મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દિવસ આંદોલન કરશે

https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274

ગાંધીનગર, 5 જૂલાઈ 2021

મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો – પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી ના કપરા સમયમાં સરકારના અણઘડ અને ખોટી નીતિઓ ને કારણે લાખો લોકોના મોત થયા, ધંધા વેપાર ચોપટ થયા, લોકો આર્થિક રીતે પાયમાલ થયા.

મહામારી મંદી અને મોઘવારીથી પ્રજા ત્રસ્ત છે.

ભાજપ સરકાર મોટા ઉત્સવ અને રાજકીય એજન્ડામાં મસ્ત છે. મોંઘવારીના સમયમાં પેટ્રોલ ડીઝલ 100એ પહોચ્યું છે. ગેસ સીલીન્ડર 850એ પહોચ્યું છે. તેલ 2500 રૂપિયા ડબ્બો પહોંચ્યી ગયો છે. પ્રજા આર્થિક રીતે પાયમાલ છે.

કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકારમાં રાંઘણ ગેસ બોટલનો ભાવ 2014માં 410 હતો. જે આજે મોદીના 7 વર્ષના શાસનમાં ડબલ 834 થયો છે.

કઠોળ 2014માં 60થી 70 રૂપિયા કિલો હતા. જે આજે 140થી 180 રૂપિયા કિલો એ પહોંચી ગયું છે.

2014માં 64 રૂપિયા લીટર પેટ્રોલ હતું જે આજે 100 રૂપિયા લીટર થઈ ગયું છે. જુન મહિનામાં જ 15 વખત પેટ્રોલ ડીઝલ માં ભાવવધારો થયો છે. 6 મહિનામાં 57 વખત ભાવવધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલના નામે સરકાર લુંટ ચલાવી રહી છે. 2014-15માં વેરાની રૂપિયા 2.56 લાખ કરોડની હતી. ભાજપ શાસનમાં 5.25 લાખ કરોડ રૂપિયાએ પહોચી છે.

શ્રીમંતો પાસેથી આવક વેરા, વેલ્થ, કોર્પોરેટર વેરામાંથી વધારે આવક 2014 સુધી થતી હતી હવે ભાજપ રાજમાં પેટ્રોલ અને ડીઝલમાંના ભાવ વધારાના નામે લુંટી રહી છે.

7થી 17 જૂલાઈના જન ચેતના અભિયાનમાં લોકોનો સંપર્ક થશે. રેલીઓ – કાર્યક્રમો કરવામાં આવશે. સાયકલ યાત્રાઓ કરવામાં આવશે. પેટ્રોલ પંપો પર આ ભાવવધારો પાછો ખેચવા માટે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવશે.