કોકાકોલા પીવી કેન્સરને આમંત્રણ છતાં 3જો પ્લાંટ ગુજરાતમાં, મોરારજીએ કાઢી અને મોદી લાવ્યા

कैंसर को न्योता देती है कोका-कोला, फिर भी गुजरात में तीसरा प्लांट, मोरारजी ने हटाया, मोदी लाए, Coca-Cola invites cancer, yet third plant in Gujarat, Morarji removed it, Modi brought it

દિલીપ પટેલ

અમદાવાદ, 18 ડિસેમ્બર 2023

29 જૂન 2023માં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વધુ પડતાં કોકાલોલાની મીઠાશ કેન્સર પેદા કરી શકે છે એવું જાહેર કર્યા બાદ આ કંપની ગુજરાતમાં ત્રીજો પ્લાંટ નાંખી રહી છે. જે થમ્સ અપ કંપની ગળી ગઈ હતી.
ભારતમાં અમેરિકન કંપની કોકા-કોલાની હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજિસ કંપનીએ ગુજરાત સરકાર સાથે 13 ડિસેમ્બર 2023માં રૂ. 3,000 કરોડના રોકાણ માટે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા હતા. રાજકોટમાં જ્યુસ અને એરેટેડ બેવરેજીસ 2026 માં કામ શરૂ કરશે. 1500 લોકોને નોકરી આપશે. હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસના ગુજરાતમાં લગભગ 285 વિતરકો અને 2,24,000 છૂટક વિતરકો છે. વધુ રિટેલર્સને હસ્તગત કરશે.

સાણંદ ઔદ્યોગિક વસાહત-2માં પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીને 1.6 લાખ ચોરસ મીટરની જમીન (SM-52) આપેલો છે. સરકારે મંજૂરીની પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવી છે અને કંપનીને જમીનની ફાળવણી પણ કરી દીધી છે. સીધુ વિદેશી રોકાણ (FDI) ઇન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે, જે ટીસીસીસીનો ભાગ છે.

રોબોટિક ટેકનિકનો ઉપયોગ કરીને પ્લાન્ટ સંપૂર્ણપણે સ્વચાલિત બનાવવામાં આવશે. તેમાં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) અને મશીન-લર્નિંગ ટેકનોલોજી પણ હશે. તેમાં ઓટોમેટિક સ્ટોરેજ અને રિટ્રીવલ સિસ્ટમ્સ પણ હશે. બાંધકામના તબક્કામાં જ લોકોને કામ મળશે. માત્ર 400 લોકો જ કામ કરતાં હશે. પશ્ચિમ ભારતમાં સપ્લાય કરશે અને બાદમાં તેનું વિસ્તરણ થાય તેવી પૂરી સંભાવના છે. આ સૂચિત કોકાકોલા પ્લાન્ટની વિશેષતા એ રહેશે કે સ્ટેટ ઓફ દ આર્ટ પ્લાન્ટ હશે

રાજકોટમાં જ્યૂસ અને અન્ય પીણા જેનું 2026 સુધીમાં બોટલ બહાર આવશે.

2019માં સંપૂર્ણ ડિજિટલ અને વિશ્વ-કક્ષાની સુવિધા સાથે 2018ના મધ્યમાં શરૂ થઈ હતી. જેમાં 40 ટકા મહિલાઓ કામ કરે છે.

રાજ્યમાં કુલ કર્મચારીઓની સંખ્યા માત્ર 1500 થશે. ભારતમાં 16 કારખાના છે. સાત શ્રેણીઓ હેઠળ 60 ઉત્પાદનો બનાવે છે. માર્ચ 2023 સુધીમાં રૂ. 13 હજાર કરોડની આવક થઈ હતી. કોકા-કોલા ઇન્ડિયાએ 1993-2011માં ભારતમાં રૂ.13,000 કરોડનું રોકાણ કર્યું હતું. જે વધીને 2020 સુધીમાં રૂ. 32 હજાર કરોડ થઈ ગયું હતું.

