પાન મસાલાની પીચકારી મારી શહેર ગંદૃુ કરનારા મોટા શહેરોમાં હવે દંડાવા લાગ્યા છે. રસ્તા પરના cctv કેમરામાં પકડાતાં લોકોને ઈ-મેમો આપવામાં આવે છે. અમદાવાદ બાદ હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવો દંડ લેવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનારને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા દિવસે 9 વાહન ચાલકને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. વાહન ચલાવનારની થુંકતી તસવીર સાથે આ મેમો આપવાં આવ્યો છે.
જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલા હતા. વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. કે.કે.વી. ચોક, નાનામવા સર્કલ, કાન્તા સ્ત્રી વિકાસ ચોક અને ઢેબર ચોક પરથી પસાર થતાં વાહન માલિકોને ઈ-મેમો મોકવામાં આવ્યા હતા.
યુનિવર્સિટિ રોડ પર રહેતા નિતેશ ઓડેદરા નામના શખ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. કેકેવી ચોક પાસે બંધ સિગ્નલ દરમિયાન જાહેરમાં થૂંકીને નિયમ ભંગ કર્યો હતો. જેથી નિતેશભાઈને રૂ.250 દંડ થયો છે. રોડ રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે પાનની પિચકારી કે જાહેર ગંદકી કરનારને ઈ મેમો આપી ગંડીત કરવામાં આવી રહ્યા છે.
જાહેરમાં પાનની પિચકારી મારનારે ઇમેમો આપવા બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં થુંકનારને પ્રથમ ભૂલ વખતે રૂ.250, બીજીવાર માટે રૂ.500, ત્રીજીવાર માટે રૂ.750 અને ત્યારબાદ રૂ.1 હજાર જે તે વાહન ચાલકના ધરે જઈને દંડ કરાશે.
આ પ્રથા સમગ્ર રાજ્યમાં cctv ધરાવતાં શહેરમાં દંડ કરાશે. પણ રસ્તા પર લાંચ લેતા ટ્રાફિક પોલીસ, દારૂના અડ્ડા અટકાવવા cctv કે સફાઈ ન કરી હોય એવા સ્થળે સફાઈ કોન્ટ્રાક્ટરોને દંડ કરવા માટે cctv કામ આપી શકે તેમ હોવા છતાં તેમ કરવામાં આવતું નથી. માત્ર પ્રજાને દંડવામાં cctvનો ઉપયોગ કરે છે. પણ અધિકારીને દંડવામાં તેનો ઉપયોગ કરાતો નથી.