પેસીફીકા બિલ્ડર્સના એમડી સામે ખેડૂતની જમીન અંગે રૂા.28 કરોડની ઠગાઈની ફરીયાદ

Complaint against Pacific Builders MD Rakesh Israni in cheating case, धोखाधड़ी मामले में पेसिफिक बिल्डर्स एमडी राकेश इसरानी के खिलाफ शिकायत
ખોરજમાં સાત વીઘા જમીન પર સ્કીમ બાંધી, પરંતુ પૂરા નાણાં ચૂકવ્યા નહીં
ગાંધીનગર, 10 જુલાઈ 2023

18 વર્ષથી કામ કરતી પેસીફીકા ડેવલપર્સ પ્રા.લીના મેનેજીગ ડાયરેકટર અને મનેજર સામે રૂા.18 કરોડની છેતરપિંડીની ફરીયાદ 30 જુલ 2023માં ગાંધીનગરના અડાલજમાં પોલીસ મથકમાં નોધાઈ છે. ખોરજમાં રૂા.61 કરોડમાં સાત વીઘા જમીનનો સોદો કર્યાય બાદ ડેવલપર્સે 480 મકાનની સ્કીમ બાંધી હતી. આ જમીન પેટે ફરીયાદીના રૂ.33 કરોડ ચુકવ્યાય હતા. અને બાદમાં નફામાં 40 ટકા હિસ્સો આપવામાં એમઓયુ કર્યા હતા.

તમામ મકાનો વેચાઈ ગયા બાદ બાકી રહેતા રૂ.28 કરોડ 21 લાખના નફામાં બે હિસ્સો નહી અપાતા અડાલજ પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.

સાયયન્સ સીટી રોડ ખાતે રહેતા તરૂણકુમાર દિનેશચંદ્ર પટેલે નોધાવેલી ફરીયાદ મુજબ તેમણે ગાંધીનગરના ખરોજમાં આવેલી સાત વીઘા જમીન પ્રહલાદ ગોપાલ પટેલ વગેરે પાસેથી વેચાણ રાખી હતી. 2011માં વેચાણ કાર થયો હતો. જેમાં પંદર માસ પછી દસ્તાવેજ કરવાનો ઉલ્લેખ હતો.

દરમ્યાન જમીન દલાલ કુતતા દેસાઈ અને ઉલ્લાસ ચાકોએ જમીન ખરીદવા માટે પાર્ટી તૈયાર હોવાનું કહીને પેસીફીકા ડેવલપર્સ લી.ના મેનેજર પરમેશ રમેશચંદ્ર શર્મા અને કંપનીના એમડી રાકેશ મોતીલાલ ઈસરાની, (રહે. સીગમા – 1, રાજપથ ક્લબની પાછળ, બોડકદેવ) સાથે મુલાકાત કરાવી હતી. રાકેશ સાથે ફરીયાદીની મુલાકાત થઈ ત્યારે કૌશીક ઘનશ્યામ પટેલ અને અમીત ઈસરાની પણ હાજર હતા.

ખેડૂતો પાસેથી ખરીદેલી સર્વે નં.530 માટે રૂા.61 કરોડ 21 લાખમાં વેચાણ કરવાનું નકકી કર્યું હતું. બાદમાં 33 કરોડ ચુકવણી આપતાં જમીન વેચાણ આપનારા તરીકે મહેન્દ્ર પટેલ તથા અન્ય સાથે પેસીફીકા ડેવલપર્સના મેનેજીગ ડીરેકટર તરીકે રાકેશ મોતીલાલ ઈસરાનીએ બાનાખતનો કરાર કર્યો હતો. આ કરારમાં કન્ફમર્ગ પાર્ટી તરીકે તરૂણકુમાર દિનેશચંદ્ર પટેલનું નામ હતું.
આ જમીનનો દસ્તાવેજ તરુણભાઈએ કર્યો ન હતો. અને જમીન મૂળ ખેડૂતના નામે રાખેલી હતી. જેથી ડેવલપમેન્ટનો કરાર ખેડૂતોના નામથી કરી આપ્યો હતો.
ફરીયાદીએ જમીન એનએ કરાવ્યા બાદ રાકેશ ઈસરાનીએ કન્સ્ટ્રકશનનું કામ શરૂ કરવા કબજો માગ્યોહતો. તરૂણકમારે બાકીનું પેમેન્ટ પુરું કરવાનું કહેતા પરમેશ શર્મા રાકેશ ઈસરાનીએ અને દ્વારકેશ ઈસરાનીએ ફલેટની સ્કીમમાં 40 ટકા ભાગીદારી ઓફર કરી હતી.

2011માં નોટરાઈઝ પાર્ટનરશીપ એમઓઅયુ થયા હતા. ત્યારબાદ ડેવલપમેન્ટનો કરાર ખેડૂત મહેન્દ્રભાઈ કેશવલાલ પટેલ વગેરે પાસેથી લખાવી લેનાર તરીકે પેસીફીકા ડેવલપર્સના નામથી ફરીયાદીએ કરાવી આપ્યો હતો. આખરે રૂ.28. 21કરોડની મૂળ રકમ તેમ જ નફો નહીં આપીને વિશ્વાસઘાત કર્યો હોવાના મામલે રાકેશ મોતીલાલ ઈસરાની તથા પરમેશ રમેશચંદ્ર શર્મા સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.

બીજો કેસ
ગાંધીનગરમાં RERAના આદેશનો ઉલાળીયો કરી બિલ્ડરે વેંચી માર્યો બારોબાર ફ્લેટ, કોર્ટે ડેવલપર સહીત ચારને સજા કરી હતી.

2022માં રેરાના હુકમ છતાં સેલ ડીડનો વાજબીપૂર્ણ અમલ નહીં કરવા બદલ રેરા દ્વારા પેસીફીકા ડેવલપર્સ પ્રા.લિ.ના મેનેજીંગ ડિરેકટર રાકેશ ઇસરાની, મનેજર દર્પણ તરવાણી, કૌશિક પટેલ અને જય ચંદાણીને 30 દિવસ માટે સિવિલ કસ્ટડીમાં રાખવાનો મહત્વનો હુકમ કર્યો હતો.

ગાંધીનગરમાં વસતા રચના શર્મા દ્વારા નવેમ્બર 2012માં ફ્લેટ પેસિફિકા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે ગાંધીનગરના ખોરજ ખાતે ‘રિફ્લેક્શન્સ’ સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. જેમાં રચનાબેને રૂ. 15.24 લાખ રોકડા અને રૂ. 41.43 લાખ બેન્ક મારફત ચૂકવ્યા હતા. જો કે ફ્લેટનો કબજો ઓક્ટોબર 2015 સુધીમાં સોંપવાનો નિયમ હતો. ફલેટનો કબજો સોંપવામાં આવ્યો નહોતો. જેથી RERAમાં ફરિયાદ કરી હતી. ત્યાંરબાદ બાકી લેણાં અને અન્ય શુલ્કની ચુકવણી પર ફ્લેટનો કબજો સોંપવાનો નિર્દેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. જો કે ક્બ્જોં આપવાના બદલે ડેવલોપરે રચનાબેનને રકમ ચૂકવી અને તેનું બુકિંગ કેન્સલ કરી દીધું હતું. એટલું જ નહી ડેવલપરે લલિતા પટેલ નામની વ્યક્તિને ફ્લેટ વેચી દીધો હતો.

RERAએ ડેવલપરને રચના શર્માને ફ્લેટનો કબજો સોંપવા આદેશ કર્યો હતો. RERAએ પેસિફિકા ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના એમડી રાકેશ ઈસરાની સામે કાર્યવાહી ત્રણ કર્મચારી દર્પણ તરવાણી, કૌશિક પટેલ અને જય ચંદાનીને 30 દિવસની સિવિલ જેલની સજા કરી હતી.

ગાંધીનગરના ખોરજ ગામે રીફલેકશન નામની રેસીડેન્સીયલ ફલેટ્સ-એપાર્ટ્મેન્ટસની સ્કીમ પેસીફીકા ડેવલપર્સ પ્રા.લિ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. 2014ના રોજ કરાર પણ થયો હતો. જો કે, સેલડીડ કરી આપવાના બદલે પેસીફીકાના પ્રમોટર્સ દ્વારા આ ફલેટ અન્ય કોઇને વેચી મરાયો હતો. જેથી ફરિયાદી ગ્રાહકે રેરા ઓથોરીટી સમક્ષ કરેલી ફરિયાદમાં રેરાએ પેસીફીકા ડેવલપર્સ પ્રા.લિ.ના પ્રમોટર્સને 30 દિવસની સિવિલ કસ્ટડી કરવાનો હુકમ કર્યો હતો.

જેની સામે પ્રમોટર્સ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે અરજદાર પ્રમોટર્સને આ કેસમાં ફરિયાદીને ચૂકવવાની થતી બાકીની રકમ સંદર્ભે રૂ.24 લાખ હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે રેરા સહિતના પક્ષકારોને નોટિસ કાઢી પ્રમોટર્સને કસ્ટડીનો હુકમ ત્યાં સુધી સ્થગિત કર્યો હતો.