ગુજરાતમાં તેના બોટલિંગ પાર્ટનર્સ દ્વારા બે મોટા રોકાણો કરી ચૂકી છે. આ બંને માટે કોકા કોલાએ કુલ મળીને 18 કરોડ ડોલરનું રોકાણ કરેલું છે. ગ્રીન બિલ્ડીંગ છે. કોકાકોલાની HCCB ભારતની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક છે. મિનિટ મેઇડ, માઝા, સ્માર્ટવોટર, કિનલે, થમ્સ અપ, સ્પ્રાઈટ, કોકા-કોલા, લિમ્કા, ફેન્ટા, જ્યોર્જિયા છે. 3,900 વિતરકો, 250,000 ખેડૂતો, 7,000 સપ્લાયર્સ અને 2 મિલિયનથી વધુ રિટેલ આઉટલેટ્સ તેની પાસે છે. 55 ચીજો બનાવે છે. રાજકોટમાં એરોટેડ બનાવવા માટેના પ્લાન્ટ હોઈ શકે છે.

2016થી કોકાકોલા કંપની સાણંદમાં રોકાણ કરવા વિચારતી હતી. 2016માં 3 પ્લાંટ બંધ કરી દીધા હતા. નવા 4 પ્લાંટ શરૂ કરવાની હતી. સાણંદ પ્લાન્ટ માટે વાટાઘાટ શરૂ કરી હતી. 8 વર્ષ પછી આ કંપની ગુજરાત આવવા કરાર કર્યા છે. કંપની અમદાવાદથી લગભગ 33 કિ.મી. દૂર ગોબલેજમાં તેનો એક પ્લાન્ટ છે. આ ઉપરાંત સાણંદ ખાતે પણ પ્લાન્ટ છે. બીજો ખેડામાં છે. આ બંનેની શરુઆત 1.8 કરોડ ડોલરના રોકાણ સાથે કરવામાં આવી હતી.

ફુટબોલર રોનાલ્ડોના બે શબ્દોથી કોકા-કોલાના 29,300 કરોડ 2021માં ડૂબ્યાં હતા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પત્રકાર પરિષદમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને કહ્યું હતું કે, કોલ્ડ ડ્રિંક નહીં, આપણે પાણી પીવાની ટેવ નાંખવી જોઇએ. તે કોકાલોલાની જાહેરાતોમાં આવતો હોવા થતાં તેમણે આવું કહ્યું હતું.

ગુજરાતની કંપનીને કોકા પી ગઈ
ગુજરાત બોટલિંગ કંપની લિમિટેડ જે કંપની ગુજરાતની છે. દ્વારા કોકા કોલા કંપની સામે કરાર ભંગનો કેસ કર્યો હતો. ફ્રેન્ચાઇઝ કરારનો
ગુજરાત બોટલિંગ કંપની (ત્યારબાદ જીબીસી તરીકે ઓળખાય છે) પાસે અમદાવાદ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ અને પિનાકિન કે. નામના બે હિતધારકો હતા. શાહ કુલ શેરના 79% ધરાવતા હતા.

કોકા કોલા ભારતમાં 1977 સુધી ઠંડા પીણા વેચતી હતી. મોરારજી દેસાઈની સરકારની આર્થિક નીતિઓમાં ફેરફારને કારણે વેપાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના કારણે ગુજરાતની લિમ્કા અને માઝા જેવા ઉત્પાદનો સાથે ઘણી સ્થાનિક કંપનીઓ ઉભરી હતી. તેમાંથી એક પારલે હતી.
20 સપ્ટેમ્બર, 1993 ના રોજ, ગુજરાત બોટલિંગ કંપની – પારલેએ કોકા કોલા કંપની સાથે “થમ્બ્સ અપ”, “માઝા”, “લિમ્કા”, “રિમ ઝિમ” અને “ગોલ્ડ સ્પોટ” બોટલ અને વિતરણ કરવા માટે કરાર કર્યો હતો. જેની બ્રાન્ડ્સ ટ્રેડમાર્ક હસ્તગત કરવામાં આવી હતી.
મોટાભાગના શેર પેપ્સિકોના પ્રતિનિધિઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેનાથી માલિકીના અધિકારો સ્થાનાંતરિત થયા હતા. નવા માલિકોએ દલીલ કરી હતી કે 1994ના કરારે હાલના 1993ના કરારનું સ્થાન લીધું હતું. તેથી તેણે કોકા કોલાને 1994ના કરારને સમાપ્ત કરવા માટે 90 દિવસની નોટિસ આપી હતી. તેમણે 1993ના કરારની શરતોના અવકાશની બહાર કામ કરતા પેપ્સી પ્રોડક્ટ માટે ડિઝાઇન પણ ફોરવર્ડ કરી.

કેન્સર – who
કોકા-કોલાના પીવાથી કેન્સર થવાનો ખતરો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ વાતની પુષ્ટિ કરી છે. WHOએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું કે કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમ, જે કોકા-કોલા સહિત અન્ય પીણાં અને ખાદ્ય પદાર્થોને મધુર બનાવે છે, તેનાથી કેન્સર થવાનું જોખમ રહેલું છે.

WHOએ ચેતવણી આપી છે કે ખાણી-પીણીની ચીજોમાં ઉમેરાતી કૃત્રિમ મીઠાશ કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે. ખાણી-પીણીની ચીજો બનાવતી કંપનીઓ ખાંડની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે જેમાં સૌથી વધુ એસ્પાર્ટેમ હોય છે.

એસ્પાર્ટેમમાં કોઈ કેલેરી નથી હોતી. સોફ્ટ ડ્રિંકમાં લગભગ 95% પ્રમાણમાં એસ્પાર્ટેમ હોય છે. WHOએ ચેતવણી આપી છે કે ખાણી-પીણીની ચીજોમાં આ કૃત્રિમ મીઠાશ કેન્સર જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે. ડાયટ કોક કે ચ્યૂઈંગ ગમ આર્ટીફિશિયલ સ્વીટરનરથી ભરપૂર હોય છે. તેવામાં જીવલેણ રોગથી બચવા માટે એ જાણવું જરૂરી છે કે કઈ ચીજોમાં આર્ટીફિશિયલ સ્વીટનર એસ્પાર્ટેમનો ઉપયોગ સૌથી વધુ માત્રામાં કરવામાં આવે છે.

ફ્રાંસમાં એસ્પાર્ટેમની અસરને લઈને એક લાખથી વધારે લોકો પર રિસર્ચ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે જે લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરે છે તેમનામાં કેન્સરનો રિસ્ક સૌથી વધારે રહે છે.

એસ્પાર્ટેમ એક લોકપ્રિય કૃત્રિમ સ્વીટનર છે જેને WHO દ્વારા સંભવિત કેન્સરજન્ય ઘોષિત કરવામાં આવ્યું છે.
એસ્પાર્ટેમનાં ડેઈલી ઈન્ટેકની લિમિટ પ્રતિદિન શરીરનાં વજનનનાં 50 મિલીગ્રામ પ્રતિ કિગ્રા નક્કી કર્યું છે જ્યારે યૂરોપિયન યૂનિયને પ્રતિદિન 40 મિલીગ્રામ પ્રતિ કિગ્રાની લિમીટ સેટ કરી છે.

અમેરિકાની મલ્ટિનેશનલ વિશ્વના 900 કરતાં વધુ પ્લાન્ટમાં પોતાનું સૉફ્ટ ડ્રિંક તૈયાર કરે છે, ત્યારે એ વાત ન ભૂલવી જોઈએ કે 1886થી 1990 સુધીની કોકાકોલાના મૂળ સ્વાદમાં પહેલાં કોકેઇન હતું જ.

