મોદીની હારને જીતમાં ફેરવવા આંકડા ફેર, ચૂંટણી પંચનું ષડયંત્ર

Change the figures to turn Modi’s defeat into victory, EC’s conspiracy मोदी की हार को जीत में बदलने के लिए आंकड़े बदलिए, चुनाव आयोग की साजिश

સંસદની સલામતી એજન્સી કેમ એકાએક બદલી દેવામાં આવી

દિલીપ પટેલ
અમદાવાદ, 22 મે 2024
ગુજરાતમાં લોસભાની અનેક બેઠકો પર ચૂંટણીમાં ગોલમાલ થઈ હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઉઠી છે. ઉમેદવારોને ધમકાવવા, તેને સવલતો ન આપવા, મતદાનમાં ગોલમાલ અને બોગસ વોટીંગની અનેક ફરિયાદો ગુજરાતમાં ઊઠી છે. ઉમેદવારનું અપહરણ અને પક્ષાંતર કરાવાયા છે. આ વખતની ચૂંટણી નિષ્પક્ષ નથી જ. મતદાનના આંકડાઓમાં ગોલમાલ કરવામાં આવી છે.

ફરી એક વખત ગુજરાતની 26 બેઠકો 5 લાખની સરસાયથી જીતવાનો દાવો ભાજપે કર્યો છે. ઓછું મતદાન કરીને લોકોએ સરકારનો વિરોધ કર્યો હોવા છતાં ભાજપને તમામ 26 બેઠકો મળે તે માટેનો કારશો રચાઈ ગયો છે. અનેક વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓની વર્તણુંક શંકાસ્પદ અને ભાજપને મદદ કરનારી જોવા મળી છે.

આવું ગુજરાતમાં જ થયું છે એવું નથી, દેશના ઘણાં ભાગોમાં થયું છે.

સંસદની સુરક્ષા
શ્રીલંકા અને અમેરિકામાં ટ્રમ્પની સત્તા જતાં સંસદની અંદર લોકો ઘુસી ગયા હતા એવું ભારતની સંસદમાં ન થાય એ માટે કેન્દ્રની 1400 પોલીસ હટાવીને સી આઈ એસ એફના 3300 જવાનો બે દિવસ પહેલાં જ મૂકી દેવાયા છે.

નવી અને જૂની સંસદની ઇમારતોની સુરક્ષાની જવાબદારી સંપૂર્ણપણે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. 20 મેથી સંસદની સુરક્ષા માટે 3317 CISF જવાનો તૈનાત કરવામાં આવશે. ગયા વર્ષે 13 ડિસેમ્બરે નવા સંસદ ભવનની સુરક્ષામાં ખામી સર્જાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંસદમાં તૈનાત CRPFના પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપએ 17 મેના રોજ પોતાના 1400 સૈનિકોને પાછા બોલાવ્યા છે. તેઓએ તેમના તમામ વાહનો, હથિયારો અને કમાન્ડોને પણ હટાવી લીધા છે. CRPF કમાન્ડર DIG રેન્કના અધિકારીએ સંસદની સુરક્ષા સાથે જોડાયેલી તમામ માહિતી CISFને સોંપી દીધી છે.

સીઆરપીએફ પીડીજી, લગભગ 150 દિલ્હી પોલીસ કર્મચારીઓ અને સંસદ સુરક્ષા કર્મચારી (પીએસએસ) જેઓ અત્યાર સુધી સંયુક્ત રીતે સંસદની રક્ષા કરતા હતા. તેમને પણ પરત લઈ લેવામાં આવ્યા છે. જોકે, સંસદમાં કેટલાંક લોકો ઘુસી ગયા હતા અને પત્રીકાઓ ફેંકી હતી. તેને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવ છે. પણ તે ઘટનાને તો ઘણાં મહિના થયા છે. પણ નવી સરકાર આવી રહી છે ત્યારે કેમ આવું કરવામાં આવ્યું તે શંકા ઊભી કરવામાં આવી રહી છે.

