Conflict, not unity, but oppression under Sardar’s statue
સરદાર પટેલની 150મી જન્મજયંતિ
દિલીપ પટેલ
અમદાવાદ, 30 ઓક્ટોબર 2025
31 ઓક્ટોબરના રોજ એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ થશે. પણ પરેડ ગ્રાઉન્ડ પર અંગ્રેજોને શરમાવે એવા નરેન્દ્ર મોદીની સરકારે અત્યાચાર કર્યા છે.
નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. ઈંદિરા ગાંધીનની મૃત્યુ તિથી પણ 31મી ઓક્ટોબરે છે.
30 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે એકતાનગર હેલિપેડ પર આગમન થશે. 25 ઈ-બસ ચાલુ કરાવશે.
નર્મદા બંધની પાળી પરથી રૂ. 1220 કરોડના ખર્ચેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓને મળશે.
સંબોધન કરશે. 10.45 વાગ્યે SOU ખાતે 800 જેટલા IAS, IPS અધિકારીઓ સાથે આરંભ પ્રોગ્રામ અને સંબોધન કરશે. વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
વોકવે ફેઝ ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેઝ ટુ, પ્રોટેક્શન વોલ લેન્ડ લેવલિંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેક્શન વોલ (કેક્ટસ નજીક), બોન્સાઈ ગાર્ડન, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કિંગ, નવા રહેણાંક મકાનો, એપ્રોચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ, લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ, ગાર્ડન, ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ, ડેમ રેપ્લિકાનું લોકાર્પણ કરશે.
કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાઈફલ ડ્રિલ, NSG દ્વારા હેલી માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાઈકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઈન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટ્સ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.
11,500 લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ એકતા પરેડનું રિહર્સલ છેલ્લા 5 દિવસથી કેવડિયા ખાતે થઈ રહ્યું છે.
સરકાર આદિવાસીઓની જમીનો સંપાદિત કરી ટોકન પર લોકોને આપે છે અને તે લોકો તેનો વ્યાપાર કરે છે, સરકારે છ ગામોની માત્ર 700 એકર જમીન એક્વાયર કરી છે જો કે 2700 એકર સંપાદિત વગરની છે જેથી સરકાર આ જમીન નિહાર હાટેલ, SRP અને સ્વામિનારાયણ સંસ્થાને ટોકને આપી હવે એ લોકો જેને ગેસ્ટ હાઉસ, હોટેલ બનાવી લોકો પાસેથી કમાણી કરે છે ત્યારે આ જમીનો પરત આપી દો કેમકે નથી તેનું કોઈએ વળતર લીધું કે નથી જમીનનો કબ્જો છોડ્યો,જેથી અમારી જમીનો અમને આપો અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ વિકાસનું કામ કરી શકાશે નહિ ની માંગ સાથે અમે 22 ઠરાવો કર્યા છે.
એકતાના પુતળા નીચે લડાઈ
કરમસદમાં તેમની પાંચ ભાઈઓની પૈતૃક ૧૦ વીઘા જમીન ક્યાં છે તે શોધવી પડે.
સરદાર પટાલનું અવસાન થયું ત્યારે રૂ. 216 બેન્કબેલેન્સ, 4 જોડ ખાદીનાં જાડાં કપડાં, 2 જોડી ચંપલ, પતરાંની એક પેટી, રેંટિયો, 2 ટિફિન, એક સગડી ને એક એલ્યુમિનિયનો લોટો-આટલી સંપત્તિ ધરાવનાર માણસની પ્રતિભા વડા પ્રધાનપદ કરતાંય વિશાળ હતી.
દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે.
33 રાજ્યોને ભવન બનાવવા માટે જમીન વિવાદ
સેંકડો એકર જમીન આપવાનો વિરોધ આદિવાસી કરી રહ્યાં છે.
અમને ગોળી મારો પણ જમીન પરત કરો. અમને બોંબથી ઉડાવી દો કે તોપના નાળચે ફુંકી મારો પણ અમારા વંશજ માટે જમીન આપો.
અમારી જમીન બીજા રાજ્યોને કેમ આપો છો
નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડીયા અને ગોરા આમ કુલ 6 ગામો અને વિયર ડેમના 7 ગામો મળી 13 ગામોના લોકોનો ફરી સરદારના પુતળા પાસે એકઠા થઈ વિરોધ કરી રહ્યાં છે. લોકો રોજગારી માંગી રહ્યાં છે. નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરાઇ રહી છે.