ભારતમાં ‘થમ્બ્સ-અપ’ કોકાકોલાની હરીફ હતી. ઉદારીકરણ બાદ કંપનીએ ભારતીય હરીફ કંપની ખરીદી લીધી.
2003-04 દરમિયાન ભારતમાં વેચાતાં ઠંડાં પીણાંમાં પેસ્ટિસાઇડ્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીના વેચાણને મોટો ફટકો પડ્યો હતો.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૉફ્ટ ડ્રિંકમાં ફળોના જ્યૂસને ભેળવવાની અપીલ કરી ચૂક્યા છે, જેથી કરીને ખેડૂતોની સ્થિતિ સુધરે અને ઠંડાં પીણાં આરોગ્યપ્રદ બને. અગાઉ વેનેઝુએલાના શાસક હ્યુગો સાવેઝે લોકોને કોકાકોલા કે પૅપ્સી ખરીદવાને બદલે સ્થાનિક પીણાં ખરીદવા આહ્વાન કર્યું હતું.
ભારતમાં પણ છાશવારે સોશિયલ મીડિયા પર કોકાકોલા કે પૅપ્સી જેવા ઠંડાં પીણાં પીવાને બદલે શેરડીનો જ્યૂસ, લિંબુ પાણી કે નાળિયેર પાણી પીવા માટે આહ્વાન કરવામાં આવે છે.
વર્ષ 2021માં ફૂટબૉલ સ્ટાર રૉનાલ્ડોએ પત્રકારપરિષદ દરમિયાન મંચ પરથી કોકાકોલાની બૉટલો હઠાવી દીધી હતી, જેના કારણે કંપનીની કુલ માર્કેટ કૅપિટલમાં ચાર અબજ ડૉલર (અંદાજે રૂ. 32 હજાર) જેટલો કડાકો બોલી ગયો હતો.
વિશ્વભરમાં કોકાકોલાની મોટી હરીફ પેપ્સીને માનવામાં આવે છે, પરંતુ શરૂઆતના વર્ષોમાં પૅપ્સીએ બે વખત કોકાકોલાને ઑફર કરી હતી કે તેને અધિગૃહિત કરી લેવામાં આવે.
જર્મનીમાં (ફ્રિટ્ઝ કોલા), આરસી કોલા (અમેરિકા), બિગ કોલા કે કોલા રિયલ (દક્ષિણ તથા મધ્ય અમેરિકા ખંડ), ઇનકા કોલા (પેરુ), વિટા કોલા (અગાઉનું પૂર્વ જર્મની), કોલા તુર્કા (તુર્કી), ઝમઝમ કોલા (ઈરાન), જલમસ્ટ (સ્વિડન) વગેરે કોલા આધારિત કંપનીના પીણાં છે.
ડ્રગ્સ માટે કુખ્યાત કોલંબિયામાં કોકા પોલા નામની કોલા ડ્રિંક રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય કોલાવાળા ઍનર્જી ડ્રિંગ, બિયર, બ્રાન્ડી અને રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને કોકા કોલાએ પડકાર્યાં હતાં.
1985માં કોકાકોલાની ‘નવું સંસ્કરણ’ બજારમાં આવ્યું હતું, જે થોડું વધુ મીઠું હતું. આ સ્વાદને પૅપ્સીની નકલ માનવામાં આવ્યો. અમેરિકા સહિત વિશ્વભરમાં નારાજ ગ્રાહકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેના ઉપર ટીવી કાર્યક્રમો થયા અને અખબારોમાં લેખ લખાયા. અંતે કોકાકોલાએ તેનો જૂનો સ્વાદ ‘ક્લાસિક’ સ્વરૂપે ફરી રજૂ કર્યો.
કોકાકોલાનું ઇઝરાયલમાં વેચાણ થતું હતું એટલે આરબ લીગે તેના બહિષ્કારની જાહેરાત કરી હતી, જેનો લાભ પૅપ્સીને થયો.
કોકા કોલા સહિતની કોલા કંપનીઓ પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવવાના તથા સ્થાનિક જળસંશાધનોનું દોહન કરવાના આરોપ લાગતા રહે છે.
શીતયુદ્ધ સમયે કોકાકોલા ‘અમેરિકન સંસ્થાનવાદ’નું પ્રતીક બની ગયું હતું.
કંપનીનો દાવો છે કે તેના તથા 225 બૉટલિંગ પાર્ટનરના 900થી વધુ બૉટલિંગ પ્લાન્ટ ખાતે વિશ્વભરમાં સાત લાખથી વધુ લોકો કંપની માટે કામ કરે છે.
કોકાકોલાનું સાન્તા ક્લૉઝ જાહેરાત અભિયાન એટલું સફળ રહ્યું હતું કે કેટલાક લોકોને એવું લાગે છે કે લાલ રંગના સાન્તા ક્લૉઝ કંપનીની ‘શોધ’ છે, પરંતુ કંપની ઔપચારિક રીતે આ વાતને નકારે છે.
આરોગ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકો માટે કંપનીએ કૅફિન ફ્રી અને ડાયટ કોક પણ રજૂ કરવા પડ્યા છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ દાયકાઓથી કોકમાં Aspartame નો ઉપયોગ કરવામાં આવે છે. તે ઘણા દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. એસ્પાર્ટમનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે થાય છે. જે કેક સહિત અનેક ખાદ્યપદાર્થોને મધુર બનાવે છે. આ એક કૃત્રિમ સ્વીટનર છે.

ઇન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઓન કેન્સર (IARC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પણ કાર્સિનોજેન જાહેર કરવા માટે તૈયાર થયું. આ સ્વીટનરને કેન્સર થવાની સંભાવના હોય તેવી યાદીમાં મૂકવામાં આવશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ 1981માં માનવ વપરાશ માટે એસ્પાર્ટમને મંજૂરી આપી હતી. પરંતુ ત્યારથી તેની પાંચ વખત સમીક્ષા કરવામાં આવી છે. ભારત સહિત 90થી વધુ દેશોએ તેના ઉપયોગને મંજૂરી આપી છે. કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમમાં કેલરીની માત્રા હોતી નથી, પરંતુ તે ટેબલ સુગર કરતાં લગભગ 200 ગણી મીઠી હોય છે. FSSAI એ આદેશ આપ્યો છે કે એસ્પાર્ટમ ધરાવતા ઉત્પાદનોમાં સ્વીટનરના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો આવશ્યક છે. કૃત્રિમ સ્વીટનર્સના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે.

જુલાઈ 2023માં ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ની સંયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા બિન-ખાંડ સ્વીટનર એસ્પાર્ટમની આરોગ્ય અસરોનું મૂલ્યાંકન બહાર પાડવામાં આવ્યું હતું.

માનવીઓમાં કાર્સિનોજેનિસિટી માટે કેટલેક અંશે જવાબદાર છે. IARC એ એસ્પાર્ટમને મનુષ્યો માટે કાર્સિનોજેનિક તરીકે વર્ગીકૃત કર્યું. જે 40 મિલિગ્રામ/કિલો દૈનિક સેવનની પુષ્ટિ કરી હતી. સમિતિએ પુષ્ટિ કરી કે વ્યક્તિ માટે દરરોજ આ મર્યાદામાં સેવન કરવું સલામત છે. શરીરના વજન પ્રમાણે લેવાની ભલામણી કરવામાં આવી હતી.