શું રાજનેતાઓને ભય છે કે ભારતના લોકો ચૂંટણીના પરિણામોને ન સ્વિકારે અને સંસદ અંદર ઘુસી આવે તો શું. આવો ભય તો મોદીને નથી ને?

ઈવીએમ, કલેક્ટર અને ચૂંટણી પંચ ભાજપને મદદ કરવા કદાચ 400 પાર બેઠકો મેળવવા મદદ કરી રહ્યું છે. 400થી વધુ બેઠકો મેળવવા નક્કી કરી લેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની જેમ. લોકોનો ભારે વિરોધ છતાં અને મતદાન કરવાની મોદીની અપલ છતાં લોકો મતદાન કરવા બહાર આવ્યા નથી.

પ્રશાંત કિશોર
હવે પ્રશાંત કિશોર અને ટીવી દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવશે કે 400થી વધારે બેઠકો આવવાની હતી. લોકો છેતરપિંડી પર વિશ્વાસ કરે તેની તૈયારી થઈ ચૂકી છે.
પ્રશાંત કિશોરને તો મેદાનમાં ઉતારી દેવાયા છે. પ્રશાંત કહી રહ્યાં છે કે, ભાજપ સત્તામાં ફરી આવી રહી છે. મોદીની સામે ક્યાંય ગુસ્સો નથી. ભાજપને ક્યાંય નુકસાન થતું હોવાનું દેખાતું નથી. મોદી માટે તેઓ ગુજરાતમાં 2009થી કામ કરતાં આવ્યા છે. તેઓ વિશ્વાસપાત્ર વાતાવરણ બનાવવા માટે નિવેદનો કરી રહ્યાં છે કે મોદીને 400થી વધારે બેઠક મળશે. તે છેતરપિંડી નથી પરંતુ તે સત્ય છે. એવું કહી રહ્યાં છે.

દેશના લોકો સાથે છેતરપિંડી છુપાવવા માટે એક નેરેટિવ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપ ચૂંટણીની હારને જીતમાં ફેરવવા માટે વ્યવસ્થિત આયોજન થઈ ચૂક્યું છે.

એક્ઝીટ પોલમાં 400 પાર
ટીવીનો સરવે બહાર આવશે કે 400થી વધારે બેઠક ભાજપને મળી રહી છે. સર્વે એજન્સીઓના આંકડા નક્કી થઈ ગયા છે. વાતાવરણ એવું ઊભું કરી દેવાશે કે તેના પર લોકો વિશ્વાસ કરશે કે આટલી બેઠક તો આવવાની જ હતી.

ભાજપના 50 લાખ વોટ્સએપ ગૃપ આ કામમાં લાગી જશે.

ચૂંટણી માત્ર દેખાવ છે. બાકી બધું નક્કી થઈ ચૂક્યું છે. ગણીતના આંકડા ગોઠવાઈ ગયા છે. ચૂંટણી પંચે પણ ગણીત ગોઠવી આપ્યું છે. તેનો અમલ કરવો પંચને મુશ્કેલ છે.

આખી ચૂંટણી હવે શંકાસ્તપદ બની ગઈ છે. બધું દિલ્હીમાં અંકૂશમાં થઈ ગયું છે. ચૂંટણી નામની આખી ભેંસ ચોરી લેવામાં આવી છે. 140 કરોડ લોકોના દુનિયાના સૌથી મોટા દેશમાં ચૂંટણી ગોલમાલ કેમ કરી શકાય છે તે આ ચૂંટણીએ બતાવી આપ્યું છે.

ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ ચૂંટણી કમીશ્નરે રાજીનામું આપી દીધું અને એકાએક બીજા ચૂંટણી કમિશ્નરો નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. તે પહેલાથી જ ગોઠવણ થઈ ચૂકી હતી. ચૂંટણી પંચની જે કંઈ હરકત છે તે બધું સાફ બતાવી જાય છે. ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા છે.

