Congress press notes 2024 and 2025 one lakh words
૦૪-૦૭-૨૦૨૫
ફાર્મસી કોલેજની મંજૂરી અને નીયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમનેની ઓફીસ અને નિવાસ સ્થાને CBIના દરોડાની વિગત સામે આવી છે. દેશની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોને મંજૂરી અને અભ્યાસ ક્રમ સહીત નીયમન કરતી કાઉન્સિલોના કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલનો સીધો નાતો ભાજપના પદાધિકારી તરીકે હતો અને આજે પણ નિકટતા ધરાવે છે. મોન્ટુ પટેલ પહેલા સ્ટેટ કાઉન્સિલમાં ચેરમેન હતા ત્યાર બાદ નેશનલ કાઉન્સિલમાં ચેરમેન તરીકે ગયા. ભાજપના છેલ્લા 11 વર્ષના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલે છે. નેશનલ મેડિકલ કમીશન, ફાર્મસી કાઉન્સિલ, નર્સિંગ કાઉન્સિલ, આર્કિટેક કાઉન્સિલ હોય કે એ.આઈ.સી.ટી.ઈ., એન.સી.ટી.ઈ. હોય તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે. તેનો જીવતો જાગતો વધુ એક નમુનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મોટા ભાગની કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાખો રૂપિયા ઉઘરાવે છે. મંજૂરી માટેના ભાવો અલગ અલગ છે.
ગુજરાતમાં ફાર્મસીની ૧૦૪ કોલેજો છે જેમાંથી માત્ર ૩ સરકારી અને ૩ ગ્રાન્ટેડ કોલેજ છે અને ૯૮ કોલેજો ખાનગી છે જેની મંજૂરી ૪ મહિના કરતા વધુ સમય થી લટકી પડી છે. જેના કારણે ફાર્મસીના એડમિશનોમાં વિલંબ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલેજોની મંજૂરી અંગે લાંબો સમય સુધી નિર્ણય ન થવાથી ગુજરાતને મોટો અન્યાય થઈ રહ્યો છે. વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ની માત્ર ૩૮૦ બેઠકો છે જયારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ૧ લાખ થી ૨.૫ લાખ સુધીની માતબર ફી વસુલે છે. સરકારે છેલ્લા ૧૫ વર્ષથી સરકારી કે ગ્રાન્ટેડ એકપણ કોલેજને મંજૂરી આપી નથી. ખાનગી કોલેજોમાં કઇ રીતે વેપાર ચાલે છે ? કઇ રીતે ફીની લૂંટ ચાલે છે ? એ અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ? ભાગની વહેંચણીને લઈને આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેવું અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપ સરકારના એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી જેઓની પહેલા સગવડ હતી પછી કંઈક અગવડ ઉભી થઇ અને એ અગવડતામાં જ કંઇક રંધાયું હોય તે પણ ચર્ચાનો વિષય છે.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શુ ચાલી રહ્યું છે ? જુદા જુદા રાજ્યોની ફાર્મસીની પદવીની ચકાસણીમાં શું ગોઠવણ કરવામાં આવે છે ? કોઈ પણ દવાની દુકાન ચલાવવા માટે ફાર્મસીસ્ટની પદવી જરૂરી હોય છે પણ ગુજરાતમાં અનેક દવાની દુકાનો ભાડાની પદવી ઉપર અથવા તો ખોટી રીતે ધમધમી રહી છે જે અંગે અનેક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત છતાં રાજ્ય સરકાર આંખ આડા કાન કરી રહી છે. આ ગોઠવણ માટે ફ્રુડ અને ડ્રગ્સ વિભાગના હપ્તા રાજની અનેક ફરિયાદો પણ સામે આવી છે. લાંબા સમય સુધી ફાર્મસીસ્ટ એસોસિએશને આંદોલન કર્યું હતું પણ સરકારે કોઈ પગલા ભર્યા નથી.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં લૂંટનો કાળો કારોબાર ચાલ્યો એમાં કેટલી કોલેજોને નિયમ વિરુધ મંજૂરી આપવામાં આવી ? એક જ કેમ્પસમાં બે કે ત્રણ ફાર્મસી કોલેજને મંજૂરી આપવા પાછળ કઈ કઈ ગોઠવણો થઇ ? કેટલી લેતી દેતી થઇ ? આ કોલેજોની માન્યતા આપવામાં શુ શુ ખેલ થયો હતો ? તેની તપાસ કરવામાં આવે. માત્ર ફાર્મસી નહીં પણ મેડીકલ, નર્સિંગ, ડેન્ટલ, આર્કીટેક્ચર સહીત જ્યાં જ્યાં કાઉન્સિલ આવે ત્યાં વારંવાર આવેલી વિવિધ ફરિયાદો અંગે પણ તટસ્થ તપાસ કરવામાં આવે.
——
“સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખો માટે તારીખ 26-27-28 જુલાઈના રોજ પ્રશિક્ષણ શિબિરની આણંદ ખાતે ન્યાય યોદ્ધા રાહુલ ગાંધી ની ઉપસ્થિતિમાં શરૂઆત.
• સંગઠન પ્રભારી અને એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનીકજી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી સહિત રાષ્ટ્રીય તથા પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા.
• ગુજરાતના દૂધ સંઘો સાથે જોડાયેલા સભાસદો સાથે આણંદ ખાતે તેમના પ્રશ્નો અને ન્યાય માટે રાહુલજીએ વિશેષ સંવાદ કર્યો.
• ગંભીરા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોએ સરકાર દ્વારા ન્યાય ન મળતા, ન્યાયની આશા સાથે જનનાયક રાહુલ ગાંધીને તેમની વ્યથા રજૂ કરી.
આણંદ ખાતે જિલ્લા પ્રમુખઓ ત્રી દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાને ખુલ્લું મુકતા લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખો ગુજરાતમાં હવે પછી યોજાનારી દરેક ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં જિલ્લા અને શહેર પ્રમુખની અગત્યની ભૂમિકા રહેશે. ઉમેદવાર અંગેની આખરી પસંદગીના નિર્ણયમાં પ્રદેશ કોંગ્રેસની સાથે જિલ્લા કે શહેર પ્રમુખની સહમતિ અનિવાર્ય રહેશે. દર મહિને જિલ્લા અને શહેર પ્રમુખના કાર્યોનું મૂલ્યાંકન થશે. દરેક વ્યક્તિના પરફોર્મન્સ થકી સંગઠનની સમીક્ષા કરવામાં આવશે. જે જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરવામાં આવશે. સંગઠન સૃજન અભિયાન આગામી વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. લોકોની સાથે કોંગ્રેસની વિચારધારાને વળગી રહીને દલિત, શોષિત, વંચિત, યુવા, ખેડૂતો, મહિલાઓને તથા અન્યાય માટે લડત આપે.
ગુજરાત સંગઠન પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અન્વયે જિલ્લા પ્રમુખની આગવી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજના પ્રશિક્ષણ શિબિરમાં તમામ જિલ્લા પ્રમુખો વિચારધારાથી સશક્ત બને અને કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપે તે દિશામાં કાર્ય કરવાનું છે ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરીને કોંગ્રેસ પક્ષ ગુજરાતના નાગરિકોને હક અધિકાર અપાવશે અને ભાજપને ચોક્કસ હરાવીશું.
સંગઠન સૃજન અભિયાન હેઠળ જીલ્લા પ્રમુખઓના પ્રશિક્ષણ શિબિરમાં જનનાયક રાહુલ ગાંધીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પ્રજા અતિશય મુશ્કેલી અનુભવી રહી છે, સંગઠન સુજન અભિયાનમાં આપ સૌ જિલ્લા અને શહેરના પ્રમુખ તરીકે જે પ્રશ્નો સ્થાનિક કક્ષાએ છે તે ઉઠાઓ અને આપણે સૌ સાથે મળીને લડીશું, આગામી સમયમાં અનેક પડકારો છે ત્યારે આ પડકાર સામે પ્રજાને સાથે રાખીને લડત આપીશું. આપણા નેતા રાહુલ ગાંધીજી આપણને સ્પષ્ટ કીધું છે કે “ડરો મત” ત્યારે આપણે સૌ મજબૂતીથી સંગઠનને કાર્યરત કરીને જનતાના મુદ્દાઑ ને સડકથી લઈને વિધાનસભા સુધી લઈ જઈશું તેઓ આપણે સૌ સંકલ્પ કરીએ.
આભાર વિધિ કરતાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હું અને પ્રમુખ અમિત જિલ્લા તાલુકા કે બુથ સુધી જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં પક્ષ માટે હાજરી આપવા ઉપલબ્ધ રહીશું. સાથે સાથે દરેક આગેવાનઓ અને જિલ્લા પ્રમુખઓને પોતાની જવાબદારી મહેનત અને ઈમાનદારીથી નિભાવવાનું આહવાન કર્યું હતું.
ગુજરાતના દૂધ સંઘો અને તેમની સાથે જોડાયેલા સભાસદો તથા પશુપાલકોએ ન્યાય મેળવવા પોતાની વ્યથા ઠાલવતા રાહુલ ગાંધીને રજૂઆત કરી હતી કે ડેરી દ્વારા દૂધના પૂરતાં ભાવ અપાતા નથી, સહકારી ક્ષેત્રમાં રોજગારમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર છે, નોકરી માટે લાખો રૂપિયાની લાંચ આપવી પડે છે, સહકારી સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાના લીધે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાજપના મળતીયાઓને આઉટસોર્સિંગના માધ્યમથી કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સહકારી ક્ષેત્રના પ્રશ્નોને લોકસભા માં ઉપાડવાની બાહેધરી આપી હતી અને તેમના પ્રશ્નો માટે તેમની સાથે આંદોલન માટેની તૈયારી બતાવી હતી.
ગંભીરા પુલ દુર્ઘટનામાં 20 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે પીડિત પરિવારો ગુજરાત સરકાર દ્વારા ન્યાય ન મળતા, ન્યાયની આશા સાથે જનનાયક રાહુલ ગાંધીને મળ્યા હતા અને તેમની વ્યથા રજૂ કરી હતી. જનનાયક રાહુલ ગાંધી પર સમગ્ર દેશની જનતાને તેઓ ન્યાય અને અધિકાર અપાવશે તેની ખાતરી અને વિશ્વાસ છે.
કચ્છના રણમાં બ્રોમીન બનાવતી બે કંપની આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના ભાડાપટ્ટાના રૂા. ૧૩૦ કરોડ ન વસુલાયાનું કેગના રિપોર્ટમાં બહાર આવ્યું.
* આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાડાપેટે કરોડોની રકમ વર્ષોથી ન ચુકવનાર સામે ભાજપા સરકારનું ભેદી મૌન
કચ્છના રણમાં બ્રોમીન બનાવતી બે કંપની આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના ભાડાપટ્ટાના રૂા. ૧૩૦ કરોડ કરતા વધુની રકમ ન વસૂલીને સરકારી તિજોરીને ભારે નુકશાન થયું છે બીજીબાજુ આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝે ભાજપને ૧૦ કરોડ કરતા વધુનું ડોનેશન આપ્યું છે. જે “ચંદા દો… ધંધા લો”, ભાજપાને ફંડ આપો અને સરકારી ફાયદા મેળવોની નીતિ વધુ એકવાર ઉજાગર થઇ છે ત્યારે ભાજપા સરકાર મોટા ઉદ્યોગપતિ, ઉદ્યોગગૃહના બાકી નાણા કયારે વસુલાશે ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કચ્છમાં પથરાયેલ ૪૦૦ કિ.મી.ના દરિયાકિનારામાં સમુદ્રી પાણીમાંથી મીઠું પકવવાના તેમજ અન્ય રાસાયણિક પેદાશો બનાવવાના અસંખ્ય ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં સરકારી જમીન ફાળવણી અને તેમાં કરાર મુજબની મુદ્દતે ભાડાપેટે ભરવાની થતી રકમમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હોવાનું અવારનવાર સામે આવે છે. સરકારના નાણાંકીય વ્યવહાર પર નજર રાખતી કમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટ જનરલ (કેગ) દ્વારા કચ્છના દરિયામાંથી રાસાયણિક ઉત્પાદન કરતી બે કંપની આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી નાણાં ખાતા દ્વારા જમીનની વસુલાત ન થયું હોવાનું દર્શાવાયું છે, જેના કારણે સરકારને રૂા. ૧૩૦ કરોડની ખોટ ગઈ હોવાનું જણાવાયું છે. આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે રૂા. ૧૫૫ પ્રતિ ચો.મી. જંત્રીના ભાવે કુલ ૫૦ લાખ ચો.મી. જમીન કે જેની અંદાજિત રકમ રૂા. ૭૭.૫૦ કરોડ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝને અપાયેલ જમીનના ચો.મી. દીઠ જંત્રીના ભાવ રૂા. ૬૫ના હિસાબે ૮૦,૦૦૦ ચો.મી. જમીનના કુલ રૂા. ૫૨ કરોડ થાય, આ બંને કંપનીના મળીને કુલ રૂ. ૧૩૦.૧૧ કરોડની વસુલાત ૧૫%ના વાર્ષિક ભાડાથી જમીન ફાળવણીના ભોગવટા મુજબ વસુલાત થવી જોઈએ. કચ્છના રણમાં બ્રોમીન અને દરિયાઈ રસાયણો મેળવવા માટે અપાયેલ જમીનોની મુદ્દત વીત્યે રીન્યુઅલ પહેલાં તેમજ તમામ બાકી રકમ વર્ષની શરૂઆતમાં જ વસૂલ કરવાની થતી હોય છે, પરંતુ આ રકમ શા માટે વસૂલ કરવામાં આવતી નથી ? તે અંગે ભાજપ સરકાર જવાબ આપે.
મીઠાના અગરો માટે અપાયેલી જમીન પૈકીની સોલારીસ દ્વારા પ્રોસેસિંગ માટેની જમીનોના બજારભાવે કબજા ભોગવટા કિંમત ચૂકવણી સામે એ જ અરસામાં એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મેળવાયેલી ૧૦,૦૦૦ એકર જમીનમાંથી ૮,૦૦૦ એકર જમીન મીઠાના અગરો માટે તેમજ ૨,૦૦૦ એકર જમીન ફેક્ટરી, રહેઠાણ, ગેસ્ટહાઉસ માટે અનામત રખાઈ હતી, જેની વસુલાત ન થઈ હોવાનું કેગના રિપોર્ટમાં જણાવાયું છે. તેવી જ રીતે આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ તેને ફળવાયેલી ૨૪,૦૦૦ હેક્ટર જમીનમાંથી ૫૦૦ હેક્ટર જમીન પ્લાન્ટ અને યંત્રસામગ્રી રાખવા અનામત રખાઈ હતી, તેની પણ ભોગટા કિંમત વસુલ કરાઈ ન હતી, જે તાત્કાલિક વસુલ કરવા અને સરકારી તિજોરીને થતું નાણાંકીય નુકસાન અટકાવો
૨૫/૦૭/૨૦૨૫
• ગુજરાતમાં સતત વધતા હિટ એન્ડ રનના કેસો એ ભાજપ સરકારની નિષ્ફળતાની સાબિતી: માત્ર નિવેદનબાજી નહીં નક્કર કામગીરી કરે ભાજપ સરકાર
• ગાંધી- સરદારના ગુજરાતમાં દારૂની રેલમછેલ હવે નાગરિકોના ભોગ લઈ રહી છે તે માટે જવાબદાર કોણ?
ગાંધી – સરદારના રાજ્યનાં નબીરાઓ ચિક્કાર દારૂ પીને કરેલી હિટ એન્ડ રનની ઘટનાઓમાં નગરજનોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે બેફામ અને છટકા બનીને હિટ એન્ડ રન કરતા નબીરાઓને રોકવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં દારૂની રેલમછેલ હવે નાગરિકોના ભોગ લઈ રહી છે તે માટે જવાબદાર કોણ? પાટનગર ગાંધીનગરમાં દારૂ પીધેલ નબીરાઓએ ટક્કર મારી પરિણામે ત્રણથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કાયદા અમલીકરણની ઢીલી નીતિ અને નબળી કામગીરીને લીધે હિટ એન્ડ રન જેવી ઘટનાઓ વધી છે. ગુજરાતના રસ્તાઓ મોતના માર્ગ બની ગયા છે. છડેચોક નબીરાઓ દારૂ ઢીંચીને માસૂમ નાગરિકોને ગાડી તળે કચડીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બેરોકટોક દારૂના વ્યાપાર અને તેને કારણે થઈ રહેલા હિટ એન્ડ રનના કેસો રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. સરકાર માત્ર ‘કડક કાર્યવાહી કરીશું, ચમરબંધીને છોડવાના નહીં આવે’ જેવા નિવેદનબાજીથી પોતાની જવાબદારીમાંથી છટકી જવા માંગે છે. રાજ્યમાં કડક કાયદાકીય અમલવારી, ટ્રાફિક નિયમોનું પાલન અને અસરકારક દેખરેખની સખત જરૂર છે, પરંતુ ભાજપ સરકાર આ બાબતે સંપૂર્ણપણે નિષ્ક્રિય રહી છે.
ગુજરાતમાં ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનના કેસોમાં ૩૪૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૨૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦- ૨૧માં ૧૪૯૯, વર્ષ ૨૦૨૧- ૨૨માં ૧૫૯૧ અને વર્ષ ૨૦૨૨- ૨૩માં ૧૭૭૦ હિટ એન્ડ રનના કેસો નોંધાયા છે, જેની કુલ સંખ્યા ૪૮૬૦ થાય છે. આ અકસ્માતોમાં ૩૪૪૯ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો, જેમાંથી એકલા અમદાવાદ જિલ્લામાં ૩૨૯ મોત થયા છે. આ ઉપરાંત, ૨૭૨૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.સરકારની નિષ્ક્રિયતાને કારણે નિર્દોષ નાગરિકોના જીવનું મૂલ્ય ઘટી રહ્યું છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં હિટ એન્ડ રનના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૦- ૨૧માં ૧૦૬૯, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૫૮ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨૨૨ મોત નોંધાયા છે, જે રાજ્ય સરકારની નિષ્ફળતા અને બેદરકારીને ઉજાગર કરે છે. આવા કેસોમાં નિર્દોષ લોકોના જીવ જાય છે, પરંતુ શું ભાજપા સરકાર ગંભીર પગલાં લેવાને બદલે માત્ર નિવેદનબાજીથી ખુશ છે? અમદાવાદ જેવા મહાનગરોમાં પણ ટ્રાફિક વ્યવસ્થા નબળી છે અને હિટ એન્ડ રનના કેસોમાં ગુનેગારોને કડક સજા કરી ઉદાહરણ પૂરું પાડવામાં પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. સરકાર તાત્કાલિક અસરથી રાજ્યમાં બેરોકટોક અને બેફામ પણે વેચાઈ રહેલા દારૂને બંધ કરે, હિટ એન્ડ રનના કેસો ઘટાડવા માટે કાયદાનું કડક અમલ કરે, ટ્રાફિક વ્યવસ્થાપનને મજબૂત કરે, બેફામ બનેલા નબીરાઓ પર ત્વરિત કાર્યવાહી કરી કડક સજા કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
————
૨૪-૦૭-૨૦૨૫
• “સંગઠન સુર્જન અભિયાન” અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખો માટે તારીખ 26-27-28 જુલાઈના રોજ પ્રશિક્ષણ શિબિર આણંદ ખાતે યોજાશે
• લોકસભાના વિરોધપક્ષના નેતા જનયોદ્ધા રાહુલ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ શિબિરની શરૂઆત
• ગુજરાતના દૂધ સંઘો સાથે જોડાયેલા સભાસદો જેઓ અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે તેવા ન્યાય યોદ્ધા સાથે રાહુલજી વિશેષ સંવાદ કરશે – અમિતભાઇ ચાવડા
વડોદરા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ આદરણીય અમિત ચાવડા જણાવ્યું હતું કે “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાખવા આવેલ સંગઠન સુર્જન અભિયાન કે જેના થકી કોંગ્રેસ પક્ષના સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે ગુજરાતની જનતાના જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે “Go To The People” એટલે લોકો વચ્ચે જવાના ધ્યેય અને સંકલ્પ સાથે આખા ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગીની આખી પ્રક્રિયાના પત્રકાર મિત્રો પણ સાક્ષી રહ્યા છે અને આવનારા સમયનો મિશન 2027નો એક રોડ મેપ નક્કી થાય અને ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, સરકારનો ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અધિકારી રાજ, કમિશન રાજની સામે લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને એક રોડ મેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 26, 27 ને 28 જુલાઈ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની તાલીમ શિબિર થશે અને ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે કે અમે લોકસભામાં વિપક્ષના નેતા અને આખા દેશના લોકોને જેમના પર આશા છે એવા ન્યાય યોદ્ધા આદરણીય રાહુલ ગાંધીને આજ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અને તેઓ દ્વારા આ વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો અને 26 જુલાઈ સવારે ૦૯:૩0 વાગે રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે, આ ચાર કલાકના સમય દરમ્યાન તેઓનું આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતતા અને વિઝન છે તેનું પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખઓને માર્ગદર્શન આપશે. ઉપરોક્ત પ્રશિક્ષણ શિબિરમાં એ.આઈ.સી.સી.ના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલજી અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ વાસનિકજી પણ ઉપસ્થિત રહેશે.
ભૂતકાળમાં આખા ગુજરાતમાં જે સહકારી માળખું એ ગુજરાતની શાખ હતી, ઓળખ હતી, આખા દેશને સહકારી માળખાનું જો નેતૃત્વ અને દિશા કોઈએ આપી હોય તો એ ગુજરાતીએ આપી છે, સરદાર સાહેબથી લઈને ત્રિભોવનદાસજી લઈને કુરિયન સાહેબ સુધી અનેક લોકોએ સહકારી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રામાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે છે. ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ થઈ અમુલ ફેક્ટરીથી ગુજરાત એ જે આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા દૂધ સંઘોમાં રોજબરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે, જે દૂધ ઉત્પાદકો પરસેવો પાડી મહેનત કરે છે અને દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સહકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એના સભાસદો જ માલિક છે. પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય, ભ્રષ્ટાચારની વાત કરવા જાય અને નોકરીઓની ભરતીમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા લેવાય છે. જે સંચાલકો છે તે અને તેમના મળતીયાઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન ખાય છે, એની મશીનરી કે નવા પ્લાન્ટની ખરીદીમાં પણ મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે, વડોદરામાં પણ દૂધ સંઘો સામે આંદોલન ચાલે છે, આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે છે, મહેસાણા હોય કે બનાસકાંઠા હોય તમામ જિલ્લાઓમાં સભાસદો પોતાનો હક માંગી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે ખુલે આમ આંદોલન કરીને રસ્તા પર ઉતરી રહ્યા છે, એવા સંજોગોમાં સાબરકાંઠામાં આવી જ એક રજુઆત દરમ્યાન અશોક ચૌધરી જેવા એક પશુપાલક શહીદ પણ થયા, ત્યારે આ એજ દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે કોઓપરેટીવ સેક્ટર દુષિત થયું છે, ત્યારે આખા ગુજરાત માં આ દૂધ સંઘોમાં અને દૂધ મંડળ સાથે કામ કરતા સરકારી આગેવાનો, દૂધ ભરનારા સભાસદો, એવા એક સમૂહ સાથે પણ રાહુલજી 26 જુલાઈના રોજ સંવાદ કરવાના છે, એમની જે વ્યથા છે એમના જે પ્રશ્નો છે એમને સાંભળવા માટે બેઠક પણ 26 તારીખે બપોરે 3 વાગે આણંદ જિલ્લામાં જીટોડીયા ખાતે બંધન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે, ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસ અર્થે ગુજરાત આવી રહ્યા છે,
સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતની પાવન ધરતી પર રહેશે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને પણ માર્ગદર્શન આપશે, કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ ચર્ચા વિચારણા કરશે, અને સાથે સાથે દૂધ સંઘો ના સભાસદો સાથે સંવાદ કરીને એમના પ્રશ્નો સમજીને એમના માટે જે લડાઈ લડવાની છે જે ન્યાય આપવાનો છે ના માટે કટિબદ્ધતા પણ રજુ કરશે, રાહુલજી એ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતની જનતા એ તેઓને ખુબ પ્રેમ આપ્યો છે, ત્યારે જયારે જયારે ગુજરાતને જરૂર પડે અને જયારે ગુજરાતની જનતાના પ્રશ્નોની વાત આવે, એમના અધિકારની વાત આવે, એમની સાથે થતા અન્યાયની વાત આવે, ત્યારે એ લડાઈમાં હંમેશા રાહુલજી ગુજરાતની જનતા સાથે ખડે પગે ઉભા રહેવા તત્પર છે, અને આજ તત્પરતાના ભાગ સ્વરૂપ રાહુલજીનો 26 તારીખનો આખો કાર્યક્રમ છે.”
લોકસભાના વિરોધપક્ષના નેતા જનયોદ્ધા રાહુલ ગાંધીનો તા. ૨૬/૦૭/૨૦૨૫નો કાર્યક્રમ
સવારે 9.30 કલાક આગમન વડોદરા એરપોર્ટ
સવારે 11 કલાક જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિર નિજાનંદ રિસોર્ટ, આણંદ
બપોરે ૩ કલાક દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ જીતોડીયા, આણંદ
———–
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર હકડેઠઠ મેદની વચ્ચે ભવ્ય સ્વાગત
· અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત રૂપી પ્રેમવર્ષા બદલ કોંગ્રેસના મારા તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર: અમીત ચાવડા
· ગુજરાતની જનતાની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી સુનિશ્ચિત કરવા જવાબદાર વિપક્ષ તરીકે સક્રિય રહીશું: અમીત ચાવડા
· ડબલ એન્જીન સરકારમાં સામાન્ય લોકોનો અવાજ દબાવી રહ્યો છે ત્યારે ગુજરાતના જન જનનો અવાજ મજબુતીથી ઉઠાવીશું: અમીત ચાવડા
· સંગઠન સૃજન અભિયાનને આગળ લઇ જતા બુથથી લઈને પ્રદેશ સુધી કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબુત બનાવીશું: અમીત ચાવડા
· કાર્યકર્તાઓનો અવાજ બુલંદ કરીને બધા જ નિર્ણયોમાં કાર્યકરોની ભાગીદારી સુનિશ્ચિત કરીશું: અમીત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે પક્ષની વિચારધારાના મજબુત વાહક, પ્રમાણિક, નિષ્ઠાવાન, લડાયક નેતા, યુવાનો- ખેડૂતો- પીડિતો- વંચિતો- શોષિતોના સૌથી મજબુત અવાજ અમીત ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કરી નિયુક્તિ કરવા બદલ તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જી, મતી સોનિયા ગાંધી જી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી જી, AICC ના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક જીનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ નિયુક્તિ બાદ દિલ્લીથી ગુજરાત આગમન પર, સરદાર વલ્લભ પટેલ- અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરનારા કોંગ્રેસ પક્ષના સહુ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોનો આભાર માન્યો. આ ઉપરાંત અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સંગઠન સૃજન અંતર્ગત બુથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર થશે, નવા લોકોને સંગઠનમાં તક મળશે. કોંગ્રેસ પક્ષ સંગઠનના માધ્યમથી પ્રજાની વચ્ચે જઈને પ્રજાની સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને પ્રજાના મુદ્દાઓને લઈને લડત- આંદોલન કરશે. ગુજરાત હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે, ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, તે પરંપરાને આગળ લઇ જતા ગુજરાત અને ગુજરાતીઓનો વિકાસ થાય તે માટેના વિઝન સાથે તમામ કાર્યક્રમોને આગળ વધારીશું.”
વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ગુજરાતના યુવાનોના પ્રશ્નો, મહિલાઓ પર થતા અત્યાચાર, ખેડૂતોની સમસ્યાઓ, નાના વેપારીઓની તકલીફો, ફિક્સ પગાર- કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષિતો, પીડિતો- વંચિતોનો અવાજ બનીશું. હાલમાં ગુજરાત જે અધિકારી રાજ, કમિશન રાજ, ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યું છે તે નાબુદ કરવા માટે આક્રમકતાથી લડીશું.” “ગુજરાતની આ ડબલ એન્જીન સરકારમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, પોતાની સમસ્યાઓ પર રજૂઆત કરવી પણ ગુનો હોય તેવું વર્તન નાગરિકો જોડે કરવામાં આવે છે, જાગૃત નાગરિકો- પત્રકારોને સત્ય બોલવા પર ડરાવવામાં આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં આ અઘોષિત કટોકટી સામે લોકશાહી બચાવવા ભાજપ સરકારની તાનાશાહી સામે પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસનો એક- એક કાર્યકર લડશે.”
વધુમાં અમીત ચાવડાએ ગુજરાતમાં પ્રજામાં સરકાર પ્રત્યે વધી રહેલા ભારોભાર આક્રોશ પર જણાવ્યું હતું કે, “ગુજરાતમાં પુલ તૂટે છે, લોકો મરે છે, દિકરીઓ આત્મહત્યા કરવા મજબુર બને છે, પશુપાલકો પોતાના હકની રજૂઆત કરવા જાય તો પોલીસ લાઠીઓ વરસાવે છે, ગુજરાતની જનતાનો ભાજપ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.” “ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીના વિઝન સાથે કોંગ્રેસ પક્ષ રાહુલ ગાંધીએ અગાઉ લોકસભામાં કહ્યું હતું તે પ્રમાણે ગુજરાતમાં ભાજપને હરાવીને રહેશે, જેના માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબુત કરવા સાથે કાર્યકરોનો અવાજ બુલંદ કરીશું, કોંગ્રેસ પક્ષના દરેક નિર્ણયમાં કાર્યકરોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે, દરેક આગેવાન, પદાધિકારી, કાર્યકરનો એક કોંગ્રેસ પરિવાર બનીને સાથે મળીને લડીશું અને પ્રજાની હક્કની લડાઈ જીતીશું.”
————
તા. ૧૫-૦૭-૨૦૨૫
સ્માર્ટ સિટીના સપના દેખાડીને નાગરિકોની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરવવામાં નિષ્ફળ નીવડેલા ભાજપના ભ્રષ્ટ શાસકોના “વહીવટ”ના લીધે સ્માર્ટ સીટી સ્કીમ (યોજના) હકીકતમાં સ્કેમ (કૌભાંડ) બની ગઈ છે. ત્યારે સ્માર્ટ સીટીના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડની તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નળ, ગટર, રસ્તા જેવી પાયાની બાબતો પર કરોડો રૂપિયાનો ખર્ચ પણ, જમીન હકીકત ઘણી જ બિસ્માર છે. સ્માર્ટ સીટી “સ્કીમ” હકીકતમાં ભાજપા શાસકોએ “સ્કેમ” બનાવી દીધી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટ સિટીમાં પાણીના નિકાલ માટે પણ યોગ્ય આયોજનનો સંદતર અભાવ જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સિટીમાં રસ્તામાં ખાડા નહિ પણ ખાડામાં રસ્તા ઠેર ઠેર જોવા મળે છે. ભાજપના ભ્રષ્ટ શાસકોના લીધે ભુવા નગરી અને બિસ્માર રસ્તા સ્માર્ટ સિટીની ઓળખ બની હોય તેમ દેખાય છે. ૧૦ વર્ષ જેટલો સમય સ્માર્ટ સીટી સ્કીમને થયો હકીકતમાં આ દશ વર્ષ ભ્રષ્ટાચારમાં (સ્કેમ) અવલ્લ સાબિત ભાજપા શાસકોએ બનાવી દીધા છે. અમદાવાદ સહિત ૬ શહેરોને સ્માર્ટ સીટી મિશન હેઠળ ૨૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ વિવિધ પ્રોજેક્ટમાં મળી પણ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાલક્ષી સુવિધા માટે જોઈએ તેવા ઉપયોગી થયા નથી. છેલ્લા ૨૦ વર્ષ થી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં વડોદરા, સુરત ના માનવસર્જિત પુરએ ભાજપા શાસકોની જનતાને સ્માર્ટ ભેટ છે.
સ્માર્ટ સિટીમાં બેફામ ભ્રષ્ટાચાર ગેરકાયદેસર બાંધકામ, ટેક્ષના નામે લૂંટએ શહેરી વિસ્તારની વાસ્તવિક સ્થિતિ બની ગઈ છે. ઠેર ઠેર ખાડા, પાણી ભરાવવાના દ્રશ્યો, ભુવા સહિતની અનેક સમસ્યા સ્માર્ટ સીટીના કંટ્રોલ રૂમ CCTVમાં ના દેખાય પણ, શહેરી નાગરિકોને હેલ્મેટ/સીટબેલ્ટ સહિતના નામે બેફામ દંડ વસુલવા માટે CCTV નેટવર્ક સ્માર્ટ ઉપયોગ કરીને શહેરી નાગરીકો માટે લુંટના કેન્દ્ર બની ગયા છે.
અમદાવાદનું ૧૫૫૦૨ કરોડ, વડોદરાનું ૫૫૫૮ કરોડ, સુરત ૧૦૦૦૪ કરોડ, રાજકોટ ૩૧૧૮ કરોડ અને ગાંધીનગર મહાનગરપાલિકાનું ૭૪૫ કરોડનું બજેટ માત્ર જે તે સ્માર્ટ સીટી તરીકે વિકસાવવાની યોજના છે તે પાંચ મહાનગરોનું ૪૦,૦૦૦ કરોડ જેટલું વાર્ષિક બજેટની જોગવાઈ છે તેમ છતાં પાંચ મહાનગરોના ૧૦૦ લાખ કરતા વધુ જનતા માટે જાહેર પરિવહન વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી સમયસર, સ્ટ્રીટ લાઈટ, ગેરકાયદેસર બાંધકામ, વારંવાર ગટર ઉભરાવવાની, ઠેર ઠેર ગંદકી સહિત વધતા ટેક્ષના બીલો, તંત્રની આડોડાઈ, ટ્રાફિકની અવ્યવસ્થા, પાર્કિંગની અસુવિધા બીજીબાજુ કરોડો રૂપિયાના બજેટ કઈ વ્યવસ્થામાં અને કઈ તિજોરીમાં સ્માર્ટ રીતે સગેવગે થઇ રહ્યા છે તેની તપાસ “કેગ” દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
———-
૧૪-૦૭-૨૦૨૫
· ગુજરાતના ટેટ-ટાટ પાસ, એલ.આર.ડી., જીપીએસસી સહિતના યુવાન યુવતીઓ હક્ક અધિકાર, ન્યાય માંગવા જાય તો સચિવાલયના દરવાજા બંધ, પોલીસ કરે છે અમાનવીય વ્યવહાર.
· ભાજપના ધારાસભ્યના મોટી સંખ્યામાં ગાડીઓ સાથેની નૌટંકી સામે તંત્ર નતમસ્તકે.
· ભાજપના ધારાસભ્યને નૌટંકી માટે રેડ કાર્પેટ બીજી બાજુ ગુજરાતના યુવાન યુવતીઓને પોલીસ ફટકારે છે દંડ અને દંડા.
· ગુજરાતમાં બે કાયદાનું પાલન : એક સામાન્ય જનતા માટે અને બીજો કાયદો જેમાં ભાજપાના ખેસ પહેરો અને નિયમો નેવે મુકો.
ગુજરાતના ખેડૂતો, બેરોજગાર યુવાનો કે જેઓ પોતાના ન્યાય અધિકાર માટે ગુજરાતમાં સચિવાલયમાં પ્રવેશ માટે નીતિ નિયમો, જાહેરનામાં, પોલીસના દંડ-દંડા બીજીબાજુ ભાજપના ધારાસભ્યના ગાડીઓ સાથેના કાફલા માટે રેડકાર્પેટ એ વધુ એકવાર ગુજરાતમાં બે કાયદાનું શાસન હોવાનું ફલીત કરે છે જે અંગે મુખ્યમંત્રીનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય દ્વારા નૌટંકી માટે ગાડીઓના કાફલા સાથે જે રીતે સચિવાલયમાં રેડ કાર્પેટ પ્રવેશ મળે અને તંત્ર કુર્નિશ બજાવી આ છે ગુજરાતમાં કાયદાનું વિશેષ શાસન જેમા ભાજપના નેતાઓ માટે ખુલ્લા દરવાજા. બીજી બાજુ, ગુજરાતના હજારો યુવાનો ખાસ કરીને ટેટ-ટાટ પાસ, એલ.આર.ડી., જીપીએસસી, વિદ્યા સહાયક ભરતી માટે ચિત્ર સંગીત શારીરિક શિક્ષણ ના શિક્ષકોની ભરતી સહિતના યુવાન યુવતીઓ હક્ક અધિકાર, ન્યાય માંગવા જાય તો સચિવાલયના દરવાજા બંધ , પોલીસ કરે છે અમાનવીય વ્યવહાર. ગાંધીનગર સચિવાલય તરફ ફરવાની પણ મંજૂરી નહીં પણ ગાંધીનગર પ્રદર્શન કરે તો પણ દંડા સાથે તૂટી પડે આ છે ભાજપની સરકારમાં જનતા માટે કાયદા ની પરિભાષા.
ગાંધીનગર મોટી સંખ્યામાં ગાડીના કાફલા સાથે મોરબીના ભાજપના ધારાસભ્ય 200 કિલોમીટર અંતર કાપીને વટ – અહંકાર માટે જઈ શકે પણ મોરબીની જનતાને પડી રહેલ પારાવાર મુશ્કેલી અંગે કલેક્ટર કચેરી અને નગરપાલિકા કચેરી જઈને સૂચના આપી શકતા નથી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ મોરબીની જનતાની પારાવાર મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ ધરણા પ્રદર્શન યોજાયા હતા અને આક્રમતા થી જનતાના ન્યાય માટે લડાઈ ચલાવવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં પણ ખેડૂતોને નુકસાનીના વળતરમાં થયેલ અન્યાય બાબતે તાકીદે ન્યાય માટે મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી ધરણા – પ્રદર્શન યોજાયા હતો
————–
૧૨-૦૭-૨૦૨૫
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સોમવારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોને ન્યાય માટે ધરણા – પ્રદર્શનની જાહેરાત કરતા સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયા હતા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. દુર્ભાગ્યવશ, ગુજરાતની ભાજપ સરકારે ભેદભાવ રાખીને આશરે ૫૦% કરતા વધુ ખેડૂતોને પાક નિષ્ફળતાનું વળતર આજદિન સુધી ચુકવ્યું નથી. સરકારની આ અન્યાયી નીતિ સામે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે, સરકારને નવેસરથી કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડી. પરંતુ, આ નવા પેકેજમાં પણ સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. આના કારણે જિલ્લાના હજારો ખેડૂતોને ફરીથી અરજીઓ કરવાની ફરજ પડશે, અને મોટાભાગના ખેડૂતોને આ નુકસાનીનું વળતર નહીં મળે. ગત ચોમાસા ઋતુમાં અતિભારે વરસાદનાં કારણે થયેલ પાક નુકશાન અંગે તા. ૨૫-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધીમાં વરસાદનાં કારણે થયેલ નુકશાનીનાં વળતર માટે અરજી કરવાની જાહેરાત સરકાર દ્વરા કરવામાં આવેલ હતી. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાનાં દસાડા તાલુકા અને લખતર તાલુકા દ્વારા અનુક્રમે ૨૫૪૭૧ અને ૧૪૮૬૧ અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ. સરકારનાં તા. ૨૪-૧૦-૨૦૨૫ ના ઠરાવ મુજબ તમામ પાકોના નુકશાનીનુ વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ. પણ દુખ સાથે કહેવું પડે કે, ૫૦ % કરતુ વધુ ખેડૂતોની અરજી ના મંજુર કરવામાં આવી અને ખેડૂતો સાથે ભાજપ સરકારે વિશ્વાસઘાત કર્યો છે . નવા ઠરાવમાં કહ્યું કે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને જ નુકસાની સહાય મળશે,બિનપિયતમાં ૨૨ હજાર અને પિયત ખેતરમાં ૪૪ હજારની સહાય માટેની જોગવાઈ છે,ઓક્ટોબર ૨૦૨૪માં ખેડૂતોએ અરજી કરી હતી તે ખેડૂતોને ફરી એકવાર અરજી કરવાનું કહેવાયું છે,ઓક્ટોબરમાં નુકશાની થયું હોય તેનો ફોટો આપવાનો અને ગ્રામ સેવક દાખલો આપે તો જ નુકસાની સહાય મળે તેવી શરતો રાખવામાં આવી છે, ઓક્ટોબર ૨૪ માં ૨૦ જિલ્લાઓના ખેડૂતોને અતિવૃષ્ટિ થી નુકશાન થયું હતું,જો કે નવા ઠરાવ મુજબ ફક્ત ૬ જિલ્લાના ખેડૂતોને જ નુકસાની સહાય ચૂકવવામાં આવશે, તો બાકીના ૧૪ જિલ્લાના ખેડૂતોની નુકશાની નું શું? ભાજપ સરકાર ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવાનું કામ વધુ એક વાર કરી રહી છે.
સરકાર દ્વારા ભેદભાવ કરી અમુક પસંદગીનાં ગામોને અને અમુક પસંદગીના લોકોને આ નુકશાની ચુકવવામાં આવેલ. આવી ભેદભાવપૂર્ણ અને પસંદગીના લોકોને વળતર ચુકવવાની સરકારની અત્યાચારી રીતી નિતિ સામે કોંગ્રેસ અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ ૧૪/૦૭/૨૦૨૫ના સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજાશે. ભાજપ સરકારની ખેડૂતોને અન્યાય કરનારી નીતિ સામે ઉગ્ર આક્રોશ સાથે ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમ રબારી અને ખેડૂત આગેવાન અશોક પટેલ, પ્રવીણ પરમારે વધુમાં વધુ ખેડૂતોને જોડવવા અપીલ કરી હતી
————
૧૨-૦૭-૨૦૨૫
· ભાજપા સરકાર આદીવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ “ડગરી” ગૌમાતાના અધિકારો છીનવી રહી છે. – મનહર પટેલ
ભાજપા સરકાર આદીવાસીઓ પાછળ પડી ગઈ છે.પહેલા જળ-જમીન અને જંગલ છીનવ્યા,તેમના હક્ક અને અધિકારો છીનવ્યા,શાળા-દવાખાનાની સવલતો છીનવી અને હવે આદીવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલ “ડગરી” ગાય માતાને દુર કરીને આદીવાસી સંસ્કૃતિ અને સમાજનુ અપમાન કરી રહી છે. મુળવાત એમ છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીને આદીવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે કોઇ સંબંધ નથી અને તેમના દ્વારા ગૌ-માતા “ડગરી” ને પંજીકૃત કરાવવામા આવી રહી છે. જે આદીવાસી સંસ્કૃતિ અને ધરોહરનુ અપમાન કરી તેનો અધિકાર છીનવ્યો છે જેનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરે છે. અને આદીવાસી સમાજની માંગ છે કે “ડગરી” ગૌ માતાનુ પંજીકૃત આદીવાસી સમાજ સાથે જોડી કરવામા આવે.
ડગરી ગૌ માતા આદિવાસી વિસ્તારની એક આગવી ઓળખ છે અને તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનાં સ્થળોએ સદીઓથી રેવા – નર્મદા મૈયાની ડગરે ડગરે જોવા મળતી ગાય છે અને આથી જ સદીઓથી લોકવાયકા પ્રમાણે તે “ડગરી” તરીકે ઓળખાય છે. અમારી જાણ મુજબ આણંદ કૃષિ યુનિવર્સિટીએ પોતાના નામે ડગરી ગૌ માતાનુ રાષ્ટ્રીય કક્ષાએ પંજીકૃત કરાવેલ છે અને એવો પ્રચાર કરવામાં આવે છે કે અમારી ગૌ-માતા “ડગરી” ને તેઓએ વૈશ્વિક ઓળખ અપાવેલ છે. જે વાસ્તવિકતાથી તદ્દન વિપરિત છે, અને ગેરમાર્ગે દોરનાર છે.
આ વિષયમા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગૌ-માતા “ડગરી” નો એક વિડીઓ બનાવવામાં આવેલ છે, તેમાં ગૌ-માતા “ડગરી”ની લગ્ન પ્રસંગે દહેજમાં આપ-લે થાય છે, ઉપરાંત તેમણે ગૌ-માતા “ડગરી” ને સંકર જાત તરીકે વર્ણવી છે, આ તદ્દન પાયા વિહોણી વાત છે. જે ગૌ-માતા “ડગરી” નું તેમજ સમગ્ર આદિવાસી સંસ્કૃતિ – સમાજ અને સભ્યતાનું અપમાન છે. ઉપરાંત આ વિડીઓમા ડગરી માતાને માત્ર ગુજરાતનાં અમુક જિલ્લા અને મધ્યપ્રદેશના વિસ્તારમાં જોવા મળે છે,તે પંણ સત્યથી વેગળી વાત છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવકતા મનહર પટેલ જણાવીને માંગ કરે છે કે, આદીવાસી સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ ડગરી ગૌ માતા અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કોઈ વૈજ્ઞાનીકે પોતાના કે યુનિવર્સિટી નામે રાષ્ટ્રીય કક્ષાએ પંજીકૃત કરાવેલ હોય તો તે એક અપરાધ ગણી રદ કરવુ જોઈએ. અને સદીયોથી ત્રણેય રાજ્યોના સમસ્ત આદિવાસી સમાજ ડગરી ગૌ માતાને પોતાનો અંશ તરીકે સ્વીકારી તેનો ઉછેર અને સંવર્ધન કરે છે તેના નામે પંજીકૃત કરવામાં આવે.
———-
૧૦-૦૭-૨૦૨૫
· ગુજરાતની સરકારી કૃષિ યુનિ.ના કુલપતિઓ દલાતરવાડી જેવા છે,મનફાવે તેમ યુજીસી અને યુનિ એકટના નિયમોને અવગણી પોતાનો પગાર આકારે છે અને ખીચા ભરી રહ્યા છે.
· ગુજરાતની તમામ સરકારી કૃષિ યુનિ.ઓ ભ્રાષ્ટાચારથી ખદબદે છે,મરામત,ખરીદી અને અધિકારીઓની ભરતીમા કરોડો રુપિયાના વહેવારોના સમાચાર મળે છે, સાગમટે તપાસ કરવો અને વસુલો.
· રાજ્ય સરકારે કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક કરી છે અને આ લાયકાત વગરના કુલપતિઓ રોસ્ટરના નિયમો સાથે છેડછાડ કરીને ભરતીમા કરોડોના કૌભાંડ આચરી રહ્યા છે. તપાસ કરાવો અને વસુલો.
· આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો કે બી કથીરીયા ની વૈભવી ઓફિસ અને સરકારી નિવાસ પાછળ થયેલા અનઅધિકૃત ખર્ચા ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિના સંકેત આપે છે તપાસ કરાવો અને વસુલો.
· આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો કે બી કથીરીયાના કથિત ગેરરિતીઓ પાછળ કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેટલા દુર છે. તેની તપાસનો કરવો અને વસુલો.
· આણંદ કૃષિ યુનિવર્સીટીમા સરકારી કૃપા નીચે થતા ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિઓની ઉચિત તપાસ કરાવવામા આવે.
કુલપતિ ડો. કે. બી. કથીરિયા દ્વારા યુનિ નું સુકાન સાંભળવામાં આવ્યું છે ત્યારથી આણંદ કૃષિ યુનિવર્સીટીની શાખ ઉપર અનેક સવાલો ઉભા થયા છે. ઉપરાંત ICAR રેન્કિંગ માં આણંદ કૃષિ યુનિવર્સીટીએ સતત પીછેહઠ કરેલ છે અને NIRF રેન્કીંગમાં પણ પહેલા મોખરે રહેતી જે આજે ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓનુ ઉદાહરણ બની ગઈ છે. ત્યારે સવાલ ઉભો થાય કે રાજ્ય સરકારે ડો કથીરીયા કુલપતિ શા માટે બેસાડયા છે. ?
ડો કથીરીયા દ્વારા ₹ 6 થી 7કરોડની સોલાર રૂફટોપ સીસ્ટમની ઇન્સ્ટોલ કરવામાં ગેરરીતિના આક્ષેપો.
સોલાર રૂફટોપ સીસ્ટમએ એક ડેડ-સ્ટોક (નોન-રિકરિંગ) આઈટમ (સાધન) છે. જેને રાજ્ય સરકારની પ્લાન કે નોન-પ્લાન યોજનામાંથી ખરીદવાની થાય. કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ વિધાનસભા અને નાણાં મંત્રાલયની મંજૂરી નહી લીધેલી હોવા છતાં આમ ના કરતા પ્લાન કે નોન-પ્લાન યોજના હેઠળ રિકરિંગ ગ્રાન્ટ નો ઉપયોગ કરીને ) ₹ 6 થી 7કરોડની સોલાર રૂફટોપ સીસ્ટમ (ઇન્વર્ટર સહીત) સીસ્ટમ ઇન્સ્ટોલ કરાવેલ છે. આમ ડો. કે. બી. કથીરિયા દ્વારા પોતાની સત્તાનો દુર ઉપયોગ અને મોટો ભ્રષ્ટાચાર કરેલ છે. એવા તેમના જ એક અધિકારીએ આક્ષેપો લગાવ્યા છે ત્યારે તે દિશામા યોગ્ય તપાસ કરવામા આવે.
રાજ્યની અન્ય કૃષિ યુનિ જેમકે જુનાગઢ કૃષિ યુનીવર્સીટીમાં સોલાર રુફ્ટોપ સીસ્ટમ એ ડેડ-સ્ટોક (નોન-રીકરીંગ) હેઠળ રાજ્ય સરકારની મંજુરી લઈને ખરીદાયેલ છે. જે સાબિત કરે છે કે કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ પોતાને મળેલ સત્તાનો ઉપયોગ ભ્રષ્ટાચાર માટે અને પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ મળે તે હેતુથી કરેલ છે.
કુલપતિ ડો કથીરિયાના કાર્યાલયના રીનોવેશનમા ગેરરીતી
કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ પોતે ચાર્જ સાંભળ્યા પછી ગણતરીના મહિનાઓમાં જ પોતાની ઓફિસનું ₹. ૩૫ લાખ કરતા પણ વધુ રકમ ખર્ચી રીનોવેશન કરાવેલ છે અને તેમાં માત્ર ઇન્ટીરીયર ડીઝાઇન અને ફર્નિચર પાછળ જે જંગી ખર્ચ ભ્રષ્ટાચારનો સંકેત આપે છે.
કુલપતિ નિવાસસ્થાનના તામ જામ…
કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ પોતાને મળેલ સરકારી આવાસ માં પણ ફર્નીચર, બાંધકામ અને અન્ય તામ જામ પાછળ પણ લાખો રુપિયાનો ખર્ચ કરેલ અને અમુક તો યુનિ. ના ગેસ્ટહાઉસના નામે ખરીદીને કુલપતિએ પોતાના નિવાસને સજાવેલ છે, આ લુટો,વાપરો અને મોજ કરોની માનસિકતાનો સંકેત છે.
કુલપતિ ડો. કે. બી. કથીરિયા કૃષિ યુનિમા સંશોધન નિયામકની ભુમિકા પણ શંકાસ્પદ.
કુલપતિ ડો. કે. બી. કથીરિયા આજ કૃષિ યુનિમા સંશોધન નિયામક હતા ત્યારે રાસાયણિક ખાતર, બીયારણ અને જંતુનાશક દવાનુ ઉત્પાદન કરતી કંપનીઓને લાભ થાય તેવા આયોજનો અને તે મુજબની યુનિ ભલામણો બહાર પાડતા એવા આક્ષેપો થયા છે, ખાનગી કંપનીના ખર્ચે વિદેશ પ્રવાસ કરતા હતા,આમ આ કાર્યકાળમાં પણ ઘણી ગેરરીતી થયેલ છે, જો તેમના એ સમયગાળાની તપાસ કરાવવામાં આવે તો હજુ વધુ ભ્રષ્ટાચાર બહાર આવવાની શકયતા છે. બિયારણની તેમજ દવાની કંપનીઓ સાથેની સાંઠ-ગાંઠ બહાર આવશે.
કુલપતિ ડો. કે. બી. કથીરિયા દ્વારા કૃષિ યુનિમા અધિકારીઓની ભરતીમા ગેરરીતીનો સંદેહ.
કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ દ્વારા તાજેતરમાં ૧૮૦ જેટલી શૈક્ષણિક જગ્યાઓની થનાર ભરતીમા ખુબ મોટા પાયે ગેરરીતીની દહેશત છે, આ ગેરરીતીને રોકવા માટે સદર ભરતી રાજ્ય સરકાર હસ્તક GPSC મારફત થાય તેવી વ્યવસ્થા કરવામા આવે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનહર પટેલ માંગ કરે છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની સરકારી કૃષિ યુનિ.ઓ ની શાખ ઉપર સવાલો ઉભા થયા છે, તેના માટે જવાબદાર રાજ્યનો કૃષિ વિભાગ અને કૃષિ યુનિ.ના કુલપતિઓ છે, તેના કારણે કૃષિ સંશોધનની કામગીરીમા શુન્યાવકાશ જોવા મળી રહ્યો છે, બેરોજગાર કૃષિ સ્નાતકોની સંખ્યા વધી રહી છે તેના માટે કોઇ ચિંતા દેખાતી નથી, રાજ્યની ખેતીના પડકારોના ઉકેલ આપવાની જવાબદારીથી છટકી રહી છે,આવી ગંભીર હાલતમા રાજયની કૃષિ યુનિ.ના કુલપતિઓ ભ્રષ્ટાચાર અને ગેરરીતી આચરવામા રચ્યા પચ્યા છે, માટે જવાબદાર કુલપતિ ડો. કે. બી. કથીરિયા ઉપર થયેલા આક્ષેપો અને કથિત તમામ ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરવામા આવે અને આ તપાસ કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ IAS ડો અંજુ શર્માના વડપણ નીચે કરવામા આવે.
મનહર પટેલ
———–
૦૯-૦૭-૨૦૨૫
ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એકજ રટણ હોય છે કે તપાસ થશે તેવી ભાજપ સરકારની જાહેરાત વચ્ચે ગુજરાતમાં વધુ એક પુલ ધરાશાયી અને નવ-નવ માનવ જીન્દગીના મોત અંગે સુપ્રીમકોર્ટ – હાઈકોર્ટના સીટિંગ ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે ગુજરાતની ભાજપા સરકારની ભ્રષ્ટાચારી નીતિના પાપે વારંવાર આવી ઘટના બને છે. રાજ્યમાં અનેક નિર્માણાધીન પુલ ધરાશાયી થયા છે. ગંભીર અને દુખદ ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એકજ રટણ હોય છે કે તપાસ થશે. આ પ્રકારના જવાબો એ સરકારની આંખ મીચામણા નીતિ છે. તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ છે જેમાં નવ નવ માનવ જીન્દગી હોમાઈ છે. સમારકામ માટેની માંગ બાદ પણ કોઇ પગલાં ભરાયા નથી. ગંભીર પુલની ગંભીર ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તે માટે ઘટનાની ન્યાયી અને પારદર્શક તલસ્પર્શી તપાસ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના જજની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા થાય તેવી માંગ કોંગ્રેસ પક્ષ કરે છે. પુલ ધરાશાયી થતાં નવ નવ નિર્દોષના મોત નીપજ્યા છે. આ ઘટનમાં સરકારે તપાસના આદેશ આપ્યા છે. જે માત્ર નાટકરૂપ સાબિત થશે. કેમ કે અત્યાર સુધી તપાસના નામે એક પણ અહેવાલ જાહેર થયો નથી. માત્ર પુલમાં જ નહિ પણ ગુણવત્તા વિનાના રોડ રસ્તા બનાવી બેફામ ગેરરીતિઓ આચરનારને નવા નવા કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યા છે. ભાજપાના ભ્રષ્ટાચારી મોડલને કારણે આવી દુર્ઘટના બની રહી છે.
ભાજપના શાસનમાં ચુંટણી ફંડ આપોને પુલ-રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ મેળવો તે સ્કીમ ચાલી રહી છે. આ જ પ્રમાણે અન્ય પુલ દુર્ઘટનામાં ય માર્ગ મકાન વિભાગ રીપોર્ટ આપીને તપાસનું નાટક કરશે. થોડાક દિવસોમાં આખીય વાત ભૂલાઈ જશેને, આખીય વાત પર હળવેકથી ઠંડુ પાણી રેડી દેવાશે. આજ દિન સુધી પુલ તૂટવાની ઘટનામાં એકેય કોન્ટ્રાકટર સામે કડક પગલા લેવાયા નથી તે જગજાહેર છે.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલા પુલ તૂટ્યા
વર્ષ
સ્થળ
જીલ્લો
૨૦૨૪
હળવદનો પુલ
મોરબી
૨૦૨૩
વઢવાણ પુલ
સુરેન્દ્રનગર
૨૦૨૩
પાલનપુર RTO પુલ
બનાસકાંઠા
૨૦૨૩
ખેડા પુલ
ખેડા
૨૦૨૩
ધંધુસરા પુલ
જુનાગઢ
૨૦૨૨
મોરબીનો ઝૂલતો પુલ
મોરબી
૨૦૨૨
માધાપર ચોકડી
રાજકોટ
૨૦૨૨
બોપલ રીંગ રોડ
મુમતપુરા
૨૦૨૨
બોરસદ ચોકડી
આણંદ
૨૦૨૨
હાંડોડ
લુણાવાડા
૨૦૨૨
નંદેલાવ
ભરુચ
૨૦૨૨
ઊંઝા હાઈવે
મહેસાણા
૨૦૨૨
સિઘરોટ
વડોદરા
૨૦૨૧
શાંતિપુરા
અમદાવાદ
૨૦૨૧
મમતપુરા પુલ
અમદાવાદ
૨૦૨૦
આજીડેમ ચોકડી
રાજકોટ
૨૦૨૦
મહેસાણા બાયપાસ
મહેસાણા
૨૦૧૯
સતોડાક ગામ
રાજકોટ
૨૦૧૭
હાટકેશ્વર પુલ
અમદાવાદ
૨૦૧૬
પીપલોદ ફ્લાયઓવર
સુરત
૨૦૦૭
ઉઘના દરવાજા
સુરત
————-
૦૩-૦૭-૨૦૨૫
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ માં ચાલતી ગેરરીતિ જેના લીધે નિર્દોષ નાગરિકો ના જીવ ગુમાવ્યા છે તેને પ્રેસ મિત્રો સમક્ષ ઉજાગર કર્યા છે. કેગ ના રિપોર્ટ મુજબ IKDRC હોસ્પિટલ ૨૩૫૨ દર્દીઓ ઉપર સ્ટેમ સેલ થેરાપી નામ ના ક્લિનિકલ રિસર્ચ વગર મંજૂરી એ કરી દેવા માં આવ્યા છે. વર્ષ ૧૯૯૯ થી ૨૦૧૭ દરમિયાન સ્ટેમ સેલ થેરાપી હેઠળ ના ૭૪૧ દર્દીઓ જીવ ગુમાવ્યા છે. કેગ ના રિપોર્ટ અનુસાર ૯૧% કિસ્સા માં સ્ટેમ સેલ થેરાપી નિષ્ફળ ગઈ છે. કેગ અનુસાર ૨૩૫૨ દર્દીઓ પૈકી ૨૧૩૨ દર્દીઓ માં સ્ટેમ સેલ થેરાપી અસફળ રહી હતી. ૫૬૯ દર્દીઓ માં કીડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયા જ્યારે ૧૧૦ દર્દીઓ માં એવા કોમ્પ્લીકેશન ઊભા થયા જેથી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યા નહીં. કેગ રિપોર્ટ મુજબ NAC-SCRT ( National Apex Committee for Stem Cell Research and therapy) ના આદેશ થી ૨૦૧૭ માં સ્ટેમ સેલ થેરાપી માં બંધ કરવા માં આવી હતી. NAC SCRT મુજબ IKDRC દ્વારા IC SCRT (Institutional committee for stem cell research and Therapy) ની પુર્વ મંજૂરી વગર ક્લિનિકલ ટ્રાયલ કરવા માં આવ્યા છે તેવું કેગ નું અવલોકન છે.
વર્ષ ૨૦૧૩ પૂર્વ IKDRC હોસ્પિટલ માં પોતાની ઇન્સ્ટિટ્યુનલ એથિક્સ કમિટી હયાત નોહતી એટલે નિર્ણયો ઇન્સ્ટિટ્યુનલ ઇન્ટર્નલ રીવ્યુ બોર્ડ દ્વારા લેવા માં આવતા હતા. આ બોર્ડ ની IC SCRT અને NAC SCRT ની કોઈ પણ પ્રકાર ની પુર્વ મંજૂરી મેળવેલ નોહતી જ્યારે બોર્ડ એ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનીસેશનમાં (CDSCO ) રજિસ્ટ્રેશન કરાવેલું નોહતું જે ફરિજયાત હતું. સ્ટેમ સેલ થેરાપી હેઠળ ના દર્દીઓ નું ૧૫ વર્ષ માટે રેકોર્ડ રાખવા ની રાષ્ટ્રીય ગાઈડ લાઈન હોવા છતાં ક્લિનિકલ ટ્રાયલ ના રેકોર્ડ ના પુરાવા રખાયા નથી. રેકોર્ડ ને ડિલીટ કરવા પાછળ કોઈ ષડયંત્ર હતું કે શું? જવાબદારી કોની? ગુજરાત રાજ્ય માં નિર્દોષ નાગરિકો પર વગર મંજૂરી એ અખતરા થાય અને નિર્દોષ લોકો જીવ ગુમાવે , સરકાર નો આરોગ્ય વિભાગ ની કોઈ જવાબદારી નહીં? નિર્દોષ દર્દીઓ ના જીવ માટે કોણ જવાબદાર ? કોના ઉપર પગલા લેવાશે? ગુજરાત રાજ્ય ના નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદ થાય વિદેશી નાગરિક ને કીડની હોસ્પિટલ દ્વારા બારોબાર કીડની આપી દેવાય અને નિર્દોષ દર્દીઓ પર વગર મંજૂરી એ અખતરા થાય તે કેટલા અંશે યોગ્ય?
National organ and Tissue Transplant organization (NOTTO) ના ડિરેક્ટરના ડોક્ટર અનીલકુમારે ૨ જુલાઇ ૨૦૨૫ ના રોજ ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ ના એડિશનલ ડિરેક્ટર ને ઇમેઇલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ૧૫ દિવસ માં બંને મુદ્દા કીડની વિદેશી નાગરિક ને બારોબાર આપવા અને વગર મંજૂરી એ સ્ટેમ સેલ થેરાપી ના ક્લિનિકલ ટ્રાયલ કરવા મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવવો. ગુજરાત રાજ્ય આટલી મોટી ગંભીર ગુનાહિત બેદરકારી માટે કોંગ્રેસની કડક કાર્યવાહી કરવા માટેની માંગ છે.
સ્ટેમ સેલ થેરાપીમાં નિષ્ફળ ગયેલ કુલ કેસ
૨૧૩૨
સ્ટેમ સેલ થેરાપીમાં જીવ ગુમાવેલ કુલ દર્દીઓ
૭૪૧
સ્ટેમ સેલ થેરાપીના કારણે કીડની ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ ગયેલ કુલ દર્દીઓ
૫૬૯
સ્ટેમ સેલ થેરાપીના કારણે કીડની ટ્રાન્સપ્લાન્ટમાં ઉભા થયેલ કોમ્પ્લીકેશનના લીધે કીડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નિષ્ફળ ગયેલ કુલ દર્દીઓ
૧૧૦
સ્ટેમ સેલ થેરાપી હેઠળ ક્લિનિકલ રીસર્ચના કુલ દર્દીઓ
૨૩૫૨
—————–
૨૮-૦૬-૨૦૨૫
· દાંતીવાડા,નવસારી, આણંદ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ પગારમા નિયમ વિરુદ્ધ 2.20 કરોડ રુપિયા ઉપાડીને ઉચાપત કરી….
· કુલપતિઓને તમામ પ્રકારના દવાના ખર્ચ મળવાપાત્ર છે. છતા તબીબી ભથ્થુ મેળવીને નાણાની ઉચાપત કરી રહ્યા છે…
· કુલપતિઓ નિયમ વિરુદ્ધ પોતાની પુર્વ સરકારી નોકરીનુ પેન્સન અને કુલપતિનો પુરો પગાર બન્ને મેળવીને નાણાની ઉચાપત કરી રહ્યા છે…
· કૃષિ યુનિ.ના કુલપતિઓ ઉપર ઉચાપતની ગંભીર બાબતો સામે આવી છતાં રાજ્યનો કૃષિ ખેડૂત કલ્યાણ-સહકાર વિભાગ પોલીસ ફરીયાદ નોંધાવવા કે પગલા લેવામા ખચકાય છે…
કૃષિ યુનિવર્સિટીમાં મોભાદાર પદ ગણાતું કુલપતિને પ્રતિ માસિક બેઝિક ફિક્સ 2.10 લાખ રુપિયા પગાર ઉપરાંત સ્પેશિયલ એલાઉન્સ અંદાજિત 5000 રુપિયા ચૂકવવાની સાતમા પગાર પચમાં જોગવાઈ કરેલ છે, આમ છતાં પહેલી જાન્યુઆરી 2016 થી એટલે કે નવ વર્ષથી રાજ્યની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓમાં સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કુલપતિઓ દ્વારા સાતમાં પગારપંચના ઠરાવનો ભંગ કરી મનસ્વી રીતે આપખુદ શાહીથી ખોટી રીતે પગારમાં મોંઘવારી ભથ્થુ આકારીને સરકારી નાણાની ઉચાપત કરી ગંભીર ભ્રષ્ટાચાર આચરેલ છે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓને મોંઘવારી ભથ્થું મળવા પાત્ર ન હોવા છતાં દાંતીવાડા, નવસારી, આણંદ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ અંદાજિત 2.20 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. આ રકમ વસુલાત કરવા માટે જાગૃત નાગરિક વિપુલ જોષીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. અને સાતમા પગારપંચના અમલમાં નિયુક્ત થયેલા કુલપતિઓ પાસેથી બિન કાયદેસર રીતે મેળવેલા મોંઘવારી ભથ્થાંની વસુલાત પેટે અંદાજે રૂ.50 થી 55 લાખની વસૂલાત ચારેય યુનિવર્સિટીના કુલપતિઓ પાસેથી કરવાની થાય છે જે અંદાજિત 2.20 કરોડ રૂપિયાની વસુલાત કરી ન્યાયીક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉપરાંત ભૂતકાળમાં કુલપતિઓ દ્વારા રજાનુ રોકડ રૂપાંતરના કિસ્સામાં નાણા વિભાગની જોગવાઈઓને અવગણીને સત્તાનો દુરપયોગ કરી તેનો નાણાકીય લાભ મેળવેલ છે, તેની વસુલાત પણ કરવામાં આવે. ઉપરાંત આ કુલપતિઓને તબીબી ભથ્થું પણ મળવાપાત્ર નથી, કારણકે તેઓને તમામ પ્રકારના દવાના ખર્ચ મળવાપાત્ર છે.છતા આપખુદશાહીથી સત્તાના જોરે તેઓએ તબીબી ભથ્થા મેળવે છે,તેની પણ વસૂલાત કરવામા આવે. વર્તમાન કૃષિ કુલપતિઓ કુલપતિના કાર્યભારનો ફિકસ પગાર તો મેળવે છે ઉપરાંત પોતાની સરકારી નોકરીનુ પેન્સન પણ મેળવે છે, ખરેખર કુલપતિઓને પે માઈનસ પેન્શન કરી પગાર મળવાપાત્ર થાય છે. આમ આ કૃષિ યુનિ.ના કુલપતિઓ મનફાવે તેવા ખોટા પગાર મેળવીને સરકારી તેજુરીના નાણાની ઉઘાડી લુટ ચલાવી રહ્યા છે.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તા મનહર પટેલ ભાજપા સરકારમા કુલપતિઓએ જે રીતે પોતાના પગાર ભથ્થાની કરેલી નાણા ઉચાપતને તાત્કાલિક અસરથી તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે, તમામ કુલપતિઓને ફરજ મોકુફ કરવામા આવે, તેમના ઉપર સરકારી નાણાની ઉચાપતના ગંભીર ગુનાના આચરણ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરવામા આવે તેમજ કુલપતિઓને નવ વર્ષથી આ ખોટા બીલો બનાવીને ખોટા પગાર ચુકવવામા સામેલ અધિકારીઓ ઉપર તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવામા આવે.
———–
૨૫-૦૬-૨૦૨૫
· દેશની હાલત જોયા વગર કાળા દિવસની ઉજવણી કરવા ટેવાયેલી ભાજપા પાસે હવે જનતા માટે કોઇ મુદ્દો બચ્યો નથી.
· સંવિધાનનો હત્યા દિવસ ઉજવવાથી આઝાદી પહેલા અને પછીના વર્ષોમાં કરેલા કારસ્તાન ઇતિહાસના પટલ પરથી દૂર નહી થાય..
· રાષ્ટ્રપિતા ગાંધીની હત્યાના દિવસને કાળો દિવસ મનાવવાને બદલે ભાજપા સરકાર કટોકટીના ઇતિહાસને ૭૫ વર્ષ પછી હત્યા દિવસ તરીકે ઉજવણી કરીને દેશને શુ સંદેશ આપવા માંગે છે,?
· વારંવાર કટોકટીને દેશ સામે મુકીને સત્તાની સુરક્ષા શોધતા ભાજપા નેતાઓને જનતા ઓળખે .
દેશને અંગ્રેજોના સકંજામાથી ગાંધીએ છોડાવ્યા તેમ ભાજપાના સકંજામાથી ગાંધી વિચારો જ છોડાવી શકશે. આજના સત્તાધારી પક્ષ ગાંધીની વિચારધારાથી સંપૂર્ણ વિપરીત વિચારધારા ધરાવતા હોવા છતાં આજે તેને ગાંધીની પ્રતિમા જોઈને અર્ધા વાંકા વળીને નમવું પડે છે…
દુનિયામાં કોઈ પણ લોકો પોતાને જ્યાં અને જેમાં શ્રદ્ધા અને સમર્પિત ભાવ હોય તેને નમતો હોય છે… પરંતુ દુનિયામાં એક માત્ર સંઘ – ભાજપાનો પરિવાર છે જેને ગાંધી કે ગાંધી વિચારમાં શ્રદ્ધા કે સમર્પિત ભાવ નથી છતાં ગાંધીની પ્રતિમા સામે માથા નમાવે છે.
દુનિયામાં એક માત્ર ગાંધીની પ્રતિમા ને પોતાના (ભારતનો એક વર્ગ બાદ) અને પારકા બન્ને આદર કરે છે, આ સત્યને સહર્ષ સ્વીકારી ન શકવાને કારણે સંઘ – ભાજપાના નેતાઓ દેશહિતાય સદબુદ્ધિથી વંચિત છે.
સંઘ – જનસંઘ – ભાજપા ગાંધી અને વિચારના દુશ્મન રહ્યા છે તે હકીકત દેશ અને દુનિયા જાણે છે… અને ભારત છોડી જનાર અંગ્રેજ પોતાની પાર્લામેન્ટ સામે ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા કોંગ્રેસના ઠરાવથી કે સાવરકરની અંગ્રેજ દોસ્તીની કૃપાથી નથી મૂકી…એટલે દુનિયાના દેશો ગાંધીને નમે તો છે જ પણ તેની પ્રતિમાઓ પણ મુકે છે આ ગાંધીની તાકાત હતી.
આઝાદ ભારતનો વિકાસનો પંડિત નહેરુએ અને આર્થિક સુપર પાવરનો ખીલો ડો મનમોહનસિંઘ એ ડંકાની ચોટ પર ઠોક્યો છે એ પણ સંઘ – જનસંઘ અને ભાજપાની દેશ વિરોધી નીતિઓને કચડીને. એ જ આજની ભાજપાનો દુઃખાવો છે, તેની આડ અસરના ભાગે જનતાને ભ્રમિત કરવા ૭૫ પહેલાની કટોકટી યાદ આવે છે.
મનહર પટેલ
————
પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.અમિત નાયકને છ વર્ષ માટે બરતરફ કરતી શિસ્ત સમિતિ.
————-
રાહુલ ગાંધી : દેશના યુવાજગત માટે પ્રેરણારૂપ નેતૃત્વનું પ્રતીક
લેખક : હેમાંગ રાવલ
પ્રવક્તા, મીડિયા કો-કન્વીનર અને મીડિયા કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા
રાજકારણના કઠોર ઘાટમાંથી પસાર થયેલા, રાજકીય વિરોધ અને ભયંકર દબાણોને પાર કરીને દેશના યુવાઓમાં નવી આશા
જગાવતા એવા રાહુલ ગાંધી આજના ભારતના સૌથી શક્તિશાળી યુવા નેતાઓમાં સ્થાન પામે છે.
કોરોનાકાળમાં સતર્કતા અને જનહિત માટે અવિરત પ્રયત્નો
જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં કંપાઈ રહ્યું હતું અને ભારત સરકારે પ્રારંભે ગંભીરતાથી પગલા લીધા ન હતા, ત્યારે રાહુલ
ગાંધી પહેલાના દિવસે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ જ કોરોનાને ગંભીરતાથી લેવા માટે ચિંતાની વાગોળ કરી હતી. સરકાર વ્યસ્ત
રહી, પણ રાહુલ ગાંધી ગરીબો, શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે તાત્કાલિક નકદ સહાય, શ્રમિક પરિવહન વ્યવસ્થા અને નાના ઉદ્યોગોને
બચાવવાના આશયથી સતત સરકારને સતર્ક કરતાં રહ્યા.
શ્રમિકો સાથે સ્થળ પર જઈને તેમણે શ્રમિકોના દુઃખને સાંભળ્યું. કોંગ્રેસ કાર્યકરો તેમના માર્ગદર્શન હેઠળ રસીકરણ, ઓક્સિજન
સપ્લાય અને દવા વિતરણ જેવા કાર્યોમાં દેશભરમાં આગળ રહ્યા. તેમણે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને પણ દેશના
અર્થતંત્ર માટે યોગ્ય રસ્તા સૂચવ્યા હતા.
કૃષિ કાયદા અને જમીન સંપાદન કાયદાની વિજયગાથા
ખેડૂતોના ત્રણ કાળા કૃષિ કાયદા પ્રત્યે તેમના નિર્ધારિત વિરોધ અને લાંબા સંઘર્ષના પરિણામે આખરે સરકારને તેને પાછા ખેંચવા
મજબૂર થવું પડ્યું. માત્ર એટલું જ નહીં, અગાઉ જમીન સંપાદન કાયદામાં ખેડૂતોના હિતમાં જે ફેરફારો કર્યા હતા, તે કાયદાને પણ
ભાજપ સરકારે રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાહુલ ગાંધીના મજબૂત વીરોધથી તે કાયદો યથાવત રહ્યો.
ભૂતકાળનાં રાજકીય પ્રહાર અને તેમની અવિચલિત પ્રતિક્રિયા
રાહુલ ગાંધીના જીવનમાં રાજકીય વિરોધીઓએ દ્વેષપૂર્વક અનેક વખત હુમલાઓ કર્યા છે. એક સમયે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર
દ્વારા તેમના વિરુદ્ધ એક કેસ રચવામાં આવ્યો હતો અને રાજકીય દબાણ હેઠળ તેમની લોકસભાની સભ્યતા રદ કરી દેવામાં આવી.
તેમને દિલ્હીમાં રહેઠાણ પણ ખાલી કરાવાયું. છતાં પણ તેઓ કોઈ પણ સમયે વિચલિત થયા નહીં. દેશના લોકશાહી સંસ્થાનો પર
શ્રદ્ધા રાખીને તેઓ શાંતિપૂર્વક લડતા રહ્યા અને અંતે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર કેસમાં તેમણે વિજય મેળવી ફરીથી સંસદમાં પ્રવેશ કર્યો.
ભવ્ય રાજકીય પુનરાગમન અને જનસેવાનું બળ
તેમણે માત્ર સભ્યતા જ પુનઃપ્રાપ્ત કરી નહીં પરંતુ અતિ મહત્વની લોકસભાની ચૂંટણીમાં બે જુદી જુદી બેઠકો પર લડીને ભવ્ય વિજય
પ્રાપ્ત કર્યો અને આજે દેશના પ્રતિપક્ષના નેતા તરીકે લોકશાહીને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના આ સહેજ પણ ન ડર્યા
વગર સંઘર્ષથી સમગ્ર દેશમાં યુવાનોમાં નવો ઉત્સાહ અને વિશ્વાસથી લોકશાહીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળી છે.
ભારત જોડો યાત્રા : જનજાગૃતિનું મજબૂત બળ
રાહુલ ગાંધીના રાજકીય જીવનનું એક મહત્વપૂર્ણ મોરચું રહ્યું છે તેમની ઐતિહાસિક 'ભારત જોડો યાત્રા' (૪૦૦૦ કિમી) અને 'ભારત
જોડો ન્યાય યાત્રા' (૬૭૦૦ કિમી). જેમાં તેઓ જનજન સુધી પહોંચ્યા, લોકોને મળ્યા, તેમની વ્યથા-વેદનાઓ સાંભળી અને તેમના
પ્રશ્નોને દેશના રાજકીય એજન્ડામાં લાવ્યા. ખાસ કરીને જાતિગત જનગણનાનો મુદ્દો તેમણે મજબૂતીથી ઊભો કર્યો અને આજે તે
મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય દબાણો છતાં જનજાગૃતિનો તેઓએ જે પ્રવાહ ઊભો કર્યો તે લોકશાહીના નવા અધ્યાય
તરીકે નોંધાયો છે.
આધ્યાત્મિક પંથમાં શિવભક્ત તરીકે આગવી ઓળખ
રાહુલ ગાંધી માત્ર રાજકારણ સુધી સીમિત નથી. તેઓએ ભારત જોડો યાત્રા દરમ્યાન અનેક મંદિરોના દર્શન કરીને પોતાની
આધ્યાત્મિક અભિવ્યક્તિ પણ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે ભગવાન શંકર તેમના માટે સંઘર્ષ, શાંતિ અને બળનું પ્રતિક છે.
સાચા અર્થમાં શિવભક્ત તરીકે તેઓએ દેશના યુવાનોમાં તટસ્થતા અને આત્મવિશ્વાસ જગાવ્યો છે.
ગુજરાતમાં ખાસ ઉમંગ અને નવી આશા
વિશેષ ગૌરવની વાત છે કે રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત કોંગ્રેસના સંગઠન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ગુજરાતમાં
કોંગ્રેસનું સફળ અધિવેશન યોજાયું અને સંગઠનને મજબૂત બનાવવાના ઘણા નિર્ણયો લેવાયા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતના
પ્રશ્નો માટે તેઓ હંમેશા હાજર છે. ગુજરાતમાં ભાજપ સામે તીવ્ર ટક્કર આપીને ચૂંટણીમાં કોંગ્રેસે મત ટકાવારીમાં નોંધપાત્ર વધારો
કર્યો છે અને યુવાનોમાં પણ નવી રાજકીય જાગૃતિ સર્જી છે.
વિરોધીઓ મિમ્સમાંથી જાતે મિમ્સ બન્યા
જે લોકો રાહુલ ગાંધીની ઉપર મિમ્સ બનાવતા હતા, આજે દેશના રાજકીય માહોલમાં પોતાની જાતે મિમ્સ બની ચૂક્યા છે. રાહુલ
ગાંધીનું સાદું, સાહસિક અને જનહિતમાં અડગ નેતૃત્વ હવે ભારતના રાજકારણમાં નવા યુગની શરૂઆત તરીકે દેખાય છે.
આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સમર્થન
પહેલગામ હુમલા બાદ વિલંબ કર્યા વિના પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઈમાં ભારત સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું
અને સરકાર રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ નિર્ણય લે તે લેવા માટે છૂટ આપીને સાચો રાષ્ટ્રવાદ દર્શાવ્યો હતો.
આજના ભારત માટે રાહુલ ગાંધીનું નેતૃત્વ અનિવાર્ય બન્યું છે
સૌના અધિકાર, ન્યાય અને સમતાને મજબૂતીથી હમેશાં પહેલ આપવા વાળા રાહુલ ગાંધી આજે દેશના લાખો યુવાનો, ગરીબો,
શ્રમિકો અને વંચિતો માટે આશાનું નવું શિખર બન્યા છે. દેશમાં લોકશાહીને જીવંત રાખીને ભારતીય રાજકારણને નવી દિશા આપનાર
એવા રાહુલ ગાંધીને જન્મદિવસે હાર્દિક શુભકામનાઓ. પરમકૃપાળુ પરમેશ્વર તેમને સદાય સત્કર્મની શક્તિ, દીર્ઘાયુ અને અખૂટ
પ્રેરણા આપે તેવી પ્રાર્થના.
———-
૨૫–૦૩–૨૦૨૫
• ૨૬૫ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાંથી ૧૬૫ સેન્ટર માં ૧૨ થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે: કેગ અહેવાલ
• ગુજરાત રાજ્યમાં IKDRC ના અંદાજે ૬૫.૪૫ લાખ દર્દીઓ ક્રોનિક કિડની ડિસીઝ થી પીડાય રહ્યા છે જેમાં ૫૧,૩૭૮ દર્દીઓ એન્ડ સ્ટેજ કીડની ફેલ્યર થી પીડાય રહ્યા છે.
• IKDRC દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં આપવામાં આવતી ડાયાલિસિસ સેવામાં માત્ર ૩૯૫૫ દર્દીઓ નોંધાયેલા છે જે સમગ્ર ગુજરાતના ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓની સંખ્યાના માત્ર ૦.૦૬% છે.
• વર્ષ ૨૦૨૧-૨૦૨૨ થી વર્ષ ૨૦૨૨- ૨૦૨૩ દરમિયાન ૨૬૫ પૈકી માત્ર ૪૬ સેન્ટરના ઇસ્પેક્શન માં કીડની ના નિષ્ણાત ગયા હતા.
