Saturday, August 8, 2026

20 રાજકીય પક્ષોએ દાનની વિગતો આપી નહીં

ચૂંટણી પંચે આરટીઆઈના જવાબમાં માહિતી આપી દેશના 20 નોંધાયેલા રાજકીય પક્ષોએ ભંડોળના વાર્ષિક અહેવાલની જાણકારી આપી નથી. આમાં નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) જેવા મોટા રાજકીય પક્ષો શામેલ છે. ભારતીય નૌકાદળ અધિકારી દ્વારા દાખલ કરાયેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઈ) ના પ્રશ્નના જવાબમાં ચૂંટણી પંચે આ માહિતી શેર...

1.25 લાખ બોરી બંધ ને હજારો ચેક ડેમ ધોવાઈ ગયા, છતાં તપાસ ન થઈ

ભાજપનાં 22 વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ન આવત, તરસ લાગી ત્યારે કુવો ખોદવા જવું ન પડે. 2016માં હજારો ચેક ડેમો, 1,25,549 બોરીબંધ, 2,61,988 જેટલી ખેત તલાવડી-સીમ તલાવડીનાં નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કાગળ ઉપર ખતવાયા અને કમલમમાં ઠલવાણા છે. આ જળ સંચયના અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકા...

ગુજરાતમાં તો 50 લાખ મકાનો ન બનાવ્યા, દેશમાં 30 લાખ માંડ બન્યા

નરેન્દ્ર મોદીએ 2012માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે તે ગુજરાતમાં 50 લાખ મકાનો બનાવશે. ગુજરાતમાં તો એટલા મદાનો ન બની શક્યા પણ આખા દેશમાં 30 લાખ મકાનો બનાવ્યા છે. શહેરી વિસ્તારોમાં 1.12 કરોડ મકાનોની માન્ય માગની સામે અત્યાર સુધીમાં 1 કરોડ મકાનોને મંજૂરી આપી દેવામાં આવી છે. વધુમાં, 57 લાખ મકાનો બાંધકામના વિવિધ તબક્કે નિર્માણાધિન છે જેમાંથી અં...

34 ફૂટ ઊંચી શ્રીમદ રાજચંદ્રની પ્રતિમાને રૂપાણીની પુષ્પાંજલિ

શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતીના વર્ષ નિમિત્તે શ્રીમદ્દ રાજચંદ્રજીની ૩૪ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ 2017માં થયું હતુ. વિજયભાઇ રૂપાણીએ પુ. ગુરૂદેવ રાકેશભાઇની ઉપસ્‍થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્‍ય પ્રતિમાને ધરમપુરમાં પુષ્‍પાજંલિ અર્પી હતી. આધ્‍યાત્‍મિક સંસ્‍થા શ્રીમદ રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્‍થાપનાના ૨પ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્...

ગાયના નામે મત માંગ્યા અને જગન્નાથ મંદિરની જમીન ભાજપે લીધી

ભાગ 2 દિલીપ પટેલ  અમદાવાદમાં રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુઓનો તહેવાર છે, જે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.  વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. બનાવટી સાધુઓએ લોકોની ભાવનાનો ગેરલાભ લીધો છે. તેના કૌભાંડી ટ્રસ્ટીઓએ જમીનો વેચવાની શુ...

દિલ્હીમાં AAP ચૂંટણી પ્રચારમાં આગળ છે, અમિત શાહ પાછળ, ભરોષો તુટ્યો

આવતા દિવસોમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે. સત્તાના દાવેદારો, આમ આદમી પાર્ટી (આપ), ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. આ કાર્યમાં મોખરે દિલ્હીની સત્તામાં બેઠેલી 'આપ' છે. તેના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ પાછલી ચૂંટણીની જેમ ઇલેક્ટ્રિક-વોટર માફીના આધારે ચૂંટણી જીતવાના છે. ગત રવિવારે, લગભગ 180...

ઉત્તર ગુજરાતના પક્ષપલટુઓ કોંગ્રેસ છોડી ભાજપમાં પસ્તાયા

ઉત્તર ગુજરાતમાં 20 વર્ષથી 732 નેતાઓ અને 22 હજારથી વધું નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમાં પાટણ જીલ્લામાં બળવંતસિંહ રાજપૂત સિવાય કોઇ પુર્વ કોંગ્રેસીને ભાજપમાં જોડાયા બાદ ભારે ભરકમ હોદ્દો મળ્યો નથી. તેના વગર તમામ પક્ષપલટુઓ બેકાર બની ગયા છે. અમિત શાહ, નિતીન પટેલ અને નરેન્દ્ર મોદીએ સાથે મળીને બધાને બેકાર કરી દીધા છે. મુંગા રહો ...

ભાજપનું આજથી નાગરિકતા કાયદા અંગે જનજાગૃતિ અભિયાન

ભાજપ કેન્દ્ર દ્રારા તા.05 જાન્યુ થી 15 જાન્યુ સુધી CAAના સમર્થનમાં સમગ્ર દેશમાં જનજાગૃતિ અભિયાન કરવાનું નક્કી કર્યું છે. ભાજપ રાષ્ટ્રધર્મ અને માનવધર્મના શુભહિતથી બનાવેલા નાગરિકતા કાયદા અંગે જનજાગૃતિ અભિયાન કરશે. ગુજરાત ભાજપે ઉત્તરાયણના કારણે તા.29 ડિસે થી તા.12 જાન્યુ સુધી સમગ્ર ગુજરાતમાં ભાજપ જનજાગૃતિ અભિયાન કરશે. પત્રલેખન દ્વારા વડા પ્રધાન નરે...