મતોની ગોઠવણ
પહેલા તબક્કામાં 1 કરોડ 10 લાખ મત વધી ગયા. તમામ તબક્કા પુરા થશે ત્યારે આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે. કેટલાંક રાજ્યોમાં તો 25 ટકા સુધી મત વધી ગયા છે.

11 દિવસ અને 4 દિવસ પછી આંકડા અપાયા તે પણ ટકામાં અપાયા હતા. ભારે વિરોધ થયો ત્યારે ટકા જાહેર થયા.
પહેલાં તો 24 કલાકમાં તે આપી દેવામાં આવતાં હતા.
આંકડાઓની ફેરબદલ અને છુપાછુપીનો ખેલ ખેલાઈ રહ્યો છે.

રામ મંદિર મોદી
ચૂંટણી પંચ ભાજપના ટેકામાં ઊભું છે. મોદીને ફરી સત્તા પર લાવવા બધું કરી રહ્યું છે. જે ગુજરાતમાં આપણે જોયું છે.
ધરમ અને જાતિના નામે મત માંગી શકાતા નથી પણ મોદી અને અમિત શાહે આખા દેશમાં ધર્મ અને જાતીના નામે મત મેળવવા માટે ભાષણો આપ્યા છે. ચિત્રો મૂક્યા છે.
જૂઠું બોલી શકાય નહીં કે જુઠા વાયદા આપી શકાતા નથી.
ચૂંટણી પંચના કાન કાપી લેવાયા છે, કાંડા કાપી લેવાયા છે તેથી તે સાંભળી શકતું નથી કે કામ કરી શકતું નથી કે બોલી શકતું નથી.

જાહેરાતો
છાપાઓમાં મોદીની પાના ભરીને મુલાકાતો આવી રહી છે. ટીવીમાં તેની મુલાકાતો આપવામાં આવી રહી છે. તે મફતમાં તો લે એવા માલિકો નથી. તે અંગે ચૂંટણી પંચ મૌન છે. છાપામાં રામના નામે જાહેરાતો ગુજરાતના સમાચાર પત્રોમાં છાપી છતાં પંચે કોઈ પહલાં લીધા નથી. ગોદી મિડિયાના કારણે ખુલ્લેઆમ પંચ પોતાનું ધાર્યું કરે છે.

બેશરમ પંચ
પડદા અને પોસ્ટાર ચારે બાજું છે. ચૂંટણી પંચ ગુંગું અને બહેરું બની ગયું છે. નિષ્પક્ષ ચૂંટણી નથી. પંચ સવાલ ઉભા થઈ રહ્યાં છે. બેશરમ બની ગયા છે. તેથી એડવોકેટ મહેમુલ પ્રાચાએ કોર્ટમાં દોડી જવું પડ્યું છે.
પૂર્વ ચૂંટણી કમિશ્નર એસવાય કુરેશીએ પંચ સામે સવાલો ઊભા કર્યાં છે.
અધિકારી ગાયબ થઈ જાય છે.

પોણા 6 ટકા મત વધી ગયા

પોણા છ ટકા મત વધી ગયા છે. જે સત્તા પક્ષને જીતાડી શકે છે. મતના આંકડા આપવામાં આવતાં નથી.
આંકડાઓ જાહેર ન કરવા કે મોડાં જાહેર કરવાનું કોઈ કારણ નથી. લાઈવ આંકડા આવે છે. જેમાં માત્ર બેલેટ મત ઉમેરવાના હોય છે. ઉમેદવારોને મશીનવાર મતદાનના આંકડા અપાયા નથી. ફોર્મ 17 માંગવામાં આવે તો તે આપવું પડે છે.

રાહુલ ગાંધી
રાહુ ગાંધી કહે છે કે, મશીન દ્વારા નહીં પણ બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈતી હતી.