કેવડિયા કોલોની પાસે હરિયાણા સરકાર પોતાનું ભવન બનાવી રહી હોવાથી સ્થાનિક લોકોએ ભવનની જમીન પર બેસીને ભજન કરીને તેનો વિરોધ કર્યો હતો. અહીં જમીન માપવા આવતાં અધિકારીઓને 4 વખત લોકોએ ધક્કા મારીને ભગાડ્યા હતા. હવે રામધુન, ભજન અને કિર્તન કરીને ભાજપની સરકારને સદબુદ્ધિ મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આદિવાસીઓએ હવે રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ કરીને નર્મદા બંધને હવે રાષ્ટ્રીય રાજકારણમાં લાવી દીધો છે.
આવતીકાલે હરિયાણામાં મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અહીં ભૂમિ પૂજન માટે આવવાના છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ આવવાના છે. તેમના માટે મંડપ બનાવવાનો હતો જેનો વિરોધ કેવડિયા ગામના લોકોએ કર્યો હતો. મંડપ બાંધવા દીધો ન હતો. વળી, જમીન માપવા માટે અધિકારીઓ પોલીસ લઈને ગઈ હતી પણ ગામના લોકોએ જમીન માપવા દીધી ન હતી.
હરિયાણા પ્રથમ આવશે
હરિયાણ સરકારે રૂ.51 લાખ એડવાન્સ આપીને 1500 વારનો પ્લોટ ખરીદી લીધો છે. પ્લોટ લગભગ રૂ.2 કરોડમાં તૈયાર થશે. જંત્રીના ભાવ પ્રમાણે જમીન આપવામાં આવી રહી છે. 19 જાન્યુઆરી 2019માં હરિયાણાના મુખ્ય પ્રધાન ખટ્ટર કેવડિયા કોલોની આવી રહ્યાં છે. જ્યાં હરિયાણા ભવન બનશે. ભાજપના નેતાઓની ઈચ્છા છે કે દિલ્હી પછી અહીં દેશના ભવન બને અને લોકો આવીને રહે. આ રીતે ભાજપ શાસિત 10 રાજ્યો અહીં પ્લોટ ખરીદે એવું માનવામાં આવી રહ્યું છે. પણ બીજા રાજ્યો અહીં મોંઘી જમીન ખરીદવા તૈયાર થતાં નથી.
33 રાજ્યોના ભવન સામે પણ વિરોધ
દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. જે વહે રાષ્ટ્રીય રાજકારણ બની રહે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે અને તે માટે જમીન અધિકારીઓએ અહીં જમીન નક્કી કરી પોતાના રાજ્યના લોકો અહીં આવીને રહી શકે તે માટે ભવ્ય મકાનો બનાવવા તૈયારી કરી રહ્યાં છે. જે માટે જોઈતી સેંકડો એકજ જમીન ગુજરાત સરકાર આદિવાસીઓ પાસેથી લઈ રહી છે. સરકાર આ માટે જમીન માપી રહ્યાં છે. જેનો વિરોધ એક અઠવાડિયાથી આદિવાસી કરી રહ્યાં છે. ગામ લોકો એકઠા થાય છે અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરે છે. તેઓના સૂત્ર છે, અમારી જમીન પાછી આપો. અમને ગોળી મારો પણ જમીન પરત કરો. અમને બોંબથી ઉડાવી દો કે તોપના નાળચે ફુંકી મારો પણ અમારા વંશજ માટે જમીન આપો.
58 વર્ષથી જમીન જપ્ત કરી પણ, કોઈ ઉપયોગ નહીં
કેવડિયા ગામની જમીન ગુજરાત સરકારે અલગ રાજ્ય બનતાની સાથે જ 1961-62માં લઈ લીધી હતી. 58 વર્ષથી ઉપયોગ ન થતાં આ જમીનનો સરકાર પાસેથી આદિવાસીઓ માંગી રહ્યાં છે. પણ સરકાર તે જમીન પરત કરતી નથી. નર્મદા બંધ બનાવવાના કામ માટે જમીન લીધી હતી. તે હેતુ માટે જમીન 58 વર્ષથી વપરાઈ નથી. હવે નર્મદાના બદલે બીજા હેતુ માટે સરકાર તે જમીન વાપરી રહી છે અને અહીં બાજા રાજ્યોના લોકોને રહેવા માટે મકાનો બનાવી રહી છે.
પોલીસનો ઉપયોગ
પોલીસ કાફલા સાથે બીજા રાજ્યોના અધિકારાઓ આવે છે અને જમીન માપીને પોતાની જમીન ગણી જતાં રહે છે. દરેક વખતે આદિવીસઓ તેનો વિરોધ કરે છે. પણ ગુજરાતની નિંભર અને નફ્ફટ સરકાર ગરીબ આદિવાસીઓનું સાંભળતી નથી. પણ આદિવાસીઓ લડી લેવાના મૂડમાં છે.