• IKDRC દ્વારા સંચાલિત ડાયાલિસિસ સેન્ટરોમાં ૮૮૧ સ્ટાફની ભરતી કરવામાં આવી છે તે તમામ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવી છે, એક પણ કાયમી સ્ટાફની ભરતી થઈ નથી.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જોડાનારા દર્દીઓમાં સરકારી યોજના માટે ઉદાસીનતા જોવા મળી છે.IKDRC હોસ્પિટલના કેગ અહેવાલમાં અવલોકન છે કે ૨૬૫ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરો માંથી ૧૬૫ સેન્ટર માં ૧૨ થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરમાં ૧૪૬ સેન્ટરોમાં ૧૦ થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે જ્યારે ૧૮ સેન્ટરો જે નવેમ્બર ૨૦૨૧ અને ડિસેમ્બર ૨૦૨૩ સ્થપાયા હતા તેમાં એક પણ દર્દી નોંધાયા નથી. ૧૧૨ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં સાત થી ઓછા દર્દીઓ નોંધાયેલા છે. ઓક્ટોબર ૨૦૨૩ સુધી માં ૧૦ સેન્ટર એવા છે કે જેમાં માત્ર એકજ દર્દી નોંધાયેલા મળ્યા છે. ગુજરાત રાજ્યમાં IKDRC ના અંદાજે ૬૫.૪૫ લાખ દર્દીઓ ક્રોનિક કિડની ડિસીઝ થી પીડાય રહ્યા છે જેમાં ૫૧,૩૭૮ દર્દીઓ એન્ડ સ્ટેજ કીડની ફેલ્યર થી પીડાય રહ્યા છે. IKDRC દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં આપવામાં આવતી ડાયાલિસિસ સેવામાં માત્ર ૩૯૫૫ દર્દીઓ નોંધાયેલા છે જે સમગ્ર ગુજરાતના ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓની સંખ્યાના માત્ર ૦.૦૬% છે. ગુજરાત સરકાર કરોડો ના ખર્ચે જાહેરાત કરે પણ પીડિત લોકો સુધી વ્યવસ્થા પહોંચાડવામાં નિષ્ફળ છે તે આ આંકડાઓ માં પ્રતિબિંબિત થાય છે.
વર્ષ ૨૦૨૧-૨૦૨૨ થી વર્ષ ૨૦૨૨- ૨૦૨૩ દરમિયાન ૨૬૫ પૈકી માત્ર ૪૬ સેન્ટરના ઇસ્પેક્શનમાં કીડની ના નિષ્ણાત ગયા હતા. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરવા માં નથી આવ્યા તેવું કેગ ના અહેવાલમાં અવલોકન છે. IKDRC દ્વારા સંચાલિત ડાયાલિસિસ સેન્ટરોમાં ૮૮૧ સ્ટાફની ભરતી કરવામાં આવી છે તે તમામ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવી છે, એક પણ કાયમી સ્ટાફની ભરતી થઈ નથી. ડોક્ટરો ઇન્સ્પેકશન માં ના જાય અને કાયમી સ્ટાફ ના હોય ત્યાં સારી આરોગ્ય વ્યવસ્થાઓ ક્યાંથી હોય? કેગ અહેવાલ નું અવલોકન દર્શાવે છે કે કીડનીના દર્દીઓને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ સેન્ટરોમાં વિશ્વાસ નથી. કેગ અહેવાલ માં આરોગ્ય વિભાગ ની નિષ્ફળતા ઉડી ને આંખે વળગે તેમ છે. સરકાર ડાયાલિસ સેન્ટરોમાં કાયમી સ્ટાફ આપે અને દર્દીઓ ને વિશ્વાસ સંપાદિત કરવા માટે પૂરતી જાગૃતિ ફેલાવવા માટેની વ્યવસ્થા કે તેવી કોંગ્રેસ ની માંગ છે. જાહેર આરોગ્ય વ્યવસ્થા માં થી ગુજરાત ની જનતા ને વિશ્વાસ ઊઠી રહ્યો છે અને સામાન્ય જનતાને ખાનગી આરોગ્ય વ્યવસ્થાને સહારે જવું પડે તેવી મજબૂરી છે.
—————-
૨૮–૦૩–૨૦૨૫
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે એ.આઈ.સી.સી.ના લઘુમતિ વિભાગના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શાહનવાઝ શેખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુ કે, રાજ્યસભાના સાંસદ અને લઘુમતિ વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ ઈમરાન પ્રતાપગઢી પર જામનગર ખાતે એક ખોટી એફ.આઈ.આર. ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટથી રાહત મળી નહોતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં એફ.આઈ.આર. રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી જે આજરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ એફ.આઈ.આર. રદ કરવામાં આવી છે.
જામનગર ખાતે એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા રાજ્યસભાના સાંસદ અને લઘુમતિ વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ ઈમરાન પ્રતાપગઢીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમના અનુસંધાનમાં એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ઈમરાન પ્રતાપગઢી દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો, જેના બેકગ્રાઉન્ડમાં એક કવિતાનું ગીત રાખવામાં આવ્યું હતું, આ ગીતના શબ્દો પર આપત્તિ દર્શાવી ગુજરાત પોલીસ દ્વારા એફ.આઈ.આર. કરવામાં આવી હતી.
આ તમામ પ્રકરણમાં આજરોજ સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી સાથે એફ.આઈ.આર. રદ કરેલ છે, સુપ્રીમ કોર્ટે કહ્યું, દેશની આઝાદીને ૭૫ વર્ષ થઈ ગયાં છે તો પણ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનને રક્ષણ કેમ નથી મળી રહ્યું ? દેશમાં ફિલ્મો, કવિતા, નાટક, હાસ્ય તમામને બંધારણની કલમ ૧૯(૧)(એ) મુજબ રક્ષણ પ્રાપ્ત છે અને આલોચનાને પણ સકારાત્મક તરીકે લેવાની જરૂર છે. વધુમાં શાહનવાઝ શેખએ જણાવ્યુ હતુ કે સમગ્ર ભારતમાં ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ પર ખોટી પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી ચૂક્યા છે તો ભાજપ સરકાર આવા ખોટા કેસો કરી ડરાવવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસ પક્ષ બંધારણ અને કાયદા વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે અને એક સશક્ત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નોની લડાઈ લડશે.
————-
૨૯–૦૩–૨૦૨૫
• એસ.ટી નો વધુ એક વખત નો કમરતોડ ભાડા વધારાથી ગુજરાતના નાગરિકો પર આર્થિક બોજો વધ્યો
• એસ.ટીના ભાડામાં ડીઝલના ભાવ ઘટ્યા ત્યારે ઘટાડાને બદલે ભાડા વધારો ઝીંકતી ભાજપ સરકાર.
• ભાજપ સરકારના મંત્રી,સંત્રીઓના બેફામ ખર્ચા – રજવાડી ઠાઠ બંધ કરી મુસાફરોને લૂંટવાનું બંધ કરી ગુજરાતની જનતાને રાહત આપો.
“એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે” “હાથ ઊંચો કરો અને બસમાં બેસો નહીં” “ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો” ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા મધરાતથી વધુ એક વખત ભાડા વધારાને લીધે ગુજરાતના નાગરિકો પરના આર્થિક બોજા માટે ભાજપ સરકારની લૂંટ નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2023માં 25% જેવો તોતિંગ વધારો કરાયા બાદ નજીકના દિવસોમાં જ ફરીથી 10% જેટલો વધારો કરતા એસ.ટી ભાડા માં કુલ 35% જેવો વધારો ઝીંકાયો છે જેના લીધે નિયમિત 28 લાખ મુસાફરોના ખિસ્સા ખંખેરાશે. એસ.ટી જ્યારે ડીઝલના ભાવ વધતા ભાડા વધારો કર્યો ત્યારે 685.47 કરોડની વાર્ષિક આવક બાદ લોકસભાની ચૂંટણી પૂર્વે ડીઝલના ભાવમાં રૂ.2/-નો ઘટાડો થવા છતાં ભાડા ઘટાડવામાં આવ્યા નહીં અને અંદાજે વાર્ષિક 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મુસાફરો પાસેથી વસૂલવામાં આવી રહી છે. 10% ભાડા ઘટાડવાના બદલે 10% ભાડા વધારવામાં આવ્યા. તત્કાલીન સમયે નિગમને ખર્ચ જેટલી આવક મળી રહે તે હેતુસર નહીં નફો નહીં નુકસાનના ધોરણે મુસાફરો પાસેથી આવક મેળવી હતી. મોંઘવારીના કપરા કાળમાં મુસાફરો ઉપર હાલ ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં આ પ્રકારનો વધારો બોજ સમાન છે. ભાજપ સરકારના મંત્રી,સંત્રીઓના બેફામ ખર્ચા- રજવાડી ઠાઠ બંધ કરી મુસાફરોને લૂંટવાનું બંધ કરો. અને જે કંઈ વધારો છે એ મોંઘવારીના કપરા સમયમાં પરત ખેંચવામાં આવે.
————–
• ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ માં ચાલતા ચાર ફેલોશિપ કોર્સિસમાંથી ત્રણ કોર્સિસને નેશનલ મેડિકલ કાઉન્સિલની માન્યતા નથી, છતાં ૫ વર્ષથી ચલાવવામાં આવી રહ્યા છે: કેગ
• કેગ ના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૫ થી ઓક્ટોબર ૨૦૨૩ સુધી ૮ વર્ષ દરમિયાન માત્ર ૬ સુપર સ્પેશિયલિટી ડોકટર તૈયાર થયા છે.
• ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર માટે નો કોર્સ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં નથી આવ્યો.
• સરકાર દ્વારા ઈનચાર્જ રજીસ્ટ્રાર ને પાછા IKDRC ના વર્ગ ૩ તરીકે પાછા મોકલવાની સરકારના વિભાગની સૂચના હતી છતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી.
રાજીવ ગાંધી ભવન, અમદાબાદ ખાતે પ્રેસવાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ માં ચાલતી લાલીયાવાડી ને કેગ ના અહેવાલ માં દર્શાવી છે. ઈનચાર્જ કુલપતિ દ્વારા ચલાવવા માં આવતી GUTS યુનિવર્સિટી માં ઈનચાર્જ કુલસચિવ, ઈનચાર્જ પરીક્ષા નિયામક અને ઈનચાર્જ ડીન એટલે એવું માની શકાય કે યુનિવર્સિટી નું નામ જ ઈનચાર્જ યુનિવર્સિટી રાખી દેવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ માં ચાલતા ચાર ફેલોશિપ કોર્સિસ માંથી ત્રણ કોર્સિસ ને નેશનલ મેડિકલ કાઉન્સિલ ની માન્યતા નથી તેવું કેગ નું અવલોકન છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ ની મંજૂરી વગર ૫ વર્ષ થી ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ફેલોશિપ કોર્સિસ ચલાવી રહી છે તે કેટલું યોગ્ય છે. ફેલોશિપ ઇન એબ્ડોમિનલ ઓર્ગન ટ્રાન્સપ્લાનટેશન, ફેલોશિપ ઇન લીવર ટ્રાન્સપ્લાન્ટ, એનેસ્થિસ્યા અને ક્રિટીકલ કેર કોર્સ અને ફેલોશિપ ઇન પીડિયાટ્રિક નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાનટેશન કોર્સ ની મંજૂરી નેશનલ મેડિકલ કાઉન્સિલ પાસે લેવામાં આવી નથી. કુલસચિવ દ્વારા સ્વીકારમાં આવ્યું કે નેશનલ મેડિકલ કાઉન્સિલ ની મંજૂરી વગર અભ્યાસક્રમ માં પ્રવેશ દર ઓછો છે. કેગ નું અવલોકન છે કે ફેલોશિપ કોર્સિસ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ માં દરખાસ્ત સુદ્ધાં કરવામાં આવી નથી. કેગ ના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૫ થી ઓક્ટોબર ૨૦૨૩ સુધી ૮ વર્ષ દરમિયાન બે સુપર સ્પેશિયલિટી કોર્સીસ માત્ર ૬ સુપર સ્પેશિયલિટી ડોકટર તૈયાર થયા છે. વધુ ડોક્ટર તૈયાર કરવા માં ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ કેમ નિષ્ફળ ગયી તે દિશા માં વધુ તપાસ થવી જોઈએ તેમ કેગ નું અવલોકન છે. બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મંજૂર કરેલ બે સુપર સ્પેશિયાલિટી કોર્સિસ ડીએમ ઇન રિપ્રોડક્ટિવ મેડિસન અને ઓર્ગન ટ્રાન્સપ્લાનટેશન એનેસ્થિસ્યા અને ક્રિટીકલ કેર ૮ વર્ષ સુધી યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યા નથી. કેગના અહેવાલ માં કુલ સચિવ દ્વારા જવાબ નોંધવા માં આવ્યો છે કે પૂરતા પ્રશિક્ષિત ફેકલ્ટી ની ઉણપ ના લીધે આ કોર્સિસ શરૂ કરવા માં નથી આવ્યા. ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર માટે નો કોર્સ પણ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં નથી આવ્યો.
કુલસચિવ કમલ મોદી ને ડૉ પ્રાંજલ મોદી ની કુલપતિ ના વડપણ હેઠળ મુખ્ય હિસાબી અધિકારી અને ચીફ એડમિનિસ્ટ્રેટર ના ચાર્જ પણ આપવા માં આવ્યો છે. જ્યારે એક સિવિલ એન્જિનિયર ને મેડિકલ ક્ષેત્ર ની અગત્ય ની યુનિવર્સિટી માં પરીક્ષા નિયામક બનાવી દીધા છે. લાયકાત વગર, અનુભવ વગર ના મળતિયાઓ ને ઉચ્ચ જગ્યા એ ગોઠવવા નું શું એક કોભાંડ ના કહીં શકાય! વર્ગ ૩ ના કર્મચારી ને વર્ગ ૧ ના કર્મચારી તરીકે મૂકવા તે ગેરરીતિ ન કેહવાય? સરકાર દ્વારા ઈનચાર્જ રજીસ્ટ્રાર ને પાછા IKDRC ના વર્ગ ૩ તરીકે પાછા મોકલવાની વિભાગની સૂચના હતી છતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માં નથી આવી, તો શું ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ ના ઈનચાર્જ કુલપતિ સરકાર ના આદેશ માન્યા વગર પોતાની મનમાની ચલાવે છે તે કેગ ના અહેવાલ માં પુરવાર થાય છે.
————-
૩૧-૦૩-૨૦૨૫
નેશનલ હાઈવે પર વધુ એક વખત ટોલટેક્ષના ભાવ વધારાથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોની મુશ્કેલી વધશે ત્યારે ભાજપ સરકારની લૂંટ નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોંઘવારીથી પીસાતી જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો ભાજપ સરકારે આપ્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલપ્લાઝા પર ટોલટેક્ષમાં રૂ. ૫/- થી રૂ. ૪૦/- નો જંગી વધારો ઝીંકવામાં આવ્યો.વધતી જતી મોંઘવારી અને વધતી જતી અસમાનતા ભયાનક સ્તર પર છે. એસ.ટી. નો ભાડા વધારો, નેશનલ હાઈવે ટોલટેક્ષમાં વધારાથી આર્થિક પરેશાનીનો સામનો કરી રહેલ જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે. બેંકો દ્વારા પર વિવિધ પ્રકારના ચાર્જિસ બેંકના ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહ્યા છે. દરરોજ વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત જનતા પર ટોલટેક્ષમાં વધારો, એસ.ટી. ભાડામાં વધારો ભાજપ સરકારનો જનતા સાથે વિશ્વાસઘાતનો જીવતો- જાગતો પુરાવો છે. દેશમાં ટોલટેક્ષ દ્વારા ૮૫,૦૦૦ કરોડ વાર્ષિક ટેક્ષ વસૂલી ભાજપ સરકાર બેરોકટેક કરી રહ્યી છે. જબરજસ્તીથી ટોલટેક્ષ વસૂલાતનો સૌથી મોટો પુરાવો એ છે કે કોંગ્રેસ શાસન કરતા ભાજપ શાસનમાં ટોલટેક્ષ વસૂલીમાં ૫૦૦ ટકાનો જંગી વધારો થયો છે. માત્ર ગુજરાતમાં જ નેશનલ હાઈવે ઓથોરિટીએ ટેલટેક્ષ પેટે છેલ્લા પાંચ વર્ષમાં વાહનચાલકો પાસેથી રૂ.૧૮,૭૫૭ કરોડ જેટલી જંગી રકમની વસૂલાત કરી છે. ટોલટેક્ષ ઉઘરાણીમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનુ રાજ્ય છે. નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારાથી જીવનજરૂરી વસ્તુઓ વધુ મોંઘી થશે, ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો, પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો સતત થઈ રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના પગલે સામાન્ય અને મધ્યમવર્ગ માટે ભાવ વધારો એ દાઝ્યા પર ડામ સમાન છે. જી.એસ.ટી.ને પગલે અનાજ, કઠોળ, સીંગતેલ, શાકભાજી, દૂધ, દહીં, પનીર, છાશ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં થયેલા બેફામ ભાવ વધારાના પગલે સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવું દુષ્કર બન્યું છે. રાજ્ય અને દેશમાં કાળજાળ મોંઘવારીને પગલે આપઘાતનું પ્રમાણ ખાસ્સું વધવા પામ્યું છે. એસ.ટી નો વધુ એક વખત નો કમરતોડ ભાડા વધારાથી ગુજરાતના નાગરિકો પર આર્થિક બોજો વધ્યો. “એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે” “હાથ ઊંચો કરો અને બસમાં બેસો નહીં” “ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો” ઓગસ્ટ 2023માં 25% જેવો તોતિંગ વધારો કરાયા બાદ નજીકના દિવસોમાં જ ફરીથી 10% જેટલો વધારો કરતા એસ.ટી ભાડા માં કુલ 35% જેવો વધારો ઝીંકાયો છે જેના લીધે નિયમિત 28 લાખ મુસાફરોના ખિસ્સા ખંખેરાશે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે, આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઇ ના હોઈ શકે. ભાજપા દૂર થશે તો જ મોંઘવારીમાંથી રાહત થશે.
વર્ષ ગુજરાતમાં વસૂલાયેલ ટોલટેક્ષની રકમ
૨૦૧૯-૨૦ ૨૯૮૩.૯૧
૨૦૨૦-૨૧ ૨૭૨૦.૮૧
૨૦૨૧-૨૨ ૩૬૪૨.૪૦
૨૦૨૨-૨૩ ૪૫૧૮.૯૬
૨૦૨૩-૨૪ ૪૮૫૧.૦૪
——————
૦૧-૦૪-૨૦૨૫
• વ્યાયામ શિક્ષકો ની માંગ ને ગુજરાત NSUIનુ સમર્થન
• ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો ના સમર્થન માં આવેલ ગુજરાત NSUI ના ડેલિગેશન ની પોલીસ દ્વારા અટકાયત અને NSUI હોદ્દેદાર પર ભાજપ ના ઇશારે ખોટી પોલીસ ફરિયાદ
જય ભારત સાથે જણાવવાનું કે, વર્તમાન ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર સામે ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક તરફ ખેલો ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકાર સામે વ્યાયામ શિક્ષકો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છે તેમ છતાં ગુજરાતની સરકાર તેમની સામે આક્રમક બની વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વ્યાયામ શિક્ષકોના સમર્થન મા ગાંધીનગર ખાતે આજ રોજ ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ગુજરાત NSUI ના પ્રતિનિધિમંડળ એ વ્યાયામ શિક્ષકો ની માંગને સમર્થન આપ્યું હતું ત્યારબાદ સચિવાલય ગેટ નંબર 1 પર વિરોધ કરી રહેલા આંદોલનકારી શિક્ષકો ઉમેદવારો સાથે મળીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષક ઉમેદવારો અને NSUI કાર્યકરો નું પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં ઘર્ષણ પણ થયું હતું. આ ઘટના પછી ભાજપ ના ઇશારે NSUI ના હોદ્દેદાર પર ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી.
ગુજરાત NSUI દ્વારા આ પહેલા પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરી વ્યાયામ શિક્ષકો ની માંગને સમર્થન આપ્યું હતું અને આજે પણ વ્યાયામ શિક્ષકો સાથે ગાંધીનગર માં સચિવાલય પાસે વિરોધ ના સમર્થન માં જોડાયા હતા અને આગળ પણ જ્યાં સુધી ન્યાય મળશે નહીં ત્યાં સુધી જોડાયેલા રહેશું .જો વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં NSUI સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે.
————
અમદાવાદ ની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજ માં આવેલ હોસ્ટેલ એ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને તે 2020 થી કોરોના વખતથી આ હોસ્ટેલ બંધ છે ત્યારબાદ આ હોસ્ટેલ ફરી શરૂ કરવામાં આવેલ નથી જે કારણે વિદ્યાર્થીઓને ઘણી બધી અગવડો અને રહેવાની મુશ્કેલીઓ પડી રહી છે જેમાં અમદાવાદ બહારના જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ જેને રહેવાની સુવિધા ના હોય તે કારણે તેઓ અન્ય બીજી જગ્યા અથવા હોસ્ટેલમાં કે પીજી જે પ્રાઇવેટ હોય તેમાં તોતિંગ ફી નું પ્રમાણ વધુ હોય છે સાથે જે વિદ્યાર્થીઓ આ સુવિધા માટે પહોંચી ના વળતા હોય કારણ કે તે વિદ્યાર્થી ગરીબ અથવા મધ્યમ વર્ગના પરિવારમાંથી ભણવા માટે ગુજરાત કોલેજ આવતો હોય છે. જો ગુજરાત કોલેજ ખાતે આવેલ હોસ્ટેલ શરૂ કરવામાં આવે તો આવનારા વર્ષથી વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે અને જે હાલમાં ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે તેને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે કારણ થી ગુજરાત કોલેજની હોસ્ટેલ શરૂ કરવામાં આવે. આ કેમ્પસ માં હોસ્ટેલ ને લગતા જે કંઈ પણ કારણ હોય જેમ કે હોસ્ટેલ જર્જરિત થઈ ગઈ છે? હોસ્ટેલ રીનોવેશન કરવાની છે ? અથવા હોસ્ટેલનું નવું નિર્માણ કરવાનું છે ? તો તાત્કાલિક પણે તે કાર્યવાહી કરી શરૂ કરવામાં આવશે. આ સાથે ઘણા સમય થી કેમેસ્ટ્રી લેબોરેટરી ચાલતા વર્ગ ખંડો એ અન્ય નાના વર્ગ ખંડો માં રૂપાંતર કરેલા છે અને તેમાં આ વર્ગ ખંડો નાના હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે તેથી જે પ્રમાણે જૂની કેમિસ્ટ્રી લેબ ચાલતી હતી તે પ્રમાણે ફરીથી શરૂ કરવામાં આવે અને તે બિલ્ડિંગ ને લઈને જે પણ યોગ્ય કારણ હોય તેનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ છે. ત્રીજી બાબત એ છે કે ગુજરાત કોલેજ માં પાણીની સરખી વ્યવસ્થા નથી અને શૌચાલયોમાં પણ યોગ્યસર પાણી આવતું નથી જે વિધાર્થીઓની પ્રાથમિક જરૂરિયાત છે તેથી આ બાબત પર પણ યોગ્ય ધ્યાન આપી વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પણે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી આપ ને વિનંતી છે જો અમારી માંગ નું નિવારણ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાત કોલેજમાં વિધાર્થી હિત માં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવશે.
—————
૦૫-૦૪-૨૦૨૫
• કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં NSUI અને યુવા કોંગ્રેસ ૪૦૦ કરતા વધુ હોદેદારો અને ૨૦૦ કરતા વધુ ગાડી સાથે સેવામાં રહેશે
• ગુજરાતની ધન્ય ધરા પર કોંગ્રેસનું અધિવેશન યોજાવા માટે જઈ રહ્યું છે તે ગૌરવની વાત છે: હરપાલ ચુડાસમા
• AICCના સભ્યોને સ્થળ સુધી પહોંચાડવા માટે NSUI અને યુવા કોંગ્રેસના હોદેદારોની અનોખી સેવા
અમદાવાદના સાબરમતીના તટ પર આગામી ૮ અને ૯ એપ્રિલના દિવસે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા માટે જઈ રહ્યું છે એવા સમયે NSUI અને યુવા કોંગ્રેસે પોતાનું આગોતરું આયોજન કરીને ૪૦૦ કરતા વધુ હોદેદારોની ટીમ ટીશર્ટ સાથે ૨૦૦ કરતા વધુ ગાડીની સેવા માટે AICC સભ્યો માટે કાર્યરત રહેશે તેવું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની વિશેષે ઉપસ્થિતિ જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલ ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે સાબરમતીના તટ પર આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશ યોજવા માટે જઈ રહ્યું છે તે ગૌરવની વાત છે. ગુજરાતની ધન્ય ધરા પર ૬૪ વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા માટે જઈ રહ્યું છે. દેશભરમાંથી આ અધિવેશનમાં ભાગ લેવા માટે નેતા આવી રહ્યું છે તેઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો ૧૭૦૦ કરતા વધુ હોટેલના રૂમ પર સેવા માટે હાજર રહેશે અને ૨૦૦ કરતા વધુ ગાડી પણ સેવા માટે રાખવામાં આવી છે. AICCના નેતાઓ બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે આવશે ત્યારે સંપૂર્ણ જવાબદારી NSUI અને યુવા કોંગ્રેસ સહાય કરશે. દરેક ડેલિગેટની સહાય કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આવનાર AICCના સભ્યોને સ્થળ સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રાર્થના સભા અને સરદાર પટેલ સ્મારક પર NSUI અને યુવા કોંગ્રેસની ટીમ હાજર રહેશે. આ ટીમની આગેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજય ગોહિલ , ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલ ચુડાસમા અને NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોંલકી કરી રહ્યા છે.
આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી શીશ , પવન મજેઠીયા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડૉ. પ્રવિણ વણોલ, ડૉ. ઉપેન્દ્ર જાડેજા, મુકેશ આંજણા, આદિત્ય ઝૂલા, પ્રદેશ મંત્રી લક્ષ્મી ચૌહાણ અને NSUIના હોદેદારો હાજર રહ્યા હતા.
————-
૬–૦૪–૨૦૨૫
• પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ ૮ અને ૯ એપ્રિલએ અમદાવાદ યોજાશે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ૨૦૨૫ છે ત્યારે તારીખ ૮ અને ૯ એપ્રિલએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. વર્ષ ૧૯૬૧ પછી એટલે કે ૬૪ વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ ૧૮૮૫માં મળ્યું હતું. વર્ષ ૧૯૩૮માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. તારીખ ૮ એપ્રિલે ૨૦૨૫ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે ૧૧:૩૦ કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે.
ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (CWC) માં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યઓ, ઉપસ્થીત રહેશે.૮૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.૮ એપ્રિલના રોજ સાંજે ૫ કલાકે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યઓ પ્રાર્થના સભામાં હાજર રહેશે. તારીખ ૮ એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તારીખ ૯ એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી ૩૦૦૦થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેશે. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વનું છે. ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે. રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીએ ગુજરાત કોંગ્રેસ માટે ખુબ જ ગૌરવપૂર્ણ બાબત છે.
• તા.૮.૦૪.૨૦૨૫: સવારે ૧૧:૦૦ કલાકે
કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક (સીડબલ્યુસી) – સરદાર સ્મારક, શાહીબાગ
• તા.૮.૦૪.૨૦૨૫: સાંજે ૫:૦૦ કલાકે
પ્રાર્થના સભા- સાબરમતી આશ્રમ ખાતે
• તા.૮.૦૪.૨૦૨૫ સાંજે ૭:૪૫ કલાકે
સાંસ્કૃતિક કાર્યક્રમ, સાબરમતીના તટે – રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર
• તા.૯.૦૪.૨૦૨૫ સવારે ૯:૦૦ કલાકે
રાષ્ટ્રીય અધિવેશન- સાબરમતીના તટે, અમદાવાદ
ગુજરાતમાં અગાઉ યોજાયેલ ઐતિહાસિક અધિવેશનોની વિગત
વર્ષ અધિવેશન અધ્યક્ષ સ્થાને
૧૯૦૨ અમદાવાદ સુરેન્દ્રનાથ બેનર્જી
૧૯૦૭ સુરત રાસ બિહારી ઘોષ
૧૯૨૧ અમદાવાદ હકીમ અજમલ ખાન
૧૯૩૮ હરીપુરા સુરત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
૧૯૬૧ ભાવનગર નીલમસંજીવ રેડ્ડી.
———–
૦૭–૦૪–૨૦૨૫
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશન અનુલક્ષીને રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા અને પબ્લીસિટી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પવન ખેરાએ જણાવ્યું કે ગુજરાતના તમામ નેતા સતત અધિવેશનની તૈયારીમાં છીએ. ગુજરાતના નેૃતત્વને અભિનંદન. કોંગ્રેસનું અધિવેશન પાર્ટીની મિટિંગ નથી,પરિવારની મિટિંગ છે. કોઈ એક નેતા નિર્ણય લઈ લે અને બધા તેનું પાલન કરે તે સંભવ નથી. કોંગ્રેસમાં ક્યારેય આવું નહીં થાય.અંગ્રેજોનું શાસન હતું ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓએ જનતાને સાથે રાખીને અંધારું દૂર કર્યું. અંધારું દૂર કરવું એ સતત સંઘર્ષ છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી લોકતંત્રનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ રાજકીય પાર્ટીથી વધુ છે, કોંગ્રેસ સમાજનો અવાજ છે. સમાજના અવાજને દબાવી ન શકાય.
ગુજરાતમાં યોજાવા જઈ રહેલા ઐતિહાસિક અધિવેશન અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસની વિચારધારાનું પુન: સ્થાપન વધુ મજબૂત થશે. સરદાર પટેલ સાહેબની લીટી ટૂંકી કરનાર લોકોને સંદેશ આપીશું. સરદાર સ્મારકમાં સરદાર પટેલની ઘડિયાળ, ખુરશી, ધોતી, બંડી, કુર્તી છે. મહાનુભાવોના ઓરાનો પ્રતાપ છે જેથી ત્યાં CWC છે. “કરમસદનું નામ મિટાવી દેવાના પ્રયત્ન કરવામાં આવે છે. સ્ટેડિયમ સરદાર પટેલના નામનું હતું જે ભૂસી દેવામાં આવ્યું છે. અધિવેશનની થીમ સરદાર સાહેબ અને પૂજ્ય મહાત્મા ગાંધીના વિચારો પર છે. “8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે CWC સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખ, CWCના સભ્યો, વિધાયક દળના નેતા, CLP નેતા આવશે. સાંજે 5 વાગે પ્રાર્થના સભા મળશે. સાંજે 7 વાગે અધિવેશનના વેન્યુ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની પરંપરાને ઉજાગર કરવામાં આવશે.”
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગાંધીના વિચારોથી ઊલટું શાસન ચાલે છે. ગુજરાતના ડાયમંડ, ટેક્સટાઇલ્સ, સિરામિક સહિતના ઉદ્યોગ મંદીનો ભોગ બન્યા છે. કોંગ્રેસની નાના-મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવાની વિચારધારાનો અમલ કરાવી શકાય તે અંગે વિચાર કરાશે. નશાબંધીનો કાયદો છે પરંતુ ફક્ત કાગળ પર છે. ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વિકસિત ગુજરાતની વાતો કરીએ તો બીજી તરફ 40 ટકા બાળકો કુપોષિત છે. આવનાર દિવસમાં દેશને કુપોષણમાંથી મુક્તિ મળશે. શિક્ષણ,આરોગ્ય સહિતની સુવિધાઓ મળે તે માટે વાત કરવામાં આવશે. અંગ્રેજો અને રાવણ બંને અભિમાની હતા, સત્તા પર બેઠેલા લોકોનું અભિમાન તૂટશે.”
ગુજરાતમાં યોજાનાર ઐતિહાસિક અધિવેશનને અનુલક્ષીને ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના ગુજરાતમાં અગાઉ યોજાયેલ ઐતિહાસિક અધિવેશનોની અલભ્ય તસ્વીર સાથેના કેલેન્ડરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા અને પબ્લીસિટી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પવન ખેરાએ પ્રકાશિત કર્યું હતું. ઐતિહાસિક કેલેન્ડર તૈયાર કરવા બદલ મીડીયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને પ્રવક્તા હિરેન બેંકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા ડૉ. અમીબેન યાગ્નિક, મીડીયા કન્વીનર ડૉ. મનીષ દોશી, કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. નીદત બારોટ, ડૉ. અમીત નાયક, કોર્પોરેશનના ઉપનેતા નિરવ બક્ષી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતાં.
—————–
૧૧-૦૪-૨૦૨૫
ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ધોમધકતા તાપમાં મનરેગા સહિતના શ્રમિકોને બપોરના સમયમાં કામના કલાકમાં રાહત આપવા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધતો રહ્યો છે ધોમધકતા તાપમાં શ્રમિકોને કામ કરવું અતિ મુશ્કેલ બને તે સ્વાભાવિક છે અને અતિશય તાપને કારણે હિટ સ્ટ્રોકની ઘટનાઓમાં કામ કરતા શ્રમિકો ભારે બીમારીમાં સપડાય અને ઘણાં કિસ્સામાં હિટ સ્ટ્રોક જીવલેણ સાબિત થાય છે એટલે કે બપોરના સમયમાં ૧ થી ૪ વાગ્યાના સમયે કામમાં રાહત આપવી અને સવારના કામના કલાક વહેલા કરવામાં આવે. મનરેગા શ્રમિકોને બપોરના ધોમધકતા તાપમાં રાહત આપવી અત્યંત આવશ્યક છે.
ગુજરાતમાં ૪૯.૦૨ લાખ મનરેગાના જોબ કાર્ડ ઈશ્યુ થયેલ છે. જેમાં ૯૭.૯૪ લાખ શ્રમિકો નોંધાયેલા છે જેમાંથી ૧૫.૬૭ લાખ જોબ કાર્ડ એક્ટીવ છે. રાજ્યમાં મનરેગામાં શ્રમિકો માટે કરવામાં આવેલ જોગવાઈ અનુસાર શુધ્ધ પાણી અને ખાસ કરીને મહિલા શ્રમિકો માટે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં હિટવેવની આગાહી થઇ ચુકી છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર મનરેગાના શ્રમિકોને ધોમધકતા તાપમાં રાહત માટે બપોરના કામમાં છુટછાટ આપવામાં આવે તેવી માંગ છે
———–
૧૨-૦૪-૨૦૨૫
• યુવા કોંગ્રેસની મેમ્બરશીપની જાહેરાત કરવામાં આવી
• તારીખ 21 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારી પત્ર ભરી શકશે.
ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત રાજ્યમાં યુથ કોંગ્રેસ દ્વારા વિધાનસભા,તાલુકા, જિલ્લા અને રાજ્યસ્તરે મેમ્બરશીપ લોન્ચ કરીને પૂર્ણ રીતે આંતરિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં યુવા કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીની જાહેરાત કરતા સજ્જાદ તાંરીખએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવા કોંગ્રેસ ચૂંટણી પ્રકિયામાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે અને તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે આહવાન કર્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં મેમ્બરશીપ ઓનલાઈન કરવામાં આવશે અને તાલુકા, વિધાનસભા, જિલ્લા અને રાજ્યસ્તરે મેમ્બરશીપની શરૂઆત કરીને યુવાનોને જોડવાનું કામ કરવામાં આવશે. આ યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રકિયામાં 18 થી 35 વર્ષની વયના યુવાનો નોમિનેશન કરી શકશે. આ યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી એપ્રિલ મહિનાની 21 તારીખથી 30 તારીખ સુધી નોંધાવી શકશે. ત્યાર બાદ મેમ્બરશીપની શરૂઆત કરવામાં આવશે પણ તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પ્રસંગે ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી શશી અને ભારતીય યુવા કોંગ્રેસના ઈલેક્શન કમિશનના સભ્યો હાજર રહ્યા હતા.
————–
૧૮–૦૪–૨૦૨૫
• ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલે કરેલ આહવાનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
રાજીવ ગાંધી ભવન ખાતે રાજકીય, સામાજિક આગેવાનોને કોંગ્રેસ પક્ષના આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાસંદ શક્તિ ગોહિલએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ કાર્યકર્તાઓ – આગેવાનોએ નિર્ણય કરેલ છે તેઓનું સ્વાગત કરીએ છીએ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિ ગોહિલે કરેલ આહવાનમાં રાજકીય, બિનરાજકીય અને ખાસ કરીને વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓનો શક્તિ ગોહિલે આભાર માન્યો હતો. આમ આદમી પાર્ટીથી મોહભંગ થયા બાદ સુનીલ અંબાલાલ પટેલ ટ્રેડ વિંગ ઉપપ્રમુખ આપ પાર્ટી, પ્રિયદર્શન રાજેન્દ્ર પ્રસાદ જૈન શહેર ઉપપ્રમુખ,મહેન્દ્ર એસ વાળંદ, મનોજ ગુપ્તા, અનિલ યાદવ, સાબરમતી વોર્ડ ઉપપ્રમુખ, વિજય કુમાર પટેલ,સૌરભ એસ આચાર્ય ચાંદખેડા વોર્ડ કારોબારી સભ્ય, ધર્મેન્દ્ર આઈ પટેલ સાબરમતી વોર્ડ સભ્ય, ગોપી એમ ભરવાડ ચાંદખેડા વોર્ડ ઉપપ્રમુખ, જયંતિ મકવાણા સાબરમતી વોર્ડ કારોબારી સભ્ય,પુલરાજ ઠાકોર રાણીપ પ્રમુખ, પ્રવેશ પટેલ, શૈલેષ દેસાઈ, મહેશ પાટીલ રાણીપ, સુરતમાંથી રાઘવનજી ગાયકવાડી પૂર્વ કોર્પોરેટર, રાયસંગ મોરી, અતુલ ગોંડલિયા, દક્ષાબેન તરસરીયા, ધીરુ માંડવીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા.
રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષ ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ પક્ષન કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજય ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમત પટેલ, મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વિનર ડૉ.મનીષ દોશી, પ્રદેશ પ્રવકતા હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા વિવિધ આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
————
૧૯-૦૪-૨૦૨૫
· ગુજરાત 2025ના ભારત ન્યાય અહેવાલમાં નીચે સરક્યું: આદર્શ રાજ્યથી મધ્યમ કક્ષાના પ્રદર્શન સુધી ઇન્ડિયન જસ્ટીસ રીપોર્ટ એકંદર રેન્કિંગ ૧૧માં સ્થાને ગુજરાત ખસી ગયું
· ૨૩ રાજ્ય માનવ અધિકાર આયોગોનું મૂલ્યાંકનમાં ગુજરાત ૨૦માં સ્થાને : માનવ અધિકારોના રક્ષણ – ન્યાય અંગે ગાંધી – સરદારના ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ
નવીનતમ ભારત ન્યાય અહેવાલ (IJR), જે કાનૂની નિષ્ણાતો દ્વારા અનેક નાગરિક સમાજ સંગઠનોના સમર્થનથી તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્યોની ન્યાય પહોંચાડવાની ક્ષમતાનું રેન્કિંગ કરવાનો હેતુ ધરાવે છે, તેમાં 2022માં ચોથા સ્થાનથી લપસીને 11મા સ્થાને પહોંચી ગયું છે. જેના માટે ભાજપ સરકારની ન્યાય વહીવટ સુધારણા પ્રત્યેની ગંભીરતાના અભાવ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે 18 મુખ્ય રાજ્યોનું મૂલ્યાંકન કરતા, જેને “મોટા અને મધ્યમ કદના રાજ્યો” તરીકે ઓળખવામાં આવ્યા છે, આ 212 પાનાના અહેવાલમાં ન્યાય વ્યવસ્થાના ચાર મુખ્ય આધારસ્તંભો—પોલીસ, જેલ, ન્યાયતંત્ર અને કાનૂની સહાય—ની ક્ષમતા માપવા માટે “માનવ સંસાધન, માળખાકીય સુવિધા, બજેટ, કાર્યભાર અને વિવિધતા”ના માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 23 રાજ્ય માનવ અધિકાર આયોગોનું અલગ મૂલ્યાંકનમાં જેમાં ગુજરાત 20મા સ્થાને છે. ગુજરાતનું પ્રદર્શન પોલીસ અને જેલ માટે તમામ ચાર ઈન્ડીયન જસ્ટીસ રીપોર્ટ મૂલ્યાંકનોમાં 9મા સ્થાનની આસપાસ રહ્યું છે. જોકે, અન્ય બે આધારસ્તંભોમાં તેનું પ્રદર્શન નોંધપાત્ર રીતે ઘટ્યું છે: ન્યાયતંત્રમાં ગુજરાત 2019માં 7મા, 2020માં 8મા, 2022માં 9મા સ્થાનથી 2025માં 14મા સ્થાને ખસી ગયું; અને કાનૂની સહાયમાં 2019માં 6ઠ્ઠા, 2020માં 9મા, 2022માં 3જા સ્થાનથી 2025માં 13મા સ્થાને ખસી ગયું. “શહેરી પોલીસ સ્ટેશન દ્વારા સેવા આપવામાં આવતા લોકોની સંખ્યા ખૂબ જ અલગ-અલગ છે—અરુણાચલ જેવા નાના રાજ્યમાં 8,500થી લઈને ગુજરાતમાં 2.8 લાખ સુધી, જે ગુજરાતના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતાનો વિષય છે
ગુજરાતના નબળા ન્યાયિક રેન્કિંગને અનેક પરિબળો સાથે જોડે છે: ન્યાયતંત્ર પર વ્યક્તિ દીઠ ખર્ચ ઘટીને રૂ. 101 થયો—18 રાજ્યોમાં સૌથી ઓછો; હાઈકોર્ટના ન્યાયાધીશ દીઠ વસ્તી 38,36,147 છે—ભારતમાં સૌથી વધુ; નીચલી અદાલતના ન્યાયાધીશોની 31.1% ખાલી જગ્યાઓ છે, જ્યારે હાઈકોર્ટના સ્ટાફની ખાલી જગ્યાઓ 46.6% છે—ફરીથી ભારતમાં સૌથી વધુ. કાનૂની સહાય શ્રેણીમાં ગુજરાતના નીચા રેન્કિંગનું કારણ, અહેવાલ સૂચવે છે, તેની લોક અદાલતો માત્ર “પ્રમાણમાં ઓછા કેસ” લેવાથી જ નહીં, પરંતુ ભારતમાં સૌથી ઓછો નિકાલ દર—માત્ર 11,000 બાબતોનો નિકાલ, જે માત્ર 2% છે. તેની સરખામણીમાં, રાજસ્થાનમાં 3% અને મહારાષ્ટ્રમાં 9% નિકાલ દર હતો. લોક અદાલતો ભારતના કાનૂની સહાય ઢાંચાનો નિર્ણાયક ઘટક છે, જે વિવાદોને ઔપચારિક અદાલતી વ્યવસ્થાની બહાર સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે રચાયેલ છે. “આ મંચો કોર્ટના બેકલોગને ઘટાડવા, ઝડપી ન્યાયને પ્રોત્સાહન આપવા અને સૌહાર્દપૂર્ણ સમાધાનની સંસ્કૃતિને વેગ આપવા માટે છે. પોલીસ ભરતીમાં સામાજિક ન્યાય વિશે, રાષ્ટ્રીય સ્તરે, “અનુસૂચિત જાતિ (SC) ક્વોટા પૂરા કરવામાં અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ક્વોટા પૂરા કરવા કરતાં પાછળ રહે છે.
અગાઉના ત્રણ ઇન્ડિયન જસ્ટીસ રીપોર્ટમાંથી સામાજિક ન્યાયના ચાર આધારસ્તંભો—પોલીસ, જેલ, ન્યાયતંત્ર અને કાનૂની સહાય—નું વ્યાપક ચિત્ર રજૂ કરતા, અહેવાલ દર્શાવે છે કે ગુજરાતે 2025માં નોંધપાત્ર રીતે 11મા સ્થાને ખસી ગયું. સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ (CHRI), દક્ષ અને TISS-પ્રયાસ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે રેન્કિંગ રાજ્ય સરકારો દ્વારા ન્યાય વહીવટ સુધારવા માટે વર્ષ-દર-વર્ષના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. દક્ષિણ ભારતના રાજ્યો—કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ—18 મુખ્ય રાજ્યોમાં ચાર મુખ્ય આધારસ્તંભોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.
—————-
૨૧–૦૪–૨૦૨૫
રાજીવગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા સીડબલ્યુસી સભ્ય, પૂર્વ સાંસદ વિજય ઈન્દર સિંગલાજીએ જણાવ્યું હતું કે ભાજપનું રાજકીય ષડયંત્રનેશનલ હેરાલ્ડ કેસ એ ભાજપ દ્વારા રચાયેલું એક ષડયંત્ર છે, જેનો હેતુ છે ધ્યાન ભટકાવવું, નિષ્ફળતાઓથી દૂર લઈ જવું અને ઇતિહાસનું વિકૃતિકરણ કરવું. આ કેસ દેશ સામેના મહત્વના મુદ્દાઓથી જનતાનું ધ્યાન હટાવવા, ભાજપની નિષ્ફળતાઓને છુપાવવા અને સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને બદનામ કરવાનો પ્રયાસ છે. તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક સત્રથી ભાજપ ચોંકી ગઈ છે, જ્યાં રાહુલ ગાંધીએ ભાજપની નિષ્ફળતાઓને આક્રમક રીતે ઉજાગર કરી હતી. આના જવાબમાં મોદી-શાહની જોડીએ ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) – તેમનું મનપસંદ ગુનાહિત ઉઘરાણું મશીન – કોંગ્રેસ પાર્ટી પર છોડ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષ મતી સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલું તથાકથિત ચાર્જશીટ એ શુદ્ધ રાજકીય બદલાની કાર્યવાહી છે. ગાંધી પરિવારના દરેક સભ્ય – રાજકારણમાં હોય કે ન હોય – ભાજપના નિશાના પર છે.વ્યંગાત્મક રીતે, પ્રથમ વખત એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જ્યાં એક પણ રૂપિયો કે સંપત્તિનું હસ્તાંતરણ થયું નથી, ત્યાં મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે! દેવું ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જેથી બેલેન્સ શીટ દેવું મુક્ત થઈ શકે. આ એક સામાન્ય અને સંપૂર્ણ કાયદેસર પ્રથા છે. જ્યાં પૈસાનું કોઈ હસ્તાંતરણ નથી, ત્યાં મની લોન્ડરિંગ ક્યાંથી આવ્યું?પસંદગીનું ન્યાય એ રાજકીય ગુંડાગીરી સિવાય બીજું કંઈ નથી. મોદી સરકારે ED ને પોતાનું ચૂંટણી વિભાગ બનાવી દીધું છે અને તેનો બેશરમપણે બદલાની રાજનીતિ માટે દુરુપયોગ કરી રહી છે. ED ના કેસોમાં સજાનો દર માત્ર 1% છે. વધુમાં, ED દ્વારા નોંધાયેલા 98% રાજકીય કેસો સત્તાધારી પક્ષના રાજકીય હરીફો સામે છે.
મતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મતી પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવાર સામે બનાવટી કેસોમાં ચાલી રહેલી બદલાની કાર્યવાહી એ રાજ્યની મશીનરીનો ઘોર દુરુપયોગ છે. નેતૃત્વ અને તેમના પરિવારોને બનાવટી અને ખોટા કેસો દ્વારા નિશાન બનાવીને, ભાજપ સરકાર નિરાશાજનક રીતે કોંગ્રેસ પાર્ટીને – જે એકમાત્ર શક્તિ છે જે સતત લોકોની સાથે અને આ રાષ્ટ્રના આત્મા માટે ઊભી રહી છે – ને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકશાહી વિરોધના મૂળ વિચાર પર સીધો અને ખતરનાક હુમલો છે. આ એક ક્રૂર રાજકીય ધમકીનો પ્રયાસ છે, જેનું આયોજન વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ બદલાની રાજનીતિનું સૌથી ખરાબ સ્વરૂપ છે.ભલે તેઓ અમને ચૂપ કરવાનો કેટલો પ્રયાસ કરે, અમે ચૂપ નહીં થઈએ. જેઓ બીજાને ડરાવવાનો પ્રયાસ કરે છે, તેઓ પોતે ડરેલા હોય છે. આ એક રાજકીય ષડયંત્ર છે, અને કોંગ્રેસ પાર્ટી તેનો સામનો પૂરા જોશ સાથે કરશે. સત્યની જીત થશે.
ધ એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની સ્થાપના 1937-38માં થઈ હતી. એજેએલની શરૂઆત મૂળરૂપે પબ્લિક લિમિટેડ ન્યૂઝપેપર કંપની તરીકે થઈ હતી. તેનો ઉદ્દેશ સ્વતંત્રતા સંઘર્ષનું મુખપત્ર બનવાનો હતો, નફો કમાવવાનો નહીં. એજેએલ પાસે છ શહેરોમાં – દિલ્હી, પંચકુલા, મુંબઈ, લખનૌ, પટના અને ઈન્દોર – સ્થાવર મિલકતો છે, પરંતુ લખનૌ એકમાત્ર ફ્રીહોલ્ડ મિલકત છે. બાકીની મિલકતો લીઝ/ફાળવણી પર છે અને તેનો ઉપયોગ અખબારો પ્રકાશિત કરવા માટે થાય છે. ફાળવણી સમયે શરત હતી કે આ મિલકતો વેચી શકાશે નહીં, સિવાય કે લખનૌ, જે ફ્રીહોલ્ડ મિલકત છે. સમય જતાં એજેએલને નુકસાન થયું અને દેવું વધ્યું, જેના કારણે તેનું સંચાલન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું. એજેએલ પાસે હજારો કરોડની રિયલ એસ્ટેટનું મૂલ્ય હોવાનો આરોપ નિરાધાર છે, કારણ કે સરકારે વેચાણ પર પ્રતિબંધ અને નિયંત્રણો લાદ્યા હતા. ભારે નાણાકીય નુકસાનને કારણે, એજેએલ અને નેશનલ હેરાલ્ડ કર્મચારીઓના પગાર, વીઆરએસ બાકી, કર અને અન્ય જવાબદારીઓ ચૂકવી શક્યા નહીં.
કોંગ્રેસ પાર્ટીએ 2002 થી 2011 દરમિયાન દસ વર્ષમાં 100 નાના હપ્તાઓમાં બેંક ચેક દ્વારા ₹90 કરોડની રકમ આપીને આ સંસ્થાને બચાવવાનું કામ કર્યું. નેશનલ હેરાલ્ડના સ્ટાફ અને કર્મચારીઓને અખબારની ખરાબ નાણાકીય સ્થિતિને કારણે પગારમાં ભારે વિલંબનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા આ નાણાંનો ઉપયોગ પગાર, પીએફ, વીઆરએસ, ગ્રેચ્યુટી અને બાકી રહેલા વીજળીના બિલ ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો. વર્ષોથી, કોંગ્રેસે આ સંસ્થાને ટેકો આપ્યો, કારણ કે નેશનલ હેરાલ્ડને તે ફક્ત અખબાર જ નહીં, પરંતુ ભારતના સ્વાતંત્ર્ય આંદોલન, ગણરાજ્યના મૂલ્યો અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારાનું જીવંત પ્રતીક માને છે.
કોંગ્રેસ પાર્ટી એજેએલ – સ્વાતંત્ર્ય આંદોલનનું પ્રતીક – ને પુનર્જન્મ આપવા માટે પ્રતિબદ્ધ હતી અને છે. આપણા બંધારણની કલમ 51A(b)માં જણાવાયું છે: ભારતના દરેક નાગરિકની ફરજ છે કે તેઓ આપણા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંઘર્ષથી પ્રેરિત ઉમદા આદર્શોનું સન્માન કરે અને તેનું પાલન કરે. આગળ જતાં કંપની અને તેના અખબારોને પુનર્જન્મ આપવા માટે, એજેએલનું પુનર્ગઠન કરવું પડ્યું. આથી, કાનૂની સલાહ લીધા પછી, 2010માં યંગ ઈન્ડિયનની સ્થાપના કરવામાં આવી, જે એક ચેરિટેબલ નોન-પ્રોફિટ કંપની છે (કંપનીઝ એક્ટ, 1956 હેઠળ સેક્શન 25, અને હવે કંપનીઝ એક્ટ (સુધારો) 2013 હેઠળ સેક્શન 8).
યંગ ઈન્ડિયન લિમિટેડમાં ચાર શેરધારકો હતા, જેઓ બધા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ હતા – મતી સોનિયા ગાંધી (તે સમયે એઆઈસીસીના અધ્યક્ષ), સ્વ. મોતીલાલ વોરા (તે સમયે એઆઈસીસીના ખજાનચી), સ્વ. ઓસ્કાર ફર્નાન્ડિસ (તે સમયે એઆઈસીસીના મહાસચિવ), રાહુલ ગાંધી (તે સમયે એઆઈસીસીના મહાસચિવ), અને બે નોન-શેરધારક ડિરેક્ટર્સ સેમ પિત્રોડા અને સુમન દુબે.
કંપનીએ 50 લાખ ચૂકવીને કોંગ્રેસ પાસેથી ₹90 કરોડની લોન લીધી. એજેએલ મુશ્કેલીમાં હોવાથી, 90 કરોડની લોનને યંગ ઈન્ડિયન દ્વારા ઈક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવી. કોઈ ડિરેક્ટર કે શેરધારકે નાણાકીય લાભ મેળવ્યો નથી – ન પગાર, ન ડિવિડન્ડ, ન નફો મેળવી શકે, ભલે યંગ ઈન્ડિયન બંધ થઈ જાય. યંગ ઈન્ડિયન લિમિટેડ એ કંપનીઝ એક્ટ, 2013 હેઠળ સેક્શન 8 નોન-પ્રોફિટ કંપની છે, અને તે તેના કોઈ શેરધારકો કે ડિરેક્ટર્સને નફો, ડિવિડન્ડ કે પગારનો એક પણ પૈસો આપી શકે નહીં. મતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે યંગ ઈન્ડિયન લિમિટેડના કોઈ ડિરેક્ટરને એક પણ રૂપિયો મળ્યો નથી.
એજેએલ એક ભારે દેવું ધરાવતી અને નુકસાનમાં ચાલતી મિલકત હતી. આ દેવું વસૂલી શકાય તેવું નહોતું. જ્યારે યંગ ઈન્ડિયનએ ₹50 લાખમાં આ લોન ખરીદી, ત્યારે તેણે ખરેખર એક વસૂલી ન થઈ શકે તેવી લોન ખરીદી અને આમ કરીને દેવું ઈક્વિટીમાં રૂપાંતરિત કરીને કંપનીને પુનર્જન્મ આપ્યો. આખો બેન્ક્રપ્સી કોડ આ સિદ્ધાંત પર આધારિત છે અને તે ભારત (એનસીએલટી) સહિત વૈશ્વિક સ્તરે સ્થાપિત પ્રથા છે. આના અગાઉના દાખલા છે – ઉદાહરણ તરીકે, રૂચિ સોયાનું દેવું માફ કરવામાં આવ્યું અને બાબા રામદેવની પતંજલિએ તેને ખરીદી લીધું. મોદી સરકારે વોડાફોનનું 36,000 કરોડનું દેવું માફ કર્યું અને તેની માલિકી લીધી, જે હવે 22.6% થી વધીને 48.99% થઈ છે.
ભાજપ અને તેનું ઇકોસિસ્ટમ એજેએલની સંપત્તિનું મૂલ્ય ₹5000 કરોડના કાલ્પનિક ખોટા આંકડા પર જૂઠું બોલે છે, જે આંકડો તેમની સુવિધા અનુસાર બદલાતો રહે છે. વાસ્તવિકતા એ છે કે મોદી સરકારના આવકવેરા વિભાગે તેની તમામ મિલકતોનું મૂલ્ય 413 કરોડ આંક્યું છે, જે પણ સૈદ્ધાંતિક છે, કારણ કે ફ્રીહોલ્ડ મિલકત ફક્ત લખનૌમાં જ હતી. 2013માં, સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જેને તેમણે 2020 સુધી આગળ ધપાવ્યો. આશ્ચર્યજનક રીતે, સ્વામીએ પોતાની જ ક્રોસ-એક્ઝામિનેશન પર સ્ટે માંગ્યો અને પોતાના જ કેસની વિરુદ્ધ ગયા. અગાઉ, 2012માં, સુબ્રમણ્યમ સ્વામીની ચૂંટણી પંચને ફરિયાદ નકારવામાં આવી હતી, જેની પછી ઇડી દ્વારા તપાસ કરવામાં આવી. ચૂંટણી પંચે નિર્ણય આપ્યો કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની કલમ 29(B) અને 29(C) હેઠળ, રાજકીય પક્ષ તેના ફંડનો ઉપયોગ કેવી રીતે કરે તેના પર કોઈ પ્રતિબંધ નથી. કોંગ્રેસે લોનની જાહેરાત સત્તાવાર ફાઇલિંગમાં કરી હતી અને વ્યવહારોને જાહેર કર્યા હતા.
ઓગસ્ટ 2015માં, આ મામલો ઇડીને મોકલવામાં આવ્યો અને ઇડીએ ફાઇલ બંધ કરી દીધી. મોદી સરકારે તત્કાલીન ઇડી ડિરેક્ટર રાજન કટોચને હટાવી દીધા, જે સપ્ટેમ્બર 2015માં રાજકીય બદલાનું સ્પષ્ટ ઉદાહરણ દર્શાવે છે. થોડા વર્ષો પછી, 2021માં જ્યારે ઇડી ભાજપનું સીધું રાજકીય ઉઘાડપણું બની ગયું અને જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ મોદી અને શાહની ખુલ્લેઆમ ટીકા કરવાનું શરૂ કર્યું, ત્યારે મોદી સરકારે ઇડી દ્વારા પોતાનો કેસ દાખલ કર્યો. 2023માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક અસ્થાયી જપ્તી આદેશ જારી કર્યો, જેને 10 એપ્રિલ 2024ના રોજ ટ્રિબ્યુનલે પુષ્ટિ આપી. ઇડી પાસે ત્યારબાદ 365 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો સમય હતો. 365મા અને અંતિમ દિવસે, 9 એપ્રિલ 2025ના રોજ, ઇડીએ ચાર્જશીટ દાખલ કરી, જે ફક્ત મીડિયામાં જાણવા મળી છે, પરંતુ ચાર્જશીટની વિગતો હજુ સુધી જાહેર થઈ નથી. જો કોઈ પુરાવા કે વાસ્તવિક ગેરરીતિ હોત, તો સરકારે આખરી દિવસ સુધી રાહ જોવી ન પડી હોત. આ વિલંબ એક તરફ કેસની નિરાશાજનક સ્થિતિ દર્શાવે છે અને બીજી તરફ મોદી સરકારની નૈતિક-રાજકીય નાદારીને ઉજાગર કરે છે.
સફળ પુનર્ગઠન બાદ, એજેએલ નેશનલ હેરાલ્ડ અને નવજીવન અખબારો છાપે છે અને પ્રકાશિત કરે છે અને કૌમી આવાઝને ઓનલાઈન પ્રકાશિત કરે છે. એજેએલ વિવિધ વેબસાઈટ્સ અને અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં બહુવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું સંચાલન કરે છે અને તેની રાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રિન્ટ અને ડિજિટલ હાજરી છે. ભાજપ દ્વારા નેશનલ હેરાલ્ડ અખબારમાં સરકારી જાહેરાતો અંગે નવો ખોટો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ સૌથી હાસ્યાસ્પદ દલીલ છે. તે જ ન્યાયથી, ભાજપની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આરએસએસ સાથે સંકળાયેલા પંચજન્ય અને ઓર્ગેનાઈઝર કે ભાજપના તરુણ ભારતમાં જાહેરાતો કેમ આપે છે? અખબારો અને ટીવી ચેનલોમાં સરકારી જાહેરાતો એક સામાન્ય પ્રથા છે. હકીકતમાં, ભાજપની મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકારોએ કેરળના મલયાલમ અખબારોમાં હિન્દીમાં જાહેરાતો આપવાનું સમજાવવું જોઈએ! કોંગ્રેસ પાર્ટી આ મામલે કોર્ટમાં લડશે, પરંતુ અમે મોદી સરકારથી ડરવાનો ઇનકાર કરીએ છીએ.
એજેએલ સ્વાતંત્ર્ય સંઘર્ષના મુખપત્ર તરીકેની તેની ભૂમિકા સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. ભારતના બંધારણની કલમ 49 દરેક ભારતીયની ફરજ બનાવે છે કે તેઓ સ્વાતંત્ર્ય સંઘર્ષની વારસાને સાચવે. ઘણા વર્ષોથી, આ કંપની નફો કમાવવા માટે નહીં, પરંતુ ભારત ગણરાજ્યના મૂલ્યોને જાળવી રાખવા અને ઉચ્ચ રાખવા માટે ચલાવવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમયાંતરે આ વારસાને બચાવ્યો. કાનૂની સલાહના આધારે, આ નાણાકીય રીતે નાદાર અને દેવામાં ડૂબેલી કંપનીને આ સંપૂર્ણપણે કાયદેસર માર્ગ દ્વારા પુનર્જન્મ આપવો પડ્યો. આ એક પુનર્જન્મની સફળતાની વાર્તા છે, નહીં કે કોઈ ગેરરીતિ. ભાજપ, જેના પૂર્વજોએ સ્વાતંત્ર્ય સંઘર્ષ દરમિયાન ભારતીયોની વિરુદ્ધ બ્રિટિશોનું સમર્થન કર્યું હતું, અને જે સ્વાતંત્ર્ય સંઘર્ષના ઇતિહાસને ભૂંસી નાખવા માટે કટિબદ્ધ છે, તે પ્રચારનો ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટીની સ્વાતંત્ર્ય સંઘર્ષમાં ભૂમિકા અને મહત્વની રીતે સ્વાતંત્ર્ય સંઘર્ષને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓએ આ સ્વાતંત્ર્ય સંઘર્ષના જીવંત સ્મારકને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. સત્યમેવ જયતે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસન મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વીનર ડૉ.મનીષ દોશી, એઆઇસીસી મંત્રી નિલેશ પટેલ, પ્રદેશ પ્રવકતા હિરેન બેન્કર, પ્રદેશ મહામંત્રી નઈમ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા.
(હિરેન બેન્કર)
પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ
———–
૨૫–૦૪–૨૦૨૫
• मित्रो समस्या सीमा पर नही, समस्या दिल्ही मे है – नरेन्द्र मोदी (२०१४)
• મિત્રો સમસ્યા સીમા પર નહી, સમસ્યા દિલ્હીમા પણ નહી, સમસ્યા પ્રધાનમંત્રીની ખુરશીમા છે – મનહર પટેલ
પહેલગાવની ઘટના સૌના ર્હદય કંપાવનારી છે, આ સંદર્ભે સુરક્ષામા ક્યા ચુક રહી ગઈ તેના સમગ્ર દેશ અને વિપક્ષ તીખા સવાલ કરે છે અને દેશની સરકારે જવાબ આપવો રહ્યો અને મોદી સરકારની આ કોઇ પ્રથમ ઘટના નથી, દેશ ગુસ્સામા છે, જેના પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેને સાંત્વના આપવા સરકાર પાસે કોઇ જવાબ નથી, એટલે સ્વબચાવ માટે માથુ જુકાવીને માફી માંગવાને બદલે પુર્વ સરકારોનો ઇતિહાસ ફંફોળીને રાજકીય જવાબ આપવાનુ શરુ કરી દિધુ છે, સત્તા ભુખ્યો વિપક્ષ આવા સંવેદન મુદ્દા ઉપર રાજનિતી કરે છે વગેરે વગેરે… પરંતુ સરકારની જવાબદારીને લઈને કે સુરક્ષાને લઈને ઘોર બેદરકારી અને નિષ્ફળતા છે તેમા કોઇ શંકા નથી.
હિન્દુઓની લાશો ઉપર સત્તા મેળવવા કે ટકાવવાથી હિન્દુઓની સુરક્ષા ન થઈ શકે, ભારતની ૧૪૦ કરોડ જનતાએ ભાજપાને સત્તા જનતાની સુરક્ષા માટે આપી છે, દુનિયાની ગાળો ખાવા કે દેશના નાગરિકો ઓછા કરવા નહી. ભાજપાવાળાએ ૫૬ ની છાતીનો દાવો કરેલો, પરંતુ આ દાવો બિલકુલ ખોટો છે, પહેલા એ તપાસ કરો દેશના પ્રધાનમંત્રીને કાળજુ છે કે નહી?
૧૧ વર્ષમા ૩૦ મોટા આતંકી હુમલાઓ થયા પ્રધાનમંત્રીની આંખ લાલ કેમ ન થઈ ? આમ છતાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કશ્મિરમા આતંકવાદ ખતમ થઈ ગયો છે એવી હવાબાજી કરે છે.
૨૦૧૪ મા ભારત દેશને એવા હવા બાજ પ્રધાનમંત્રી મળ્યા કે તેને દેશને મુર્ખ બનાવવાનો ઐતિહાસિક મુકામ તેના નામે સિદ્ધ કર્યો, ૫૬ ઇંચની છાતી અને લાલ આંખની ગેરેંટી વાળા દેશના પ્રધાનમંત્રી મોદી અને તેની નમાલી સરકારને ૧૧ વર્ષથી આતંકીઓ લલકારી રહયા છે અને દેશના નિર્દોષ નાગરિકો અને સુરક્ષા કર્મીઓ આતંકવાદીઓના ભોગ બની રહ્યા છે. પરંતુ હવા બાજ પ્રધાનમંત્રીની ભાષામા કોઇ ફરક ન પડયો અને તેના કારણે દુનિયામા ભારત પોતાની શાખ ગુમાવી રહ્યો છે.
એક ફોનથી યુક્રેનનુ યુદ્ધ અટકાવી દેવાની હવા ફેકવાવાળા ભુંડ ભક્તોના આરાધ્ય મણીપુરમા રમખાણો અટકાવી શકતા તો નથી,મહિલાઓને નગ્ન કરીને પરેડ થાય અને સામુહિક બળાત્કારની ઘટનાઓ બને છે છતા તેની મણિપુરની મુલાકાત લેવાની હિંમત નથી, આવા કાયર અને નમાલા પ્રધાનમંત્રીએ દેશનુ દુર્ભાગ્ય છે.
છેલ્લા ૧૧ વર્ષથી વિશ્વગુરુના ભાષણના ભડાકા દેશ સાંભળે છે અને દુનિયાના દેશો સામે રોજ ભારતીયો ગાળો ખાય,માર ખાય અને મોતને ભેટે છે.કોઇ ટેરીફ લગાવે, કોઇ ભારતનો ભુ ભાગ પચાવે તો કોઇ ગોળીઓ મારીને મોત આપે છે, અને તેના બદલામા ભારતના ૫૬ ઇંચની છાતીવાળા વાળા શુરવીર પ્રધાનમંત્રી આ પૈકીનાને કોઇને ગળે લાગાવે છે, કોઇની એપ બંધ કરે તો કોઇનુ પાણી બંધ કરીને તેનો બદલો લેવાની શુરવીરતામા સંતોષ માને છે.
નોટબંધી અને ૩૭૦ કલમ નાબુદ થવાથી આતંકવાદની કમર તોડવાના નિર્ણયો આપણા દેશના હવા બાજ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સંસદમા અને સંસદ બહાર આપતા રહયા અને કાશ્મિરમા શાંતિ અને અમન સ્થપાયા છે.પુલવામા અને પહેલગામ જેવા આતંકી હુમલા થતા રહ્યા.
બધુ જાણતા હોવા છતા અજાણ રહ્યા છે તેવા મારા ગુજરાતીઓને મારી સાદર વિનંતી છે કે,
• રડતો જાય અને રાડો પાડતો જાય તેવા શાસકોનો ભરોસો કરવાની ભુલ ન કરશો..
• જે શાસકને પોતાની સજાણ ભુલોથી દેશને નુકશાન ગયુ હોય તેમ છતાં તેનો તેને અફસોસ ન હોય તેવા શાસક પાસેથી સુરક્ષાની અપેક્ષા ક્યારેય ન રાખશો.
• જે શાસક જનતાની ટિક્કા સહી ન શકે તે તમારી પીડા નહી સમજી શકે.
• જે શાસક જેટલા વચનો આપે એટલુ જ જુઠુ બોલે તેનો વિશ્વાસ કરશો.
• જે શાસક પોતાની વેશભુષામા વધુ ધ્યાન આપે તેને તમારા ધ્યાન ઓછુ છે તે સ્વીકારીને ચાલજો.
મનહર પટેલ
———–
૨૫–૦૪–૨૦૨૫
• ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલે કરેલ આહવાનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
રાજીવ ગાંધી ભવન ખાતે રાજકીય, સામાજિક આગેવાનોને કોંગ્રેસ પક્ષના આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાસંદ શક્તિ ગોહિલએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો પરેશાન છે, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર કિરણ પટેલ આગેવાનો સાથે કાર્યકર્તાઓ – આગેવાનોએ નિર્ણય કરેલ છે તેઓનું સ્વાગત કરીએ છીએ.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિ ગોહિલે કરેલ આહવાનમાં રાજકીય, બિનરાજકીય અને ખાસ કરીને વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓને આવકારીએ છીએ.
આપ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ કિરણ પટેલે જણાવ્યું હતું કે, “પ્રમાણિકતા સાથે, રાજનિતિમાં મોટા બદલાવ આવશે” તેવી વાતથી આકર્ષાઈને આમ આદમી પક્ષમાં જોડાયો હતો. નજીકથી “આપ” માં કામ કર્યા પછી હકીકત સત્ય સામે આવ્યું અને “આપ” “ભાજપને” મદદકર્તા છે એટલે મોહભંગ થયો. માટે સત્ય સાથે કામ કરવા, પ્રજાનો અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યો છું.
રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ પંકજ પટેલ, પ્રદેશ મહામંત્રી જગત શુક્લ, મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વિનર ડૉ.મનીષ દોશી, હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનર હરેશ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા વિવિધ આગેવાનોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
————
૨૬–૦૪–૨૦૨૫
ગુજરાતમાં અદાણી સમૂહ સંચાલિત ખાનગી બંદર મુન્દ્રા પોર્ટ પર પકડાયેલ ૩૦૦૦ કિ.ગ્રા., ૨૧,૦૦૦ કરોડના ડ્રગ્સ કન્ટેનર અને પહલગામ આતંકી હુમલા વચ્ચે સબંધને લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલા રિપોર્ટ દેશ માટે ચોંકાવનારા છે અને રાષ્ર્ટીય સુરક્ષા અંગે ઘણા જ ગંભીર છે ત્યારે ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને હચમચાવી નાંખનાર પહલગામ હુમલામાં 28 લોકોના મોત થયા. સમગ્ર દેશમાં ભારે આક્રોશ છે. સરકાર કબૂલે છે કે સુરક્ષામાં ચૂક રહી. છેલ્લા ઘણા સમયથી ભારતીય લશ્કરમાં 1,80,000 સૈનિકોની જગ્યા ખાલી છે. સરકારની ફરજ છે કે સેનાનું સંખ્યાબળ, આયુધબળ અને મનોબળ મજબૂત બનાવવામાં આવે. છેલ્લા કેટલાય સમયથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અનેક ગણું ડ્રગ્સ રાજ્યમાં અને દેશમાં ફેલાઈ રહ્યું છે, ગુજરાત જે ડ્રગનો ગેટ વે બન્યો ત્યાં ભાજપનું ૩૦ વર્ષથી શાસન છે.
રાષ્ર્ટીય તપાસ એજન્સી (NIA) એ સુપ્રિમકોર્ટમાં જે જવાબ રજૂ કર્યો તેમાં અદાણી સમૂહ સંચાલિત મુન્દ્રા બંદરેથી 3000 કિલો ડ્રગ્સ જેની 21000 કરોડ કિંમત થાય છે, ટેલકમ પાવડર જેવું મટીરીયલ હકીકતમાં ડ્રગ્સ હતું, આ કરોડો રૂપિયાના ડ્રગ્સ ને પહલગામ સાથે સબંધ છે તે ચોંકાવનારી અને ગંભીર બાબત છે. આ ડ્રગના નાણાંથી લશ્કર એ તોઈબા આપણા દેશના લોકો ઉપર જ હુમલા કરે છે. આતંકવાદ સામેની લડતમાં કેન્દ્રને કોંગ્રેસે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. પણ ડ્રગ્સ મામલે અમારા સવાલ છે, સરકાર કેમ ખાનગી પોર્ટ ઉપર રહેમરાહની નજરે જોવે છે ? નિર્દોષ નાગરિકોના મોત માટે, આતંકના આકાઓને પનાહ દેનાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના માલ-સામાનની આયાત નિકાસ કેમ અટકાવવામાં આવતી નથી ? અમે ભૂતકાળમાં પણ કહેતા હતા કે રોજબરોજ દરિયાકિનારે અથવા બંધ થયેલ ફાર્મા એજન્સીઓમાં ડ્રગ બને છે જે દેશના લાખો યુવાનોને બરબાદ કરી રહ્યાં છે. ગેરકાનૂની રીતે નાણાં એકઠા કરી આતંકના આકાઓ હુમલા કરે છે. સરકાર ગંભીરતાથી તપાસ કરે કે આ ડ્રગ્સ કેટલા કન્ટેનરમાં આવ્યું હતું ? અને તે મોકલનાર અને દેશ સાથે ગદ્દારી કરનારા, મંગાવનારા કોણ છે ? સરકાર આંખ બંધ રાખવાની નીતિ બંધ કરે.
અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવા મામલે સફાળી જાગેલી સરકાર અને પોલીસ તંત્રની ચહેરો ચમકાવવાની કવાયત અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ ગેરકાનૂની રીતે રહેતા લોકોને બહાર કાઢી શકે છે. અમદાવાદ અને સુરત સહિત ભાજપનું ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી કોર્પોરેશનમાં શાસન છે. ગેરકાયદે બાંધકામ બન્યા હોય તે માટે ભાજપ શાસિત કોર્પોરેશન જ જવાબદાર છે. 30 વર્ષથી રાજ્યમાં અને 11 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે. અમદાવાદ અને સુરતમાં જ્યાં બાંગ્લાદેશીઓ આટલા વર્ષથી વસતા હતા તેમને કોના આશીર્વાદ છે ? ખોટા પુરાવા અને દસ્તાવેજ બની ગયા તે ગંભીર બાબત છે, સરકાર બે દિવસથી જે માહોલ બનાવે છે તે પોલીસ અને સરકારની જ નિષ્ફળતા છે.
કોર્પોરેશન અને સ્થાનિક તંત્ર પણ ભાજપનું છે, કેન્દ્રીય ગૃહ મંત્રી પણ ગુજરાતના છે. ગૃહ રાજ્ય મંત્રી જે વિસ્તારમાંથી આવે છે એ સુરતમાંથી પણ ઘુસણખોરો ઝડપાયા છે. કોંગ્રેસ પૂછવા માગી રહ્યું છે કે ક્યાં મંત્રી અને સંત્રીની મીલીભગત છે ? અચાનક સરકાર સફાળી જાગી છે.
સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે કોર્પોરેશન, રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે તો આવા ઘૂસણખોરો ઘણા વર્ષોથી ગુજરાતમાં કેવી રીતે વસવાટ કરી રહ્યાં છે ? ખોટાં દસ્તાવેજો તૈયાર કરનારા ભ્રષ્ટ તંત્ર માટે કોણ જવાબદાર ? વર્ષોથી સ્થાનિક પોલીસ તંત્રએ કેમ આંખ આડા કાન કર્યા ?
————-
૦૧–૦૫–૨૦૨૫
•અમૂલ ‘બેસ્ટ ઓફ ફાર્મર’ થકી ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ બન્યું છે,તે અમૂલને આજે ‘રેસ્ટ ઓફ ફાર્મર’ બનાવી દીધુ છે. – મનહર પટેલ
૨૦૧૬ મા મોદી સરકારે ખેડૂતોની આવક ૨૦૨૨ માં બમણી કરવાનુ વચન આપ્યુ તેમ ૨૦૧૯ ના બજેટમાં પશુ પાલકોની આવક ૨૦૨૫ માં બમણી કરવાનુ વચન આપ્યુ હતુ. બંને વચનો જુમલા અને ખેડૂતોની મશ્કરી બરાબર સાબિત થયા….
ભાજપા સરકારમા ખેતી મરણ પથારીએ ઉભી છે, એ ભાજપા સરકારનુ લક્ષ મુજબનુ પરિણામ છે, ખેતીને અને ખેડૂતને સઘન અને સધ્ધર બનાવવાનો ઇરાદો હોય તો સરકાર ખેડૂત સાથે વેપારી ધોરણે નહી અન્નદાતા સમજીને વહેવાર કર્યો હોત…
પશુ પાલકોના ભોગે કોર્પોરેટને ગોદમાં બેસાડીને ભાજપા સરકાર સ્વ ત્રિભુવનદાસભાઇ પટેલના સપનાને ચકનાચુર કરી રહી છે.
ઉદાહરણ :
તા.૩૦.૦૪.૨૦૨૫ રોજ અમૂલે એક લિટરે ૨ રૂપિયાનો વધારો ઝીક્યો…. એટલે કે ૬૦ લિટરે ૧૨૦/- રૂપિયાનો વધારો કર્યો..
જયારે અમૂલે ખેડૂતોને ૧ kg ફેટમા ૨૫/- રૂપિયાનો વધારો કર્યો,એટલે કે ખેડૂતોને ૧ લિટરે દૂધે માત્ર ૪૨ પૈસાનો વધારો કર્યો..(૬૦ લિટર ભેંસના દૂધમાંથી ૧ kg ફેટ મળે છે)
એટલે કે,
✔અમૂલ ગ્રાહકોને ૬૦ લિટર દૂધ વેચે તો અમૂલને ૧૨૦/- મળે.અને
✔ખેડૂત અમૂલને ૬૦ લિટર દૂધ વેચે તો ખેડૂતોને ૨૫/- મળે.
આને કહેવાય ખેડૂતનો વેપાર કરતી સરકાર…
એટલે કહુ છુ ખેડૂત વિરોધી ભાજપા સરકાર..
ભાજપા સરકાર અને ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિ.ને અમારી આગ્રહભરી વિનતી છે કે આમ જનતાને વેચાતા દૂધના ભાવમાં કરેલ ભાવ વધારો અને ખેડૂતોને ચૂકવવામાં આવતા ફેટના ભાવમાં કરેલ ભાવ વધારામા પાંચ ગણો તફાવત જોવા મળે છે, જે પશુપાલકોના વ્યવસાય ઉપર ગંભીર અસર કરનારો છે, માટે ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિ. જે ભાવ વસૂલે છે તે મુજબ પશુપાલકોને પણ ફેટના ભાવ ચૂકવવામાં આવે.
મનહર પટેલ
—————
૦૫-૦૫-૨૦૨૫
ભારત દેશમાં બિનઅધિકૃત બાંગ્લાદેશી, પાકિસ્તાની સહિતના રહેવાસીઓને બહાર કાઢે તેમાં કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન છે. પણ ૨૦ વર્ષથી મ્યુનિસીપાલીટીમાં, ૩૦ વર્ષથી રાજ્યમાં અને ૧૧ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, તો પછી ગેરકાયદેસર વસાહતો, ગેરકાયદેસર બાંધકામ અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ? અતિ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે સીધો સવાલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ દેશ માં બિન અધિકૃત રીતે વિદેશી લોકો રહે અને કોઈ ચકાસણી ના થાય ત્યારે દેશ પર જોખમ ઉભુ થતું હોય છે બાંગ્લાદેશીઓ ને પકડે અને બહાર લઈ જાય તેમાં કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન છે કાશ્મીર પહલગામમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયાં. પક્ષ થી ઉપર રાષ્ટ્ર નું હિત છે , અમે સરકાર ની સાથે છીએ જવાબદાર વિરોધ પક્ષ તરીકે પૂછવા માગીએ છીએ કે આતંકવાદ થી ઘટના બાદ જ બાંગ્લાદેશીઓ કેમ પકડ્યા , પહેલા કેમ ના પકડ્યા ? આટલા બાંગ્લાદેશીઓ અહીં ઘુસ્યા તો આઈ બી અને રો શું કરતી હતી ? સરહદ ની સુરક્ષા શું ?, કેમ આટલા વર્ષો થી ઘૂસણખોરો ઘૂસી રહ્યા છે ? ચંડોળા તળાવમાં ૧૮૦ બાંગ્લાદેશી પકડ્યાં. તંત્રને ખબર હતી કે આટલા વર્ષોથી રહે છે તો પગલાં કેમ નહિ ? દેશની સુરક્ષાનો સવાલ છે. તેમાં કોઈ બાંધછોડ ચલાવી લેવાય નહીં. આતંકવાદની ઘટના પછી જ કેમ બાંગ્લાદેશીઓ યાદ આવ્યાં ? સરહદની વ્યવસ્થાનું શું ? ચંડોળા તળાવનો મુખ્ય આરોપી કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં કામ કરતો હતો, એટલે શું ભાજપ સરકાર તેને આશરો આપતી હતી, તેની સામે રજૂઆત છતાં કાર્યવાહી કેમ ના થઈ ? ૨૦૨૧ અને ૨૦૨૩માં ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે પગલા લેવા રજૂઆત કરી કેમ પગલાં ના લીધા ? રાજકીય ફાયદા માટે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને છાવરે છે. જેનો આ સીધો પુરાવો છે. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે ચાઈનીઝ સામે કડક પગલા કેમ નથી લેતાં ? કાયદાકીય પગલાં લેવાં કોંગ્રેસ પક્ષ આ મુદ્દે સરકારની સાથે છે.
સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવાં માટે દેશના નાગરિકો દલિત, ગરીબ, બક્ષીપંચ, માયનોરિટી, સામાન્ય પરિવારના લોકો ઉપર બુલડોઝર ચલાવીને ભાજપ સરકાર નિષ્ફળતા છૂપાવે છે. ૩૦ વર્ષના શાસનમાં આ મકાનો બન્યાં તે કેવી રીતે બન્યાં ? આ જવાબદારી અધિકારીઓ અને શાસનમાં રહેલી સરકારની છે. તમામ ધર્મના લોકોના મકાનો તોડ્યાં તે તમામ ધર્મના છે. તેમાં હિંદુઓના પણ મકાનો છે. રહેઠાણનો આશરો તોડતા પહેલાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત નું પાલન કરવાનું, અમાનવીય કૃત્ય સામે અમે આંખ બંધ કરી નહીં બેસી શકીએ જે તે પરિવારોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની હોય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જે પિડીતોના મકાનો તોડી પાડ્યાં છે, ત્યાં માનવતાના ધોરણે હિંદુ, મુસ્લિમ, બક્ષીપંચ તમામ જાતિના લોકોને ન્યાયિક મદદ કરશે. લોકોના મકાનોના લાઈટ કે પાણીના જોડાણો કાપેલા હોય તો ફરીથી જોડવામાં આવે. ગેરકાયદેસર બાંધકામો બન્યાં ત્યારે જે તે અધિકારી અને કોના નેજા હેઠળ બનાવવામાં આવ્યા તે અધિકારીઓના નામો જાહેર કરીને તે અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. માનવતાની દ્રષ્ટિએ માનવતાના માપદંડનું પાલન કરવામાં આવે. તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. આ આપણા ભારતીય નાગરિકો છે. જે વર્ષોથી ગુજરાતમાં વસેલા છે. આ વસાહત બનાવતી વખતે જે તે અધિકારીઓએ હપ્તાં લઈને બનાવ્યાં ? તેઓના નામ જાહેર કરવામાં આવે. ચંડોળા તળાવના વસાહતની સંપૂર્ણ પારદર્શિક તપાસ કરવામાં આવે. પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમત પટેલ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ઉપસ્થિત રહ્યા હતાં.————
૧-૦૫-૨૦૨૫
•‘અબ કી બાર મહેંગાઈ અપાર’ નારો ભાજપાની નવી ઓળખ: કૂદકે – ભૂસકે વધી રહેલી મોંઘવારી-બેરોજગારીને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ
•‘અચ્છે દિન’, ‘અમૃતકાળ’ જેવા નીતનવા નારાઓથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી: મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે.
