12 કરોડના કૌભાંડમાં કમ્પ્યુટર સળગાવી નંખ્યા, કોઈ પગલાં નહીં

https://www.facebook.com/watch/?v=221695332331172 

ગાંધીનગર, 29 જૂન 2021

મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શિ.ઠાકોરે ગુજરાત વિધાનસભામાં કહ્યું હોવા છતાં, ટેકનિકલ જગ્યા વધું કાલી છે. એટલા માટે મેઘરજ તાલુકામાં 2012માં ટેકનિકલ સ્ટાફના અભાવે રૂ .12 કરોડનું કૌભાંડ થયું છે. તેમ છતાં બે વર્ષથી તેમાં કંઈ થયું નથી. આખું કપ્યુટર એના ડેટા સાથે સળગાવી નાખવામાં આવેલું છે. જે લોકોને મટીરિયલ્સની ગ્રાન્ટ એમને મળવી જોઇએ , તે આજ દિન સુધી મળી નથી. આ બાબતે સરકારે 2021 સુધીમાં કોઈ તપાસ કરી નથી.

આઉટ સોર્સિંગમાં કર્મચારીઓની જવાબદારી નક્કી થતી નથી, એના કારણે આટલા મોટા કૌભાંડ થતા હોય છે. ગ્રામ વિકાસમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે, પણ આવા કૌભાંડોના કારણે ઘણી બધી ગ્રાન્ટ છેવાડાના ગામ સુધી વિવિધ યોજનાની પહોંચતી નથી.

અરવલ્લી જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીમાં મંજૂર મહેકમ 26 નું છે . એમાં ફકત 2 કાયમી જગ્યાઓ છે . બાકીની 10 કરાર આધારિત છે . 3 જગ્યા આઉટ સોર્સિગથી ભરાયેલ છે અને 11 જગ્યાઓ ખાલી છે .

સ્વચ્છ ભારત મિશન ગ્રામિણમાં 10નો સ્ટાફ હોવો જોઈએ તેની સામે કાયમી જગ્યા પર એક પણ કર્મચારી નથી. કરાર આધારિત 5 જગ્યાઓ ભરેલી છે.

મનરેગા યોજનામાં 6 કર્મચારીઓમાંથી 2 જગ્યાઓ કરાર આધારિત ભરેલી છે અને 1 જગ્યા આઉટ સોર્સિગથી ભરવામાં આવી છે .

મોટા ભાગની જગ્યાઓ આઉટ સોર્સના કારણે 50 ટકા ખાલી પડેલી છે.

આવી છે કૌભાંડી રૂપાણી સરકાર.