Thursday, August 27, 2026

ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશ 15 ઓગસ્ટથી

૧૫મી ઓગષ્ટથી સમગ્ર ગુજરાતમાં ભાજપ સભ્ય વૃધ્ધિ અભિયાનનો ભારંભ કરશે. થવા જઇ રહ્યો છે. સંગઠનનો વ્યાપ વધુ વિસ્તારવા માટે ભાજપા સંગઠનની પરંપરા મુજબ દર ત્રણ વર્ષે સભ્ય નોંધણી કાર્યક્રમો થતા હોય છે તે અનુસંધાને ૧૫ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતના તમામ જીલ્લામાં અભિયાન ચલાવવામાં આવશે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫ ઓગષ્ટથી સ...

રાજકોટના પૂર્વ મેયર ડાંગર કોંગ્રેસમાં

રાજકોટમાં કોંગ્રેથી ભાજપ અને ભાજપથી કોંગ્રેસમાં આવન-જાવન હજુ પણ ચાલુ રહેશે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલાં રાજકોટના પૂર્વ સફળ મેયર અશોક ડાંગર ફરી કોંગ્રેસમાં આવી રહ્યાં છે. તે અંગેની આખરી વાતચીત થઈ રહી છે. તેઓ ભાજપમાં નારાજ હતા. તેમને પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં 2012માં સન્માન પૂર્વક લઈ ગયા હતા. પણ તેઓ દિલ્હી વડાપ્રધાન બન્યા પછી અશોક ડાંગ...

ખૂનના કેદી ભાજપનો પ્રચાર કરવા જેલથી બહાર કેમ આવ્યો, તપાસ શરૂ

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂન કેસની સજા ભોગવી રહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમાં હતા તેમ છતાં તે સારવારના બહાને જેલની બહાર આવીને ભાજપનો પ્રચાર કરતાં હતા તે અંગે ત્યારે ભારે વિવાદ સર્જયો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેમની સામે તપાસ કરવાનું કહેતાં સરકાર અને જેલ સત્તા વાળાઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને જેલની બહાર લાવવા માટે કયા ભાજપના રાષ...

ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય

રૂ.૪૦૦૦ કરોડના ભાજપ મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઈ નહીં. ધરતીપુત્રના કાળી મજુરી કરેલા ગરીબ ખેડૂત પરિવારના ભાજપના નેતાઓ ૪૦૦૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. “ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખ...

પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સં...

ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ ક...

કોર્ટમાં પડરત કેસનો મધુસુદન મિસ્ત્રી ભોગ બન્યા, હવે મોદીના વિસ્તારનો ક...

2014ની લોકસભાની ચૂંટણીમાં વદોડરાથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા મધુસુદન મિસ્ત્રી સામેનો અત્યંત મહત્વનો રાજકીય કેસ હવે સાડા ચાર વર્ષ પછી ચાર્જ ફ્રેમ થઈ રહ્યો છે. તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે તેઓ અને તેમની સાથેના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેક્ટ્રીક પોલ પર લાગેલા પોસ્ટર ફાડી નાંખ્યા હતા. જે અ...

શંકરસિંહ સાથે લોકો હવે રહ્યાં નથી

એક સમયે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંરકસિંહ વાઘેલા ગુજરાતમાં લોકપ્રિય હતા. પણ તેમણે જ્યારથી ભાજપ પક્ષ દગાથી છોડ્યો ત્યારથી તેમની લોકપ્રિયતા ઘટતી રહી છે. જે દરેક વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે છે. તેમાંએ તેઓ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા ત્યારે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે ત્યારથી લોકપ્રિયતા સાવ તળિયે ગઈ છે. લોકોને હવે બાપુ પર ભરોશો રહ્યો નથી. ...

ભાજપનું જ્ઞાતિનું રાજકારણ – કોળી લાવો કમળ બચાવો

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે જ્ઞાતિવાદનો આશ્રય લઈને કોળી નેતા કુંવરજી બાવળીયાને પોતાની સોડમાં લીધા છે. ગુજરાતમાં લોકસભા બેઠક પર કોળી મતદારો ક્યાં કેટલી અસર કરી શકે છે તે પણ ગણિત મંડાઈ રહ્યાં છે. કોંગ્રેસે ગઈ લોકસભાની ચૂંટણીમાં 0 બેઠક જીતીને અને ભાજપે તમામ 26 બેઠકો જીતીને બન્ને પક્ષોએ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. જેમાં આરોપ એવો છે કે, ભાજપના ત્ર...