બેફામ મોંઘવારી અને સતત ભાવ વધારાથી ગુજરાત અને દેશની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા રૂપાળા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે મોઘવારીના મારથી દેશમાં ગૃહિણીઓ- સામાન્ય-મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું. સતત વધી રહેલી મોંઘવારીમાં ‘અબ કી બાર મહેગાઈ અપાર’નો નારો ભાજપાની નવી ઓળખ બની ગઈ છે. મોઘવારી હટાવવા માટેના ‘‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા ભાજપના સુત્રો ખોખલા સાબિત થાય છે. ઘરેલુ ગેસ સીલીન્ડર કોંગ્રેસ શાસનમાં ૪૧૫ રૂપિયા મળતો હતો તે આજે ભાજપ સરકારમાં ૧૧૦૦ રૂપિયા જેટલો અતિ મોંઘો થયો છે. વર્ષ ૨૦૧૪માં સીએનજી ૩૮.૧૫ પ્રતિ કિલો હતું જે વર્ષ ૨૦૨૫માં ૮૧.૩૮ રૂપિયાને પાર, વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ ૭૦ પ્રતિ લીટર હતું જે વર્ષ ૨૦૨૫માં ૯૬ને પાર, વર્ષ ૨૦૧૪માં ડીઝલ ૫૬ પ્રતિ લીટર હતું જે વર્ષ ૨૦૨૫માં ૯૦ને પાર થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં સતત ઘટાડો હોવા છતાં ભાજપ સરકાર છેલ્લા દશ વર્ષમાં ૧૪૦ કરોડ નાગરિકોના ખિસ્સામાંથી ૩૦ લાખ કરોડ રૂપિયાની લુંટ ચલાવી છે, આ છે ભાજપ સરકારની લુંટનું મોડેલ ! આર્થિક પારાવાર મુશ્કેલીથી દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરી રહ્યો છે.
મોંઘવારીની ભેટ આપનાર મોદી સરકાર – ભાજપ સરકાર ને લીધે જનતા વારંવાર પરેશાનીનો સામનો કરી રહી છે. એક બાજુ પરિવારોની આવક સતત ઘટતી જાય છે અને બીજી બાજુ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ભારે ચિંતાનો વિષય છે. મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે, અચ્છે દિન, અમૃતકાળ જેવા નીતનવા માર્કેટિંગ નારાઓથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી. રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપ સરકારના લુંટકાળમાં જાન લેવા મોંઘવારીમાં જનતાની બચત પર રોજ લુટ ચાલી રહી છે. રોજીંદા જીવનની ખાવાપીવાની ચીજવસ્તુઓ તો અસહ્ય મોઘી થઇ જ છે. ખેડુતોને પૂરતા ભાવ મળતા નથી. વચેટીયાઓ બેફામ લુંટ ચલાવે છે. કાળા બજારીયા – સંગ્રહખોરો માલામાલ થઈ રહ્યા છે. આસમાને મોંઘવારીથી લાખો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. સંગ્રહખોર-કાળા બજારિયાઓ માટે ‘અમૃતકાળ’ છે. ભાજપ સરકાર કેમ આવા સંગ્રહખોરો – કાળા બજારીયાઓને રક્ષણ આપી રહી છે ? તેનો જવાબ આપે.
છેલ્લા બે મહિનામાં ભાજપ સરકાર દ્વારા જનતાને અપાયા મોંઘવારીના તાજા ડામ.
દૂધ – છાશ એસ.ટી. ભાડા
બેંકીંગ – એટીએમ જન્મ-મરણના પ્રમાણપત્ર ફી
પેટ્રોલ – ડીઝલ શૈક્ષણિક પાઠ્યપુસ્તકો
સી.એન.જી., પી.એન.જી. ટોલટેક્ષ
રાંધણ ગેસ ટુ-વ્હીલર
દાળ-ચોખા-કઠોળ જંત્રી
જીવન રક્ષક દવાઓ ખાતર
————–
૧૩-૦૫-૨૦૨૫
પહેલગામમાં બરબતાપૂર્વક નિર્દોષ નાગરિકો પર આતંવાદી હુમલા સામે મજબુત સૈન્ય કાર્યવાહીમાં તમામ સાંસદ, તમામ પક્ષ, તમામ વર્ગ, તમામ જાતિ, તમામ પ્રાંત એક થઈને ભારતીય સૈન્યને બિરદાવતી હોય ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા “૨૪૦ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે” આવી બેજવાબદાર પોસ્ટ છતાં કોઈ પગલા નહિ ત્યારે ભાજપા નેતૃત્વનો જવાબ માંગતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમત પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સેના જીવના જોખમે યુદ્ધ લડી છે ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપા કોર્પોરેટરોની ઠટ્ઠા મશ્કરી કેટલા અંશે વ્યાજબી ? સરહદ પર ભારતીય સેના શત્રુ રાષ્ટ્ર અને ત્રાસવાદીઓના દાંત ખાટા કરી રહી છે, ત્યારે ભાજપના કોર્પોરેટરને મસ્તી સુજી રહી છે. જે એક ગંભીર બાબત છે. રાષ્ટ્રીય સલામતી અને ભારતીય સેનાની અભૂતપૂર્વક વખાણવા લાયક બહાદુરીની સમગ્ર દેશ ગુણગાન ગાઈ રહ્યું છે ત્યારે રાજકોટ ભાજપાના કોર્પોરેટર ચેતન સુરેજા બેજવાબદારીપૂર્વક કહે છે કે, ‘મેં તો મસ્તીમાં પોસ્ટ મૂકી છે’, યુદ્ધ જેવી સ્થિતિમાં નેતાને મસ્તી સુઝે અને રમુજ કરવાનું મન થાય, તે ગંભીર બાબત છે એક પછી એક ભાજપ નેતા આવી “મસ્તી”માં જોડાઈ પણ રહ્યા છે.
જાહેર જીવનમાં અને બંધારણીય હોદ્દા પર રહેલા વ્યક્તિએ કોઈ પોસ્ટ કરતા પહેલા સારી રીતે વિચારવું જોઈએ સમગ્ર આ મામલો રાષ્ટ્રીય સલામતી અને ભારતીય સેના સાથે જોડાયેલો છે. ભારતીય સૈન્ય યુદ્ધ કરે અને વિજય હાંસલ કરે અને તેની પર રાજકારણ કરવામાં આવે છે. હવે જેટલી સીટો જીતાડો તેટલું યુદ્ધ થાય એવી ? ભાજપના કોર્પોરેટર ત્રણ દિવસ પૂર્વે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને તેમાં લખ્યું હતું કે, ‘કોઈ હડબડી નહિ, આરામ સે આનંદ લીજીએ… સશક્ત ભારતીય સેના કે શોર્ય કા….’ આ પોસ્ટ પછી ભાજપમાં એવી ચર્ચાઓ થવા લાગી હતી કે શું યુદ્ધ મજા લેવાની વાત કે ટીપ્પણી કરવાનો મુદ્દો છે ? ત્યારે ભારતીય સૈન્યના અપમાન બદલ ભાજપાના કોર્પોરેટરો પર ફોજદારી રાહે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે
————-
16-5-25
પ્રતિ
તંત્રી ,
જય હિંદ,
છેલ્લા 10 વર્ષોથી ED, CBI અને IT વિભાગો ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોની જેમ કાર્યરત છે, છેલ્લા 10 વર્ષોમાં
આ તમામ એજન્સીઓ દ્વારા વિરોધપક્ષના નેતાઓ અને અમુક અંશે સરકારની વિરુદ્ધ અવાજ ઉપાડતા એવા પત્રકારો પર 3000 થી પણ વધુ કેસો કરવામાં આવ્યા છે, જેમાં સાબિત માત્ર 1%થી ઓછા થયા છે, જેમાં 95% જેટલા કેસ તો માત્ર વિરોધ પક્ષના નેતાઓ પર થયા,
દેશ માં વિરોધ પક્ષના નેતાઓ સાથે જયારે કોઈ પણ પત્રકાર, સાહિત્યકાર, લોક ગાયક સરકારની ટીકા કરે અથવા સરકારની નીતિઓનો પર્દાફાશ
કરે એમના અવાજ ને ED, CBI અને IT વિભાગો દ્વારા દબાવી દેવાની કોઈશ ખુબ જ આમ બાબત થઇ ગઈ છે
આપ જાણો છો પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ માં ભારત દેશનો ક્રમાંક 180 દેશોની યાદીમાં 159 છે એના શું કારણો છે? એનો જવાબ અમુક ઉદાહરણ સાથે
દર્શાવાની કોશિશ કરું છું.
1) 2016માં જયારે NDTV એક રાષ્ટ્રીય ચેનલ તરીકે પોતાના જુના મેનેજમેન્ટ સાથે, ભારત સરકારની નીતિઓ ઉજકાર કરતુ હતું ત્યારે 24 કલાક માટે સરકાર દ્વારા
ચેનલ ને ઑફ એર કરી દેવામાં આવી હતી, આ એક દબાણ હતું જો સરકારની સામે થશો તો ચેનલ બંધ થઇ જશે,
2) એવી જ રીતે દિલ્હી ખાતે વર્ષ 2023માં News Clickના 7-8 પત્રકારો પર મની લોન્ડરિંગના કેસો લગાવી, UAPA ના કાયદા હેઠળ ED દ્વારા 10-10 કલાકની પૂછપરછ કરી, પત્રકારોનો અવાજ દબાવાની કોશિશ થઇ હતી
3) ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી રાજીનામું આપશે એવા માત્ર સમાચાર પ્રસિદ્ધ કરવા બદલ પત્રકાર ધવલ પટેલ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
4) ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડા પર સમાચાર પ્રકાશિત કર્યા તો યુટ્યુબ પત્રકાર પ્રશાંત દયાળ પર ગુજરાત પોલીસ દ્વારા આ સમાચાર હટાવાના દબાણો થયા અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી
5) વડોદરા માં 2024માં જયારે પૂર આવ્યું તો સામાન્ય નાગરિકોની સમસ્યા જયારે વડોદરાની લોકપ્રિય ચેનલ સયાજી સમાચારે હકીકતો બતાવી તો, ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવી
6) વડોદરામાં TV9 ગુજરાતી ચેનલના એક મહિલા પત્રકારે જયારે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સેલરની ચાલુ સભા દરમિયાન અલગ રૂમમાં જઈ આરામ ફરમાવતા સમાચારને ઉજાગર કરવાની કોશિશ કરી, તો વડોદરાના મેયર દ્વારા ચાલુ સભામાં ઘોષણા કરી TV9 ગુજરાતી ચેનલ પર પ્રતિબંધ લાદવાની વાત કરી હતી
7) ગુજરાતની પ્રસિદ્ધ ચેનલ VTV ગુજરાતીને પણ 2017માં 24 કલાક માટે ઑફ એર કરવામાં આવ્યું હતું
આવા અસંખ્ય ઉદાહરણ છે કે અને તાજેતરની વાત છે ગુજરાતના પ્રસિદ્ધ અખબાર “ગુજરાત સમાચાર”ની, તેઓ સતત 90 વર્ષોથી પણ વધારે ગુજરાતની જનતાનો અવાજ બની ગુજરાતની તમામ સમસ્યા વિષે સચોટ માહિતી આપતા રહ્યા છે, ગુજરાત સમાચાર કોઈ પણ સરકાર સત્તા પર હોય પરંતુ હંમેશા ગુજરાતની જનતાના હિતમાં સરકાર સામે અવાજ ઉપડ્યો છે, બસ આ જ વાતે ભારતીય જનતા પાર્ટી અને ભારત સરકારના પેટમાં તેલ રેડ્યું અને એમને ગુજરાત સમાચારના આવાજને કચડી નાખવા પહેલા IT વિભાગનો ઉપયોગ કર્યો 2-3 દિવસ રેડ પાડી અને પછી EDનો દુરુપયોગ કરી તેઓના સંસ્થાપક બાહુબલી શાહને આજે અરેરેસ્ટ કરી લેવામાં આવ્યા છે,
આ ઘટનાઓ સાબિત કરે છે કે દેશના લોકશાહીનો ચોથો સ્તભં એટલે કે મીડિયા અને પત્રકારો પણ હવે જો સરકાર સામે સવાલ કરશે તો સુરક્ષિત નથી, આ માત્ર મીડિયા અને પત્રકારો પર હુમલો નથી આ દેશની લોકશાહી પર હુમલો છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત સમાચારના સંસ્થાપક બાહુબલી શાહની અરેસ્ટને સખત શબ્દો માં વખોડી કાઢે છે અને કોંગ્રેસ ગુજરાત સમાચારની સાથે આવા તમામ મીડિયા હાઉસ અને પત્રકારો જોડે ઉભી છે જેઓ નિષ્પક્ષ રીતે પોતાની કામગીરી કરી સરકાર અને એની ખરાબ નીતિઓને ઉજાગર કરે છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ ગુજરાત સમાચાર પર સરકાર દ્વારા IT અને EDનો પોતાના રાજકીય ફાયદા માટે જે રેડ કરવામાં આવી એના વિષે
Xના માધ્યમ દ્વારા વિરોધ નોંધાવેલ છે.
– ગુજરાત સમાચાર એક ૯૩ વર્ષ જૂનું સંગઠન છે, મોદીજીએ તેના વરિષ્ઠ સ્થાપક બાહુબલી શાહજીની ED દ્વારા ધરપકડ કરાવીને આ સાબિત કર્યું છે. — Arresting critics is the first sign of a scared dictator ! – મલ્લિકાર્જુન ખડગે, અધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
– ગુજરાત સમાચારને ચૂપ કરવાનો પ્રયાસ એ ફક્ત એક અખબારનો જ નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું બીજું કાવતરું છે. – રાહુલ ગાંધી, નેતા વિરોધપક્ષ, લોકસભા
– ગુજરાત સમાચાર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપ શાસનની ટીકા કરવામાં નિર્ભય છે. માલિક બાહુબલી શાહની ED દ્વારા ધરપકડ એ ભાજપનો સ્વતંત્ર મીડિયાને શાસનની લાઇન પર વાળવાનો માર્ગ છે. – કે સી વેણુગોપાલ, સંગઠન મહાસચિવ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
– Late last night the ED arrested Bahubali Bhai Shah of Gujarat Samachar. The 93 year old newspaper has been a bold anti establishment voice. This is the fate of those who have the guts to openly say that The emperor is naked. – પવન ખેરા, ચેરમેન મીડિયા અને પબ્લિસિટી ડીપાર્ટમેન્ટ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
– દેશભરમાં પોતાનું કામ કરી રહેલા મીડિયાને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારે જાણવું જોઈએ કે દરેક મીડિયા ગોદી મીડિયા નથી હોતું અને પોતાનો આત્મા વેચવા તૈયાર નથી. હું ગુજરાત સમાચાર અને સત્તા સામે સત્ય બોલતા તમામ મીડિયા સાથે ઉભો છું. જય હિન્દ. – શક્તિ ગોહિલ, પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
– અગાઉ, ‘ગુજરાત સમાચાર’નું X હેન્ડલ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ સરકારના દબાણને વશ થયા ન હતા, તેથી દરોડા પાડીને તેમને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે સરકારના મનસ્વી કાર્યો સામે અવાજ ઉઠાવવામાં આવે, આપણે એક થઈને અવાજ ઉઠાવવો પડશે, સરકાર દ્વારા અન્યાય કરાયેલા લોકોને ન્યાય મેળવવા માટે લડવું પડશે. ભાજપ સરકારે તટસ્થ રહેનારા અને લોકોનો અવાજ ઉઠાવતા મીડિયાને દબાવવાની રાજનીતિ બંધ કરવી જોઈએ. – અમિત ચાવડા, વિરોધ પક્ષ નેતા, ગુજરાત વિધાનસભા
રાહુલજી હંમેશા કહે છે “ડરો મત, લડો” સમય પાકી ગયો ભારતીય જનતા પાર્ટીના આ તાનાશાહ સામે એક જુટ થઇ મજબૂતાઈ થી અવાજ ઉપડવાનો.
નિશાંત રાવલ
————-
પ્રધાનમંત્રીએ દેશની સેના અને તિરંગાનું અપમાન કરનાર ભાજપનાં નેતાઓને બરતરફ કરવા જોઈએ : ગીતાબેન પટેલ
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન.પી.પટેલે ( ઇટાદરા) જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ દ્વારા સેના ઓફિસર કર્નલ સોફિયા કુરૈશી વિરોધી ટિપ્પણીઓની કડક શબ્દોમાં ભારતીય મહિલા કોંગ્રેસ નિંદા કરે છે. આ પ્રકારની નિંદા મહિલાની ગરિમા પર સીધો હુમલો છે અને દેશની સેના અને મહિલાઓનું અપમાન છે.
કર્નલ સોફિયા કુરૈશી, જે એક પ્રતિષ્ઠિત લશ્કરી અધિકારી છે, તેમના સામે ભાજપના મંત્રી વિજય શાહની ટિપ્પણીઓમાં છૂપી માનસિકતા ભાજપ સરકારની મહિલા વિરોધી વિચારને ઉજાગર કરે છે. મહિલા કોંગ્રેસની સ્પષ્ટપણે માંગે છે કે મુખ્યમંત્રી મોહન યાદવ તેમની સરકારના મંત્રી વિજય શાહને તરત જ પદથી બર્ખાસ્ત કરે અને તેમની સામે તટસ્થ કાર્યવાહી કરે અમે મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય અને ભારત સર્વોચ્ચ અદાલતનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ન્યાયપાલિકા પ્રતિ વિશ્વાસ પણ મજબૂત કરે છે અને તે બતાવે છે કે કાયદા અને બંધારણથી ઉપર કોઈ નથી.
ભારતીય મહિલા કોંગ્રેસ સ્પષ્ટપણે જણાવે છે કે મહિલાઓના અપમાન અંગે કોઈ સમજૂતી ચલાવી લેવામાં આવશે નહીં. જો ભાજપ સરકારના મંત્રી વિજય શાહ સામે ઝડપી કાર્યવાહી નહીં કરે તો મહિલા કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહ બાદ હવે નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરાએ ભારતીય સેનાનું અપમાન કર્યું! અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મંડલાના ભાજપના સાંસદ ફગ્ગન કુલસ્તેએ આતંકવાદીઓને ‘પોતાના’ કહ્યા છે! ભોપાલના મંત્રી વિજય શાહનો મામલો હજુ ઠંડો પડ્યો નથી ત્યાં શુક્રવારે જબલપુરમાં ‘ઓપરેશન સિંદૂર‘ વિશે છતીસગઢના ઉપમુખ્યમંત્રી જગદીશ દેવરા એવું બોલ્યા કે “સમગ્ર દેશ, સેના, સૈનિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નમન કરે છે, આ સેનાનું અપમાન છે.” દેવરાએ સૈનિકોને પીએમના ચરણોમાં નમતા ગણાવ્યા હતા. ભાજપ પોતાના નેતાઓને પ્રોત્સાહન આપીને ભારતીય સેનાની બહાદુરીનું સતત અપમાન કરી રહ્યું છે! પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મંડલાના ભાજપના સાંસદ ફગ્ગન કુલસ્તેએ આતંકવાદીઓને ‘પોતાના’ કહ્યા છે! તેણે કહ્યું કે “સેનાએ પાકિસ્તાનના અમારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે!” થોડા દિવસો પહેલા જયપુરના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય તિરંગાથી પરસેવો લૂછતા જોવા મળ્યા. આ ત્રિરંગામાં આપણા પૂર્વજોનું લોહી છે, શહીદો આ ત્રિરંગામાં લપેટાઈને ઘરે પરત ફરે છે. આ ત્રિરંગાની શાન માટે લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે ત્યારે ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય માટે “આ તિરંગો પરસેવો લૂછવાનું અને નાક સાફ કરવા માટેનું કપડું છે.” કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે ભાજપના નેતાઓ દ્વારા ભારતીય સેનાનું અપમાન કરે તે શરમજનક છે. મારો સવાલ છે કે દેશની સેનાનું અપમાન ભાજપના નેતાઓ કરી રહ્યા હોય ત્યારે નરેન્દ્ર મોદીજી તમે મૌન કેમ છો? તમે એક્શન નથી લેતા એટલે જ બેફામ અને અધમ નેતાઓ બધી હદો વટાવી રહ્યા છે! ક્યારેક તેઓ સેનાના બહાદુર જવાનોનું અપમાન કરી રહ્યા છે, તો ક્યારેક તેઓ આતંકવાદીઓને શબ્દોથી માન આપી રહ્યા છે! ભાજપના આ અધમ નેતાઓને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ એવી મહિલા કોંગ્રેસની માંગણી છે.
ગીતાબેન પટેલ
———–
વેકેશન પતવાને હવે બે અઠવાડિયા બાકી છે પરંતુ હજી સુધી બજારમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી : હેમાંગ રાવલ
પાઠ્યપુસ્તક મંડળે ખરીદેલ કરોડો રૂપિયાના કાગળની ગુણવત્તા પર સવાલ : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે શાળાઓ શરૂ થવાની હવે માત્ર બે અઠવાડિયા બાકી રહ્યા છે પરંતુ હજી સુધી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો બજારમાં ઉપલબ્ધ કરાયા નથી. સામાન્ય રીતે વેકેશન ખુલવાના એક મહિના પહેલા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થતા હોય છે પરંતુ 9 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થાય છે પરંતુ હજી સુધી ગુજરાતની સ્ટેશનરીની દુકાનોમાં પાઠ્યપુસ્તકો મળતા નથી સ્ટેશનરી દુકાનના માલિકોનું કહેવું છે કે હજી ડેપોમાં પણ પુસ્તકો આવ્યા નથી જેથી કરીને આ વખતે પુસ્તકો ની વહેંચણી કરવી ખૂબ જ અઘરી પડી જવાની છે. દુકાનદારોની સાથે સાથે વાલી અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ હાડમારી ભોગવી રહ્યા છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ વેકેશનમાં આગોતરી ભણવાની તૈયારી કરતા હોય છે તેમને પણ આ વખતે પુસ્તકો ન મળવાથી તેઓ પોતાના નિયમિત ભણવામાં ધ્યાન આપી શક્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪માં પાઠ્યપુસ્તક મંડળે પેપરના ૧૦૮ રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કરેલ હતું. તથા આ ટેન્ડર છેલ્લા ૧૫ વર્ષથી એકની એક જ એજન્સીને ફાળે જતું હતું વળી એ જ પ્રકારના કાગળ અન્ય એજન્સી ૮૭ રૂપિયા કિલો આપવા પણ તૈયાર હતી પરંતુ તે ૧૦૭ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટમાં પણ લઈ જવામાં આવી હતી તે સમગ્ર પ્રકરણને કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામા આવ્યું હતું અને તાજેતરના નવા ટેન્ડરમાં આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં જુન મહિનામાં જે પુસ્તકો વેચવામાં આવશે તેના માટેના કાગળ ખરીદીમાં પાઠ્ય પુસ્તક મંડળમાં મીલોનો ભાવ રૂા. ૫૩.૫૦ પ્રતિ કિ.ગ્રા. ૭૦ ગ્રામ વજનવાળી ગુણવત્તાનો પેપર ખરીદેલ છે.
આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ ઉપરોક્ત ૭૦ જીએસએમ વાળો કાગળ જે સપ્લાય દ્વારા મેળવવામાં આવ્યો છે તેના જીએસએમ પૂરતા નથી અને તેની વાઈટનેસની ક્વોલિટી પણ સ્પેસિફિકેશન મુજબની નથી આ કારણે પુસ્તકો છાપવામાં મોડું થઈ રહ્યા હોવાનું જાણમાં આવ્યું છે સાથે સાથે હજી સુધી ટાઈટલ પણ પ્રિન્ટ નથી થયા તેવી પાઠ્યપુસ્તક મંડળના આંતરિક વર્તુળોમાંથી માહિતી મળેલ છે.
ગુજરાત કોંગ્રેસ માગણી કરે છે કે પાઠ્યપુસ્તક મંડળે મેળવેલા કાગળની ગુણવત્તા ચકાસવા માટે અધિકૃત લેબમાં તેની તપાસ કરાવી જોઈએ તથા સત્વરે વિદ્યાર્થીઓ માટે સારી ગુણવત્તા વાળા પાઠ્યપુસ્તકો સ્ટેશનરીની દુકાનમાં ઉપલબ્ધ થાય તેવા પ્રકારનું આયોજન કરવું જરૂરી છે
ઉપરોક્ત પ્રેસ વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર ડૉ મનીષ દોશી અને પ્રદેશ મંત્રી તથા મીડિયા પેનલિસ્ટ મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
———–
૩–૬–૨૦૨૫
આવતીકાલ તા. ૪-૬-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં મહાકાલી એન્કલેવ, મહાકાલી મંદિર સામે, કેવડીયા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક રાખવામાં આવેલ છે. સદર બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ ગોહિલ, એઆઈસીસીના સેક્રેટરી ઉષાબેન નાયડુ, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહેશે.
સદર બેઠકમાં જિલ્લા અને તાલુકાના લોકપ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તેમજ સંગઠન સૃજન અભિયાન અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર રહ્યા કરે છે અને કેટલાક લોકોની ધંધા-રોજગારની જમીનો તેમજ આવશ્યક ખેતીની જમીનો સરકાર દ્વારા પડાવી લેવામાં આવી છે, જેની સામે આદિવાસી સમાજને થયેલ અન્યાય અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
————
બોટાદની મધુસુદન ડેરી ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુકતી જીલ્લાની સહકારી મંડળીઓના સંચાલકો.
* બોટાદ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી. મધુસુદન ડેરીના નિયામક મંડળને સત્તા ઉપરથી બરતરફ કરવા જીલ્લાની ૨૦ કરતા વધુ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓએ દેશના અને રાજ્યના સહકાર મંત્રી પાસે માંગ કરી.બોટાદની મધુસુદન ડેરીના ચેરમેન અને મેનેજીગ ડિરેક્ટર સહિત નિયામક મંડળના સભ્યો ઉપર કરોડો રુપિયાના ગંભીર આરોપો મુક્યા જેવા કે,
1. મધુસુદન ડેરીના વાઇસ ચેરમેન તેમની પત્ની અને પુત્રવધુ એમ એકજ પરિવારના ત્રણ સભ્યો મંડળી ચલાવે છે જે સહકારી પ્રવૃત્તીના પેટા કાયદા અને નિયમ વિરુદ્ધ છે.
2. બીજા એક ડિરેક્ટર પોતે ત્રણ દુધ ઉત્પાદક મંડળી ચલાવે છે અને તે દુધનો વેપાર પણ કરે છે. સંઘના પેટા કાયદા મુજબ ડિરેક્ટર આ વ્યવસાય કરી શકે નહી.
3. ગુજરાતના તમામ દુધ સંઘો કિલો ફેટમાં દુધ ખરીદે છે જ્યારે મધુસુદન ડેરી લિટર ફેટમાં દુધ ખરીદે છે જેને કારણે ૩% જેટલી દુધની વધ આવે છે અને મધુસુદન ડેરી હજાર લિટરે ૩૦ કિલો તગડો નફ્ફો કરે છે. આમ મધુસુદન ડેરી રોજનું ૧,૨૫,૦૦૦ કિગ્રા જેટલુ દુધની આવક સામે પ્રતિ લિટરે ૫૦ રુપિયા ભાવ ગણીએ તો ૧,૮૭,૫૦૦ રુપિયા જેટલી ખોટ દુધ મંડળીને રોજની જાય છે, આવું રાજ્યના કોઇ પણ સંઘમાં નથી.
4. મધુસુદને ડેરી વર્ષે ૩ કરોડ લિટરથી વધારે દુધ ફેડરેશનને મોકલે છે. ત્યાથી પ્રતિ લિટર અંદાજીત ૨ રુપિયા જેટલો ભાવ ફેર મળે છે, જેની કિંમત વર્ષે ૫૦ થી ૬૦ કરોડ રુપિયા થાય છે. આ ભાવ ફેર દુધ ઉત્પાદક મંડળીઓને ચુકવવાનો હોય છે પરંતુ એક પણ રુપિયો આ પેટે મધુસુદન ડેરીએ ચુકવેલ નથી.
5. મધુસુદન ડેરી દુધના ખરીદ ભાવ પાડોશી ડેરીઓ કરતા ૫૦ થી ૭૦ રુપિયા કિલો ફેટે ઓછા ચુકવે છે. દરરોજ ૬,૨૫૦ કિલો ફેટ દુધ ગણીએ તો રોજના ૩,૭૫,૦૦૦ રુપિયા અને વર્ષે ૧૩,૬૮,૭૫,૦૦૦ રુપિયા થાય અને દશ વર્ષે આ આંકડો ૧૩૬ કરોડ રુપિયા કરતા વધુ થાય છે. આ રકમ ઉપર માત્ર દુધ ઉત્પાદક સહકારી મંડળીઓનો અધિકાર છે. પરંતુ આ કરોડો રુપિયા તેને ન ચુકવીને મધુસુદન ડેરી સભાસદોનું આર્થિક શોષણ કર્યું છે.
6. મધુસુદન ડેરીમાં દુધમંડળીઓને સભાસદ બનાવવામાં આવતી નથી.
7. મધુસુદન ડેરીમાં કર્મચારીની ભરતીમાં, ખરીદીમાં, રુટ પરિવહનમાં, સિક્યુરીટીના કોન્ટ્રાક્ટ આપવામાં, પાણીના ટેન્કરનો કોન્ટ્રાક્ટ આપવામાં, બિલ્ડીંગ બાંધકામમાં અને ફેટ ઘટ કે વજન ઘટમાં ખુબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતા હોવાનો આક્ષેપ કરેલ છે.
8. મધુસુદન ડેરીના નિયામક મંડળના મોટાભાગના ડિરેક્ટરો એક કરતા વધુ દુધ ઉત્પાદક મંડળીઓ ધરાવે છે. દુધનો વેપાર કરે છે અને દુધની અલગ-અલગ બ્રાન્ડમાં પેકિંગ કરીને વેચાણ કરે છે. આમ આ તમામ ડિરેક્ટરોને મધુસુદન ડેરીના વિકાસમાં, દુધ ઉત્પાદક મંડળીઓને સશક્ત બનાવવામાં કે દુધ ઉત્પાદકોને પુરતા પોષણક્ષમ ભાવ મળે તેમા કોઇ રસ નથી. માત્ર સહકારી ક્ષેત્રના ઓઠા નીચે અને સરકારના આશિર્વાદથી પોતાનો દુધનો ધંધો કરવામાં રસ છે.આ તમામ ગંભીર આક્ષેપો બોટાદ જીલ્લાની દુધ ઉત્પાદક મંડળીઓના સંચાલકોનો છે કે બોટાદની મધુસુદન ડેરીના નિયામક મંડળની આપખુદશાહી, સગાવાદ, શામ-દામ-દંડ અને ભેદની વહિવટી માનસિકતાને કારણે બોટાદ જીલ્લાના પશુપાલકો અને દુધ ઉત્પાદકોને પુરતા પોષણક્ષમ ભાવ મળતા નથી અને તેઓ દુધની આર્થિક નુકશાની ભોગવી રહ્યા છે.
આ અંગે બોટાદ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી. મધુસુદન ડેરીની સભાસદ મંડળીઓ પૈકી ૨૦ થી વધુ મંડળીઓએ દેશના અને રાજ્યના સહકાર મંત્રીને, રાજ્યના મુખ્યમંત્રીને, સહકાર સચિવને, સહકારી મંડળીના રજીસ્ટારને, મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને મધુસુદન ડેરીના ભ્રષ્ટ વહિવટ અને આપખુદશાહીના વલણ સામે રજુઆત કરી છે.
આમ બોટાદ દુધ ઉત્પાદક સહકારી સંઘ લી. મધુસુદન ડેરીમાં કથિત ભ્રષ્ટાચારની જે રજુઆત અને માંગ બોટાદ જીલ્લાની દુધ ઉત્પાદક સહકારી મંડળીઓએ કરી છે તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહર પટેલ જણાવે છે કે રાજ્યની અંદર ભાજપા સરકારમાં સહકારી ભ્રષ્ટાચાર એ સરકારી ભ્રષ્ટાચાર બની ગયો છે. રાજ્ય સરકારને સહકારી ભ્રષ્ટાચાર ડામવામાં કોઇ રસ નથી. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. ના સભાસદ એક પણ જીલ્લા દુધ સંઘ ભ્રષ્ટાચારથી આજે મુક્ત નથી. રાજ્યના મોટાભાગના જીલ્લા દુધ સંઘોમાં કરોડો રુપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવેલા છે અને રાજ્યના સહકારી મંત્રાલયે તેની ગંભીર નોંધ પણ લીધેલ છે છતા આ તમામ જીલ્લા દુધ સંઘના ભ્રષ્ટાચારીઓને કોઇ સજા મળેલ નથી. આનુ મુખ્ય કારણ ભાજપા સરકારે સહકારી પ્રવૃત્તિઓમાં રાજનિતીનો રવૈયો અપનાવેલ છે. સહકારી ક્ષેત્રની ઘણી ચુંટણીઓમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેનું પ્રતિક આપી ચુટણી લડાવી છે,અને તેના કારણે મોટાભાગની સહકારી સંસ્થાના સંચલકો ભાજપાના આગેવાનો છે એટલે આજે સહકારી ભ્રષ્ટાચાર એ સરકારી ભ્રષ્ટાચાર બની ચુક્યો છે. તેમા ભાવનગરની સર્વોત્તમ ડેરી હોય કે બોટાદની મધુસુદન ડેરી બાકાત નથી.
આમ મધુસુદન ડેરીના કથિત ભ્રષ્ટાચાર અને વહિવટી આપખુદશાહી સામે બોટાદ જીલ્લાની દુધ ઉત્પાદક સહકારી મંડ્ળીઓની રજુઆતને અગ્રિમતા આપી તેના ઉપર ઉચિત તપાસ કરવાના આદેશ કરવામાં આવે અને જવાબદારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રાજ્ય સરકાર પાસે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
સામેલઃ બોટાદ જીલ્લાની દુધ ઉત્પાદક સહકારી મંડ્ળીઓની રજુઆત.
મનહર પટેલ
————
૦૪/૦૬/૨૦૨૫
• હોમગાર્ડઝમાં અધીકારીની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ: ભાજપ-આરએસએસ કાર્યકર્તાઓને પ્રાધાન્ય?
પરીક્ષાઓમાં ગેરરીતિ – ગોટાળા ભાજપ સરકારની ઓળખ બની છે ત્યારે વધુ એક ભરતી પ્રક્રિયામાં ગોટાળા અંગે સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા હિરેન બેન્કરે જણાવાયું હતું કે મહેસાણા ખાતે આવેલા સૂંઢિયા ટ્રેનિંગ સેન્ટરમાં છેલ્લા છ દિવસથી કંપની કમાન્ડન્ટ અને ડિવિઝનલ કમાન્ડન્ટની પરીક્ષાનું “બંધ બારણે” આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે છેલ્લો દિવસ છે. આ પરીક્ષાને લઈને અનેક ગેરરીતિના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ પરીક્ષા માટે કોઈ સત્તાવાર પરિપત્ર કે જાહેર હુકમ બહાર પાડવામાં આવ્યો નથી. જોકે, ભાજપના કાર્યકર્તાઓ અથવા આરએસએસ સાથે સંકળાયેલા અંગત લોકોને જ આ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાનો વિગતો સામે આવી છે.
આ ઉપરાંત, બે મહિના પહેલા પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં પાસ થયેલા અને જેઓ નિયમો મુજબ ક્રાઈટેરિયામાં નહોતા આવતા, તેવા અધિકારીઓને પણ જિલ્લા કમાન્ડન્ટ અને વડી કચેરીની મિલીભગતથી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે. એવો પણ આક્ષેપ છે કે જે લોકોની પરેડ અને ફરજ માંડ ૨૦% પણ નથી થતી, પરંતુ માત્ર આરએસએસના કાર્યકર્તા હોવાથી તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા, જે સ્પષ્ટ દર્શાવે છે કે માત્ર મળતિયાઓને જ નિયમ વિરુદ્ધ ભરતી કરવામાં આવી રહી છે.
હોમગાર્ડઝ સભ્યો માટે કડક નિયમો હોવા છતાં, અધિકારીઓ માટે આવા કોઈ નિયમો લાગુ પડતા ન હોવાનું જોવા મળે છે. જેમ કે, કોઈપણ એક પરીક્ષા આપ્યા બાદ એક વર્ષનો ગેપ હોવો જોઈએ, જે અધિકારીઓના નિયમમાં આવતું નથી.
વધુમાં, અમુક અધિકારીઓ એવા પણ છે જેઓ માત્ર હોમગાર્ડ દળમાં રોલ પર નામ ચાલુ રાખે છે. આવા અધિકારીઓ પોતાના યુનિટથી ૨૦૦ કિ.મી. દૂર છેલ્લા ૧૫ વર્ષથી રહે છે અને પરેડ કે ફરજ માટે ક્યારેય આવતા નથી, છતાં પણ તેમને પરીક્ષામાં મોકલવામાં આવ્યા છે. આ પાછળનું કારણ ગુજરાતના જિલ્લા કમાન્ડન્ટોની આરએસએસમાંથી થયેલી નિમણૂક હોવાનું મનાય છે, અને શું આ સમગ્ર પ્રક્રિયા આરએસએસ તથા ભાજપના કાર્યકર્તાઓને અધિકારી રેન્ક સુધી લઈ જવા માટેનું એક મોટું કૌભાંડ છે?.
આ સમગ્ર ઘટના હોમગાર્ડ દળના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ ચાલી રહી છે. મનોજ અગ્રવાલની નિવૃત્તિને માત્ર બે મહિના બાકી છે ત્યારે, શું આ પરીક્ષામાં કોઈ મોટો વહીવટ લેવામાં આવી રહી છે?તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગે છે.
———-
લોકસભામાં આપેલ માહિતી મુજબ ગુજરાત રાજ્યના જંગલોની ૧૩૦૦૮.૧૧૯ હેક્ટર (૧૩૦૦૮૧૧૯૦ ચોરસ મીટર) જમીન ઉપર દબાણ છે, દાદાનું બુલડોઝર કયારે ફરશે ?
• લોકસભામાં આપેલ માહિતી મુજબ ગુજરાત રાજ્યની સરકારે જંગલોની ૩૭૨૫.૯૫ હેક્ટર (૩૭૨૫૯૫૦૦ ચોરસ મીટર) ને ખાનગી કોમર્શિયલ પ્રોજેક્ટ્સને આપી દીધી છે.
• ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ૨૬૦ જગ્યાઓ ખાલી છે, ૬૦% થી વધુ જગ્યાઓ ખાલી પડી છે.
• કેન્દ્ર સરકારની નગર વન યોજનાના ૧૦૦ દિવસ એક્શન પ્લાન હેઠળ ૭ રાજ્યોમાં ૧૩૪.૦૧ કરોડના ૧૧૧ પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યા છે તેમાં ગુજરાતનો સમાવેશ નથી.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ સવાલ ઊભો કર્યો છે કે પર્યાવરણ દિન મનાવતી ભાજપ સરકારને ખરેખર પર્યાવરણ ચિંતા છે ખરી? લોકસભામાં પ્રસ્તુત જવાબો સરકારની પર્યાવરણ અંગે કેટલી ગંભીર છે તેની હકીકત છતી કરે છે. ગુજરાત રાજ્યના જંગલોની ૧૩૦૦૮.૧૧૯ હેક્ટર (૧૩૦૦૮૧૧૯૦ ચોરસ મીટર) જમીન ઉપર દબાણ છે. દાદાના બુલડોઝર વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે દબાણ હેઠળના જંગલો દાદાને ધ્યાનમાં નથી આવતા? કોના દબાણો કેમ હટાવવામાં નથી આવતા? ગુજરાત રાજ્યનું સરકારએ જંગલ માટે પ્રેમ હતો તો જંગલોની ૩૭૨૫.૯૫ હેક્ટર (૩૭૨૫૯૫૦૦ ચોરસ મીટર) ને ખાનગી કોમર્શિયલ પ્રોજેક્ટ્સને કેમ આપી દીધી છે? જંગલના હકદાર આદિવાસીઓ જંગલની જમીન થી વંચિત રહે અને જંગલો ઉપર દબાણ થઈ જાય, ખાનગી ઉદ્યોગોને આપી દેવામાં આવે તે ભાજપ સરકારનો કેવો પ્રકૃતિ પ્રેમ.
ગુજરાત રાજ્યમાં ૪૬૦૦ થી વધારે ફેક્ટરીઓ પર્યાવરણ માપદંડનું સંપૂર્ણ પાલન ના કરતી હોય ત્યારે સૌથી મોટી જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હોય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થિતિ દયનીય છે, માત્ર ૪૦ ટકા સ્ટાફ થી ચાલે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં ૪૩૦ મંજૂર જગ્યા માંથી ૨૬૦ જગ્યાઓ ખાલી છે, ૬૦% થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે પૂરતો સ્ટાફ જ ના હોય તો પ્રદૂષણ કેમ રોકાય? જંગલ સુરક્ષિત ના હોય, પ્રદૂષણ રોકી શકે તેટલો સ્ટાફ ના હોય, તેવી પરિસ્થિતિમાં ભાજપ સરકાર પર્યાવરણ માટે કેટલી ગંભીર છે તે સ્પષ્ટ દેખાય છે. કેન્દ્ર સરકારની નગર વન યોજનાના ૧૦૦ દિવસ એક્શન પ્લાન હેઠળ ૭ રાજ્યોમાં ૧૩૪.૦૧ કરોડના ૧૧૧ પ્રોજેક્ટ્સ આપવામાં આવ્યા છે તેમાં ગુજરાતનો સમાવેશ નથી. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતના હોય ત્યારે આવો હળહળતો અન્યાય કેમ?
ગુજરાતની ભાજપ સરકારને પર્યાવરણ અને પ્રકૃતિની બિલકુલ ચિંતા નથી, માત્ર કાગળો ઉપર પ્લાન મૂકીને વાહવાહી લૂંટવી, વૃક્ષારોપણના કાર્યક્રમોમાં ફોટો શોપ કરવા સિવાય સાચી દિશામાં કામ કરવામાં મૃદુ મક્કમ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
————
ગામડાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવા લોકપ્રતિનિધિઓને ઉમેદવારીથી દૂર રાખવાનું ષડયંત્ર : હેમાંગ રાવલ
ચૂંટણી કાયદા મુજબ ઉમેદવારે માત્ર સેલ્ફ ડેકલેરેશન કરવું જરૂરી પરંતુ અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ અને દાખલાઓ માંગવામાં આવી રહ્યા છે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કરવામાં આવી ન હતી અને તેઓને લોક પ્રતિનિધિથી મુક્ત રાખવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિજી ગોહિલ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ઉગ્ર રજૂઆતો કરાતા ચૂંટણી પંચ દ્વારા ૮૩૨૬ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારના મંત્રી અને તેમના મળતીયાઓના સમગ્ર ગુજરાતમાં ગામડાઓમાં મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડ ઉજાગર કર્યા હતા. ગામડાની સત્તા એ કરોડૉ રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે ચાવીરૂપ હોવાથી ગામડાની જનતાને પોતાનું અસલ પ્રતિનિધિત્વ ના મળી રહે તેવા વિવિધ પ્રયત્નો થઈ રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે તેની સાથે સરપંચના ઉમેદવાર કે ગ્રામ પંચાયતના ઉમેદવારને ગેરકાયદેસર રીતે, કાયદામાં અને બંધારણમાં જોગવાઈ ન હોવા છતાં વિવિધ ડોક્યુમેન્ટ અને વિવિધ દાખલાઓ માગવામાં આવી રહ્યા છે. જેથી કરીને તેઓ ઉમેદવારોથી વંચિત રહે.
ચૂંટણી અધિકારી દ્વારા માગવામાં આવતા ડોક્યુમેન્ટ
નિયમ મુજબ જરૂરિયાત
ઉમેદવારના જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
કાયદા મુજબ ઉમેદવાર ૧૮ વર્ષથી મોટી ઉંમરના હોવા જોઈએ અને તેઓ ભારતના મતદાર હોવા જોઈએ. તેઓ પોતાનું ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ રજૂ કરી રહ્યા છે માટે જન્મતારીખ માટે બીજો કોઈ દાખલો માંગી શકાય નહીં
આવકનો દાખલો
ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈપણ પ્રકારના આવકના દાખલાની જરૂર નથી.
રેશનકાર્ડની કોપી
કોઈપણ નિયમમાં રેશનકાર્ડની કોપી માંગવાની જોગવાઈ નથી
ઉમેદવારના બાળકોના જન્મનું પ્રમાણપત્રની નકલ
હકીકતમાં પોતાને બે બાળકોથી વધારે નથી તેવું સેલ્ફ ડેક્લેરેશન આપવું જરૂરી છે. જો કોઈ ઉમેદવાર વિરુદ્ધમાં રજૂઆત આવે તો જ સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવી અને પ્રમાણપત્ર માગી શકાશે.
ઉમેદવારની છેલ્લું ભણેલાની માર્કશીટની કોપી અથવા લિવિંગ સર્ટિફિકેટ
નિયમ મુજબ આવા કોઈ સર્ટિફિકેટ રજુ કરવાના હોતા નથી, બંધારણ મુજબ અભણ ઉમેદવાર પણ ઉમેદવારી નોંધાવી શકે.
કોઈ કેસ નથી તેનો દાખલો (પોલીસ વેરિફિકેશન)
હાઇકોર્ટ દ્વારા સ્પષ્ટ ચુકાદો આપવામાં આવ્યો છે કે આવો કોઈ દાખલો માંગી શકાય નહીં ફક્ત સેલ્ફ ડેકલેરેશન જરૂરી છે
કોઈ વેરો બાકી નથી તેવું તલાટી નું પ્રમાણપત્ર
માત્ર વેરાની પહોંચ મૂકી શકાય, અને જો વેરો બાકી હોય તો ચૂંટણી અધિકારીની જવાબદારીમાં ઉમેદવારને નોટિસ આપી વેરો ભરાવાની તજવીજ કરવાની હોય છે.
ઉમેદવારના ઘરમાં શૌચાલયની સુવિધા છે તેવું તલાટીનું પ્રમાણપત્ર
આવા કોઈ પ્રમાણપત્રની જોગવાઈ નથી માત્ર ઉમેદવારે સ્વયં એકરારનામુ આપવાનું હોય છે.
આમ જે પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા ફોર્મની સાથે જે બીડાણની નકલો માગવામાં આવેલી રહી છે તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધની છે.
એક તરફ વધુ ને વધુ ગામડાઓને સામ દામ દંડ ભેદ અપનાવીને સમરસ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ સાચા લોક પ્રતિનિધિઓ ચૂંટણી લડવા માંગે છે તો તેમની પાસે વિવિધ પ્રકારના દાખલાઓ અને ડોક્યુમેન્ટ માગીને નિયમ વિરુદ્ધ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આવા દાખલા અને ડોક્યુમેન્ટ ન હોય તો તેમના ફોર્મ પણ સ્વીકારવામાં આવતા નથી તેવી પણ ફરિયાદો મળેલ છે. ગામડાઓની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ એક પ્રકારનો વ્યવસ્થિતપૂર્વકનો કારસો રચાયો હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચૂંટણી પંચ પાસે ન્યાયિક માંગ કરે છે કે તેમના જવાબદાર ચૂંટણી અધિકારીઓને ઉપરોક્ત બાબતનો દિશાનિર્દેશ આપવામાં આવે કે ઉમેદવાર પાસે કોઈપણ પ્રકારના કાયદા વિરુદ્ધના ડોક્યુમેન્ટ કે દાખલાઓની માંગણી કરવી જોઈએ નહીં અને કાયદા મુજબ લોકશાહીને મજબૂત કરવા ભારતના ૧૮ વર્ષથી ઉપરના દરેક નાગરિક કે જેઓ ઉમેદવારી કરવા ઈચ્છે છે તેમના ફોર્મ સ્વીકારવા માટે કટિબદ્ધતા દાખવવી જરૂરી છે.
————
ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ચૂંટણી પંચને સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયત ચૂંટણીઓ અંગેની ફરિયાદ અને રજૂઆત.
• રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર મુરલી ક્રિષ્નાએ રજૂઆત સાંભળ્યા બાદ તાત્કાલિક સંબંધિત ચૂંટણી અધિકારીઓને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે નિયમ મુજબ માત્ર એકરારનામું લેવા આદેશ જાહેર કર્યો.
• જો કોઈ ચૂંટણી અધિકારી નિયમ વિરુદ્ધ દાખલાઓ માંગવાની માગણી કરશે તો તેમના પર શિક્ષાત્મક પગલાં લેવાશે.
• ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો દ્વારા જનતાના ટેક્સના રૂપિયા જે સુખાકારી માટે વાપરવામાં આવતા હોય તે ભંડોળમાંથી ગામોને સમરસ કરવા માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાતો કરવામાં આવે છે જે લોકશાહી વિરુદ્ધની છે.
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇલેક્શન કોર્ડીનેશન કમિટીના ચેરમેન બાલુ પટેલ, લીગલ સેલ ના ચેરમેન એડવોકેટ યોગેશ રવાણી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિતન પ્રતિનિધિ મંડળે રાજ્ય ચૂંટણી આયોગની મુલાકાત લઈ તાજેતરની જાહેર થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાબતે સમગ્ર ગુજરાતમાંથી આવેલ ફરિયાદો અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડીયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કરવામાં આવી ન હતી અને તેઓને લોક પ્રતિનિધિ થી મુક્ત રાખવામાં આવી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિજી ગોહિલ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ઉગ્ર રજૂઆતો કરાતા ચૂંટણી પંચ દ્વારા 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારના મંત્રી અને તેમના મળતીયાઓના સમગ્ર ગુજરાતમાં ગામડાઓમાં મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડ ઉજાગર કર્યા હતા. ગામડાની સત્તા એ કરોડૉ રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે ચાવીરૂપ હોવાથી ગામડાની જનતાને પોતાનું અસલ પ્રતિનિધિત્વ ના મળી રહે તેવા વિવિધ પ્રયત્નો થઈ રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે તેની સાથે સરપંચના ઉમેદવાર કે ગ્રામ પંચાયતના ઉમેદવારને ગેરકાયદેસર રીતે, કાયદામાં અને બંધારણમાં જોગવાઈ ન હોવા છતાં વિવિધ ડોક્યુમેન્ટ અને વિવિધ દાખલાઓ માગવામાં આવી રહ્યા છે. જેથી કરીને તેઓ ઉમેદવારોથી વંચિત રહે.
આમ જે પ્રમાણે ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મની સાથે જે બીડાણની નકલો માગવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધની માગણી છે.
એક તરફ વધુ ને વધુ ગામડાઓને સામ દામ દંડ ભેદ અપનાવીને સમરસ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ સાચા લોક પ્રતિનિધિઓ ચૂંટણી લડવા માંગે છે તો તેમની પાસે વિવિધ પ્રકારના દાખલાઓ અને ડોક્યુમેન્ટ માગીને નિયમ વિરોધ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આવા દાખલા અને ડોક્યુમેન્ટ ન હોય તો તેમના ફોર્મ પણ સ્વીકારવામાં આવતા નથી તેવી પણ ફરિયાદો મળેલ છે. ગામડાઓની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ એક પ્રકારનો વ્યવસ્થિતપૂર્વકનો કારસો રચાયો હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચ કમિશનર મુરલી ક્રિષ્ના પાસે ન્યાયિક માગ કરી કે તેમના જવાબદાર ચૂંટણી અધિકારીઓને ઉપરોક્ત બાબતનો દિશા નિર્દેશ આપવામાં આવે કે ઉમેદવાર પાસે કોઈપણ પ્રકારના કાયદા વિરુદ્ધના ડોક્યુમેન્ટ કે દાખલાઓની માંગણી કરવી જોઈએ નહીં અને કાયદા મુજબ લોકશાહીને મજબૂત કરવા ભારતના ૨૧ વર્ષથી ઉપરના દરેક નાગરિક કે જેઓ ઉમેદવારી કરવા ઈચ્છે છે તેમના ફોર્મ સ્વીકારવા તથા જરૂરી છે તથા ફોર્મ ચકાસણી વખતે પણ આજ કટિબદ્ધતા જાળવવી જરૂરી છે.
ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નાએ કોંગ્રેસ પક્ષની રજૂઆત સામે સકારાત્મક અભિગમ અપનાવતા તાત્કાલિક સંબંધિત ચૂંટણી અધિકારીઓને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો પાસે નિયમ મુજબ માત્ર એકરારનામું લેવા આદેશ જાહેર કર્યો હતો અને જો કોઈ ચૂંટણી અધિકારી નિયમ વિરુદ્ધ દાખલાઓ માંગવાની માગણી કરશે તો તેમના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ સિવાય પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી હતી કે કેટલાક ચૂંટાયેલા સંસદસભ્યો (સાંસદ) અને વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો) અમુક ગામોમાં જાહેરાત કરી રહ્યા છે કે, જે ગામોમાં બિનહરીફ પંચાયત હશે, તેમને ખાસ ગ્રાન્ટ તરીકે રૂ. ૫ લાખ મળશે.
મિતેશ પટેલ, સાંસદ, આણંદ અને હસમુખ પટેલ, જિલ્લા પંચાયત, આણંદના પ્રમુખના નામે અખબારમાં પ્રકાશિત થયેલી આવી બે અખબાર જાહેરાતોની કોપી સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તથા માગણી કરવામાં આવી હતી કે જે પંચાયતોમાં બિનહરીફ પંચાયત હશે, તેમને રૂ. ૫ લાખની વધારાની ગ્રાન્ટ આપવાની આ જાહેરાત મનસ્વી, ભેદભાવપૂર્ણ અને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. તે ગ્રામજનોને ચૂંટણી ન લડવા માટે લલચાવવા સમાન છે. પ્રસ્તાવિત ઉમેદવારો દ્વારા ફક્ત રૂ. ૫ લાખની ગ્રાન્ટ મેળવવાના હેતુથી, ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવિ રહી છે. આ જાહેરાત લોકશાહી મૂલ્યની વિરુદ્ધ છે; તે ચૂંટણી પ્રક્રિયાને ભ્રષ્ટ કરવા સમાન છે અને લોકશાહીના મૂલ્યની વિરુદ્ધ છે. તેથી, ચૂંટણી પંચને વિનંતી કરવામાં આવે છે કે તેઓ દ્વારા અનુદાન (ગ્રાન્ટ) ન આપવા માટે માર્ગદર્શિકા જારી કરવામા આવે.
ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત ફરિયાદને ધ્યાને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા.
———
૦૮-૦૬-૨૦૨૫
· ખાનગી યુનિવર્સિટીઓમાં મનફાવે તે રીતે પ્રવેશ સંખ્યા (ઇનટેક)ને લીધે ગુજરાતનાં શિક્ષણ પર મોટી અસર
· એઆઈસીટીઈની મંજૂર પ્રવેશ સંખ્યા કરતા બમણી પ્રવેશ સંખ્યા (ઇનટેક) કરીને પ્રવેશ આપતી ખાનગી યુનિવર્સિટીઓ અંગે રાજ્ય સરકારનું સૂચક મૌન.
· રાજ્યમાં શિક્ષણનાં કેન્દ્રોને મહત્વ આપવાને બદલે બેફામ વસૂલાત વ્યાપારના કેન્દ્રો તરીકે પ્રોત્સાહન આપતી ભાજપ સરકાર.
સમગ્ર દેશમાં ઇજનેરી, ડિગ્રી – ડિપ્લોમા, બીબીએ – બીસીએ, એમબીએ, એમસીએ સહિતના અભ્યાસ ક્રમમાં પ્રવેશ, શિક્ષણની ગુણવતા સહિતની નિયમન કરતી રાષ્ટ્રીય સંસ્થા એઆઈસીટીઈ(AICTE)નાં નિયમોની છટકબારીનો આશરો લઈ મંજૂર પ્રવેશ સંખ્યા કરતા વધુ પ્રવેશ આપતી ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી વસૂલતા વ્યાપાર કેન્દ્રો માટે ભાજપ સરકારની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વિનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ટેક્નિકલ શિક્ષણની ગુણવતા, માપદંડોની જાળવણી માટે સંસદના કાયદા હેઠળ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ની જવાબદારી છે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશ અને ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણ ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંચી ફી વસૂલાતી સંસ્થાઓ ક્વોલિટી એજ્યુકેશનને બદલે ક્વોન્ટિટી એજ્યુકેશન પર ભાર આપીને વ્યાપાર કેન્દ્રો બની રહ્યા છે.
ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓમાં મનફાવે તે રીતે પ્રવેશ સંખ્યા (ઇનટેક) પોતાની રીતે અમલવારી કરી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓમાં ઇજનેરી ડિગ્રી – ડિપ્લોમા અભ્યાસક્રમ માટે એઆઈસીટીઈએ મંજૂર કરેલ પ્રવેશ સંખ્યા (ઇનટેક) અને જે તે ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે પ્રવેશ સંખ્યા બમણી કે ત્રણ ગણી વધારીને પ્રવેશ આપી રહી છે. વિધાર્થી – વાલીઓને કઈ વિદ્યાશાખામાં કેટલી બેઠકોને એઆઈસીટીઇએ મંજૂરી આપી છે? તે વિગતો ખાનગી યુનિવર્સિટીઓ તો મજૂરી ન દર્શાવે પણ ગુજરાત સરકારની કેન્દ્રીય પ્રવેશ સમિતિ (ACPC)માં પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી જે વિધાર્થી – વાલીઓ ઊંચી કી ભર્યા પછી પણ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
રાજ્ય સરકારની પ્રવેશ સમિતિનું કામ માત્ર લાખો રૂપિયા ફોર્મ ફી ઉઘરાવવાનું નથી પણ વાલી – વિધાર્થીઓને સાચું માર્ગદર્શન પણ આપવાનું છે જે બાબત દર્શાવે છે કે રાજ્ય સરકાર ટેક્નિકલ શિક્ષણ વિભાગને કરોડો રૂપિયાનો નફો કરતી ખાનગી યુનિવર્સિટીઓનાં વ્યાપાર કેન્દ્રોન હિતમાં વિશેષ રસ હોય તે જણાય છે. હકીકતમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ – વાલીઓની ચિંતા કરવી જોઈએ જે બાબત રાજ્ય સરકાર – શિક્ષણ વિભાગ સદંતર મૌન છે.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઊંચી ફી વસૂલીને આપવામાં આવતા આડેધડ પ્રવેશ પર રોક લગાવવામાં આવે, પ્રવેશ સંખ્યા, કાર્યરત અધ્યાપકો, લેબોરેટરીની સુવિધા, પ્લેસમેન્ટની માહિતી સહિતની વિગતો સરળતાથી વિધાર્થીઓ-વાલીઓ જાણી શકે તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવે.
———–
૨૦-૦૨-૨૦૨૫
શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને રોજગાર અંગે નક્કર નિતિના અભાવવાળા બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે સમગ્ર બજેટમાં માનવ સુચકાંક અંગે મૌન સેવવામાં આવ્યું છે. એકતરફ વિકાસની અનેક વાતો મોટા આંકડાઓ સાથે રજુ કરવામાં આવે છે અને બીજીબાજુ ગુજરાત સરકારના ખુદના આંકડા દર્શાવે છે કે ગરીબ પરિવારની સંખ્યામાં સતત ઉમેરો થતો જોયા. સ્થાનિક રાહત માટેની કોઈ નક્કર જાહેરાત નથી. મોંઘુ શિક્ષણ બાદ રોજગારની ઘટતી જતી તકો, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, એ ભાજપ સરકારની સિધ્ધી છે. ફીક્ષ પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોની મોટા પાયે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ગુજરાતની તાકાત નાના અને મધ્યમ કદના ઉદ્યોગ છે બીજી બાજુ ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો મૃતઃ પ્રાય સ્થિતિમાં ધકેલાઈ ગયા છે. જી.આઈ.ડી.સી.માં ૪૫ ટકા જેટલા યુનિટોને તાળા વાગી ગયા છે. ભાજપા સરકારની નિતિ ખેડૂત-ખેતી અને ગામડાને અન્યાયકર્તા છે ખેડૂતો સતત આર્થિક દેવામાં ધકેલાઈ રહ્યાં છે. નાના ખેડૂતો જમીનો ગુમાવી રહ્યા છે. ખેતમજુરોની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે. ખેતીનો ખર્ચ સતત વધતો જાય છે અને આવક ઘટતી જાય છે. જેના માટે સરકાર માત્ર વાયદાના વેપાર કરી રહી છે. નારીશક્તિના નામે મતની રાજનિતિ કરનાર ભાજપા સરકારમાં મહિલાઓ મોંઘવારીના મારથી પીડાઈ રહી છે. નારી સુરક્ષાએ ગુજરાતમાં ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે, ભાજપ સરકાર દ્વારા વધુ એક બજેટ ગુજરાતની જનતા સાથે છેતરપીંડી કરનારું છે.
——–
૨૦-૦૨-૨૦૨૫
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને ફક્ત અને ફક્ત જાહેરાતોનું અને દિશાવિહીન ગણાવ્યું.
• રોજગાર વધારવા અને મોંઘવારી ઘટાડવા માટે કોઈ નક્કર આયોજન નથી- અમિત ચાવડા
• ગામડાઓની અવગણના, આ બજેટ ગામડાઓ તોડનારું અને ગ્રામ્ય વિકાસ વિરોધી- અમિત ચાવડા
• ગૃહિણીઓ, વૃદ્ધો, વિધવા બહેનો અને યુવાનોની આશાઓને ઠગાવતું બજેટ – અમિત ચાવડા
• સમાન કામ-સમાન વેતન લાગુ કરવા અને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા કોઈ પગલાં નહીં, હીરા ઉદ્યોગને મંદી માંથી ઉગારવા, રત્ન કલાકારો માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત નથી, લાડલી બહેન યોજના અને સરકારી કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) નો લાભ નથી – અમિત ચાવડા
• SC, ST, OBC, માઇનોરિટી વર્ગને બજેટ ફાળવણીમાં અન્યાય, રાજ્યના SC, ST, OBC, માઇનોરિટી વર્ગને વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવું જોઈએ, જેનો ઉલ્લેખ નથી.- અમિત ચાવડા
ગુજરાત સરકાર દ્વારા આજે વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એ અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું.
અમિત ચાવડાએ આ બજેટની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે આ બજેટ ફક્ત અને ફક્ત જાહેરાતોનું છે, ચીલાચાલુ છે અને દિશાવિહીન છે. રોજગાર આપવા માટે કોઈ નક્કર યોજના નથી, મોંઘવારી ઘટાડવા માટે કોઈ યોગ્ય આયોજન નથી, ખેડૂતોની ઉન્નતિ કરવાનું કે તેમની આવક બમણી કરવાનું કોઈ આયોજન નથી. ગૃહિણીઓ, વૃદ્ધો, વિધવાઓ, સરકારી કર્મચારીઓ કે યુવાનોની આશાઓને ઠગાવું તો ફક્ત એ બજેટથી થયું છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે આજના બજેટમાં કશું નવું નથી. તે એક ચીલાચાલુ બજેટ છે, જેમાં ગામડાઓની અવગણના કરવામાં આવી છે અને મોંઘવારી મુદ્દે કશું ન કહેવાયું.
અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતની જનતા આશા રાખી રહી હતી કે આ બજેટમાં મોંઘવારીમાં રાહત મળશે, અને ૫૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર જેવા અન્ય રાજ્યોમાં છે, તે જાહેરાત થશે. પરંતુ ગૃહિણીઓની આ આશા નિષ્ફળ રહી છે. યુવાનો આશા રાખતા હતા કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને સમાન કામ-સમાન વેતનનો પ્રશ્ન ઉકેલાશે, પણ એ પણ નિષ્ફળ રહ્યો છે. હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને રત્ન કલકાર આત્મહત્યા કરી રહ્યા છે, પણ આ ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત થઈ નથી. બહેનો આશા રાખી રહી હતી કે લાડલી બહેન યોજના લાગુ થશે, અને સરકારી કર્મચારીઓને OPS (ઓલ્ડ પેન્શન સ્કીમ) નો લાભ મળશે, પણ એમનું પણ નિરાશા થઈ છે. વિધવા બહેનો, દિવ્યાંગ લોકો કે જેમને સહાય પેન્શન મળે છે, એમના માટે પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આંગણવાડી, મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન વિશે કોઈ ઉલ્લેખ નથી.
મહાત્મા ગાંધીના ગ્રામ્ય વિકાસના વિરોધમાં કામ કરતી સરકારના બજેટ મુદ્દે તેમણે જણાવ્યું કે આ બજેટ ગામડાઓ સાથે ભેદભાવ કરતું છે, તેમનું અનુમાન છે કે તે ગામડાઓ તોડે છે. સરકાર ૧૦ વર્ષ પહેલા જે રૂર્બન યોજના લાવી હતી એનો કોઈ ઉલ્લેખ કે પરિણામ જોવા મળતું નથી.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે, બજેટનું ભૌગોલિક વિશ્લેષણ કરતાં રાજ્યમાં SC, ST, OBC, માઇનોરિટી વર્ગ ૮૨% છે, જેથી આ વર્ગોને વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવું જોઈએ. આ વર્ગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, અને બજેટ ફાળવણીમાં અન્યાય થયો છે. ગુજરાતના ખેડૂતો માટે કોઈ દેવા માફીની જાહેરાત નથી અને ખેડૂતની આશા નિષ્ફળ રહી છે.
આ રીતે, અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટને કડક શબ્દોમાં વખોડ્યું છે.
સૌમિલ રાવલ
————-
૧૮-૦૨-૨૦૨૫
નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપની અનેક બિનલોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં ખૂબ સારી રીતે આ ચૂંટણી લડ્યા તે પ્રશંસનીય છે. અમે સ્વીકાર કરીએ છીએ કે, ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અમારું સંગઠન નબળું હતું. આજે જે યોજાઈ તે નગરપાલિકાઓની ચૂંટણીઓ ૨૦૧૮માં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ૭૮ ધારાસભ્યો અને સાથી પક્ષના ૩ એમ મળીને ૮૧ ધારાસભ્યો હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છીએ એ જ નગરપાલિકાઓમાં ૨૦૧૮માં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ખૂબ ખરાબ હતી. શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબુત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં જ પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં અમે સંગઠન ઊભું કર્યું હતું અને પરિણામે ખૂબ મોટાપાયા પર કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચૂંટણીઓ પંજાના નિશાન પર લડવામાં આવી. જૂનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર ચૂંટાયા હતા, આ વખતે જૂનાગઢમાં ૧૧ કોર્પોરેટર ચૂંટાયા છે. એ પરિપ્રેક્ષ્ય માં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક જગ્યાઓ પર કોંગ્રેસ માટે નિરાશાજનક છે, નગરપાલિકાઓ સ્થાનીક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે, અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે જે તે નગરપાલિકાઓમાં નુકસાન થયું. કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે નહીં લડી અપક્ષ સાથે ગયા હતા. આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત પેનલનો વિજય થયો છે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છે, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ વધુ મહેનત કરવાની જરૂર છે.
લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડ્યા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુરુઉપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાના, ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે આપણે સહુએ જોયા છે.
AIMIM પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભાજપે આપ્યા હતા, સમાન્ય સંજોગોમાં આમને સામને જોવા મળતા AAP-ભાજપ સાથે હતા, AIMIM ઉમેદવારોના ક ફોર્મ રજૂ થયા ના હતા, પણ ભાજપે માન્ય રખાવ્યા, કોંગ્રેસની રહી ગયેલી ખામીઓ માટે પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી સ્વીકારું છું, કોગ્રેસ કાર્યકરોએ બુથ પેજ સુધી જવાની મહેનત કરવાની છે, કોગ્રેસના કાર્યકર્તા અનેક મોરચે લડ્યા છે, 2027 માટેની તૈયારીઓ સાથે આગામી વર્ષે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરીશું,
———
૧૭-૨-૨૦૨૫
• દોસ્તીને લપડાક… બંધને બંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ
આપણે અંધભક્તિનો નશો ઉતારવામાં કોઈ રસ નથી પણ હકીકત સમજીએ…
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ તેમણે અમેરિકામાં માસ ડિપોર્ટેશન શરૂ કરી દીધું છે જેમાં ભારતને પણ ન છોડ્યુ….દેશ પુછે છે ક્યા ગઈ દોસ્તી ?
અત્યાર સુધી ત્રણ ડિપોર્ટેશન ફ્લાઈટ ભારત મોકલી છે.
ભારતીય ઘુસણખોરોને હાથકડીમાં ભારત ન મોકલવાની Mr ટ્રમ્પને હિંમત પણ ન કરી શકયા મોદી.
ભારતના માલસામાન ઉપર મોદી USA પહોંચે તે પહેલા જ ટેરિફ ઠોકી દિધા…ટેરિફ ઘટાડવામા મોદી નિષ્ફળ…
જ્યારે રશિયાથી મળતા સસ્તા ઓઇલની આયાત ઘટાડવી પડી અને USA પાસેથી ખરીદવામાં ટ્રમ્પે મોદીને મજબૂર કર્યા..
US ની ભારત સાથેની વેપાર પોલિસી સમજીએ..
✔️ ચીનની US માં નિકાસ ૪૫૦ અબજ ડોલર / વર્ષ
✔️ જાપાનની US માં નિકાસ ૧૪૧ અબજ ડોલર / વર્ષ
✔️ દ.કોરીયાની US નિકાસ ૧૧૬ અબજ ડોલર / વર્ષ
✔️ભારતની US માં નિકાસ માત્ર ૭૫ અબજ ડોલર / વર્ષ
અને ટ્રમ્પે જાપાન અને દ.કોરીયા ઉપર કોઈ ટેરિફ ન નાખ્યા….હવે હરીફાઈ રહી ભારત અને ચીન વચ્ચે ત્યારે સીધુ સમજી શકાય તેમ છે કે ચીનના ભોગે ભારતને કોઈ ફાયદો થાય તેમા દમ નથી…કારણ કે
✔️ચીન સાથે ભારત ક્વોલિટી અને ક્વોન્ટીટીની સ્પર્ધા જે નથી..
✔️ ભારત ચીન પાસેથી કાચો માલ લઈને ઉત્પાદન કરે છે એટલે તે વસ્તુ ચીન કરતા સસ્તુ બનાવવુ શક્ય નથી.
✔️ ભારત પાસે એવી કોઈ ટેકનોલોજીની કે ઉત્પાદનની તાકાત નથી જે US ની માંગને પહોંચી શકે.
આથી ચીનને નુકસાન અને ભારતને ફાયદો થશે એવી વાતો અંધ ભક્તિ માટે બરાબર પણ વાસ્તવવાદી નથી..
એટલે વિશ્વગુરુ / ૫ ટ્રિલિયન ઈકોનોમી/ આત્મનિર્ભર ભારત / મેઇક ઇન ઇંડિયા / વિકસિત ભારતના ફડાકા આ બધું દેશની જનતાની આંખમાં ધૂળ નાખી મત મેળવવાની કુસ્તી છે દેશના વિકાસની દિશા નથી.
એટલે પ્રભુ….અમેરિકાના ટેરિફથી ચીનને કોઈ નુકસાન નથી માત્ર મોદીની ડફોળ વિદેશ વેપારનીતિને કારણે ભારતને નુકસાન જ નુકસાન છે….અને મારી સમજ કહે છે કે આગામી ૨ વર્ષના સમયમા ડોલર ૧૦૦ (સો) ₹ પાર અને પેટ્રોલ ૧૨૫ (સવાસો) ₹ પાર…
————
૧૪-૨-૨૦૨૫
• ગૌતમ અદાણીની કંપની ઉપર મોદી સરકાર વધુ એકવાર મહેરબાન. – મનહર પટેલ
• દેશની રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે અદાણીને પાકીસ્તાન સીમા પર ૪૪૫ ચો.કીમી જમીન ફાળવીને મોદી સરકારે સિદ્ધ કર્યુ “દેશ નહી,અદાણી ફસ્ટ”
• ભારતના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ કહે છે ભારતીય સીમાના ૧૦ કીમી હદમા કોઇ ખાનગી પેઢીને વપરાશ માટે જમીન ફાળવી ન શકાય…-મનહર પટેલ
• નિવૃત લેફ.જનરલ કહે છે કે ભાજપાના ચેરમેનવાળી લોક્સભાની સ્ટેંડીંગ કમીટીના અહેવાલોને મોદી સરકાર ઘોળીને પી જાય છે. – મનહર પટેલ
લંડનનુ પ્રસિદ્ધ અખબાર ગાર્ડીયન એક અહેવાલ પ્રસિદ્ધ કરે છે કે ગુજરાતની ભુમિ ઉપર વેપારી અદાણીની માંગણીને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ મુકી, ભારત – પાકિસ્તાન સીમાના ૧કીમી મા ૩૦ ગીગા વોટ સૌર ઉર્જા અને પવન ઉર્જા ઉત્પાદન માટે અદાણી કંપનીને ૪૪૫ ચો.કીમી જમીન મોદી સરકારે ફાળવી. ગુજરાત સરકારની આ અંગે રાજ્યસભામા વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખરગે અને લોક્સભામા સાંસદ પ્રિયંકા વાડરા ગાંધીએ મોદી સરકારને સવાલ કર્યો કે આ લંડનના અખબારમા પ્રસિદ્ધ થયેલ સમાચાર સાચા છે કે ખોટા ? ભારતના સંરક્ષણના પ્રોટોકોલ અને કાયદા મુજબ ભારત સરકાર ચીન,બાગ્લાદેશ,પાકીસ્તાન,મ્યાનમાર અને નેપાળની સીમાથી ૧૦ કીમી ની હદમા કોઇ ખાનગી પેઢીને જમીન ફાળવી શકે નહી આમ છતા અંદાણીને ૪૪૫ ચો.કી જમીન પાકીસ્તાન સીમાની એક કીમીની હદમા ફાળવી દીધી છે, જવાબ આપો..
ગાર્ડીયનના અહેવાલ મુજબ આ અંગે ભારત સરકારના ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો હોવા છતા મોદી સરકારે કાયદાને અવગણીને અને ભારતની સુરક્ષાની ઐસી તૈસી કરીને આ નિર્ણય કર્યો છે, અને આ રીપોર્ટ ખોટો હોય તો મોદી સરકાર ગાર્ડીયન ઉપર પગલા ભરવા માંગે છે કે કેમ ?
ભારત સરકારના લશ્કરી અધિકારીઓએ તો વાંધા લીધા છે પરંતુ નિવૃત કર્નલ અજય શુકલા તેમજ નિવૃત લેફ.જનરલ અશોક મહેતા કહે છે કે આ ખતરનાક બાબત છે અને જો આ અહેવાલ સાચો હોય તો દેશની સુરક્ષા માટે ખુબ મોટા ભયસ્થાન ઉભા કરનારો છે.ભારતીય જનતા પાર્ટીના ચેરમેનવાળી લોકસભાની સ્ટેન્ડીંગ કમીટીનો રીપોર્ટ કહે છે ભારત પાસે આજે ૧૦ દિવસથી વધુ યુદ્ધ લડી શકીએ તેટલી યુદ્ધ સામગ્રી નથી, અને આ રીપોર્ટ ઉપર નિવૃત લેફ.જનરલ અશોક મહેતાએ કહ્યુ કે મોદી સરકાર આ સ્ટેડીગ કમીટીના રીપોર્ટને ધ્યાને લેતા નથી.જે તેના કરતા પણ વધુ ગંભીર બાબત છે, આવી સ્થિતિમા દેશની સરહદ ઉપર ૧ કીમી મા ૪૪૫ ચો કીમી જમીન કોઇ ખાનગી પેઢીને ફાળવી દેવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર જોખમો ઉપસ્થિત કરનાર છે માટે દેશની સુરક્ષાને ધ્યાન રાખીને અદાણીને ફાળવવામા આવેલ ૪૪૫ ચો કીમી જમીન ફાળવણી રદ્ કરવામા આવે.
તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ ૨૦૧૪ પહેલા અનેકવાર કોંગ્રેસની યુપીએ સરકાર સામે સર ક્રિક – રામ સેતુ – બાંગ્લાદેશી ઘૂસણખોરો – ભારતની સરહદમાં ચીનના ઘુસવા અંગેના રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર આક્ષેપો કર્યા હતા,હકીકત દેશ સામે આવી ગઈ કે સત્તાની ભુખ સંતોષવા ભાજપાના નેતાઓએ દેશની જનતાને કેટલી ભ્રમિત કરી હતી, અને ૨૦૧૪ થી મોદી સરકાર સત્તામા આવ્યા પછી આ અગીયાર વર્ષમા આ પૈકી એક પણ મુદ્દો પ્રધાનમંત્રીની જીભ ઉપર નથી આવ્યો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનહર પટેલ જણાવ્યુ કે આજે દેશની તમામ સીમા ઉપર પાડોસી દેશોનો દુશ્મનભાવનો ડોળો મંડાયેલો છે ત્યારે મોદી સરકાર અદાણીને પાકીસ્તાન સીમાના નજીક ૧૦ કીમીની હદમા કાયદા સુરક્ષના પ્રોટોકોલ વિરુદ્ધ ૪૪૫ ચો કીમી જમીન ફાળવળીનો નિર્ણય દેશ માટે ઘાતક છે. તેની સાથે આ અંગે સંસદમા મોદી સરકાર પોતાનો રવૈયો સ્પષ્ટ કરે અને રાષ્ટ્રીય સુરક્ષના ભોગે કોઇપણ પગલુ કેન્દ્ર સરકાર ન ભરે તેવી માંગ કરી છે.
મનહર પટે
———–
૧૪-૦૨-૨૦૨૫
કેન્દ્ર સરકાર સત્તા બચાવવાની મથામણમાં દેશના વિકાસ, વિત્તીય વ્યવસ્થાપન અને વિદેશનીતિની દિશા ખોઈ બેઠી છે. તેવામાં ગુજરાત અને દેશની આર્થિક વ્યવસ્થા પર થનાર અસર અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસએ જણાવ્યું હતું કે ગરીબ, યુવાન, ખેતી અને ખેડૂત ગ્રામ વિકાસ જેવા શબ્દો મોદી સરકારના શબ્દકોષમાંથી ખોવાયા છે. બજેટના ઉદ્દેશમાં ‘રાઈઝીંગ મીડલ ક્લાસ’ લખ્યું છે, પણ હકીકતમાં તો મધ્યમવર્ગ સંકોચાઈ રહ્યો છે. એના હાથમાં ખરીદી માટે વધુ નાણા મૂકશો એ વાત તર્કસંગત છે ખરી? ભારતના મધ્યમવર્ગની ખર્ચ કરવાની શક્તિ વધારવી સાથે સીધી રીતે સુસંગત હોય એના કરતાં ફિલોસોફિકલ હોય તેવી વાતો વધુ કરવામાં આવી છે. ફુગાવો વધે તેમ જીએસટીમાં રાહત મળવી જોઈએ, એના બદલે ભાવ વધે તેમ જીએસટીનો બોજ પણ વધે. સરકાર મોંઘવારી કાબૂમાં રાખી શકે નહીં તો એનો બોજ ખાસ કરીને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ જે ભેગા થઈને ૯૭ ટકા જીએસટી ભરે છે, એના ઉપર શા માટે નાખવાની?
માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પુનઃજીવિત કરવાની વાત કરવામાં આવી છે, પણ મૂળ પ્રશ્ન લઘુઉદ્યોગની વ્યાખ્યા બદલી ૧૦૦ કરોડનો ટર્નઓવર કરવામાં આવી. કયો લઘુઉદ્યોગ ૧૦૦ કરોડના ટર્નઓવરવાળો હોઈ? એ સવાલ છે. અગાઉની જેમ એને મશીનરીમાં રોકાણ સાથે જોડવું પડશે અને લઘુઉદ્યોગ જે ઉત્પાદનો બનાવી શકે તેને ખાસ પ્રોત્સાહનો આપવા પડશે. કૃષિ સમૃદ્ધ બને, ખેડૂતને માટે એ પોષણક્ષમ બને, મૂડીપ્રચૂર નહીં પણ શ્રમપ્રચૂર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે જેથી રોજગારી ઊભી થાય અને જે થકી વળી પાછો મધ્યમવર્ગ વિકસિત બને, એવા કોઈ ઉદ્દેશો સાથે બજેટ સુસંગત નથી. દેશમાં ૧૩૦ કરોડની વસ્તીમાં કુલ આવકવેરાના રીટર્ન ભરાયા તેમાંથી ૫.૫૮ કરોડ એટલે કે, ૬૬.૫ ટકા શૂન્ય ટેક્ષ જવાબદારી સાથેના હતા એટલે કે આમેય જે રીટર્ન ભરે છે, એમાંથી ૩૫ ટકા કરતા વધારેને ટેક્ષ ભરવાનો થતો નથી તો આ બાર લાખની આવક સુધી ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવાની રોમાંચક કલ્પના નાણામંત્રીએ કરી છે તે કોના લાભાર્થે છે? શું એના થકી મધ્યમવર્ગના હાથમાં વધારે આવક મૂકી શકાશે ખરી? આમ, સામાન્ય માણસના હાથમાં ઇન્કમટેક્ષના લાભ જશે એવી એક છેતરામણી જાહેરખબર આ બજેટ કરે છે, એમાં કેટલું તથ્ય છે?