1980ના દાયકાથી વિવિધ ખાદ્ય અને પીણા ઉત્પાદનોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, જેમાં ડાયેટ ડ્રિંક્સ, ચ્યુઇંગ ગમ, જિલેટીન, આઈસ્ક્રીમ, ડેરી ઉત્પાદનો જેમ કે દહીં, નાસ્તાના અનાજ, ટૂથપેસ્ટ અને કફ સિરપનો સમાવેશ થાય છે.

દર વર્ષે 6માંથી 1 વ્યક્તિ કેન્સરથી મૃત્યુ પામે છે.

બંને સંસ્થાઓએ સંભવિત કાર્સિનોજેનિક જોખમ અને એસ્પાર્ટમના સેવન સાથે સંકળાયેલા અન્ય સ્વાસ્થ્ય જોખમોનું મૂલ્યાંકન કરવા સ્વતંત્ર પરંતુ પૂરક સમીક્ષાઓ હાથ ધરી હતી. આ પ્રથમ વખત હતું જ્યારે IARC એ એસ્પાર્ટેમનું મૂલ્યાંકન કર્યું હતું અને ત્રીજી વખત જેઇસીએફએ તેનું મૂલ્યાંકન કર્યું હતું.

ખાસ કરીને, હેપેટોસેલ્યુલર કાર્સિનોમા, જે લીવર કેન્સરનો એક પ્રકારના આધારે એસ્પાર્ટમને કદાચ મનુષ્યો માટે કાર્સિનોજેનિક (ગ્રુપ 2B) તરીકે વર્ગીકૃત કર્યું છે. પ્રાયોગિક પ્રાણીઓમાં કેન્સરના મર્યાદિત પુરાવા અને કેન્સર થવાના સંભવિત મિકેનિઝમ્સ અંગેના પુરાવા પણ હતા.
એસ્પાર્ટેમના સેવન અને મનુષ્યોમાં કેન્સર વચ્ચેના જોડાણ માટેના પુરાવા મજબૂત નથી.

એસ્પાર્ટમની અસરોનું IARC અને JECFA મૂલ્યાંકન પીઅર-સમીક્ષા કરાયેલા પેપર્સ, સરકારી અહેવાલો અને નિયમનકારી હેતુઓ માટે હાથ ધરાયેલા અભ્યાસો સહિત બહુવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવેલા વૈજ્ઞાનિક ડેટા પર આધારિત હતા. સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા અભ્યાસની સમીક્ષા કરવામાં આવી હતી.

સત્ય

Aspartame બિન-પૌષ્ટિક સ્વીટનર (NNS) છે. તે કોઈ ગંભીર આડઅસર અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે નિર્ણાયક રીતે જોડાયેલું નથી, પરંતુ અમુક શરતો ધરાવતા લોકોએ તેને લેતી વખતે સાવચેત રહેવું જોઈએ.

એસ્પાર્ટમના સેવનથી પ્રતિકૂળ આડઅસર થાય છે, એવો દાવો છે.

શરીર એસ્પાર્ટેમની પ્રક્રિયા કરે છે, ત્યારે તેમાંથી કેટલાક મિથેનોલમાં તૂટી જાય છે. ફળો, ફળોના રસ, આથોવાળા પીણાં અને કેટલીક શાકભાજીનો વપરાશ પણ મિથેનોલનું ઉત્પાદન કરે છે.

2015ના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એસ્પાર્ટમ એ અમેરિકન આહારમાં મિથેનોલનો સૌથી મોટો સ્ત્રોત હતો. મિથેનોલ મોટી માત્રામાં ઝેરી છે, તેમ છતાં શોષણમાં વધારો થવાને કારણે મુક્ત મિથેનોલ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે નાની માત્રામાં પણ ચિંતાજનક બની શકે છે.

મુક્ત મિથેનોલ કેટલાક ખોરાકમાં હાજર હોય છે અને જ્યારે એસ્પાર્ટમને ગરમ કરવામાં આવે ત્યારે તે પણ બને છે.