વિરોધ પક્ષ વગર રાજનેતાઓ સરમુખત્યાર કેમ બને છે, વાંચો વીવીનગરની વાત

સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી વલ્લભવિદ્યાનગર નામ નર્મદા બંધની યોજના તૈયાર કરનાર ભાઈકાકાએ આપ્યું છે. જ્યાં નગરપાલિકામાં ભાજપના તમામ સભ્યો છે, એક સભ્ય પણ વિપક્ષમાં નથી. આવું અગાઉની ચૂંટણીમાં થયું હતું. 2013માં પણ ભાજપ એક માત્ર પક્ષ ચૂંટાયો હતો. કોંગ્રેસ કે બીજા કોઈ વિરોધ પક્ષમાં ન હતું. સતત 10 વર્ષ સુધી એક જ પક્ષને સત્તા આપવાના માઠા પરિણામ લોકશાહી વ...

અમિત ઠાકર કેમ દાહોદને શાંત કરી શકતા નથી.

સરકારે જાહેર કરેલું કહેવાતું દાહોદ શહેર 8 મહિનાથી રાજકીય રીતે ભડકે વળી રહ્યું છે. દાહોદના પ્રભારી અમિત ઠાકર છે. જેઓ પ્રદેશ ભાજપના નેતા છે. તેઓ સતત અન્યાયનો ભોગ બનતાં આવેલા હોવાથી તેમની જવાબદારી છે એવા દાહોદ ભાજપમાં અન્યાય સામે બળવો થયો છે. તેથી અમિત ઠાકરનો જવાબ માંગવામાં આવી રહ્યો છે. દાહોદ નગર પાલિકાની સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં ભાજપમાં ફરી...

ગુજરાતમાં બાંગલાદેશીઓના દેશ નિકાલ માટે VHP મૌન

વેદમાતા મંદિર, કાંકરિયા ખાતે ‘હિન્દુ સંમેલન’ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યું હતું. કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડો.સુરેન્દ્ર જૈને અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશી મુસ્લિમ ઘુસણખોરો તેમજ રોહીન્ગ્યા મુસલમાનોને દેશમાંથી હાંકી કાઢવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કારણે ભવિષ્યમાં દેશમાં મુસ્લિમ જનસંખ્યા વધશે જેનાથી દેશની અખંડિતતા અને સર્વભૌમત્...

અંબાજી મંદિર ભાજપને ભેટ ચઢાવે છે – કોંગ્રેસ

હિન્દુત્વના નામે સત્તા લાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ભાજપના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની અંબાજી મંદિરમાં આગતા સ્વાગતા કરવા લાખો રૃપિયા ખર્ચવામાં આવ્યા છે. પ્રસાદ ધરવાના બદલે શિષ્ટાચારનાં બહાને લખ લૂંટ ...

ભાજપનું પટેલ મત કાર્ડ – ઉમિયા માતાની મુખ્ય પ્રધાને પુજા કરી, ઊંઝ...

ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ પ્રમાણે મતો મેળવાવ તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર ...

મોદીના મોટાભાઈએ પણ ગેરકાયદે બાંધકામ કર્યું

અમદાવાદ મહાનગર પાલિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ પણ ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાનું ધ્યાનમા આવતાં તે તોડી પાડ્યું છે. પૂર્વ વિસ્તારમાં ઈન્દ્રપુરી વોર્ડના રબારી કોલોની ચાર રસ્તા પાસે મંગલદીપ એસ્ટેટમાં શેડ નંબર-4માં ગેરકાયદે કોર્મર્શીયલ ઇમારત ઉભી કરી દીધી હતી. જે અંગે તેમને અગાઉ નોટિસ આપી હતી. આમ તો 17 જુલાઈએ આ બાંધકામ તોડી ...

ગાય દોનારા જિલ્લા પ્રમુખ બની ગયા

પિનાબેન ઠાકોરને જીંદગીમાં વિચાર પણ ન હતો કે તે એક દિવસ રાજકારણમાં આવશે અને ખેતી કામ તથા ગાય દોવાનું કામ કરતાં દાંતીવાડા જિલ્લા પંચાયતના પ્રમુખ બની જશે. તેઓ ખેડા ગામમાં સામાન્ય ઘરમાંથી આવે છે. ખેડૂત તરીકે તેમનો વ્યવસાય છે. પશુપાલનનું કામ કરે છે. કોંગ્રેસા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 33 ટકા મહિલાઓ માટે જિલ્લા પંચાયતમાં અનામત લાવ્યા તેમાં 10 ધોરણ ભણે...