ઓફિસ સરનામું – પેસિફિકા હાઉસ 4, 5, સિગ્મા – I, રાજપથ ક્લબની પાછળ, મન પાર્ટી પ્લોટ પાસે, બોડકદેવ, અમદાવાદ. 3800 છે

કુલ પ્રોજેક્ટ્સ 31+ કર્યા છે. વડોદરા, ચેન્નાઈ, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, ગુડગાંવમાં કામ કરે છે.

Pacifica Reflectionsમાં શ્રેષ્ઠ સુવિધાઓ, જીવનશૈલી પસંદગીઓ, વિશિષ્ટતાઓ સાથે વિશ્વ-સ્તરના 2, 3 અને 4 BHK લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ બનાવવે લા છે.
કંપની તેના પ્રોજેક્ટના પ્રચારમાં દાવો કરે છે કે, તેનો પ્રોજેક્ટ ટ્રસ્ટ, એથિક્સ અને ગુણવત્તાના પાયા પર મૂકવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી, અમદાવાદમાં રિફ્લેક્શન્સ વચ્ચે સસ્તું બજેટ રેન્જમાં એપાર્ટમેન્ટ ઉપલબ્ધ છે.
814-926 ચોરસ ફૂટના બે બેડ ફ્લેટના રૂ.55થી 79 લાખ ભાવ હતો.
3 બેડના 960-1650 ફુટના રૂ.67 લાખ અને 99 લાખ સુધી હતો.
4 બેડના ફ્લેટના 2284 ફૂટના રૂ.1 કરોડ 11 લાખ ભાવ હતો.

કેવી છે કંપની
પેસિફિકા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ
2022ની વિગતો પ્રમાણે, પેસિફિક ડેવલપર્સએ 07 નવેમ્બર 2006ના રોજ ખાનગી કંપની છે. રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, અમદાવાદ ખાતે નોંધાયેલી છે. તેની અધિકૃત શેર મૂડી રૂ. 2,0 લાખ અને તેની ભરપાઇ મૂડી રૂ. 17 લાખ છે. તે તેની પોતાની અથવા લીઝ્ડ પ્રોપર્ટી સાથે રિયલ એસ્ટેટ પ્રવૃત્તિઓમાં સામેલ છે. એપાર્ટમેન્ટ બિલ્ડીંગ અને રહેઠાણ, બિન-રહેણાંક ઇમારતો, વિકાસ વગેરે કરે છે.

Pacific Developers Pvt Ltd – પેસિફિક ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરો અમિત પ્રેમ ઈસરાણી, રાકેશ મોતીલાલ ઈસરાણી છે. નોંધાયેલ સરનામું છે 33, આમ્રપલાશ બંગ્લોઝ, બી/એચ ફન રિપબ્લિક, રામદેવનગર, અમદાવાદ જીજે 380015છે.

બીજી કંપની
બીજી એક કંપનીની સ્થાપના 1978માં થઈ હતી. ચેરમેન એશ ઇસરાની દ્વારા કરવામાં આવી હતી. કંપની પાસે હાલમાં તેમના સાન ડિએગો કેલિફોર્નિયાના મુખ્યાલયમાં 150 થી વધુ એક્ઝિક્યુટિવ્સ છે અને યુએસ અને એશિયામાં લગભગ 9,000 કર્મચારીઓને રોજગારી આપે છે.
પેસિફિકા કંપનીઓ એ ખાનગી રીતે યોજાયેલી, ઊભી રીતે સંકલિત રિયલ એસ્ટેટ ડેવલપર, માલિક, રોકાણકાર અને રોકાણ મેનેજર છે. કંપનીએ ત્રણ દાયકામાં ઝડપી વિકાસ કર્યો છે. પેસિફિકાએ વ્યૂહાત્મક રિયલ એસ્ટેટ રોકાણ સાહસો માટે પેન્શન ફંડ્સ, સંસ્થાકીય બેંકો, રોકાણકારો અને રિયલ એસ્ટેટ ફંડ્સ સાથે સફળતાપૂર્વક ભાગીદારી કરવા માટે આ કૌશલ્ય સમૂહનો ઉપયોગ કર્યો છે.
પેસિફિકા કંપનીઓ, વિશાળ રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો ધરાવે છે. જેમાં હોટેલ્સ, મિશ્ર ઉપયોગના પ્રોજેક્ટ્સ, વિકાસ પ્રોજેક્ટ્સ, માસ્ટર પ્લાન્ડ સમુદાયો, ઑફિસ, ઔદ્યોગિક ઇમારતો, છૂટક શોપિંગ સેન્ટર્સ, વરિષ્ઠ આવાસ સંપત્તિ, સિંગલ ટેનન્ટ લીઝ, ભાડા અને વેચાણ પ્રોજેક્ટ્સ અને સિંગલ-ફેમિલીનો સમાવેશ થાય છે. સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને ભારતમાં છે.