આ વિસ્તારના ૧૩ ગામડાઓ અને ૭૫૦૦ જેટલા આદિવાસીઓની જમીન સરકારે હસ્તક કરી લીધી હોઇ
કેવડિયા ગામની જમીન ગુજરાત સરકારે અલગ રાજ્ય બનતાની સાથે જ 1961માં નર્મદા બંધ બનાવવા લઈ લીધી હતી. હવે બંધના બદલે મનોરંજન માટે જમીન વપરાતી હોવાથી આદિવાસી પ્રજા પોતાની જમીન પરત માંગી રહી છે. આમ તો 65 વર્ષથી આ જમીનનો સરકાર પાસેથી આદિવાસીઓ માંગી રહ્યાં છે. પણ સરકાર તે જમીન પરત કરતી નથી.
નર્મદાના બદલે બીજા હેતુ માટે સરકાર તે જમીન વાપરી રહી છે અને અહીં બાજા રાજ્યોના લોકોને રહેવા માટે મકાનો બનાવી રહી છે.
પોલીસ કાફલા સાથે બીજા રાજ્યોના અધિકારાઓ આવે છે અને જમીન માપીને પોતાની જમીન ગણી જતાં રહે છે. દરેક વખતે આદિવાસીઓ તેનો વિરોધ કરે છે.
ગુજરાતની નિંભર અને નફ્ફટ સરકાર ગરીબ આદિવાસીઓનું સાંભળતી નથી.
ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો છે. આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર હોવાનું તેમણે જાહેર કરીને 31 ઓક્ટોબરે 2018માં લોકાર્પણનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ એક વેપાર કરવાની ચાલ છે. તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.
વેપારી સરકાર
બંધ માટે જમીન લીધી પણ હોટેલો બની
આદિવાસીઓના આક્ષેપ મુજબ, જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી, વિવિધ ભવન, હોટેલ, રેલ્વે સ્ટેશન બની રહ્યાં છે. આદિવાસીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું આદિવાસીઓ માની રહ્યાં છે. હેતુ ભંગ થયો હોવાથી જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે એવી માંગણી કરી છે. પદયાત્રા કાઢી અને પોલીસે તે અટકાવી દીધી હતી. તેથી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. જે દેશના તમામ ડિજીએ જોયું હતું.
MPને કાળા વાવટા બતાવી વિરોધ
ગુજરાતના આદિવાસી પટ્ટમાં 200 સ્થળોએ ભાજપની સરદાર એકતા યાત્રાનો વિરોધ કરાયો હતો.
આદિવાસીઓનો વિરોધ
31 ડિસેમ્બર 2018ના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આદિવાસી વિસ્તારોમાં 75 હજાર ઘરોમાં ચૂલો બંધ રાખવામાં આવ્યો હતો.
બીજા રાજ્યોના લોકોને નોકરી
રેલવે સ્ટેશનની જમીન પણ ખાનગી
ચાંદોદથી કેવડિયા સુધી રેલવે લાઈન 500 જેટલાં ખેડૂતોના ખેતરમાંથી રેલવે જઈ રહી છે, તે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
શ્રેષ્ઠ ભારત ભવનના પાસે મકાનો તોડી પડાયા
કેવડિયા ખાતે 2 સપ્ટેમ્બર 2018માં શ્રેષ્ઠ ભારત ભવનના પાસે મકાનો તોડી પડાતાં પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
છ ગામ આફતમાં
આદિવાસીઓની 6 ગામની જમીનો ગઈ છે.
1961થી વિવાદ
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંએ 5 એપ્રિલ 1961માં બંધનો પથ્થર મૂક્યો ત્યારથી વિવાદ શરૂં થયો હતો. ઉંચાઈ વધારવા કેવડિયા પાસે 1965માં 500 ફૂટ કે 152.44 મીટપ ઉંચો બંધ બનાવવાનું નક્કી કરાયું હતું. મધ્ય પ્રદેશે તેમના લોકોની જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી 1979માં બંધની ઊંચાઈ ઘટાડીને બંધ બનાવવાનું નક્કી કરાયું હતું. 2013માં 131.5 મીટરે બંધ ભરાતાં 7 હજાર આદિવાસીઓને સ્થળાંતર કરાયા હતા. જૂન 2014ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ 138.68 મીટર (455 ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી. ત્યાં સુધી જમીનના મોટા પ્રશ્નો સર્જાયા હતા.