મનરેગામાં ઘટાડેલ / સ્થગિત ફાળવણી – ગ્રામ્ય રોજગારી અને ગ્રામ્ય ગરીબોને નુકસાન – સરેરાશ વાર્ષિક ૧૦૦ દિવસ રોજગારી આપવાની ખાતરી સામે અરધી રોજગારી જ અપાય છે. મનરેગા દુનિયાની મોટામાં મોટી રોજગારીની ખાતરી આપતી યોજના છે અને ગ્રામ્ય બેરોજગારી સામે એક અસરકારક હથિયાર છે. ૨૦૨૨ના નાણાકીય વર્ષમાં એ માટેની જોગવાઈ ૧ લાખ ૧૦ હજાર કરોડથી ઉપર હતી જે ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજ પ્રમાણે ૮૬ હજાર કરોડ થઈ ગઈ. આને કારણે ઘણા કામદારોને નાણા ચુકવણી ઘાંચમાં મુકાઈ. મોદી સરકારનો અભિગમ ગ્રામ્ય બેરોજગારીને નજરઅંદાજ કરવાનો રહ્યો છે. લોકસભાની સ્ટેન્ડિંગ કમિટીએ તૈયાર કરેલ અહેવાલ ‘રૂરલ એમ્પ્લોયમેન્ટ થ્રુ મનરેગા’માં અવલોકન કરવામાં આવ્યું છે કે ૨૦૨૩-૨૪ દરમિયાન મૂકવામાં આવેલ બજેટ કાપ તર્કહીન છે. આ યોજના હેઠળ વર્ષે સરેરાશ ૧૦૦ દિવસની રોજગારી આપવાની બાહેધરી આપવામાં આવી છે તેના બદલે સરકાર ભાગ્યે જ અડધે પહોંચે છે. આમ ગ્રામ્ય રોજગારી અને તેને કારણે ગ્રામ્ય ગરીબી સામે સરકાર બેદરકાર રહી છે. કોઈ પણ ઝડપથી વિકસતી જતી અર્થવ્યવસ્થા જરૂરી આંતરમાળખાકીય સવલતો જેવી કે, રેલવે, માર્ગપરિવહન, હવાઈ સેવાઓ વગેરેનો પૂરતો ટેકો અને સાથ માગે છે. આમાં પણ માર્ગ અને રેલવે બે સેવાઓ એવી છે કે જે દેશની વિશાળ જનસંખ્યાની સેવા કરે છે. ૨૦૨૪-૨૫ના બજેટના સંશોધિત અનુમાન મુજબ રેલવે માટે ૨,૧૨,૭૮૬ કરોડનું અનુમાન છે તે સામે આવનાર વર્ષ ૨૦૨૫-૨૬માં ૨,૧૩,૫૫૨ કરોડ એટલે કે ૭૬૬ કરોડની નગણ્ય વૃદ્ધિ કરવામાં આવી છે. માત્ર ૪ ટકાનો ફુગાવાનો દર ગણીએ તો પણ ફુગાવો અથવા મોંઘવારીને સરભર કરવા માટે ૮૫૦૭ કરોડ જોઈએ. આમ, રેલવેને સરાસર અન્યાય થયો છે અથવા સ૨કા૨ રેલવે પણ કોઈને પધરાવી દેવા માગે છે, તેવી શંકા જાય છે.
આપણી અર્થવ્યવસ્થામાં મંદી પ્રવેશી છે. તેની અસરો હવે દેખાવા માંડી છે. પરિણામે સ૨કારી યોજનાઓ બનાવવાની અને નવી યોજનાઓ લાગુ કરવાની સરકારી ક્ષમતા ઉપર મર્યાદા આવી ગઈ છે અને એનો ભોગ સામાજિક સેવાઓને પણ બનવું પડ્યું છે.
એસસી, એસટી, ઓબીસી ઔર અલ્પસંખ્યકો માટે મોટી કાપ મુક્વમાં આવી છે.
પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના
·બજેટ અનુમાન (BE) ૨૦૨૪-૨૫ : રૂ. ૨૧૪૦ કરોડ જયારે સંશોધિત અનુમાન (RE) ૨૦૨૪-૨૫ : રૂ. ૮૦૦ કરોડ
પીએસ યંગ અચિવર્સ સ્કૉલરશીપ (ઓબીસી, ઇબીસી, ડીએનટી)
·BE ૨૦૨૪-૨૫ : રૂ. ૧૮૩૬ કરોડ જયારે RE ૨૦૨૪-૨૫ : રૂ. ૧૩૮૧ કરોડ
એસસી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
·BE ૨૦૨૪-૨૫ : રૂ. ૬૩૬૦ કરોડ જયારે RE ૨૦૨૪-૨૫ : રૂ. ૫૫૦૦ કરોડ
એસટીના વિકાસ માટે કાર્યક્રમ
·BE ૨૦૨૪-૨૫ : રૂ. ૪૩૦૦ કરોડ જયારે RE ૨૦૨૪-૨૫ : રૂ. ૩૬૩૦ કરોડ
આ બજેટની વાત કરીએ તો ૨૦૨૫-૨૬ માટે મૂડીગત ખર્ચમાં ૧,૦૨,૬૬૧ કરોડની વૃદ્ધિ કરવામાં આવી છે. આમ છતાંય ૨૦૨૪-૨૫માં ૯૨,૨૮૬ કરોડની ખોટ રહી હતી તે જોતાં આ વખતના બજેટની જોગવાઈ પણ વિશ્વાસ મૂકવાનું શક્ય નથી. ૨૦૨૪-૨૫નું રિવાઇઝ અનુમાન અને ૨૦૨૫-૨૬ની બજેટ જોગવાઈઓને જોઈએ તો સરકારે જાણે કે લોકકલ્યાણની પોતાની યોજનાઓ જે ખરેખર આમઆદમી માટે લાભદાયક બની શકે તેના પરનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે. આનાં કેટલાક ઉદાહરણો: પોષણ યોજના, જલ જીવન મિશન, રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (એનએસએપી), પ્રધાનમંત્રીએ ગ્રામ સડક યોજના, ફસલ બીમા યોજના, યૂરિયા સબસિડી, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના.
કહેવાતા નવા રોજગાર સર્જન માટેના કાર્યક્રમો તેમજ સ્કીલ ઇન્ડિયા જેવી યોજનાઓ પર આ સરકારે મોટા મોટા વાયદાઓ કર્યા હતા અને ૨૦૨૪-૨૫ના બજેટમાં ૨૬,૦૧૮ કરોડ તે સામે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં ૧૫,૨૮૬ કરોડ એટલે કે ૧૦,૭૩૨ જેટલો ઘટાડો ખર્ચમાં થયો છે. મંદીના આ સમયગાળામાં નાણાખાધ ૦.૧ ટકો ઘટાડીને અર્થવ્યવસ્થાને ગૂંગળાવવા કરતાં ૬ ટકા અથવા તેથી પણ વધારે નાણાખાધ રાખીને બજારમાં મૂડીની તરલતા રહે અને વિકાસની સાથે રોજગારીનું પણ સર્જન થાય એમ કરવાની જરૂર હતી.
આવકવેરોની પાત્ર ૬.૮% વસતી જ ભરે છે. મધ્યમ વર્ગ સંકોચાઇ રહ્યો છે.
બજેટ મધ્યમવર્ગની બધી સમસ્યાઓનો ઉકેલ છે એવું નાણામંત્રીએ કહ્યું. હવે જ્યાં કુલ ૬.૮ ટકા વસતી આવકવેરો ભરી શકે એ ઝોનમાં આવતી હોય તો એ તો ઉચ્ચ મધ્યમવર્ગ અને ધન્નાશેઠો જ હોય છે. મધ્યમવર્ગને રાહત કઈ રીતે મળે? ગરીબો માટે તો સબસિડી કે અન્ય રાહત થાય તેવાં પગલાં લેવા જોઈએ, જેમાંનું કંઈ સરકારે કર્યું નથી. મધ્યમવર્ગની બચત અને ખરીદી તેમજ વપરાશ કઈ રીતે વધશે? તે અધ્યાહાર છે. આ દેશમાં મધ્યમવર્ગ સંકોચાઈ રહ્યો છે. એ ઉપર નથી જઈ રહ્યો પણ પેલા પાંચ કિલો મફત અનાજ મેળવનારા ૮૦ કરોડ ગરીબીમાં જીવતા લોકોમાં જોડાઈ રહ્યા છે અને એને કારણે દુનિયાની આ સૌથી મોટી મુક્ત બજારમાં ઘરાકી ઘટી રહી છે. એફએમસીજીથી માંડી મધ્યમવર્ગ ખરીદે તે રેન્જના વાહનોના વેચાણના આંકડા ઘટી રહ્યા છે, જે બતાવે છે કે મધ્યમવર્ગ ખર્ચ નથી કરી રહ્યો કારણ કે તેની પાસે એના માટેની આવક જ નથી. આ વર્ગ સંકોચાઈ રહ્યો છે. એની માથાદીઠ ખર્ચ કરવાપાત્ર આવક ઘટી રહી છે, પરિણામે જીડીપીનો વિકાસદર ઘટી રહ્યો છે.
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશોમાંનો એક છે. અહીંયા ૧૫થી ૫૫ વર્ષ વચ્ચેના વયજૂથમાં ૭૦ ટકા વસતી છે. આ વસતીને જો કામ અને યોગ્ય આવકના સાધનો સાથેનું જીવનધોરણ આપવું હોય તો પ્રથમ આરોગ્યને લાગેવળગે છે ત્યાં સુધી આ બજેટમાં પણ માત્ર ૩ ટકા જેટલી રકમ ફાળવવામાં આવી છે. આજે જાતજાતની યોજનાઓ છતાં પણ કોઈ માણસ બીમાર પડે તો માંદગીમાં દવાઓ તેમજ અન્ય ખર્ચના ૬૦ ટકા એણે પોતાના ગજવામાંથી ભોગવવા પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનો આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સવલતો ઊભી કરવામાં અપૂરતા યોગદાનને કારણે ચીરી નાખે તેવા પૈસા વસૂલ કરતી ખાનગી હૉસ્પિટલો ફૂલીફાલી રહી છે.
અર્થવ્યવસ્થાની વિકાસનો દર ધીમો પડી રહ્યો છે. જો સરકાર આ જ રીતે ચાલશે તો ૨૦૨૫-૨૬માં બજટમાં ગમે તે રંગોળીઓ પૂરવામાં આવી હોય જીડીપીનો વિકાસદર ૬થી સાડા ટકા વટાવશે નહીં. જો ભારતને ૨૦૨૭માં તેના રીવાઇઝડ ટાર્ગેટ મુજબ પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવી હોય અને ૨૦૪૭ સુધીમાં વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં લઈ જવી હોય તો સરેરાશ ૮ ટકાનો સ્થિર જીડીપી વૃદ્ધિદર જોઈએ. આવું નહીં થાય તો ભારત બેરોજગારીથી માંડી મંદી તેમજ કૃષિ ક્ષેત્રે અનેક તકલીફોમાં ફસાશે.
તેલીની ખાદ્યને પોહચી વળવા ૮૦ હજાર કરોડનું ખાદ્યતેલ આપણે આયાત કરવું પડે છે. આ આયાત કઈ રીતે ઘટાડીશું તેમજ ટ્રમ્પ શાસનમાં અમેરિકાની ટેરિફ અને ટ્રેડવૉરની જે નીતિ છે, તેના સામે આપણી વ્યૂહરચના શું હશે તે અંગેનો એક હરફ પણ નાણામંત્રીએ પ્રોજેક્ટમાં ઉચ્ચાર્યો નથી. ઉલટાનો આ વખતના બજેટમાં નિર્મળા સીતારામનના કોઈ પણ બજેટ કરતા વધુ આઇટમો ઉપર ડ્યૂટી ઘટાડવાની જાહેરાત છે વધતું જતું આંતરિક અને વિદેશી દેવું જે ગયા વરસની સામે આગામી વર્ષે સવા આઠ ટકા વધશે. તે ચિંતાનો વિષય છે. બજેટ ડૉક્યુમેન્ટમાં આપવામાં આવેલી વિગતો મુજબ ૨૦૨૪-૨૫માં આંતરિક દેવું ૧૭૫.૫૬ લાખ કરોડ અને બાહ્ય દેવું ૬ લાખ ૧૮ હજાર કરોડ જેટલું હતું તે વધીને વર્ષ૨૦૨૫-૨૬ દરમિયાન આંતરિક દેવું ૧૯૦.૧૪ લાખ કરોડ અને બાહ્ય દેવું ૬.૬૪ લાખ કરોડ મળી કુલ ૧૯૬.૮૦ લાખ કરોડ થયું. જેમાં ૮.૨૫ ટકાનો વધારો થયો છે.
ટૂંકમાં આ બજેટ દિશાવિહીન, દૃષ્ટિવિહીન અને ધનીકોને વધુ ધનવાન, ગરીબોને વધુ ગરીબ બનાવે એવું અણઘડ બજેટ છે. મનરેગાથી માંડી યુવા રોજગારી અને કરવેરાથી માંડી સર્વસમાવેશક વિકાસનો અવરોધક આ બજેટ દેશના દેવામાં વધારો કરશે અને અર્થવ્યવસ્થાના વિકાસનો દર ઘટાડશે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ હિંમત પટેલ એ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી ઘટાડવા માટેના કોઈ નક્કર આયોજન નથી. ભાજપનું થાલીનોમિક્સ ફેઇલ થઇ ગયું છે. દેશની અર્થવ્યવસ્થા ૨૦૪૭માં જો પાંચ ટ્રિલિયન ડૉલરની થવાની હોય તો આપણો જીડીપી વૃદ્ધિદર સતત ૮ ટકા કે તેથી વધુ રહેવો જોઈએ. આ માટે વધુ લોકોના હાથમાં વધુ પૈસા મૂકાય અને તેમની ખરીદી વધે તે જરૂરી છે. જીએસટી કાયદાઓનું સરળીકરણ અને માનવીય અભિગમ બંને જરૂરી છે. પરતું જીએસટીના અણઘડ અમલીકરણ, ગુંચવાડુભર્યું ટેક્ષ માળખાને કારણે વેપારી વર્ગ ત્રસ્ત બન્યો છે. હાલની કેન્દ્રીય સરકાર આ કાયદાઓનો રાજકીય ઉપયોગ વધારે કરે છે અને ચૂંટણી ટાણે સરકારના આ બધા નિયમન તંત્રો અમુક ચોક્કસ નિર્ધારિત ઉદ્દેશો સાથે તૂટી પડે છે શિક્ષણ, આરોગ્ય શ્રેત્રે ગુણવત્તા સુધારણા યુદ્ધના ધોરણે હાથ ધરવી જરૂરી છે. સરકારે નવી શિક્ષણનીતિ તો જાહેર કરી છે, પણ શિક્ષણની ગુણવત્તા સતત કથળતી રહી. ગરીબને ઠેંગો અને મળતિયા ઉદ્યોગપતિઓ માટે રેડ કાર્પેટ વાળું બજેટ સામાન્ય નાગરિકોને અન્યાય કરતા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર, પ્રદેશ મહામંત્રી રાજુ ભ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
(હિરેન બેંકર)
————
વિરમગામ કેન્દ્ર ખાતેથી ટેકાના ભાવે ડાંગર ખરીદી કૌભાંડના મુખ્ય ૪ આરોપીઓ પોલીસ પકડ બહાર કેમ ? -મનહર પટેલ
· વિરમગામ ડાંગર ખરીદી કૌંભાંડના મુખ્ય આરોપીનો પરિવહન ઇજારો હજુ ચાલુ છે, એ સુચવે છે કે નાગરિક પુરવઠા વિભાગ અને મંત્રાલયની સીધી સંડોવણી છે. મનહર પટેલ
વિરમગામ-દેત્રોજ-માંડલ વિસ્તારના ખેડૂતોની ડાંગરના ટેકાના ભાવે ખરીદી અને કરોડોનો ભ્રષ્ટાચારની ફરિયાદ ૩૧ ડિસે ૨૦૨૪ ના રોજ સરકારે નોંધી છે છતા આજ દિવસ સુધી આરોપીઓ વિરમગામમા ખુલ્લા ફરે છે, કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરનારાઓને આટલી હિંમત કોણ આપી રહ્યુ છે. ? આ એક સામાન્ય સવાલ છે.
ભાજપા સરકાર ટેકાના ભાવે જ્યારે પણ જણસની ખરીદી કરી છે અને ભ્રષ્ટાચાર થાય છે, ગુના નોંધાયા છે, તપાસનું નાટક થયેલ છે અને નાના કર્મચારી કે માણસો ઉપર ફરિયાદો થાય છે અને ગુના ઉપર કોઇ કાર્યવાહી થતી નથી, એટલે ટેકાના ભાવે ખરીદી કૌભાંડો ગુનાનુ પુનરાવર્તન થાય છે આ પરંપરા રહી છે.
રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના કાને આ રજુઆત મુકવા માંગુ છુ કે વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડના મુખ્ય આરોપી ભાજપાના આગેવાન છે, તેને કરોડો રુપીયાનો કૌભાંડનો અંજામ આપ્યો છે છતા આપની પોલીસ તેને ધરપકડ કરવાની હિંમત નથી દાખવી શકતી અને સ્થાનિક વિરમગામના ધારાસભ્ય સાથે ઘનિષ્ટ સબંધો ધરાવતા હોય તેનો સંકેત આપતા કેક ખવડાવતા ફોટા મિડીયામા જોવા મળે છે, આ તમામ બાબતો આરોપીને હિંમત અને તાકાત પુરી પાડતા હોય તેવુ જણાય છે, એટલે જ ભાજપાનુ તંત્ર અને પક્ષના ચાર હાથ નીચે આ કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરનાર સરકારી આરોપી સરકારી મહેમાનની જેમ ફરે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલનો સીધો આક્ષેપ છે કે વિરમગામ કેન્દ્ર ઉપરથી ટેકાના ભાવે થયેલ ડાંગર ખરીદીમાં ભાજપાના મોટા માથાઓના હાથ છે અને એમના કારણે જ આજે ૪૦ દિવસ પછી આ આરોપીઓ પોલીસ પકડની બહાર છે, અને ગંભીર ગુનાની તપાસ ગોકળગાયની ગતિથી ચાલી રહી છે,તે સત્તા પક્ષના ભાજપાના નેતાઓના બળ વગર શક્ય નથી.
સ્થાનિક વિસ્તારના જે ખુડુતો આર્થિક ભોગ બન્યા છે તેનો સીધો સવાલ છે કે અમરેલીની નિર્દોષ દીકરીને FIR નોંધાય અને ૨૪ કલાકમાં ધરપકડ કરનારી દાદાની પોલીસ વિરમગામ કેન્દ્ર ઉપરથી ટેકાના ભાવે ડાંગર ખરીદીના કૌભાંડીઓ સુધી કેમ પહોચી શકતી નથી ?
આમ પણ ભાજપા સરકારના ગુજરાતમાં ટેકાના ભાવે જણસ ખરીદીના અનેક કૌભાંડો થયા છે જે પૈકી અનેક આજે વણઉકેલ્યા પડ્યા છે અને સરકારી તેજુરીને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે આ તમામ કૌભાંડોમાં કરોડો રૂપિયાની ઉચાપત થયેલ છે, આ સમગ્ર કૌભાંડોની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ ની આગેવાનીમાં કરવામાં આવે..
મારી સરકારને નમ્ર વિનંતી સાથે માંગ છે કે જે ખેડૂતોની ડાંગર ટેકાના ભાવે સરકારે ખરીદી છે તે પૈકી જે ખેડૂતોના નાણા સરકારને ચૂકવવાના બાકી હોઈ તો તેનું વહેલીતકે ચૂકવણુ કરવામાં આવે.
મનહર પટેલ
————-
૪-૦૨-૨૦૨૫
·ગુજરાતમાં યુનિફોર્મ સર્વીસકોડની જરૂર છે, એટલે ‘સમાન કામ સમાન વેતન’.
·ગુજરાતને યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે, એટલે કે તમામને પરવડે તેવી ફીમાં શિક્ષણનો અધિકાર
·ગુજરાતને યુનિફોર્મ હેલ્થ કોડની જરૂર છે, એટલે કે તમામને પરવડે તેવી ફીમાં આરોગ્ય સેવાનો અધિકાર
·ભાજપાના ખેસ પહેરનારા માટે એક કાયદો અને ગુજરાતના નાગરિકો માટે બીજો કાયદો, અમીરો માટે એક કાયદો – ગરીબ – સામાન્ય વર્ગ માટે બીજો કાયદો ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ક્યારે ભેદભાવ વિના હક્ક-અધિકાર-ન્યાય મળશે ?
મોંઘવારી, બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ – ફીક્ષ પેના નામે આર્થિક શોષણ સહિતના મુદ્દે ગુજરાતની જનતાનું મુળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગે સમિતિ રચના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હિંદુ કોડ બિલ લાગુ કરવામાં આવ્યું હતું. દેશમાં હજારો જાતિઓ છે જેના માટે હિંદુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો, બૌધ્ધ પર્સનલ લો, શીખ પર્સનલ લો, જૈન સમાજ લો અને પારસી પર્સનલ લો જેવા જુદા જુદા કાયદાઓ લાગુ છે પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતુ નથી. પરિવારની વસિયતમાં દિકરીઓનો પણ સમાન સંપત્તીનો કાયદો કોંગ્રેસ પક્ષ લાવી હતી. વર્ષ ૨૦૧૮માં લો-કમીશન, ભારત સરકાર તમામ પાસા ચકાસીને ‘કોમન સીવીલ કોડ’ ની દરખાસ્ત રીજેક્ટ કરી ચુક્યું છે. ગુજરાતમાં યુનિફોર્મ સર્વીસકોડની જરૂર છે એટલે ‘સમાન કામ સમાન વેતન’. ગુજરાતને યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે. એટલે કે તમામને પરવડે તેવી ફીમાં શિક્ષણનો અધિકાર, ગુજરાતને યુનિફોર્મ હેલ્થ કોડની જરૂર છે. એટલે કે તમામને પરવડે તેવી ફીમાં આરોગ્ય સેવાનો અધિકાર, ગુજરાતને ભેદભાવ વિના ન્યાયનો અધિકાર એટલે કે ભાજપાના ખેસ પહેરનારા માટે એક કાયદો અને ગુજરાતના નાગરિકો માટે બીજો કાયદો, અમીરો માટે એક કાયદો – ગરીબ – સામાન્ય વર્ગ માટે બીજો કાયદો ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ક્યારે ભેદભાવ વિના હક્ક-અધિકાર-ન્યાય મળશે ? તેનો રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપા જવાબ આપે.
બંધારણ અંગેની સંસદની ચર્ચામાં પણ ડૉ.બાબા સાહેબ આંબેડકરે દેશમાં ‘કોમન સિવિલ કોડ’ લાગુ જ છે તેમ જણાવ્યું હતું. યુનિફોમ સિવિલ કોડ માત્ર લગ્ન સંબંધી બાબતો માટે જ જરૂરી છે. દીકરીને સંપતિમાં હક, દીકરીને સમાન હકક, સહિતની તમામ બાબતો કોમન સિવિલ કોડમાં લાગુ જ છે. નિષ્ફળતા ઢાંકવા માટે રાજ્ય સરકારે UCC ની કમિટીનું ગઠન કરાયું, બંધારણમાં દેશના નાગરિકોને સમાનતાનો અધિકાર મળ્યો છે. ગુજરાતમાં UCC નહીં પરંતુ સમાન કામ, સમાન વેતન લાવવાની જરૂર છે, ૨૦૨૨ ચૂંટણી પૂર્વે પણ સરકારે આવી જ જાહેરાત કરી હતી, દેશની મૂળ તાકાત વિવિધતામાં એકતામાં રહેલી છે, કોંગ્રેસ પક્ષ બંધારણનું સન્માન કરે છે, ભાજપની નૌટંકીના વિરોધમાં છે, ભાજપે અભ્યાસ કરવાની જરૂર કે હિન્દુ પર્સનલ લૉ બોર્ડ અને આદિવાસી સમાજની પરંપરા શું છે ? જૈન સમાજની પરંપરા શું છે? વિચરતી-વિમુક્ત જાતિ માટે હાલ શું જોગવાઈ છે ? ચારેય તરફ ઘેરાયેલી સરકાર હવે યુસીસી લાગુ કરવા સમિતિ જાહેરાત કરી છે. ભાજપાની અંદરોઅંદરની હુંસાતુસી, પરકાષ્ઠાની લડાઈ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપા સરકારના કાંડ-કૌભાંડને ઢાંકવા યુસીસી કમિટી જાહેરાત કરવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડના બદલે શિક્ષણ – સ્વાસ્થ્ય – સુરક્ષા સહિત ખેડૂત – ખેતી – ગામડાને બચાવવા સરકારે કાયદો બનાવીને અમલવારી કરવી જોઈએ. ત્યારે ડૉ. બાબા સાહેબે શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે તેનુ પાલન થવુ જોઇએ, દેશની વિવિધતામાં એકતાની ભાવનાને નુકસાન કરતી ભાજપ સરકારની નોટંકીને કોંગ્રેસ પક્ષ સમર્થન આપી શકે નહી.
————-
૦૩-૦૨-૨૦૨૫
રાજ્યમાં ૬૮ નગરપાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો અને જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રોની ચકાસણી સમયે ભાજપાએ વિવિધ સ્થળો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને પોલીસતંત્ર-વહીવટંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારી પત્રો યેન-કેન પ્રકારે રદ કરવાના માનસિકતા હોવાનો આરોપ મુક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુક્ત અને પારદર્શક રીતે ચૂંટણી યોજવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ગુજરાતમાં કોડીનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચીને ત્યાંનો પૂર્વ સાંસદે સમગ્ર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. માણસામાં ભાજપાના સ્થાનિક ધારાસભ્ય અને હિત ધરાવતા તત્વો સતત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા હથકંડા અપનાવી રહ્યા હતા જે ઘણી જ ગંભીર બાબત છે. હળવદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મજબૂતીથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારી પત્રો ભરી દીધા બાદ રવિવાર રાત્રિથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવતા તમામ ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચીને રક્ષણ માંગ્યું હતું યોગ્ય જવાબ ન મળતા પ્રાંત અધિકારી સમક્ષ સમગ્ર બાબત રજુ કરવામાં આવી છે.
બિલિમોરા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ટેકેદારો સાથે યાદી જાહેર કરીને ચૂંટણી અધિકારીએ ભાજપને મદદ થાય, અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને નુકસાન થાય તે રીતે ગેરબંધારણીય વર્તુણક કરી છે. મહિસાગરના જિલ્લાના જોધપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપાના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસ પક્ષે વિસ્તૃત રજુઆત કર્યા છતાં ચૂંટણી અધિકારીએ એકતરફ નિર્ણય કરીને ફોર્મ મંજૂર કર્યું છે. સમગ્ર બાબતે કોંગ્રેસ પક્ષ જે ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કર્યા છતા પગલા ન ભરાતા રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરશે.
———
૦૩-૦૨-૨૦૨૫
ભાજપાના વરિષ્ઠ નેતા-પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના “ભાજપાના કાર્યકરો-આગેવાનો કઈ રીતે ખેસ પહેરીને અધિકારીઓ પાસે દલાલ બની ગયા છે.” આ વાસ્તવિક જાહેર વાતથી ભષ્ટ્રાચારી ભાજપાના ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરા વધુ એક વાર ખુલ્લી પડી ગયો છે તેવા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ભાજપનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ રહી છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈપણ સરકારી પ્રમાણપત્રો, ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે. ગુજરાતમાં કાંડ અને કૌભાંડ માં ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પરવાંનો મળે છે. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ઈન્કમટેક્ષ, ઈ.ડી., પોલીસ સહિતના વિવિધ અધિકારીઓતો જોયા નકલી ચલણી નોટો, નકલી ન્યાયાધીશ, નકલી સરકારી કચેરીઓ દ્વારા કરોડો રૂપિયા સગેવગે કરવાના ના કૌભાંડીઓ જે ભાજપ સાથે સીધી સાંઠ ગાંઠ ધરાવતા હોય છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે તે હકીકતમાં ભાજપાની ભ્રષ્ટાચારની કથા છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે ભાજપનો ખેસ પહેરો લુંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો તેવી નિતિના લીધે સમગ્ર ગુજરાતમાં વારંવાર કૌભાંડો થઈ રહ્યાં છે. કાંડ અને કૌભાંડના કારણે કરોડો રૂપિયા કમલમમાં જમા થાય છે આ લૂંટના કોથળા ભરીને આવેલ રૂપિયા થી ભાજપ પોતાના તમામ મનસુબા સત્તા મેળવવા અને ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. નીતિન પટેલ નું નિવેદન ભાજપાના ચાલ ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલ પણ જામનગરમાં બોલી ચુક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે. અને શું ધંધા કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગાંધી સરદારના ગુજરાતની નામોશી થાય છે, ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે. ભૂપેન્દ્ર બીજેડનું કૌભાંડ હોય કે ખ્યાતી કાંડ હોય કે અબજો રૂપિયાની સરકારી જમીન ગાયબ કરવાની હોય કે પછી ગૌચરની જમીન કે પછી રેતી-માટીસહિત કિમંતી ખનીજ ચોરી હોય તમામ કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ, સમગ્ર ગુજરાતે જોયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પૂલો ઉપયોગમાં આવે તે પહેલા ધારાશાયી થાય, પૂલો બનાવનાર ભાજપાના ‘ચંદા દો, ધંધા લો’ ની નિતિનો ભાગ હોય એટલે કોઈ પગલા ભરવામાં આવતા નથી. દારૂની હેરાફેરીમાં ભાજપનો ખેસ પહેરીને ગાડીની આગળ લગાડી પાયલોટીગ કરવાનું હોય, આ પ્રકાર ના અનેક કેસ સામે આવ્યા છે. ડ્રગ્સના આરોપીઓ પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ સાથે નિકટતાના દૃશ્યો સામે આવ્યાં છે. નીતિનના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માંગે છે ખરી ? સરકાર ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માંગે છે? આનો જવાબ ભાજપાના નેતાઓએ આપવો પડશે, કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓ ની લુંટ નાં લાયસન્સ ના કારણે જે રીતે પરિસ્થિતિ થઈ, તેથી સામાન્ય નાગરિક મધ્યમ વર્ગનો નાગરિક હેરાન-પરેશાન થઈ રહ્યો છે અને પોતાના મળવા પાત્ર હક્ક અધિકારથી વંચિત રહે છે.
ભાજપ સરકાર મગફળીકાંડ, તુવેર ખરીદકાંડ, ડાંગર ખરીદકાંડ, બિયારણ ખરીદીકાંડ, સહિત ખેડૂતોને નુકસાની થાય તેવા કાંડ અને કૌભાંડો થયા. શિક્ષણમાં ભ્રષ્ટાચાર આસમાને, આરોગ્ય વિભાગના ખરીદી કૌભાંડો, સરકારી ભરતીમાં પેપર ફૂટે, કૌભાંડ, લાગવગ એ સામાન્ય બાબત બની ગઈ માછીમાર કૌભાંડ હોય કે ખાતરનું કૌભાંડ કે પછી વિવિધ વિભાગોની ખરીદીના કૌભાંડ, એ ભાજપા શાસકોની ઓળખ બની ગઈ છે. મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા કે જિલ્લા-તાલુકા પંચાયત તમામ કક્ષાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચારએ ભાજપાએ શિષ્ટ્રાચાર બનાવી દીધાના સમાચારો દિવસ ઊગેને પ્રસિધ્ધ થઈ રહ્યાં છે. સહકારી ક્ષેત્ર હોય કે સરકારી તમામ જગ્યાએ બહુમતિના જોરે ભાજપાએ મોટાપાયે ભ્રષ્ટાચાર-ગેરરીતિ ગોલમાલથી લૂંટના કેન્દ્રો બનાવી દીધા છે.
————-
૧-૦૨-૨૦૨૫
કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જયારે “મોસાળમાં લગ્ન અને માં પીરસનાર હોય” ત્યારે આપણા ગુજરાત માટેની ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર બિહાર બિહાર આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટે કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ, એના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે, નાયલોન યાર્ન મોંઘુ થાય એવી પરિસ્થિતિ છે, આના વિશે કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ અલંગમાં છે, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શીપ બિલ્ડીંગની વાત કરવામાં આવી છે, શીપ બ્રેકીંગ ઉદ્યોગ માટે નહીં અને શીપ બિલ્ડીંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. બજેટમાં આવકવેરાને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી. ૧૨ લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી એમ કહેવામાં આવે છે પણ હકીકત એ છે કે તેમાં શરતો લાગુ પડશે, ઈન્કમટેક્ષના કાયદામાં ૩૧ એમેન્ડમેન્ટ કરવાની જાહેરાત નાણાંમંત્રીએ કરી છે, જે લાગુ થયા બાદ જ ખબર પડશે કે ૧૨ લાખની આવક ઉપર કેટલો ટેક્સ લાગશે ? જો સરકારની દાનત સાચી હોત તો ૧૨ લાખ રૂપિયા સુધીની આવક કોઈપણ શરત વગર ટેક્સ ફ્રી કરી દેવી જોઈતી હતી. શા માટે શરતો લાગુ કરવામાં આવી ? બજેટમાં ચૂંટણીલક્ષી નહીં પ્રજાહિતની વાત હોવી જોઈએ. બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી. આજે યુવાનો સૌથી વધારે પરેશાન છે. ટેલેન્ટેડ યુવાન, મહેનત કરનાર યુવાનો માટે નોકરી નથી. નોકરીઓ વધે એ માટે કોઈ આયોજન બજેટમાં કરવામાં આવેલ નથી. જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈપણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર ૨૮-૨૮% ટેક્સ. ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે, તો એના પર પણ જીએસટી ટેક્સ, આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી. GSTના ભારણથી અને મોંધવારીથી સામાન્ય માણસ પરેશાન છે ત્યારે તેમાં કોઈ રાહત નથી. ગુજરાતના અનેક પ્રશ્નો રેલવે, પોર્ટ અને દરિયા કિનારાના નક્કર વિકાસ માટેની કોઈ વાત બજેટમાં નથી. ખાતર પરનો GST અને જે ભાવવધારો થયો છે તેની માફીની કોઈ વાત નથી. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોએ ૨૦ કિલો કપાસ ૧,૫૦૦ રૂપિયા સુધી વેચ્યો હતો, ૨૦૧૨-૧૩-૧૪માં આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી, ખાતર, ડીઝલ, બિયારણ તમામ મોંઘુ થયું છે અને આજે ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી ૧૦ વર્ષ પહેલાંનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો. આવક બમણી કરવાની વાત કરી હતી પરંતુ ખર્ચા બમણા થયા છે. આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આજનું આ બજેટ રજૂ થયું છે.
———
૧૫-૧૦-૨૦૨૪
·રાજ્યમાં આઠ મહાનગરો સહિત વિવિધ શહેરોની આવાસ યોજનાઓમાં મોટા પાયે અંધેર વહિવટ, નબળા બાંધકામ માટે ભાજપા શાસકોની કટકી, કમીશન, કોન્ટ્રાક્ટની નીતિ જવાબદાર
·’સપનાનું ઘર’ હવે રહીશો માટે ‘સમસ્યાનું ઘર’ બની ગયુઃ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આવાસ યોજનાઓ પાંચ થી દસ વર્ષમાં ખંડેર બની રહી છે.
·આવાસ યોજનાઓમાં આફતોનો વરસાદ, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સામે ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે.
રાજ્યમાં આઠ મહાનગરો સહિત વિવિધ શહેરોની આવાસ યોજનાઓમાં મોટા પાયે અંધેર વહિવટ, નબળા બાંધકામ માટે ભાજપા શાસકોની કટકી, કમીશન, કોન્ટ્રાક્ટની નીતિ જવાબદાર હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તેવા હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે આશિર્વાદરૂપ થવાને બદલે ભ્રષ્ટાચારના કારણે આ આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પોરબંદરમાં પોરબંદર ખાતે આવેલ 2448 આવાસ જે કોંગ્રેસની સરકારમાં મંજુર કરવામાં આવ્યાં હતાં તે આવાસો સંપૂર્ણપણે જર્જરીત થયા છે અને 10 વર્ષમાં જ ત્યાં રહેનારા પરિવારો માટે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તે હદે જર્જરીત થઈ રહ્યાં છે. કરોડો રૂપિયાના કેન્દ્ર સરકારના સહયોગથી બનેલા મકાનોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે છતાં મુખ્યમંત્રી કે અન્ય સત્તાધીશો નાગરિકોની ફરિયાદો સાંભળવા તૈયાર નથી.
ભાવનગરના ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાયાના પ્રશ્નોના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના સુભાષનગર વિસ્તારના હમીરજીપાર્કની બાજુમાં આવેલી ૨૫૪૮ પ્રધાનમંત્રી આવાસ યોજના બે વર્ષ પૂર્વે ગત ઓગસ્ટ-૨૦૨૨માં ફાળવવામાં આવી હતી. નાગરિકોએ મહામહેનતે અને મોટી આશા સાથે પોતાનું ઘર બનાવ્યું હોય છે પરંત માત્ર બે વર્ષના સમયગાળામાં જ આવાસ યોજનાના મકાનોની આવી દશાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
પાલનપુર નજીક સદરપુર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વિના જ કરોડોના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે. રાજ્યમાં એક બાદ એક શહેરમાંથી આવાસ યોજનામાં અંધેર વહીવટના નમૂના સામે આવી રહ્યા છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં આવાસ યોજનાનાં એક હજારથી વધુ મકાન વપરાયા વગર જ પડ્યા પડ્યા જર્જરિત બની ગયાં હોવાની અને મ્યુનિ. સત્તાધીશોએ પણ ચૂપચાપ તેને તોડાવી નાંખવાનુ શરૂ કરી દીધુ છે. વટવામાં મ્યુનિ.નાં વિશાળ પ્લોટમાં ૧૦-૧૨ વર્ષ અગાઉ કેન્દ્રની યુપીએ સરકારનાં જેએનયુઆરએમની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી ગરીબ આવાસ યોજના બનાવવામાં આવી હતી. ચાર માળીયા તરીકે ઓળખાતી આ આવાસ યોજનામાં ૪૮ બ્લોક એટલે કે એક હજારથી વધુ મકાન બનાવવામાં આવ્યા હતા. એટલુ જ નહિ આવાસ યોજનાને ભૂકંપપ્રુફ અને મજબૂત બનાવવાનાં નામે પાયાથી ચાર માળ સુધી સળંગ આરસીસીનાં બ્લોક ઉભા કરાયા હતા. આ યોજના પાછળ ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતાં.
રાજકોટમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા કૂલ 128 મકાનો ધૂળ ખાઈ રહ્યા છે. 2022માં લોકાર્પણ કરી દેવાયા બાદ પણ હજુ લાભાર્થીઓને તેની ફાળવણી કરવામાં આવી નથી.
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 128 આવાસોનું જૂન- 2022માં લોકાર્પણ કરી દેવાયુ. પરંતુ આજ દિન સુધી આ આવાસોની તેના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી નથી. બે વર્ષથી તૈયાર થયેલા મકાનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે અને ખંઢેર બનવાની કગાર પર છે. પરંતુ તંત્રને ના તો સરકારના પૈસાની પડી છે ના તો ગરીબ લાભાર્થીઓની કંઈ પડી છે અને તેમના ગેરવહીવટના કારણે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યુ છે. મોરબી શહેરમાં પણ હાઉસીંગના મકાનોમાં મોટા પાયે ગેરરીતિ અને ગોલમાલ થઈ છે.
જામનગર જર્જરિત 1404 આવાસનું ડિમોલેશન શરૂ વર્ષ 2000માં બનેલા અંધશ્રમ અટક પાસે આવેલા આવાસ ઘણા સમયથી જર્જરીત હતા. રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા દ્વારા વૃંદાવન સોસાયટીમાં 9 વિંગમાં કુલ 320 જેટલા ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું છે. પરંતુ, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે નિર્માણકાર્યના માત્ર 8 જ મહિનામાં સરકાર દ્વારા આપવામાં આવેલ ‘સપનાનું ઘર’ હવે રહીશો માટે ‘સમસ્યાનું ઘર’ બની ગયું છે. મકાનોમાં પોપડા પડવા લાગ્યા છે. નબળા બાંધકામના કારણે આવાસ યોજના હેઠળની આ સોસાયટીમાં બનેલા મકાનોમાં અવારનવાર પોપડા પડી રહ્યા હોવાથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2013માં ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસ બનાવ્યા હતા. આ યોજના હેઠળ 20 બિલ્ડીંગ બનાવી તેમાં 640 લાભાર્થીઓને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. શરૂઆતથી જ બિલ્ડીંગ ની કામગીરી સામે શંકા થતી હતી. ઈજારદારનો જવાબદારીનો પિરિયડ પૂરો થાય ત્યાં સુધીમાં આવાસ જર્જરિત થઈ ગયા હતા. આ બિલ્ડીંગનો સ્લેબ પડવાના અનેક બનાવ બન્યા બાદ આવાસ રહેવા લાયક નહીં રહેતા ખાલી કરાવાયા હતા.
વડોદરાના જીવણનગરમાં BSUP આવાસમાં લોકો જીવ હાથમાં લઈને જીવી રહ્યા છે. માત્ર 10 વર્ષમાં ફાળવવામાં આવેલા મકાનો જર્જરીત, તિરાડો, પોલના દ્રશ્યો સામે આવ્યા છે.
સુરતના ભેસ્તાનના સરસ્વતી આવાસ કૌભાંડમાં હાથ કાળા કરનારાઓને શોધવા વિશેષ સમિતિએ હજુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યાં શહેરના બીજા વિસ્તાર એટલે કે ઉમરામાં નિર્મળનગર આવાસ પણ 13 વર્ષમાં જ જર્જરિત થઈ ગયા. અઠવા ઝોનના ઉમરાગામ સ્થિત SVNIT કેમ્પસ નજીકમાં પાલિકાની વિશાળ જમીન પર નિર્મળ નગર આવાસનું નિર્માણ કરવા વર્ષ 2005માં ખાતમુહૂર્ત કરાયું હતું. આ નિર્મળ નગર આવાસ માટે કુલ 17 બિલ્ડિંગમાં 204 ફ્લેટના આયોજન સાથે શરૂ કરાયેલું નિર્માણ વર્ષ 2008માં પુર્ણ થયુ હતું. પણ માત્ર 12 વર્ષમાં અહીંના મકાનો ખખડધજ થઇ ગયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓમાં મોટાપાયે ગોલમાલ-ગેરરીતિ, ભ્રષ્ટાચાર, જર્જરીત બાંધકામ, નબળી ગુણવત્તા અને સુવિધાનો અભાવ સહિત માત્ર પાંચ થી દસ વર્ષમાં આફતોનો વરસાદ માટે જવાબદારો સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા કોંગ્રેસ પક્ષની માંગ છે.
————
૧૧-૧૦-૨૦૨૪
·ગુજરાત જાહેર સેવા આયોગની મુખ્ય પરીક્ષાના પરિણામમાં થઈ રહ્યો છે ભારે વિલંબઃ
·ગુજરાતના યુવાનોને સમાન તક આપવામાં આવે તેનો ફાયદો વહીવટીતંત્રને પણ થશે.
ગુજરાત જાહેર સેવા આયોગના અગાઉની જાહેરાતોના બાકી પરિણામો, સમાન ઉમેદવારો મોટા ભાગ જાહેરાતોમાં રીપીટ થવાનીસંભાવના અનિશ્ચિતતા ધ્યાને લઈને ગુજરાતના યુવાનોને ન્યાય આપવાની રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તારીખ 20 થી 25 ઓક્ટોબર દરમિયાન જાહેરાત નંબર ૪૭/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષા નું આયોજન થનાર છે, જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાન લેતા જાહેરાત નંબર ૩૦/૨૦૨૧-૨૨ ના આખરી પરિણામ બાબતે નામદાર હાઇકોર્ટમાં પિટિશન ચાલી રહેલ છે જેનો આખરી ચુકાદો આવેલ નથી તદઉપરાંત ત્યારબાદની વર્ગ૧ અને ૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ હજુ સુધી જાહેર થયેલ નથી આમ જીપીએસસી દ્વારા એક સાથે સમાંતરે ત્રણ વર્ગ-૧ અને વર્ગ-૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા ચાલી રહેલ છે. આમ એક સાથે ચાલી રહેલ ત્રણ સમાંતર પરીક્ષાઓના કારણે જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ માં ઉત્તિર્ણ થયેલા છે તે જ ઉમેદવારો જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ના ઇન્ટરવ્યૂમાં પણ પસંદ થાય તેવી શક્યતા છે. વધુમાં જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ અને જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ના ઉમેદવારો જ જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષામાં તથા આખરી પરીણામમાં રીપીટ થશે. આ જાહેરાતોમાં કોઈ વેઇટિંગ લિસ્ટ અનુસરવામાં આવતું નથી આથી શક્યતા છે કે ત્રણેય જાહેરાતોમાં સમાન વિદ્યાર્થીઓ જ રીપીટ થાય અને અંતે જગ્યાઓ ખાલી રહે તથા નવી તૈયારી કરતા વિદ્યાર્થીઓને તક જ ના મળે.
યુપીએસસી દ્વારા દર વર્ષે એક જ સિવિલ સર્વિસ એક્ઝામ લેવામાં આવે છે તથા એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ અન્ય સિવિલ સર્વિસ એક્ઝામ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે.
જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ ની જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 780 દિવસો તથા જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૨૨૩ ની જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 513 દિવસો થયેલા છે આમ ઘણા લાંબા સમયથી પડતર રહેલ બંને સિવિલ સર્વિસ એક્ઝામ પ્રથમ પૂર્ણ કરવામાં આવે તથા ત્યારબાદ જ જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૨-૨૩ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે તો તમામ ઉમેદવારોને સમાન તક મળે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના પરિણામમાં થઈ રહેલા વિલંબથી આર્થિક અને માનસિક પરેશાનીનો ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યાં છે.
જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ બાબતે નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલ પિટિશનમાં તેના મુખ્ય પરીક્ષાના પેપરો ની ચકાસણી બાબતે ઉમેદવારોને થતો અન્યાય જવાબદાર છે. જીપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષાના પેપરની ચકાસણીમાં પેપરને ડિજીટલી સ્કેન કર્યા બાદ યોગ્ય રીતે રેન્ડમાઇજ કરવામાં આવતા નથી.
ગુજરાત જાહેર સેવા આયોગની અનિશ્ચિતતા, અગાઉની જાહેરાતો ના પડતર પરિણામ, સમાન ઉમેદવારો જ ત્રણેય જાહેરાતોમાં રીપીટ થવાની સંભાવના વગેરે બાબતો ધ્યાને લેતા પ્રથમ અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની મુખ્ય પરીક્ષા નું આયોજન કરવામાં આવે તેવી ઉમેદવારોની રજુઆત અંગે તાત્કાલીક ન્યાયીક પગલા ભરવા કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.
————-
૫-૧૦-૨૦૨૪
·નવરાત્રીના સમયે વડોદરા ભાયલી ખાતે સગીરા પર થયેલ દુષ્કર્મ
·ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ – નિશાંત રાવલ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોમાં 6524 જેટલા રેપ અને 95 જેટલા ગેંગ રેપ નોંધાયા છે, આંકડા પ્રમાણે ગુજરાત માં રોજ 6 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, એ જોતા લાગે છે મહિલા અને દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મમાં ગુજરાત દેશનું એપિસેન્ટર બની રહ્યું છે અને ખાસ કરીને વડોદરા ગુજરાતનું એપિસેન્ટર બની રહ્યું છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવીનો નિવાસ જિલ્લો સુરત અને પ્રભારી જિલ્લો વડોદરામાં દિન પ્રતિદિન મહિલા પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે
ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાના યુવક મિત્ર સાથે ભાયલીના વિસ્તાર ખાતે બેઠેલી એક સગીરા યુવતી પર જે રીતે 2-3 નરાધમો દ્વારા ગેંગ રેપ કરી દુષ્કર્મ આચરવાની ઘટનાએ પણ ખાસ કરીને નવરાત્રીના
પાવન પર્વ પર સામે આવે છે એ જોતા વડોદરામાં મહિલા સુરક્ષા ઉપર ખુબ ગંભીર સવાલ ઉભો થાય છે, આ એક ખુબજ ગંભીર અને દુઃખદ ઘટના છે ખાસ કરીને એવા વિસ્તાર જ્યાં અચૂક પોલીસ પેટ્રોલિંગની આવશ્યકતા હોય છે પરંતુ આ કામગીરીમાં વડોદરા પોલીસ નિષ્ફળ નીવડી રહી છે, એક તરફ રાજ્યના ગૃહ મંત્રી સવારે 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાતો કરે અને બીજી તરફ ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત વાતાવરણમાં રહે ત્યારે માતા પિતા માટે પણ હવે આ ભાયલી વિસ્તારની દુષ્કર્મની ઘટના પછી પોતાની દીકરીઓ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે, હાલમાં જે રીતે દાહોદ ખાતે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી એને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનેલ છે જેમાં RSS સાથે જોડાયેલ આચાર્ય સામેલ હતો, તાજેતરમાં વડોદરા જિલ્લામાં એક મહિલાના ઘરમાં ઘુસી એના પર દુષ્કર્મ આચરનાર ભાજપનો એક કાર્યકર્તા સામેલ હતો જેમાં પીડિતાની 10 કલાક સુધી FIR નોંધવામાં નહોતી આવી, આ તમામ ઘટના હવે રાજ્યની મહિલા સુરક્ષા માટે એક ગંભીર બાબત બની ગઈ છે, કહેવાતા વિશ્વ હિન્દૂ પરિષદ જેવા હિન્દૂ સંગઠનો કેમ ચુપ્પી સાધીને બેઠા છે? વડોદરામાં જે She Teamને આપવામાં આવેલ પોલીસની જીપમાં એક પુરુષ કોન્સ્ટેબલ દારૂ પિતા પકડાયો હતો, આવી ઘટનાઓ પણ રોકવી આવશ્યક છે, આવી ઘટનાઓના લીધે ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ.
ગુજરાત કૉંગેસ તરફથી ગૃહમંત્રી ને આવેદન કરું છું કે ગુજરાતની મહિલા દીકરીઓની સુરક્ષા માટે હજુ વધારે પોલીસ પેટ્રોલિંગના માધ્યમ દ્વારા સુરક્ષા સુનીચ્છિત કરવામાં આવે એવી અપીલ કરું છું અને ભાયલી ખાતે થયેલ ગેંગરેપની ઘટનામાં પોલીસ સખત માં સખત કાર્યવાહી કરે અને ગુનેગારોને શોધી તેઓને ફાસ્ટટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા ફાંસીની સજા સુધી પહોંચાડે.
————-
૪-૧૦-૨૦૨૪
· ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિ. (GNFSU) ના સ્ટેચ્યુટમાં ફેરફાર કરી રાજ્ય સરકારે માનીતા કુલપતિ નિયુક્ત કર્યા..
GNFSU ના અધિનિયમ ૨૦૧૭ ની જોગવાઈ ૨૪(૪),૨૫(૧૧),અને ૪૨(૫) મુજબ આ યુનિ ના નિયમિત કુલપતિની નિમણૂક માટે ના સ્ટેચ્યુટ ઘડાયેલ નથી એ બહાના નીચે સંચાલક મંડળે એક સરક્યુલેશન “એપેન્ડીક્ષ-એ” મુજબ કુલપતિની નિમણુક અંગે અધિનિયમ મુજબ ઘડવામા આવેલ સ્ટેચ્યુટને બહાલી આપી.આમ રાજય સરકારે મન મરજીના નવા ધોરણો નક્કી કર્યા અને લાયકાત ન ધરાવતા અરજદાર માટે કુલપતિની નિમણુક સુરક્ષિત કરી. (સામેલ બન્ને સ્ટેચ્યુટની નકલ)
“GNFSU ના સ્ટેચ્યુટ ઘડાયેલ નથી અને બીજા કોઈપણ સ્ટેચ્યુટ ઘડવામાં આવેલ નથી” એવા કારણ દર્શાવીને સ્ટેચ્યુટમા ફેરફાર કર્યા છે, પરંતુ રાજ્ય સરકાર પોતાની મૂર્ખતા ત્યાં બહાર કાઢે છે કે GNFSU ની સ્થાપના અને કાર્યાન્વિત યુનિ સ્ટેચ્યુટ કે બંધારણ વગર થઈ ગઈ હતી ? અરે ગુજરાતમાં સમાંતર કૃષિ યુનિના કુલપતિની નિમણૂક માટે સ્ટેચ્યુટ હયાત છે જ,તેને શા માટે અવગણ્યા ?
આમ રાજ્ય સરકારે યુનિ ના કુલપતિ માટે લાયકાત ધરાવતા અનેક અરજદારોને અવગણી પોતાની પસંદગીના અરજદારને કુલપતિ તરીકે નિયુક્ત કર્યા, ડો સીકે ટીંબડીયા જ્યારે ઇન્ચાર્જ કુલપતિ હતા ત્યારે પોતાની જગ્યા સુરક્ષિત કરવા ૧૧.૦૫.૨૦૨૩ રોજ રાજ્ય સરકારને કુલપતિની નિમણુકના ધોરણો બદલવાની રજુઆત અને દરખાસ્ત મુકે છે. ( સામેલ છે આ દરખાસ્ત) અને રાજભવન તેને સ્વીકારે છે.
સ્ટેચ્યુટ મા ફેરફાર બાદ લાયકાત ન ધરાવતા ડો સી કે ટીંબડીયા નામના પહોચેલા અરજદાર કુલપતિ બની ગયા. અને સક્ષમ અરજદારો પોતાની લાયકાત ધરાવતા હોવા છતાં આ નિયુક્તિથી વંચિત રહ્યા.
આમ ભાજપા સરકારે રાજ્યને સંદેશો આપ્યો કે સરકારની મેલી મુરાદ તમારી સાથે હોય તો લાયકાત વગર પણ કોઈપણ યુનિના કુલપતિ બની શકે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે કુલપતિ નિમણુક માટે જે સ્ટેચ્યુટમા સુધારા કર્યા છે તે હટાવવામા આવે અને સમાંતર યુનિઓમા કુલપતિની નિમણુકના ધોરણો મુજબ જ કુલપતિની નિમણુકો કરવામા આવે અને લાયકાત ન ધરાવતા ડો સી કે ટીંબડીયાને કુલપતિ પદેથી વહેલી તકે હટાવવામા આવે.
ઉપરોકત તમામ વિગતો અમોએ મિડીયા માધ્યમથી RTI દ્વારા પ્રાપ્ત જે જાહેર જનતા સમક્ષ મુકીએ છીએ
મનહર પટેલ
————
૩–૧૦–૨૦૨૪
ગુજરાતના અસંખ્ય લોકોને રોજી આપતો અને પુષ્કળ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો હીરા ઘસવા(ડાયમંડ પોલિશીંગ)નો ઉદ્યોગ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહેલો છે. આ ઉદ્યોગ દ્વારા લાખો લોકોનું ભરણપોષણ થઈ રહેલ છે. ઉદ્યોગમાં ઊભી થયેલી કટોકટીના કારણે ૧૦૦થી વધારે હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરવી પડી છે. આવી અભૂતપૂર્વ કટોકટી ઉદ્યોગમાં પેદા થયેલ હોવા છતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહેજ પણ ચિંતા કારીગરોને કે ઉદ્યોગને બચાવવા કરતી નથી તે દુઃખદ ઘટના છે. ભાજપના ધનસંગ્રહ અને વોટ આપવામાં અગ્રેસર રહેવા છતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકોની ચિંતા ભાજપની સરકારને નથી. હજારો કારીગરોએ કામ ગુમાવ્યું છે અને ભયંકર મંદી ઉભી થયેલી છે જેમાં ખાસ કરીને કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. ફરજિયાત રજાઓ અને પગારમાં ઘટાડા તથા બિનજરૂરી વેકેશનો કારીગરોને આપવામાં આવી રહ્યા છે. આ અભૂતપૂર્વ મંદીના કારણોમાં નજર કરીએ તો મુખ્ય કારણ એ છે કે, જી-૭ના દેશો એટલે કે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને યુનાઈટેડ કિંગડમના દેશોએ એવો નિર્ણય કરેલ છે કે રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમે નહીં ખરીદીએ. હકીકતમાં ભારતમાં સૌથી વધારે રશિયન રફ લાવીને એના હીરા ઘસીને દુનિયામાં પુરા પડાતા આવ્યા છે. આમ, નુકસાન રશિયા કરતા ભારત દેશને વધારે થાય છે તેમ છતાં જી-૭ના દેશોના અવિચારી નિર્ણય સામે ભારતના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ચૂપ છે. અમેરિકામાં તાજેતરમાં જ વડાપ્રધાન ગયા ત્યારે તેમણે ૫૬ની છાતી બતાવીને તથા લાલ આંખ કરીને કહેવું જોઈતું હતું કે જી-૭ના દેશો ભારતના હીરા કઈ રફમાંથી બન્યા છે તેને જોયા વગર ખરીદે તો જ ભારતનું હિત સચવાય અને ભારતના હિતને નુકસાન કરતો નિર્ણય જી-૭ કરે તે વ્યાજબી નથી, પરંતુ આવી કોઈ જ હિલચાલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી નથી. મંદીનું બીજું કારણ એ છે કે, ચાઈનાએ ભારતના ઓરીજનલ હીરાના પ્રતિષ્ઠાભર્યા વેપારને નુકસાન થાય તે રીતે લેબ ગ્રોન એટલે કે સિન્થેટિક હીરા કે જે લેબોરેટરીમાં બને છે તેનું ઉત્પાદન કર્યું અને કેટલાક લાલચુ વેપારીઓ મારફત ભારતમાંથી ડુપ્લીકેટ હીરાનું વેચાણ શરૂ થયું, જેના કારણે ભારતની સાચા હીરા પૂરા પાડવાની પ્રતિષ્ઠાને નુકસાન થયું તેમ જ સર્ટિફિકેટ જેવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો અને ભારતના હીરા ઉદ્યોગને નુકસાન થયું. ત્રીજું આ મંદીનું એક કારણ એ પણ છે કે, આપણા દેશના સાચા હીરાની પ્રતિષ્ઠા એ વિશ્વમાં પંકાયેલી હતી તેવા સમયે આપણા દેશના પ્રધાનમંત્રીએ અમેરિકામાં જઈને અમેરિકાના પ્રેસિડેન્ટના પત્ની લેડી જીલ બાઈડનને લેબ ગ્રોન (સિન્થેટિક) હીરો ૭.૫ કેરેટનો ભેટ આપ્યો. હકીકતમાં ભારતની પ્રતિષ્ઠા સાચા હીરા માટેની છે ત્યારે આવો લેબ ગ્રોન એટલે (સિન્થેટિક હીરો) ભારતના પ્રધાનમંત્રીએ જ અમેરિકાના પ્રેસિડેન્ટના પત્નીને આપ્યો તેથી આપણી સાચા હીરાની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે. હવે સરકારની એ જવાબદારી છે કે મંદીમાં ફસાયેલા ઉદ્યોગને મદદરૂપ બનવું જોઈએ.
કોંગ્રેસની સરકારમાં ૧૯૯૨માં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવેલું હતું. ત્યારબાદ ભાજપની સરકારે આ બોર્ડ બંધ કરી દીધેલું છે. જ્યારે ૨૦૦૮માં ભાજપની સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી હતી અને મંદીમાં ૧૨૦૦ કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ હકીકતમાં માત્ર છ જ વ્યક્તિઓને લાભ આપીને ૨૦૧૨માં આ રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના સંપૂર્ણ બંધ કરી દીધી હતી. આમ હીરા ઉદ્યોગ માટે સંપૂર્ણ અનદેખી કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો એ શ્રમિકો છે અને શ્રમિકો પાસેથી ક્યારેય વ્યવસાય વેરો લઈ શકાય નહીં, આમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો લઈ રહી છે.
કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, (૧) જી-૭ના દેશોને સ્પષ્ટ રીતે પોતાનો એ નિર્ણય પરત ખેંચવા ભારત સરકાર મજબૂર બનાવે કે ભારતમાં બનેલો હીરો રશિયાની રફનો છે કે કઈ રફનો છે તે જોયા વગર તેમના દેશોમાં ખરીદી થઈ શકે. (૨) જે રત્નકલાકાર કારીગરોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય તરત જ આપવામાં આવે. (૩) વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો પાસેથી લેવામાં આવે છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. (૪) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને જેમાં કામદારના પ્રતિનિધિઓ, કારખાનેદારના પ્રતિનિધિઓ તથા જન પ્રતિનિધિઓનો સમાવેશ કરી માતબર રકમ રત્નકલાકાર કલ્યાણ બોર્ડને ફાળવવામાં આવે. (૫) રત્નકલાકાર કારીગરોની નોંધણી કરવામાં આવે અને એમને મળવાપાત્ર ગ્રેજ્યુઈટી તથા અન્ય સુવિધાઓ અંગેની સરકાર દ્વારા ચિંતા કરવામાં આવે.
આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી અભૂતપૂર્વ કટોકટી અને તે અંગેની વિસ્તૃત માહિતી પ્રેસ અને મીડિયાને આપી તથા હીરા ઉદ્યોગને માટેની કલ્યાણકારી માંગણીઓ રજૂ કરી હતી.
———–
૨-૧૦-૨૦૨૪
મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને “જયજવાન જયકિશાન” ના બુલંદ નારો આપનાર સાહસીના પ્રતિક લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે યોજાયેલ વાર્તાલાપમાં મુંબઈ યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ ડૉ. રાજન વેલનુકર અને અમરાવતી યુનિવર્સિટીના ડૉ. અંબાદાસ મોહિતે સુંદર અને સરળ રીતે ગાંધી વિચાર આજની પરિસ્થિતિને અનુલક્ષીને રજુ કરી હતી.
આજ રોજ ગાંધી જયંતિ અને લાલ બહાદુર જયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માં ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ના રિજીયનલ ચેપટર દ્વારા ગાંધી@150 પ્રોગ્રામનું આયોજન કરેલું. તેમાં નામાંકિત આમંતત્રીતો એ તેમના ગાંધી વિચાર ધારા અને લાલ બહાદુર શાસ્ત્રીના વિચારો, કાર્યો, દેશ માટેનું તેમનું બલિદાન, દેશ ના વિકાસ માં તેમનું યોગદાન ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગાંધી વિચારજ બધી સમસ્યાનો ઉકેલ છે. સમગ્ર વિશ્વ જ્યારે વિવિધ હિંસામાં ધકેલાઈ રહ્યું હોય ત્યારે ગાંધી વિચાર દ્વારા જ શાંતિ સદ્ભાવ સ્થાપીને યુધ્ધને અટકાવી શકાશે.
ડૉ. રાજન વેલનુકર મુંબઇ યુનિવર્સિટી થી આવેલા. તેઓ એ ગાંધી @150 નામની બુક લખી છે. તેમને ગાંધી ના વિચારો ની ખુબજ સુંદર છણાવટ કરી. MLM કોન્સેપટ રજુ કર્યો.
M = MORE
L = FROM LESS SOURCRS
M = FOR MORE PEOPLE
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના માનનીય અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગાંધી નો એક વિચાર કે સમય આવે બોલવું અને જ્યારે સમય ના હોય ત્યારે મૌન રહેવાનો અભિગમ સૌએ અપનાવવો જોઈએ. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ના આ કાર્યક્રમમાં ભાર મૂકીને કહ્યું કે ગાંધી પોતે એક પ્રોફેશનલ વકીલ હતા અને પ્રોફેશનલ જ દેશ ને એક દિશા દેખાડી શકે છે.
અમરાવતી યુનિવર્સિટી થી આવેલા ડૉ.અંબાદાસ મોહિતે ગાંધી જયંતિ નિમેતે સૌની જોડે એક શપથ લેવડાવી કે જેમાં સમાજ માં બહેનો માટે ઉચ્ચારતા બીભત્સ શબ્દો નહીં બોલવાના. એક ઉત્તમ વિચાર કે જે ગાંધી ના વિચારો ને જીવંત રાખે છે તે તેમને રજૂ કર્યો.
ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ના રિસર્ચ હેડ ના ચેરમેન નાવિકા હર્ષે દ્વારા ઓલ ઇન્ડિયા પ્રોફેશનલનું શુ કાર્ય છે અને ગાંધી કે જેઓ એક પ્રોફેશનલ વકીલ હતા અને એક પ્રોફેશનલ શુ કરી શકે છે તે રજુઆત કરી અને લોકોને પ્રોફેશનલ કોંગ્રેસમાં જોડાવા વિનંતી કરી હતી.
જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર મેહુલ દેવકલા એ ગાંધી ની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ “કોનસે બાપુ” કે જેને કલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં બેસ્ટ ડોકુંયુમેન્ટરી ફિલ્મ નો એવોર્ડ મળેલો
આશિષ અગ્રવાલ અને શેફાલી પંડ્યા કે જેઓ ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ ના ગુજરાત ચેપટર ના હેડ છે તેમની રૂપરેખા માં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
————-
૨–૧૦–૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા એ જણાવ્યું હતું કે, કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો અને દાદા ના રાજ માં દાદાગીરી નહિ ચાલે ની શેખી મારનાર ગૃહ મંત્રી જણાવે કે બળાત્કાર અને હત્યા જેવા ગંભિર ગન્હાઓમાં સંકળાયેલા ભાજપ ના નેતાઓ ના સરકારી વરઘોડા ક્યારે કાઢવાના છો? વડોદરા શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ જેહમત બાદ પોલીસ દ્વારા જે દુષ્કર્મની એફ.આઈ.આર. નોંધવામાં આવી તેના આરોપી આકાશ ગોહિલ ભાજપ જોડે સંકળાયેલ હતો, આરોપીની ધરપકડ ફરિયાદના એક સપ્તાહ બાદ પકડાય અને તે એક સપ્તાહ ક્યા હતો ? તેની પુછપરછ થવી જોઈતી હતી. આકાશ ગોહિલ એજ આરોપી છે જે તેના ઓડીઓમાં કહેતો હતો કે મારી પાસે પાંચ-પાંચ ધારાસભ્ય છે. વડોદરાની પોલીસ એ એવુ તો શું કર્યું કે આ બળાત્કારના આરોપીના રીમાન્ડ ના મેળવી શકી? બળાત્કાર નું આરોપી આકાશ ગોહિલ વગર રિમાન્ડ એ જેલ ભેગો થયો, દસ દિવસ પહેલા એફ.આઈ.આર. થઈ હતી, આરોપી ક્યાં હતો તે શું પોલીસ એ તપાસ ના કરવી જોઈએ, જે આરોપી એમ કહેતો હોય કે 5 ધારાસભ્યો મારી પાસે છે ની શેખી મારતો તે ચમરબંધીને કાયદા નું ભાન કરાવવા માં કેમ ગૃહ મંત્રી પાછા પડ્યા? વડોદરા ના કિસ્સા માં એવું જાણવા મળ્યું છે કે ધારાસભ્ય વિદેશ ગયા હોવા થી રાહ જોવાતી હતી કે કેમ ? તેવો સવાલ થાય છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક ઘટનાઓમાં ગુજરાતની પોલીસ ગુન્હેગારોને કાયદાનું ભાન કરાવતા જોવા મળતા વીડીયો સામે આવ્યાં ત્યારે જે લોકો ભાજપ કે સંઘ જોડે જોડાયેલા હોય તેવા ગુન્હેગારોના મુદ્દે પોલીસ અને ગૃહમંત્રી ચુપકેમ? દાહોદમાં છ વર્ષની દિકરીની હત્યા કરી દેવામાં આવે, આવા ગંભીર ગુન્હામાં પોલીસ કાયદાનું ભાન કરાવે તેવા વીડીઓ મીડીયામાં કેમ નથી દેખાતા ? શું એ નરાધમ ગોવિંદ નટનો સરકારી વરઘોડો કાઢવામાં આવ્યો હતો ? કલકત્તાની ચિંતા કરનાર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દાહોદની ઘટના ઉપર ચુપ કેમ ? વડોદરાના દુષ્કર્મની ઘટના ઉપર ચુપ કેમ ? મહેસાણાની દુષ્કર્મની ઘટના ઉપર ચુપ કેમ ? માત્ર વાહવાહી લુટવા નિવેદન બાજી કરી અને જ્યાં ગુન્હેગારો તેમની પાર્ટી જોડે સંકળાયેલા નિકળે છે તે બાબત ઉપરની ચુપ્પી સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપની કથની અને કરનીમાં ફેર છે.
શું દાહોદ માં સંઘી ગોવિંદ નટ ને કાયદા નું ભાન કરાવ્યું ? શું ભાજપ યુવા મોરચા ના ગૌરવ ચૌધરી નું સરઘસ કાઢ્યું, શું આટકોટ ના બળાત્કારી ભાજપ નેતા મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા ને કાયદા નું ભાન કરાવ્યું હતું? મીણબત્તી લઈ ને નીકળનાર ટ્વીટ વાળા નેતાઓ ને દાહોદ, વડોદરા, મેહસાણા, આટકોટ (રાજકોટ) દુષ્કર્મ કેસ માં કેમ સાપ સૂંઘી ગયો છે? શું આ આરોપીઓ ને જેલ માં વિશેષ સેવા નો લાભ તો નથી અપાતો ને ? તેની પણ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય તેવી માંગ છે.
————–
૨-૧૦-૨૦૨૪
· આર.બી.આઈ.ના પગલાથી ભાજપના સહકારી ધુરંધરો પર લટકતી તલવારઃ સંદીપ માંગરોળા
· નિયમોના પાલનમાં આર.બી.આઈ. પોતાની સ્વતંત્ર ભૂમિકા ભજવેઃ કોંગ્રેસ
રિઝર્વ ્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસમાં ્કિંગ રેગ્યુલેશન એક્ટના અમલ અંગે કડક પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. આ પગલાંના કારણે અજયભાઈ એચ. પટેલ, શંકરભાઈ એલ. ચૌધરી, દિલીપભાઈ એન. સંઘાણી, જેઠાભાઈ જી. આહીર, જયેશ વી. રાડાદીયા, અરુણસિંહ એ. રાણા, બિપિનભાઈ એન. પટેલ, અને ડોલરભાઈ વી. કોટેચા જેવા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને તેમની જીલ્લા સહકારી બેંકોના પદેથી દૂર થવું પડી શકે છે.
આ નોટિસ સંદીપ માંગરોળા દ્વારા 06.09.2024ના રોજ કરાયેલી આર.બી.આઈ. ને કરેલ રજૂઆતના અનુસંધાનમાં છે, જેમાં સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અને પારદર્શકતા સંબંધિત મુદ્દાઓને ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ્કીંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનો ભંગ કરી નિયામક મંડળમાં આઠ વર્ષથી વધુ સમય માટે પોતાના હોદ્દા ઉપર રહી શકે નહીં તેમ છતાં સરકારના આશિર્વાદથી અને રિઝર્વ બેંકે પહેરેલા કાળા ચશ્માના કારણે ૨૫ વર્ષ કરતા વધુ સમયથી હોદ્દા ઉપર બિરાજમાન ભાજપના મહારથીઓને ઘેરભેગા થવાનું નોબત ઉભી થઈ છે. રિઝર્વ ્કે જણાવ્યું છે કે આ બાબતે યોગ્ય સમયે વધુ પગલાં લેવામાં આવશે.
આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદિપ માંગરોલા દ્વારા તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આર.બી.આઈ. મુંબઈના હેર્ડક્વાટર ખાતે ધરણાની ચિમકી ઉચ્ચારતા આર.બી.આઈ. હરકતમાં આવી હતી.
આ કડક અમલને કારણે આ દિગ્ગજોની રાજકીય અને બેંકિંગ કારકિર્દી પર મોટો અસર પડવાની શક્યતા છે. આવનારા મહિનાઓમાં આ કારકિર્દીઓને હલચલ કરવા માટે આ અમલના રાજકીય પ્રભાવ પણ મહત્ત્વના બની શકે છે.
————–
૧-૧૦-૨૦૨૪
· સાચી સમાનતા અને ન્યાય માટે રાજકારણમાં વધુ મહિલાઓની જરૂર છે.
· એક વર્ષ પહેલાં, કોંગ્રેસ પક્ષે રાજકારણમાં મહિલાઓના અવાજને વધારવાના મિશન સાથે ‘ઇન્દિરા ફેલોશિપ’ શરૂ કરી હતી. આજે, આ પહેલ મહિલા નેતૃત્વ માટે એક શક્તિશાળી ચળવળરૂપે વિકસી છે.
ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની પહેલ, ‘શક્તિ અભિયાન’, શાસનના તમામ સ્તરે ‘મહિલાઓના પ્રતિનિધિત્વ’ દ્વારા, રાજકારણ અને નિર્ણયો લેવાની સત્તામાં ‘મહિલાઓના હિતો’ માટે સમાન જગ્યા બનાવવાનાં હેતુ સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનલ પટેલ, પૂર્વ સાંસદ અને સી.ઈ.સી.ના સભ્ય ડૉ. અમી યાજ્ઞિક અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની પહેલ, ‘શક્તિ અભિયાન’, મહિલાઓ માટે શાસનના તમામ સ્તરો જેવા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભાઓ અને સંસદમાં સમાન જગ્યા બનાવવાનો હેતુ ધરાવે છે. ઈન્દિરા ફેલોશિપ શક્તિ અભિયાનનું એક અભિન્ન અંગ છે જે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સન્માનમાં રાજકીય ક્ષેત્રે મહિલાઓના અવાજને વધુ મજબુત કરવા અને આપણા સમાજમાં ખૂબ જ જરૂરી પરિવર્તન લાવવાની પહેલ છે.
“એક વર્ષ પહેલાં, કોંગ્રેસ પક્ષે રાજકારણમાં મહિલાઓના અવાજને વધારવાના મિશન સાથે ‘ઇન્દિરા ફેલોશિપ’ શરૂ કરી હતી. આજે, આ પહેલ મહિલા નેતૃત્વ માટે એક શક્તિશાળી ચળવળરૂપે વિકસી છે.”
એક વર્ષના ટૂંકા ગાળામાં, 350 થી વધુ ફેલોએ 28 રાજ્યો અને 300 તાલુકાઓમાં આશ્ચર્યજનક 31,000 સભ્યો સાથે 4,300 શક્તિ કલબની સ્થાપના કરી છે; જે શક્તિ અભિયાનની સ્થાપના અને સંચાલન માટે નોડલ બિંદુ તરીકે સેવા આપી રહી છે. ‘આધી આબાદી, પૂરા હક’ આ હેતુમાં અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે. ઈન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ ‘હિંસા અને નફરતની’ રાજનીતીને નકારી મહીલાઓના સાથ દ્વારા પ્રેમ અને ભાઈચારાની રાજનીતી લાવશે.
દેશમાં પંચાયતી રાજ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા ભાગીદારી માટે અમુલ પરિવર્તન કરીને 33 ટકા મહિલાઓને અનામત આપીને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી. દેશમાં ઐતિહાસીક નિર્ણય લઈને લોકતંત્રને મજબુતી આપનાર તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી સ્પષ્ટરૂપે માનતા હતા કે મહિલાઓ રાજનીતિમાં નૈતિકતાની તાકાત લઈને આવશે. જે આજે સરપંચ થી સંસદ સુધી મહિલા જન પ્રતિનિધિઓ જુદા જુદા તબક્કે યોગદાન આપી રહ્યાં છે તેવું એ.આઈ.સી.સી. ઈન્દિરા ફેલોશિપ કાર્યક્રમના રાષ્ટ્રિય સંયોજક રજનીકાંત કડે જણાવ્યું હતું.
કોંગ્રેસ પક્ષ એવી તમામ મહિલાઓને વિનંતી કરે છે કે જેઓ સમાજ અને રાજનીતિમાં વાસ્તવિક પરિવર્તન લાવવા માંગે છે તેઓ શક્તિ અભિયાનમાં જોડાય અને મહિલા-કેન્દ્રિત રાજકારણમાં સક્રિય રૂપે સહભાગી બને. શક્તિ અભિયાનમાં સામેલ થવાથી, તમે મજબૂત પાયાના સંગઠનો બનાવવા અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવામાં યોગદાન આપશો.
શક્તિ અભિયાન સાથે જોડાવા માટે https://www.shaktiabhiyan.in પર નોંધણી કરો અને 8860712345 પર મીસ્ડ કોલ કરો.
————–
૦૧-૧૦-૨૦૨૪
· પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ગુજરાતના અંદાજે ૧૨ લાખ ખેડુતોના પ્રીમીયમ પેટે ઉઘરાવેલા ૪૫૦ કરોડ રૂપિયા ખેડૂતોને પરત કરો. : અમીત ચાવડા
· ૧૪૦% થી વધારે વરસાદવાળા ૧૫ જીલ્લા અને ૧૦૬ તાલુકામાં લીલો દુકાળ જાહેર કરો અને ખેડૂતોને સહાય આપો. : અમીત ચાવડા
· ઉદ્યોગપતિઓના ૧૪.૫૬ લાખ કરોડના દેવા માફ કર્યા, ૨૪ લાખ ૯૫ હજાર કરોડ રાઈટ ઓફ કર્યા, આપત્તિના સમયે ગુજરાતના ખેડૂતોનું એક વર્ષનું ધિરાણ માફ કરો. : અમીત ચાવડા
· અતિવૃષ્ટિ – પુરને કારણે ખેતી અને જમીન ધોવાણનું નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવો. : અમીત ચાવડા
· અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય માટે ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરો. : અમિત ચાવડા
· અતિવૃષ્ટિ અને કુદરતી આફતો સામે ખેડૂતોને કાયમી રક્ષણ માટે ગુજરાત સરકાર પાક વીમા યોજના શરૂ કરે. : અમિત ચાવડા
ગુજરાતમાં અતિવૃષ્ટિ- લીલા દુકાળની ઉભી થયેલી પરિસ્થિતિની વચ્ચે દયનીય હાલતમાં રહેલા ખેડૂતોને સહાય સહિતના મુદ્દે સરકાર સમક્ષ વિવિધ રજૂઆતો અને માંગણીઓ સાથે અમીત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરતા જણાવ્યું હતું કે, “ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લઇ રહ્યું છે. પણ આજે આખા ગુજરાતના ખડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. એક તરફ કુદરતી આફતો, અતિ ભારે વરસાદ, અતિવૃષ્ટિ, સરકાર સર્જિત પુર અને ચારે તરફ મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે, જમીનો ધોવાઇ ગઈ છે, અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કમનસીબે ગુજરાતમાં કુદરતી આફતો આવે ત્યારે ખેડૂતોને કુદરતી આફતો સામે રક્ષણ માટેની એકપણ કાયમી યોજના નથી. દર વર્ષે આવી કુદરતી આફતો આવે છે.
ત્યારે ૨૦૧૬ના કેન્દ્ર સરકારના ડીઝાસ્ટરના જે મેન્થોલ છે એને આગળ ધરીને સરકાર કાયમ માટે સરકાર ખેડૂતોના હામી થવાનો પ્રયત્ન કરે છે. પણ જે રીતે સરકાર એસ.ડી.આર.એફ.ના નોર્મ્સ મુજબ સહાય આપવાની વાત કરે અને ઉપરથી સરકાર જયારે મોટું પેકેજ આપતી હોય એ રીતે એસ.ડી.આર.એફ.ના નોર્મ્સની ઉપર બે ચાર હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરે છે. એટલે દર વખતે ખેડૂતોને નુકસાની થાય તો સરકારની રહેમ પર આધાર રાખવો પડે છે, કે સરકાર કોઈ પેકેજ જાહેર કરે અને અમને રાહત મળે. પણ કાયમી પાક વીમા માટેની યોજના નહિ હોવાને કારણે ખેડૂતોને દર વખતે આવી આફતોના સમયમાં ખુબ મોટું નુકસાન થાય છે.
અમે સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ, અગાઉ વારંવાર માંગણીઓ કરી છે કે, ગુજરાતમાં પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જયારે બંધ કરવામાં આવી એ વખતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી. અનેક પરિપત્રો થયા, અનેક રજુઆતો થઇ પણ આ યોજના ફક્ત કાગળ ઉપર જ રહી, આજદિન સુધી આ યોજનામાં કોઈ નક્કર મદદ કોઈપણ ખેડૂતને મળી હોય એનો એકપણ દાખલો જોવા મળ્યો નથી.”
અમીત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, “આજે આખા ગુજરાતમાં પરિસ્થિતિ એવી થઇ છે કે, ગુજરાતમાં લગભગ સાર્વત્રિક ૧૩૭% જેટલો વરસાદ થયો છે. ૧૫ જીલ્લામાં અને ૧૦૬ તાલુકામાં ૧૪૦% કરતા પણ વધારે વરસાદ થયો. આમ ૧૪૦% કરતા વધારે વરસાદ થયો હોય એવા તમામ ૧૦૬ તાલુકાઓમાં અને ૧૫ જીલ્લામાં લીલો દુકાળ જાહેર કરવા માટેના નોર્મ્સ મુજબ સરકારે તાત્કાલિક લીલો દુકાળ જાહેર કરવો જોઈએ અને એની જોગવાઈઓ મુજબની તમામ મદદો ખેડૂતોને આપવી જોઈએ.
૧૦ ઓગસ્ટ ૨૦૨૦ માં જયારે પાક વીમા યોજના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી એ વખતે જ અંદાજ નીકળ્યો કે જુલાઈ ૨૦૨૦ સુધીમાં ગુજરાતમાં લગભગ ૧૨ લાખ જેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમીયમ જમા કરાઈ ચુક્યા હતા. એ રકમ અંદાજે ૪૫૦ કરોડ કરતા પણ વધારે રકમ ગુજરાતના ખેડૂતો પ્રીમીયમ પેટે જમા કરાવી ચુક્યા હતા. એ યોજના તો બંધ થઇ ગઈ, પણ આજદિન સુધી ખેડૂતોને પ્રીમીયમ પાછું આપવા માટેની જે માંગણી છે એના પર ડબલ એન્જીન સરકાર એકપણ વખત નિર્ણય લેતી નથી અને ખેડૂતોને આજે પણ પૈસા પાછા મળતા નથી. જયારે આજે જયારે તકલીફનો સમય છે એટલે ૧૨ લાખ ખેડૂતો વતી માંગણી કરીએ છીએ કે, ૪૫૦ કરોડ કરતા વધારે રકમ ગુજરાતના ખેડૂતોએ વીમા યોજનામાં પ્રીમીયમ તરીકે જમા કરાવી હતી એ રકમ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પાછી જમા કરાવવી જોઈએ. આમ કહેવાય ડબલ એન્જીન સરકાર, એમ પણ કહેવાય મોસાળમાં જમણ અને માં પીરસનાર તો આપણને ચિંતા જ નહિ, પણ પરિસ્થિતિ એવી થાય છે કે કેન્દ્રમાં પણ આપણી સરકાર છે, ગુજરાતના પ્રધાનમંત્રી છે એવી વાતો કરે છે પણ જયારે જયારે કોઈ કુદરતી આફત આવે અને ગુજરાતના ખેડૂતો, ગુજરાતના લોકો કેન્દ્ર સરકાર પાસે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે બધી જ વખતે નિરાશા સાંપડી છે.
