હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે 

હીટ વેવ વહેલો આવવાના કારણે ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ઘટશે

शुरुआती गर्मी से आम का उत्पादन घटेगा, आम के फूल फलने से पहले ही मर गए

Mango flowers die before fruiting in Gujarat, production will decrease due to early summer

આંબાના ફૂલો ફળ બને તે પહેલા જ મરી ગયા
દિલીપ પટેલ, 8 મે 2022
માર્ચમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેરીના બગીચાઓ પર વિપરીત અસર થઈ છે. જેની અસર  ઉપજ પર પણ પડશે. વધતા તાપમાનના કારણે આંબા પર મોરમાં ફળ ઓછા આવ્યા છે. વધારે તાપમાન ફૂલ-મોર સહન કરી શક્યા નહીં અને સુકાઈને પડી ગયા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં હતા. ફૂલોના ગાઢ સફેદ ઝુમખા જોઈને ખેડૂતો આનંદિત થયા હતા. પણ કેરી પાકતાં હવે તે આનંદ ઓસરી ગયો છે. લાંબો શિયાળો અને ભારે ગરમીના કારણે ઉત્પાદન 25થી 40 ટકા સુધી નીચે આવી શકે છે.

તીવ્ર ગરમીના મોજાએ ભારતના મોટા ભાગને ઘેરી લીધો છે. માર્ચ 2022 છેલ્લા 122 વર્ષમાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો બંને માને છે કે આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થશે, જેના કારણે કેરીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. કેસર કેરીની 9 કિલોની પેટી 1500 રૂપિયામાં મળી રહી છે. 60ની કિલો કેરી 100 રૂપિયામાં વેચાય છે.

મે-જૂનમાં ઉનાળો થોડો મોડો આવ્યો હોત કેરી સારી થાત. અગાઉ ભાગ્યે જ આવું નુકસાન થયું છે.

ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે દેશમાં કેરીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાતનો 6ઠ્ઠો નંબર આવે છે.

ભારત વિશ્વમાં કેરીનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે. 2019-20માં ભારતનું વાર્ષિક ઉત્પાદન 20.26 મિલિયન ટન હતું જે વિશ્વના કુલ ઉત્પાદનનો અડધો ભાગ છે. કેરીની લગભગ 1,000 જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે, પરંતુ માત્ર 30 જાતોનો વ્યવસાયિક ઉપયોગ થાય છે.

વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાંથી કેરીની નિકાસ 2019-20માં 46,789.60 ટન થઈ છે.

પરંતુ આ વર્ષ કેરીના ખેડૂતો માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.

મલિહાબાદના પદ્મશ્રી ખેડૂત પ્રસાદે જાહેર કર્યું છે કે, તેના કેરીના બગીચામાં 60 ટકા ઉત્પાદન થશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર-ગુજરાતની આલ્ફોન્સો દેશમાં સૌથી વધું નિકાસ થાય છે. ઉપરાંત અન્ય લોકપ્રિય જાતોમાં કેસર, લંગરા અને ચૌસા છે.

હવામાન
છેલ્લા એક દાયકાથી હવામાન બદલાવાનું શરૂ થયું છે. મે અને જૂનમાં પણ ઘણી વખત વરસાદ પડ્યો હતો. છેલ્લા 3 વર્ષથી જોવા મળી રહ્યું છે કે જૂન મહિનામાં વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ વધારે હતું. ખેતરોમાં પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હતું.

દવા-ખાતર
ફૂલો ખૂબ સારા પણ તાપમાનના કારણે દવાનો છંટકાવ થઈ શક્યો ન હતો. ખેડૂતોએ જંતુનાશકો-સલ્ફર નો બેદરકારીપૂર્વક ઉપયોગ ફૂલો માટે વધુ પડતી ગરમીનું કારણ બને છે. બગીચાઓ સારી રીતે હાઇડ્રેટેડ હોય તો જીવલેણ ગરમીની અસરોને ઘટાડી શકાય છે. સેન્દ્રીય ખાતર જે ખેડૂતોએ વાપરેલું છે તેમની જમીન ઠંડી રહી હતી. ફ્લાવરિંગ વખતે 15 થી 20 દિવસ પિયત આપવું પડ્યું હતું.

રોગ
એપ્રિલમાં ગીરમાં મધીયો રોગ આવી ગયો હતો.

દક્ષિણ ગુજરાત
વલસાડ, નવસારીમાં એક મહિના પહેલા તાપમાન28-32ની વચ્ચે હોવું જોઈએ તેના બદલે 38 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ત્યારે જ  કેરીના પાક પર જોખમ ઊભું થઈ ગયું હતું. વટાણા કદની ઘણી કેરી પીળી પડીને ખરી ગઈ હતી. સામાન્ય રીતે 50-60 ગ્રામની કેરી હોય તે 8થી 10 ગ્રામ રહી હતી.

