ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા જોબ પ્લેસમેન્ટ પોર્ટલ ‘આદિત્ય’-(એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીચર્સ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ) શરૂં કરવામાં આવી છે. આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે. ગુણવત્તાયુક્ત તાલીમબદ્ધ શિક્ષકો ઇચ્છતી શાળાઓને પણ આ પોર્ટલના માધ્યમથી કૌશલ્યસભર શિક્ષકો સરળતાએ પારદર્શી પદ્ધતિથી મળી શકશે. નવા તૈયાર થયેલાં શિક્ષકોને આગામી શૈક્ષણિક સત્રથી જ યોગ્ય સ્કૂલોમાં પ્લેસમેન્ટ માટેની તકો આ પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ બનશે. આઈઆઈટીઈના અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોકરીની તકો ઉપલબ્ધ બને તે માટે આ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ પોર્ટલ શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઇચ્છુક તાલીમબદ્ધ ઉમેદવારો માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે.