ્યો હતો. સાવલી પાલિકા તૂટવાનું મુખ્ય કારણ ગયા અઢી વર્ષમાં ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હોવાનું બળવાખોર સભ...
વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે
મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 2005થી 2011 દરમિયાન જે કંઈ કૌભાંડો થયા હતા તે અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી એવો પડકાર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવ્યો હતો. જે ફગાવી દેવામાં આવી છે. તેમની સામેના રૂ.717 કરોડ રૂપિયાનો અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર થયો હોવાના...
મહિલાઓએ ભાજપના નિર્ણય સામે કર્યો વોકઆઉટ
ગુજરાતના રાજકારણમાં સામાન્ય રીતે મહિલા રાજકારણીઓ ક્યારેય જાતે વોકઆઉટ કરતાં નથી. કારણ કે તેઓ મોટા ભાગે પોતાના પતિના કહ્યા પ્રમાણે ચાલવાનું હોય છે. ચૂંટાય છે મહિલા પણ વહીવટ પતિ નક્કી કરે છે. મહિલાની રાજનીતિ પતિ નક્કી કરે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકામાં કંઈક અનોખું થયું છે. પાટડીમાં પુરૂષ પ્રધાન રાજકારણીઓએ કોણ મહિલા પ્રમુખ બનશે એ બા...
પાકિસ્તાન સાથે વાત કરો છો તો હાર્દિક સાથે કેમ નહીં – તોગડિયા
આંતર રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પ્રમુખ પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, ભાજપની સરકાર જો પાકિસ્તાન સાથે વાત કરતી હોય કે નવા શરીફ સાથે વાત કરતી તો હાર્દિક પટેલ સાથે વાત કેમ ન કરે. હાર્દિકની ચારે બાજુ પોલીસ લગાડી દેવામાં આવી છે. પાટીદારો પાછળ પોલીસ લગાવી દેવામાં આવી છે. શું એ હિન્દુ નથી. પરંતુ નીરવ મોદી પર લગાડવામાં આવતી નથી. ભાગી ગયેલા ઉદ્ય...
અમરેલી પાલિકામાં ધરણા માટે પહેલા ના પછી હા
28 ઓગસ્ટ 2018ના રોજ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ન ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ઉપવાસ શરૂ કર્યા હતા. અમરેલી શહેરના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ડો. જીવરાજ મહેતા ચોકમાં 20 કોંગ્રેસના નગરસેવકોએ આમરણાંત અને પ્રતીક ઉપવાસ શરુ કર્યા હતા. પોલીસ રાજમાં વગર મંજૂરીએ ઉપવાસ શરૂ કરતાં પોલીસે અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના 5 નેતાઓ સંદિપ ધાનાણી,...
શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા હાર્દિકને મળવા આવશે
હાર્દીક પટેલના આમરણાંત ઉપવાસ : ભાજપાના બે દિગ્ગજ નેતા યશવંત સિન્હા, શત્રુઘ્ન સિંહા આજે સાંજે સાડા ચાર વાગ્યે હાર્દીકની મુલાકાત લેશે. પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાર્દીકની મુલાકાતે આવશે.

English