દેવભૂમિ દ્વારકા, 6 મે 2020
જામનગર જિલ્લામાં છ કેન્દ્રો પર 43688 હજાર હેકટરમાં ચણાનું વાવેતર સામે 53 હજાર મેટ્રીક ટન ચણાના ઉત્પાદન થવાના અંદાજ ધ્યાને લઈને ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને પ્રતિમણ 20 કિલોના ચણાંના રૂા.975 ભાવ ચૂકવાશે. 10 કિલોના રૂ,487.5 છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ગુજકો માર્સલના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં ૧લી મે સ્થાપના દિન નિમિત્તે અમરેલીમાં ચણાની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી.
૫ મેના રોજ જામનગર ખાતે તથા આજરોજ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ૧૨૪૦૦ ખેડૂતો તથા ખંભાળિયામાં ૪૫૧૭ ખેડૂતોએ નોંધણી કરાવી છે.
એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો ચણાની ખરીદી કરવાની છે. ખેડૂતોને ૪૮ કલાકમાં પેમેન્ટ મળી જાય, જ્યારે ખેડૂતોને ચણા લઈને અહીં આવે વેચાણ પછી અહીયા નોંધણી થાય અને બે દિવસમાં તેના ખાતામાં ઓનલાઇન પેમેન્ટ આવી જાય તે માટે પણ જણાવવામાં આવ્યું છે.
ચણા રાયડા અને ઘઉંની ખરીદી ટેકાના ભાવે જે કરવાની છે તે ટેકાના ભાવની ખરીદી અમે આજથી તા.૬ મેથી શરૂ કરી છે.
બારદાન ૬૦૦ ગ્રામ અને અને ચણાનું ૫૦ કિલોનું વજન થી લેવામાં આવશે. દરરોજના ૫૦ થી ૧૦૦ ખેડૂતોને અહીં બોલાવવામાં આવશે. ક્રમ પ્રમાણે જેનું નામ આવે એ ઢગલો કરી દે, જેનું ગુજકો માર્સલ અને સરકારની એજન્સી છે તેના દ્વારા ખરીદ કરવામાં આવે, સેંપલ લઇ કમ્પ્લીટ કરી અને ખરીદ વેચાણ સંઘ દ્વારા સિલાઈ કરી વેરહાઉસમાં ટ્રક દ્વારા મોકલી દેવામાં આવશે.
ખંભાળિયા તાલુકામાં આશરે ૫૦૦૦ જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે, અને દરરોજની ૧૦૦ સરેરાસ લેખે બે મહિનામાં ખરીદી કરવામાં આવશે. ખરીદી વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ માસ્ક પહેરેલું હોય અને ખેડૂતોની ભીડ ન થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
ખરીદી કરવા ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ની સ્ટેટ નોડલ એજન્સી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ભારત સરકારે લઘુતમ ટેકામના જાહેર કરેલ ભાવ મુજબ ચણાના પ્રતિ કિવન્ટલ રૂા.4875 હજાર અને રાયડા સાથે 4425 હજાર ભાવો નક્કી કરાયા છે અને જામનગર જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડ ખાતે ખરીદી કરવામાં આવશે, જેના માટે 95 ચણાના કેન્દ્રો, રાયડાના 35 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યના તમામ એપીએમસી
ઓનલાઈન નોંધણી સમયે રજીસ્ટ્રેશન કરાવવા આવનાર ખેડૂતના કેવાયસી તેમજ ફોટો આઈપીડીએસ પોર્ટલ ઉપર ઓનલાઈન ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી છે. 1-3 થી તા.31-3 2020 સુધી ખરીદી કરવાની રહેશે.
વર્ષ 2019-20ના રવી માર્કેટિંગ સિઝનની માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત 4,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવની તુલનાએ ચણાનો જથ્થાબંધ ભાવ વિવિધ રાજ્યોમાં 3,900થી 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યો છે. ચણા દાળના ભાવ 48-50 રૂપિયા પ્રતિ કિગ્રા છે. વેપારીઓને અપેક્ષા છે કે તેના ભાવ હજી 3થી 4 રૂપિયા પ્રતિ કિગ્રા સુધી ઘટી શકે છે. ચાલુ વર્ષે હવામાન સાનુકુળ રહેવાથી ખેડૂતોએ રવી સિઝનમાં કઠોળનું વાવેતર વધાર્યું છે. ચણાનો વાવેતર વિસ્તાર વધીને 107.2 લાખ હેક્ટરે પહોંચી ગયો છે. કઠોળનું વાવેતર પાછલા વર્ષના 96.2 લાખ હેક્ટરની તુલનાએ 11 ટકા વધારે છે. ભારતમાં પાછલા 13 વર્ષોમાં ચણાનું ઉત્પાદન લગભગ બમણું થઇ ગયું છે. વર્ષ 2019-20માં ચણાનું ઉત્પાદન વધીને 1 કરોડ 12 લાખ ટન રહેવાની સંભાવના છે.