હજારો વૃક્ષો કપાતાં વિવાદ
માર્ગો પર આવતા હજારો વૃક્ષોને 23 ઓક્ટોબર 2018 સુધીમાં કાપી નાખવામાં આવ્યા હતા.
વડાપ્રધાન આવે તે સમયે પોતાના ઘરો પર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગૃહમંત્રી રાજનાથસિંહ આવી પહોંચ્યા ત્યારે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુએ પણ કાળા વાવટા ફરકાવામાં આવ્યા હતા. પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્યા હતા. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવી હોવાથી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.
નર્મદા અસરગ્રસ્તોના 13 ગામોના 178 કુટુંબોને જમીન સામે જમીન, પુખ્ત વયના પુત્રો માટે 5 લાખની રોજગાર સહાયની જાહેરાત.
નર્મદા ના અસરગ્રસ્તો તેમની માંગણીઓ સામે આંદોલન ચલાવી રહ્યા હતા. સરકાર સાથે અનેક વાટાઘાટો કરવા છતા ન્યાય ન મળતા અસરગ્રસ્તોએ 31મી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિરોધ કરી આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી.
સરોવર નર્મદા બંધમાં ડૂબમાં ગયેલ 19 ગામોના લોકોને તો સરકારે વિવિધ વસાહતોમાં સમાવી લીધા બાદ બંધની આગળ આવતા 6 ગામો કેવડિયા, વાગડીયા, નવાગામ, લીમડી, ગોરા, કોઠી ગામના લોકો વર્ષોથી સહાય માટે અનેક માંગણીઓ કરી ઉપવાસ આંદોલન કર્યા હતા.
13 ગામોના 178 પરિવારોની જમીનો સામે જમીનો અથવા હેકટર દીઠ 7.50 લાખ અને રહેણાંકના પ્લોટ સામે પ્લોટ અને આ 178 પરિવારોના શિક્ષિત અને યુવાનો માટે ધંધો રોજગાર માટે રૂ.5 લાખ આપવાની જાહેરત કરી હતી. ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ કેવડીયા ખાતે ખાતરી આપ્યા બાદ કંઈ થયું નથી.
બંધના અંદાજ જેટલું ખર્ચ પુતળા માટે
ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ સહિત ૧૪ મુખ્યમંત્રીઓએ કર્યો હતો. નર્મદા બંધનું ખર્ચ 1980માં માત્ર રૂ.3333 કરોડ અંદાજાયુ હતું. જે યોજનાનું કામ પૂરું થયું નથી છતાં રૂ.66 હજાર કરોડ ખર્ચ થઈ ગયું છે. આટલું જંગી ખર્ચ છતાં આદિવાસીઓને વળતર આપવામાં આવતું નથી.
સાધુ બેટ આસપાસ જમીન આપવા ઈન્કાર
નર્મદા બંધથી દૂર સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી 20,000 ચો.મી. વિસ્તારમાં બની છે. 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે.
ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. 5 લાખ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.
લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ લોખંડ મેળવાયું હતું. ત્યારે પણ વિવાદ થયો હતો.
સરદાર સાહેબ સ્ટેચ્યુ કે પ્રતિમાના મોહતાજ ન હતા. તેમની પ્રતિભામાંથી અત્યારના નેતાઓએ શીખ લેવાની જરૂર છે. જો તેમની પ્રતિમા ન હોત તો પણ તેમની પ્રતિભાને કોઈ ઝાંખપ ન લાગત.
કરમસદના લોકો તેમના શબ્દો અને તેમના વચન યાદ અપાવવા ઉપવાસ પર બેઠા છે તે કરતાં તેઓ સરદારની જન્મભૂમિને એક રાષ્ટ્રીય ઓળખ મળે તે માટે મથી રહ્યાં છે ત્યારે આ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વિલંબ નો પાલવે. સરદારની જન્મભૂમિને રાષ્ટ્રીય દરજ્જો નહીં મળે તો કોને મળશે? સરદાર જેમને પોતાના ગુરૂ માનતા તે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો હોય તો લોખંડી પુરૂષ સરદારની જન્મભૂમિ માટે કેમ નહીં?
4 વર્ષ રાહ જોયા બાદ કરમસદના લોકોને એમ લાગ્યું કે સરદારને ન્યાય અપાવવા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા સિવાય બીજો કોઇ શૂરાનો માર્ગ નથી ત્યારે જ તેઓ બહાર આવ્યાં છે. સરદાર જન્મભૂમિને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં વાર કેટલી?