બ્રિટીશ ફાર્માસિસ્ટ નીરજ નાઈક દ્વારા એક ઈન્ફોગ્રાફિક દર્શાવે છે કે કોકા-કોલાનું 330 મિલીલીટર (એમએલ) વપરાશના 1 કલાકની અંદર શરીરને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. તીવ્ર મીઠાશ શરીરમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિને ઉલ્ટી કરે છે. જો કે, પીણામાં ફોસ્ફોરિક એસિડ મીઠાશને ઘટાડે છે. કોલા પીવાની 20 મિનિટની અંદર બ્લડ સુગરનું સ્તર નાટકીય રીતે વધી જાય છે, જેના કારણે ઇન્સ્યુલિનનો વિસ્ફોટ થાય છે. યકૃત પછી ખાંડની વધુ માત્રાને ચરબીમાં રૂપાંતરિત કરે છે.

હેરોઈન જેવી અસરો
40 મિનિટની અંદર, શરીર કોલામાંથી તમામ કેફીન શોષી લે છે. આ કેફીન બ્લડ પ્રેશર વધારે છે. કોકા-કોલાએ મગજમાં એડેનોસિન રીસેપ્ટર્સને અવરોધિત કર્યા છે, જે સુસ્તી અટકાવે છે. હેરોઇનની અસરો સાથે તુલનાત્મક છે. આનાથી વ્યક્તિ અન્ય કેન પીવા માંગે છે.

પીણું પીધાના એક કલાક પછી, ખાંડ ઘટવા લાગશે, જેના કારણે ચીડિયાપણું અને સુસ્તી આવે છે. શરીરમાંથી મહત્વપૂર્ણ પોષક તત્ત્વો તેમજ કોલામાંથી પાણી પેશાબમાંથી બહાર નીકળી જશે.

ઇન્ફોગ્રાફિક માત્ર કોકા-કોલાને જ નહીં પરંતુ તમામ કેફીનયુક્ત ફિઝી ડ્રિંક્સને લાગુ પડે છે.

કોકમાં માત્ર ઉચ્ચ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ જ નથી, પરંતુ તે શુદ્ધ મીઠું અને કેફીનથી પણ ભરેલું છે. નિયમિત વપરાશ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા તરફ દોરી શકે છે.

2018ના સંશોધન પ્રમાણે આ પીણાં અમુક સંયોજનો અને રસાયણોના સ્તરમાં વધારો કરે છે, જે મગજની પ્રવૃત્તિમાં દખલ કરે છે, સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ વધારે છે.

નિયમિતપણે ખાંડયુક્ત પીણાં લેવાથી વ્યક્તિના ઊંઘના ચક્રની ગુણવત્તા અને અવધિને અસર થઈ શકે છે. કેટલાક સંયોજનો મેમરી અને મોટર કોઓર્ડિનેશન પર પણ અસર કરે છે, જે બાળકોમાં અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) ના વિકાસમાં ફાળો આપી શકે છે.

કોલા જેવા ખાંડ-મીઠાં પીણાં આ ક્રોનિક રોગના વિકાસમાં ભૂમિકા ભજવે છે.

ઉંદરો પરના 2016ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોકા-કોલા પીનારા ઉંદરોએ સોડા ન પીતા ઉંદરોની સરખામણીમાં કિડની અને લીવરની કામગીરીમાં ઘટાડો થવાના સંકેતો દર્શાવ્યા હતા.

પીણાં લોહીમાં શર્કરાના સ્તરમાં ઝડપથી વધારો કરે છે અને મગજના આનંદ કેન્દ્રોને હેરોઈન જેવી જ અસર કરે છે. તાજેતરના સંશોધનો ખાંડયુક્ત પીણાં અને ડાયાબિટીસ વચ્ચેના જોડાણના પુરાવામાં ઉમેરો કરે છે અને મગજ, કિડની અને યકૃતની પ્રવૃત્તિ પર આ પીણાંની પ્રતિકૂળ અસરોની પુષ્ટિ કરે છે.