ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી.
ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દીધો હતો તેઓ પાસે મોટા ખિલા વાળા ડંડા હતા અને ક્રૂરતા થી ઘા કરતા રહ્યા હતા.
શહીદોના શરીર પરના ઘા તેના પુરાવા છે. 20 શહીદમાંથી 16ના શરીર પર દંડા-પથ્થરથી હુમલાના બહુ ઊંડા ઘા જોવા મળ્યા છે. 4 સૈનિક ના મોત તો પર્વત પરથી ધક્કો મરાયો કે ધક્કામુક્કી દરમિયાન તેઓ પડતા થયા હતા.
અંદાજે 15 હજાર ફૂટની ઊંચાઇ પર એવી જગ્યાએ દગો કરાયો કે જ્યાં બહુ ઓછા લોકો ભેગા થઇ શકે છે. કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી. સંતોષ જે સરહદી ચોકી સામે વાંધો ઉઠાવવા ગયા હતા ત્યાંથી બહુ સાંકડો રસ્તો નીચેની તરફ જાય છે. પહેલાં ચીની સૈનિકો આ ચોકી પરથી તંબુ પાછો લઇ જતા દેખાતા હતા પણ કર્નલની ટુકડી સાથે ત્યાંપહોંચ્યા બાદ પીએલએએ પોતાની ચાલ મુજબ અચાનક જ તેમને ઘેરીને હુમલો કરી દીધો હતો. ચીન ના સૈનિકો જીપનિંગ ને જન્મદિવસ ઉપર ખુશ કરવા માટે ચાલ રમ્યા હોવાની વાત આપણા જવાનો કરી રહ્યા છે.
બીજી તરફ ચીનના વિદેશ મંત્રી જણાવી રહ્યો છે કે ઘટના ચીની નિયંત્રણવાળા વિસ્તારમાં બની છે
જોકે સાચી હકીકત તો એ છે કે ભારતની સીમા માં ઘટના બની છે જેનો પુરાવો 16 જૂનની સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે તેના સૈનિકો ઘટના પછી પણ આપણી જમીન પર ઘૂસણખોરી કરી હતી.
જોકે ચીનના વિદેશમંત્રી વાંગ યી કહે છે કે, ‘બંને સેનાઓ વચ્ચે જ્યાં અથડામણ થઈ એ વિસ્તાર ચીનના નિયંત્રણમાં છે. ભારતીય સેના LAC ઓળંગીને અહીં પહોંચી હતી.’ ચીનનું આ જૂઠ 16 જુનના સેટેલાઈટ ફોટામાં સામે આવ્યું છે. 16 જૂનની સાંજના આ ફોટામાં ચીની સૈનિકોના બેરેક ભારતીય વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. એટલે કે, ઘટનાના બીજા દિવસે પણ ચીની સેના પાછળ ખસી ન હતી અને ત્યાંજ હતા.
વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી હતી, જયશંકરે ચીનના વિદેશ મંત્રી સમક્ષ ગલવા ઘાટીની ઘટના પર સખત વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે, તણાવ ઘટાડવા માટે 6 જુનના રોજ સૈનિક અધિકારીઓની બેઠકમાં સૈનિકો ખસેડવા પર સહમતિ સધાઈ હતી. પ્રક્રિયા થોડી આગળ વધી, પરંતુ ચીનના સૈનિકો ભારતીય વિસ્તારમાં તંબુ નાખવા જીદ્દ કરવા લાગ્યા હતા. તેના પર વિવાદ થઈ ગયો. ચીન તરફથી સુનિયોજિત રીતે હિંસા ભડકાવનારી હરકતો કરી. જયશંકરે કહ્યું કે, આવી હિંસક ઘટનાથી આંતરિક સંબંધો પર ઊંડી અસર થઇ શકે છે અને ચીન પોતાના કરતૂતો પર નજર નાખીને ભૂલ સુધારે
જોકે ચાઈના એક ખંધો દેશ છે અને અભી બોલા અભી ફોક ની નીતિ માં માનનારો દેશ છે તેથી તેની ઉપર ભરોસો મુકયા વગર સબંધો ને પૂર્ણ વિરામ આપવામાં જ ભલાઈ છે.