સરદાર દર્શન માટે કરમસદ પધારશે. પેલા લોકોએ તે 60 વર્ષમાં કાંઇ કર્યું નથી. જવા દો એમને. પણ આપણે તો કંઇક કરીએ.કરમસદ સાદ પાડે છે કે છેલ્લાં 10 વર્ષથી રજૂઆતો થઇ છે છતાં કોઇ સાંભળતું નથી. જેમના નામે ડેમ છે તે સરદાર સરોવર પર દરવાજા મૂકવાનો નિર્ણય સરકાર રચાયાના 17 દિવસમાં લેવાયો તો સરદાર જન્મસ્થળીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં વાર કેટલી?
ચીને બનાવેલું
3 હજાર કરોડના ખર્ચે સરદાર સાહેબની 182 મીટર ઉંચી પ્રતિમા સરદાર સરોવર નજીક મૂકવાની તડામાર તૈયારીઓ ધડાધડ ચાલતી હોય અને તેનું સતત મોનિટરીંગ પીએમઓ કક્ષાએથી થઇ રહ્યું છે ત્યારે કરમસદની લાગણી તેમના સુધી ગુજરાત સરકાર પહોંચાડે તે જરૂરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે .અને તે જ દિવસે લોખંડી મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની શહાદતનો દિવસ પણ છે.
શંકર સિંહે જણાવ્યું હતું કે સરદાર પટેલના અન્યાયના નામે ચાલતું જૂઠાણું ભાજપ એ હવે બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે પોતાના અંગત વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વગર મતલબે પ્રતિમા પાછળ અધધધ ખર્ચ ભાજપ એ કર્યો છે .ત્યારે સરદારના જીવનની અને આ પ્રતિમાને નાહવા-નીચોવાનો ય સંબંધ નથી.
1952 માં ચૂંટણી સમયે સરદાર વલ્લભભાઈ તો હતા જ નહીં તો પછી ભાજપ અન્યાયનો મુદ્દો કેવી રીતે ફેલાવે છે ?
અમદાવાદના સરદાર મ્યુઝિયમ ની હાલત કફોડી બની ગઈ છે . ત્યારે સરકારે તેની મરામત કરવા ગ્રાન્ટ આપવાની તસ્દી પણ લીધી નથી . અને એ સ્મારક સામે જોયું પણ નથી ત્યારે હું ભાજપના નેતાઓને એમ પૂછવા માગું છું કે અમદાવાદ ખાતેના સરદાર મેમોરિયલ હોલ ઉપર તમે કેટલી વાર ગયા ? ત્યાં તમે કેટલી મદદ કરી ? તેવા આક્ષેપો કર્યા હતા .
તો બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું હતું કે નડિયાદને ખાસ દરજ્જો આપવા કરેલી દરખાસ્ત નો પણ આ જ ભાજપ સરકારે ઇનકાર કર્યો હતો. તો પછી સરદાર ઉપર એકાએક આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે ?
યોગ્ય વળતર કે જમીન અપાઈ નથી તેવી માંગ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અને વડાપ્રધાનના ઉદઘાટન કાર્યક્રમનો વિરોધ અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો જાહેર થયા છે
બંધનું એલાન આપ્યું
બ્લેક બલૂન ઉડાવી કર્યો વિરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા પહોંચ્યા છે, ત્યારે આદિવાસીઓના હક્કોને લઇને આદિવાસીઓએ અંબાજીથી ઉમરગામ સુધી સમગ્ર આદિવાસી પંથકમાં બંધનું એલાન આપ્યું છે. રાજપીપળા ખાતે આદિવાસી આગેવાનોએ બ્લેક બલૂન આકાશમાં ઉડાવીને લોહીથી ‘મોદી ગો બેક’ના સૂત્રો લખ્યા હતા.
રાજ્યભરમાં 300 જેટલા આદિવાસી નેતાઓની અટકાયત કરી હોવાની માહિતી મળી છે.
એકતાના બાવલાનો વિરોધ કેમ ?
સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે
સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે
સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે
સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે
સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે
https://allgujaratnews.in/gj/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-2098-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8/
વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભાંડ
વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભાંડ
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
મોદીનાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનાં કૌભાંડ, સરદારના પુતળા નીચે અનીતિ
https://allgujaratnews.in/gj/modis-childrens-nutrition-park-a-scam-park-worth-crores/
ગુજરાતી
English