અમિત શાહે કહ્યું છે ફંડના 3 કરોડ આપો – પછી શું થયું ?

'ભાજપના ભંડોળમાં 3 કરોડ આપો', અમિત શાહના ઘરેથી ભાજપના મંત્રીને ફોન ગયો 'ભાજપના ભંડોળમાં ત્રણ કરોડ રૂપિયા આપો' અમિત શાહ પોતે પાર્ટી ફંડના નામે 3 કરોડ રૂપિયા માંગે છે. ભાજપની હરિયાણાની ખટ્ટર સરકારના પ્રધાન રણજિતસિંઘને ફોન મળ્યો હતો. વાત કરી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભાજપના મંત્રીને એમ પણ કહ્યું હતું કે તે ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે વાત કરી ...

ઝારખંડ સાથે 11 રાજ્યોમાં પિતા પછી પુત્ર મુખ્ય પ્રધાન, ગુજરાતમાં એક નહી...

ઝારખંડ પહેલાના આ 10 રાજ્યોમાં પિતા પછી પણ પુત્રો મુખ્ય પ્રધાન બન્યા છે. જેએમએમ નેતા હેમંત સોરેન રાજ્યના મુખ્ય પ્રધાન છે. હેમંત સોરેન બીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. હેમંત સોરેન અને શિબુ સોરેન પહેલાં, પિતા-પુત્ર જોડીએ ઘણા રાજ્યોમાં રાજ્યના મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે....

બિહારમાં કોંગ્રેસના નેતાની રાજકીય હત્યા  

બિહારના ગાઝીપુર જિલ્લામાં કોંગ્રેસના સ્થાપના દિવસે પાર્ટીના નેતા રાકેશ યાદવની ગોળીથી હત્યા કરવામાં આવી છે. શનિવારે સવારે સવારે છ વાગ્યે તે મીનાપુર જીમ જવા ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન હાજીપુરના સિનેમા રોડ નજીક યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવને બે બાઇક સવારોએ ગોળી મારી દીધી હતી. આ કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બદમાશોએ ગુનો કર્યો હતો....

ડાકોર પગદંડી ઓછી કરવા રૂ.3 કરોડનો અમપાનો ખર્ચ

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે. પ્રજા ભલે વેરા ભર્યા કરે પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માટે પગદંડી બનાવે અને પછી ટૂંકી કરાવે છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જ...

વિજય નહેરાએ વિજ ઠેકો સીરેલુમ કંપનીને વિજયની સરકારના દબાણથી આપ્યો

સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી સીરેલુમ કંપનીને રૂ.125 કરોડનો અપાવવામાં અમદાવાદ મહાનગર પાલિકાના કમીશ્નર વિજય નહેરા આખરે સફળ રહયા છે. ભાજપના ભંડોળ માટે કામ કરતાં નેતાઓએ જે કામ પરત કરેલું તેમાં વિજય નહેરાનો વિજય થયો છે. ગોલમાલ તો ત્યાં છે કે, વીજળીનું મેઈન્ટેનન્સ જેમને આપેલું છે એ કંપની સામે વિજીલન્સ તપાસ ચાલે છે અને તે શરૂં વિજય રહેરાએ કરા...

ભાજપના સાંસદ સી આર પાટીલનું રાજકારણ વિજલપોરની થપ્પડ સુધી પહોંચ્યું

નવસારીની વિજલપોર નગરપાલિકામાં બબાલ થઇ છે. ભાજપના ઉપપ્રમુખે ભાજપના પ્રમુખ જગદીશ મોદીને થપ્પડ મારવામાં આવી છે. ઉગ્ર બોલાચાલી બાદ ઉપપ્રમુખ સંતોષ પુંડકરે થપ્પડ મારતાં તેની ગુંજ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપના જ ચૂંટાયેલા સભ્યોએ બળવો કર્યો હતો. વિજલપોર શહેરને નવસારીમાં સમાવવાની ચર્ચા ચાલી રહી હતી. ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. વિજલપોર નગરપાલ...

ગુતરાતમાં મોદીના વિવાદી ભાષણ અંગે વાંધો ઉઠાવ્યો તો આવક વેરાની નોટિસ

અખબારો, ટીવી ચેનલો, કેટલાંક ન્યાયાધિશો, અધિકારીઓ, સરકારની સ્વતંત્ર સંસ્થાઓ પર કેન્દ્રની ભાજપની સરકારે કબજો કરી લીધા બાદ હવે ચૂંટણી કમીશ્નરને લક્ષ્ય બનાવીને તેમની સામે આવક વેરા વિભાગ દ્વારા પરેશાન કરવામાં આવતાં હોવાનો આરોપ છે. આવકવેરા વિભાગે હરિયાણાનાં અધિક મુખ્ય સચિવ અને નાણાકીય કમિશનરને પત્ર લખ્યો છે. હરિયાણા સરકારને ચૂંટણી કમિશનર અશોક લવાસાનાં...