નાળિયેરનો દિવસમાં એક જ વાર એક ટુકડો ખાશો તો પણ ઘણા રોગ નજીક પણ નહીં આવે. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખનાર પૌષ્ટિક તત્ત્વઓથી ભરપૂર નારિયેળનો એક ટુકડો દરરોજ ખાવાથી ન માત્ર તમારી બૉડીની ઇમ્યૂનિટી વધે છે પરંતુ યાદશક્તિ પણ સારી રહે છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેમાં પાણીનું પ્રમાણ પણ સારુ રહે છે એટલા માટે આ બોડીને હાઇડ્રેટ રાખે છે. નારિયેળનો ઉપયોગ તેલ સ્વરૂપે, દૂધ તરીકે પણ કરવામાં આવે છે. જાણો, નારિયેળના ભરપૂર ફાયદા વિશે…
ઈમ્યૂનિટી વધારો
નારિયેળના સેવનથી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શકાય છે. નારિયેળમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-વાઇરલ તત્ત્વ મળી આવે છે જે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે ખાસકરીને ગર્ભવતી મહિલાઓ માટે ઉપયોગી છે.
ઊલ્ટી આવતી નથી
જો કોઇને ઊલ્ટી આવી રહી છે તો તેણે નારિયેળનો ટુકડો મોંઢામાં રાખીને થોડીક વાર સુધી ચાવવું જોઇએ, ફાયદો થશે.
હૃદયને સ્વસ્થ રાખો
નારિયેળમાં બદામ, અખરોટ તેમજ ખાંડ મિક્સ કરીને દરરોજ ખાઓ. નારિયેળમાં ગુડ કૉલેસ્ટ્રોલ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે.
એલર્જી દૂર થશે
નારિયેળ એક સારુ એન્ટિબાયોટિક છે, તેનાથી દરેક પ્રકારની એલર્જી દૂર થાય છે.
કબજિયાતથી છૂટકારો
કબજિયાતની સમસ્યામાં પણ નારિયેળ ઘણું અસરકારક હોય છે. તેમાં ફાઇબર સારા પ્રમાણમાં મળી આવે છે.