જૂનાગઢ
કેસર કેરીમાં તાલાલા સૌથી મોટું કેન્દ્ર છે. તેની આસપાસ 13 હજાર હેક્ટરમાં 17 લાખ આંબા હોવાનું અનુમાન છે. 50 દિવસની સીઝન કેરીની હોય છે. જેમાં રૂપિયા 100 કરોડનો વેપાર થઈ જાય છે.

કેસરનું હવામાન
સવારે ઝાકળ અને 10 વાગ્યા બાદ ઊંચું તાપમાન માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રહ્યું હતું.
ઝાકળ બાદ અતિ તીવ્ર ગરમીના કારણે કેરીના બંધારણને નુકસાન થયું હતું.

વાવાઝોડાના કારણે આંબા પડી જતાં કે તુટી પડતાં કેરી ઓછી પાકશે. ગ્લોબલ વોર્મિંગને વિપરીત અસરોને કારણે આ વર્ષે કેરીનો પાક મોડો હતો.  જાન્યુઆરીમાં કેસર આંબા પર મોર આવ્યો ત્યારે પણ વિપરીત વાતાવરણ હતું. તાલાલા કેરી બજારમાં મે મહિનામાં હરાજી શરૂ થશે.

ભાવ ફેર
ખેડૂતોને 2020માં વર્ષે કેસરનો સરેરાશ બોક્સ દીઠ રુ. 345 અને 2021માં રુ. 355 ભાવ 10 કિલોના બોક્સ દીઠ મળ્યા હતા. આ વર્ષે 400થી વધારે ખેડૂતોને નહીં મળે. વેપારીઓ આ માલ 1200થી 1500માં વેચશે.

વાવાઝોડું

વાવાઝોડાથી 20 ટકા આંબા પડી જતાં 5 વર્ષમાં 11250 કરોડનું નુકસાન થયું છે.

2019-20માં 1.66 લાખ હેક્ટરમાં આંબાના બગીચામાં 12.22 લાખ ટન કેરી થઈ હતી. જે 2020-21માં ઘટીને 1.63 લાખ હેક્ટરમાં આંબાના બગીચા થઈ ગયા હતા. 3 હજાર હેક્ટરમાં બગીચા સાફ થઈ ગયા હતા. ઉત્પાદન 9.98 લાખ ટન માંડ થયું હતું. ઉત્પાદન 19 ટકા ઘટી ગયું હતું. તે હિસાબે ખરેખર તો બગીચા પણ 20 ટકા ખરાબ થઈ ગયા હોવા જોઈએ.

આમ વાવાઝોડાના કારણે 2.25 લાખ ટન ઉત્પાદન ઘટી ગયું હતું. જે આંબા પડી ગયા છે તેથી 2022માં પણ ઉત્પાદન ઓછું રહેશે. ગયા વર્ષે 2250 કરોડનું અને આ વર્ષે પણ ગયા વર્ષના આંબા ઓછા થતાં 2250 કરોડનું નુકાસન થશે. આમ એક આંબો ઉછેરતાં 5 વર્ષ લાગે છે. તે હિસાબે 5 વર્ષમાં વાવાઝોડાથી ખરેખર 11250 કરોડનું નુકાસાન આંબામાં થું થશે. mango22

ગુજરાતમાં કેરીના બગીચા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેસર કેરી પાકે છે
ખેતીનીહેક્ટરઉત્પાદન
જિલ્લોકૂલ જમીનવાવેતરમેટ્રિક ટન
સુરત2513001004965319
નર્મદા113000357526634
ભરૂચ314900293324931
ડાંગ56500518835382
નવસારી10680033504294835
વલસાડ16430036435247758
તાપી149100596253360
દક્ષિણ ગુ.166370097646748218
અમદાવાદ4874002831384
અણંદ183800225514207
ખેડા2835006206721
પંચમહાલ176200172010492
દાહોદ223600306216106
વડોદરા304700414228414
મહિસાગર1224008314853
છોટાઉદેપુર206600208013728
મધ્ય ગુ.19882001499395904
બનાસકાંઠા6916006163240
પાટણ360400105540
મહેસાણા34810010495245
સાબરકાંઠા2716004252155
ગાંધીનગર16020011016804
અરાવલી2027008073720
ઉત્તર ગુજ.2034600410321704
કચ્છ7335001047564421
સુરેન્દ્રનગર6210002501125
રાજકોટ53630075580
જામનગર3662004602806
પોરબંદર1109003552947
જૂનાગઢ358700867558123
અમરેલી538200729162630
ભાવનગર454700587548271
મોરબી34700088562
બોટાદ199700421
સોમનાથ21700016005114436
દ્વારકા22960087542
સૌરાષ્ટ્ર397930039141292043
ગુજરાત કૂલ98915001639009980302