ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરવા ૬ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખો બદલવાની તૈયારીઓ શરૂ કરી છે. 15 ફેબ્રુઆરી 2020 બાદ અહમદ પટેલની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે.
નવા સંગઠનમાં દરેક શહેરમાં ઝોન મુજબ પ્રમુખોની નિમણૂંક કરાશે. જેમાં ત્રણ કાર્યકારી પ્રમુખો મુકવામાં આવશે. દરેક શહેરમાં સંગઠનનું આ પ્રમાણે માળખું રહેશે.
અહેમદ પટેલ ફરી એક વખત કાર્યકરોની માંગણીને બાજુ પર મૂકીને પોતાને અને ભાજપને અનુકૂળ હોય એવા પ્રદેશ પ્રમુખને નિયુક્ત કરવા માંગે છે. તેથી કોંગ્રેસના કાર્યકરો અહેમદ પટેલના કાળા કરતુતો પર હસી રહ્યાં છે.મોં મલકાવી રહ્યાં છે. હાંસી કરીને અહેમદ પટેલની મશ્કરી કરી રહ્યાં છે. પણ કાર્યકરોને હસવું ને લોટ ફાંકવો જેવું કરી રહ્યાં છે. તેઓ કંઈ જાહેરમાં પોતાના નેતાની ભાજપ સાથેની ગોઠવણ કરી રહ્યાં હોવાની બોલવા તૈયાર નથી.
ગુજરાત કોંગ્રેસે તાલુકા, જિલ્લા પંચાયત અને 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રદેશ અને શહેરના માળખા વિખેરી નાંખી નવી અહેમદ પટેલને પસંદ પડે એવી ડિઝાઈન પ્રમાણેનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તે ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ન રહે એવો નબળો નેતા કોંગ્રેસમાં પસંદ કરવા માટે અહેમદ પટેલ પર ભાજપે અપેક્ષા રાખી છે. જેથી તેમના કુંટુંબના લોકો સામે કેસ ચાલી રહ્યાં છે તેનો નિવેડો આવી જાય.
અમદાવાદમાં 7 ઝોન
નવા સંગઠનમાં કોંગ્રેસમાં શહેર પ્રમુખ ઉપરાંત ઝોન પ્રમાણેના પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરના 7 ઝોન પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે અને આ ઝોન પ્રમુખોની ઉપર 3 કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ કરાશે. જ્યારે તેની ઉપર એક શહેર પ્રમુખ રહેશે.
છેલ્લા બે વર્ષથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ધાનાણી વચ્ચેના ખટરાગ રહે એવું અહેમદ પટેલ અને બીજા ભાજપના મળતીયા તેનાઓ કરી રહ્યાં છે. તેના કારણે સંગઠનની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
રૂપાણી અને મોદીની ભાજપ સરકાર સામે એકથઈ લડે નહીં અને આંતરિક વિખવાદો કોંગ્રેસ પક્ષ અટવાયેલો રહે એવું ગુજરાતના આ દિલ્હીના નેતા કરી રહ્યા છે. તેથી સરકાર સામે આક્રમક બની શકતી નથી. સરકાર સાથે સમાધાન કરી લે છે. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો વચ્ચેના ગજગ્રાહ, સંકલનનો અભાવ ભાજપની સરાકરો સાથેની ગોઠવણોના કારણે કાર્યકરો પણ નિષ્ક્રિય થઈ ગયા છે.
જેને કારણે ગુજરાત સરકારની વિવિધ નીતિઓ, યોજનાઓ અને ભૂલો સામે લડવામાં કોંગ્રેસની ધાર સાવ બુઠ્ઠી થઈ ગઈ છે. જે સરકાર સામે લગે છે તે જેલમાં છે. તેમને બચાવવા માટે અમિત ચાવડા કે બીજા કોઈ નેતા ખૂલ્લીને સમર્થન આપતાં નથી.