એના દાખલા સ્વરૂપે તોક્તે વાવાઝોડું આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષે બધી જ જગ્યાએ સ્થળ તપાસ કરી, રૂબરૂ મુલાકાતો કરીને સરકાર પાસે ૧૫ હજાર કરોડની માંગણી કરી હતી. સરકારે પણ કેન્દ્ર સરકાર પાસે ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં પત્ર લખીને ૧૧ હજાર ૫૦૦ કરોડ રૂપિયાની મદદ માંગી હતી પણ આજદિન સુધી કોઈ મદદ કેન્દ્ર સરકાર તરફથી મળી નથી. સુરેન્દ્રનગર કે બનાસકાંઠા હોય અનેક વખત પુર આવ્યા, અતિવૃષ્ટિ થઇ એ વખતે પણ કેન્દ્ર સરકાર પાસે ૨૯૦૦ કરોડ રૂપિયા ગુજરાત સરકારે માંગ્યા હતા એમાં પણ કોઈ જાતની મદદ મળી નથી.”
વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર એસ.ડી.આર.એફ.માં એનો હિસ્સો આપવાનો હોય તે હિસ્સો પણ સમયસર નહિ આપતી હોવાને કારણે કાયમ ગુજરાતના ખેડૂતોને મોટી તકલીફ પડે છે. એનું બીજું ઉદાહરણ એસ.ડી.આર.એફ.માં તોક્તે વાવાઝોડા વખતે પણ જે નુકસાનીનો અંદાજ માંગ્યો અને એમાં કેન્દ્ર સરકારનો હિસ્સો આપવાનો થતો હતો એનો પણ આજદિન સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નથી. આજે ગુજરાતના ખેડૂતો વતી અમે માંગણી કરીએ છીએ કે, એક તરફ ચોમાસું પૂરું થવામાં છે, ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ૧૪૦% કરતા પણ વધારે વરસાદ થયો છે એવા ૧૫ જીલ્લામાં અને ૧૦૬ તાલુકામાં લીલો દુકાળ જાહેર કરવામાં આવે. આ તમામ જીલ્લાઓ અને વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે નાશ થયો છે.
જુલાઈમાં જે વરસાદ થયો એમાં થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવ્યો, સરકારે વિધાનસભાના સત્રમાં ૩૫૦ કરોડના પેકેજની જાહેરાત કરી, પણ આજદિન સુધી એક રૂપિયો પણ કોઈને ચૂકવાયો નથી. ૩૦/૦૯ એની છેલ્લી તારીખ હતી. અરજી કરવા માટે ખેડૂતો જાય તો ઓનલાઈન અરજીના નામે ખેડૂતો પાસે જાતજાતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે, હેરાન પરેશાન થઇ રહ્યા છે, કેટલી જગ્યા એ અરજીઓ સ્વીકારવાની ના પડે છે. પોરબંદરનો દાખલો લઈએ તો પિયત વિસ્તારના ખેડૂતોને પણ બિનપિયત ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. જેથી કરીને ખેડૂતોને ૨૨ હજાર રૂપિયાનું નુકસાન થાય છે. “
વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “દ્વારકામાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું કે તમારે અરજી નહિ કરી શકાય, ઉપરથી જે લીસ્ટ આવ્યું છે એટલા લોકો જ અરજી કરી શકશે. એટલે સ્પષ્ટ છે કે સરકાર ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ રીતે ખેડૂતોને મદદ, સહાયથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે છે. જયારે ચારે તરફ ખુબ મોટું નુકસાન થયું છે, ખેડૂતોએ ્કોમાંથી જે ધીરાણ લીધુ છે પાછું ભરી શકે એવી પરિસ્થિતિ નથી રહી તો ચાલુ વર્ષનું ખેડૂતોનું ્કોનું તમામ ધિરાણ માફ કરવામાં આવે એવી પણ માંગણી કરીએ છીએ. સરકાર એક બાજુ એમ કહે છે કે અમે પૈસા ક્યાંથી લાવીએ તો આર.ટી.આઈ.માંથી જે આંકડા મળ્યા છે કેન્દ્ર સરકાર તરફથી એ ૧૦ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ઉદ્યોગ ગૃહોના ૧૪ લાખ ૫૬ હજાર કરોડ રૂપિયા માફ કર્યા છે. સાથેસાથે ૨૪ લાખ ૯૫ હજાર કરોડ રાઈટ ઓફ કર્યા છે.
જો ઉદ્યોગપતિઓ માટે તિજોરી ખુલ્લી મુકવામાં આવતી હોય તો જગતનો તાત ખેડૂત જયારે તકલીફમાં હોય ત્યારે એને મદદ કરવા સરકાર કેમ આગળ નથી આવતી? આમ ખેડૂતોના આ વખતના તમામ જે ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. આજે જે આખું જે નુકસાન થયું છે એમાં પાક વીમા જેવી કોઈ કાયમી યોજના નથી, હજુ સુધી સરકારે ફક્ત ૩૫૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે એના બદલે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ સરકાર ખેડૂતોના નુકસાનના વળતર માટે જાહેર કરે એવી માંગણી કરીએ છીએ.
અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ” સૌરાષ્ટ્રમાં ઘેડ વિસ્તાર એવો છે, જેની રકાબી જેવી ભૌગોલિક પરિસ્થતિ છે, દર વર્ષે થોડો પણ વરસાદ થાય તો પણ વિસ્તારમાં પાણી ભરાઈ જાય, ખેતી નાશ પામે છે, જમીનોને નુકસાન થાય છે અને લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે એટલે બીજી સીઝન પણ લઇ ના શકાય એવું છે. એટલે દર વર્ષે ખેડૂતો રજુઆતો કરે છે, આંદોલનો કરે છે. કોંગ્રેસ પક્ષ રજૂઆત કરે છે પણ આ ઘેડ વિસ્તારમાં જે આ કાયમ માટેનો પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટે સરકાર સ્પેશિયલ પ્રોજેક્ટ બનાવે એવી માંગણી કરી છીએ.”
ગુજરાતમાં સર્વેના નામે ડીંડક ચાલે છે. જુલાઈ મહિનામાં વારસદ થયો એનો સર્વે કર્યો એ પણ અધુરો છે, ત્યાર પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થયો જમીનોના ધોવાણ થયા એનું આજદિન સુધી કોઈપણ જાતનો પુરતો સર્વે કરવામાં નથી આવ્યો, અધુરો સર્વે કરીને આંકડા મુક્યા છે. જીલ્લાના ખેતીવાડી અધિકારીને પૂછવામાં આવે કે ક્યારે સહાય મળશે? તો એકપણ જીલ્લાના ખેતીવાડી અધિકારી સ્પષ્ટ કહી શકતા નથી કે, ક્યારે મળશે? કેટલી મળશે? કેવી રીતે મળશે? તો સરકારે તાત્કાલિક આ પ્રક્રિયા પૂરી કરવી જોઈએ.”
અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ” હવે શિયાળુ એટલે કે રવી સિઝનની શરૂઆત થશે એ પહેલા જે પણ નુકસાની છે એનું વળતર તાત્કાલિક ખેડૂતોને ચૂકવાય અને એમાં પણ ખાસ કરીને જે જમીન ધોવાણનો સર્વે નથી કરવામાં આવ્યો, એ જમીન ધોવાણના વળતર માટેની કોઈ નીતિ બનાવામાં નથી આવી તો જમીન ધોવાણનો સર્વે કરવામાં આવે અને એના પૈસા તાત્કાલિક ચુકવવામાં આવે એવી પણ માંગણી કરી છીએ.
દ્વારકા જીલ્લામાંથી મોટી ફરિયાદો મળી છે કે ત્યાં અરજીઓ સ્વીકારવામાં નથી આવતી, એક ચોક્કસ લીસ્ટમાં નામ હોય એ જ ખેડૂત અરજી કરી શકે છે તો સરકાર આની તપાસ કરે અને તમામ ખેડૂતોને નુકસાન થયું હોય એની અરજી લેવી જ પડે, અને સર્વે કરીને એનું વળતર આપવું જોઈએ. એજ રીતે પોરબંદરમાં પિયત અને બિનપિયત જમીનના અલગ-અલગ રીતે અરજીઓ કરાવવામાં આવે છે એની પણ તપાસ કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી પણ માંગણી કરીએ છીએ.
સાથેસાથે આ વખતે આખા ચોમાસા દરમ્યાન ડેમોમાંથી ઉપરવાસમાંથી જે પાણી આવે એની ક્ષમતાથી વધારે પાણી થાય તો પાણી છોડવાની પ્રક્રિયાનું નિયમન થવું જોઈએ, આયોજન થવું જોઈએ. એની મર્યાદાઓની ગોઠવણ કરવી જોઈએ. એ નહિ થવાને કારણે આજે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારની નદીઓમાં કોઈ ગણતરી કે આયોજન વગર પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદી કાંઠાના રહેણાંકો, ગામોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાના આયોજન અને પેરામીટર્સ છે એની સમીક્ષા કરવામાં આવે અને ભવિષ્યમાં એના કારણે નુકસાન થતું અટકે એ માટે પણ સરકાર આગળ આવે એવી માંગણી કરીએ છીએ.”
અંતમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને હવે નવી સીઝન આવવાની છે ત્યારે સરકાર તાત્કાલિક ગુજરાતમાં જે પણ પુર, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થયું છે એવા તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સંવેદના સાથે યોગ્ય વળતર ચુકવે એવી માંગણી કરીએ છીએ.”
આ પ્રેસ વાર્તામાં અમિત ચાવડા સાથે ધારાસભ્યો કાંતિભાઈ ખરાડી અને અમૃતજી ઠાકોર તથા પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
સૌમિલ રાવલ
————-
૨૭–૯–૨૦૨૪
વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જવાનો સંપુર્ણ રસ્તો ખુલ્લો કરવા અને ગ્રીન ઝોનને પુનઃસ્થાપિત કરવાની માંગણી કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
વડોદરામાં આજે મોડા-મોડા પણ ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું કે શહેરનું પાણી જે વિશ્વામિત્રી નદીમાં જતું હતું તેને રોકતા ગેરકાયદેસર બિલ્ડીંગો બની ગયા છે. મોડા-મોડા જાગ્યા પછી માત્ર સિલેક્ટેડ થોડી જગ્યાઓમાં ડીમોલીશન કરીને સરકાર કે કોર્પોરેશન સંતોષ ન માને. આખો અગોરા મોલ ગેરકાયદેસર છે તેવું વડોદરાના નગરજનો અને નિષ્ણાતો માને છે ત્યારે માત્ર ક્લબ હાઉસને જ તોડીને રાજી થવા જેવું નથી. વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું, તેમાં જે કોઈ બિલ્ડીંગ નડતરરૂપ બન્યા છે તે તમામને તોડી પાડવા જોઈએ. વડોદરા શહેરના પાણીના નિકાલ માટે જે ગ્રીન ઝોન હતો તેને ભ્રષ્ટાચારથી ઝોન ચેન્જ કરીને કોંક્રીટના મોટા બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા છે તે કોઈ સંજોગોમાં વ્યાજબી નથી.
આજે ડીમોલીશન થઈ રહ્યું છે તેનો અર્થ સ્પષ્ટ છે કે તંત્રએ સ્વીકાર્યું છે કે વડોદરા શહેરના પાણીના જવાના રસ્તે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તો પછી આ બાંધકામો અગાઉ શા માટે તોડવામાં ન આવ્યા ? આના માટે જવાબદારો સામે શું પગલા ભરાશે ? જે પદાધિકારીઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચારથી આવા બિલ્ડીંગો ઉભા થવા દીધા અને તેના કારણે વડોદરા શહેરના લોકોને જે હાલાકી ઉભી થઈ તેના માટે જવાબદાર સામે ક્રિમીનલ કેસ કેમ નહીં ? વડોદરાના નગરજનોએ લોકશાહી ઢબે પોતાની તાકાત બતાવી અને ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોનો જબરદસ્ત બહિષ્કાર કર્યો ત્યારે માત્ર નગરજનોના રોષને શાંત કરવા દેખાવ પૂરતા ડીમોલીશનથી કશું જ ન ઉપજે. વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જવાનો સંપુર્ણ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમજ જે ગ્રીન ઝોન હતો તેને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી છે.
————-
૨૬-૦૯-૨૦૨૪
· સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે સઘન પગલા ભરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય પદયાત્રા યોજાઈ.
સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે સઘન પગલા ભરવાની માંગ સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન થી વિવેકાનંદજીની પ્રતિમા સુધીની ન્યાય પદયાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાઈ હતી. ન્યાય પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, કોંગ્રેસ પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને બેટી બચાવો કોનાથી ? ભાજપ થી….ભાજપથી… અને ભાજપ સરકારમાં સતત કથળી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી પર ભારે સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા.
સરકાર બેટી પઢાઓની વાતો કરે છે પણ જે રીતની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાતના વાલીઓ અને જનતાને બેટી બચાવોની ફરજ પડી રહી છે. દાહોદ જિલ્લાના સિંઘવડમાં ૬ વર્ષની દીકરીની જે રીતે કરપીણ હત્યા થઈ છે તે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેમ છે. દીકરીને હત્યા કરનાર તેની શાળાના આચાર્ય હતા. કેટલાક ફોટો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગોવિંદ નટ્ટના સંઘના ગણવેશમાં શિબિરમાં ભાગ લેતા ફોટો જોવા મળ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં ભાગ લેતા જોવા મળે છે નરાધમ. શું સંઘ અને વીએચપી આ પ્રકારના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? શું ભાજપના બનાવટી લોકો, દાહોદની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢસે ખરા? પાટણના બળાત્કારની ઘટનામાં ભાજપ યુવા મોરચાનો પદાધિકારી પકડાય, રાજકોટના આટકોટમાં વિદ્યાર્થિની જોડે બનેલ દુષ્કર્મમાં ભાજપના પદાધિકારીનું નામ આવે. આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપનો ખેસ પેહરો એટલે ગુનો કરવાનો પરવાનો મળે તેવું લાગે છે. ગુજરાત રાજ્યમાં દીકરીઓ ભાજપના કુશાશનમાં સુરક્ષિત નથી આ કિસ્સાઓ થી વધુ એકવાર સ્પષ્ટ થાય છે. રાજ્યમાં બનેલ ઘટનાઓએ શિક્ષણજગતને શરમસાર કરી છે અને વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે કે ભરોસો મૂકવો કોની ઉપર?
સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી, બેટી બચાવોની માત્ર જાહેરાત જ છે. અપહરણ, બળાત્કાર, ઘરેલું હિંસા, દહેજ મુત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકિંગ, મહિલાઓ સાઈબર ક્રાઈમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. દેશમાં ૯ વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના ૩ લાખથી વધુ અને ગુજરાતમાં ૫૫૬૦ થી વધુ કેસ નોધાયા છે. મહિલા સુરક્ષાની વાતો-જાહેરાતો વચ્ચે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦ જેટલા મહિલા વિરુધ ગુન્હાઓ નોધાય એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦ થી વધુ અને દરરોજ ૨૨ થી વધુ મહિલા વિરુધના ગુન્હાઓ નોધાય છે. ગુજરાતમાં દરરોજ ૬ દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બને છે શું આ છે સલામત ગુજરાત ?
સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે ? સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણીના વધતા કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલા માટે ગંભિર પગલા ભરવાનો સમય પાકી ગયો છે. દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 100 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે જેથી દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે. દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણીની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવાને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે કર્મયોગી જેવી અનેક તાલીમોમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે ત્યારે કઈ પ્રકારની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ, અ.મ્યુ.કોર્પો. ના નેતા શેહજાદખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા સોનલ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુંમર, બિમલ શાહ, ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, અશોક પંજાબી, નિશિત વ્યાસ, રઘુ દેસાઈ, , પંકજ શાહ, બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ, હેમાંગ રાવલ, હિમાંશુ પટેલ, પાર્થિવરાજ કઠવાડીયા, ઉમાકાંત માંકડ, ઈકબાલ શેખ, સી.એમ. રાજપુત, ભરત મકવાણા, ભૂમન ભટ્ટ, કિરણ પ્રજાપતિ, કામિની સોની, જ્યોર્જ ડાયસ, જગદીશ રાઠોડ, હેતા પરીખ, નેહલ દવે, ભીખુ દવે સહિત મોટીસંખ્યામાં કાર્યકરો આગેવાનો દીકરીઓને ન્યાય મળે તે માટે ન્યાય પદયાત્રામાં જોડાયા હતા અને વિવેકાનંદજીની પ્રતિમા સમક્ષ બે મીનીટનું મૌન પાળીને દાહોદની ઘટનામાં દિકરીને ન્યાય મળે તે માટે શપથ લીધા હતા.
————–
૨૫-૦૯-૨૦૨૪
* શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્સનમાં રોકાણ કરતા લોકોના કરોડો રૂપિયા છેલ્લા ત્રણ વર્ષથી કેમ ધોવાઇ રહ્યા છે?
* વર્ષ ૨૦૨૪માં શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્સનમાં ગુજરાતના ૧૦ લાખથી વધુ રોકાણકારોને ૮૮૦૦ કરોડ જેટલી માતબર રકમ ધોવાઇ ગઈ: રોકાણકારોની મૂડી ધોવાણમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે.
* ફ્યુચર એન્ડ ઓપ્સનમાં કરવામાં આવેલ ફેરફાર બાદ અધધ લોકોના કરોડો રૂપિયા સતત ત્રણ વર્ષ ડૂબી જવા પાછળ જવાબદાર કોણ? આ સમગ્ર વિષયની સીબીઆઈ તપાસની માંગ
શેરબજારમાં રોકાણકારોના નાણાં સહિતનું નિયમન કરતી સંસ્થા સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ના ફ્યુચર એન્ડ ઓપ્સનમાં કરવામાં આવેલ ફેરફાર બાદ નાનાં રોકાણકારોના કરોડો રૂપિયા સતત ત્રણ વર્ષ ડૂબી જવા પાછળ જવાબદાર કોણ? તેની સીબીઆઈ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે પરિવારના બચત, મહેનતના રૂપિયા, નિવૃત કર્મચારીનું ફંડ સહીતની પરસેવાની મૂડી શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્સનમાં રોકાણ કરતા લોકોના કરોડો રૂપિયા છેલ્લા ત્રણ વર્ષથી કેમ ધોવાઇ રહ્યા છે? જાણીતા રોકાણકાર વોરેન બફેટે F&Oને સામુહિક સંહારના હથિયાર ગણાવ્યા હતા જે વાત ભારતીય રોકાણકારોના સંદર્ભમાં સાચી સાબિત થઇ રહ્યું છે. દેશમાં વર્ષ ૨૦૨૪માં શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્સનમાં સરેરાશ ૧.૨૦ લાખ પ્રતિ વ્યક્તિ નુકશાન જયારે ગુજરાતના ૧૦ લાખથી વધુ રોકાણકારોને સરેરાશ ૮૮૦૦૦ જેટલું નુકશાન થયું. વર્ષ ૨૦૨૪માં શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્સનમાં ગુજરાતના રોકાણકારોને ૮૮૦૦ કરોડ જેટલી માતબર રકમ ધોવાઇ ગયા. સેબીના પ્રોફિટ એન્ડ લોસ રીપોર્ટ અનુસાર ૧૦ રોકાણકારોમાંથી ૯ રોકાણકારો નુકશાની વેઠી રહ્યા છે. રોકાણકરોની મૂડી ધોવાણમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. જે ચિંતાનો વિષય છે.
કેન્દ્ર સરકારની દાનત રોકાણકારને થતા નુકસાનને રોકવા અંગે કોઈ નક્કર પગલા લેવાને બદલે કેમ કરીને પોતાની તિજોરી ભરવી તેમ STT ‘સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ’નો બજેટમાં વધારો કરી દીધો છે. ગુજરાતમાં ફ્યુચર એન્ડ ઓપ્સનમાં વર્ષ ૨૦૨૨ના તુલનામાં વર્ષ ૨૦૨૪ રોકાણકારોનો ૧૦૭ ટકાનો વધારો થયો છે. દેશમાં વર્ષ ૨૦૨૨માં ૫૧ લાખ રોકાણકારો હતા જે વર્ષ ૨૦૨૪માં ૯૬ લાખ થઇ ગયા એટલે કે બમણા જેટલો વધારો નોધાયો છે. વર્ષ ૨૦૨૪માં ફ્યુચર એન્ડ ઓપ્સનમાં દેશમાં ૪૨ લાખ અને ગુજરાતમાં ૩.૨૬ લાખ નવા ટ્રેડર્સ જોડાયા. દેશમાં વર્ષ ૨૦૨૩માં ૧.૪૩ સરેરાશ નુકશાન ૧.૨૦ લાખ પ્રતિવ્યક્તિ અને વર્ષ ૨૦૨૨માં સરેરાશ નુકશાન ૧.૩૦ લાખ પ્રતિવ્યક્તિ હતું. ગુજરાતના રોકાણકારોનું વર્ષ ૨૦૨૪માં ૯૨.૧ સરેરાશ ૪૬૦૦૦નું નુકશાન થયું છે. સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) કયા પગલા લેવામાં આવ્યા છે? બે દાયકાથી ચાલતી વ્યવસ્થાને શું ચોક્કસ લોકોને ફયદો કરવા માટે બદલવામાં આવી? શું રોકાણકારો ક્યાં, કેટલું રોકાણ કરી રહ્યા છે તેનો ડેટા લીક થઇ રહ્યો છે જેથી ચોક્કસ લોકોને જ ફાયદો થાય?, ફ્યુચર એન્ડ ઓપ્સનમાં કરવામાં આવેલ ફેરફાર બાદ અધધ લોકોના કરોડો રૂપિયા સતત ત્રણ વર્ષ ડૂબી જવા પાછળ જવાબદાર કોણ? આ સમગ્ર વિષયની સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી કોન્ગ્રેસ પક્ષ માંગ કરે છે.
એફએન્ડઓ રોકાણકારમાં સૌથી વધુ નુકસાન કરતા રાજ્યો રોકાણકારોની સંખ્યા પ્રતિવ્યક્તિ સરેરાશ નુકશાનની રકમ
મહારાષ્ટ્ર ૧૮.૮ લાખ ૭૪૦૦૦
ગુજરાત ૧૦.૧ લાખ ૮૮૦૦૦
ઉત્તર પ્રદેશ ૯.૩ લાખ ૭૩૦૦૦
રાજસ્થાન ૫.૪ લાખ ૮૩૦૦૦
હિરેન ્કર,
————-
૨૫-૦૯-૨૦૨૪
· સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠા વીંધવા જેવું કઠિન કામ
· જેમ નોટબંધીમાં સમગ્ર ભારતમાં લાઈનો લાગી હતી તે જ રીતે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા ગુજરાતમાં લાઈનો લાગી : હેમાંગ રાવલ
· શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માંગતા હોવાથી કંટાળીને વાલીઓ શિષ્યવૃત્તિ નથી લેવી તેવી અરજીઓ કરી રહ્યા છે
સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને 1650/- રૂપિયા અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓને 1950/- રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે વિદ્યાર્થી અને અને વાલી આધારકાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી,લાઈનમાં ઉભા રહ્યા બાદ મહા મુસીબતે આધારકાર્ડ કઢાવે છે ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા ખાય છે,બાળકનું બેંક ખાતું બેંક ખોલી આપતી નથી.ઘણા બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી પાંચ હજાર જેટલી રકમ બેંકમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપે. ત્યારબાદ શાળા કક્ષાએ ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવકનો દાખલો કઢાવવાનો જાતિનો દાખલો કઢાવવાનો ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ પૂરું નામ,માતાનું નામ જન્મતારીખ,જિલ્લો,તાલુકો વસાહત,ઘરનું સરનામું, પીનકોડ માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ,શારીરિક ખોડ ખાંપણ,કુંટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર,વિદ્યાર્થીનું આધાર સ્ટેટ,આધાર નંબર રેશનકાર્ડ નંબર,આધાર kyc બેંક ડિટેઈલ IFSC કોડ,બેંક એકાઉન્ટ નંબર,વગેરે વિગતો અપલોડ કરવાની જો આધારકાર્ડ અપડેટ હોય,રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્ત સબમિટ થાય છે નહીંતર થતી નથી,ગુજરાત ડીઝીટલ સાઈટ ખુબજ ધીમી ચાલતી હોય વારંવાર એરર આવતી હોય,વહેલી સવારે જાગીને શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે અત્યાર સુધીમાં માંડ 40% બાળકોની દરખાસ્ત થયેલ છે એમાં વળી,e-kyc ન હોય તો દરખાસ્ત થતી નથી,e-kyc કરવા માટેની પ્રક્રિયા પણ ખુબજ જટિલ છે.જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે OTP શિક્ષક વાલી પાસે માંગે વાલી OTP આપે OTP જનરેટ કરે ત્યારે આધાર કેવાયસી કરે સુચનાઓ વાંચી,રેશનકાર્ડ નંબર દાખલ કરવા રેશનકાર્ડ દાખલ કરે એટલે ફરી પાછો વાલીના મોબાઈલ નંબરમાં OTP આવે શિક્ષક OTP માંગે OTP દાખલ કરવાનો ત્યારબાદ રેશનકાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું e-kyc બાકી હોય એના નામ પર ટિક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે એ OTP વાલી પાસે માંગવો અપલોડ કરવો ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે,ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપૃવલ આપીએ ત્યારે e-kyc પૂરું થાય અને ત્યારબાદ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય, આટલી બધી પ્રક્રિયા વાલીઓ પોતાના કામના ભોગે,મજુરીના ભોગે કરવી પડતી હોય, ઘણાં બધાં કંટાળીને વાલીઓ કહે છે કે રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી આમ માત્ર 1650/- જેટલી નજીવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવા સાત કોઠા વીંધવા જેવું કામ છે,જો ખરેખર સરકારને શિષ્યવૃત્તિ આપવી જ હોય અને એ માટેની પ્રક્રિયા સરળ કરવી હોય તો આટલું નીચે પ્રમાણે ફોર્મેટ જ રાખવું જોઈએ,
1)ક્રમ
2)વિદ્યાર્થીનું નામ
3)બેંક ખાતા નંબર
4)બેંક
5)IFSC કોડ
6)જમા આપવાની રકમ
જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો.
હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે. માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાં હજી સુધી શિષ્યવૃત્તિનું માત્ર 40% જ કામ થયું છે અને વાલી અને વિદ્યાર્થીઓ જેમ નોટબંધીમાં લાઈનો લગાવતા હતા તેમ ચંપલો મૂકીને લાઈનો લગાવી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ પોતાનું ભણતર બગાડીને માત્ર નજીવી શિષ્યવૃત્તિ લેવા માટે દોડી રહ્યા છે અને તેમાં પણ સફળતા ન મળતા પોતે શિષ્યવૃત્તિ નથી લેવી તેવી અરજીઓ પણ કરી રહ્યા છે ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને શિષ્યવૃત્તિ ને સરળ બનાવવા માટે પગલા લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે
————–
23-9-2024
दाहोद में मासूम बच्ची की हत्या और प्रदेश के शैक्षणिक परिसरों में बच्चियों पर हो रहे अत्याचार, जो पूरे शिक्षा जगत के लिए शर्म की बात है, पर भाजपा सरकार कब गंभीरता से कार्रवाई करेगी?
गुजरात प्रदेश कांग्रेस कमेटी के मीडिया संयोजक और प्रवक्ता डॉ. मनीष दोशी ने कहा कि पूरे गुजरात राज्य में मासूम बच्चों के साथ बलात्कार और यौन उत्पीड़न के बढ़ते मामले अभिभावकों के लिए भी चिंता का विषय है. जब अपनी बेटियों को स्कूलों और कॉलेजों में पढ़ने के लिए भेजने वाले माता-पिता के साथ ऐसी चिंताजनक घटनाएं होती हैं, तो शैक्षणिक परिसरों में लड़कियों की सुरक्षा के लिए गंभीर कदम उठाने का समय आ गया है। पिछले 72 घंटों में दाहोद और अन्य शैक्षणिक संस्थानों में हुई घटनाओं में शामिल दोषियों के खिलाफ सख्त कार्रवाई की जानी चाहिए और पूरे मामले की फास्ट ट्रैक सुनवाई की जानी चाहिए ताकि अनुकरणीय सजा मिल सके।
दाहोद के स्कूल में प्रिन्सिपाल द्वारा किया गया कृत्य शिक्षा जगत को शर्मसार करने वाली घटना है. दाहोद के साथ-साथ बोटाद, अहमदाबाद, राजकोट के शिक्षण संस्थानों में यौन उत्पीड़न की शिकायतें आने पर सवाल उठता है कि किस पर भरोसा किया जाए। गुजरात राज्य में स्कूल प्रबंधन समिति केवल कागजों पर है। शिक्षा विभाग से ऐसी घटनाओं पर झूठ बोलने के बजाय गंभीर कदम उठाने की मांग की जा रही है कि जब कर्मयोगी जैसे कई प्रशिक्षणों पर लाखों रुपये खर्च किये जा रहे हैं, तो यह कृत्य करने वाले नराधम शिक्षकों को किस तरह का प्रशिक्षण मिल रहा है?
गुजरात प्रदेश कांग्रेस के प्रवक्ता पार्थिवराज सिंह कठवाडिया ने सरकार पर सवाल उठाते हुए कहा कि जहां सरकार बेटी पढ़ाओ की बात करती है, वहीं गुजरात के अभिभावक और लोग बेटी बचाओ की बात करने को मजबूर हैं. दाहोद जिले के सिंघवड में 6 साल की बच्ची की निर्मम हत्या ने पूरे गुजरात को हिलाकर रख दिया है. बेटी की हत्या करने वाला उसके स्कूल का प्रिन्सिपाल था. नराधम आचार्य गोविंद नट एक राजनीतिक व्यक्ति हैं। गोविंद नट की जो तस्वीरें सामने आई हैं उनमें से कुछ चौंकाने वाली हैं। गोविंद नट संघ गणवेश में और नराधम विश्व हिंदू परिषद के शिविर में भाग लेते दिख रहे हैं। इस शख्स की गुजरात के पूर्व मंत्री अर्जुन सिंह चौहान के साथ मुलाकात की फोटो है. क्या संघ और विहिप ऐसे लोगों का विरोध करेंगे? क्या भाजपा के नकली लोग दाहोद की बेटी के लिए कैंडल मार्च निकाल सकते हैं? पाटन दुष्कर्म कांड में भाजपा युवा मोर्चा के पदाधिकारी पकड़े गये, आटकोट में भाजपा पदाधिकारी का नाम आया, राजकोट में छात्रा से दुष्कर्म. इन घटनाओं से पता चलता है कि भाजपा को खेस पहरो अपराध करने का लाइसेंस मिल गया है। पूर्व मंत्री की दाहोद के बिगड़ैल प्रिंसिपल गोविंद नट के साथ फोटो पर पहले भी छेड़छाड़ की शिकायत दर्ज हो चुकी है. इन मामलों से साफ है कि गुजरात में बेटियां बीजेपी के अत्याचार से सुरक्षित नहीं हैं. राज्य में हुई घटनाओं ने शिक्षा क्षेत्र को शर्मसार कर दिया है और अभिभावकों को चिंता में डाल दिया है कि आखिर वे किस पर भरोसा करें? नराधम आचार्य के नाम पर तीन से अधिक फेसबुक अकाउंट दिखाई देते हैं। उस खाते से 2015-16 के बाद की कोई भी तस्वीर दिखाई नहीं देती है। क्या कुछ बीजेपी नेताओं की तस्वीरें होंगी? जिनके हटाए जाने की आशंका है। चिंता है कि राजनीतिक प्रभाव रखने वाले नराधम आचार्य को बचाने की कोई निरर्थक कोशिश होगी.
——-
૨૩–૯–૨૦૨૪
સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે ? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણી ના વધતા કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભિર પગલા ભરવાનો સમય પાકી ગયો છે. દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 72 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેક માં ચલાવવામાં આવે જેથી દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે. દાહોદ ની શાળા માં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગત ને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદ ની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાન માં જાતીય સતામણી ની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્ય માં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકાર ના બનાવો માં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવા ને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે કર્મયોગી જેવી અનેક તાલીમો માં લાખો રૂપિયા ખર્ચી નાખવા માં આવે છે ત્યારે કઈ પ્રકાર ની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ સરકાર ઉપર સવાલ ઉપાડતા જણાવ્યું હતું જ્યાં સરકાર બેટી પઢાઓ ની વાત કરે છે ત્યાં ગુજરાત ના વાલીઓ અને જનતા ને બેટી બચાવો ની વાત કરવાની ફરજ પડી છે. દાહોદ જિલ્લા ના સિંઘવડ માં ૬ વર્ષ ની દીકરી ની જે રીતે કરપીણ હત્યા થઈ છે તે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેમ છે. દીકરી ને હત્યા કરનાર તેની શાળા ના આચાર્ય હતા. નરાધમ આચાર્ય ગોવિંદ નટ્ટ રાજકીય વ્યક્તિ છે. ગોવિંદ નટ્ટ ના કેટલાક ફોટો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગોવિંદ નટ્ટ ના સંઘ ના ગણવેશ માં શિબિર માં ભાગ લેતા ફોટો જોવા મળ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ ની શિબિર માં ભાગ લેતા જોવા મળે છે નરાધમ. ગુજરાત ના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ જોડે આ વ્યક્તિ સાથેની બેઠકનો ફોટો છે. શું સંઘ અને વીએચપી આ પ્રકાર ના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? શું ભાજપ ના બનાવટી લોકો, દાહોદ ની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢસે ખરા? પાટણ ના બળાત્કાર ની ઘટના માં ભાજપ યુવા મોરચા નો પદાધિકારી પકડાય, રાજકોટ ના આટકોટ માં વિદ્યાર્થિની જોડે બનેલ દુષ્કર્મ માં ભાજપ ના પદાધિકારી નું નામ આવે. આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપ નો ખેસ પેહરો એટલે ગુનો કરવાનો પરવાનો મળે તેવું લાગે છે. જે દાહોદ ના વિકૃત આચાર્ય ગોવિંદ નટ્ટ જોડે જે પૂર્વ મંત્રી નો ફોટો છે તેનાં ઉપર દુષ્કર્મ ની ફરિયાદ ભૂતકાળ માં થયેલ છે. ગુજરાત રાજ્ય માં દીકરીઓ ભાજપ ના કુશાશન માં સુરક્ષિત નથી તે આ કિસ્સાઓ થી સ્પષ્ટ થાય છે. રાજ્ય માં બનેલ ઘટનાઓ એ શિક્ષણજગત ને શરમસાર કરી છે અને વાલીઓ ને ચિંતા માં મૂકી દીધા છે કે ભરોસો મૂકવો કોની ઉપર? નરાધમ આચાર્યના નામે ત્રણ થી વધુ ફેસબુક એકાઉન્ટ દેખાય છે. તે એકાઉન્ટમાંથી 2015-16 પછીના ઘણાંના કોઈપણ ફોટા દેખાતા નથી. શું કેટલાક ભાજપ આગેવાનોના ફોટા હશે ? જેને ડીલીટ કરવામાં આવ્યાં છે તેવો સંદેહ છે. રાજકીય વગ ધરાવનાર નરાધામ આચાર્યને બચાવવાનો કોઈપણ હિન પ્રયાસ થાય તેવી ચિંતા છે.
———
૨૧-૦૯-૨૦૨૪
· ગુજરાતને હચમચાવી નાખતી રાજકોટની ઘટના, આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા એક જ પરિવારના આઠ સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ.
· આર્થિક વિકાસના ખોખલા દાવાઓ વચ્ચેની ક્રુર વાસ્તવિકતા અને ભાજપ સરકારની નીતિના કારણે વધતી જતી અસમાનતા.
ગુજરાતને હચમચાવી નાખતી રાજકોટની ઘટના, આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા એક જ પરિવારના આઠ સભ્યોનો સામુહિક આપઘાતનો પ્રયાસ ચિંતાજનક છે ત્યારે આર્થિક વિકાસના ખોખલા દાવાઓ વચ્ચેની ક્રુર વાસ્તવિકતા અને ભાજપ સરકારની નીતિના કારણે વધતી જતી અસમાનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા પંદર મહિનામાં ગુજરાતમાં ૧૭ થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે અને ૨૨ થી વધુ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવાના પ્રયાસ થયા છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા બન્યા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ – પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨ માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ૩ વર્ષમાં કુલ ૨૫૮૪૧ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ ૨૫ વ્યક્તિ આત્મહત્યા કરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૦માં ૮૦૫૦, ૨૦૨૧માં ૮૭૮૯ અને ૨૦૨૨માં ૯૦૦૨ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારાના પ્રમાણમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૦ કરતાં ૨૦૨૨માં આત્મહત્યા કરનારાનું પ્રમાણ ૧૦ ટકાથી વધારે હતું. વર્ષ ૨૦૨૨માં પારિવારિક સમસ્યાને કારણે સૌથી વધુ ૨૨૮૫, બીમારીને કારણે ૧૭૪૭, લગ્નને કારણે ૩૬૭ વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે. આત્મહત્યા કરવામાં હાઉસવાઈફનું પ્રમાણ સૌથી વધુ ૧૭૬૧ છે.
રોજનું કમાઈ રોજનો ખર્ચ – ફેરીયા – લારી – પાથરણાવાળા – રોજમદારની આત્મહત્યાના કિસ્સામાં ૫૦.૪૪ ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં ૧૬૮૬૨ રોજમદારો એ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, આવક ઘટતી જાય અને ખર્ચ વધતો જાય સહિતના કારણોથી આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ ઘણી નાજુક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૭૪૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. દેશમાં છેલ્લા છ વર્ષમાં ૬૮૦૧૩ થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિ ભેદ, પરીક્ષામાં નિષ્ફળતા સહિત કારણોથી જીવન ટુંકાવ્યું છે. એટલે કે દરરોજ ૩૫ થી વધુ વિદ્યાર્થીઓ જીવન ટુંકાવે છે એટલે કે દર એક-બે કલાકમાં બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.
મોરબી-વાંકાનેરમાં માતા અને ૨ પુત્રી, વડોદરા-વાઘોડીયામાં પતિ-પત્નિ-બાળક, સુરેન્દ્રનગર-દુધરેજમાં માતા-પિતા-દિકરી, સુરત-સરધાણામાં માતા-દિકરી, વડોદરા-કાછિયાપોળમાં માતા-પુત્ર-પતિ, ડીસામાં પુત્ર-પિતા, જુનાગઢ-વંથલીમાં માતા-પિતા-સંતાન, ભાવનગરમાં -બહેન, સુરત-રાંદેરમાં માતા-બે બાળકો પુત્ર – પુત્રી, ધોળકા-અમદાવાદમાં પિતા-પુત્ર, સુરતમાં પતિ – પત્નિ – પિતા – માતા – 3 સંતાન, બનાસકાંઠામાં પુત્રવધુ – સાસુ – બે બાળકો અને બોટાદ-નિંગાળામાં પિતા અને ત્રણ સંતાન એમ કુલ જુદી જુદી ૧૭ જેટલા પરિવારના સામુહિક આત્મહત્યાની ૧૭ જેટલી ઘટનાઓ ગુજરાતના વાસ્તવિક સામાજીક અને આર્થિક ચિંતાજનક ચિત્રને ઉજાગર કરે છે.
ગુજરાતમાં આત્મહત્યા ના સતત વધી રહેલા બનાવો ચિંતાજનક છે. વધતી જતી આર્થિક સંકડામણ, દેવાનો ભાર, સામાજિક અસુરક્ષાના દબાણ હેઠળ જીવન ટુંકાવવા મજબૂર બનતા ગુજરાતના નાગરિકોના જીવ બચાવવા માટે ભાજપ સરકાર ગંભિરતા સાથે સંવેદનશીલતા દાખવીને સામાજીક, આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતો, માનસશાસ્ત્રીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી સક્રિય કામગીરી કરશે તો જ માનવ જીંદગીને આત્મહત્યા કરતા અટકાવી શકાશે.
————-
૨૧–૯–૨૦૨૪
· માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા તેમજ ટેટ-૧ અને ૨ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરવા તેમજ ટેટ-૧ અને ૨ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વિનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ટેટ-૧ અને ૨ તેમજ ટાટ પાસ થયેલા ઉમેદવારોની જગ્યામાં વધારો કરવા અને ટેટ-૧ અને ૨ પાસ ઉમેદવારોની વયમર્યાદામાં વધારો કરવા બાબત લાંબા સમયથી ગુજરાતના યુવાનો રજૂઆત કરી રહ્યા છે ગુજરાત સરકાર તરફથી ૭૫૦૦ ની જગ્યા માટે ભરતી કરવા માટે માત્ર જાહેરાત કરવામાં આવી છે હાલમાં ગુજરાત રાજયમાં ૩૮૦૦૦ જેટલા ઉમેદવારોએ આ પરિક્ષા પાસ કરેલ છે. આ ઉમેદવારોની વય મર્યાદા પુર્ણ થવાને આરે છે. સને ૨૦૨૩માં લેવાયેલ પરિક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી. જેથી આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરિક્ષા પાસ કરવી પડે તેવી પરિસ્થિતી ઉભી થાય તેમ છે. પરિવારિક જવાબદારી અદા કરતા યુવક, યુવતીઓ માટે ૧૫૦૦૦ જેટલી જગ્યાઓ હાલમાં બહાર પડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે તો મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળે. સરકારી શાળાની તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે જેથી વધુમાં વધુ ગુજરાતના યુવાન – યુવતીઓને યોગ્ય તક મળે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષક મળશે.
રાજ્યમાં લાંબા સમયથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યા મોટા પાયે ખાલી છે. વિવિધ તબક્કે વ્યાપક રજૂઆત છતાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય જવાબ અને જાહેરાત કરવામાં આવી નથી. લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે અને અનેક મૂલ્યાંકન અહેવાલોમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરે, સાથોસાથ ચાર થી પાંચ વર્ષ વિલંબ બાદ જયારે ભરતી પ્રક્રિયા હાથ ધરાતી હોય ત્યારે વયમર્યાદામાં પણ છુટછાટ આપવામાં આવે તો અનેક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને લાભ મળશે.
———–
૨૦-૦૯-૨૦૨૪
• નકલીઓનું તંત્ર અસલી કરતા વધુકામયાબ: નકલી મોડેલએ તંત્રને કર્યું લકવાગ્રસ્ત
• લુંટનો કારોબાર કરનારા નકલીઓ પર કયા અસલી ખેલાડીની રહેમ નજર? ભાજપના રાજમાં ફૂલતું ફાલતું ‘નકલી મોડેલ’
• ભાજપના નેતાઓના નકલીઓ સાથે નજીકનો નાતો હોય તેવા ફોટાગ્રાફ: જનતા જાણવા માંગે છે કે નકલીઓ સાથે ભાજપનો અસલી સંબધ શું છે?
ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને નકલીઓનો કારોબાર ભાજપ શાસનમાં ધમધોકાર ચાલી રહ્યો છે. નકલીઓ દ્વારા નાગરિકોને લુંટવાના બેફામ કારનામાંઓને રોકવામાં નાકામ ભાજપ શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાહિરેન ્કરએ જણાવ્યું હતું કે રાજ્યમાં જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસતંત્રની જરાય ડર જ ન હોય તેમ સરકારી કામો કરી આપવા, પ્રમોશન આપવા અને અપાવવા, ટેન્ડર આપવવા, આરોપીઓને છોડી મુકવા સહીતની નીતનવી મોડેસ ઓપરેન્ડીઓ થકી ગુજરાતીઓને છેતરતી ‘ઠગ કંપની’ બેફામ બની છે. જાણે નકલીઓનું તંત્ર અસલી કરતા વધુ અસરકારક હોય અને ‘નકલી મોડેલ’એ તંત્રને લકવાગ્રસ્ત કર્યું હોય એમ બનાવટી અધિકારીઓ છાકટા બની નાગરિકોને લુંટી રહ્યાં.નકલી કસ્ટમ અધિકારી, ડેપ્યુટી કલેકટર,આઈપીએસ, સીબીઆઈ અધિકારી,સીઆઈડી અધિકારી, કેન્દ્રીય એજન્સી અધિકારી, ગૃહમંત્રાલયનો અધિકારી, શાળામાં લોકો ભોગ બન્યા છે. ગુજરાતમાં કરોડોના કૌભાંડના અસલી ખેલાડી કોણ ? સંડોવાયેલા સાચા ખેલાડીઓ કાબ ક્યારે થશે.
છેલ્લા ૨૪ મહિનામાં ૧૯થી વધુ નકલી અધિકારીઓ-સંસ્થાઓ સામે આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રમમાંથી પ્રકાશ નાઈ નામનો નકલી ડે.કલેકટર, સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વર મોરી, ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી લુટ ચલાવતોનકલી કેન્દ્રીય એજન્સી અધિકારી ભરત છાબડા, ઓગસ્ટ ૨૦૨૪ સુરતના કામરેજથી નકલી આઈપીએસ પ્રદીપ પટેલ, સુરતમાં મહિલાઓને પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ, એપ્રિલ ૨૦૨૪માં યુનીવર્સીટી રોડથી નકલી ગૃહમંત્રાલયનો અધિકારી સૌરીશ ઘોષ, જુલાઈ ૨૦૨૪માં રાજકોટના કુવાડવા તાલુકાના માલીયાસણ ગામ ચાલતી નકલી શાળા ગૌરી પ્રાયમરી સ્કુલ, માર્ચ – ૨૩માં કરાઈમાં ટ્રેનીગ લેતો નકલી પીએસઆઈ મયુર તડવી, એપ્રિલ ૨૦૨૩માં ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા બતાવતો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ, સંજય શેરપુરિયા, ઓગસ્ટ -૨૩માં નકલી સીએમઓ અધિકારી લવકુશ દ્વિવેદી જેના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા સામે આવ્યા,જામનગર પોલીસને આરોપીને છોડી મુકવા ભલામણ કરતો નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ, નકલી ED અધિકારી ઓમવીર, નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા, ઓક્ટોબર-૨૩માં દાહોદ જીલ્લાના બોડેલીમાં નકલી વહીવટી કચેરી બનાવી ૨૧.૧૫ કરોડની ઉચાપત સામે આવી, સુરતના માંડવી તાલુકમાં નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ, નવેમ્બર-૨૩માં ગાંધીનગરમાં નકલી એફસીઆઈ અધિકારી પુણ્યદેવ રાય, વડોદરામાં ઠગે મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ સહીત કેટલાય ગઠિયાઓ મનફાવે તેમ કારનામાં અને કૌભાંડ કરી ગુજરાતની નિર્દોષ નાગરિકોની પરસેવાની કમાણીને બેફામપણે લુંટી રહ્યા છે.
ભાજપનાં ચૂંટાયેલા કાઉન્સિલર હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ અધિકારી તરીકે પકડાયા. કિરણ પટેલ, સંજય શેરપુરિયા, ભરત છાબડા, સહીત નકલી ગઠિયાઓના ભાજપના નેતાઓ સાથે નજીકનો નાતો હોય તેવા ફોટાગ્રાફ સામે આવ્યા છે. જનતા જાણવા માંગે છે કે નકલીઓ સાથે ભાજપનો અસલી સંબધ શું છે? પીએમ ઓફીસથી લઇ સીએમ ઓફીસ, આઈએએસથી લઇ આઈપીએસ, કલેકટરથી લઇ કેન્દ્રીય એજન્સીના અધિકારી, ગૃહમંત્રાલય હોય કે કસ્ટમ વિભાગ તમામ સરકારી કચેરીઓના બાબુઓનાં નામે લુંટનો કારોબાર કરનારાઓ નકલીઓ પર કયા અસલી ખેલાડીની રહેમ નજરની છે? તે ગુજરાત જાણવા માંગે છે.
હિરેન ્ક
———
૧૮-૦૯-૨૦૨૪
વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા/ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ(અને તેના સહયોગી ભાગીદારો)ની ખુલ્લી ધમકીઓ સામે અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજયેલ દેખાવોમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો જોડાયા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસસમિતિના પ્રમુખ હિંમત પટેલે જણાવ્યું હતું કે, ભાજપના વિવિધ નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિવેદનો/ધમકી, રાહુલ ગાંધીની હત્યા અને/અથવા શારીરિક ઈજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવતા, ભાજપ/એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે. ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. રાહુલ ગાંધી સમાજના વંચિત વર્ગો જેવા કે મહિલાઓ, યુવાનો, દલિતો અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો વગેરેને લગતા મુદ્દાઓ સતત ઉઠાવી રહ્યા છે અને આવા જાહેર કેન્દ્રીય મુદ્દાઓને ઉકેલવામાં ભાજપની નિષ્ફળતા ઉજાગર કરે છે. જો કે, તે ભાજપ અને તેના સાથી પક્ષોને ગમતું નથી, તેથી ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓને ભારતના વિરોધ પક્ષના નેતા પર આવી નફરત ભરેલી ટિપ્પણીઓ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વધુમાં, ઉપરોક્ત ઘટનાઓ દ્વારા, ભાજપ/તેના સાથી પક્ષોના નેતાઓ, વિપક્ષના નેતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં નાખવાનો ઈરાદો ધરાવે છે, તેમજ સમગ્ર દેશમાં જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને કેટલાક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અપકૃત્ય કરી રહેલ છે. ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓએ ઉપર વર્ણવ્યા મુજબ માત્ર નિવેદનો જ આપ્યા નથી, પરંતુ તેમના સહયોગીઓ દ્વારા, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગુનાહિત નિવેદનો ફેલાવ્યા હતા તેમજ જાણી જોઈને ઉશ્કેરણી પેદા થાય તેવું કામ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આથી, ગુનેગારો સામે BNS, 2023ની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર કોઈપણ વિલંબ કર્યા વિના, તાત્કાલિક નોંધવામાં આવે. ગુનાહિત ધાકધમકી, જાહેર દુષ્ટતાના ઉપરોક્ત ઈરાદાપૂર્વકના અને સારી રીતે વિચારેલા કૃત્યો એ ભાજપ/એનડીએના નેતાઓ દ્વારા એલઓપી રાહુલ ગાંધી વિરુદ્ધ સામાન્ય લોકોમાં દુશ્મનાવટ, શાંતિનો ભંગ, આક્રમકતા, નફરત અને દુષ્ટતા ઉભી કરવાના ઈરાદાપૂર્વકના પ્રયાસો છે. ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ ભાજપ/એનડીએના ટોચના પદાધિકારીઓની સૂચના પર આ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે.
સત્તાધારી ભાજપ અને સાથી પક્ષો સાથે મળી કાવતરું કરેલ છે. ઉપરોક્ત કૃત્યો કરવા માટે અન્ય જાણીતા/અજાણ્યા સહયોગીઓ સાથે સુનિયોજિત ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. તદનુસાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત પટેલે લેખિતમાં વહેલામાં વહેલી તકે BNSના 351, 352, 353, 61 હેઠળ FIR નોંધવા માટે કરંજ પોલીશ સ્ટેશન ખાતે રૂબરૂ જઈને લેખિતમાં માંગ કરી હતી
અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ મોટા પાયે ઉગ્ર દેખાવોમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી, પ્રદેશ મહામંત્રી અશોક પંજાબી, રાજુ બ્રહ્મભટ્ટ, બળદેવભાઇ લુણી, ગીતા પટેલ, સેવાદળના કાર્યકારી અધ્યક પ્રગતી આહીર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ, માઈનોરીટી ડીપાર્ટમેન્ટના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શાહનવાજ શેખ, એન.એસ.યુ.આઈ., મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ સહિતી મોટી સંખ્યામાં શહેરના આગેવાનો ઉપસ્થિત રહી ભાજપાની નિમ્ન કક્ષાની રાજનીતિ સામે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
———— ૧૮-૦૯-૨૦૨૪
· ગુજરાતની વીજ કંપનીઓમાં ૪૦૦ થી ૮૦૦ ટકા ઉંચા ભાવે મજુરીકામના કોન્ટ્રાકટમાં ચાલી રહી છે લુંટ : કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાનો વીજ કંપની કરી રહી છે “વહીવટ”
ગુજરાતમાં ભાજપના શાસનમાં વિવિધ સરકારી વિભાગોમાં લૂંટ ચાલી રહી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં PGVCL કેન્દ્ર સરકારની યોજનાના નામે કરોડો રૂપિયાની લૂંટ ચાલી રહી છે. તમામ વીજ કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મજબૂત કરવાના નામે જે કોન્ટ્રકમાં લૂંટ ચલાવાઈ રહી છે તેનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તમામ વીજ કંપનીઓ દ્વારા લૂંટનો કારોબાર ચાલુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની સ્કીમના નામે મજુરીના ભાવ કરતાં ૪૦૦ થી ૮૦૦ ટકા વધુના ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પહેલા જે સ્થાનિક કોન્ટ્રાકટર 830 રૂપિયામાં કરતા હતા તે કામ ખાનગી કંપની 3864 રૂપિયામાં કામ કરશે. લોખંડના થાંભલા ઊભા કરવાનું કામમાં પણ ખાનગી કંપનીને આપીને લૂંટ ચલાવવામાં આવે છે. MVCC વાયર લગાડવાનો ખર્ચ 4518 રૂપિયા હતો હવે ખાનગી કંપની 32239 રૂપિયામાં કરશે. લૂંટના કારોબારમાં ભાજપના નેતાનો હિત હોવાથી જે કામ અગાઉ જે ભાવમાં થતું હતું તેના કરતા ૪૦૦ થી ૮૦૦ ટકાના ઉંચા ભાવે માનીતી કંપનીઓને કોન્ટ્રક આપી દેવામાં આવ્યું છે.
ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની PGVCLમાં કેન્દ્ર સરકાર યોજનાના RDSS યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું. RDSS યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે, આ કામના કોન્ટ્રાકટમાં રેગ્યુલર ભાવો કરતા 400 ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે, 8 મીટર નો વીજ પોલ ઉભુ કરવાનું કામ અગાઉ કોન્ટ્રાકટર 830 રૂપિયામાં કરતા હતા તે 3864 રૂપિયામાં સોંપવામાં આવ્યું. 11 KV વાયર લગાવવાનું કામ જે અગાઉ 4518 રૂપિયે થતું હતું તે હવે 32,239 રૂપિયામાં આપવામાં આવ્યું છે, PGVCL ની સાથે સાથે GEB ની અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, વિજય ઇલેક્ટ્રિક અને અપાર કંપનીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપ્યો છે. આટલા ઉંચા ભાવે શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેની ન્યાયિક તપાસ અને જે કોઈ જવાબદાર હોય તેની સામે તાત્કલિક પગલા ભરવા કોંગ્રેસ પક્ષએ માંગ કરી છે.
—————-
૧૮-૦૯-૨૦૨૪
· આણંદ, સુરત, અમદાવાદ શહેર, ગાંધીનગર સહિત રાજ્યમાંથી આપના આગેવાન-કાર્યકરો મોટી સંખ્યામાં આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
· ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેઓનો શક્તિ ગોહિલે આભાર વ્યક્ત કર્યો હતો.
આજરોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આણંદ જિલ્લાના કરમસદના આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ મહામંત્રીઅરવિંદ ગોલ, ભારતીય હિન્દુ સેનાના ગાંધીનગર જિલ્લાના મહામંત્રી અને ગાંધીનગર શહેરના કરણી સેનાના પ્રમુખરતન લખુભા ચાવડા, સુરત શહેર મહામંત્રીરાકેશ પટેલ, આમ આદમી પાર્ટીના માતર વિધાનસભાના ઉમેદવાર લાલજી પરમાર, ખેડા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેન્દ્ર માલી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાથ સે હાથ જોડોના પ્રદેશ મહામંત્રીમનોજ ભુપતાણીના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ઉપપ્રમુખઅબ્દુલરશીદખાન એસ. પઠાણ ખૂબ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા સહુને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ જનહિતમાં નિર્ણય કરેલ છે.
આ પ્રસંગે ધારાસભ્યઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યહિંમત પટેલ, હાથ સે હાથ જોડોના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડીયા કન્વીનર ડો. મનીષ દોશી, હાથ સે હાથ જોડોના પ્રદેશ મહામંત્રીહરેશ કોઠારી, મનોજ ભુપતાણી, હાથ સે હાથ જોડોના પ્રદેશ માઈનોરીટી સેલના પ્રમુખઆરીફ અંસારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
—————
૧૧–૯–૨૦૨૪
વડોદરા મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી અને લાપરવાહીના લીધે શહેરની વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું તથા પૂર ને લીધે ભારેખમ પારાવાર નુકશાન થયેલ છે. જેના લીધે વડોદરા વાસીઓ તબાહ થઈ ગયા છે. આ પૂરને લીધે લાખો-કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. સરકાર સર્જીત પુર છે આ એક વખત નહી પણ બે વખત પુર આવ્યું જેના લીધે સમગ્ર વડોદરા શહેરમાં ભારે તારાજી થઈ.
પૂરતી ચેતવણીઓ અને આગાહીઓ હોવા છતાં, વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને તૈયારી ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. જળાશયો સમયસર ખાલી કરવામાં આવ્યા ન હતા, અને ડ્રેનેજ સિસ્ટમ ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી, જેના પરિણામે અભૂતપૂર્વ પૂર આવ્યું હતું. આ વહીવટી નિષ્ફળતા અને બેદરકારીનો સ્પષ્ટ કિસ્સો છે.
વડોદરાની જનતાને થયેલ ભારે નુકસાનની ભરપાઈ યોગ્ય રીતે થાય તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા જનઆક્રોશ રેલીને સયાજીનગર ગૃહકલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે બપોરે 2-00 કલાકે યોજાશે.
‘જનઆક્રોશ રેલી’” માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીરામકિશન ઓઝા અને ઉષા નાયડુજી સહિત પ્રદેશના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે. આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાશે અને અસરગ્રસ્ત વડોદરા વાસીઓને ન્યાય મળે તેવી માંગ કરશે.
—————————————————————————————-
કોંગ્રેસ પક્ષના સંગઠન માટેની મહત્વની બેઠક તા. 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતની આણંદ ખાતે અને ઉત્તર ગુજરાતની મહેસાણા ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાંમત્રી અને સાંસદ-કોંગ્રેસ સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે, તા. 13મી સપ્ટેમ્બરના રોજ મધ્ય ઝોનની આણંદ ખાતે યોજાનાર બેઠકમાં છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા અને આણંદ જિલ્લાના ચુનંદા આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
તા. 14મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતની મહેસાણા ખાતેની બેઠકમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાના ચુનંદા આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની મહત્વની સંગઠન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીરામકિશન ઓઝા, ઉષા નાયડુ તથા વરિષ્ઠ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી સંગઠનલક્ષી માર્ગદર્શન આપશે.
————–
૧૦-૦૯-૨૦૨૪
આજરોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષ કાર્યાલય ખાતે મહીસાગર જીલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા તથા મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય ગુલાબ ચૌહાણની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ હોદ્દેદારઓ રાજેન્દ્ર સોલંકી, (પૂર્વ જીલ્લા મહામંત્રી,) જીલ્લા પ્રમુખ (શિક્ષણ), આમ આદમી પાર્ટી, મહીસાગર, ગણપત બારિયા, (પ્રદેશ ઉપપ્રમુખ ઓ.બી.સી. આપ), ગુજરાત, સોમા બારિયા, (જીલ્લા ઉપપ્રમુખ, આપ) મહીસાગર, રતન બારિયા, (જીલ્લા પ્રભારી, કિસાન સેલ, આપ) મહીસાગર, હિંમત બારિયા, (સંગઠન મંત્રી, લુણાવાડા તાલુકા, આપ) મહીસાગર, દિનેશ સોલંકી તથા અજીત સોલંકી સહિતના આપ કાર્યકરો સામેલ છે. આ પ્રસંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતાઅમિત ચાવડાએ કોંગ્રેસમાં જોડાયેલ આમ આદમી પાર્ટીના હોદ્દેદારઓનું કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
————
૯–૯–૨૦૨૪
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી એ ગુજરાત સરકાર પ્રસ્થાપિત સંસ્થા છે તેના ચેરમેન ગૃહ સચિવ છે અને ગર્વનીંગ બોડીના સભ્યો IAS અને IPS અઘિકારીઓ છે, ભરતી નાં નિયમો ભંગ કરી ગેરકાયદેસર ભરતી કરાવામાં આવી છે એનાં તમામ પુરાવાઓ પણ આપ્યા છે છતાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરતાં નથી ત્યારે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી (GISFS) લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના સજ્જડ પુરાવા અંગે તાત્કાલીક તપાસની માંગ કરતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા ડૉ. દિનેશ પરમારે જણાવ્યું હતું કે, GISFS નાં ભરતી કૌંભાંડની ફરિયાદ બાબતે DGP સાહેબ પોલીસ ભવન ગાંધીનગર ને રજૂઆત કરવા છતાં શાહીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદી ની ફરિયાદ CRPC-154 મુજબ દાખલ કરવામાં આવી રહી નથી. CRPC-154 મુજબ પોલીસ દ્વારા ફરિયાદ નાં નોંધવી એ ગુન્હો છે છતાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. ગુજરત માં કેવો અન્યાય કે ફરિયાદ દાખલ કરાવવાં અરજદાર બે વર્ષ થી હેરાન થાય એમને ગૃરાજ્યમંત્રી નો સાંભળે, ગૃહ સચિવ નો સાંભળે, નામદાર ગુજરાત હાઇકોર્ટ નાં આદેશ નું ખોટું અર્થઘટન કરી ફરિયાદી ને હેરાન કરાય છે. આ ક્યા પ્રકારનું તંત્ર ચાલી રહ્યું છે ?
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ સોસાયટી (GISFS) નાં ભરતી કૌંભાંડમાં સંડોવાયેલા સામે તપાસ કરાવી પોલીસ ફરિયાદ દાખલ કરાવવા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં GISFS નાં કર્મચારીએ ફરીયાદ કરી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ જવાબ નહી મળતા પોલિસ કમિશ્નર અમદાવાદ શહેર, ગૃહ સચિવ , D.G.P. સાહેબ ગાંધીનગર સહીતના અઘિકારીઓ ને પણ લેખીત રજુઆત કરી હતી. પરંતુ GISFS નાં ભરતી કૌંભાંડ માં સંડોવાયેલા સામે કોઈ કાયૅવાહી કારવામાં આવી નહી. તેનાં કારણે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ CRPC-૧૫૪ મુજબ GISFS ભરતી કમિટી અને ભરતી કૌંભાંડ માં મુખ્ય ભૂમિકા જેની છે એવા GISFS નાં CEO આર. ડી. બરન્ડા સહિતના સામે તપાસ કરાવી પોલીસ ફરિયાદ દાખલ કરાવવા પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે તારીખ 05/07/2024 નાં રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ નાં જજ દેસાઇ સાહેબ દ્વારા ફરીયાદ અરજી 711/2023 સાંભળી ફરીયાદ દાખલ કરવા અને તપાસ કરી કાયૅવાહી કરવા હુકમ કરેલ અને CRPC -154 તથા લલીતા કુમારી જજમેંન્ટ મુજબ FIR દાખલ કરવા માર્ગદર્શન આપેલ. આમ છતાં શાહીબાગ પોલીસ સ્ટેશનનાં PI ઝાલા સાહેબ દ્વારા ફરિયાદી ની ફરિયાદ દાખલ કરવામા આવી નથી. GISFS નાં CEO એ 100 થી વધારે GISFS નાં ગાર્ડ ને બરતરફ કર્યા છે. જેઓ હોમગાર્ડ નાં બનાવટી પ્રમાણ પત્રો થી ગેરકાયદેસર ભરતી થયા હતા. એનો મતલબ ગુન્હો બન્યો છે એટલે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ માહિતી માંગી પુરાવાઓ સાથે લેખીત ફરિયાદ કરી હતી પણ પોલીસ દ્રારા ફરિયાદ દાખલ કરવામા નહી આવતા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આઠ મહિના કાનુની લડત કરી હતી. ગુજરત હાઈકોર્ટ નાં જજમેંન્ટમાં સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે કે લલીતા કુમારી જાજમેંન્ટ મુજબ કાર્યવાહી કરવી. આવો સ્પષ્ટ આદેશ હોવા છતા અને DGP સાહેબના વર્ષ 2013 માં લલીતા કુમારી નાં જજમેન્ટ નાં આધારે પરિપત્ર જાહેર કરેલ જેમાં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે કોઇ પણ તપાસ કર્યા વગર ફરિયાદી ની ફરિયાદ દાખલ કરવામા આવે આમ છતાં અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન નાં PI ઝાલા સાહેબ ફરિયાદી ની ફરિયાદ દાખલ કરતાં નથી આ ભરતી કૌભાંડમાં GISFS નાં અઘિકારીઓ સંડોવાયેલાં છે એટલે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવતી નથી .
———— ૬–૯–૨૦૨૪
· “કમિશન આપો, ટેન્ડર મેળવો” ના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું. “ચંદા દો… ધંધા લો…” ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડકાંડ
· ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે 15 ટકા કમિશનના વિવાદ હોવાનો સ્વિકાર ભાજપાના કારોબારીના અધ્યક્ષે સમૂહ માધ્યમના ઈન્ટરવ્યુમાં કર્યો છે.
· ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન ?
“કમિશન આપો, ટેન્ડર મેળવો” ના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું. “ચંદા દો… ધંધા લો…” ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડકાંડ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે 15 ટકા કમિશનના વિવાદ હોવાનો સ્વિકાર ભાજપાના કારોબારીના અધ્યક્ષે સમૂહ માધ્યમના ઈન્ટરવ્યુમાં કર્યો છે. કલોલ નગરપાલિકામાં 7 કરોડના વિકાસ કામમાં થવાના હતા પણ આ વિકાસ કામ સાથે કોનો કોનો વિકાસ થવાનો હતો ? કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટીના દાવા કરતી ભાજપાનો ગળાડુબ ભ્રષ્ટાચાર, લૂંટના મોડલમાં ભાજપાના જ બે જૂથ વાંધો પડ્યો કે છૂટા હાથની મારામારી અને થપ્પડકાંડની ઘટના બની. જે કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટીના અસલી ચહેરાને ખુલ્લો પાડી દીધો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવેશ થતી કલોલ નગરપાલિકામાં રીટેન્ડરીંગના નામે મોટો ખેલ ચાલી ગયો છે. ભાજપાના જૂથોના હિતના ટકરાવને કારણે ખૂલ્લેઆમ મારામારી ના દ્રશ્યો સમગ્ર ગુજરાતે જોયા. શહેરના વિકાસ થાય કે ન થાય ભાજપાના નેતાઓના વિકાસ પૂરપાટ ગતિએ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યની ભાજપા શાસિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસના નામે મોટા કાંડ અને કૌભાંડનો ભોગ સ્થાનિક નાગરિકો બની રહ્યાં છે. રાજ્યમાં ભાજપા શાસિત જુદી જુદી નગરપાલિકાઓનો દેવાળીયા વહિવટથી અનેક નગરપાલિકાઓમાં પાણી બિલ અને વિજ બિલ ન ભરવાના કારણે સ્થાનિક નાગરિકો મોટા પાયે પરેશાન થઈ રહ્યાં છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન ? ભાજપાના ભ્રષ્ટાચારના ભોરિંગે નિર્દોષ નાગરિકોના ભોગ લીધા. સુરત તક્ષશીલાકાંડ, વડોદરા હરણી બોટ કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ અને રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડે ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા શાસકોના ભયમુક્ત ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો જેનો ભોગ નિર્દોષ બાળકો અને નાગરિકો બન્યાં.
ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવા કરતી ભાજપા શાસનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને “કેગ” ઉજાગર કરે અથવા તો નામદાર વડી અદાલત ફટકાર લગાવે તેમ છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 154 જેટલા નગરપાલિકામાં નળ, ગટર અને રસ્તા હેઠળ પાયાની સુવિધા માટે ટેક્ષ ભરતા શહેરી નાગરિકોએ સતત ફરિયાદો કરે છે પણ, ભાજપા શાસકો જવાબ આપતા નથી. ભાજપાએ જે રીતે કોઈ પણ વિકાસ કામ માટે કમલમ કમિશનની વ્યવસ્થા ઉભી કરી છે જેને લીધે શહેરી નાગરિકોની મૂળભુત ફરિયાદો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને એટલે જ અનેક જગ્યાએ ભયમુક્ત ભ્રષ્ટાચારના ભોરીંગથી માનવસર્જિત આપત્તિ સર્જાય છે. જેનો તમામ નાગરિકો ભોગ બની રહ્યાં છે. તાજેતરમાં ભાજપાના ભ્રષ્ટાચારના મોડલથી સમગ્ર વડોદરા વાસીઓ ભોગ બન્યા જે ભાજપા શાસકોના અવ્વલ “વહીવટ-ભ્રષ્ટાચાર” નો વધુ એક નમૂનો છે.
કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા, મહાનગરપાલિકા અન્ય સંસ્થાઓમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ટેન્ડરો ‘ચંદા દો… ધંધા લો…’ ના સુનિયોજીત લૂંટ મોડલની પારદર્શક તપાસ કરવામાં આવે તો વિકાસ કોનો થયો ? તે ગુજરાત અને ગુજરાતીઓ સમક્ષ ખુલ્લુ પડશે.
———
૫–૯–૨૦૨૪
ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશક્તિ ગોહિલજીનાં માર્ગદર્શનથી ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે તા. ૦૫મી સપ્ટેમ્બરના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપ આઇટી સેલના પોરબંદર જિલ્લા કન્વિનરરાજવીર બાપોદરા, આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના મંત્રી અને સાઉથ ઝોનનાં પ્રભારીજયેશ સંગાડા, આમ આદમી પાર્ટીના કિસાન સેલનાં ઉપાધ્યક્ષરમશું હઠીલા, પ્રદેશ મંત્રીશૈલેષ હઠીલા વિધિવત રીતે ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.
ભાજપ આઇટી સેલના પોરબંદર જિલ્લા કન્વીનરરાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારમાં પ્રજા લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટાચારએ માજા મૂકી છે. બીજીબાજુ ભાજપ જુદા જુદા નામે સભ્ય નોંધણીનું નાટક કરી રહી છે ત્યારે પ્રજાની છેતરપીંડીનાં નાટક ભાજપ બંધ કરે. કોંગ્રેસ પક્ષમાં જોડાતા આનંદ અનુભવું છું.
————-
૪–૯–૨૦૨૪
ભારે વરસાદને કારણે કચ્છમાં થયેલ પારાવાર નુકસાની અને ઉદભવેલ પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત દરમ્યાન અનેક અસરગ્રસ્ત પરિવારો ખાસ કરીને ખેડૂતો, નાના વેપારીઓ, સ્થાનિક નાગરિકોની વ્યથા સાંભળ્યા બાદ ભૂજ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, કચ્છમાં થયેલ તારાજી માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર, તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર છે. ઠેરઠેર કચરો, કચરાના નિકાલમાં નિષ્કાળજી જેના લીધે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા. આ માનવસર્જિત આપતી છે. આઝાદ ચોકમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા. નાના વેપારીઓને મોટા પાયે નુકસાની થઈ છે. લાકડા બજારમાં મોટી નુકસાની થઈ છે. રાજા શાહી વખતના નાળાની સમયસર નગરપાલિકાએ સાફ-સફાઈ કરી હોત તો નુકસાની આ અટકાવી શકાત. સફાઈ વેરો મોટા પાયે ઊઘરાવાય છે પણ ઠેર ઠેર ગંદકીને લીધે રોગચાળાનો ભય છે. પાણીના નિકાલ માટે તળાવથી ઓગન સુધી નાળું મોટું કરવું જરૂરી છે. નલીયાથી લાલા જેવો સુધીના રસ્તા પર રોડ બનાવાયો પણ, પાણીના નિકાલના નાળા ના બનાવવાથી રોડ તોડી પાણીનો નિકાલ કરવો પડ્યો આડેધડ નિયમ વિરૂધ્ધ પવનચક્કીઓ માટેના જવા-આવવાના-રસ્તાઓ બનાવીને પાણીને આડસ બનાવી દીધી છે. કંપનીઓએ મનફાવે તે રીતે રસ્તાઓ ઉપર આડસ બનાવી દીધેલ હોવાથી પાણીનો નિકાલ ન થવાથી પણ સ્થાનિક ગ્રામજનોને પારાવાર નુકસાન થયું છે. અબડાસાના ટીડીઓ એમ જણાવે છે કે, સીમેન્ટ ના મકાનમાં રહેતા હશે જેઓને નુકસાન થયુ હશે તેઓને જ સહાય મળશે. તો પછી કાચા મકાનમાં રહેતા પરિવારોને થયેલ નુકસાન અંગે સહાય કેમ નહી ? સરકારે ભેદભાવ વગર અસરગ્રસ્તોને સહાય કરવી જોઈએ. જેમને પારાવાર નુકશાન થયુ છે તેઓને સરકાર સહાય માટે ઉદાર મન રાખીને સહાય ચુકવે તો જ ખેડૂતો અને ખેતીને બચાવી શકાશે. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાઓમાં મોટા પાયે પશુધનના મોત થયા છે, આજદિન સુધી સર્વે અંગે તંત્ર કોઈ જવાબ આપતુ નથી. તંત્ર સંવેદનશીલ બને તે જરૂરી છે.
કચ્છ જીલ્લાના બંદરીય વિસ્તાર માંડવી શહેર તથા મુંદ્રાના બાબાવાડી, રામેશ્વરનગર, ભીડ બજાર, આઝાદ ચોક, સલાયા તથા શહેર વિસ્તારોના અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓએ સમસ્યાની રજુઆત કરી હતી જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, અતિ ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી, લાઈટ, ગટર, રસ્તાઓ શ્રમજીવી પરિવારોના રહેઠાણ તમામને અતિભારે નુકશાન થયેલ છે. જેના માટે સરકાર દ્વારા પુનઃવર્સનની કામગીરી કરવામાં આવે. વેપારી વર્ગના ઘરવખરીના કાચા માલ-સામાન તથા વેપારીઓની દુકાનોમાં પણ મોટાપાયે પાણી ભરતા અતિ નુકશાન થયેલ છે. જેના લીધે નાના વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે હજુ સુધી યોગ્ય કરવામાં આવ્યું નથી. આજદિન સુધી ઠેરઠેર પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોએ સમસ્યાઓ વેઠવી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ હજુ યથાવત નથી થયો, રસ્તાઓ-પીવાના પાણીની સમસ્યા, રોડ લાઈટની સમસ્યાઓથી સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે., નગરપાલિકાની પ્રિ. મોન્સુનની કામગીરી તદ્દન નિષ્ફળ નિવડી છે. સાફ-સફાઈ અને પાણી નીકાલની કામગીરી તાકીદે યોગ્ય કરવામાં નહિ આવે તો, કચ્છ માંડવી વિસ્તારમાં મોટા પાયે રોગચાળો ફાટી નીકળશે.
કચ્છ માંડવી વિસ્તારમાં ઉભા પાકોનું જબરદસ્ત ધોવાણ થયેલ છે, દાડમ, કેળા, કપાસ, તલ, એરાડા, ધઉ વગેરે જેવા પાકોમાં નુકશાન થયેલ છે. આજદિન સુધી સરકારદ્વારા કોઈ ખેડુતોના હિતમાં વિશેષ રાહત પેકેજ અથવા કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. સરકાર દ્વારા કોઈ પણ સર્વે કે પાક ધોવાણની વિગતો વિશે પણ સરકારે દરકાર લીધેલ નથી સ્થાનિક લોકો તથા સામાન્ય વેપારી વર્ગ ખેડુતોની વ્યથા સાંભળ્યા બાદ અસરગ્રસ્તોની તમામ સમસ્યાઓ અંગે ન્યાય માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિસ્તુત રજુઆત કરવામાં આવશે.
કચ્છ જીલ્લાના બે દિવસ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સમયે કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખયજુવેન્દ્ર જાડેજા, જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાવી.કે. હુંબલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો, નગર સેવકો તેમજ ગામના સરપંચઓ અને વિવિધ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી ભારે નુકસાનીનો ચિત્તાર આપ્યો હતો.
———-
૪-૯-૨૦૨૪
·ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરડો.સી.કે.ટીંબડીયાની નિમણૂકમા રાજય સરકાર અને રાજભવન શંકાના વર્તુળમા. વાડ જ ચીભડા ગળે ત્યારે ફરીયાદ કોને કરવી ?
·ડો સી કે ટીંબડીયાએ કુલપતિ થવા માટે તા.૦૫.૦૪.૨૦૨૩ ના રોજ મહામહિમ રાજ્યપાલને પત્ર લખીને યુનિ એકટની ભલામણ મુજબની પોતે શૌક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવે છે તે અંગે ખોટી માહીતી રજુ કરેલ છે.
·ડો સી કે ટીંબડીયા કુલપતિ પદ માટેની લાયકાત ધરાવતા નથી આમ છતા રાજ્ય સરકાર તેને દુર કરવાના પગલા લેવામા કેમ ખચકાય છે ?
કુલપતિના પદ પર નિમણૂક માટે યુજીસીના ધોરણો મુજબ પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ફરજિયાત છે. ઉપરાંત સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે કે વાઇસ ચાન્સેલર પદ માટે પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ જરૂરી છે. પરંતુ આ તમામ જોગવાયો અને સુપ્રિમ કોર્ટના છેલ્લા હુકમને અવગણીને નવસારી કૃષિ યુનિવર્સિટીમા એસોશીએટ પ્રોફેસર ડો સી કે ટીંબડીયાને ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના (ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટી) કુલપતિ પદે તા.૦૯.૦૮.૨૦૨૩ ના રોજ નિમણુક આપવા આવેલ છે જે સંપુર્ણ ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધ છે. રાજ્ય સરકારનુ આ પગલુ સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરનારુ હોય ડો સી કે ટીંબડીયાને વહેલીતકે સદરહુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી દુર કરવાનો હુકમ કરવામા આવે.
રાજય સરકારને અમારો સીધો સવાલ છે કે નિયમ ૭.૩ (૨) સ્પષ્ટ કરે છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગા માટેની અરજીઓ મેળવવા છાપામાં જાહેરાત પ્રસિધ્ધ કરવાની રહે છે,આવેલ અરજીઓના નમુના તૈયાર કરવાના રહે છે, જેથી રજુ થયેલ અરજીઓની તુલનાત્મક/ સરખામણી કરી શકાય. આવી કોઇ પ્રક્રીયા શા માટે કરવામા આવી નથી ? આવા બીજા અનેક સવાલો યુનિ.ના કુલપતિની નિમણુક સાથે જોડાયેલા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતામનહર પટેલની સ્પષ્ટ માંગ છે કે રાજય સરકારે વહેલીતકે ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ પદેથી ડો.સી.કે.ટીંબડીયાને દુર કરવાનો હુકમ કરે.
મનહર પટેલ
————
૨-૦૯-૨૦૨૪
જગતજનની માં અંબાના ભક્તોની આસ્થા સાથે સત્તાધિકારીઓનો વિશ્વાસઘાત
· કોંગ્રેસના દાંતાના ધારાસભ્યકાંતી ખરાડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે સ્થાનિક આગેવાનઓ અને ભાવિકભક્તો સાથે રહીને અંબાજી મંદિર ખાતે વહીવતદારને આવેદન આપ્યું
· એક તરફ લાખો રૂપિયા સત્તાધીશોની સરભરામાં ખર્ચાય છે અને બીજી તરફ માતાજી પોતે ભૂખ્યા રહેતા હોય તો ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની પણ પહેલાના સમયની જેમ કાયમી વ્યવસ્થા કરવામાં આવે. કાંતિ ખરાડી
· જ્યાં માતાજીનું હ્રદય બિરાજમાન છે ત્યાં માતાજીની આસ્થા સાથે ચેડાં થતાં ભક્તોના હ્રદયને ઠેસ પહોંચી છે માટે સરકારી બિલના ચૂકવેલ નાણાં સત્વરે મંદિર ટ્રસ્ટમાં પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે. : હેમાંગ રાવલ
· જો ભક્તોની આસ્થા સમાન તેમના દાનના નાણા સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટને પાંચ આપવમાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અંબાજી મંદિરનો QRકોડ લઈને ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં તેમની પાછળ ખર્ચાયેલા મંદિરના રૂપિયા નાગરિકો પાસેથી દાન સ્વરૂપે ઉઘરાવશે. : હેમાંગ રાવલ
કોંગ્રેસના દાંતાના ધારાસભ્યકાંતિ ખરાડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોડીનેટર તથા પ્રવક્તા હેમાંગ રાવલ ની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે અંબાજી વહીવટદારની મુલાકાત લઈને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી,મંત્રીઓ, ધારાસભ્યઓને ૧૭૫૦/- રૂપિયાની જમવાની ડીશ અને ૭૨૦/- રૂપિયાની ચા થઈ હતી. જે કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના થાય છે, તે રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા. એક તરફ ૫૧ શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફત કરે છે. અંબાજી વહીવટદાર દ્વારા ઉપરોક્ત બાબતે રદિયો આપતા સ્વીકારાયું હતું કે ૧૧,૩૩,૯૨૪ રૂપિયાની ચુકવણી સરકાર દ્વારા ગ્રાન્ટ ન મળ્યાના સંજોગોમાં એજન્સી દ્વારા બિલના નાણાંની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી રૂ. ૧૧,૩૩,૯૨૪ની ચુકવણી કરવામાં આવેલ છે અને હજુ સુધી લગભગ ૨૦૦ દિવસ બાદ પણ સરકારે આ રૂપિયા સરભર કરેલ નથી.
જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા માલુમ પડેલ છે કે હકીકતમાં ઉપરોક્ત જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરએ તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સૂચન કરીને ઉપરોક્ત બિલ ચૂકવવા કહેલ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીં આંખે ઉડીને વળગે તેવી બાબતે છે કે ૧૬ માર્ચ ૨૦૨૪ ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ પેહલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીઓએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપેલ હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે. અને ચૂંટણી પંચના ખર્ચ હોય તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે, ચૂંટણી પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે? અને મોકલ્યું હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે એનું એક જ કારણ જીલ્લા ચૂંટણી અધિકારી હોદ્દાની રુએ બનાસકાંઠા કલેકટર અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન પણ હોદ્દાની રુએ પણ બનાસકાંઠા કલેક્ટર એટલે દલા તરવાડીની જેમ વેહેચણી કરી નાખવાની.
વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા VVIP ને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષએ સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ. શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનનરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.
સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇભક્તો તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર ૮૦ ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ ૫૧ શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના વસ્ત્રો અને શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી.
કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી.
અંબાજીમાં ચર્ચાઓ થઈ રહી છે કે કોઈ મોટા સરકારના નેતાના પરિવારનો બાબરી અથવા અન્ય ધાર્મિક પ્રસંગ અંબાજી ખાતે ઉજવવાનો હોય તડામાર તૈયારીઓ થઈ રહી છે. આપને નમ્ર વિનંતી કે ઉપરોક્ત પ્રસંગનો કોઈપણ વિશિષ્ટ ખર્ચ દેવસ્થાન ટ્રસ્ટમાંથી કરવામાં ન આવે, સાથેસાથે ભૂતકાળના સરકારે ચુકવવાના બિલ જેવાં કે એસટી બસોના ભાડા વગેરે સરકાર જ ચૂકવે અને ટ્રસ્ટ પર તેનો બોજો ના આવે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે.
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે જો મુખ્યમંત્રીઅને ધારાસભ્યઓને માટે ૧૭૪૫ રૂપિયાની જમવાની થાળી અને ૭૨૦ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂપિયાથી ચૂકવવામાં આવેલ હોય. જ્યાં માતાજીનું હ્રદય બિરાજમાન છે ત્યાં માતાજીની આસ્થા સાથે ચેડાં થતાં ભક્તોના હ્રદયને ઠેસ પહોંચી છે માટે સત્વરે ઉપરોક્ત બિલના નાણાં મંદિર ટ્રસ્ટમાં પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે. જો ભક્તોની આસ્થા સમાન તેમના દાનના નાણા સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટને પાછા આપવમાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અંબાજી મંદિરનો QRકોડ લઈને ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં તેમની પાછળ ખર્ચાયેલા મંદિરના રૂપિયા નાગરિકો પાસેથી દાન સ્વરૂપે ઉઘરાવશે.
———–
તા. ૦૩-૦૯-૨૦૨૪
· ભાજપના ભ્રષ્ટાચારી શાસનને કારણે ‘ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત’ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મુખ્યમંત્રી ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે મક્કમ બનશો? – અમિત ચાવડા
· કમલમના કમિશનને કારણે રસ્તાના ખાડાઓથી લોકોની કમર તૂટે છે. – અમિત ચાવડા
· ૨૦૧૭ – ૨૦૨૧ ગુજરાતમાં ખાડાને કારણે અકસ્માતથી ૫૦૦ લોકોના મોત. – અમિત ચાવડા
· ગુજરાતીઓએ એક વર્ષમાં ૪૮૦૦ કરોડનો ટોલટેક્ષ આપ્યો. રસ્તાના ખાડા કમરની સાથે ખિસ્સું પણ તોડાવે છે. – અમિત ચાવડા
· ગામથી ગાંધીનગર સુધીના ભ્રષ્ટાચારને કારણે ખાડારાજ. – અમિત ચાવડા
આજરોજ વિધાનસભા ખાતે આયોજિત પ્રેસ વાર્તાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ અને સરકાર સર્જિત પૂરથી ત્રાહિમામ અને હેરાન પરેશાન છે. બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્ષ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાની કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો વરસાદ બાદ રોડ પર દેડકા જોવા મળતા હતા હવે આ ભાજપના શાસનમાં પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડા અને ભુવા જોવા મળે છે.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ખાડાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રસ્તા પરના ખાડા ગુજરાતની જનતાની કમર તો ભાંગે જ છે પણ સાથસાથે પ્રજાનું ખીસ્સુ પણ ભાંગે છે. આજ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલટેક્ષ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં ૪૮૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ટોલટેક્ષના નામે સરકાર ઉઘરાવે છે. બીજી બાજુ ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે સરકાર કુદરતનો વાંક કાઢે છે. દર વર્ષે રસ્તાઓ ધોવાઇ જાય અને ખાડાઓને કારણે જનતાની કમર તો તૂટે છે પણ સાથેસાથે મોટા પ્રમાણમાં સમય અને ઇંધણની પણ બરબાદી થાય છે. વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, અને ખાડા પડવાને કારણે જે અકસ્માતો થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાની થાય છે. મળતા આંકડા મુજબ ૨૦૧૭ થી ૨૦૨૧ ના જ આંકડા લઈએ તો પાંચ વર્ષની અંદર ખાડામાં પડવાને કારણે થયેલ અકસ્માતમાં ૫૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા છે. એના માટે સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશને જાતે જ સ્વીકાર્યું છે કે, આ સિઝનમાં એકલા અમદાવાદ શહેરમાં ૧૯ હજાર કરતા વધારે સ્થળોએ ખાડાનું રીપેરીંગ કરવામાં આવ્યું. એ જ રીતે સુરતના આંકડાઓ જોતા ૧૦ હજાર કરતા વધારે ખાડાઓની મરામત કરવામાં આવી. દર વર્ષે પહેલો વરસાદ પડે, ખાડા પડે એટલે કરોડો રૂપિયા ધોવાઇ જાય છે. એની પાછળ મરામતના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય આ તમામ પૈસા ખર્ચાઈ ગયા છે, કોન્ટ્રાકટરો અને સરકારના ખિસ્સા ભરાઈ ગયા છે એ પ્રજાના ટેક્ષના પૈસાની બરબાદી થઇ ગઈ છે.
વધુ માં અમિત ચાવડા એ જણાવ્યું કે રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને માન. મુખ્યમંત્રીને હસ્તક છે ત્યારે માંગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં ખાડારાજને કારણે પ્રજા ત્રાહિમામ છે, ચારે તરફ રસ્તાઓને નામે કરોડોનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ત્યારે જનતા સરકાર પાસે જાણવા પણ માંગે છે કે, આમાં સાચી હકીકતે થઇ શું રહ્યું છે? આથી માંગણી કરીએ છીએ કે, સરકાર આખા ગુજરાતના રસ્તાઓને ખાડાઓને અનુસંધાને શ્વેતપત્ર બહાર પાડે કે છેલ્લા એક વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? બે વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? સાથેસાથે ગેરંટી પીરીયડમાં હોય અને રસ્તા ધોવાઇ ગયા હોય? ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? એવા રસ્તાઓની મરામત પાછળ માર્ગ અને મકાન વિભાગ કે શહેરી વિકાસ વિભાગે કયા રસ્તા પાછળ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે? ગેરંટી પીરીયડમાં હોય તો કયા કોન્ટ્રાકટર પાસેથી આનો ખર્ચ વસુલવામાં આવ્યો છે? સાથેસાથે એક જ કોન્ટ્રાકટરની વારંવાર ગુણવતા હલકી હોવાની ફરિયાદો હોય, એક કોન્ટ્રાકટર કે એજન્સીના રસ્તાઓ વારંવાર ધોવાઇ જતા હોય એવા કેટલા કોન્ટ્રાકટરોને બ્લેક્લીસ્ટ કરવામાં આવ્યા? એક રજૂઆત મુજબ સરકાર કોઈને બ્લેકલીસ્ટ કરે તો આખું તંત્ર મિલીભગત અને ભ્રષ્ટાચારમાં ગોઠવાયેલું છે કે એ જ એજન્સી બીજા નામે કોન્ટ્રાકટ લઈને કામો ચાલુ છે. ત્યારે સરકાર આ તમામનો સર્વે કરાવીને શ્વેતપત્ર બહાર પાડે તો ગુજરાતની જનતાના ખ્યાલ આવે કે અમે જે ટેક્ષ આપીએ છીએ એનાથી જે રસ્તા બને છે એમાં કોના ખિસ્સા ભરાય છે. કોને લાભ થાય છે અને પ્રજા આ હાડમારીમાંથી ક્યારે છૂટશે.
ગુજરાતમાં આજે શહેરના રસ્તા, ગામડાના રસ્તા, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે હોય બધાની એક જ પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચારી તંત્રએ સરદાર સાહેબને પણ છોડ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આખા દેશ અને વિશ્વમાંથી લોકો આવતા હોય, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો કદાચ પ્રધાનમંત્રીની સ્પેસ ટેકનોલોજીથી બનેલો રસ્તો હશે એ રસ્તો કેવો ધોવાઇ ગયો પોપડા ઉખાડી ગયા એ સ્પેસ ટેકનોલોજીથી બનેલો રસ્તો સ્પેસ તરફ જતો હોય એનો વિડીયો સૌએ જોયો છે.
આખા રાજ્યની જનતા ખાડારાજથી હેરાન પરેશાન છે. મુખ્યમંત્રીઅને આખી સરકાર ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાંથી નવરી પડે તો ગુજરાતની જનતાની ચિંતા ચોક્કસ કરે અને ગુજરાતમાં જે ખાડારાજ છે, ખાડામાં પાડીને લોકોની કમર તૂટી રહી છે, વાહનો તૂટી રહ્યા છે, સમય અને ઇંધણની બરબાદી થઇ રહી છે એમાંથી ગુજરાતની જનતાને બચાવે.
માર્ગ અને મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને મુખ્યમંત્રીપાસે છે લોકો પૂછે છે કે દાદા ભ્રષ્ટાચારીઓ સામે મૃદુ કેમ છે? અને ગુજરાતની જનતા ખાડામાં પડી રહી છે, ટેક્ષ ભરી રહી છે ત્યારે ભ્રષ્ટાચારીઓને ડામવા માટે અને ખાડારાજમાંથી કાયમી મુક્તિ માટે મુખ્યમંત્રી ક્યારે મક્કમ બનશે એ પણ ગુજરાતની જનતા પૂછી રહી છે. ત્યારે માંગણી કરીએ છીએ કે, ગુજરાતમાં જે ખાડારાજ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, પ્રજાના ટેક્ષના પૈસાની બરબાદી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રીપોતાનો વિભાગ છે તો શ્વેતપત્ર બહાર પડે અને સાચી હકીકતો શું છે કે કેમ રસ્તાઓ ધોવાઇ જાય છે? કયા કોન્ટ્રાકટરો સાથેની મિલીભગત છે અને એની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ અંગેનું શ્વેતપત્ર બહાર પાડો એવી માંગણી કરીએ છીએ.
—————
વડોદરા (અને નીચે જણાવેલ અન્ય ગુજરાતના જિલ્લા) માં આવેલ પૂરના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના જે ઇલેક્ટ્રોનિક સાધનો અને કાર અથવા ટૂ વિહલર અથવા રીક્ષા અથવા અન્ય વાહનો જે પાણીમાં ડૂબ્યા અને જેની હજુ પણ લોન ચાલુ છે તેના 3 EMIની માફી વિષે.
માનનીય મહોદય ,
જય ભારત સાથે જણાવવાનું કે, આપ જાણો છો એમ વિશ્વામિત્રી નદીમાં આવેલ અતિ ગંભીર પૂરના લીધે થયેલ નુકશાનમાં વડોદરા શહેરના નાગરિકોની આર્થિક રીતે કમ્મર તૂટી ગઈ છે, જેમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે, આ પૂરના પાણી જે રીતે નાગરિકોના ઘર અને દુકાનોમાં ઘૂસ્યા હતા એ જોતા તેઓના ઇલેક્ટ્રોનિક સાધનો અને કાર અથવા ટૂ વિહલર અથવા રીક્ષા અથવા અન્ય વાહનોને ખુબજ મોટું નુકશાન થયું છે, મોટા ભાગના નાગરિકોએ આ સાધનો ફાઇનાન્સ કંપની અથવા બેંકો પાસેથી લોનના માધ્યમ દ્વારા વસાવેલા હતા અને તેઓને વીમા કંપનીઓ દ્વારા પૂરું વળતર પણ નહિ મળી શકે, એવા સમયે જો આપદ્વારા કેન્દ્ર સરકારની મદદ લઈને આ ધિરાણ આપનાર બેંકો અથવા સંસ્થાઓને અરજી કરીને જો ચાલુ લોનના ઓછામાં ઓછા 3 EMI રદ કરવામાં આવે તો આર્થિક નુકશાન પામેલ એવા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને થોડી ઘણી રાહત આપી શકાય.
સાથે સાથે રાજકોટ, કચ્છ, ખેડા, દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લા જ્યાં પણ ઘણી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું અને ઘણા વિસ્તારોમાં પાણી ઘર અને દુકાનોમાં ઘુસ્યા અને વડોદરા જેવી હોનરત થઇ તેઓના નાગરિકોને પણ આ પ્રકારની સહાય આપવા વિનંતી છે
આપને વડોદરાના એક નાગરિક અને પૂર પીડિત તરીકે હું આજે ઇમેઇલ, X અને સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા આ પત્ર લખી નિવેદન કરી રહ્યો છું, આશા વ્યક્ત કરું કે આપ અને ગુજરાત સરકાર આ વિષયને ગંભીરતાથી લઈને આ દિશામાં કામગીરી કરશો.
આપનો વિશ્વાશું,
નિશાંત રાવલ
————–
૩૦.૦૮.૨૦૨૪
અધિક મુખ્ય સચિવ,
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત સરકાર,
બ્લોક નં.પ,નવા સચિવાલય, ગાંધીનગર
વિષયઃ રાજ્ય સરકારે ૧૦,૦૦૦ ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO) ની કામગીરી માટે ત્રણ વર્ષમા ત્રણ-ત્રણ વાર એજન્સીઓ તબદીલ કરવા અંગે.
નમસ્કાર
અમોએ આપને તા.૦૮.૦૮.૨૦૨૪ ના રોજ ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિડો.સી.કે.ટીંબડીયા ગેરબંધારનીય રીતે નિમણુક કરવામા આવી છે તે અંગે ઘટતી કાર્યવાહી કરી તેમને બરતરફ કરવાની માંગ કરેલ, પરંતુ ખેદ સાથે જણાવવાનુ કે આપના તરફથી કોઇ ઉચિત કાર્યવાહી આજ દિવસ સુધી કરવામા આવેલ નથી, રાજ્ય સરકારનુ આ પગલુ બિલકુલ ગેરબંધારણીય અને રાજ્ય સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરે છે,તેવી તાકીદ પણ કરેલ હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના લાભ માટે ૧૦,૦૦૦ ફાર્મર પ્રોડુસર કંપનીઓ ખાનગી કંપનીઓ મારફત ઉભી કરવી અને તેની નોડલ એજન્સી તરીકે ગુજરાત સરકારની વિનંતીથી તા.૦૩.૧૧.૨૦૨૧ ના રોજ ભારત સરકાર આદેશ અનુસાર ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન લી. ને વધારાની કામગીરી સોપવામા આવેલ છે.
ગુજરાત સરકારની બીજી વિનંતીને ધ્યાને લઈને તા.૨૯.૧૨.૨૦૨૩ ના રોજ ભારત સરકારના આદેશ અનુસાર ૧૦૦૦૦ FPO પ્રોત્સાહક યોજનાને ગુજરાત સ્ટેટ લાઈહુડ પ્રમોશન કંપની (GLPC) ને વધારની કામગીરી સોપવામા આવે છે અને ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન લી.ને અગાઉ ફાળવેલ કામગીરીમાથી મુક્ત કરવામા આવે છે.
ગુજરાત સરકારની તા.૨૬.૦૪.૨૦૨૪ ની ત્રીજી વિનંતીને ધ્યાને લઈને ભારત સરકારે ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીને વધારાની અમલીકરણ એજન્સી તરીકે વધારની કામગીરી સોપવાની મંજુરી આપી છે અને અગાઉ ગુજરાત સ્ટેટ લાઈહુડ પ્રમોશન કંપની (GLPC) ને અગાઉ ફાળવેલ કામગીરીમાંથી મુકત કરવામા આવે છે.
FPO ની કામગીરી ગુજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરેશન,ગુજરાત સ્ટેટ લાઇવલી હુડ પ્રમોશન કંપની અને ત્યાર બાદ ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટી એમ ત્રણ વર્ષમા ત્રણ ત્રણ વાર તબદીલ કરવાની જરુર કેમ પડી ? આમ આશા કરીએ કે રાજ્ય સરકારના મતે હવે ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટી ઉત્તમ અને અંતિમ નોડલ એજન્સી બની રહેશે અને જેથી ખેડુતોના ઉસ્થાન માટેની આશાસ્પદ કામગીરી થશે
પરંતુ સદરહુ નોડલ એજન્સી ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટી ના વડા કે વાઇસ ચાન્સેલરની વિવાદાસ્પદ નિમણુક થયેલ છે,એ યુનિ. પાસે પોતાની કોલેજમા ટેકનિકલ કે નોન ટેકનિકલ પુરતો સ્ટાફ નથી,યુનિ,ની પુર્ણ રીતે કોલેજ શરુ નથી,વહીવટી માળખાના કોઇ ઠેકાણા નથી માત્ર વાઈસ ચાલ્સેલરની નિમણુક કરીને ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીની વાહવાહી લુંટવી,સરકારના નાણાનો વ્યય અને સમય બરબાદી છે.
ભારત સરકારની ૧૦,૦૦૦ FPO બનાવવાની યોજના વર્ષ ૨૦૨૦-૨૧ અને ત્યારબાદ FPO ની રચના અને કામગીરી માટે CBBO વાર ફાળવણી,બીજનેશ પ્લાનમા કરેલ લક્ષ્યાંક તેમજ રીવાઇઝ કરેલ લક્ષ્યાંકોની વિગતો માટે રાજ્ય સરકાર બિલકુલ પારદર્શક નથી. તે જ મોટા ભ્રષ્ટાચારના સંકેત આપે છે.
એક RTI ની માહિતી અનુસાર CBBO ને ડિસેમ્બર ૨૦૨૩ સુધીમા ૨,૭૨,,૨૦,૦૦૦/- અને ૭૬ FPO ને ૧,૫૭,૨૧,૯૦૫/- રુપિયા ચુકવાય ગયેલ છે તેના બદલામા આ CBBO /FPO દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કામની વિગતોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામા આવે તો કરોડો રુપિયાના ભ્રષ્ટાચારની વિગતો સામે આવી શકે છે. અમો CBBO /FPO ની નિમણુક, નિયુકત ખાનગી એજન્સીનો અનુભવ,તેની કાર્ય પદ્ધતિ,બીજનેશ પ્લાન,સરકારી લક્ષ્યાંક સામે વળતર કામગીરી અને તેમને ચુકવાતા નાણા આ તમામ બાબતોને લઈને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીએ છીએ.
મનહર પટેલ
—————
૧-૦૮-૨૦૨૪
● અરવલ્લી જિલ્લાની ૯ સરકારી પ્રા.શાળાઓને લાગશે ખંભાતી તાળાં
●સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અધિકાર છીનવાઈ રહ્યો છે.
●કરોડો રૂપિયાની જાહેરાતોથી ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઇ રહી છે: શું આ રીતે ભણશે ગુજરાત ?
શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લાની ૯ સરકારી પ્રા.શાળાઓને ભાજપ સરકારે ખંભાતી તાળાં મારી દીધા છે. સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓનો શિક્ષણ અધિકાર છીનવાઈ રહ્યો છે. કરોડો રૂપિયાની જાહેરાતોથી ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઇ રહી છે: શું આ રીતે ભણશે ગુજરાત ? ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને સુનિયોજિત રીતે મર્જના નામે બંધ કરવાનું ભાજપ સરકાર ષડયંત્ર કરી રહી છે. અરવલ્લી જીલ્લાની મોડાસા, માલપુર, ધનસુરા, ભિલોડા, મેઘરજ, બાયડ તાલુકાની નવ જેટલી શાળાઓને તાળા મારનું પાપ ભાજપ સરકારે કર્યું છે. જેના લીધે સૌથી વધુ પ્રભાર્વિત આદિવાસી સમાજના બાળકો થશે. સારું શિક્ષણ મેળવની ઉમદા જીવન બનવાવનું સ્વપ્ન ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ‘જ્ઞાન સહાયક યોજના’ દ્વારા ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે. રાજ્યની ભાજપ સરકાર ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે. પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.
ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૩૪૧ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? ગુજરાતભરની ૩૩૫૩ સ્કુલોમાં ૧૦,૬૯૮ ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની ૩૧ ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે.
———– ૦૧-૦૮-૨૦૨૪
·ભાજપ ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કરે છે: શશી સિંઘ
·ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે તેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતાતુર બન્યા છે: હરપાલ ચુડાસમા
·યુથ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે તૈયારી શરૂ કરી.
·ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શશીસિંઘએ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં આવનારા સમયમાં યુથ કોંગ્રેસની રણનીતિ વિશે માહિતી આપી હતી અને ગુજરાતની સમસ્યાને ઉજાગર કરી હતી.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શશી સિંઘે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની કારોબારીમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે, આવનારા સમયમાં નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ યુથ કોંગ્રેસની મોટી જવાબદારી છે જેમાં બુથ મેનેજમેન્ટ સાથે સાથે વિવિધ આંદોલાત્મક કાર્યક્રમો પણ આપવામાં આવશે. જયારે યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમનુ આયોજન કરશે, જેમાં 15 મી ઓગસ્ટે તિરંગા યાત્રા અને ધ્વજવંદન કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. 9 ઓગસ્ટના દિવસે યુથ કોંગ્રેસના સ્થાપના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને યુવાનોને જોડવાનું પણ કાર્ય કરવામાં આવશે સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે વધુમાં તેમને જણાવ્યું હતું કે 20 મી ઓગસ્ટના દિવસે રાજીવ ગાંધીની જન્મ જયંતીના અવસરે સમગ્ર ગુજરાતમાં તેમના જીવન વિશેની માહિતી સભર વ્યાખ્યાનો અને સાથે સાથે વિવિધ પ્રકારની શિબિરો આયોજન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર ડ્રગ્સની હેરાફેરીમાં ભાજપના કાર્યકર્તાઓ પકડાઈ રહ્યા છે આવનારા સમયમાં તેમની સામે લડવા માટે અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે પણ યુથ કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો આપશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે અને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે તેની સામે વધુ આક્રમક યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમમાં પણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર વિવિધ જગ્યાએ ડ્રગ્સની હેરાફેરી કરતા ભાજપના કાર્યકર્તાઓ પકડાઈ રહ્યા છે અને તેના લીધે વિદ્યાર્થીઓના અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તેના લીધે વાલીઓ પણ ખૂબ જ ચિંતાતુર બન્યા છે. આવનારા સમયમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવશે અને આવનારા સમયમાં હાલની સરકારે ડ્રગ્સની બાબતે કોઈ પગલાં લીધા નહીં તો ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે દિન પ્રતિદિન ગુજરાતનો માહોલ ખૂબ જ ખરાબ થઈ રહ્યો છે ગુજરાતની અંદર ચારે બાજુ આજે ડ્રગ્સની હેરાફેરી અને બહુ સરળતાથી ડ્રગ્સ મળી રહ્યું છે જેમાં મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ પણ પકડાઈ રહ્યા છે તેના લીધે યુવાનોનું ભવિષ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠાની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અવારનવાર હેરાનગતિ કરવામાં આવી રહી છે અને તેના લીધે પોલીસ પણ કોઈ ચોક્કસ એક નેતાના ઇશારે કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસ દ્વારા પી.એસ.આઇ. દ્વારા જાણે કમલમ ખાતેનું સીધું કનેક્શન હોય એવું જણાઈ રહ્યું છે.એને લઈને પણ યુથ કોંગ્રેસ આગામી સમયમાં પણ આક્રમક કાર્યક્રમો આપશે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મનિષા પરીખ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દિગ્વિજય રાજપુત અને અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ જયમન શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
————-
૩-૦૮-૨૦૨૪
•ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટ્રાચાર એ શિષ્ટાચાર બની ગયો છે: સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નહિ પરતું ભ્રષ્ટાચારની સીસ્ટમ ભાજપ સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં લાગુ કરી છે.
•ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો ટીઆરપી કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો
•રાજ્યના અધિકારીઓ દુશાશન અને ભાજપ સરકાર ધુતરાષ્ટ્ર ભૂમિકામાં: પ્રજાના હક્ક અધિકાર માટે કોંગ્રેસ પાંડવો બની કાર્યરત.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેશ પરમારએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૩૦ વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મનપામાં ભાજપનું રાજ છે. ભાજપ રાજમાં જાણે ભ્રષ્ટ્રાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. ભયમુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ભ્રષ્ટાચારના ચક્રવ્યૂહને કારણે મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો ટીઆરપી કાંડ સહિતની કરુણાંતિકાઓ કેટલાય ગુજરાતીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતના સેવાસદનો આજે ભાજપ માટે મેવાસદનો બન્યા છે ભાજપ સરકાર દાવા કરે છે કે કોઇ મોટી માછલીઓ મગરમચ્છ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે પરતું ભાજપ સાગઠીયા અને ભોજકને પકડે અને મોટા એનાકોન્ડા, વ્હેલ માછલીઓને ક્યારે પકડશે?તે ગુજરાતીઓ જાણવા માંગે છે. ગુજરાતમાં અત્યારે બાબુ અને અધિકારીઓનું રાજ છે. રાજ્યના અધિકારીઓ દુશાશન અને ભાજપ સરકાર ધુતરાષ્ટ્ર ભૂમિકામાં છે જયારે પ્રજાના હક્ક અધિકાર માટે કોંગ્રેસ પાંડવો બની વિરોધપક્ષની ભુમિકા ભજવી રહી છે. કોઇપણ ઘટના બાદ રાજ્ય સરકાર એસઆઈટીની રચના કરે છે. પરતું આજ સમિતિઓ તેમના માટે છટકબારી જેમ બની છે. હરણી બોટ કાંડમાં કોર્ટે બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તેમ છતાં અત્યાર સુધી ભાજપ સરકારે કેમ પગલાં ન લીધા? શું ભાજપ સરકાર અને અધિકારીઓ પોતાને હાઇકોર્ટથી ઉપર માને છે? ભાજપનાં રાજમાં ખાણ-ખનીજ, મહેસુલ, ગૃહ, આરોગ્ય, શિક્ષણ સહિતના તમામ વિભાગોમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ તો વિપક્ષમાં છે અને વિરોધ કરે છે પણ ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો, સાંસદો, નેતાઓ દ્વારા મુખ્યમંત્રીને અધિકારીરાજ અંગેની મુશ્કેલીઓ બાબતે વારંવાર પત્ર લખી વિરોધ કર્યો છે. ગુજરાતના ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓનું પણ અધિકારીઓ સાંભળતા નથી. ત્યારે ભ્રષ્ટાચારને ડામવા અને ધુતરાષ્ટ્ર સરકારને દુર કરવા કોંગ્રેસ પાંડવોની ભૂમિકામાં આવી છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આવનાર ગુજરાત વિધાનસભા સત્રમાં ઉચ્ચ અધિકારીઓ, ચુંટાયેલા નેતાઓ, પ્રતિનિધિઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અંગે કડક કાયદો બનાવવમાં આવે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે મૃત્યુ પામેલા ગુજરાતીઓને ન્યાય આપવા માટે તારીખ ૯ ઓગસ્ટે મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય પદયાત્રા કરવામાં આવશે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈની આગેવાનીમાં ૧૦૧ પદયાત્રીઓ જોડાશે અને ગુજરાતમાં જુદાજુદા કાંડના પીડિતોના સગા-સંબધીઓ પણ આ પદયાત્રામાં જોડાશે.
ભ્રષ્ટાચારના આરોપ બાદ હકાલપટ્ટી થયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાધર્મેન્દ્ર શાહની ભ્રષ્ટાચારના પરાકાષ્ટા અને ગેરવહીવટ પર આકરા પપ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખબિમલ શાહએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના પ્રભારીધર્મેન્દ્ર શાહના શાસનમાં મેયરની ઓફીસમાં એન્ટીચેમ્બરમાં બેસી ૫૦૦ કરોડથી વધારેનો ભ્રષ્ટ્રાચારની વાતો સૌના લોકમુખે ચર્ચાઈ રહી છે. મ્યુનિસિપલ કમીશનરઅને મેયરકરતાં વધારે પાવર ભોગવતા હોય તેમ કોઇ પણ કોન્ટ્રાક્ટ હોય તેમાં કમીશન વિના પાસ થતો ન હતો. દિલ્હીના તેમને સીધા આશીર્વાદ હોવાનો વાતો કરતા ધર્મેશ શાહના રાજમાં શહેરમાં કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ હોય, બસનો કોન્ટ્રાક્ટ, રોડ-બ્રીજના કોન્ટ્રાક્ટ સહિતના કોન્ટ્રાક્ટમાં સુનિયોજિત રીતે ભ્રષ્ટાચારની સીસ્ટમ કરવામાં આવી હતી. સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નહિ પરતું ભ્રષ્ટાચારની સીસ્ટમ ભાજપ સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં લાગુ કરી છે. મોટાપાયે કોન્ટ્રાક્ટની કટકીને કારણે શહેરમાં રોડ સારા બનતા નથી. અવાર નવાર રોડ તુટવાની સમસ્યાઓનો ભોગ ગુજરાતીઓ બની રહ્યા છે. ભાજપાના ધારાસભ્યો અને કોર્પોરેટરોના એએમટીએસ-બીઆરટીએસના ઉચા ભાવે કોન્ટ્રાક્ટ આપી કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બેહરામપુરામાં કાપડ એકમો માટે એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(ETP) વ્યક્તિ વિશેષને લાભ કરવામાં કોર્પોરેશનને અંદાજીત ૧૦૦ કરોડ જેટલું નુકશાન થયું છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ધર્મેન્દ્ર શાહ દ્વારા મંજુર થયેલા તમામ કામોની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આઇટી વિભાગે પણ ભાજપના ક્યાં નેતાના ખાતામાં ક્યાં કોન્ટ્રાકટરે રૂપિયા જમા કરાવ્યા તેની તપાસ થવી જોઇએ.
પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ મેયર અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુસીપલ કોર્પોરેશનનો એક વર્ગ ો કર્મચારી રૂપિયા ૫૦ લાખની લાંચ લેતો પકડાય આ જ દર્શાવે છે કે ભાજપ શાસિત નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ કર્મચારીના તાર ક્યાં કયા મોટા અધિકારી, નેતા સુધી પહોંચે છે તેની તપાસ થવી જોઇએ. એએમસીમાં ભ્રષ્ટ્રાચાર કરવાનો છુટો દોર મળે તે માટે વિપક્ષને તમામ વિવિધ સમિતિમાંથી દુર કરાયા છે. શહેરના ધોવાયેલા અને તુટેલા રસ્તા માટે હલકી ગુણવત્તા, રોડ અને રસ્તાના ટેન્ડરમાં આપવામાં આવેલ ટર્મ્સ એન્ડ કંડીશનનું યોગ્ય પાલન ન થાય, યોગ્ય માત્રામાં ડામરનો ઉપયોગ ન થયા જ્યાં થાય ત્યાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાય તેની સાથે મોટા પાયે કટકી-કૌભાંડ અને ભ્રષ્ટ્રાચાર જવાબદાર છે. ભાજપના રાજમાં તંત્ર એટલું ભ્રષ્ટ થઇ ચુક્યુ છે કે સામાન્ય વ્યક્તિ પોતાનુ મકાન બનાવવાનો પ્લાન પાસ ન કરાવી શકે. બાંધકામ થયા બાદ બીયું પરમીશન માટે ફ્લેટના યુનિટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે. મનપા ઓફીસમાં પોતાનું કામ કરાવવું એ અભીમન્યુના કોઠા પસાર કરવા જેવી સ્થિતિ નાગરિકની થાય છે. ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી સ્થિતિ છે ત્યારે કોંગ્રેસ અમદાવાદ મ્યુંસીપલ કોર્પોરેશનમાં થઇ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આક્રમકતાથી લડશે. ભાજપના મનપાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં છે તેમને કામમાં નહી કોન્ટ્રાક્ટ અને કટકીમાં જ રસ છે. કમીશન મળ્યા બાદ કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કરવાના બદલે છાવરવામાં આવે છે. જે કામગીરી અને નિતિરીતી ચાલે છે તે પ્રજાલક્ષી નહીં પ્રજા વિરોધી છે. યુપીએ શાસનમાં ડૉ.મનમોહન સિંઘ દ્વારા અમદાવાદના વિકાસ માટે ૫ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી ૯૦૦ કરોડ રૂપિયા તો માત્ર વરસાદી પાણી અને ડ્રેનેજ માટે વપરાયા હતા. આ ૯૦૦ કરોડ ક્યાં ગયા? તે સવાલ થાય છે. આજે નજીવા વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તાર ઠેરઠેર પાણીમાં ગરકાવ થઇ જાય છે. ગુજરાતીઓને સુવિધા-સેવા મળે અને ભય ભ્રષ્ટાચારને ડામવા કોગ્રેસ પક્ષ સતત લડાઈ લડતો રહેશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન ્કર ઉપસ્થિત રહ્યા હતા
——–
૩-૦૮-૨૦૨૪
· અંબાજી ખાતે જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોઓ પોતાની સમસ્યાઓની અમિત ચાવડા અને ગેની ઠાકોર સમક્ષ રજુઆત કરી
· શ્રદ્ધાના ધામ અંબાજીમાં સરકાર અને તેમના મળતિયાઓ દ્વારા શ્રદ્ધાનો વ્યાપાર થઈ રહ્યો છે. : અમિત ચાવડા
· આદિવાસી માટેની 73AA ની જમીનોમાં ગેરકાયદેસર રીતે NA કરી જમીનો વ્યાપારીઓને અને બહારના લોકોને પધરાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. : અમિત ચાવડા
· વિકાસના નામે જે કોરિડોરની આડમાં ૫૦૦૦ જેટલા રહેઠાણના રહીશો, દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી છે. આ સંજોગોમાં સ્થાનિકોના ભોગે વિકાસ ક્યારેય હોય શકે નહિ : અમિત ચાવડા
· “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોના પરીણામલક્ષી નિવારણ માટે જનસભાથી વિધાનસભા સુધીની લડત લડીશું : અમિત ચાવડા
· બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું : ગેની ઠાકોર
· જનમંચ કાર્યક્રમ થકી આવેલા પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે વિધાનસભાથી લઈને સંસદ સુધી કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે : ગેની ઠાકોર
જનમંચમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા આજથી સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે.
આજે માં આંબાના ધામ અંબાજી ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જનતાની અવાજને બુલંદ કરવા માટેનો કોંગ્રેસનો મંચ એટલે જનમંચ. આજે અંબાજી ખાતે લોકોએ જે રજૂઆતો કરી છે કે આ શ્રદ્ધાના ધામમાં સરકાર અને તેમના મળતિયાઓ દ્વારા શ્રદ્ધાનો વ્યાપાર થઈ રહ્યો છે. આદિવાસી માટેની 73AA ની જમીનોમાં ગેરકાયદેસર રીતે NA કરી જમીનો વ્યાપારીઓને અને બહારના લોકોને પધરાવી દેવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે આદિવાસી સમાજને જળ, જંગલ, જમીનનો અધિકાર આપ્યો છે. કોંગ્રેસની સરકાર જંગલ જમીન અધિનિયમ બહાર પાડ્યો આજ દિન સુધી તેની સનદો મળતી નથી, હક મળતો નથી, પોલીસનું પૂરતું મહેકમ નહિ હોવાના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પ્રશ્નો થયા છે. ખુલ્લેઆમ હપ્તારાજને કારણે દારૂ અંબાજીમાં ઠેર ઠેર મળી રહ્યો છે. લોકો, યુવાધન બરબાદ થઈ રહ્યા છે. સાથે સાથે વિકાસના નામે જે કોરિડોરની વાતો છે. ૫૦૦૦ જેટલા દુકાનો, રહેઠાણના રહીશોને નોટિસ પાઠવવામાં આવી છે. સ્થાનિકોના ભોગે વિકાસ ક્યારેય હોય શકે નહિ. વિકાસનો નકશો હોય તો પહેલાં પ્રસિદ્ધ કરવો જોઈએ, લોકોના વાંધા સૂચન લેવા જોઈએ, સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી જોઈએ તેવું કંઈ પણ કરવાના બદલે વિકાસના નામે સ્થાનિકોને હટાવી પોતાના ધંધાદારી ભાગીદારોને લાવવા માટેનું એક આયોજન થઈ રહ્યું છે, જેનો લોકો પણ વિરોધ કરી રહ્યા છે. આજે હત્યા થઈ હોય તેમ છતાં ૧ મહિના સુધી તેની FIR નોંધવામાં ન આવે તેવા એક ધર્મા નામના આગેવાનની હત્યાની પણ કોઈ તપાસ નહિ થતી હોવાની વાત પણ આવી છે. ભરતીના નામે, આઉસોર્સિંગના નામે શોષણ થતું હોય, આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનમાં રસ્તા, પાણી,વીજળીના પ્રશ્નો છે. આદિવાસી દીકરા – દીકરીઓ માટે જે છાત્રાલયો હોવા જોઈએ તેની સુવિધા નથી. આવા અનેક પ્રશ્નોની રજૂઆત આ જનમંચના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં થઈ છે. અહીં સ્પષ્ટ થાય છે કે માં અંબાના ધામમાં શ્રદ્ધાના નામે સરકાર વેપાર કરી રહી છે. ધજા ચઢાવવા માટેનો પણ ભાવ નક્કી કરવામાં આવે, પ્રસાદીનો પણ વ્યાપાર થતો હોય. હવે પૂજામાં ધજાની વિધિમાં પણ વ્યાપાર કરવાનો શરૂઆત થઈ છે. સ્થાનિક લોકો જે બ્રાહ્મણો છે. વર્ષોથી તેમની રોજી રોટી ચાલે છે. કુટુંબનો વારસાગત જે સેવા પૂજાનો હક છે તેને પણ છીનવવામાં આવી રહ્યો છે. આ તમામ રીતે સરકારી અધિકારીઓ બેફામ બની ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અધિકારીઓનું રાજ છે અને લોકો એમાં હેરાન પરેશાન થઈ રહ્યાં છે.
કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પુરો પાડી રહ્યો છે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે તેની સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદા રો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વિધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.
જનમંચને સંબોધિત કરતા બનાસના બહેન ગેની ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પણ ખુબ જ ગંભીર છે ત્યારે દેશી-વિદેશી દારુ, જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, મહિલાઓની છેડતી અને અત્યાચારના બનાવો બન્યાં છે. માથાભારે લોકો દ્વારા જમીન-મિલકતો પચાવી પાડવામાં આવે છે, પ્રશાસન અને પોલીસ તંત્રને ફરીયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી. અંબાજીમાં રેલવે દ્વારા સંપાદિત જમીનોના બજારભાવ મુજબ વળતર ન મળતા ખેડૂતો અને આદિવાસીઓની રોજી રોટી છીનવાઈ રહી છે. બનાસકાંઠાના યુવાનોને દારૂના ખપ્પરમાં હોમી દેવામાં આવ્યા છે અને તેમને આ બદીથી ઉગારવા બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું. જનમંચ કાર્યક્રમ થકી આવેલા પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે વિધાનસભાથી લઈને સંસદ સુધી કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે.
ઉપરોક્ત જનમંચ કાર્યક્રમમાં દાતાના ધારાસભ્યકાંતિ ખરાડી, જિલ્લા પ્રમુખભરત વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખદિનેશ ગઢવી, પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખબાબુજી ઠાકોર, પ્રદેશ ડેલીગેટઅંબા સોલંકી, કાર્યકારી પ્રમુખડામરાજી રાજગોર, તુલસી જોશી, દાંતા તાલુકા પ્રમુખકાંતિ બોબડિયા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્યરવિરાજ ગઢવી, બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ આશા રાવલ. દાંતા તાલુકા મહિલા પ્રમુખ મંજુલા પ્રજાપતિ, અંબાજી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ગઢવી, પ્રદેશ મીડિયા પેનલિસ્ટ મુકેશ પંચાલ, પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ સહિત મોટી સંખ્યામાં અંબાજી અને દાતા વિસ્તારના સ્થાનિકોએ ભાગ લીધો હતો.
———
૦૫-૦૮-૨૦૨૪
• ગાંધીનગર મહાનગરપાલિકાના ભાજપના વોર્ડ નં. ૩ ના અનુસુચિત જનજાતિની અનામત સીટ ઉપર ચુંટાયેલા નગરસેવકના જાતી પ્રમાણ પત્રની ખરાઈ અંગે માહિતી આપવામાં ઠાગાઠૈયા
• નગરસેવક ભરત ગોહિલ સામે સરકારી તંત્ર દ્વારા ત્રણ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ? શું તેઓ ભાજપના નગરસેવક છે એટલે બચાવવામાં આવી રહ્યા છે ?
ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૦૩ (સેક્ટર ૨૪,૨૭,૨૮) અનુસુચિત જનજાતિની અનામત બેઠકના ઉમેદવાર ભાજપના ભરત મનજી ગોહિલ (મૂળભૂત રાજસ્થાનની મારવાડી છે. જેઓએ વર્ષ ૨૦૦૬માં જાતી પ્રમાણપત્ર મેળવેલ છે) તેઓના જાતી પ્રમાણપત્ર અંગે કોંગ્રેસ પક્ષના ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં. ૩ ના ઉમેદવાર મેહુલ ગામિતે માહિતી માંગી હતી. ભાજપના મહાનગરપાલિકાના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રની માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી છેલ્લા ૩ વર્ષથી એક યા બીજા કારણોસર આપવામાં આવતી નથી જાણી જોઈને માહિતી છુપાવવા માટે ૩ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છતાં અનુસુચિત જનજાતી ના પ્રમાણપત્રની ચકાસણી અંગેનો અહેવાલ કેમ જાહેર કરવામાં આવતો નથી ? સાચા આદિવાસી સમાજના હક્ક અધિકાર પર ભાજપા સરકાર કેમ તરાપ મારી રહી છે ? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અનુસુચિત જનજાતિ અંગેના પમાણપત્રની ચકાસણી કરવાનું કામ સરકારના વિભાગનું છે. કલેકટર ગાંધીનગર અને રાજ્ય ચૂંટણી પંચની જવાબદારી છે. કોંગ્રેસ ઉમેદવારને માહિતી ના આપવા માટે ઘણા કાવા દાવા થઇ રહ્યા. અનુસુચિત જનજાતિના પ્રમાણપત્ર ચકાસણી અંગેનો રીપોર્ટ જાહેર કરવામાં આવતો નથી. નગરસેવક ભરત ગોહિલ સામે સરકારી તંત્ર દ્વારા ત્રણ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં કેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ? શું તેઓ ભાજપના નગરસેવક છે એટલે બચાવવામાં આવી રહ્યા છે ? ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રની સત્યત્તા અંગે ભાજપ મોવડી મંડળ કે સરકાર કેમ મૌન છે ? કોંગ્રેસના ઉમેદવારને કેમ માહિતીઓ આપવામાં આવતી નથી ? ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમદેવારના અનુસુચિત જનજાતિના જાતી પ્રમાણપત્રની ખરાઈ અંગેના અહેવાલને તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ખોટા પુરાવા થી સરકારી લાભો મેળવ્યા હોય તેની સામે કાર્યવાહી થાય. મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પક્ષ કરે છે.
રાજ્ય સરકારના રાજ્યપત્રમાં ગુજરાત એક્ટ નં. ૧૮/૨૦૧૮ ૧૬/૧૦/૨૦૧૮ થી પ્રસિદ્ધ થયેલ છે અને તા. ૧૯/૦૯/૨૦૨૦ થી અમલી બનેલ જાતી પ્રમાણપત્ર આપવા અને ખરાઈ કરવાનાં તેના નિયમો ૨૦૨૦ ના ૧૦ (૧) (૨) ની જોગવાઈ અનુસાર આદિજાતિ વિકાસની અધ્યક્ષતા વાળી સમિતિ સમક્ષ ખરાઈ કરવાની થાય છે. આ સંદર્ભે અગાઉ થી જે તે સત્તાધીશોએ ખરાઈ કરવાની હોય છે. ગાંધીનગર મહાપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નં. ૦૩ અનુસુચિત જનજાતિ (ST) બેઠકના ઉમેદવાર મેહુલ રામસિંગ ગામિત અને સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ, ગુજરાત રાજ્યના કન્વીનર ડૉ. રાજન ભગોરા સહીતના આદિવાસી સમાજના હક્ક – અધિકાર માટે લડતા આગેવાનોએ સમગ્ર બાબતે રજૂઆત કરી હતી. જેથી નકલી પ્રમાણપત્ર (Fake Certificate) ના આધારે સામાજિક – આર્થિક અને રાજકીય ફાયદા લેનારાઓ પર રોક લાગે અને અનુસુચિત જનજાતિ – આધિવાસી સમાજને તેના બંધારણીય હક્ક અને અધિકાર મળી શકે.
————
૬-૮-૨૦૨૪
·ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં ૧૮માં ક્રમે.
·નીતિ આયોગ દ્વારા “SDG India Index 2023-2024” ના મુજબ ૨૦૧૮માં ગુજરાતમાં ફ્રન્ટ રનર (હાઈ પર્ફોમર) હતુ તે ધકેલાઈ ૨૦૨૩-૨૪માં પર્ફોમર બન્યું છે.
·ગુજરાત રાજ્યમાં ધોરણ-૯ અને ૧૦માં ડ્રોપઆઉટ રેશિયો ૧૭.૯ % છે જ્યારે દેશની સરેરાશ ૧૨.૬ % છે.
·ગુજરાત રાજ્યમાં માત્ર ૨૪ % વિદ્યાર્થીઓ ૧૮ થી ૨૩ વયના કોલેજ કક્ષાએ કે સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવે છે.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ની શિક્ષણ વ્યવસ્થા દિવસે અને દિવસે કથળતી જાય છે. કેન્દ્ર સરકાર ના નીતિ આયોગ દ્વારા અપાયેલ એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ૧૮માં ક્રમે છે જે ગુજરાત મોડેલ ની પોલ ખોલે છે. નીતિ આયોગ દ્વારા “Sustainable Development Goal (SDG) India Index 2023-2024” ના રિપોર્ટ સરકાર ની પોલ ખોલનારો છે. ગુજરાત રાજ્ય જ્યારે ૨૦૧૮ માં ફ્રન્ટ રનર્સ એટલે હાઈ પર્ફોર્મિંગ રાજ્ય માં હતું તે ધકેલાય અને ૨૦૨૪ માં પર્ફોર્મિંગ રાજ્ય માં આવી ગયું છે.
ગુજરાત રાજ્ય ના સેકન્ડરી શિક્ષણ કક્ષા એ ડ્રોપ આઉટ રેશિયો ૧૭.૯% છે જ્યારે દેશ ની સરેરાશ ૧૨.૬% છે. હાયર સેકન્ડરી શિક્ષણ વ્યવસ્થા એટલે ૧૧-૧૨ ધોરણ માં ગ્રોસ એનરોલમેન્ટ માત્ર ૪૮.૨% જ્યારે દેશ ની સરેરાશ ૫૭.૬%. ગુજરાત રાજ્ય માં હાયર એજ્યુકેશન એટલે કે સ્નાતક કક્ષા એ એનરોલમેન્ટ ૨૪% જ્યારે દેશ ની સરેરાશ ૨૮.૪% છે.ગુજરાત રાજ્ય માં શિક્ષક – વિદ્યાર્થી નો જે રેશિયો ૨૯ વિદ્યાર્થીઓ ની સામે એક શિક્ષક છે, જે રાષ્ટ્રીય સરેરાશ મુજબ દેશ માં ૧૮ વિધાર્થીઓ એક શિક્ષક છે. ગુજરાત રાજ્ય ની શિક્ષણ વ્યવસ્થા માં સરકાર ને વ્યાપારીકરણ અને ખાનગીકરણ માં રસ છે જ્યારે શિક્ષણ માં સુધાર કરવા માં ઈચ્છાશક્તિ અભાવ દેખાય છે. મૃદુ ને મક્કમ સરકાર ને શિક્ષણ ક્ષેત્રે મક્કમતા ક્યાં જતી રહે છે તે ખબર નથી પડતી. ગુજરાત મોડેલના નામે ગુલબાંગો પૌકારનારી ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે તે આ અહેવાલ દર્શાવે છે. ગુજરાત રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી ૧૧% જેટલા બાળકો શાળામાં પ્રવેશ પણ નથી મેળવતા. જેટલા બાળકો સ્કુલ કક્ષાએ ભરતી થાય છે તેમાંથી માત્ર ૨૪% જેટલા ૧૮ થી ૨૩ વર્ષના વિદ્યાર્થીઓ સ્નાતક કે કોલેજ કક્ષાએ એડમીશન લે છે. સમગ્ર ગુજરાત એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા બતાવતું હતું તેની પરિસ્થિતિ દારૂણ અને દુઃખદ છે. શિક્ષણના નામે માત્ર વહેપાર અને ધંધો બનાવનાર શિક્ષણ વ્યવસ્થાથી ગુજરાતના યુવાનો અને બાળકોનું ભાવી ચિંતાજનક છે. ગુજરાતની ભાજપ સરકાર જાગે અને શિક્ષણના સુધારની દિશામાં કામ કરે તેવી સમગ્ર ગુજરાતની જનતા માંગ કરી રહી છે.
સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ ગોલ (SDG)
ગુજરાત
ભારત
ડ્રોપ આઉટ રેશિયો (સેકેન્ડરી કક્ષા 9-10)
17.9 %
12.6 %
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (હાયર સેકન્ડરી કક્ષા 11-12)
48.2%
57.6 %
ગ્રોસ એનરોલમેન્ટ હાયર એજ્યુકેશન (સ્નાતક કોલેજ કક્ષાએ)
24.0 %
28.4 %
————-
૭-૦૮-૨૦૨૪
· ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે: જે અત્યંત ચિંતાજનક બાબત
· બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ? ગુજરાત જાણવા માંગે છે.
ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નીતિરીતીના કારણે તેની કિમંત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે. કેમ ગુજરાતમાં સતત વધી રહેલા કુપોષણ અને ભૂખમરા સતત વધી રહ્યા છે ત્યારે બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું ? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાહિરેન ્કરએ જણાવ્યું હતું કે નવજાત બાળકો-માતામા સતત વધતા જતા કુપોષણના કારણે ગુજરાતમાં માતા અને નવજાત બાળકોનો મૃત્યુનો આંક અટકવાનો નામ લેતો નથી. સાથોસાથ ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી મહિલાઓ યોગ્ય અને પુરતી સુવિધા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડ્યું છે. ભાજપના રાજમાં સતત વધી રહેલા ઓછા વજનવાળા બાળકો, સગર્ભા સ્ત્રીઓ એનિમિયા હંગર ઇન્ડેક્ષ ના વધતા જતા આંક ચિંતાનો વિષય છે. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા ખાઈ કોણ પોષિત થઇ ગયું ? ગુજરાત જાણવા માંગે છે.
ભૂખ સામે લડવા અને બાળકોમાં પોષણ આપવાના નામે કરોડો રૂપિયા ખર્ચ્યાના દાવા કરતી ભાજપ સરકાર જણાવે કે ગુજરાતમાં કુપોષણ અને ભુખમરા સૂચકાંક માં ગુજરાતનું સ્થાન કેમ કથળતું જાય છે? નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ૨૦૨૩-૨૪ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ (SDG) રિપોર્ટ અનુસાર હંગર ઇન્ડેક્ષ (ભૂખમરા સૂચકાંક)માં પર ગુજરાત ૨૫માં ક્રમે છે. નીતિ આયોગના રીપોર્ટ અનુસાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૩૯ ટકા બાળકોની અપૂરતી વૃદ્ધિ છે. વર્ષ ૧૫-૪૯ વર્ષની ૬૨.૫ ટકા સગર્ભા સ્ત્રીઓ એનિમિયા ગ્રસ્ત છે જે ખુબ ગંભીર બાબત છે. સમાન વય જૂથની ૨૫.૨ ટકા સ્ત્રીઓનો બોડી માસ ઇન્ડેક્સ(૧૮.૫)થી નીચે છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ની તુલનામાં ઓછા વજનવાળા અને અપૂરતી વૃદ્ધિવાળા બાળકો અને એનિમિયા ધરાવતી સ્ત્રીઓનો વ્યાપ વધ્યો છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૦૧૫માં સ્થાપિત ૧૭ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલમાંથી એક છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ નો હેતુ ઝીરો હંગર ઇન્ડેક્ષ હાંસલ કરવાનો છે. પરતું ભાજપ સરકારના રાજમાં ગુજરાત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ ઈન્ડેક્સમાં માત્ર ૪૧ પોઈન્ટ મેળવ્યા છે. ભૂખમરા સામેની લડાઈમાં ગુજરાત એ ઓડિશા, મધ્યપ્રદેશ સહીત અન્ય ૨૩ રાજ્યો કરતા પાછળ છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨ પ્રદર્શનમાં ગુજરાતની સ્થિતિ સતત કથળી રહી છે. SDG-2 ઇન્ડેક્સના વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત માટે ૪૬ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૧ હતો. વર્ષ ૨૦૧૮માં ૪૯ હતો જે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૪૧ થઇ ગયો છે.
સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન’ (SAM)ને લીધે વર્ષ ૨૦૨૦-૨૧માં ૯૬૦૬, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩૦૪૮ અને વર્ષ ૨૦૨૦- ૨૩માં ૧૮૯૭૮ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરેરાશ ૧૨ લાખ બાળકોના જન્મ સમયે ૩૦ હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૭,૧૫,૫૧૫ બાળકો કુપોષિત છે.
ક્રમ
વર્ષ
ગુજરાતમાં એનઆરસીમાં ગંભીર તીવ્ર કુપોષણથી પીડિત દાખલ બાળકો (પાંચ વર્ષથી નાના)
ક્રમ
હંગર ઈન્ડેક્ષમાં ગુજરાત રાજ્યનો સ્કોર
૧
વર્ષ ૨૦૨૦-૨૧
૯૬૦૬
૧
વર્ષ ૨૦૧૮-૧૯
૪૯
૨
વર્ષ ૨૦૨૧-૨૨
૧૩૦૪૮
૨
વર્ષ ૨૦૧૯-૨૦
૪૧
૩
વર્ષ ૨૦૨૨-૨૩
૧૮૯૭૮
૩
વર્ષ ૨૦૨૩-૨૪
૪૧
કુલ
૪૧૬૩૨
ગુજરાત રાજ્ય ભૂખમરા ઈન્ડેક્ષમાં ૨૫માં સ્થાને
————
૭–૮–૨૦૨૪
· ૯મી ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆતઃ300 કિલોમીટરથી વધુની કોંગ્રેસની પદયાત્રા
· દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા:૨૩મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. ત્યારે દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરુ થશે. જેમાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ – અમદાવાદથી પસાર થઇને ૨૩મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે. “ગુજરાત ન્યાય યાત્રા”માં કોંગ્રેસ પક્ષના હોદેદારો, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભૂમિકા અદા કરી યાત્રામાં જોડાશે.
સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈએ ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોરબીથી તારીખ ૯ ઓગસ્ટ થી શરૂ થતી ગુજરાત ન્યાય યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો હશે. એક ન્યાય યાત્રીઓ કે જેઓ ન્યાયયાત્રાના આરંભથી સમાપન સુધી સાથે જોડાયેલા રહેશે જે સતત ૧૫ દિવસ સુધી પદયાત્રામાં રહેશે. પદયાત્રામાં ૧૦૦ પદયાત્રીઓ કાયમી સાથે રહેશે. બીજા પદયાત્રી જેઓ જિલ્લાના ન્યાયાત્રીઓ જે પાંચથી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે. ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો રહેશે. ૯ ઓગસ્ટે ન્યાય યાત્રા મોરબીના ઝુલતા પુલે શરુ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે. ૧૫મી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેનદ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદથી અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમએ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવાશે.
મોરબીથી સવારે ૯:૦૦ વાગે શરૂ કરવામાં આવશે. તારીખ ૧૧ ઓગસ્ટે ટંકારા થઇ રાજકોટ ખાતે સાંજે પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. તારીખ ૧૨ ઓગસ્ટે સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. તારીખે ૧૩ ઓગસ્ટે સુરેન્દ્રનગર જીલ્લાથી ન્યાયયાત્રા પ્રયાણ કરશે. સમગ્ર યાત્રામાં ‘ભાજપના પાપનો ઘડો’ રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચારની ફરિયાદો પ્રજા આ ઘડામાં નાખશે. ભાજપના પાપનો થડો હવે ભરાઈ ગયો છે. ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાય પણ ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.
રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરશે.
————–
૮-૮-૨૦૨૪
પ્રતિ,
અધિક મુખ્ય સચિવ,
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત સરકાર,
બ્લોક નં.પ,નવા સચિવાલય, ગાંધીનગર
વિષય: ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરડો.સી.કે.ટીંબડીયાની નિમણૂક ગેરેબંધારણીય, તેને હોદા ઉપરથી દુર કરવા બાબત..
નમસ્તે.
રાજય સરકારએ સેન્દ્રીય ખેતી પોલીસી-૨૦૧૫ ના અમલીકરણના ભાગરૂપે ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના માટે અધિનિયમ, ૨૦૧૭ પાસ કરેલ હતો. આ યુનિવર્સિટીના રોજ બરોજની કામગીરી માટે રાજય કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ)ના સ્ટેચ્યુટ પ્રમાણે કામગીરી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી મંજુરી અપાયેલ હતી અને આ દરમ્યાન નેચરલ ફાર્મિગ યુનિવર્સિટીના નિયમો તૈયાર કરવાના થતા હતા. યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડો.બી.આર.શાહ નિવૃત ખેતી નિયામકને જુન.૨૦૧૯માં નિમણુંક કરેલ અને ત્યાર બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીના હાલોલ ખાતેની ગુજરાત ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિગ યુનિવર્સિટી (સુધારા અધિનિયમ.૨૦૨૨) ના વાઇસ ચાન્સેલર તરીકેનો ચાર્જ આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરડો.કે.બી.કથીરીયાને સોપવામાં આવેલ હતો.
ત્યાર બાદ નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દૃના વડા અને એસોશીયેટ પ્રોફેસર ડો.સી.કે. ટીંબડીયા ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ સોપવામા આવેલ,ડો ટીંબડીયા યુનિની કલમ ૨૪ માં દર્શાવેલ ઇન્ચાર્જ કુલપતિ માટેની લાયકાત ન ધરાવતા હોવા છતાં નવસારી કૃષિ યુનિવર્સિટીના એસોશીયેટ પ્રોફેસરને નિયમો વિરૂધ્ધ કુલપતિનો ચાર્જ સોપવામાં આવેલ છે.
ઉપરાંત કુલપતિની નિમણુક માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન નવી દિલ્હીના નિયમો અને રાજય કૃષિ યુનિવર્સિટીના સ્ટેચ્યુટની જોગવાઇ અનુસાર પ્રોફેસર કેડરનો ૧૦ વર્ષનો અનુભવ જરૂરી છે. જ્યારે ડો.સી.કે.ટીંબડીયા આ જોગવાઈની લાયકાત ધરાવતા ન હોવા છતા રાજ્ય સરકારે તા.૦૯.૦૮.૨૦૨૩ ના રોજ શા માટે નિમણુક કરવામા આવી છે ? રાજ્ય સરકારનુ આ પગલુ બિલકુલ ગેરબંધારણીય અને રાજ્ય સરકારના વહીવટ ઉપર અનેક સવાલ ઉભા કરે છે, માટે વહેલીતકે સદરહુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી ડો સી કે ટીંબડીયાને દુર કરવાનો હુકમ કરવામા આવે.
ડો સી કે ટીંબડીયાની કુલપતિની નિયુક્તિ માટે રાજ્ય સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન અને નવી દિલ્હીના નોટીફીકેશન નં. ૧-૨/૨૦૧૭(ઇ.સી/પી.એસ) ના નવા નિયમ નં.૭.૩ એ ઉમેદવારની પ્રોફેસર કક્ષા અને તે પદ પરનો ઓછામાં ઓછા દશ વર્ષનો અનુભવ ફરજીયાત દર્શાવે છે છતાં શા માટે આ ધોરણોનુ ઉલ્લંઘન કરવામા આવેલ છે ?
ઉપરાંત નિયમ ૭.૩ (૨) સ્પષ્ટ કરે છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગા માટેની અરજીઓ મેળવવા છાપામાં જાહેરાત પ્રસિધ્ધ કરવાની રહે છે,આવેલ અરજીઓના નમુના તૈયાર કરવાના રહે છે, જેથી રજુ થયેલ અરજીઓની તુલનાત્મક/ સરખામણી કરી શકાય. આવી કોઇ પ્રક્રીયા શા માટે કરવામા આવી નથી ? અને આ તમામ નિયમો યુ.જી.સીના તા.૧૮/૭/૨૦૨૮નું નોટીફીકેશન નિયમ ૧.૨ મુજબ કેન્દીય તેમજ રાજયના કાયદાથી બનાવેલ તેમજ એફીલીયેશન ધરાવતી તમામ યુનિવર્સિટીઓને તા.૧૮/૭/૨૦૧૮થી લાગુ પડે છે.
ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીને રાજય કૃષિ યુનિવર્સિટીના સ્ટેચ્યુટ વાપરવાની મંજુરી રાજયના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પત્રનં. ACD/GOAU/E File2/2022/1715/K.2 તા.૧/૨/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી મંજુરી અપાયેલ હતી. જે વાઇસ ચાન્સેલરની નિમણુંક માટેના જરૂરી નિયમો રાજય કૃષિ યુનિવર્સિટીના સ્ટેચ્યુટ નં. ૩૬.૮માં દર્શાવેલ પધ્ધતિથી કરવા માટેની જોગવાઇઓ હયાત છે તેનુ સંપુર્ણ ઉલ્લંઘન કેમ કરવામા આવેલ છે ?
આમ ડો.સી.કે.ટીંબડીયાને તા.૯/૮/૨૦૨૩થી નિયમિત વાઇસ ચાન્સેલર તરીકે નિમવામાં ભારતના બંધારણમાં આપેલ અનુચ્છેદ ૧૪ મુજબ કાયદાની સમાનતા અને કાયદાના સમાન રક્ષણના હકકનો સ્પષ્ટ ભંગ જણાય છે.
અમારી સ્પષ્ટ માંગ છે કે રાજ્ય સરકારે સરકારી ધોરણોને અવગણીને ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરડો.સી.કે.ટીંબડીયાને જે નિમણુક આપી છે તેને તાત્કાલિક રદ કરવામા આવે અને ડો ટીંબડીયા વર્તમાન હોદા ઉપરથી દુર કરવામાં આવે.
આભાર
મનહર પટેલ
————- ૮-૮-૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ૯ ઓગસ્ટ ના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ના આદિવાસી ઓ અને બહેનો ને સહ્રદય શુભકામનાઓ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગરીબ પછાત આદિવાસીઓ, છેવાડે વસતા જરૂરિયાતમંદ લોકો ને જે હક-અધિકાર મળતા હોય ત્યારે તેથી વંચિત ન રહી જાય તે સરકાર ની જવાબદારી હોય છે. સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ ને પ્રીમેટ્રિક અને પોસ્ટમેટ્રિક વિદ્યાર્થીઓ ને અપાતી સ્કોલરશીપ ની ગ્રાન્ટ માં છેલ્લા ૫ વર્ષ માં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે તેના લાભાર્થીઓ માં ઘટાડો થઈ રહ્યો છે તે સમઝાતું નથી? આદિવાસી વિદ્યાર્થીઓની સંખ્યા માં ઘટાડો થયો છે, તે માટે લાભાર્થીઓ ઘટી ગયા છે તે સવાલ થાય છે ? કેન્દ્ર સરકારના આંકડા મુજબ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ગુજરાત રાજ્ય ના પ્રિમેટ્રિક સ્કોલરશીપના લાભાર્થી ૧,૮૦૯૬૪ હતા તે વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ માં ઘટી ને અડધા જેટલા એટલે કે ૯૦,૭૫૫ થઈ ગયા છે. ગુજરાત રાજ્ય ના પોસ્ટમેટ્રિક માં સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ માં ૨૧૨૪૫૪ લાભાર્થીઓ હતા જે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ઘટીને ૧૬૦૫૫૫ લાભાર્થીઓ થઈ ગયા છે. ગુજરાત રાજ્ય ના આદિવાસી વિદ્યાર્થીઓ ને પ્રીમેટ્રિક સ્કોલરશીપ માટે વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ માં ૩૩૬૧.૩૪ લાખ ફંડ આપવા માં આવ્યું હતી, જે વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૫૭૭૦.૯૫ લાખ ફંડ આપવામાં આવ્યું છે. પોસ્ટ- મેટ્રિક સ્કોલરશીપ માટે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ૨૨૮૮૩.૮૯ લાખ ફંડ આપવા માં આવ્યું હતું જ્યારે વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ માં ૨૬૦૫૧.૪૫ લાખ ફંડ આપવા આવ્યું છે. ફંડ ફાળવવી વધતી જાય અને લાભાર્થીઓ ઘટતા જાય તે ક્યાં પ્રકાર ની યોજના છે ? સરકાર દ્વારા અપાતા ફ્રીશિપ કાર્ડ ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટી અને કોલેજો સ્વીકારતા નથી અને વિદ્યાર્થીઓ જોડે ચેક લેવામાં આવે છે તેની ઘણી વાર વિદ્યાર્થીઓ માંથી ફરીયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓને સરકારી કાર્યાલયોની વહિવટી તંત્રની અવ્યવસ્થા અને ખરાબ કામગીરીના લીધે કનડગત ભોગવવી પડે છે.
સમગ્ર દેશમાં થી છેલ્લા એક વર્ષ માં ૧૩૩૫૮૭૮ જેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા છે. જ્યારે વર્ષ ૨૦૧૯- ૨૦૨૪ સુધીમાં ૬૦૮૧૫૭૭ જેટલા વિદ્યાર્થી વિદેશ અભ્યાસ માટે ગયા છે. કેન્દ્ર સરકાર ની નેશનલ ઓવર્સિસ સ્કોલરશીપ ફોર ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યોજના હેઠળ માત્ર વર્ષે ૨૦ સીટ છે. છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ ઓવર્સીસ સ્કોલરશીપ ફોર ટ્રાબલ સ્ટુડન્ટ હેઠળ ગુજરાત માંથી છેલ્લા એક વર્ષ માં એક જ વિદ્યાર્થી નું સીલેકશન થયું છે અને એક જ વિદ્યાર્થી ને લાભ મળ્યો છે. ગુજરાત રાજ્ય માં આદિવાસીઓના ઉત્થાનની માત્ર વાતો કાગળ ઉપર છે જ્યારે હકીકતમાં મીંડું છે. ગરીબ અને છેવાડા ના ગરીબ આદિવાસીઓ માટે ની યોજનામાં કેટલો તફાવત જ્યારે દેશ માંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય ત્યારે દેશમાં માત્ર ૨૦ આદિવાસી વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપ નો લાભ મળે છે તે દુઃખદ છે. વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓ તે સ્પષ્ટ કરે છે ક્યાંક ને ક્યાંક કંઇક ખોટું થઈ રહ્યું છે. દેશમાં આદિવાસીઓ ૮.૬% અને ગુજરાત માં ૧૪.૮% જેટલી વસ્તી ધરાવે છે. ગુજરાતના આદિવાસી વિસ્તારના લાખો વિદ્યાર્થીઓ સ્કોલરશીપ જેવા લાભથી વંચિત રહે અને શિક્ષણ વ્યવસ્થામાં હેરાન પરેશાન થાય તે કેટલા અંશે યોગ્ય છે ? વિશ્વ આદિવાસી દિવસે ભાજપ સરકારથી માંગ કરીએ છીએ કે તાત્કાલીક સ્કોલરશીપથી વંચિત વિદ્યાર્થીઓને ઝડપી લાભ મળે તે દિશામાં કામગીરી થાય.
વર્ષ
આદિવાસીઓને મળતી પ્રિમેટ્રીક સ્કોલરશીપનું ફળવાયેલ ફંડ
લાભાર્થી
આદિવાસીઓને મળતી પોસ્ટ પ્રિમેટ્રીક સ્કોલરશીપનું ફળવાયેલ ફંડ
લાભાર્થી
૨૦૧૯-૨૦
૩૩૬૧.૩૪ લાખ
૧,૮૦,૯૬૪
૨૨૮૮૩.૮૯ લાખ
૨,૧૨,૪૫૪
૨૦૨૩-૨૪
૫૭૭૦.૯૫ લાખ
૯૦,૭૫૫
૨૬૦૫૧.૪૫ લાખ
૧,૬૦,૫૫૫
નેશનલ ઓવર્સીસ સ્કોલરશીપ ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસંદગી થયેલ આદિવાસી વિદ્યાર્થીઓ
૧ વિદ્યાર્થી
————–
૮-૦૮-૨૦૨૪
રાજ્યમાં અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારના મુદ્દે મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ૧૦૦ દિવસ રોજગારીની ગેરંટી આપતા મનરેગામાં આદિવાસી વિસ્તારમાં ૨૪ થી ૩૪ દિવસની રોજગારી આપવામાં આવે છે. આજે સમગ્ર દેશ કરતા શ્રમિકોને ઓછું વેતન ચુકવવામાં આવે છે. આદિવાસી સમાજના બાળકો માટે શિક્ષણની મોટી વ્યવસ્થાના નામે ચાલતી આશ્રમ શાળાઓમાં ૧૫ વર્ષ કરતા વધુ સમયથી શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. શિક્ષણ અને રોજગારને લઈ સૌથી વધુ સ્થળાંતર આદિવાસી વિસ્તારોમાં થઈ રહ્યું છે.
રાજ્યમાં સરકારી પ્રાથમીક શાળાઓમાં ૩૮૦૦૦ ઓરડાઓની ઘટ છે, આદિવાસી વિસ્તારોને સમાવેશ કરતા ૧૩ જીલ્લાઓમાં ૯૫૧૮ જેટલા ઓરડાઓની ઘટ છે જેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં આદિવાસી વિસ્તારના માત્ર ૧૬૯ ઓરડાઓ બન્યાં છે. જ્યારે બાકીના નવ જીલ્લાઓ નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર ઓરડાઓની ઘટ સામે એકપણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. ગુજરાત રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૭૦૦ થી વધુ છે જેમાં આદિવાસી વિસ્તારના ૧૩ જીલ્લામાં ૩૬૧ જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. હજારો બાળકોને એક જ શિક્ષકથી કેવી રીતે બધા જ વિષયનું શિક્ષણ પુરુ પાડતા હશે ? અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની કન્યાઓને શાળાએ અભ્યાસ જવા માટેની સાઈકલો પણ ધુળ ખાઈ રહી છે. સ્વરોજગારી માટેની કીટો પણ એક વર્ષ કરતા વધુ સમયથી વિતરણ કરવામાં આવી નથી.
રાજ્યમાં ૭૪૦૮ આંગણવાડીઓ ભાડાના મકાનમાં કે અન્ય જગ્યાએ ચાલે છે તે પૈકી આદિવાસી વિસ્તારના ૧૩ જીલ્લાઓમાં ૨૨૯૨ આંગણવાડીઓ એટલે કે ૨૪ ટકા આંગણવાડીઓ આ રીતે ચાલી રહી છે. રાજ્ય સરકાર વિકાસના દાવાઓની વચ્ચે આંગણવાડીઓના ભૂલકાઓને બેસવા માટે સરકારે મકાન પણ ઉપલબ્ધ કરાવી શકી નથી. તે વરવી વાસ્તવિકતા છે.
ગુજરાતમાં કુપોષિત બાળકોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૩ જીલ્લાઓમાં ૨,૬૭,૭૨૪ બાળકો કુપોષિત છે. ભાજપ સરકાર કુપોષણ દુર કરવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા અતિ ચિંતાજનક છે.
આદિવાસી સમાજના વિકાસના નામે વિવિધ યોજનાના કરોડો રૂપિયા બારોબાર સગેવગે કરીને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અન્ન નાગરિક પુરવઠાનું કરોડો રૂપિયાના અનાજનો જથ્થો આદિવાસી પરિવારોને મળવાને બદલે બારોબાર ફ્લોર મિલોમાં, કાળા બજારીઓ, સંગ્રહખોરો ચાંઉ કરી રહ્યાં છે. અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજના હેઠળના કરોડો રૂપિયા ભાજપા સરકારના મળતિયાઓ-કોન્ટ્રાક્ટરો સાથે મળીને ચાઉં કરી ગયાં છે છતાં ભાજપા સરકાર આદિવાસી સમાજના નામે મોટી મોટી જાહેરાતો કરી રહી છે. ત્યારે જાહેરાતોને બદલે આદિવાસી સમાજના જાહેર હિતમાં યોગ્ય દિશામાં સરકાર કાર્ય કરે તો જ આદિવાસી સમાજનું ભલુ થશે.
ક્રમ
આદિવાસી વિસ્તારમાં 13 જીલ્લાઓની સ્થિતિ
૧
ઓરડાઓની ઘટ
9518
૨
એક જ શિક્ષકથી ચાલતી શાળા
361
૩
ભાડાના મકાનમાં કે અન્ય જગ્યાએ ચાલતી આંગણવાડીની સંખ્યા
2292
૪
કુપોષિત બાળકોની સંખ્યા
267724
—————-
૧૨–૮–૨૦૨૪
· ગુજરાતમાં સરકારી શાળાઓમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ, બેદરકાર શિક્ષકો સામે રાજ્ય સરકાર કયારે નક્કર પગલા ભરશે ?
· ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના દાવા પછી શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન આવ્યું ?
· વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રીયલ ટાઈમ ડેટા માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. તો પછી સતત ગેરહાજર શિક્ષકો અંગે શિક્ષણ વિભાગ કેમ અજાણ ?
ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના દાવા પછી શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન આવ્યું ? વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનીશીએટિવ માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. તો પછી સતત ગેરહાજર શિક્ષકો અંગે શિક્ષણ વિભાગ કેમ અજાણ ? આટલી ગંભીર બાબત પ્રત્યે કેમ બેદરકારી રાખવામાં આવી ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ડમી સ્કુલના મોટાપાયે ચાલતા વેપલાની સાથો સાથ ડમી શિક્ષકોનું વ્યાપક દુષણ શિક્ષણ જગત માટે ચિંતાજનક છે. અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર શિક્ષકોની તપાસ બાબતે શિક્ષણ વિભાગની સંપૂર્ણ લાલીયાવાડી ચાલી રહી છે. વિદેશ જવા માટે ૯૦ દિવસની રજા મળતી હોય છે. એક વર્ષ કરતા વધુ સમય સુધી રજા ઉપર રહે તો તેને બરતરફ કરવાની જોગવાઈ તો પછી સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કેમ કાર્યવાહી કરવામાં ના આવી ? ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે ૨.૪ લાખ શિક્ષકો, ૧૦,૦૦૦ જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે ૨.૫ લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ ૨૦૧૯માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસી કાર્યરત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબધ્ધ ૫૦ શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ થઇ રહ્યા તેવું જાહેર કરેલ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના ૫૦૦ કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવે છે. રાજ્યના કેટલાક શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશમાં કરી રહ્યા છે જલસા ! બાળકોના શિક્ષણના ભોગે કેટલાક શિક્ષકો વિદેશમાં મજા કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાતમાં સરકારી શાળાઓમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ, બેદરકાર શિક્ષકો સામે રાજ્ય સરકાર કયારે નક્કર પગલા ભરશે ? ગુજરાતના શિક્ષકોને યુએસ-કેનેડાનું ઘેલું લાગ્યું, જેઓ ચાલુ નોકરીએ લાંબા સમયથી અમેરિકા, કેનેડા પહોંચી ગયા બાદ પરત ફર્યા નથી. આવા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારાઇ, પરંતુ ટર્મિનેટ કેમ ન કરાયા ? આ શિક્ષકો કોની મદદ લઈને વિદેશમાં લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે ? બીજીબાજુ ૪૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા છે. જે શિક્ષકો હાલ કાર્યરત છે એમાંથી મોટાભાગના શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની વધારાની કામગીરીની ફરજ પાડવામાં આવે છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારની સરકારી શાળાના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોના ભવિષ્ય સાથે ગંભિર ચેડા થઈ રહ્યાં છે. ત્યારે સરકારે મોટી મોટી જાહેરાતો કરવાને બદલે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે નક્કર પગલા ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
———-
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ,
41 જાગનાથ પ્લોટ, રેસકોર્સ,
જિલ્લા પંચાયત ચોક,
હોટલ લેમન ટ્રી વાળી શેરી,
રાજકોટ – 360001,
તારીખ – 11/08/2024.
*અખબારી યાદી*
*રાજકોટ શહેરમાં ન્યાય યાત્રાનું આગમન જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસેથી શહેર કોંગ્રેસ સમિતિએ ધ્વજ લઇ રાજકોટ શહેરમાં પદયાત્રા ફરી*
*હકડેઠઠ મેદની વચ્ચે ત્રિકોણબાગમાં શક્તિ ગોહિલ ઉપસ્થિતિમાં જંગી સંવેદના સભા યોજાઈ*
*તમામ કાર્યકરો અને શહેરની જનતાનો રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આભાર વ્યક્ત કર્યો*
*પદયાત્રીઓએ ગેમિંગ ઝોન ખાતે બનાવના સ્થળે આજ રોજ શ્રદ્ધાંજલિ પાઠવી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા ન્યાયકા હક મિલને તક શરૂ થયેલી પદયાત્રા પીડિત પરિવારો સાથે રાજકોટ શહેરમાં પ્રવેશી હતી અને રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર પદયાત્રા ફરી હતી જેમાં રાજકોટના મોરબી રોડ જકાતનાકા થી ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ થઈ પારેવડી ચોક થી હોસ્પિટલ ચોક થઈ અને રાજકોટ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે વિશાળ જંગી મેદની સાથે સંવેદના સભા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સંસદ શક્તિજી ગોહિલ ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી જેમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને રાજકોટની જનતાનું શબ્દો દ્વારા સ્વાગત કરાયા બાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય માટે લડત ચલાવનારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયા એ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં જુદી જુદી ઘટનાઓમાં જે બનાવો બન્યા છે તે એકેયમાં પીડિત પરિવારોને ન્યાય મળેલ નથી બાળકો અને યુવાનો આ અગ્નિકાંડમાં હોમાયા તેની શું પરિસ્થિતિ અસર થઈ શકે સરકાર સમજી શકતી નથી સરકારની કમિટીઓ ફક્ત કાગળ પર છે ન્યાય મળતો નથી. ભાજપના ભ્રષ્ટાચારી પદાધિકારીઓને બચાવવા એક પણ અધિકારી હિંમત વાળો ન નીકળ્યો કમિટી બની તપાસો ગાડીઓ મુખ્ય આરોપી સુધી ન પહોંચી શક્યો. પીડિત પરિવારો સૌથી આગળ ચાલતા હતા કોંગ્રેસ પાછળ ચાલતી હતી ન્યાય માટેની લડાઈ લડવા કોંગ્રેસની તમામ તૈયારીઓ છે.
લલિત વસોયા :- પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં બનેલી દર્દનાક ઘટનામાં ભાજપ દ્વારા જે કમિટી રચી છે તેમાં કોઈ જગ્યાએ ભાજપના પદાધિકારીઓનું ધરપકડ થઈ નથી સાગઠીયા એ મોહરું છે સાગઠીયા ને મળવા પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ આજે પણ જઈ રહ્યા છે
હરપાલ ચુડાસમા – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ હરપાલ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચારી છે અને આ જે કાંઈ ઘટનાઓ ઘટી છે તેમાં સિદ્ધિ કે આડકતરી રીતે ભાજપના પદાધિકારીઓને સંડવણી સાબિત થઈ છે. રેલી ન્યાય અને અધિકારની વાતો લઈને ગાંધીનગર પહોંચી જવાની છે કોંગ્રેસ છે પીડિત પરિવારોની તાકાત બનશે.
ઈન્દ્રનીલ રાજગુરુ :- રાજકોટના પૂર્વ ધારાસભ્ય હાથ સે હાથ જોડોના ગુજરાત પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે રાજકોટમાં ભાજપ ભ્રષ્ટાચારમાં ગડાડુબ છે. ભારતીય જનતા પક્ષ ભ્રષ્ટાચાર માંથી બહાર નીકળી શકે તેમ છે નહીં ગુજરાતમાં નાગરિકોના મોત થાય તો વાંધો નથી પરંતુ ભાજપનો ભ્રષ્ટાચાર બંધ ન થવો જોઈએ ભાજપ ભ્રષ્ટાચાર કરનારા ને બચાવી રહી છે રાજકોટ એ બંધ પાડી ભાજપને જવાબ આપી દીધો છે. પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા ગેમ ઝોનના મુખ્ય આરોપી જેલમાં રહેલા સાગઠીયા ને મળવા જાય એ શું બતાવે છે ?
અનિરુદ્ધ જાડેજા :- પીડિત પરિવારોના ધોલના અનિરુદ્ધ જાડેજા આવ્યું હતું કે ભાજપ અમોને દબાવી દેવા માંગે છે અને પોલીસને હાથો બનાવે છે પરંતુ અમે ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસની સાથે છીએ રાહુલ ગાંધીને મળ્યા બાદ ભાજપ એક્શનમાં આવેલ હતું અને અમને મુખ્યમંત્રીનું તેડું આવ્યું હતું ત્યાં સુધી કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમોને મળવા આવેલ નહીં. અત્યંત જ્વેલનશીલ પદાર્થ પેટ્રોલનો જથ્થો ઘટના સ્થળેથી મળ્યો હતો તે પ્રકરણમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું છે એટલું જ નહીં દારૂનો જથ્થો અને બિયર પણ ઘટના સ્થળેથી મળ્યા હતા ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કાગળ પર છે
કમલેશ કાથડ :- પીડિત પરિવારના કમલેશ કાથડે જણાવ્યું હતું કે લડેગે જીતેંગે ન્યાયત્રામાં અમે લડતા રહેશું અને જે કોઈ અધિકારીઓ આમાં હશે તેવા અધિકારીઓને છોડશું નહીં રાજકોટ શહેરના પોલીસ કમિશનરના આદેશથી નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ નો બંધ પહેલા વિડીયો વાયરલ થયો હતો અને બંધ ન પાડવા જ પોલીસે એડી ચોટી નું જોર લગાડેલ હતું. આ ટીઆરપી ગેમ જોનમાં સૌથી વધુ આંકડો મૃત્યુને ભેટેલ હોવા છતાં ફક્ત 27 નો આંકડો સરકારે બતાવેલ છે
મોરબી ની મચ્છુ પુલની ઘટનાના વિવિધ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમો પ્રથમ પુણ્યતિથિએ અમદાવાદ જતા હતા ત્યારે જ કોઈ જાહેર સભા યોજવાની નહીં રેલી કાઢવાની નહીં આ રીતે અમોને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે આ દેશના નાગરિક છે કોઈથી દબાવવાના નથી અને ન્યાય માટે હર હંમેશ કોંગ્રેસની સાથે છીએ.
વોર્ડ નંબર 11 માંથી દીપ્તિ વઘાસીયા સહિત 50 બહેનો ભાજપના ભ્રષ્ટાચાર થી ત્રસ્ત હોય તેઓને આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલ ની ઉપસ્થિતિમાં ખેસ પહેરાવી આવકાર્યા હતા.
જીગ્નેશ મેવાણી :- વડગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે મોરબી થી ચાલી રહેલી આ સંઘર્ષ યાત્રીઓ રાજકોટમાં જ્યારે આવી છે ત્યારે તમામ મીડિયા કવરેજ કરનારા મિત્ર પત્રકાર મિત્રોનો સલામ કરું છું તક્ષશિલા અગ્નિકાંડ મોરબી કાડમાં તમામ પ્રકરણોની અંદર જાણીબુજીને તપાસમાં ફિંડલુ વાળી રહ્યા છે તમામ પરિવારો ન્યાય આપવા માટે તપાસ જે લોકો ડ્રગ્સ માંથી નથી કમાયા જમીનોમાંથી ફાઈલોમાંથી કમાયા નિષ્ઠાવાન અધિકારીઓને તપાસ સોંપવાના બદલે મુખ્યમંત્રી અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવીને શું પેટમાં દુખે છે ? કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પીળી પરિવારની સાથે ન્યાય માટે લડતા રહેશું તિરંગા નું સન્માન કરવાની જવાબદારી ભાજપના ગદ્દારોને નથી કોંગ્રેસનો સિપાઈ સ્વતંત્રતાની લડાઈમાં સામી છાતીએ ગોળી ખાતો હતો
લાલજી દેસાઈ :- ગુજરાત કોંગ્રેસ સેવાદળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ જણાવ્યું હતું કે ન્યાય અને અન્યાય ધર્મ અને અધર્મની આ લડાઈ મોરબી થી લડતનું પ્રારંભ ક્રાંતિ સભાથી થઈ આજે રાજકોટમાં સંવેદના સભા યોજાય છે આ સભામાં ઉપસ્થિત રહેલા સૌ કાર્યકર મિત્રો અને રાજકોટની જનતાનો આભાર માનું છું ભાજપ પીડા આપતી રહેશે પરંતુ પીડા ની સામે અમારી લડાઈ હંમેશા ચાલુ રહેશે પહેલે લડે થે ગોરો છે અબ લડકે ચોરો છે ભાજપના આ ભ્રષ્ટાચારી આંખલાઓ ગોચર ચરી ગયા છે. દરિયાકાંઠો ખાઈ ગયા છે. તિરંગા યાત્રા એ ડિંડક અને તૂત છે તિરંગા નુ અપમાન થયું છે આપણી પાસે દેશભક્તિનું સર્ટીફીકેટ માગવા નીકળે છે કુરબાની અને ગદ્દારી કેટલો ફર્ક છે આઝાદી માટે કોંગ્રેસની એકતા અખંડિતતા માટે ગાંધી પરિવારે કુરબાની આપી છે જ્યારે આજની સરકારે લલિત મોદી નીરવ મોદી અને નરેન્દ્ર મોદી જેવા લૂંટારાઓ આપ્યા છે 15 દિવસે ઘડો ભરાશે પરંતુ બે દિવસમાં ભ્રષ્ટાચારનો ઘડો ભરાઈ ગયો છે. ભાજપના કાર્યકરોને તિરંગા નું સન્માન કેમ જળવાય તે કોંગ્રેસ સેવા દરના કાર્યકરો શીખવશે.
શક્તિ ગોહિલ :- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિજી ગોહિલે જણાવ્યું હતું કે હું એરપોર્ટ થી નીકળ્યો ત્યારે તમામ જગ્યાએ આજુબાજુમાં બધે વરસાદ છે પરંતુ અહીં વરસાદ છે નહી એટલે ઉપરવાળો પણ આપણું ધ્યાન રાખે છે સત્યની લડાઈમાં હંમેશા શિવજીનો સાથ હોય છે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપનારા ભાજપ ના પદાધિકારીઓને લોકોની તકલીફ શું છે તે જાણવાની ચેષ્ટા નથી એસી ચેમ્બર્સ પ્રેસ કોન્ફરન્સ કે એરોપ્લેનમાં ફરવાથી પ્રજા ની તકલીફ દૂર થતી નથી ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તે માટે પદયાત્રા કરવી પડે કોંગ્રેસ પરિવાર પદયાત્રામાં નીકળે તો મને ગૌરવ થાય રાહુલ ગાંધીએ કન્યા કુમારથી કાશ્મીર સુધી 8500 km ની પદયાત્રા કરી છે જે દુનિયામાં કોઈ પણ રાષ્ટ્રીય નેતા આટલું ચાલ્યો નથી આ દરેક કાંડમાં સંવેદશીલતા જોઈએ સત્તાધીશોની આંખમાં આંસુ આવવા જોઈએ રાજકોટમાં કોંગ્રેસીઓ અને પ્રયાસોથી હાથ જોડી વેપારીઓ અને આમ પ્રજાએ રાજકોટ સદંતર અને ઝડપ બંધ કરી વેપારીઓ શ્રદ્ધાંજલિ પાઠવતા સત્તાધીશોને લોકશાહી હજુ જીવંત છે તે દેખાડી દીધું છે પ્લેટિનમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડે અને મારા ખેડૂત પર ખાતર બિયારણ ઉપર જીએસટી ન ઘટાડે હેલ્થ ઇન્સ્યોરન્સ માં 18% જીએસટી ન ઘટાડે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવો પડે આરોગ્યના વીમા પર 18% જીએસટી દૂર કરવાની સરકારને તેવડ નથી જનતાના કોઈ પણ પ્રજા લક્ષી મુદ્દાઓ મારો કોંગ્રેસનું કાર્યકર ઉઠાવતો રહેશે અને કોંગ્રેસની વિચારધારામાં સત્તા એ ધ્યેય નથી પરંતુ અંગ્રેજો સામે લડતા ત્યારે પણ સત્તા હાસીલ કરવા નહીં પરંતુ આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યા છે. પદયાત્રા દરમિયાન ભાજપના પાપનો ઘડો ભરાતો જાય છે અને તેમાં આવેલા તમામ પ્રશ્નો જે સંસદ લેવલના હશે તે હું અને ગેની જ્યારે ધારાસભ્ય કક્ષાના જે કાંઈ પ્રશ્નો હશે તે વિરોધ પક્ષના વિધાનસભાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્યો સરકાર સામે જવાબ માગશે. તિરંગા યાત્રા બાબતે ગોહિલે જણાવ્યું હતું કે દેશભક્તિનો દાજ તો દિલમાં હોવો જોઈએ તિરંગા યાત્રામાં ભાજપ દ્વારા રાષ્ટ્રધ્વજ નું અપમાન થયું છે સોશિયલ મીડિયામાં આવેલ અહેવાલ મુજબ બુટના ઘોડામાં રાષ્ટ્રધ્વજ ખડકી દેવામાં આવ્યા હતા.તદુપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજય ગોહિલ એ પણ પણ ભાજપના ભ્રષ્ટાચારો સામે આકરા પ્રહારો કર્યા હતા.
અંતમાં રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા એ આભાર વિધિ કરી હતી.
રાજકોટ શહેરમાં નાગર બોર્ડિંગ ખાતે પદયાત્રીકોનો રાત્રી રોકાણ હોય આજે સવારે 12/8 પદયાત્રીઓ ગેમીંગ ઝોન ખાતે જે સ્થળે ઘટના બની તે સ્થળે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદના આજના કાર્યક્રમ મુજબ કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથ પરા, ચુનારાવાડ ચોક, સંત કબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, થઈ કુવાડવા રોડ અમદાવાદ હાઈવે પર પદયાત્રિઓએ પ્રસ્થાન કર્યું હતું.
રાજકોટમાં સંવેદના સભામાં એઆઇસીસી ના રાજકોટના પ્રભારી પુંજા વંશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટના પ્રભારી ભીખુ વડોદરિયા, બીપેન્દ્ર જાડેજા, પૂર્વ ધારાસભ્યો, ફન્ટલ સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો, કોંગ્રેસના કાર્યકરો અને રાજકોટની જનતા બહોળી સંખ્યામાં ત્રિકોણબાગમાં ઉપસ્થિત રહી હતી. જેમાં રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, જાવેદ પીરજાદા, વશરામ સાગઠીયા, ગાયત્રીબા અશોક વાઘેલા, ડોક્ટર હેમાંગ વસાવડા, શૈલેષ કપુરીયા, રાજુ ચાવડીયા, યુનૂશ જુણેજા, મેઘજી રાઠોડ, ગજેન્દ્ર ઝાલા, નરેશ સાગઠીયા, નયનાબા જાડેજા, મનીષાબા વાળા, દીપ્તિ સોલંકી, રસીલા સુરેશ ગેરૈયા, જાગૃતી પ્રભાત ડાંગર, નરેન્દ્ર સોલંકી, રાજદીપ જાડેજા, હિતેશ વોરા, દીપક ઘવા, સંજય લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલ, ગોવિંદ સભાયા, મકબુલ દાઉદાણી, કોમલ હરેશ ભારાઈ, કેતનભાઇ તાળા, જશવંત ભટ્ટી, નિશા સોલંકી, જસુબા વાંક, જીગ્નેશ ડોડીયા, ગોપાલ અનડકટ, હિરલ રાઠોડ, જગા મોરી, પ્રફુલા ચૌહાણ, ઘનશ્યામ જાડેજા, સલીમ કારિયાણી, મહેન્દ્ર જાડેજા, સુરેશ બથવાર, ડી પી મકવાણા, રોહિત રાજપુત, વિજય જાડેજા, હબીબ કટારીયા, અહેસાન ચૌહાણ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને જહેમત ઉઠાવી હતી.
અતુલ રાજાણી,
———-
૧૪/૮/૨૦૨૪ નકલી કાગળોથી અસલી ભરતી
ભૂતિયા શિક્ષક કાંડ બાદ બોગસ શિક્ષક કાંડ
* ખોટા શારીરિક ખોડખાપણ અને સ્પોર્ટસના ખોટા સર્ટિફિકેટ રજુ કરી શિક્ષકો પગાર લઈ રહ્યા છે: હેમાંગ રાવલ
* જે લોકોએ અરજી પણ નોહતી કરી તેમને શિક્ષકની સરકારી નોકરી આપી મહેકમ કરતા વધારે ભરતી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું : હેમાંગ રાવલ
* દલા તરવાડીની જેમ ભાજપ જાતે ને જાતે મુખ્યમંત્રીને “મૃદુ અને મક્કમ” કહેવડાવે છે પરંતુ તેમના રાજમાં તંત્ર “બોદુ અને નાકામ” થઈ ગયું છે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાહેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના ત્રણ દાયકાના શાસનમાં અનેક કૌભાંડો અને શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલા અન્યાયનો કીર્તિમાન સ્થાપિત થયો છે. એક તરફ વિદ્યાસહાયકની ભરતી માટે લાખો ઉમેદવારો સંઘર્ષ કરી રહ્યાં છે, આંદોલન કરી રહ્યાં છે અને તેમને જ્ઞાન સહાયક બનાવીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નો શિકાર બનાવવામાં આવે છે ત્યારે બીજી તરફ ભાજપ સરકારે નિર્લજ્જતાની હદ્દ વટાવી છે. રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર બેઠા છે અને સરકારના જવાબદાર અધિકારીઓ તેમના સગા – વ્હાલાને સાચવી લેવા માટે હોડ કરી રહ્યા છે. ભાજપ સરકાર લાજવાની બદલે ગાજી રહી છે અને કૌભાંડો સામે આંખ આડા કાન કરી રહી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ સચિવને પણ આ વાતની, કૌભાંડની જાણ હતી, પુરાવા સાથે આ વાત તેમની સામે પહોંચી હતી છતાં પણ આ રમત રમાતી રહી. ગુજરાતમાં વર્ષ ૨૦૧૦માં ખેડા જિલ્લામાં ૧૪૧ વિદ્યાસહાયકની ભરતી જાહેરાત બહાર પડી હતી.
૧૪૧ ભરતીની સાથે ૨૩ એવા ઓર્ડર આપવામાં આવ્યા જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી. વધુમાં, આ ઉમેદવારોએ અપંગતાના ડુપ્લીકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતાં. સામાન્ય પ્રવાહમાં પીટીસી વિદ્યાસહાયકમાં ૬૩ની બદલે ૬૭ ઉમેદવારો લેવામાં આવ્યા. જ્યારે વિજ્ઞાનપ્રવાહમાં ૩ વધુ ઉમેદવારો લેવામાં આવ્યા. આવી જ રીતે બીજા વિભાગોમાં પણ ગેરરીતિથી ઉમેદવારો લેવામાં આવ્યા.
વ્યાજબી છે કે, સરકારી મહેકમમાં જાહેર કરેલ ૧૪૧ સરકારી શિક્ષકોનો પગાર બજેટમાં ફળવાય પરંતુ વધારાના આ ૨૩ શિક્ષકોનો પગાર હાલ કેવી રીતે અને કયા હેડમાં ચૂકવાય છે તે નવાઈની વાત છે. આ કરોડો રૂપિયાનો વ્યવસ્થિત આયોજનથી કરેલો ભ્રષ્ટાચાર છે. ૧૪ વર્ષોથી સળંગ ચાલતો આ ભ્રષ્ટાચાર છે. ૧૪ વર્ષથી જનતાના પૈસા ગેરરીતીઓ પાછળ વેડફતી આ ભાજપ સરકાર છે. બેરોજગારો, યુવાધનને ૩૦ વર્ષથી અન્યાય કરતી આ ભ્રષ્ટ ભાજપ સરકાર છે.
વર્ષ ૨૦૦૮માં સ્પોર્ટ્સના માર્ક્સ મેરિટમાં ગણવાનો ઠરાવ આવ્યો હતો. છેલ્લા ૧૩ વર્ષથી “ખેલો ઇન્ડિયા” “રમશે ગુજરાત અને જીતશે” ગુજરાતના રૂપાળા સ્લોગનથી ગુજરાતમાં કરોડો રૂપિયા વપરાય છે. ખેલો ઈન્ડિયા હેઠળ મોદી સરકારે દેશમાં સૌથી વધારે બજેટ ગુજરાતને ૫૯૩ કરોડનું ફાળવ્યું છે પણ ગુજરાત કબડ્ડી એસોસિયેશન નામની સંસ્થાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી ઉમેદવારોને સર્ટીફીકેટ આપ્યા હતા. આ ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા ૮૪ શિક્ષકોની જાણ થતાં તેમની ચકાસણી કરવામાં આવી અને સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, જેથી જામનગર શિક્ષણ પ્રશાસને તેઓને છૂટા કર્યા. તે જ પ્રમાણે વડોદરામાં ૩૩ જેટલા શિક્ષકોને છૂટા કર્યા. પરંતુ, આ જ સંસ્થા, ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ ધરાવતા ૩૨ સરકારી શિક્ષકો હાલમાં ખેડા જિલ્લામાં નોકરી કરી પગાર લઈ રહ્યાં છે.
વર્ષ ૨૦૦૮માં આ જ રીતે ૨૫૭ જાહેર કરેલ જગ્યા પર વધારાના ૬૪ ઉમેદવારો લેવામાં આવ્યા હતા. જાહેર કરેલ પરિપત્રમાં ઉલ્લેખ હતો કે, જાહેરાતમાં દર્શાવેલ જગ્યા કરતાં એક પણ જગ્યા ભરવી નહિ જો ભરશે તો તે જવાબદારી પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે.
ભૂતકાળમાં ઇડર અને ખેડબ્રહ્મામાં આ જ પ્રમાણે ભરતી કૌભાંડ ઉજાગર થતાં તે વખતના ડીઈઓ, ક્લાર્ક, ૨૦ જેટલા શિક્ષકો, શાળા સંચાલકો પર એફઆઇઆર કરવામાં આવી હતી અને તેમની પાસે પગારથી ત્રણ ગણી વસુલાત કરવામાં આવી હતી. તે જ રીતે ભૂતકાળમાં ખોટા વિકલાંગતાના સર્ટિફિકેટ રજૂ કરાયેલ ૨૧ ઉમેદવારોને ભરતીમાંથી રૂખસત કર્યા હતા અને એફઆઇઆર પણ કરવામાં આવી હતી. અહીં અગત્યની વાત એ છે કે, જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકોને ખોટા સર્ટિફિકેટ રજૂ કરી નોકરીમાં લાવવાનો કારસો ઘડવામાં આવ્યો અને આજે પણ તેઓ ફરજ પર છે, પગાર મેળવી રહ્યાં છે.
જ્યારે પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં આ પ્રકારના શિક્ષક ભરતી કૌભાંડ થયા હતા ત્યારે સી.બી.આઇ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષિતો અત્યારે પણ જેલમાં છે. ૨૦૦૮ના વડોદરાના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ. પરંતુ, આજ સુધી તે શક્ય બન્યું નથી. આ સિવાય અમરેલી, રાજકોટ, ભાવનગરમાં જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારના કૌભાંડની શક્યતા છે.વર્ષ- ૨૦૦૮
શિક્ષક ભરતી જાહેરાત -૨૫૭
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- ૬૪
કુલ ભરતી- ૩૨૧
વર્ષ- ૨૦૧૦
શિક્ષક ભરતી જાહેરાત – ૧૪૧
મહેકમથી વધુ ભરેલ ઉમેદવારોની સંખ્યા- ૨૩
કુલ ભરતી- ૧૬૪આમ, માત્ર એક જ જિલ્લામાં (ખેડા) જાહેરાત થયેલ ભરતી અને મહેકમ કરતાં ૮૭ શિક્ષકોની ભરતી વધારાની, ભ્રષ્ટાચાર દ્વારા કરીને ખરેખરમાં સાચા મહેનત કરીને મેરિટમાં આવેલ યુવાનોને અન્યાય થયેલ છે તથા સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગ કરે છે કે, આ કૌભાંડની સી.બી.આઈ દ્વારા સઘન તપાસ થવી જોઈએ, સમગ્ર ગુજરાતની ૨૦૧૦થી થયેલ શૈક્ષણિક ભરતીઓની તપાસ કરી તેઓએ રજૂ કરેલ સર્ટીફિકેટની ચકાસણી કરાવીને દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જે લોકો બોગસ – નકલી સર્ટિફિકેટ સાથે નોકરીમાં જોડાયા છે તેમને સત્વરે ઘરે બેસાડવા જોઈએ. સાથે જ, જે સંસ્થાઓ – વ્યક્તિઓએ આ બનાવટી કાંડમાં મદદ કરી છે તેઓને પણ કડક સજા કરવી જોઈએ અને બેરોજગારોને ન્યાય આપી જલ્દીથી ખાલી થયેલા મહેકમ ભરવા જોઈએ.
———- ૧૪-૦૮-૨૦૨૪
· પાલનપુર ખાતે જનમંચ કાર્યક્રમમાં બનાસકાંઠાના ખેડૂતોને પોતાના પ્રશ્નો રજુ કરવા માટેનો મંચ કોંગ્રેસ પક્ષે આપ્યો જેમાં ખેડૂતોને જમીન સંપાદન કરીને કરવામાં આવતી હેરાનગતિ તેમજ પાલનપુર બાયપાસ રોડ મુદે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમાં સમર્થન આપવા સાથે તેમની રજૂઆતો સાંભળી.
· જમીન સંપાદન પહેલા રાતોરાત મળતીયાઓની જમીનો બિનખેતી કરી કરોડોનું કૌભાંડ: અમીત ચાવડા
· ખેડૂતોની એક ઇંચ પણ જમીન લીધા વગર એરોમા સર્કલ પર બ્રીજ બનાવી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવો: અમીત ચાવડા
· પાલનપુરના ગામોના ખેડૂતોનો વિનાશ કરીને વિકાસ કરવાની વાતો બંધ કરે ભાજપ સરકારઃઅમીત ચાવડા
· પાલનપુર ખાતે ‘ખેડૂત બચાવો, ખેતી બચાવો’, ‘જય જવાન, જય કિસાન’ ના નારા સાથે યોજવામાં આવેલા જનમંચમાં ખેડૂતોના મુખ્ય મુદ્દાઓમાં:
à સોનગઢથી જગાણા સુધી એકસરખો ૧૦૦ ફૂટ જ બાયપાસ બને
à ખેડૂત ખાતેદારમાંથી નામ જતા રહે છે તે ખેડૂતોને વતનમાં જમીન આપો.
à બાયપાસમાં જેમના પાણીના બોર જતા રહે તેમ છે, તેમને સરકાર બાજુમાં પાણીવાળા બોર બનાવી આપે.
à જમીનનું વળતર જંત્રીના હિસાબે નહી પરંતુ બજારના ભાવ પ્રમાણે આપવામાં આવે.
à સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પણ પોતપોતાની રજૂઆતો કરી હતી.
જેમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ખેતમજુરોને ખેડૂતના હક્ક, જમીનના હક્ક અપાવનાર, ખેડૂતોના હિતની વિરુદ્ધમાં રહેલા ગેરબંધારણીય જમીન અધિગ્રહણ બિલ રદ્દ કરાવવા, ખેડૂત વિરોધી કાળા કાયદા વિરુદ્ધ હંમેશા કોંગ્રેસ પક્ષ ખેડૂતો માટે લડ્યો છે ત્યારે ખેડૂતોના અવાજને, જનતાના અવાજને બુલંદ કરવા, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મજબૂત પ્લેટફોર્મ જનમંચમાં આવેલી આ ફરિયાદોના નિવારણ માટે લોક- આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.”
વિરોધપક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેની ઠાકોર, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીત કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા જેમણે વિવિધ મુદ્દે “જનમંચ” માં રજૂઆતો કરી હતી અને આગેવાનોએ આ પ્રશ્નોના નિરાકરણ માટે સડક થી લઈને વિધાનસભા સુધી ઉઠાવવાની ખાત્રી આપી હતી
———-
૧૭–૮–૨૦૨૪
· ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિ ગોહિલે કરેલ આહવાનને ખૂબ સારો પ્રતિસાદ
· વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, તેઓનો શક્તિ ગોહિલે આભાર માન્યો હતો.
વડોદરા જિલ્લામાંથી આપના આગેવાનોમાં હરિ અર્જુન રાજ, જયેન્દ્ર જીત રણા, મહેન્દ્ર રણધીર વાંસદિયા, મુકેશકુમાર મુળશંકર ભટ્ટ, ભરત અશોક ચાવડા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિજી ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે હાથ સે હાથ જોડોના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા , વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખભાસ્કર ભટ્ટ, કરજણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખગોહિલ હર્ષદ સુજાન (કાલુ), કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખભરત અમીન, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને વિધાનસભા-૨૦૨૨ના ઉમેદવાર પિન્ટુ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
————
૨૦/૦૮/૨૦૨૪
કોંગ્રેસ મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્નરાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આધુનિક ભારતના વિચારને પ્રસ્થાપિત કરનાર યુવા વડાપ્રધાનના ઉત્કૃષ્ઠ જનલક્ષી કામોને યાદ કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલએ જણાવ્યું હતું કે આધુનિક દેશ બનાવી ભારતને વૈશ્વિક ફલક સુધી લઇ જવાના સ્વપ્ને સાકાર કરવા શિક્ષણ, ટેકનોલોજી અને લોકશાહીમાં યુવાનોના યોગદાનની ભૂમિકાને કંડારનાર રાજીવ ગાંધીની નીતિઓએ ભારતીયોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે. યુવાનોના હાથમાં મોબાઈલ, અવકાશ તરતા સેટેલાઈટ અને ગ્રામ પંચાયતમાં શાસન કરતી મહિલાઓએ રાજીવજીના દુરન્દેશી નીતિઓને આભારી છે. ભારતીય રાજકારણમાં ‘મિસ્ટર ક્લીન’ની છબી ધરાવતા રાજીવ ગાંધીને બદનામ કરવા માટે જુદા જુદા હથકંડા અપનાવામાં આવ્યા જેમાં કહેવાતા બોફોર્સ ગોટાળાની વાતો પણ છે પરતું કારગિલ યુદ્ધની જીત બાદ સેનાના ઉચ્ચ અધિકારી દ્બારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં ભારતની યુદ્ધમાં જીત એ બોફોર્સ ટોપને શ્રેય આપવમાં આવ્યો. આજ દર્શાવે છે કે દેશની રક્ષાથી લઇ શિક્ષા સુધી રાજીવજી એ ખુબ જ કર્તવ્ય-નિષ્ઠાથી દેશહિતને હંમેશા સર્વોપરી રાખ્યું હતું. શિક્ષણ અને શિક્ષણ નીતિને રોજગાર લક્ષી બનાવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય, ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી મહત્વના સંસ્થાનોની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જે આજે વિશ્વપ્રસિદ્ધ શૈક્ષણિક કેન્દ્રો બની ગયા છે. દેશનાં સર્વાંગી વિકાસ માટે સ્વ. રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિએ દેશને વિશ્વની મહાસત્તાઓ સમકક્ષ દેશની સંસદમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા હતા જેનો લાભ આજે પણ દેશનાં સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે.
સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેશ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક, મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી, એઆઈસીસી મંત્રીનીલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી બલદેવ લુણી, પ્રદેશ મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાહેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાહિરેન બેંકર, રત્ના વોરા, મહિલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખગીતા પટેલ, સોશિયલ મીડિયા ચેરમેનભુમન ભટ્ટ, વરિષ્ઠ નેતાઅશોક પંજાબી, ઉમાકાંત માંકડ, ભીખુ દવે, કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના દંડકજગદીશ રાઠોડ, કૃતાર્થ દવે સહીત મોટી સંખ્યામાં પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા અને રાજીવજીને સ્મરણાંજલિ અર્પણ કરી રાજીવજીના અમુલ્ય યોગદાનને યાદ કર્યું હતું.
——–
૨૧–૮–૨૦૨૪
· દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ‘ગુજરાત ન્યાય યાત્રાઃ’ ૯મી ઓગસ્ટથી શરૂ થયેલી કોંગ્રેસની ‘ગુજરાત ન્યાય યાત્રા’ 300 કિલોમીટરથી અંતર કાપી ૨૩મી ઓગસ્ટે ચાંદખેડા, અમદાવાદ ખાતે સમાપન
· સેબી અંગેના હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે. તા. ૨૨ ઓગસ્ટના રોજ સવારે ૮-૩૦ કલાકે અમદાવાદના સાબર ચોકડી, સરખેજ ખાતે અમદાવાદ શહેર સમિતિ ગુજરાત ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. ત્યારબાદ યાત્રા અમદાવાદ શહેરમાં પ્રવેશ કરી બપોરે રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. બપોરે ૩-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રા પૂજ્ય ગાંધીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં જોડાશે. તાજેતરમાં સેબી અંગેના હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે. તા. ૨૩ ઓગસ્ટના રોજ સવારે ૮-૦૦ કલાકેથી ગુજરાત ન્યાય યાત્રા સાબરમતી આશ્રમથી સુભાષબ્રીજ થઈ ચાંદખેડા ખાતે જનસભા સ્વરૂપે સમાપન થશે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખજીજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસના ચેરમેનપાલ આંબલીયા સહિત આગેવાનઓના અથાગ પ્રયત્ન થકી ‘ગુજરાત ન્યાય યાત્રા’ ગુજરાતના જનતાના અવાજને બુલંદ કરી રહી છે.
રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરી રહી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ, બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તદુપરાંત, રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી છે. ભાજપાની ભ્રષ્ટ નીતિના લીધે વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડીત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ “ગુજરાત ન્યાય પદયાત્રા” ૯ ઓગષ્ટ મોરબી થી શરુ થઇ થયેલી યાત્રાને ઠેરઠેર સ્વાગત થયું. જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાયા.
ગુજરાત ન્યાય યાત્રામાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશક્તિ ગોહિલ, એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજી, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીદિગ્વિજય, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રીરામકિશન ઓઝા, બી.એમ. સંદિપ, ઉષા નાયડુ, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખઅલકા લાંબા સહિત વિવિધ ક્ષેત્રમાં કામ કરતા સામાજીક આગેવાનો, કર્મશીલો સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, દરેક જીલ્લા કક્ષાએ જોડાયા હતા.
——–
તા. ૨૧-૦૮-૨૦૨૪
· પ્રજાના પ્રશ્નો, ભ્રષ્ટાચાર, ગેરવહીવટની ચર્ચાથી ભાગતી ભાજપ સરકાર. – અમિત ચાવડા
· કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા પ્રજાલક્ષી, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર સંદર્ભે પુછેલ પ્રશ્નો નામંજૂર કરવા લોકશાહીની હત્યા બરાબર. – અમિત ચાવડા
· દસ વર્ષ શાસન રહ્યું અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તો નર્મદા યોજના, રાષ્ટ્રીય યોજના શા માટે જાહેર થતી નથી? – અમિત ચાવડા
· ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી જે બજેટ રજૂ થયું તેમાં આંધ્રપ્રદેશ અને બિહારને મળ્યું એની સરખામણીમાં ગુજરાતને શું મળ્યું? – અમિત ચાવડા
· ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં આજે ત્રિપુરા અને ઝારખંડ જેવા પછાત રાજ્યો કરતાં પણ ગુજરાતમાં કુપોષણ વધારે છે. – અમિત ચાવડા
· ત્રીજી વખત વડાપ્રધાન થયાં પણ ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડુ મથક ના મળ્યું. – અમિત ચાવડા
· ડબલ એન્જિનની સરકાર થઈ ત્રણ વખત વડાપ્રધાન થયા પણ ગુજરાતનો ખેડૂતો દેવાદાર છે, શુ કામ એના દેવા માફ કરવા માટે કેન્દ્ર સરકારતરફથી કોઈ માફીની યોજના આવતી નથી? – અમિત ચાવડા
· ગુજરાતમાં અત્યારે હિરા ઉદ્યોગ મંદીમાં છે. એના માટે કોઈ વિશેષ પેકેજ કે બજેટ આવ્યું હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત. – અમિત ચાવડા
આજરોજ વિધાનસભા ખાતે આભાર પ્રસ્તાવમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રીસંકલ્પ લઈને આવ્યા છે ત્યારે હું વ્યક્તિગત રીતે આદરણીય નરેન્દ્ર મોદીને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપું છું. સાથે છેલ્લા દસ વર્ષથી દેશના ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, પછાત, ખેડૂત, યુવાનો, મહિલાઓ હોય કે અગ્નિવીર હોય એવા સમાજના બધા વર્ગનો અવાજ સંસદમાં રજૂ થઇ શકતો નહોતો પણ આ અવાજને બુલંદીથી રજૂ કરવાવાળા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પણ મળ્યા છે એમને પણ આ તબક્કે હું અભિનંદન આપું છું. જે રીતે ૪૦૦ પારની વાત થઈ હતી એ વ્યક્તિની ગેરંટીની વાત થઇ હતી. દેશે જે જનાદેશ આપ્યો એ વ્યક્તિની ગેરંટીને નકારવાવાળો જનાદેશ આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું જે શાસન હતું એને પણ નકારતો જનાદેશ આપ્યો છે. આજે ટેકાવાળી સરકાર છે અને એના જ કારણે એક પછી એક નિર્ણયો પાછા ખેંચવા પડે છે. માનનીય નરેન્દ્ર પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે આજ ગૃહમાં કહેવાતું હતું કે, હવે તો આપણા વડાપ્રધાન છે મોસાળમાં મા પીરસવાવાળી એટલે ગુજરાતને કોઈ ચિંતા કરવાની નહીં રહે, ૨૬-૦ બે વખત આપી. આ વખતે બ્રેક આવી પણ આ ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી પણ ગુજરાતને શું મળ્યું? ગુજરાતમાં જ્યારે માનનીય નરેન્દ્ર મુખ્યમંત્રી હતા ત્યારે જે મુદ્દાઓ માટે આંદોલનો થતા હતા. વિરોધ થતો હતો. અન્યાય થાય છે એવા ભાષણો થતા હતા અને પેલી થપ્પડની જાહેરાતો આવતી હતી એ થપ્પડની જાહેરાત આજે પણ એવી ને એવી ઊભી છે. એ મુદ્દાઓ આજે પણ એવા ને એવા ઊભા છે.
ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૦૪થી વર્ષ ૨૦૧૪ સુધી નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના જાહેર કરવી જોઇએ એવી અનેકવાર માંગણીઓ કરી. એમાં અન્યાય થાય છે એવા અનેકવાર ભાષણો પણ થયા. અન્યાયની જાહેરાતો પણ થઈ. આ દસ વર્ષ શાસન રહ્યું અને આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તો નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના શા માટે જાહેર થતી નથી? એ જ રીતે આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ તમારા પક્ષની સરકાર છે અને દેશમાં વડાપ્રધાન પણ ગુજરાતી છે તો ગુજરાતના બાકી નીકળતા નાણાં શા માટે આવતા નથી?
ચાલુ વર્ષની જ વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી જે બજેટ રજૂ થયું તો આંધ્રપ્રદેશ અને બિહારને મળ્યું એની સરખામણીમાં ગુજરાતને શું મળ્યું? અને જો વધારે મળ્યું હોત અને આપણે અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો અમે પણ સમર્થન કરતા. જયારે આપણા મુખ્યમંત્રીહતા ત્યારે ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડુ મથક મળવું જોઈએ એવી માગણી હતી. ત્યારપછી જાહેરાતો થઈ, ભાષણો થયાં વચનો અપાયા પણ ત્રીજી વખત વડાપ્રધાન થયાં પણ ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડુ મથક ના મળ્યું. અહીંયા છપ્પનની છાતી અને લાલ આંખ બતાવવાની વાતો થતી હતી આજે પણ પાકિસ્તાનની જેલમાં આપણા માછીમારો સબડે છે આજે પણ આપણી બોટો ત્યાંથી છૂટતી નથી. શું કામ લાલ આંખ બતાવતા નથી? શું કામ આપણી બોટો કે માછીમારોના આ પ્રશ્નનું કાયમી સમસ્યાનું નિવારણ થતું નથી?
ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં આજે ત્રિપુરા અને ઝારખંડ જેવા પછાત રાજ્યો કરતાં પણ ગુજરાતમાં કુપોષણ વધારે છે. જે આપણા બધા માટે શરમનો વિષય છે. આ વર્ષના આંકડાની વાત કરીએ તો કુપોષણ વાળા બાળકો ૪૦ ટકા અને ઓછા વજનવાળા બાળકોની ૨૧ ટકા જેટલી સંખ્યા છે. આટલા લાંબા સમયથી કરોડો રૂપિયા ખર્ચ્યા પછી કુપોષણમાં મુક્તિ કેમ મળતી નથી? એ પણ આપણો મોટો સવાલ છે. ખેડૂતોની આવક બમણી થશે. ખેડૂત મારૂતિ ગાડી લઇને ફરતો થઈ ગયો છે. આજે ડબલ એન્જિનની સરકાર થઈ ત્રણ વખત વડાપ્રધાન થયા પણ ગુજરાતનો ખેડૂતો દેવાદાર છે શુ કામ એના દેવા માફ કરવા માટે કેન્દ્ર સરકારતરફથી કોઈ માફીની યોજના આવતી નથી. યુ.પી.એ. સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા એટલે આપણને અભિનંદન આપવાનું મન થાય. કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કર્યા હોત તો અભિનંદનમાં અમે પણ જોડાતા.આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે આજે ગુજરાત ૧૮મા ક્રમે ધકેલાઈ ગયું છે. જે એસ.ડી.જી. ઇન્ડિયા ઇન્ડેક્ષ ૨૦૨૩-૨૪ મુજબ જોઈએ તો વર્ષ ૨૦૧૮માં ગુજરાત ફન્ટ રનર એટલે કે, શિક્ષણમાં હાઇ પરફોરમર કેટેગરીમાં હતું આજે પાછું ધકેલાઈને પરફોરમરની કેટેગરીમાં આવી ગયું છે. આજે દેશમાં ધોરણ-૯ અને ૧૦નો ડ્રોપ આઉટ રેશિયો ગુજરાત રાજ્યમાં ૧૭.૯ છે અને દેશની સરેરાશ ૧ર ટકા છે. એ જ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ આપણે ધીમે-ધીમે પાછા પડતાં જઈએ છીએ. આ ગુજરાતની વિધાનસભા છે. ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી આપણને બધાને પગાર મળે છે. આનો ખર્ચો પણ થાય છે. ત્યારે ગુજરાતને શું મળ્યું? એની વાતને લઈને જો આ અભિનંદન પ્રસ્તાવમાં વાત થઇ હોત તો ચોક્કસ આનંદ થાત. આ પ્રસ્તાવમાં લગભગ ૨૪ વખત માનનીય નરેન્દ્ર મોદીનું નામ લખ્યું છે અને ગુજરાતનું નામ ફક્ત ૬ વખત લખ્યું છે. એના કરતાં, આખા પ્રસ્તાવમાં છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતને શું ફાયદો થયો? એવું એકપણ જગ્યાએ ઉલ્લેખ નથી.ગુજરાતમાં અત્યારે હિરા ઉદ્યોગ મંદીમાં છે. એના માટે કોઈ વિશેષ પેકેજ કે બજેટ આવ્યું હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત. નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરીને આપણે અભિનંદન આપ્યા હોત તો આવકાર્ય હોત. ગુજરાત પશ્ચિમ રેલવેનું વડુ મથક જાહેર થયું હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત. ગુજરાતના ખેડૂતોના દેવા માફ થયા હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત આવકાર્ય હોત. ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરવા માટે કોઈ યોજના આવી હોત અને અભિનંદન પ્રસ્તાવ લાવ્યા હોત તો આવકાર્ય હોત. પણ મોસાળમાં મા પીરસનારી હોય તેમ છતાં બાળક ભૂખ્યું રહેતું હોય અને ગુજરાત કુપોષિત રહેતું હોય તેના માટે હું માનું છું કે અભિનંદન પ્રસ્તાવ કરતાં ફરીથી ભેગાં થઈને ગુજરાતીઓની કેન્દ્ર સરકારમાં જે પડતર માગણીઓ છે એનું નિવારણ થાય અને ત્યારપછી અભિનંદન પ્રસતાવ લાવીએ તો ચોક્કસ અમે બધા એમાં સમર્થન કરી શકીએ.
———- ૨૨-૦૮-૨૦૨૪
· નશાબંધી વિધેયક ઉપર વિસ્તૃત ચર્ચા ન થાય, સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓની બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો જોડેની સાંઠગાંઠ બહાર ન આવી જાય તે માટેનું સુનિયોજીત રીતે ગભરાયેલી ભાજપ સરકારના પ્રસ્તાવના આધારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને બરતરફ કર્યા. – અમિત ચાવડા
· પ્રજાલક્ષી પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા, ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. – અમિત ચાવડા
· રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાયની વાત, મુલસાણા, ડુમ્મસ કે ગૌચરની જમીનના પ્રશ્નો, સાયકલની ખરીદીમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચાર, કેવડિયામાં આદિવાસી યુવાનોની નિર્મમ હત્યા, ગુજરાતમાં ઠેરઠેર પકડાયેલ ડ્રગ્સ – દારૂ, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર ફૂટવા, સરકારી ભરતી પ્રક્રિયામાં કૌભાંડો, દાહોદ નકલી જમીનના હુકમો જેવા અનેક પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગને સરકાર દ્વારા બહુમતીના જોરે નામંજૂર કર્યા. – અમિત ચાવડા
· દાહોદમાં નકલી એન.એ.ના હુકમો કરીને આશરે ૩૦૦૦ કરોડની જમીનોનું કૌભાંડ. – અમિત ચાવડાવિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જનતાના ટેક્ષના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે, સરકારનું બજેટ બને છે, લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહી થાય તેનો ખર્ચ એ પ્રજાના ટેક્ષના પૈસામાંથી થાય છે. મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્ષના પૈસાથી ચૂકવાય છે. એ લોકશાહીના મંદિરમાં પ્રજાને પડતી તકલીફો, સમસ્યાઓ પીડાઓ, પ્રજાના ટેક્ષના પૈસે જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, ગેરવહીવટ થઇ રહ્યો છે. જયારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજુ કરે તે પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ, દર્દ, સમસ્યાઓ, ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય. ભ્રષ્ટાચારમાં રાચતી સરકાર અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે.ભાજપના મળતિયાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, એની કોઈ ચર્ચા ના થાય, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલે આ સરકાર ચર્ચા કરવાથી ભાગી રહી છે. કોંગ્રેસ તરફથી ભ્રષ્ટાચારના, ગેરવહીવટના મુદ્દાઓ, પ્રશ્નો પૂછ્યા હતા, રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત, મુલસાણા, ડુમ્મસ કે ગૌચરની જમીનના પ્રશ્નો, સાયકલની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની વાત, કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત, ગુજરાતમાં ઠેરઠેર પકડાયેલ ડ્રગ્સ – દારૂની વાત, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર ફૂટવાની વાત, TET-TAT માં ભરતીની વાત, અને આખા ગુજરાતમાં ચારે તરફ થઇ રહેલ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને ઉજાગર કરવાની વાત હોય, આ તમામ કોંગ્રેસે ઉઠાવેલા પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા, પરંતુ સરકારની વાહવાહી કરવાવાળા, સરકારને ખોટી રીતે પ્રોત્સાહીત કરવાવાળા પ્રશ્નો દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે. લોકશાહીમાં વિપક્ષ પ્રજાનો અવાજ છે એનું ગળું દબાવવાનું, લોકશાહીની હત્યા કરવાનું કામ અત્યારે લોકશાહી, ન્યાયના મદિરમાં થઇ રહ્યું છે. દાહોદમાં નકલી એન.એ.ના હુકમો કરીને આશરે ૩૦૦૦ કરોડની જમીનોનું કૌભાંડ થયેલ તેનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે, અધ્યક્ષની ઓફિસમાંથી દાખલ કરવામાં આવે છે. પરંતુ મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહિ આપીએ. સાયકલની ખરીદીમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારની વાત અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે મંત્રી કહે અમે એનો જવાબ નહિ આપીએ. ડ્રગ્સનો પ્રશ્ન દાખલ થાય પરંતુ મંત્રી જવાબ આપતા નથી. એનો સ્પસ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ચાલે છે એ ભાજપની સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ચાલે છે. એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય પ્રજાની તકલીફ, દર્દ, સમસ્યાઓ વિપક્ષ રજુ ના કરી શકે એટલા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજુર કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા દસ દિવસનું સત્ર બોલવાની માંગણી કરી હતી પરંતુ ચર્ચામાંથી ભાગતી આ સરકાર પોતાનો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ છુપાવવામાં માટે ફક્ત બતાવવા પુરતું ત્રણ દિવસનું સત્ર બોલાવે છે, વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક નથી આપતા, પ્રજાલક્ષી પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા, ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. એના વિરોધમાં પ્રજાના અવાજને રજુ કરવાની તક નથી આપતા અને કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે વોકઆઉટ કર્યો છે.
———–
૨૨–૮–૨૦૨૪
· અમદાવાદમાં બપોરે ૩-૩૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો-પદાધિકારીઓ-ધારાસભ્યઓ અને પીડીત પરિવારો જોડાયા.
· પૂજ્ય ગાંધીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં, પૂજ્ય મહાત્મા ગાંધીના તૈલચિત્રને નમન કર્યા.
· દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ‘ગુજરાત ન્યાય યાત્રાઃ’ ૯મી ઓગસ્ટથી શરૂ થયેલી કોંગ્રેસની ‘ગુજરાત ન્યાય યાત્રા’ 300 કિલોમીટરથી અંતર કાપી ૨૩મી ઓગસ્ટે ચાંદખેડા, અમદાવાદ ખાતે સાંજે ૫-૩૦ કલાકે સમાપન સભા યોજાશે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ‘ગુજરાત ન્યાય પદયાત્રા’ એટલે દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ. કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય પદયાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ થઈ આજરોજ સવારે ૯-૩૦ કલાકે અમદાવાદના સાબર ચોકડી, સરખેજ ખાતે અમદાવાદ શહેર સમિતિ દ્વારા ગુજરાત ન્યાય પદયાત્રાનું ઉસ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખજીજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસના ચેરમેનપાલ આંબલીયા સહિત આગેવાનઓના અથાગ પ્રયત્ન થકી ‘ગુજરાત ન્યાય યાત્રા’ ગુજરાતના જનતાના અવાજને બુલંદ કરી રહી છે. વરસતા વરસાદ વચ્ચે ગુજરાત ન્યાય પદયાત્રામાં મોટી સંખ્યામાં યાત્રીઓ જુસ્સાભેર ચાલ્યાં હતાં. અમદાવાદમાં બપોરે ૩-૩૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો-પદાધિકારીઓ-ધારાસભ્યઓ અને પીડીત પરિવારો જોડાયા હતા. ગુજરાત ન્યાય પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલ, એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજી, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષઅલકા લાંબાજી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખહિંમત પટેલ, પૂર્વ સાંસદઅમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મંત્રીરામકિશન ઓઝા, ડૉ. પ્રભા તાવિયાડ, સોનલ પટેલ, નિલેશ પટેલ, વરિષ્ઠ આગેવાનબાલુ પટેલ, પુંજા વંશ, મહિલા કોંગ્રેસના પ્રમુખજેની ઠુંમર, ગુજરાત પ્રદેશ સેવાદળના કા.અધ્યક્ષપ્રગતિ આહિર, અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસ પક્ષ નેતાશેહઝાદખાન પઠાણ, ધારાસભ્ય સર્વદિનેશ ઠાકોર, અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ એસ.સી. સેલના ચેરમેનહિતેન્દ્ર પીઠડીયા, સહિતના મહાનુભાવો પદયાત્રામાં જોડાયા હતા અને ત્યારબાદ પૂજ્ય ગાંધીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીના તૈલચિત્રને નમન કર્યા હતા.
તાજેતરમાં સેબી અંગેના હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધ સાથે સેબીના ચેરમેન રાજીનામું આપે, સમગ્ર કૌભાંડની જે.પી.સી. દ્વારા તપાસ થાય તેવી માંગ સાથેના પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તા. ૨૩ ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકેથી ગુજરાત ન્યાય પદયાત્રા સાબરમતી આશ્રમથી સુભાષબ્રીજ થઈ ચાંદખેડા ખાતે સાંજે ૫-૩૦ કલાકે જનસભા સ્વરૂપે સમાપન થશે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ડીપાર્ટમેન્ટના ચેરમેન અને પ્રવક્તાપવન ખેરાજી વિશેષ ઉપસ્થિત રહેશે.
ગુજરાત ન્યાય પદયાત્રા દરમ્યાન વિવિધ માધ્યમો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ, બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તદુપરાંત, રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી છે. ભાજપાની ભ્રષ્ટ નીતિના લીધે વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડીત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ “ગુજરાત ન્યાય પદયાત્રા” ૯ ઓગષ્ટ મોરબી થી શરુ થઇ થયેલી યાત્રાને ઠેરઠેર સ્વાગત થયું. જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાયા હતા તે તમામ અભિનંદનને પાત્ર છે, ગુજરાતના નાગરિકોના હક્ક-અધિકાર અને ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસપક્ષ સતત લડતો રહેશે.
———
૨૩-૦૮-૨૦૨૪
·મોડલ રાજ્યના દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ
·રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૦ ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરીસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત ૨૧ ક્રમ સાથે છેવાડાનું રાજ્ય
·ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે.
મોડેલ રાજ્ય નં. ૧ ની દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણ (ઈમ્યુનાઈઝેશન) ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતા અને રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ગુજરાતમાં રોગપ્રતિરક્ષા રસીકરણનું કવરેજ ૭૬.૩ ટકા છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ ૭૬.૪ ટકા છે ત્યારે ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રેની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, એન.એચ.એફ.એસ-૫ ના પરિણામો અનુસાર ૧૨ મહિનાની આયુ ધરાવતા બાળકોની રોગપ્રતિરક્ષા રસીકરણ અંગેના અહેવાલમાં બાળકોને રસીકરણમાં અસમાનતા સાથે DTP3 – ડીપ્થેરીયા, ટીટાનસ, પરટ્યુસીસ રસી અંગેમાં સ્પષ્ટપણે ગુજરાતમાં ૭૬.૩ ટકા જ રોગપ્રતિરક્ષા રસીકરણ કવરેજ જ્યારે દેશમાં ૭૬.૪ ટકા સરેરાશ રોગપ્રતિરક્ષા રસીકરણ એટલે કે ગુજરાત કરતાં વધુ સારુ રોગપ્રતિરક્ષા રસીકરણ સામાજિક ક્ષેત્રમાં જેમનું નબળુ પરિણામ છે તેવા પં.બંગાળ ૮૭.૭ ટકા, જમ્મુ-કાશ્મીર ૮૬.૨ ટકા, રાજસ્થાન ૮૦.૪ ટકા, છત્તીસગઢમાં ૭૯.૭ ટકા અને મધ્ય પ્રદેશ ૭૭.૧૦ રોગ પ્રતિરક્ષા રસીકરણની કામગીરી થયેલ છે.
રાષ્ટ્રીય પરિવાર અને કલ્યાણ સર્વે-૫ના અહેવાલમાં રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૦.૫ ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરિસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત ૨૧મા ક્રમ સાથે છેવાડાનું રાજ્ય આરોગ્ય ક્ષેત્રે જાહેર થયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૭ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૧૭૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૮૨૮ પેટા આરોગ્ય કેન્દ્રની લાંબા સમયથી ઘટ છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮૫, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ૧૬૨, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૨૫૬ અને જીલ્લા હોસ્પિટલમાં ૧૭૩ ડોક્ટરોની જગ્યા લાંબા સમથી ખાલી છે. રાજ્યમાં ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની ૨૦૬૪ જરૂરિયાતની સામે માત્ર ૨૦૬ ડોક્ટરો ફરજ બજાવે જ્યારે ૧૮૫૮ જેટલી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. એટલે કે ૯૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે. ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટના સૂત્રો આપતી ભાજપ સરકારની નબળી કામગીરીની સીધી અસર ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય પર પડી છે.
રાજ્યનું નામ
રોગપ્રતિરક્ષા રસીકરણ ટકાવારી
રાજ્યનું નામ
રોગપ્રતિરક્ષા રસીકરણ ટકાવારી
દાદર નગર, હવેલી, દમણ-દીવ
૯૪.૯
ઉત્તરાખંડ
૮૦.૮
ઓડિસા
૯૦.૫
સિક્કીમ
૮૦.૬
હિમાચલ પ્રદેશ
૮૯.૩
રાજસ્થાન
૮૦.૪
તમિલનાડુ
૮૯.૨
છત્તીસગઢ
૭૯.૭
લદાખ
૮૮.૨
તેલંગાના
૭૯.૧
વેસ્ટ બંગાલ
૮૭.૮
અંદમાન નિકોબાર
૭૭.૮
જમ્મુ અને કાશ્મીર
૮૬.૨
કેરાલા
૭૭.૮
લક્ષ્યદિપ
૮૬.૧
મધ્યપ્રદેશ
૭૭.૧
કર્ણાટકા
૮૪.૧
હરિયાણા
૭૬.૯
પૌંડીચેરી
૮૨.૦
ગુજરાત
૭૬.૩
ચંદીગઢ
૮૦.૯
————–
૨૩-૦૮-૨૦૨૪
· ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવો: અમીત ચાવડા
· ગુજરાતના યુવા ધનને દારૂ ડ્રગ્સથી બરબાદ થતા બચાવો: અમીત ચાવડા
· હપ્તાખોરીમાં રાચતી સરકાર લાજવાને બદલે ખોટી ગાજે છે: અમીત ચાવડા
· ગુજરાતમાં ડ્રગ્સથી બરબાદ થતા યુવાધનને બચાવવા એક દિવસ વિધાનસભામાં ચર્ચા રાખો, ચર્ચાનું જીવંત પ્રસારણ કરો: અમીત ચાવડા
· મુખ્યમંત્રીને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર અને કાયદો- વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ચર્ચા કરવા પડકાર : અમીત ચાવડા
· ગૃહ રાજ્યમંત્રી નિયમ ૧૧૬ નીચે એકતરફી ચર્ચા કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવા માંગે છે, આખા દિવસની ચર્ચા અને જીવંત પ્રસારણ માટે કોંગ્રેસ તૈયાર: અમિત ચાવડા
વિધાનસભા ખાતે પ્રેસ મિડિયાને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ત્રણ દિવસના વિધાનસભાના સત્રમાં ગુજરાતની જનતાની તકલીફ, પીડાઓ, સમસ્યાઓને વાચા આપવા માટે. સરકારના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ધારાસભ્યો રજૂઆત કરે, તેના માટે પુરતી તક મળવી જોઈએ પણ પોતાનો ગેરવહીવટ,ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા માટે આ સરકાર દ્વારા દરેક રીતે કોંગ્રેસ દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે જે રજૂઆતો કરવામાં આવે છે, જે ચર્ચામાં ભાગ લેવાનો હોય તેમાં સમય નથી આપવામાં આવતો, જાણી જોઇને નિષ્ફળતાઓ ઉજાગર ના થાય તેવા પ્રયત્નો પણ થાય છે અને એટલે જ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે બરતરફ કરવામાં આવ્યા હતા. આજના દિવસની કાર્યવાહીમાં જાણકાર, સલાહકાર સમિતિમાં નક્કી થયેલા એજન્ડા હતો, નિયમ ૧૧૬ હેઠળ જે સભ્યો દ્વારા નોટીસ આપવામાં આવી હોય તે સભ્યોને પ્રશ્નો પૂછવા માટેની તક મળે અને જે જવાબ હોય તેના આધારે મંત્રી વિગતવાર વાત કરતા હોય.”વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સમગ્ર રાજ્યમાં જે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં જે દારુની બદી વધી છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે, છેલ્લા દસકામાં ડ્રગ્સની પ્રવૃત્તિ વધી છે. તેમાં પહેલા ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે લેન્ડ થતું, આગળ વધીને હવે સૌરાષ્ટ્રમાં પોરબંદર- વેરાવળમાં પણ પકડાય છે, હવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ કે હજીરાના દરિયાકિનારે પકડાય છે, જેનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની ગયો છે. ડ્રગ્સ લેન્ડ તો ગુજરાતમાં થાય છે પણ સાથે દિવસે દિવસે અનેક એવી ફેક્ટરીઓ પણ પકડાય છે જેમાં ટેબ્લેટ કે અન્ય સ્વરૂપોમાં ડ્રગ્સને પેકિંગ કરીને દેશવિદેશમાં મોકલવામાં આવે છે.થોડા દિવસ પહેલા સુરતમાં ડ્રગ્સના પેડલર પકડાયા, રાજકોટમાં પકડાયા. અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ પકડાયું તેમાં જે હકીકતો બહાર આવી તેમાં આ બદી ચાની કીટલીથી લઈને ભજીયાની દુકાન સુધી પહોંચી ગઈ છે. ત્યારે સૌના માટે ચિંતાનો વિષય છે કે ડ્રગ્સના નશામાં કોઈ સપડાય તો એ યુવાનની જિંદગી તો બરબાદ થાય જ છે પણ તેના સમગ્ર પરિવારને તહેસનહેસ કરી નાખે છે. નશામાંથી બહાર નીકળવું અઘરું છે. જયારે દારૂથી જ આખા ગુજરાતમાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે, નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા બની રહી છે, આખી સમાજ વ્યવસ્થાને અસર થાય છે ત્યારે આ ડ્રગ્સના દુષણનો વધારો થયો. એટલા જ માટે વારંવાર અમે વિધાનસભામાં કહ્યું કે તેના માટે વિધાનસભામાં મોકળાશથી ચર્ચા થવી જોઈએ અને પૂરો સમય આપવો જોઈએ જેથી ગુજરાતના સમાજ જીવનના આયનાનું પ્રતિબિંબ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગૃહમાં રજુ કરી શકે અને તેના માટે કોઈ દિશા નક્કી થાય.”વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આજે ૧૧૬ ની નોટીસમાં અચાનક રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવા લાગ્યા કે, ‘આવો અમે ચર્ચા કરવા તૈયાર છીએ, જેટલી પણ ચર્ચા કરવી હોય, જે બોલવું હોય, જે આક્ષેપો હોય તેનો હું જવાબ આપવા તૈયાર છું’. તો આ આક્ષેપો કોઈએ ઘરથી ઘડેલા નથી, કોઈની સાથે ફોટા પડ્યા એટલે આક્ષેપ થયા, ક્યાંક તમારા નજીકના માણસો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સપડાયેલા પકડાયા એટલા માટે આક્ષેપો થયા, જે આંકડા આવ્યા છે તેના આધારે આક્ષેપો થયા છે. આજે પણ અમે ગૃહના ફ્લોર પર કહ્યું છે કે આ ગુજરાતના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. ઉડતું ગુજરાત ના બને તેની ચિંતા તમને અને અમને છે.જો તમે ખરી પ્રમાણિકતાથી ચર્ચા કરવા માંગતા હોવ તો આવતીકાલે એક દિવસ સત્ર વધારો અને બધા જ ૧૮૨ ધારાસભ્યોને ઉડતા ગુજરાત ના બને, ગુજરાતમાં નશાબંધીનો કાયદો કડક રીતે અમલી થાય તેના માટે ચર્ચા કરવાનો મોકલાશથી સમય આપો. પણ એવો સમય નથી આપવો. તેમને તો કોઈ નિયમોની જોગવાઈ મુજબ કોઈ સભ્ય પ્રશ્ન પૂછે તેની સામે મંત્રી વાહવાહી કરતું ભાષણ કરવું છે. એટલે જ આજે અમે સ્પીકર ને સ્પષ્ટ કહ્યું કે નિયમ ૧૧૬ છે, તેની મર્યાદાઓ છે, તેની જોગવાઈઓ છે. તેમાં અમે આટલા ગંભીર વિષય પર ચારેય તરફ જે ખોટું થઇ રહ્યું છે, ભ્રષ્ટાચાર અને મિલીભગત ચાલી રહી છે તેના પર ચર્ચા કરવા અમને સમય મળી શકે. આવતીકાલે એક દિવસનું સત્ર વધારો અને આખો દિવસ આ બાબત પર ચર્ચા કરો.મારી રાજ્ય સરકારને ચેલેન્જ છે, ગૃહ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યના મુખ્યમંત્રી ને પણ ચેલેન્જ છે કે આવતીકાલે એક દિવસનું સત્ર બોલાવો, ૧૮૨ ધારાસભ્યોને ચર્ચા કરવાનો પુરતો અવકાશ આપો અને આખા ગુજરાતમાં જે છડેચોક પાણી નથી મળતું પણ દારુ મળે છે, ડ્રગ્સનો વેપાર થઇ રહ્યો છે, યુવા પેઢી બરબાદ થઇ રહી છે અને આ બધું જ થવા પાછળનું એકમાત્ર કારણ આ રાજ્યની ભાજપની મિલીભગત અને હપ્તાખોરી જવાબદાર છે. જો તમે સાચા હોવ, તમારી ઇચ્છાશક્તિ હોય, તમે પ્રમાણિક છો તો ચર્ચા માટે આવો. અમારી પાસે પણ પુરાવાઓ અને હકીકતો છે. જમીની હકીકતો છે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજુ કરશે.”વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આજે તો મંત્રીને પોતાનું ભાષણ લાઈવ કરવાની ઘેલછા હતી, એટલા માટે જ અમે પ્રશ્નો નથી પૂછ્યા કે ખાલી તમારી પ્રસિદ્ધિ માટે આ વિધાનસભાના ફ્લોરનો ઉપયોગ નહીં કરવા દઈએ, એટલી જ હિમ્મત અને તાકાત હોય તો આવતીકાલે સત્ર બોલાવો. આખો દિવસ આ ડ્રગ્સ બંધી, નશાબંધી કાયદાના ગુજરાતમાં જે લીરેલીરા ઉડે છે. જે હપ્તાખોરીનું રાજ ચાલે છે. પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચે છે. તેની જો પૂરી ચર્ચા કરવી હોય તો આખી ચર્ચા લાઈવ કરો. અમે ચર્ચામાં ભાગ લેવા તૈયાર છીએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.ગુજરાત અને દેશ દુનિયા પણ જાણશે કે ગુજરાત જે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેના માટે સાચા અર્થમાં કોણ જવાબદાર છે. અમે સ્પીકરને પણ વિનંતી કરી છે, સરકારને પણ કહીએ છીએ કે આવતીકાલે એક દિવસ સત્ર વધારો, આખો દિવસ ગુજરાતમાં નશાબંધીના કાયદા, દારુ- ડ્રગ્સ અને અનૈતિક પ્રવૃત્તિઓ એ વિષય પર ચર્ચા કરો અને તેનું લાઈવ પ્રસારણ કરો એટલે જે લોકો લાજવાને બદલે ગાજતા હતા તેની સાચી હકીકતો અને કોણ આમાં મેળાપીપણા ધરાવે છે, તે સૌ કોઈ જાણી શકે, તે સમગ્ર હકીકત બહાર આવી શકે તેવી અમે માંગણી કરીએ છીએ.”
—————
૨૪-૮-૨૦૨૪
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરીષદ ને સંબોધન કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત પટેલે જણાવ્યું હતું કે, પોલીસ ગ્રેડ-પે બાબાતે કપિલ દેસાઈ દ્વારા જે પ્રમાણે લડત ચલાવી હતી તેને દબાવી દેવા માટે કપિલ દેસાઈ, સામાજિક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સરકાર દ્વારા ૫ જીલ્લાઓમાં જે પાંચ ખોટી એફ.આઈ.આર. કરવામાં આવી હતી તેને નામદાર હાઈકોર્ટના ચુકાદા દ્વારા રદ કરવામાં આવી છે. લોકશાહી માં દરેક વ્યક્તિ ને ન્યાય અને હક માટે લડવાનો અધીકાર છે. આ લડત ચલાવવામાં ગુજરાતના લોકો, પોલીસ જવાનોના પરિવારો અને હાર્દિક પંડયા, નિલમ મકવાણા જેવા લોકોનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. પોલીસ ફોર્સ એ ડીસીપ્લીન ફોર્સ છે પણ જ્યારે તેમના હક્ક-અધિકારો માટે તેમણે અવાજ ઉપાડ્યો ત્યારે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, બરતરફ કરી દેવામાં આવ્યા હતાં. ગુજરાત પોલીસના કર્મચારીઓને ગ્રેડ પે નો વધારો મળે તે મુદ્દે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ ઉપર પાંચ જીલ્લામાં અલગ-અલગ એફ.આઈ.આર. કરવામાં આવી હતી તથા કનડગત હેરાનગતિ ઉભી કરવામાં આવી હતી. તે મુદ્દે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદામાં પાંચેય જીલ્લામાં થયેલ એફ.આઈ.આર.ને રદ (ક્વોષ) કરવામાં આવી હતી. નામદાર હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને કોંગ્રેસ પક્ષ આવકારે છે. કોંગ્રેસ પક્ષ હંમેશ જનતાને મુદ્દે લડત ચલાવી છે એ ખેડૂતો ના મુદ્દા હોય, વિધાર્થીઓ ના મુદ્દે, યુવાનોના મુદ્દે, રોજગારના મુદ્દે તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે હંમેશા લડત ચલાવી છે ને હમણા કોંગ્રેસ પક્ષ દ્વારા TRP ગેમઝોન અગ્નિકાંડ, મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટના, હરણી તળાવ બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ સહિત ના મુદ્દે ન્યાય યાત્ર ચલાવવા માં આવી હતી કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાના મુ્દ્દે લડત ચલાવતી રહેશે. કાંડ અને કૌભાંડની સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરી જનતાના હક્ક માટે લડનારા સામે ખોટી ફરિયાદો થશે તો જરૂર પડે ન્યાય તંત્રનો દરવાજો ખખડાવો પડે તો તે પણ ખખડાવશે.
યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ સંબોધનમાં ન્યાયીક લડત લડનાર એડવોકેટરાજેન્દ્ર ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ગ-૩ના કર્મચારીઓ માં સૌથી ઓછો ૧૮૦૦ ગ્રેડ પે ગુજરાત પોલીસ જવાનો નો છે જેઓની માંગણી ૨૮૦૦ ગ્રેડ પે કરવાની છે. જે અંગે જુલાઈ ૨૦૨૦ માં ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ૩૩૦૦૦ થી વધુ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા હતા અનેક વાર ટ્વિટર પર નંબર વન પર ટ્રેન્ડ ચલાવ્યા હતાં. ૨૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં હજારો લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના ઘરે થી હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયા હતાં અને #પ્રતીક_ઉપવાસ_આંદોલન હેશટેગ સાથે ફોટો સોશિયલ મિડિયા પર અપલોડ કરીને જોડાયા હતા. સમગ્ર લડત ગાંધી ચિધ્યા માર્ગે કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે મુજબ શાંતિ પૂર્વક રીતે કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસ ના પગાર વધારા (૨૮૦૦ ગ્રેડ પે) માટે કરવામાં આવેલ લડત ને તોડી પાડવાનાં ઈરાદે થી સરકાર દ્વારા યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, સામાજીક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ એમ ૫ જીલ્લાઓમાં ખોટા કેસ કરવામાં આવ્યા હતા. રક્ષાબંધન જેવા તહેવારમાં પોલીસ કસ્ટડીમાં રહેવુ પડ્યું હતું અને ૧૪ દિવસ જેટલો સમય જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પુરી રાખવામાં આવ્યા હતા અને મોબાઈલ સહિતની વસ્તુઓ જમા લઈ લેવામાં આવી હતી અને ૫ જીલ્લાઓમાંથી જામીન લઈ ૧૪ દિવસે બહાર આવી શક્યા હતા. જેને પડકારતી પીટીશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
આ લડતના પરીણામ સ્વરૂપે સરકારે ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી પહેલા ઝુકવુ પડ્યુ હતું અને પોલીસ કર્મચારીઓ માટે ૫૫૦ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને જુદા જુદા એલાઉન્સમાં વધારો કરી પગાર વધારો આપવામાં આવ્યો હતો. જેમાં એલ.આર.ડી. અને એ.એસ.આઈ. ફિક્સેશનવાળાનો માસીક રૂપિયા ૮૦૦૦ જેટલો, એ.એસ.આઈ.ને માસિક રૂપિયા ૫૩૯૫ જેટલો, કોન્સ્ટેબલને રૂપિયા ૪૩૯૫ જેટલો અંદાજે પગાર વધારો થયો હતો. ગુજરાત પોલીસના ગ્રેડ પે સહિતના મુદ્દાઓ માટે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાયિક લડત યથાવત રાખીશું.
————-
૨૩-૦૮-૨૦૨૪
· ‘જિસકી વસ્તી ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી’ વંચિત વર્ગો સાથે ભેદભાવ અને અન્યાય બંધ કરવામાં આવે: અમીત ચાવડા
· વંચિતો- પછાત વર્ગોને સમાન તક, સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી: અમીત ચાવડા
· સરકારની નીતિઓ, બજેટની ફાળવણી, યોજનાની અસરકારકતાના મુલ્યાંકન માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી: અમીત ચાવડા
· સામાજિક ન્યાયની લડત સડકથી સંસદ સુધી લડીશું: અમીત ચાવડાવિધાનસભા ખાતે પ્રેસ- મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વિધાનસભામાં નિયમ ૧૦૨ હેઠળ છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યમાં સામાજિક અસમાનતા છે. સબકા સાથ સબકા વિકાસના નામે મત મેળવીને સત્તામાં બેઠેલી ભાજપ સરકારમાં છેલ્લા ઘણા વર્ષોથી એક ચોક્કસ વર્ગ અને વિસ્તાર માટે વધારે બજેટ ફળવાય છે, પ્રાથમિકતા અપાય છે અને ગુજરાતની બહુમતી વસ્તી ધરાવતા સમાજો, સમૂહો અને તેમાં પણ જે વંચિત સમાજ અને વંચિત સમૂહો છે, જે વિકાસથી વંચિત વિસ્તારો છે તેમની સાથે ભેદભાવપૂર્વક વર્તન થાય છે.તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સામાજિક ન્યાય મળે, સત્તા અને સંપત્તિ ઉપર બધાનો અધિકાર છે તેનીની સમાન વહેંચણી થાય, દરેકને સમાન તકો મળે તેના માટે, સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. એ વાતને લઈને ગુજરાતમાં સામાજિક, આર્થિક સર્વેક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી, પ્રસ્તાવ રજુ કયો છે. સબકા સાથ સબકા વિકાસની વાતો અને ભાષણો તો થાય છે પણ આ સરકાર સામાન્ય ગરીબ માણસ પણ ટેક્સ ભરે છે, તેનાથી સરકારની તિજોરી ભરાય છે, બજેટ બને છે પણ એ બજેટનો લાભ બધાને સરખો નથી મળતો.વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આજે ગુજરાતમાં ઉદ્યોગો હોય કે સરકારી કે સહકારી સંસ્થાઓમાં નોકરીઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સંસાધનોની વહેંચણી હોય, તેમાં વંચિત સમુહોને યોગ્ય સ્થાન કે હિસ્સો નથી મળતો. સરકારનું બજેટ પણ ચોક્કસ વર્ગ કે વિસ્તારને પ્રાથમિકતા આપીને ફાળવાય છે. તેમાં પણ બધાને સમાનતાની રીતે, વસ્તીના પ્રમાણમાં હક્ક નથી મળતો. રાજ્યની નીતિ બને છે, યોજનાઓ બને છે, રાજ્યની કાર્યપદ્ધતિ અને બજેટ નક્કી થાય છે તેમાં પણ સામાજિક સમરસતા માટે જે જાતિ, સમૂહો વંચિત રહી ગયા છે તેમને પ્રાથમિકતા નથી આપવામાં આવતી.જ્યાં સુધી રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ના થાય ત્યાં સુધી રાજ્યની તમામ જાતિ, વર્ગો, વિસ્તારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સર્વેના ડેટા, આંકડા ઉપલબ્ધ નથી એટલે હાલમાં સરકારની જે નીતિઓ અમલમાં છે, તેનું જે બજેટ ફાળવે છે, જે યોજનાઓ બને છે તેની કેટલી અસરકારકતા છે, તેના શું પરિણામો આવ્યા છે તેનો અંદાજ નથી મેળવી શકતી. દેશના બંધારણે એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. સમાજને અનામતની જોગવાઈ કરી છે. પણ, અનામત મેળવ્યા પછી આ સમાજ અને તેના સમૂહોમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિમાં કેટલું પરિવર્તન આવ્યું, એ પરિવર્તન સકારાત્મક આવ્યું કે નકારાત્મક આવ્યું તેનો કોઈ ડેટા સરકાર પાસે આજની તારીખમાં નથી.”ઉપરાંત અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સરકારે ભવિષ્યમાં પણ આ વંચિત સમુહોને યોગ્ય ન્યાય આપવો હોય, તેને મુખ્ય પ્રવાહમાં લાવવા હોય અને સાચા અર્થમાં સબકા સાથ સબકા વિકાસનું સુત્ર સાર્થક કરવું હોય તો રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ફરજીયાત બને છે. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં સરકાર એવું બહાનું કાઢે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો રાજ્ય સરકારને અધિકાર નથી તો રાજ્ય સરકારે કલેક્શન ઓફ સ્ટેટેસ્ટીક એક્ટ ૨૦૦૮ મુજબ પોતાના રાજ્યમાં જેટલા પણ જાતિ, સમૂહો અને વર્ગ-વિસ્તાર છે તેનો સામાજિક અને આર્થિક ગણતરી કરવાનો અધિકાર છે.”વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “અમે આજે સરકાર પાસે માંગણી કરી છે કે, સરકારે ગુજરાતમાં જે જાતિ, સમૂહો અને વર્ગ- વિસ્તાર છે અને જે ગામ, શહેર, તાલુકો કે જીલ્લો હોય તેમાં દરેકનો સામાજિક અને આર્થિક સર્વે કરવામાં આવે, તેની ગણતરી કરવામાં આવે તો કયા સમુહે વધારે લાભ મેળવ્યો છે, કયા સમુહની આર્થિક સ્થિતિ સારી છે, કયા સમુહોને સરકારી કે સહકારી નોકરીઓ કે હિસ્સેદારી મળી છે, કયા સમૂહ સુધી બજેટ વધારે વપરાય છે, કોની કેટલી આર્થિક અને સામજિક ક્ષમતામાં વધારો થયો છે એનો ડેટા મેળવી શકાય.સાથે સાથે કઈ જાતિઓ, કયા સમુહોની કેટલી વસ્તી છે, એને કેટલો લાભ આજદિન સુધી નોકરીઓમાં કે બીજી જગ્યા મળ્યો છે, તેની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે આજની તારીખે શું પરિસ્થતિ છે, બજેટના લાભ અને સંશાધનની યોગ્ય ન્યાયિક વહેંચણી છે તે આ વર્ગ અને વિસ્તારોમાં યોગ્ય, ન્યાયિક રીતે સપ્રમાણ કરવામાં આવી છે કે કેમ? કયા કયા સમાજો વચ્ચે સામાજિક અસમાનતાઓ છે. આ બધી જ વાતનું સાચું ચિત્ર, સાચો ખ્યાલ., સાચી માહિતી અને આંકડા ત્યારે જ મળી શકે જયારે રાજ્ય સરકાર આ જાતિઓ, સમૂહ અને વર્ગ દીઠ સામાજિક અને આર્થિક ગણતરી કરાવે પણ મોટા મોટા સુત્રો આપવાવાળી આ સરકારે આજે ગૃહમાં એમની નિયતના દર્શન કરાવ્યા છે.સબકા સાથ સબકા વિકાસ વાતો કરવાની પણ સામાજિક રીતે જે જાતિઓ અને સમૂહો આજે વંચિત છે, જેને મુખ્ય પ્રવાહમાં પુરતો લાભ નથી મળતો, જેના સુધી પુરતું બજેટ નથી મળતું, જેને નોકરીઓ કે અન્ય વ્યવસ્થામાં પુરતું પ્રતિનિધિત્વ નથી મળતું, જેને રાજકીય પ્રતિનિધિત્વ નથી મળતું, એ બાબતે ચર્ચા કરવા કે સર્વે કરાવવા આ સરકાર તૈયાર નથી. તેનો સ્પષ્ટ મતલબ છે કે, આઝાદીના એટલા વર્ષો પછી, બંધારણના અમલમાં આવ્યાના આટલા વર્ષો પછી પણ આજે ગુજરાતમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી સમાજ અને સાથેસાથે ઈ.ડબલ્યુ.એસ. (ઇકોનોમિક બેકવર્ડ સેકશન) ને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી ૧૦% અનામત આપી તેની પણ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ શું છે તે સર્વે કરવામાં નથી આવતો.”વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “આજે અમારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી ફરીથી કરીએ છે કે, ગુજરાતમાં જે સામાજિક અસમાનતા છે, જે સામાજિક ભેદભાવ દિવસે- દિવસે વધી રહ્યો છે, બજેટની અસામાન વહેંચણી થઇ રહી છે, સંસાધનોનો ન્યાયિક રીતે તમામને લાભ નથી મળી રહ્યો, સરકારી કે સહકારી સંસ્થા કે બીજી જગ્યાઓમાં નોકરીઓમાં પણ અસમાનતા છે, બીજી વ્યવસ્થાઓમાં પણ અસમાનતા છે, એના કારણે સમાજનો એક વર્ગ પોતાની સાથે ભેદભાવ થઇ રહ્યો હોય એવું મહેસુસ કરી રહ્યો છે.ત્યારે સમાનતા આવે, સામાજિક ભેદભાવ દુર થાય, બજેટની સપ્રમાણ વહેંચણી થાય, સંસાધનોનું ન્યાયિક વિતરણ થાય. જે પણ અનામત કેટેગરીના લોકો- સમાજો છે તેમની આર્થિક- સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ કરી આવનારા સમયની નીતિ બને, આવનારા સમયમાં બજેટમાં તેમનું ધ્યાન રાખવામાં આવે, નવી બનનારી યોજનાઓમાં અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોજનાઓ બને એટલા માટે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી અને ગુજરાત સરકારની પોતાની સત્તા છે એ મુજબ ગુજરાત સરકાર તાત્કાલિક રીતે ગુજરાતમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ગણતરી કરાવે એવી માંગણી આજે ગૃહમાં રજુ કરી છે પણ, કમનસીબે આ ગરીબ વિરોધી સરકાર જેને ફક્ત મુઠ્ઠીભર લોકો માટે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કર્યું છે, જે બજેટ વપરાય છે એ ચોક્કસ વર્ગ અને વિસ્તાર માટે વાપરે છે.આ ગરીબ વિરોધી સરકારે અમારી માંગણીનો અસ્વીકાર કર્યો છે પણ આવનારા સમયમાં ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, જે પણ વંચિત જાતિ અને સમૂહો છે, જેનો અધિકાર છે સંસાધનો અને બજેટ પર પુરતો સપ્રમાણ હિસ્સો મળે, “જિસકી વસ્તી ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી” એ સિદ્ધાંત સાથે ગરીબોને સામાજિક રીતે ન્યાય મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ લડશે અને સડકથી લઈને સંસદ સુધી લડવામાં આવશે.”
—————
૨૭ ઓગસ્ટ ૨૦૨૪
• ૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી,મંત્રીઓ, ધારાસભ્યઓને ૧૭૫૦/- રૂપિયાની જમવાની ડીશ અને ૭૨૦/- રૂપિયાની ચાની ચૂસકી: હેમાંગ રાવલ
• કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા.: હેમાંગ રાવલ
• એક તરફ 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફત: હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ રાવલ અખબારી યાદીમાં જણાવે છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવેલ. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં હાજર રહ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા તેઓના માટે ચા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પેટે કુલ રૂપિયા ૧૧,૧૨,૩૨૫ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા હતા.
જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા માલુમ પડેલ છે કે હકીકતમાં ઉપરોક્ત જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરએ તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સૂચન કરીને ઉપરોક્ત બિલ ચૂકવવા કહેલ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીં આંખે ઉડીને વળગે તેવી બાબતે છે કે ૧૬ માર્ચ ૨૦૨૪ ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ પેહલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીઓએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપેલ હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે. અને ચૂંટણી પંચના ખર્ચ હોય તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે, ચૂંટણી પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે? અને મોકલ્યું હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે એનું એક જ કારણ જીલ્લા ચૂંટણી અધિકારી હોદ્દાની રુએ બનાસકાંઠા કલેકટર અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન પણ હોદ્દાની રુએ પણ બનાસકાંઠા કલેક્ટર એટલે દલા તરવાડીની જેમ વેહેચણી કરી નાખવાની.ક્રમ વિગત મંજુર કરેલ ભાવ રૂપિયા
૧ હાઈ ટી (ગબ્બર ખાતે) ૩૬૦.૦૦
૨ હાઈ ટી (સર્કિટ હાઉસ ખાતે) ૩૬૦.૦૦
૩ ભોજન ૧૭૦૪.૦૦
તારીખ તવતારીખ
૧૪-૦૨-૨૦૨૪ ચૂંટણી પંચના લેટર પેડ પર (ELECTION URGENT) ચુંટણી અધિકારી દ્વારા વર્ક ઓડર
૧૫-૦૨-૨૦૨૪ રૂપિયા ૭૨૦ ની ચા તથા ૧૭૪૫ નું ભોજન આરોગાયું
૧૬-૦૨-૨૦૨૪ જિલ્લા ચુંટણી અધિકારીને કોન્ટ્રાકટરે ૧૧,૩૩,૯૨૪ નું બિલ મોકલાયું
૨૮-૦૬-૨૦૨૪ દેવસ્થાન ટ્રસ્ટે કલેકટર અને ટ્રસ્ટ ચેરમેનના સૂચનથી બિલ ચૂકવવા આદેશ કર્યો
વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા VVIP ને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષએ સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને પણ આ બિલની નકલ મોકલવામાં આવેલ છે. દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ ભાવિક ભક્તજનોએ આપેલા દાનના નાણાંનો દૂર ઊપયોગ ના કરે તે હવે ગુજરાતની ધર્મપ્રેમી જનતા માગણી કરે છે.
શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનનરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.
સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇભક્તો તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર ૮૦ ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ ૫૧ શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના વસ્ત્રો અને શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી.
કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી.
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે જો મુખ્યમંત્રીઅને ધારાસભ્યઓને માટે ૧૭૪૫ રૂપિયાની જમવાની થાળી અને ૩૬૦ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂપિયાથી ચૂકવવામાં આવતું હોય અને માતાજી પોતે ભૂખ્યા રેહતા હોઈ તો ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની પણ પેહલાના સમયની જેમ કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
—————
૩૦–૭–૨૦૨૪
ગઈકાલે ઘેડ વિસ્તારના સેંકડો ખેડૂતો સ્વખર્ચે જૂનાગઢ કલેકટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં ઘેડના પ્રાણ પ્રશ્ન માટે લડાઈ કરવાનો જુસ્સો ખૂબ અનેરો હતો. તેઓની મુખ્ય ચાર માંગણીઓ નીચે મુજબ છે –
૧. ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે દર વર્ષે બજેટમાં અલાયદું ફંડ તેમાં ફાળવવામાં આવે.
૨. ઘેડનો પ્રાણ પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે.
૩. ઘેડમાં નુકશાની પેટે રૂ. ૫૦૦-૬૦૦ કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે.
૪. ઊબેણમાં ઠાલવવામાં આવતું કેમિકલ સદંતર બંધ કરવામાં આવે.
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્યલલિત વસોયા, ભીખા જોશી, ભરત અમીપરા, કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખડી. કે. પીઠીયા, મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખધીરુ કુંભાણી, માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખમોહન કિન્દરખેડીયા, કુતિયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખઅરજણ સોલંકી, જૂનાગઢ શહેર પ્રમુખમનોજ જોશી, પરેશ ગૌસ્વામી (હવામાનશાસ્ત્રી), કાન રામ, મહેશ કરંગીયા, આશીષ પીઠીયા, રણમલ ઓડેદરા, કાન જલુ, ચેતન ગઢિયા, પી. આર. જાડેજા, અમિત પટેલ, પ્રવીણ પટોડીયા, રામ નંદાણીયા (પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય) વિગેરે આગેવાનો ખેડૂતોના પ્રશ્ને લડતમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ ગોહિલ દ્વારા લોકોના પ્રશ્નો માટે રોડ ઉપર ઉતરી પ્રજાના અવાજને વાચા આપવા કોંગ્રેસજનોને જે અપીલ કરેલ છે તેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ તરફથી કાર્યક્રમો અપાઈ રહ્યા છે.
————–
૨૯.૦૭.૨૦૨૪
· સરદાર સાહેબ માટે આદર્શ ગામો એજ સ્મારકો હતા, તેઓ પ્રતિમા અને સ્મારકોના સખત વિરોધી હતા- મનહર પટેલ
· ભાજપાએ સરદાર પટેલની મુર્તિ બનાવી પરંતુ તેના વિચારોને મુર્તિમંત કરવા માટે તેના કામ કે ગામ (કરમસદ) ને ક્યાય યાદ ન કર્યા. – મનહર પટેલ
· આયોજન પંચ સમક્ષ કરમસદને JNNURM સમાવવાની ૨૦૦૬,૨૦૧૦ અને ૨૦૧૨ એમ ત્રણ ત્રણ વાર માંગ કરનાર તત્કાલીન મુખ્યમંત્રીમોદી દેશના પ્રધાનમંત્રી થયા પછી रात गई बात गई ? – મનહર પટેલ
કેન્દ્ર સરકાર પાસે ત્રણ માંગ,
1. “કરમસદ આખા દેશનુ કેન્દ્ર થશે” સરદાર સાહેબના સપનાને મુર્તિમંત કરવાના ઉદ્દેશ સાથે વિશેષ દરજ્જો અને બજેટ ફાળવામા આવે.
2. રાજકીય રીતે કરમસદને તાલુકા પંચાયત અને વિધાનસભાની બેઠકનુ નામ આપવામા આવે.
3. કરમસદને અન્ય કોઇ નગર કે મહાનગરનો ભૌગોલિક કે રાજકીય હિસ્સો બનાવવામા ન આવે.
સરદાર વલ્લભભાઇ પટેલ કરમસદમા એક આદર્શ ગામનુ સપનુ જોતા હતા, તેમના આ વિચારોને મુર્તિમંત કરવા તત્કાલિન કોંગ્રેસની સરકાર અને કાકા,ભીખાકાકા (ભીખ સાહેબ-કરમસદ) અને ઇન્દુલાલ યાજ્ઞિકે સાર્થક ભગીરથ પ્રયાસો કર્યા, ઇન્દુલાલ યાગ્નિક દ્વારા સંપાદીત “ગ્રામ વિકાસ” મા તા.૨૦.૦૯.૧૯૪૭ ના અંકમા ઉલ્લેખ છે કે સરદાર પટેલ કરમસદમા આદર્શ ગામનુ સપનુ સેવતા હતા.
તેમના સ્વપ્નની વિદ્યાનગરી,ઉદ્યોગનગર અને આરોગ્યની સંસ્થાઓનુ નિર્માણ થયુ. કરમસદ અને બાકરોલ ગામના તમામ જાતિના ખેડુતોએ આશરે ૮૦૦ વિઘા ખેતીની કિંમતી જમીન મફત આપી અદભુત યોગદાન આપ્યુ જેના ઉપર કરમસદ નગર ઉભેલુ છે ઉપરાંત ચરામાં દરેકને તબીબી સારવાર સારી રીતે મળી શકે તે હેતુ થી કરમસદમાં ક્રિષ્ણા હોસ્પિટલ ઉભી કરવા, વિજળી માટે સબ-સ્ટેશન બનાવવા, પાવર ગ્રીડ માટે પણ મહામુલી જમીનો દાનમાં આપેલ. વર્ષ ૧૯૬૦ દરમ્યાન લોકભાગીદારી (આજનું સરકારનું PPP Model – Public Private Partnership) દ્વારા પહેલી ડ્રેનેજ સીસ્ટમ શરૂ કરેલ છે, આમ આ સરદાર સાહેબનુ સપનુ સાકાર કરવાની માળાના આ એક એક મણકા હતા, અને ઘણુ બધુ કર્યુ પરંતુ સરદાર સાહેબના કરમસદ આખા દેશનુ કેન્દ્ર બનાવવાનુ સપનુ સાકાર કરવા કેન્દ્ર સરકાર તરફથી કરમસદને ખાસ દરજ્જો મળવો અનિવાર્ય છે.
સરદાર સાહેબના નામ અને યોગદાનનો ઉલ્લેખ કરીને આયોજન પંચ સમક્ષ કરમસદને ખાસ દરજ્જા માટે JNNURM સમાવવાની ૨૦૦૬,૨૦૧૦ અને ૨૦૧૨ એમ ત્રણ ત્રણ વાર માંગ કરનાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થયા પછી તેમને ખુદે પોતાની એ રજુઆત અભેરાય ઉપર ચડાવી દીધી છે એટલુ જ નહી ઉલ્ટાનુ મોદીની ભાજપા સરકાર કરમસદ નગરને સુચિત આણંદ કોર્પોરેશનનો હિસ્સો બનાવી કરમસદ નગરના નામનુ ઐતિહાસિક,રાજકીય અને ભૌગોલિક મહત્વ અને અસ્તિત્વ મીટાવી દેવાના પેરવી કરી રહી છે. એટલે કે કરમસદને દેશનુ કેન્દ્ર બનાવી આદર્શ ગામના સરદાર વલ્લભભાઇ પટેલના સપનાને કચડવા જઈ રહી છે.આ છે સરદાર વિરોધી વિચારધારાનો અસલી મિજાજ.
સરદાર પટેલની વિપરીત વિચારધારાના મજબુર નેતાઓની હકીકત દેશની જનતા સામે ધીરે ધીરે આવી રહી છે,સરદાર સાહેબના નામ કે પ્રતિમાના નામે ચુંટણીઓમા રાજકીય લાભો મેળવવા અને કેન્દ્ર સરકાર સામે ગુજરાતના મતદાતાઓને ખુશ કરવા સરદાર પટેલના નામ અને યોગદાનનો ઉલ્લેખ કરી કરમસદના ખાસ દરજ્જાની માંગણી કરવી, અંતે હકીકત સામે આવી ગઈ સમયનુ કાળચક્ર બદલાયુ વેતેલા ૧૦ વર્ષમા સરદાર સાહેબના કામો અને યોગદાન તેમની સ્મૃતિમાથી અચાનક ગાયબ કેમ થઈ ગયા ? જનતાનો સામાન્ય સવાલ છે, કરમસદને ખાસ નગરનો દરજ્જો ક્યારે મળશે ?
મનહર પટેલ । પ્રવકતા,ગુજરાત કોંગ્રેસ
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર સામે નીચે મુજબની ત્રણ રજુઆત કરી તેના અંશો.
52nd National Development Council, New Delhi
9th December 2006
આયોજન પંચ દ્વારા JNNURM હેઠળ મિશન શહેરોની પસંદગી માટે જે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે સરદાર વલ્લભભા ઈ પટેલ દ્વારા આપવામાં આવેલા બલિદાનોને કારણે આપણા રાષ્ટ્રને સ્વતંત્રતા મળી છે.તેમના જન્મસ્થળો અનુક્રમે પોરબંદર અને આણંદ-કરમસદનો આ કાર્યક્રમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી.
55th National Development Council, New Delhi
24th July, 2010
JNNURM હેઠળ કરમસદ અને ગાંધીનગરનો સમાવેશ કરવા વિનંતી તાજેતરમાં JNNURM હેઠળ પાંચમું શહેર એટલે કે પોરબંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમે ભારત સરકારને પણ વિનંતી કરી રહ્યા છીએ કે મિશન હેઠળ ગુજરાતના પાટનગર ગાંધીનગર અને સરદાર વલ્લભ પટેલના જન્મસ્થળ કરમસદને સામેલ કરવામાં આવે. અમે ઉપરોક્ત બે નગરોના સમાવેશ માટેની અમારી વિનંતીને ફરી એકવાર પુનરાવર્તિત કરીશું.
1st June, 2012
ગાંધીનગર અને કરમસદ ટાઉનનો JNNURM હેઠળ સમાવેશ છેલ્લા છ વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં પાટનગર ગાંધીનગર અને સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ નગરનો JNNURM હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી.
———-
૨૭.૦૭.૨૦૨૪
· MSP, કૃષિ વિષયક યોજનાઓ, કૃષિ પાકની ટેકાના ભાવે ખરીદી, PM કિસાન સન્માન નિધી યોજના કે સિંચાઇના પાણી બાબતે સંસદમા ભાજપા સરકારના મંત્રીઓ સત્યથી વેગળી અને અધુરી માહીતી મુકીને સંસદને ગેરમાર્ગે દોરે છે. – મનહર પટેલ
· PM કિસાન સન્માન નિધી યોજના દેશના ૧૪.૬૪ કરોડ ખેડુતો માટેની યોજના અને લાભ મળે છે માત્ર ૯.૪૭ કરોડ ખેડુતોને તો બાકીના ૫.૧૭ કરોડ અન્નદાતાઓને કેમ નહી? મનહર પટેલ
· ભારત કુલ જરુરીયાતના ૬૦% ખાદ્ય તેલની આયાત કરે છે જ્યારે દાળ ૨૦૨૩-૨૪ મા ૨૮.૪૦ લાખ ટન આયાત કરી, આમ છતા નાણામંત્રી સંસદમા કહે છે “આત્મનિર્ભર ભારત”. – મનહર પટેલ
૨૦૨૪-૨૫ ના બજેટ દરમ્યાન નાણામંત્રીએ કૃષિ વિષયક અનેક બાબતો સત્યથી વેગળી, અધુરી અને સરકારી આંકડાથી વિપરીત રજુ કરી સંસદને ગુમરાહ કરેલ છે.
કૃષિ મુલ્ય નિર્ધારક આયોગ (Commission for Agricultural Costs and Prices-CACP) ના અહેવાલ મુજબ ખરીફ પાકોની ૨૦૨૪-૨૫ માટેની MSP (C2+50%) કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને આપવામા આવી નથી, ભાજપા સરકારની વ્યાખ્યા મુજબની MSP ખેડુતોને આપે છે જે ખરેખર MSP (C2+50%) નથી. અને જે MSP જાહેર કરે છે, તે ભાવે પાક ખરીદવામાં નિષ્ફળ જાય છે. આમ સત્યથી વેગળી વાત સંસદમા કરીને સંસદને ગેરમાર્ગે દોરી તેમજ ખેડુતોના અધિકાર છીનવનારી વાત મુકી છે. ખરી હકીકત અમે આ સાથે ટેબલમા સ્પષ્ટ કરીએ છીએ.
ખરીફ પાકનુ નામ
CACP ના અહેવાલની MSP (C2+50%) / ક્વિન્ટલ/Rs
કેન્દ્ર સરકારે જાહેર કરેલ MSP / ક્વિન્ટલ/Rs
ખેડુતોને ચોખ્ખી નુકશાની / ક્વિન્ટલ/Rs
ડાંગર
૩૦૧૨
૨૩૦૦
-૭૧૨
જુવાર
૪૪૩૭
૩૩૭૧
-૧૦૬૬
બાજરા
૨૯૦૪
૨૬૨૫
-૨૭૯
મકાઇ
૨૭૯૪
૨૨૨૫
-૫૬૯
રાગી
૫૧૯૭
૪૨૯૦
-૯૦૭
તુવેર
૯૭૫૬
૭૫૫૦
-૨૨૦૬
મગ
૧૦૯૫૬
૮૬૮૨
-૨૨૭૪
અડદ
૯૭૪૪
૭૪૦૦
-૨૩૪૪
મગફળી
૮૪૯૬
૬૭૮૩
-૧૭૧૩
સોયાબીન
૬૪૩૬
૪૮૯૨
-૧૫૪૪
૨૦૧૪-૨૦૨૪ સુધીમા કેન્દ્ર સરકારે પાંચ જેટલી કૃષિ લક્ષી યોજનાઓ ખેડુતો માટે જાહેર કરી તેમા બજેટમા કુલ ૭,૬૭,૮૧૪ કરોડ રુપિયાની જોગવાય કરવામા આવી તેમાથી ૨,૯૧,૪૮૦ કરોડ રુપિયા એટલે કે ૩૮ % ભંડોળ વણવપરાયેલુ પરત ગયુ. જે ભાજપા સરકારની ખેડુત વિરોધી વલણ સ્પષ્ટ કરે છે. આમ બજેટમા મોટા મોટા આંકડામા નાણાની ફાળવણી કરવી મોટી મોટી જાહેરાતો કરીને માત્ર ચુંટણી જીતવાની માનસિકતા દેખાય છે, આ સાથેની વિગતોથી દેશના ખેડુતો સ્પષ્ટ બન્યા છે. અને ભાજપા સરકાર ખુલ્લી પડી છે.
યોજનાનુ નામ
વર્ષ
બજેટમા ફાળવેલ નાણા Cr
વપરાયેલ નાણા
Cr
વણવપરાયા નાણા Cr
વણવપરાયા નાણા %
PM કિસાન યોજના
૨૦૨૦-૨૪
૪,૦૩,૦૦૦
૨,૩૪,૭૮૩
૧,૬૮,૨૧૭
૪૮
ટુંકી મુદતનુ ધિરાણ
૨૦૧૬-૨૪
૧,૬૮,૭૪૩
૧,૧૧,૪૨૩
૫૭,૩૨૦
૩૪
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના
૨૦૧૫-૨૪
૫૪,૫૪૩
૨૭,૩૮૫
૨૭,૧૫૮
૫૦
નેશનલ હોર્ટી મિશન NHM
૨૦૧૪-૨૨
૧૯,૪૭૮
૧૪,૧૦૮
૫,૩૭૦
૨૭
PM પાક વિમા યોજના
૨૦૧૪-૨૪
૧,૨૨,૦૫૦
૮૮,૬૩૫
૩૩,૪૧૫
૨૮
૭,૬૭,૮૧૪
૪,૭૬,૩૩૪
૨,૯૧,૪૮૦
૩૮
ભાજપા સરકારના કૃષિમંત્રાલયના આંકડા મુજબ ૨૦૨૨-૨૩ કુલ કૃષિ ઉત્પાદનના MSP ઉપર ટેકાના ભાવે કૃષિ પાક ખરીદવામાં ના આવ્યા અને ભાજપા સરકારના દાવાની અહીયા પોલ ખુલ્લી છે. ઘઉનુ કુલ ઉત્પાદન ૧૦૬૮ લાખ ટન સામે માત્ર ૧૮૭.૫૨ લાખ ટન જ ટેકાના ભાવે કેન્દ્ર સરકારે ખરીદ કરેલ છે. એટલે કે ભાજપા સરકારના દાંત ચાવવાના અને દેખાડવાના અલગ અલગ છે.
કૃષિ પાકનુ નામ
ઉત્પાદન (લાખ ટન)
ખરીદી (લાખ ટન)
ખરીદી %
ઘઉં
૧૦૬૮
૧૮૭.૫૨
૧૮
તેલીબિયાં
૩૭૦
૦.૪૮
૦.૧૩
દાળ
૨૪૬.૯૦
૧.૩૦
૦.૪૭
જુવાર, બાજરી, મક્કાઇ, રાગી
૪૫૧.૭૦
૧.૨૮
૦.૨૬
ડાંગર
૧૩૦૨
૬૫૧
૫૦%
કોરોના પ્રકોપ પછી ભાજપાના મોદી પરિવારના ભેજામા “આત્મનિર્ભર ભારત” નો નવો શબ્દ ઉમેરાયો અને વધુ એક વખત દેશની જનતાને મુર્ખ બનાવી ધ્યાન ભટકાવવાનો પ્રયોગ શરુ કર્યો, સંસદમા નાણામંત્રીએ બજેટ વાંચનમા “આત્મનિર્ભર ભારત” ના શબ્દનો ઉપયોગ કરીને વધુ એક વખત સંસદને ગુમરાહ કરી હતી. પરંતુ તેમા “नाम बडे और दर्शन खोटे”. ભાજપા સરકાર છેલ્લા ૧૦ વર્ષમા ભારતને એકપણ ક્ષેત્ર, ટેકનોલોજી કે ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવી નથી શક્યુ. ઉપરાંત આજે દેશનુ કૃષિ ઉત્પાદન ઘટતુ જાય છે તેને કારણે આજે ખાદ્ય તેલ અને દાળમા ભારત બીજા દેશો ઉપર આધાર રાખતા થઈ ગયો છે. ખાદ્ય તેલની દેશની કુલ જરુરીયાતના ૬૦% આપણે આયાત કરીએ છીએ, ૨૦૨૩-૨૪ ના ચાલુ વર્ષમા ૧૨૧ લાખ ટન ખાદ્ય તેલ આયાત કર્યુ અને ૨૦૨૨-૨૩ માં ૧૫૭ લાખ ટન ખાદ્ય તેલ આયાત કર્યું (૧.૬૭ લાખ કરોડ રુપીયા) અને દાળ ૨૦૨૩-૨૪ (એપ્રિલ થી ડિસેમ્બર) ૨૮.૪૦ લાખ ટન દાળ આયાત કરવામા આવી જ્યારે ૨૦૨૨-૨૩ ૧૭.૫૦ લાખ ટન આયાત કરી, આમ ભાજપા સરકાર ૧૦ વર્ષમા ખાદ્ય તેલ અને દાળ માટે આત્મનિર્ભર બનાવી શકી નથી અને નાણામંત્રી સંસદમા “આત્મનિર્ભર ભારત” ના હકીકતથી જુદા વાક્યો ફેકી સંસદને ગુમરાહ કરે છે.
PM કિસાન સન્માન નિધી નામે સમગ્ર દેશમા ખુબ ઢોલ વગાડ્યો અને હકીકત ખેડુતોને છેતરવાનો ખતરનાક ખેલ.
ભાજપા
————–
૨૭–૭–૨૦૨૪
·ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાને લઈ વધુમાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા બે માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીસમક્ષ કોંગ્રેસ પક્ષની માંગ.
ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાને ધ્યાને લઈ વધુમાં વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા બે માસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીસમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, RTE રૂલ્સ બન્યા પછી ત્રણ વર્ષમાં શિક્ષકોની ભરતી ખાસ કરીને ધો-૬ થી ૮માં વિષયવાર શિક્ષકોની ભરતી અને માળખાકીય સુવિધા પુરી કરવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે પણ, રાજ્ય સરકાર દ્વારા બાર વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયા છતાં કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નથી. રાજ્યમાં ૪૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. માળખાકીય સુવિધાની દૃષ્ટિએ ૩૮,૦૦૦ જેટલા વર્ગ ખંડોની ઘટ છે. જે વર્ગખંડો છે તેમાં પણ મોટી સંખ્યામાં વર્ગખંડો જર્જરીત છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે ૧૧ મહિનાના કરાર (કોન્ટ્રાક્ટ) થી નિમણુંક કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર દ્વારા કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક માટે પુનઃ જાહેરાત આપવામાં આવી છે. ટેટ-ટાટ પાસ થયેલ હજારો ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી ? ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પેઈજ નં. ૨૨, પોઈન્ટ નં. ૫૧૭ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ?
કાયમી શિક્ષકોની ભરતી માટે જ્યારે જ્યારે વ્યાપક રજુઆતો થાય છે ત્યારે આક્રોશ ઠંડો પાડવા શિક્ષણમંત્રીદ્વારા વિધાનસભા ગૃહમાં અને સમૂહ માધ્યમોમાં મૌખિક જાહેરાતો કરવામાં આવે છે પણ, મૌખિક જાહેરાત મુજબ સત્તાવાર ભરતી કરવામાં આવતી નથી. તાજેતરમાં પાંચ-પાંચ વર્ષથી શિક્ષક બનવા માટે રાહ જોઈ રહેલા ગુજરાતના ટેટ-ટાટ પાસ યુવાનોએ તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ સાથે ગાંધીનગરમાં આક્રોશ સાથે પ્રદર્શન કર્યુ ત્યારે ફરી એકવખત ભરતી પ્રક્રિયા માટે મૌખિક જાહેરાત કરવામાં આવી જેને અનેક દિવસો વિતી ગયા છતાં આજદિન સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું નથી. જે ગુજરાતના યુવાન-યુવતિઓ સાથે વધુ એક છેતરપીંડી છે. વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક ભરતી માટે જાહેરનામું તો ના આવ્યું પણ ઉલટાનું કરાર આધારીત જ્ઞાન સહાયકની જાહેરાત પ્રકાશીત કરવામાં આવી તે કેટલે અંશે વ્યાજબી? જે સરકાર વારંવાર જ્ઞાન સહાયકને વૈકલ્પિક વ્યવસ્થા ગણાવે છે તે શા માટે કાયમી ભરતીના ભોગે આવી જાહેરાતો કરી રહ્યું છે ? રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ગુજરાતના યુવાન-યુવતિઓ સાથે રમત રમવાનું બંધ કરે.
પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે.
રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં શિક્ષણ મંત્રીદ્વારા મૌખિક જાહેર કરેલ ભરતી અંગે તાત્કાલીક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે. રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ વધુમાં વધુ સંખ્યાનો સમાવેશ કરવામાં આવે અને વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા બે મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે જેથી વર્ગખંડમાં શિક્ષક ઉપલબ્ધ થાય અને ગુજરાતના બાળકોને શિક્ષણ મળી શકે.
———–
૨૬–૭–૨૦૨૪
· કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોને તાલીમ બધ્ધ કરવા માટે યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરનું કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજી ઉદઘાટન કરશે.
· દાહોદ અને મહિસાગર જિલ્લામાં યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ તથા બુથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર નિષ્ણાંતો આપશે તાલીમ.
· દાહોદ જિલ્લાની 27 જુલાઈ અને મહિસાગર જિલ્લાની 28 જુલાઈ-2024 ના રોજ યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરને શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલ
દાહોદ, મહિસાગર જિલ્લા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને સેક્ટર-મંડલ-બુથ મેનેજમેન્ટની અસરકારક જવાબદારી માટે પસંદ થયેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-પદાધિકારીઓને સંપૂર્ણ તાલીમ બધ્ધ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાએ ‘કોંગ્રેસ સંકલ્પ શિબિર’ નું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તા. 27/7/2024 ને શનિવાર બપોરે 12-00 કલાકે અને તા. 28/7/2024ને રવિવાર બપોરે 12-00 કલાકે મહિસાગર તેજા હોટલ, ગોધરા હાઈવે રોડ, લુણાવાડા ખાતે યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજી ઉદઘાટન કરીને માર્ગદર્શન આપશે. જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને મધ્ય ગુજરાત વિભાગીય પ્રભારીઉષા નાયડુજી સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહી ઉદબોધન કરશે. દાહોદ અને મહિસાગર જિલ્લામાં યોજાનાર કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ તથા બુથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર નિષ્ણાંતો તાલીમ આપશે.
દાહોદ અને મહિસાગર ખાતે યોજાનાર તાલીમ શિબિરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખતેમજ ધારાસભ્ય, જિલ્લા પૂર્વ પ્રમુખઓ, દરેક તાલુકાના પ્રમુખઓ, પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદઓ, પૂર્વ ધારાસભ્યઓ, જિલ્લા અને તાલુકાના વિરોધ પક્ષના નેતાઓ, પૂર્વ વિરોધ પક્ષના નેતાઓ, જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સદસ્યઓ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ કારોબારી હોદ્દેદારઓ, જિલ્લા અને તાલુકાના તમામ ફ્ન્ટલ સેલ, કિસાન સેલ, બક્ષી સેલ, માઈનોરીટી સેલ, એસસી સેલ, એસટી સેલ, જિલ્લા અને તાલુકા સેવાદલ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન એસ યુ આઈ કોંગ્રેસ, તમામ પ્રમુખઓ, તેમજ તમામ કારોબારી હોદ્દેદારઓ, સ્થાનિક નગરપાલિકા પૂર્વ પ્રમુખઓ, તેમજ કોર્પોરેટરઓ, વરિષ્ઠ આગેવાનો, કાર્યકર મિત્રો, કોંગ્રેસ સંકલ્પ શિબિરમાં ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ સંકલ્પ શિબિર, દાહોદ
કોંગ્રેસ સંકલ્પ શિબિર, મહિસાગર
તારીખઃ 27/07/2024, શનિવાર
સ્થળઃ પ્રસંગ પાર્ટી પ્લોટ-2, ઈંદોર હાઈવે રોડ, દાહોદ.
તારીખઃ 28/07/2024, રવિવાર
સ્થળઃ તેજા હોટલ, ગોધરા હાઈવે રોડ,
લુણાવાડા, જી. મહિસાગર.
——–
૨૪–૭–૨૦૨૪
· ભાજપ સરકારે કંપનીને ફાયદો કરાવવા ખાસ કિસ્સામાં ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર, લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ કરતા પુંજા વંશ
· સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. રાજ્ય સરકારના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે એવા તો કયા સબંધ કે કરોડો રૂપિયા માફ કરવા પડે
રાજ્ય સરકારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીના ખાસ કિસ્સામાં ૨૮૦ કરોડ રૂપિયા માફ કર્યા, ગ્રાસીમ કંપની હિરણ-૨ ડેમના પાણીનો ૧૯૯૯થી ઉપયોગ કરતી હતી જળસંપતિ વિભાગે નક્કી કરેલ દર મુજબ સરકાર કંપનીને પાણીના બિલ આપતી હતી, ૧૯૯૯ થી નવેમ્બર ૨૦૨૩ સુધીના ૪૩૪.૭૧ કરોડ રૂપિયા પાણીના વસૂલવાના થતા હતા. જાહેર હિસાબ સમિતી સમક્ષ મામલો આવતા કંપની પર બોજો નાખવા ભલામણ કરી હતી. કલેક્ટરે કંપની પર ૨૬૪.૩૭ કરોડનો બોજો નાખ્યો હતો મહેસુલી નિયમ મુજબ એકવાર બોજો નાખ્યા બાદ માફ થઈ શકે નહીં, ભાજપ સરકારે કંપનીને ફાયદો કરાવવા ખાસ કિસ્સામાં ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર, લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ કરતા પત્રકાર પરિષદમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્યપુંજા વંશે જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળની હિરણ-૨ જળાશયના નીચાણવાળા ભાગમાંથી મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. (ઈન્ડિયન રેયોન) વેરાવળ દ્વારા પાણી વાપરવામાં આવે છે તે અંગે ભરવાનો થતો ચાર્જ કંપની દ્વારા મે-૧૯૯૯ થી નવેમ્બર-૨૦૨૩ સુધી ભરવામાં આવેલ ન હતો. પાણીના વપરાશ પેટે મે-૧૯૯૯ થી માર્ચ-૨૦૨૩ સુધી નોર્મલ વોટર ચાર્જીસ, પેનલ્ટી ચાર્જિસ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂ. ૪૩૪.૭૧ કરોડ જેટલી રકમ લેણી નીકળે છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપની દ્વારા એપ્રિલ-૧૯૯૯થી વિવાદિત સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વોટર સેસ મુજબ વપરાશ કરેલ પાણીના જથ્થા મુજબ પાણીદરોની બાકી મુદ્દલ રકમ એકીસાથે એક હપ્તામાં ભરવામાં આવે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે તે મુજબનો નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે સેટલમેન્ટ થયા બાદ મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા રૂ. ૧૫૭.૧૫ કરોડની રકમ ભરવાની થતી હતી અને લગભગ રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવેલ છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. એ સરકારની માનીતી કંપની છે કે તેની આટલી મોટી રકમ માફ કરવામાં આવેલ છે ? મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ગેરકાયદેસર રીતે હિરણ નદીની બાજુમાં કુવાઓ બનાવી પાણીનો વપરાશ કરવામાં આવતો હતો, જેથી કંપની સામે શિક્ષાત્મક પગલાં લેવાને બદલે કંપની દ્વારા ભરવાની થતી રકમ પૈકી રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવે છે, તે શું સાબિત કરે છે ? કલેક્ટર, ગીર-સોમનાથ દ્વારા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની મિલ્કત ઉપર રૂ. ૨૬૪.૩૭ કરોડનો બોજો વર્ષ ૨૦૧૯માં નાંખવામાં આવેલ છે, છતાં સરકાર દ્વારા બોજા જેટલી રકમ વસુલવાનું તો દૂર રહ્યું, બોજા કરતાં પણ રૂ. ૧૦૭ કરોડ જેટલી રકમ કંપની પાસેથી ઓછી વસુલવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં મોટી લેતી-દેતી થઈ હોવાનું સ્પષ્ટપણે જણાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી સરકાર જ હોય તેમ સાબિત થાય છે.
કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યપુંજા વંશે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. રાજ્ય સરકારના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે એવા તો કયા સબંધ કે કરોડો રૂપિયા માફ કરવા પડે, માફ થયેલ રૂપિયા વસૂલ્યા હોત તો પ્રાથમિક સુવિધા, શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ થઈ શક્યો હોત હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કે આ નિર્ણય ખાસ કિસ્સામાં લેવાયો છે, અન્ય કંપનીઓ માટે આ નિર્ણય લાગુ નહીં પડે ભૂતકાળમાં બોજો નાખેલી રકમ ક્યારેય માફ થઈ નથી. સરકારે આટલી મોટી રકમ કેવી રીતે માફ કરી એની સ્પષ્ટતા થવી જોઈએ જાહેર હિસાબ સમિતીએ પણ રકમ વસૂલ કરવા અહેવાલ કર્યો હતો.
ગુજરાતની પ્રજાને પીવાનું શુધ્ધ પાણી મેળવવા પણ પૈસા આપવા પડે છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોને અધિકારીઓ સરકારના ખર્ચે અને જોખમે પાણી વાપરવાની કેટલી સવલત કરી આપે છે તેનો અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે.વેરાવળની ઈન્ડિયન રેયોન કંપનીને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા સરકારે જમીન ફાળવી હતી. આ જમીનને બદલે કંપનીએ ભળતી બીજી જમીનનો કબ્જો લઈને પાણી તો લીધું પણ પાણી પેટે સરકારને ભરવાની ૩૪૯ કરોડની રકમ પણ ચુકવી નથી. આ સમગ્ર ગેરરીતિ બહાર આવતા વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તત્કાલીન કલેક્ટર સહિત મહેસૂલ-જળસંપત્તિ વિભાગના અધિકારીઓ સામે પગલા ભરવાની ભલામણ કરી હતી.
ઇન્ડિયન રેયોનને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા માટે રાજય સરકારે ૧૦૦ X ૧૦૦ ફુટની જમીન ફાળવી હતી. કંપનીએ આ જમીનનો કબ્જો લેવાને બદલે નજીકમાં જ બીજી ૯૨૯ સ્કેવરમીટર જમીનનો કબજો લઈ લીધો અને ત્યાં કુવો કરી નાખ્યો. આ સમગ્ર બાબત ધ્યાનમાં આવતા ૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ ગીરસોમનાથ જિલ્લાના તત્કાલીન નાયબ કલેક્ટર દ્વારા કંપનીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું રોજકામ કર્યું હતું.આ સમગ્ર બાબતથી સંલગ્ન તત્કાલીન કલેક્ટરને રજૂઆત કર્યા પછી પણ સરકારી જમીનનો કબ્જો છોડાવવામા આવ્યો નહીં. બીજીબાજું,કંપનીએ ડેમના નીચાણવાળા વિસ્તારમાં ફાળવેલી જમીનને બદલે બીજી જમીન પર કબ્જો કર્યો, કુવો કર્યો અને પાણી લેવાનું ચાલું કરી દીધું હતું. આ સમગ્ર બાબતની વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવતા ઊંડાણપૂર્વકની તપાસ કરાઇ હતી.
કાર્યપાલક ઈજનેરે કંપની પાસેથી પાણીનો દર વસુલવા ૧૩ જૂન, ૨૦૦૬ના રોજ આદેશ કર્યો હતો. સમગ્ર મામલો તત્કાલીન જૂનાગઢ કલેક્ટર સમક્ષ ચાલતા તમામ પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરાયા હતા. ના. કલેક્ટરે પંચ રોજકામ કર્યા સાથેની રજૂઆત છતા જૂનાગઢના તત્કાલીન કલેક્ટરે કંપનીની તરફેણમાં ચુકાદો આપી સરકારની આવકને ગંભીર નુકશાન પહોંચાડયાંની નોંધ સમિતિએ કરી છે.
સરકારે ફાળવેલી જમીનને બદલે કંપનીએ પોતાની રીતે જમીન લઇ કબ્જો કરી વાપરતી હતી. તંત્રએ બે દિવસમાં માહિતી મોકલવા મહેસૂલ વિભાગને તાકિદ કરી હતી. છતા મહેસૂલ વિભાગે કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ થઈ શકે કે નહીં તેનો જવાબ આપ્યો નહીં.
———– ૨૪–૭–૨૦૨૪
• ભાજપ સરકારે કંપનીને ફાયદો કરાવવા ખાસ કિસ્સામાં ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર, લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ કરતા પુંજા વંશ
• સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. રાજ્ય સરકારના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે એવા તો કયા સબંધ કે કરોડો રૂપિયા માફ કરવા પડે
રાજ્ય સરકારે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીના ખાસ કિસ્સામાં ૨૮૦ કરોડ રૂપિયા માફ કર્યા, ગ્રાસીમ કંપની હિરણ-૨ ડેમના પાણીનો ૧૯૯૯થી ઉપયોગ કરતી હતી જળસંપતિ વિભાગે નક્કી કરેલ દર મુજબ સરકાર કંપનીને પાણીના બિલ આપતી હતી, ૧૯૯૯ થી નવેમ્બર ૨૦૨૩ સુધીના ૪૩૪.૭૧ રૂપિયા પાણીના વસૂલવાના થતા હતા. જાહેર હિસાબ સમિતી સમક્ષ મામલો આવતા કંપની પર બોજો નાખવા ભલામણ કરી હતી. કલેક્ટરે કંપની પર ૨૬૪.૩૭ લાખનો નાખ્યો હતો બોજો મહેસુલી નિયમ મુજબ એકવાર બોજો નાખ્યા બાદ માફ થઈ શકે નહીં, ભાજપ સરકારે કંપનીને ફાયદો કરાવવા ખાસ કિસ્સામાં ગ્રાસિમના ૨૮૦ કરોડ માફ કરવા પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર, લેતી-દેતી થઈ હોવાનો આક્ષેપ કરતા પત્રકાર પરિષદમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્યપુંજા વંશે જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળની હિરણ-૨ જળાશયના નીચાણવાળા ભાગમાંથી મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. (ઈન્ડિયન રેયોન) વેરાવળ દ્વારા પાણી વાપરવામાં આવે છે તે અંગે ભરવાનો થતો ચાર્જ કંપની દ્વારા મે-૧૯૯૯ થી નવેમ્બર-૨૦૨૩ સુધી ભરવામાં આવેલ ન હતો. પાણીના વપરાશ પેટે મે-૧૯૯૯ થી માર્ચ-૨૦૨૩ સુધી નોર્મલ વોટર ચાર્જીસ, પેનલ્ટી ચાર્જિસ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ રૂ. ૪૩૪.૭૧ કરોડ જેટલી રકમ લેણી નીકળે છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપની દ્વારા એપ્રિલ-૧૯૯૯થી વિવાદિત સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વોટર સેસ મુજબ વપરાશ કરેલ પાણીના જથ્થા મુજબ પાણીદરોની બાકી મુદ્દલ રકમ એકીસાથે એક હપ્તામાં ભરવામાં આવે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે તે મુજબનો નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે સેટલમેન્ટ થયા બાદ મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા રૂ. ૧૫૭.૧૫ કરોડની રકમ ભરવાની થતી હતી અને લગભગ રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવેલ છે. મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. એ સરકારની માનીતી કંપની છે કે તેની આટલી મોટી રકમ માફ કરવામાં આવેલ છે ? મે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ગેરકાયદેસર રીતે હિરણ નદીની બાજુમાં કુવાઓ બનાવી પાણીનો વપરાશ કરવામાં આવતો હતો, જેથી કંપની સામે શિક્ષાત્મક પગલાં લેવાને બદલે કંપની દ્વારા ભરવાની થતી રકમ પૈકી રૂ. ૨૮૦ કરોડ જેટલી રકમ માફ કરવામાં આવે છે, તે શું સાબિત કરે છે ? કલેક્ટર, ગીર-સોમનાથ દ્વારા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની મિલ્કત ઉપર રૂ. ૨૬૪.૩૭ કરોડનો બોજો વર્ષ ૨૦૧૯માં નાંખવામાં આવેલ છે, છતાં સરકાર દ્વારા બોજા જેટલી રકમ વસુલવાનું તો દૂર રહ્યું, બોજા કરતાં પણ રૂ. ૧૦૭ કરોડ જેટલી રકમ કંપની પાસેથી ઓછી વસુલવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં મોટી લેતી-દેતી થઈ હોવાનું સ્પષ્ટપણે જણાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી સરકાર જ હોય તેમ સાબિત થાય છે.
કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્યપુંજા વંશે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિ વેરા પેટે રૂપિયા ના ચૂકવે તો પાણીના કનેક્શન અને સીલ મારવાનું કામ થાય છે. રાજ્ય સરકારના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રી સાથે એવા તો કયા સબંધ કે કરોડો રૂપિયા માફ કરવા પડે, માફ થયેલ રૂપિયા વસૂલ્યા હોત તો પ્રાથમિક સુવિધા, શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ થઈ શક્યો હોત હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કે આ નિર્ણય ખાસ કિસ્સામાં લેવાયો છે, અન્ય કંપનીઓ માટે આ નિર્ણય લાગુ નહીં પડે ભૂતકાળમાં બોજો નાખેલી રકમ ક્યારેય માફ થઈ નથી. સરકારે આટલી મોટી રકમ કેવી રીતે માફ કરી એની સ્પષ્ટતા થવી જોઈએ જાહેર હિસાબ સમિતીએ પણ રકમ વસૂલ કરવા અહેવાલ કર્યો હતો.
ગુજરાતની પ્રજાને પીવાનું શુધ્ધ પાણી મેળવવા પણ પૈસા આપવા પડે છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોને અધિકારીઓ સરકારના ખર્ચે અને જોખમે પાણી વાપરવાની કેટલી સવલત કરી આપે છે તેનો અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે.વેરાવળની ઈન્ડિયન રેયોન કંપનીને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા સરકારે જમીન ફાળવી હતી. આ જમીનને બદલે કંપનીએ ભળતી બીજી જમીનનો કબ્જો લઈને પાણી તો લીધું પણ પાણી પેટે સરકારને ભરવાની ૩૪૯ કરોડની રકમ પણ ચુકવી નથી. આ સમગ્ર ગેરરીતિ બહાર આવતા વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તત્કાલીન કલેક્ટર સહિત મહેસૂલ-જળસંપત્તિ વિભાગના અધિકારીઓ સામે પગલા ભરવાની ભલામણ કરી હતી.
ઇન્ડિયન રેયોનને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા માટે રાજય સરકારે ૧૦૦ X ૧૦૦ ફુટની જમીન ફાળવી હતી. કંપનીએ આ જમીનનો કબ્જો લેવાને બદલે નજીકમાં જ બીજી ૯૨૯ સ્કેવરમીટર જમીનનો કબજો લઈ લીધો અને ત્યાં કુવો કરી નાખ્યો. આ સમગ્ર બાબત ધ્યાનમાં આવતા ૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ ગીરસોમનાથ જિલ્લાના તત્કાલીન નાયબ કલેક્ટર દ્વારા કંપનીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું રોજકામ કર્યું હતું.આ સમગ્ર બાબતથી સંલગ્ન તત્કાલીન કલેક્ટરને રજૂઆત કર્યા પછી પણ સરકારી જમીનનો કબ્જો છોડાવવામા આવ્યો નહીં. બીજીબાજું,કંપનીએ ડેમના નીચાણવાળા વિસ્તારમાં ફાળવેલી જમીનને બદલે બીજી જમીન પર કબ્જો કર્યો, કુવો કર્યો અને પાણી લેવાનું ચાલું કરી દીધું હતું. આ સમગ્ર બાબતની વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવતા ઊંડાણપૂર્વકની તપાસ કરાઇ હતી.
કાર્યપાલક ઈજનેરે કંપની પાસેથી પાણીનો દર વસુલવા ૧૩ જૂન, ૨૦૦૬ના રોજ આદેશ કર્યો હતો. સમગ્ર મામલો તત્કાલીન જૂનાગઢ કલેક્ટર સમક્ષ ચાલતા તમામ પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરાયા હતા. ના. કલેક્ટરે પંચ રોજકામ કર્યા સાથેની રજૂઆત છતા જૂનાગઢના તત્કાલીન કલેક્ટરે કંપનીની તરફેણમાં ચુકાદો આપી સરકારની આવકને ગંભીર નુકશાન પહોંચાડયાંની નોંધ સમિતિએ કરી છે.
સરકારે ફાળવેલી જમીનને બદલે કંપનીએ પોતાની રીતે જમીન લઇ કબ્જો કરી વાપરતી હતી. તંત્રએ બે દિવસમાં માહિતી મોકલવા મહેસૂલ વિભાગને તાકિદ કરી હતી. છતા મહેસૂલ વિભાગે કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ થઈ શકે કે નહીં તેનો જવાબ આપ્યો નહીં.
——–
૨૩-૭-૨૦૨૪
આજરોજ સંસદ માં રજુ થયેલ કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલ એ જણાવ્યું હતું કે દેશ માં મંદી થી અને મુશ્કેલીઓ થી લડનારા દેશવાસીઓ ને બજેટ થી ખુબ અપેક્ષાઓ હતી, પણ બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે.ખાસ કરી ને આપણા ગુજરાત માટે તો કોઈપણ પ્રકાર ની રાહત, જાહેરાત, વાત કશું જ નથી. ખરા અર્થ માં આ બજેટ થોડા ઘણા શબ્દો ની સજાવટ છે.નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ સરકાર નું નાક દબાવ્યું એટલે થોડી ઘણી જાહેરાતો બિહાર અને આંધ્રપ્રદેશ માટે કરવી પડી બીજા માટે કંઇપણ નથી. આ એજ ભારતીય જનતા પાર્ટી છે જે ચૂંટણી ઢંઢેરા માં કહેતી હતી કે સાચા ટેક્સ ભરનારા લોકો, જે પગાર થી ટેક્સ ભરતાં લોકો ને ૧૦ લાખ સુધી સુધી ની આવક ઉપર કર મુક્તિ આપશે.વર્ષ ૨૦૧૪ માં ચૂંટણી ઢંઢેરા માં કરેલ વચન પછી આ ૧૧ મું બજેટ રજૂ થયું છતાં કોઈ ફાયદો નહીં.
આ બજેટ માં ખેડૂતો, શ્રમજીવીઓ, મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહિ. આરોગ્ય ઉપર જે વાત થવી જોઈએ તેવી કોઈ વાત આ બજેટ માં નથી. પ્લેટિનમ ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી અને પ્લાસ્ટિક ઉપર વેરો વધાર્યો. આ દેશ માં પ્લેટિનમ ખરીદનારા કેટલા, ઉપયોગ કેટલો? જ્યારે પ્લાસ્ટિક વાપનારા ભારત ના દરેક ઘર માં જોવા મળે છે. નાના નાના ઉદ્યોગકારો અને બંધ થતા એમએસએમઇ તેની બજેટ માં કોઈ વાત નથી. સરકાર વિદેશ થી આવતી કંપનીઓ ના ટેક્સ ઘટાડવા ની વાત કરે છે – આટલો વિદેશ સાથે પ્રેમ, પણ જે જરૂરિયાત વાળા દેશ ના લોકો ની ચિંતા કેમ નહિ તે સવાલ ઊભો કર્યો હતો. આ દેશ ખેતી પ્રધાન છે ત્યાં કેન્દ્રીય બજેટ માં ખેડૂતો માટે કોઈ નક્કર વાત નથી.
સરકાર ને આસામ, બિહાર અને આંધ્રપ્રદેશ માં પુર આવે ને નુકશાન થાય છે તે દેખાય છે તો ગુજરાત ની ઘેડ પંથક, પોરબંદર શહેર, જૂનાગઢ વિસ્તાર , દ્વારકા અને દક્ષિણ ગુજરાત ના વિસ્તાર માં અતિવૃષ્ટિ થી ખેડૂતો પરેશાન છે, લોકો હેરાન છે તે કેમ નથી દેખાતા તેવો સવાલ ઊભો કર્યો હતો. વારંવાર વરસાદ થી તારાજ થતા ગુજરાત ના વિસ્તારો માટે કોઈ જાહેરાત બજેટ માં કરવા માં આવી નથી. આ બજેટ માં સામાન્ય ગુજરાતી કે હિન્દુસ્તાની ને ખુશી થાય તેવું કઈ પણ નથી. રાહુલ ગાંધી જી એ ન્યાય યાત્રા, યોજના કરી હતી અને ચૂંટણી ઢંઢેરા માં જે ‘ પેહલી નોકરી પક્કી ‘ સ્ટાઈપન્ડ ની જાહેરાત કરી હતી તેને કોપી પેસ્ટ કરી બજેટમાં મૂકી ખરી પણ તે પણ નજીવી રકમ અને તેમાં ટર્મ્સ અને કન્ડીશન મૂકી ને લોભામણી જાહેરાત ની જેમ કોઈ ફાયદો ના થાય અને ઠગાઈ જોવા ની વારો આવે તેમ છે. દેશ ના લોકો ને મોંઘવારી નો માર વધારે નડશે, નોકરિયાતો ને ટેક્સ નું ભારણ વધવા નું છે. યુવાઓ જે રોજગાર ઈચ્છે છે તેમના માટે આ સરકાર નોકરી ના નામે ઠેંગો છે અને કોઈ ફાયદો નહીં થાય. નાના ઉદ્યોગકારો, ખેડૂતો અને મજદુરો ને કોઈ લાભ આ બજેટ થી મળવાનો નથી માત્ર ફુગાવો અને મોંઘવારી વધશે. આમ ગુજરાતી અને હિન્દુસ્તાની ઉપર ટેક્સ વધ્યો છે તેથી દુઃખી છે તે આ ભાજપ ના બજેટ ની વાસ્તવિકતા છે.
————–
૨૩-૦૭-૨૦૨૪
· કેન્દ્ર સરકારનું “ખુરશી બચાવો, મોંઘવારી વધારો” બજેટ : અમીત ચાવડા.
· કેન્દ્ર સરકાર બજેટ-૨૦૨૪ ખેડૂતો, નાના વેપારીઓ, બેરોજગાર યુવાનો કે દેશના સામાન્ય જન માટે નિરાશાજનક : અમિત ચાવડા
· દેશના વડાપ્રધાન ગુજરાતી હોવા છતાં ગુજરાતને બજેટમાં કશું મળ્યું નહિ. ગુજરાતની જનતાની આશાઓ-અપેક્ષાઓ ઉપર પાણી ફરી વળ્યું, : અમીત ચાવડા.
· આ બજેટ કેન્દ્ર સરકારનું નહિ પરંતુ બે પ્રદેશ અને બે સવિશેષ રાજનૈતિક પક્ષ માટેનું હોય તેવી છાપ : અમીત ચાવડા.
· કેન્દ્ર સરકારનું બજેટ-૨૦૨૪ કોંગ્રેસ પક્ષના લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચૂંટણી ઢંઢેરામાંથી સીધુ કોપી પેસ્ટ : અમિત ચાવડાવિધાનસભા ખાતે કેન્દ્ર સરકારના બજેટ-૨૦૨૪ પર પ્રતિક્રિયા આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ રજુ કરવામાં આવ્યું છે. સમગ્ર બજેટ સાંભળ્યા, જોયા પછી એવું ચોક્કસ લાગે છે કે, આ બજેટ દેશના લોકો માટે નહિ, લોકોને રાહત આપવા માટે નહિ પણ સરકાર બચાવો બજેટ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ કેન્દ્ર સરકારનું બજેટ દેશ માટે નહિ પણ બિહાર અને આંધપ્રદેશ માટે હોય એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે.આ બજેટમાં બિહારના નીતીશકુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનો ખૌફ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ બજેટ દેશની ચિંતા કરવા કરતા પોતાની ખુરશી બચાવવાની ચિંતા કરતા હોય તેવું દેખાઈ આવે છે. ગુજરાતી વડાપ્રધાન હોય અને દેશનું બજેટ રજુ થતું હોય ત્યારે ગુજરાતીઓને ચોક્કસ આશા હોય કે કંઈક નવું મળશે પણ આખું બજેટ જોતા ગુજરાતમાં માટે કોઈ સ્પેશીયલ પેકેજ કે જાહેરાત જોવા મળી નથી. એના કારણે સમગ્ર ગુજરાતના લોકો નિરાશ થયા છે.નરેન્દ્ર મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ગુજરાતમાંથી વારંવાર પત્રો લખતા આજે વડાપ્રધાન બને ૧૦ વર્ષ થયા અને કેન્દ્ર સરકારનું બજેટ પણ રજુ થયું પરંતુ નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાનો ઉલ્લેખ સુદ્ધા નથી. પશ્ચિમ રેલેવેનું વડુંમથક અમદાવાદમાં થાય, એનાથી સુવીધાઓ વધે, રોજગાર વધે એ માંગણીઓ પણ વર્ષોથી ભુલાઈ રહી છે. અનેક વખત અતિવૃષ્ટિ થઇ, કમોસમી વરસાદ થયો, પુર આવ્યા, કુદરતી આફતો થઇ તેમાં જે પારાવાર નુકસાન ગુજરાતના ખેડૂતોને અને સામાન્ય લોકોને થયું છે એમાં જે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેન્દ્ર સરકારની મદદ મળવી જોઈએ એ પુરતી મદદ મળી નથી જેનો ઉલ્લેખ પણ આ બજેટમાં નથી. કોંગ્રેસનો લોકસભાનો ચૂંટણી ઢંઢેરો (મેનીફેસ્ટો) હતો જેમાં પાંચ ન્યાય, ન્યાયપત્રની વાત કરવામાં આવી હતી એની કોપી આ બજેટમાં કરવામાં આવી છે. ઇન્ટરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી, યુવાનોને રોજગાર આપીશું એ કોંગ્રેસના ન્યાય પત્રમાં એપ્રેન્ટીસ યોજના જાહેર કરવામાં આવી હતી જેમાં યુવાનોને પહેલી નોકરી પાકી, એક લાખ રૂપિયા સુધીની મદદ આપવાની વાત કરવામાં આવી હતી એ જ વાત ઇન્ટરશીપ યોજનાથી આજે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. ૨૦૧૪ માં નરેન્દ્ર જાહેરાત કરતા હતા કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું પણ આજે દસ વર્ષ પછી ૨૦૨૪ માં સરકાર જાહેરાત કરે છે કે, આગલા પાંચ વર્ષમાં ૪ કરોડ યુવાનોને રોજગાર આપીશું એનો સ્પષ્ટ મતલબ છે કે ૨૦૧૪ માં દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરતા હતા અને આજે આવતા પાંચ વર્ષની અંદર ચાર કરોડ રોજગાર આપવાની વાત કરીને દેશના બેરોજગાર યુવાનોની આશાઓ પર અને સપનાઓ પર પાણી ફેરવાનારું આ બજેટ છે.ખેત ઉત્પાદન વધારવાની વાત કરવામાં આવી પણ બજેટમાં એમોનિયમ નાઈટ્રેટની આયાત ડ્યુટી પર ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એનાથી સ્પષ્ટ થાય છે કે રસાયણિક ખાતરો અને રસાયણિક જંતુનાશકોની કિંમત ઉપર વધારો થવાનો, એક બાજુ ઉત્પાદન વધારે કરવાની વાતો કરવાની અને બીજી તરફ ખેતી મોંઘી કરવાની તેમ બે મોંઢાવાળી વાત આ સરકારના બજેટમાં જોવા મળી.GST થી નાના વેપારીઓ પરેશાન છે, રોજબરોજ હેરાન થાય છે, છતાં વર્ષોથી માંગણીઓ કરે છે કે GST કાયદાની જોગવાઈઓમાં સરળીકરણ થાય અને નાના વેપારીઓને આર્થિક મદદ મળે પણ આ બજેટમાં એવું ક્યાય જોવા મળ્યું નથી કે GST થી સરળીકરણ કે નાના વેપારીઓને ફાયદો થયો હોય.MSME માટે પણ આ સરકારે સતત ઘોર ઉપેક્ષા દાખવી છે, એની સાથે ભેદભાવપૂર્ણ વલણ રાખ્યું છે. મોટા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવે છે. પરંતુ MSME ને ફાયદો થાય એવી એકપણ વાત આ બજેટમાં જોવા મળી નથી. MSME ની અનેક માંગણીઓમાંથી એક માંગણી હતી કે જયારે ધિરાણ લે છે ત્યારે NPA માટે જે ૯૦ દિવસની અવધી છે એને વધારીને ૧૮૦ દિવસ કરવાની હતી એ સંદર્ભે પણ બજેટમાં ક્યાય કશું જોવા મળ્યું નથી.દેશના લાખો કર્મચારીઓ OPS માટે સતત લડી રહ્યા છે, સતત રજુઆતો કરી રહ્યા છે પણ આ બજેટમાં કર્મચારીઓના OPS માટે એક શબ્દનો પણ ઉલ્લેખ થયો નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બજેટમાં ખેડૂતો, નાના વેપારીઓ, બેરોજગાર યુવાનો કે દેશના સામાન્ય જન માટે કોઈ વાત રજુ કરવામાં આવી નથી. સામાન્ય લોકોના માટે નિરાશાજનક બજેટ છે. ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં ગુજરાતને આ બજેટમાં ખુબ અન્યાય અને અનદેખી કરવામાં આવી છે એટલે કે ગુજરાતીઓ માટે આ બજેટ નિરાશાજનક બજેટ છે એવું ચોક્કસ કહી શકાય. આ બજેટ “સરકાર બચાવો અને મોંઘવારી વધારો” એ બાબતનું બજેટ છે.
—————-
૨૨-૭-૨૦૨૪
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ અને સરકાર ગુજરાત ને મેડિકલ ટુરિઝમ નું હબ ગણાવી છે પણ સરકારી આંકડા વિપરીત ચિત્ર બતાવે છે. ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ એ ધ્યાને લેવી જોઈએ કે ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં ૨૮૨૮ સબ સેન્ટર, ૧૭૧ પી.એચ.સી અને ૨૭ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બાંધવા ના બાકી છે તે બીજી જગ્યા એ ચલાવવા માં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો રૂરલ હેલ્થ સ્ટેટસ્ટીક્સ ૨૦૨૨ નો રીપોર્ટ અનુસાર ૫૬૬ આરોગ્ય સબ સેન્ટરોમાં પાણી સપ્લાય નથી તથા ૨૬૨માં વિજળીની વ્યવસ્થા નથી તેજ રીતે ૧૬ પી.એચ.સી.માં પાણી સપ્લાયની નિયમીત વ્યવસ્થા નથી અને ૧૫ પી.એચ.સી.માં વિજળીની વ્યવસ્થા નથી. ગુજરાત સરકાર કોરોના વાયરસ ના સમયે નિષ્ફળ ગયી હતી અને હાલ માં ચાંદીપુરા વાયરસ ના સમયે આરોગ્ય વ્યવસ્થા ના આંકડા ચિંતા ઉપજાવે તેમ છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર કુલ ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, દરેક કોમ્યુનિટી સેન્ટર હેઠળ આશરે ૫૫ ગામો આવે છે. કેન્દ્ર સરકાર ના હેલ્થ સ્ટેટિસ્ટિક ૨૦૨૨ મુજબ દરેક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં એક જનરલ સર્જન, એક જનરલ ફિઝિશિયન, એક ગાયનેકોલોજિસ્ટ, એક પીડીયાટ્રીશીયન જેવા સુપર સ્પેશિયાલિસ્ટ ફરિજયાત હોવા જોઈએ. તેની સાથે એનેસ્ટેસિસ્ટ અને આઈ સર્જન પણ હોવા જોઈએ. ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં થી માત્ર ૧૪ માં જ ચારેય સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે.
જ્યારે ચાંદીપુરા વાયરસ સમગ્ર ગુજરાત માં હાહાકાર મચાવે ત્યારે ગુજરાત ના ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં સરકાર દ્વારા પીડીયાટ્રીશીયનની માત્ર ૭૬ જગ્યા મંજૂર કરવા માં આવી છે તેમાં પણ ૪૬ જગ્યા ખાલી છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર ને ૩૧૪ બાળકો ના ડોક્ટર જરૂર છે. તેજ પ્રમાણે ૨૯૫ ગાયનેકોલોજિસ્ટ ગુજરાત ના ગ્રામીણ વિસ્તાર માં જરૂર છે ત્યારે ૧૦૨ મંજૂર થઇ છે તે પૈકી ૫૩ જગ્યાઓ ખાલી પડેલ છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં જનરલ સર્જન ની ૩૧૧ અને જનરલ ફિઝિશિયન ની ૩૩૦ ડોક્ટર ની જરૂર છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં ૩૧૦ આંખો ના ડોક્ટર ની જરૂર છે. ગુજરાત ની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં ૧૭૩ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં ૨૫૬ ડોક્ટર ની જગ્યા ખાલી પડેલ છે. ગ્રામીણ વિસ્તાર ના પી.એચ.સી માં ૧૮૫ ડોક્ટર ની ઘટ છે અને ૪૬૫ આયુષ ડોક્ટર ની ઘટ છે જ્યારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં સરકાર દ્વારા એક પણ આયુષ સ્પેશિયાલિસ્ટ મંજૂર કરવા માં નથી આવ્યા. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવા માં આવી રહ્યું છે તે આ આંકડાઓ થી સ્પષ્ટ થાય છે. સરકાર તાત્કાલિક ડોક્ટર ની ખાલી જગ્યા એ ભરતી કરે અને ડોક્ટરો ની જરૂરિયાત મુજબ જગ્યાઓ ને મંજૂર કરવા માં આવવી જોઈએ. સરકાર ના જુઠ્ઠાણા નો પર્દાફાશ થયો છે હવે પોતાની ભૂલ સ્વીકારી સાચી દિશા માં સરકાર એ કામ કરવું જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં બિલ્ડીંગ બનાવવાના બાકી
સબ સેન્ટર
પી.એચ.સી.
સી.એચ.સી.
૨૮૨૮
૧૭૧
૨૭
પાણી સપ્લાયની વ્યવસ્થા અને વિજળીની વ્યવસ્થા ન હોય તેવા સબ સેન્ટર અને પી.એચ.સી.
પાણીની વ્યવસ્થા ન હોય
વિજળીની વ્યવસ્થા ન હોય
આરોગ્ય સબ સેન્ટર
૫૬૬
૨૬૨
પી.એચ.સી.
૧૬
૧૫
કુલ ૩૪૪ કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની ખાલી જગ્યા
સ્પેશ્યલાઈઝેશન
કુલ ડોક્ટરોની જરૂરીયાત
કુલ મંજુર કરેલ જગ્યા
કુલ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની અછત
પીડીયાટ્રીશીયન (બાળકોના ડોક્ટર)
૩૪૪
૭૬
૩૧૪
ગાયનેકોલોજીસ્ટ
૩૪૪
૧૦૨
૨૯૫
જનરલ સર્જન
૩૪૪
૧૪૫
૩૧૧
જનરલ ફિઝિશિયન
૩૪૪
૮૮
૩૩૦
એનેસ્ટેસિસ્ટ
૩૪૪
૪૬
૨૯૮
આઈ સર્જન (આંખોના ડોક્ટર)
૩૪૪
૩૪
૩૧૦
ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ડોક્ટરોની ખાલી જગ્યા
પી.એચ.સી.માં ડોક્ટરની ખાલી જગ્યા
સી.એચ.સી.માં ડોક્ટરની ખાલી જગ્યા
સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા
ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા
૧૮૫
૧૬૨
૨૫૬
૧૭૩
———
૨૨-૦૭-૨૦૨૪
· સરકાર ન્યાય નહિ આપે તો ખેડૂતોને સાથે રાખી “ગાય બચાવો, ગૌચર બચાવો” નારા સાથે ખેડૂત પરિવારો તેના ઢોર ઢાંખર સાથે ગાંધીનગર કૂચ કરશે – અમિત ચાવડા
· આ વિજય રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે તેવું નહિ, આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારે પણ કર્યું છે. : અમિત ચાવડા
· અમિત ચાવડાના નેતૃત્વમાં ૨૦,૦૦૦ કરોડના કૌભાંડ વાળી જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે લડત લડતા મુલાસણા ગામના ખેડૂતોની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની વ્યથા સાંભળી
વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામે પાંજરાપોળની ૨૦ હજાર કરોડની કિંમતની ૬૦ લાખ ચોમીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી તે કૌભાડમાં અધિકારીઓને જૈલમાં પૂર્યા પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે . જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે લડત લડતા મુલાસણા ગામના ખેડૂતોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને અને જમીન પર થતા ગેરકાયદેસર બાંધકામની પણ જાત માહિતી મેળવી હતી. એજ પ્રમાણે ઓલમ્પિક વિલેજના નામે કોઈપણ જાતના જમીન સંપાદન અધિનિયમ વિના ગોધાવી તથા મણીપુર ની જમીન ગુમાવેલા ખેડૂતોની અને તેમના પરિવારની પણ વ્યથા સાંભળી હતી અને ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક અધિકાર છીનવવામાં આવી રહ્યા છે, ઉઘાડી લુંટ ચાલી રહી છે, ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, મુખ્યમંત્રી કાર્યાલયથી શરુ કરી નીચેના અધિકારીઓ સુધીના લોકોની સંડોવણીથી આજે મુલસાણા હોય કે આજુબાજુના દસ ગામની ચાર ચાર પેઢીઓથી જેઓ ખેતી કરતા હતા, તેમનું ગુજરાન ચાલતું હતું, તેવી ગાયો માટેની જમીન આ આંખલાઓ આજે ચરી રહ્યાં છે, મુલસાણા આસપાસની લગભગ ૬૦ લાખ ચોરસ મીટર જગ્યા જેની માર્કેટ વેલ્યુ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય તેવી કિંમતી જમીન તમામ કાયદા, નીતિ, નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદુકવાળા લોકો,પોલીસ,પ્રશાસન દ્વારા દાદાગીરી કરી કબજો મેળવી કૌભાંડ કરવામાં આવ્યું છે. જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય, ચેરિટી કમિશનરની મંજૂરી ન હોય, ગણોતના તમામ હક હતા એને નજરઅંદાજ કરવામાં આવે, તમામ અભિપ્રાયો નકારાત્મક હોવા છતાં NA ની પરમિશન આપવામાં આવે, ખોટા દસ્તાવેજો થાય અને ગરીબ ખેડૂતોની પાંજરાપોળ – ગાયોની જમીન આજે મોટા બિલ્ડરોને પધરાવી દેવામાં આવે. લોકો લડી રહ્યા છે. તપાસ થાય, અધિકારીઓને જેલમાં મોકલવામાં આવે, પણ તેના માટે જે આદેશો આપવા વાળા મુખ્યમંત્રી હોય, કૃષિમંત્રી હોય, સચિવ હોય, તેઓ આજે પણ મહેલોમાં બેસીને જલસા કરી રહ્યાં છે. અને, આ વિજય રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે તેવું નહિ, આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારે પણ કર્યું છે. વિજય રૂપાણીની સરકારે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી આ જમીન બિલ્ડરોને પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કર્યાં. આ ભૂપેન્દ્ર પટેલની સરકારે જે એગ્રિકલ્ચર ઝોન હતો, ખોટી રીતે જમીનની ફાળવણી થઈ હતી, મંજૂરીઓ મળી હતી તેના તપાસ રિપોર્ટ આવ્યા હતા, અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી તેમ છતાં પણ કરોડો રૂપિયા ચુંટણીમાં લઈ આ જમીનોને એગ્રિકલ્ચર ઝોનમાંથી કોમર્શિયલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે કર્યું છે. એક તરફ એમ કહેવામાં આવે છે કે આ જમીનના હુકમો ખોટા થયા છે, લાંગા જેવા કલેકટરને જેલમાં પૂરવામાં આવ્યા છે, અને બીજી તરફ કોઈની પણ શરમ ભર્યા વગર આ પાછળ ધમધોકાર રીતે બાંધકામ ચાલી રહ્યું છે. બધી જ જગ્યાએ તમે જોવો વરંડા મારીને કબજા લેવામાં આવી રહ્યા છે. ખેડૂતો કહે છે કે બંદૂકની અણી એ કબજા લેવામાં આવે છે. ધાકધમકી આપવામાં આવે છે. જેલમાં પૂરવાનો ડર ઊભો કરવામાં આવે છે. જે ખેતરમાં આજે જે ખેડૂત ખેતી કરે છે તે ખેડૂતને તેના ખેતરમાં પણ જવા દેવામાં આવતો નથી અને જાય તો એના માથા પર બંદૂક મૂકવામાં આવે છે એની સામે ખેડૂતો લડી રહ્યા છે. હું સરકારને પણ ચેતવણી આપવા માગું છું. ગુજરાતમાં જે ગાયોના નામે જમીન છે. જે ગૌચરો છે, જે ખેડૂતોની, ગણોતિયાઓની જમીન છે તેનો તમે વ્યાપાર કરો છે, મૂડીપતિઓને પધરાવી રહ્યાં છે, કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં હવે રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે અને ખેડૂતોએ તે માટેનો સંકલ્પ પણ કર્યો છે. આવનારા દિવસોમાં જો સરકાર આ આખા મુલાસણા પ્રકરણનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ જમીનને ફરી મૂળ સ્થિતિએ નહિ લાવે, ગણોતિયાઓને હક નહિ આપે તો આવનારા થોડા દિવસોની અંદર આ જ ગામના ખેડૂતોને સાથે રાખી “ગાય બચાવો, ગૌચર બચાવો”, “ખેડૂતોને તેમનો હક અધિકાર આપો” નારા સાથે તમામ ખેડૂત પરિવારો તેના ઢોર ઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાએ પહોંચી ન્યાય માંગશે. અમે સરકારને કહેવા માંગીએ છે કે, હવે બહુ થયું, ગાય અને હિન્દુના નામે મત લીધા, સત્તા પર બેઠા. હવે ડબલ એન્જિનની સરકાર છે છતાં ગાયોના મોંઢાનો ચારો છીનવવાનું બંધ કરો, ગરીબ ખેડૂત – અન્નદાતાને તેનો હક આપો. આ માટે સરકાર તાત્કાલિક પગલા નહિ ભરે અને જમીનને મૂળ સ્થિતિએ પાછી લાવી ખેડૂતોને ગણોતિયાઓને તે જમીન પાછી નહિ આપે તો ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમના અધિકાર આપો નારા સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે.
ઉપરોક્ત ખેડૂતોના હક અધિકારની ન્યાયની લડતમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી સેલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ સી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન દિપ ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિત ખેડૂત હિત રક્ષક સમિતિના મોટી સંખ્યામાં આગેવાન અને કાર્યકર્તાઓ જોડાયા હતા
——-
૨૦-૦૭-૨૦૨૪
રાજ્ય સરકારમાં ગાંધીનગર મહાનગર પાલિકાની સાત ખાસ સમિતિઓની દરખાસ્તને મંજૂરી બાકી હોવા છતાં આંતરિક ગજગ્રાહને ઠારવા માટે ખોટી રીતે ચેરમેન – વાઈસ ચેરમેન સહીતની જાહેરાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપાની લુંટ નીતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યની આઠ મહાનગર પાલિકામાં ભાજપાના શાસકો શહેરી નાગરિકોને લુંટી રહ્યા છે. મહાનગર પાલિકાના સેવાસદનો ભાજપા શાસકોએ મેવાસદન બનાવી દીધા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપા દ્વારા જાહેર કરવામાં આવેલ કમિટીઓનું ગુજરાત મ્યુનીસીપલ એક્ટ મુજબ કોઈ મંજૂરી હજુ સુધી રાજ્ય સરકારે આપી નથી. ભાજપાના કોર્પોરેટરનો આંતરિક ગજગ્રાહ ચરમસીમા પર છે. જેને લીધે આવી ગોઠવણ જાહેર કરવામાં આવી હોય તેવું નગરજનો ચર્ચી રહ્યા છે. ભાજપા ગુજરાતના યુવાનોને સરકારી નોકરીની “લોલીપોપ” આપીને વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. હવે તો ભાજપા પોતાના પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ સરકાર દ્વારા મંજુર ના થયેલ કમિટીઓના ચેરમેન અને અન્ય પદ જાહેર કરે છે. મંજૂરી વગરની કમીટીના પદ શું છેતરપીંડી નથી ?
ભાજપા શાસિત આઠ મહાનગરોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કેન્દ્રો છે. જેમાં શહેરી નાગરિકો ઉંચા કરવેરાના બોજ નીચે લુંટાઈ રહ્યા છે.
ગુજરાતમાં ભાજપાના ભ્રષ્ટાચારી લુંટ મોડેલના કારણે સુરતના તક્ષશિલાકાંડ, વડોદરામાં હરણી બોટકાંડ, રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોન કાંડ, મોરબીમાં જુલતા પુલ કાંડમાં મોટા પાયે નિર્દોષ નાગરિકો – બાળકોએ જીવ ગુમાવવા પડ્યા છે.
અમદવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ભાજપાના પ્રભારીને મુક્ત કરવા પાછળ પણ મોટા ભેદભરમ છે. ભાજપાના પ્રભારી સાથે હિસ્સેદારીમાં ક્યાં વાંધો પડ્યો, તે ભાજપાએ જણાવવું હોઈએ. કોના ઈશારે રાતોરાત આ નિર્ણય પાછળ પણ ભાજપાની આંતરિક ખેંચતાણ ફરી એક વખત સપાટી પર આવી છે.
રાજ્યના બે કરોડ કરતા વધુ શહેરી નાગરિકોએ પાસે થી વસુલતા આડેધડ કરના નાણા સામે બેફામ લુંટ ચલાવતા ભાજપાના શાસકોએ ગુજરાતની જનતાને હિસાબ આપે કે ક્યારે પાયાની સુવિધા આપવામાં આવશે ? ક્યારે ગેરકાયદેસર બાંધકામ પર રોક લગાડવામાં આવશે ? ભયયુક્ત ભ્રષ્ટાચારમાંથી નાગરિકોને ક્યારે મુક્તિ આપશે ?
————-
૧૮-૭-૨૦૨૪
આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો સાથે ગુજરાત માં કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાપાર્થિવરાજ કઠવાડિયાના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનો ભવ્ય ઇતિહાસ અને વારસા હતો ત્યારે હાલની યુનિવર્સિટીની હાલત દુઃખદ અને ગંભીર છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે દશક થી આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટ ઇન એડમાં માત્ર ૪૦૦ બેઠક છે જ્યારે કુલ બેઠક ૧૪૫૦૦ છે જે ટકાવારીમાં માત્ર ૨.૭૫% થાય છે. ૧૯૯૮ના વર્ષ બાદ એક પણ નવી ગ્રાન્ટ ઈન એડ સંસ્થાને મંજૂરી મળેલ નથી ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ભણવાનો અધિકાર જ ના હોય તેમ પરિસ્થિતિ ઊભી થઈ ગયી છે. તેથી અંગ્રેજી માધ્યમની સ્નાતકની બેઠકમાં વધારો માંગવામાં આવ્યો હતો. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ આવશે તો શું તેમને ભણવાનો અધિકાર ના હોય તેવી પરિસ્થિતિ ઊભી થશે તો શું ? જે વિષય માં વધુ ડિમાન્ડમાં હોય ત્યાં સીટો વધારવાની માંગ મૂકવામાં આવી હતી.
GCAS મુદ્દે સરકાર અને તંત્રને ઘેરતા, સવાલ કર્યા હતા કે આ પોર્ટલ જાણે ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માંગતા હોય તેવું હોય લાગે છે. પોર્ટલના લીધે જે પ્રમાણે પ્રવેશના ધાંધિયા થયા છે તેના લીધે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફીમાં બાળકોને ભણાવવા મજબૂર થયા છે. આજે ઊંચા મેરીટવાળા અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે તેની માહિતી વેબસાઈટ પર મૂકવા માંગ કરી હતી અને અનામતની બેઠકમાં વ્યવસ્થિત અમલીકરણ થયું છે કે નહિ તેની તપાસ થવી જોઈએ અને તે બેઠકોની માહિતી વેબસાઈટ પર મૂકવી જોઈએ તેવી માંગ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાએ જ્યાં જરૂર હોય તેવા ડિપાર્ટમેન્ટમાં સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ કુલપતિ કાર્યાલયની બહાર રામધૂન બોલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની માંગ સ્વિકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીપ્રવિણ વણોલ, ગૌરાંગ મકવાણા, ચિરાગ દરજી, વિક્રમ ગોહિલ, વિજય રાજપુત, રવિ રાજપુત, અંકિત વાઘેલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી આગેવાનો તથા વિદ્યાર્થી નેતાઓ સહિતના એન.એસ.યુ.આઈ. કાર્યકર્તાઓ જોડાયા હતા.
———- ૧૮–૭–૨૦૨૪
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા(કાર્બોસેલ)ની સંપૂર્ણ ગેરકાયદેસર ખાણો ચાલે છે અને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન કરીને દર મહિને એક કુવાના રૂ. ૧.૫૦ લાખ સુધીનો હપ્તો તંત્રને અને પદાધિકારીઓને ચૂકવવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં મજદુરોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આવી ખાણમાં ત્રણ ગરીબ યુવાન મજદુરોના મૃત્યુ થયા છે. આ અસરગ્રસ્ત પરિવારોને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી બનેલ ટીમના સભ્યો કાર્યકારી અધ્યક્ષઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષનૌશાદ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખબચુ ડાભી તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખપ્રદ્યુમન પરમારે રૂબરૂ મળીને કોંગ્રેસ પક્ષ વતી સાંત્વના પાઠવી હતી અને આ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ભોગ બનેલ પરિવારો પાસેથી કેટલીક માહિતીઓ પણ એકત્રિત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃતિમાં ભોગ બનેલા ત્રણ ગરીબ મજદુરોના મૃત્યુ બાદ લેવાયેલ ફરિયાદમાં જે તહોમતદારો છે તેમાં કલ્પેશ પરમાર એ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ભાજપના ચેરમેન છે અને ભાજપના આગેવાન છે તથા ખીમજી કારડીયા એ ભાજપના આગેવાન છે અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ છે. આ સ્પષ્ટ બતાવે છે કે સંપૂર્ણપણે ગેરકાયદેસર ચાલતું કોલસાનું ખનન એ ભાજપના નેતાઓ દ્વારા જ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ભોગ બનનાર વ્યક્તિઓના પરિવારજનોને સંપૂર્ણપણે પૂરતું વળતર મળવું જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસ ન્યાયિક રીતે થાય તે જરૂરી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગુજરાતના તંત્રની જ સંપૂર્ણ મીઠી નજર તથા પદાધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ભ્રષ્ટાચારથી થઈ રહી છે ત્યારે સાચી હકીકત તો જ બહાર આવે જો કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મારફત SIT બનાવીને તપાસ કરવામાં આવે અને SITના સભ્યો તરીકે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓને રાખવામાં આવે અથવા સમગ્ર પ્રકરણની તપાસ CBI દ્વારા થવી જોઈએ તે અત્યંત જરૂરી છે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું.
———–
૧૬-૦૭-૨૦૨૪રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખજીગ્નેશ મેવાણીના સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસમાં કામ કરતા કોન્ટ્રાકટ-આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુત્તમ વેતનધારા હેઠળ વેતન મળતું નથી. ગુજરાતમાં ટીઆરપીકાંડની ઘટના બાદ રાજકોટમાં વિવિધ કાર્યક્રમ માટે સર્કિટ હાઉસ રોકાવાનું થયું હતું. સર્કિટ હાઉસમાં આર એન્ડ બી સંચાલન કરવામાં આવે છે. સર્કિટ હાઉસમાં પગાર સ્લીપ કે લઘુતમ પગાર ચુક્વતો નથી. વિવિધ સર્કીટ હાઉસમાં ૧૦થી ૪૦ જેટલા કોન્ટ્રાકટ પર લોકો કામ કરતા હોય છે. જેમણે આશરે ૧૨૫૦૦ જેટલો પગાર લઘુતમ પગાર થાય છે જેની બદલે ૭ થી ૯ હજાર પગાર ચૂકવાય છે. રાજ્યમાં 7 હજાર જેટલા કર્મીઓનાં પગારમાંથી કટકી કરીને દર મહિને ૨ થી ૩ કરોડનું કૌભાંડ કરે છે. વારંવાર લેબર કમિશનર કે સચિવસુધી ફરિયાદો કરી છે પરંતુ તેમનો કોઈ જવાબ આવ્યો નથી. સર્કિટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા જયારે લઘુત્તમ વેતનની માંગણી કરતા રાજકોટ સર્કિટ હાઉસના મેનેજર અને સુપર વાઈઝરે કથિત રીતે અસ્લીલ ગાળો આપી કહ્યું – ‘ગુપ્તાંગ માંથી લોહી કાઢી નાખીશ’ જેવી ધમકી આપી હતી. ત્યારબાદ આ મુદ્દે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં કાલે રાત્રે ફરિયાદ કરી હતી. રાજકોટના સર્કિટ હાઉસના મેનેજર કોન્ટ્રાકટ કર્મીઓને ધમકી આપવાની હિમત ક્યાંથી આવે છે? સર્કિટ હાઉસના મેનેજર સામે ફરિયાદમાં યોગ્ય કામગીરી થાય અને ધરપકડ થાય તેવી કોગ્રેસ પક્ષ માંગ કરે છે.ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડતી ઉના કાંડની ઘટનાના પીડિતોની સુરક્ષા માટેના ૪ SRP જવાનો હટાવી લેવામાં આવ્યા. ઉના પીડિતોને આઠ વર્ષ પહેલા ભાજપ સરકાર દ્વારા ઘણા વચનો આપ્યા હતા જેમાંથી એક પણ પૂર્ણ કરવા આવ્યાં નથી. જમીન આપવાની વાતો કરી હતી જે આજ સુધી આપવમાં આવેલ નથી. પોલીસ બંદોબસ્ત હટાવી દેવામાં આવી છે જયારે આરોપીઓ હાલ જેલની બહાર ખુલ્લામાં ફરી રહ્યા છે અને પીડિતો પર ગમે ત્યારે હુમલો થઇ શકે છે. ઉના કાંડના આરોપીઓ હાલ બુટલેગરના કામો કરી રહયા છે કે રાજકીય કિન્નાખોરી, ઢીળી નીતિને કારણે ગુન્ડાતત્વો અને અસામાજિક તત્વો છાકટા થયા છે.ગીર સોમનાથ જિલ્લામાં ભાજપની રાજકીય કિન્નાખોરી ચરમસીમા છે. ભાજપને વોટ નહીં આપનારા લોકોના ઘર-મકાન તોડવામાં આવી રહ્યાં છે. ગીર સોમનાથમાં ચોક્કસ સમાજને લોકો અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળયેલા લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હોટેલો, મકાનો, પાનના ગલ્લાઓ તોડવામાં આવી રહ્યા છે. ભાજપ સરકારમાં હિંમત હોય તો કોડીનારથી ઉના જતા પૂર્વ સાંસદનાં ગેરકાયદેર ચાલતા ઝીંગા ફાર્મ અને બાંધકામ તોડી પાડો. સમાજ સુધારની કામગીરી કરતા એક્ટિવિસ્ટમહેશ મકવાણાને દબાણ તોડી પાડવા સમયે હાજર રહેવાની જાણ કોના દ્વારા કે કોની સુચનાથી કરવામાં આવી ? કોડીનાર થી ચુંટણી લડનાર કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણા ઉપર ભાજપના ઇશારે લૂંટની ફરિયાદ કરવા આવી? તે તંત્ર જણાવે. ભાજપની રાજકીય કિન્નખોરીની નીતિ રીતી વિરુદ્ધમાં 19 તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા કોડીનારમાં સંમેલન અને રેલી યોજશે.સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુંડા તત્વો આજે મહેલમાં છે અને પીડિતો જેલમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના રાજીવ ગાંધી ભવન પર હુમલો કરનારાઓ આજે મહેલમાં છે અને રાજીવ ગાંધી ભવનની સુરક્ષા માટે ઉભા રહેલ કોંગ્રેસ આગેવાનો આજે પણ જેલમાં છે. જે લોકો જનતાની લડાઈ લડે તને ભાજપ હેરાન પરેશાન અને જેલ પાછળ ધકેલવાનું કામ કરી રહી છે. વર્ષોથી જે લોકો કેશવનગરમાં રહેતા હતા તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા. પંચમહાલના શેહરા તાલુકામાં વર્ષોથી માલધારી સમાજના લોકો ગાયનું પાલન પોષણ કરતા હતા તેમને ઘરવિહોણા કરવામાં આવ્યા. ગાયના નામે વોટ માગતી ભાજપ સરકાર માલધારી સમાજને કેમ હટાવી રહી છે? ભાજપ સરકાર ગરીબ-સામાન્ય લોકોને ઘર વિહોણા કરવા પર કેમ તુલી છે? ગુજરાતમાં ચાલુ થયેલું બુલડોઝર મોડેલ ચિંતાજનક છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી, પ્રદેશ પ્રવક્તાહિરેન બેંકર ઉપસ્થિત રહ્યા હતા.
—————
૧૬-૦૭-૨૦૨૪
· ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તાહેમાંગ રાવલને લોક રક્ષક દળ એલઆરડીના વેઇટિંગ લિસ્ટમાં અન્યાય થયેલા બહેનોના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભા ગાંધીનગર વિરોધ પક્ષના નેતાના કાર્યાલય ખાતે મુલાકાત કરીને આવેદનપત્ર આપ્યું.
· જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. : એલ.આર.ડી પ્રતિનિધિ મંડળ
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ને આવેદનપત્ર આપીને ઉમેદવાર બહેનોના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ-૨૦૧૮માં લોકરક્ષકની ૬૧૮૯ જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ત્યારબાદ સરકાર દ્વારા બીજી ૩૫૩૪ જગ્યાઓ વધારીએ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટે સરકારી પરીપત્ર અને નોટીફિકેશન મુજબ મહિલા ૩૩ ટકા એટલે કે ૧૧૬૩ જગ્યાઓ અને પુરુષો ૬૭ ટકા એટલે કે ૨૩૬૧ જગ્યાઓ કરીને કુલ ૯૭૧૩ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રીઝલ્ટ ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ જાહેર કરેલ. ત્યારબાદ માન.ગૃહમંત્રીહર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના વિડીયો કોન્ફરન્સ થી LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટની જાહેરાત કરવામાં આવી જેમાં ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. અને તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ ૧૧૧૨ મહિલા ઉમેદવાર તથા ૧૩૨૭ પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફિકેશન પણ કરેલ અને કહેલ કે તમને જલદી નોકરી માટે બોલાવી લેવામાં આવશે.જે અંગેની માહિતી લોકરક્ષક ભરતીબોર્ડ ની વેબસાઈટ પર મુકવામાં આવશે.
પરંતુ આ ઉમેદવારોને આજદિન સુધી નોકરી આપેલ નથી.અને ખાનગી રીતે ૧૪૭ મહિલા ઉમેદવાર અને ૨૧૨ પુરુષ ઉમેદવારને લીધેલ છે. જેથી તેઓને LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટના જુદા-જુદા જિલ્લાની તમામ મહિલા ઉમેદવારો તથા પુરુષ ઉમેદવારની નિમણૂક બાબતે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા તેઓએ તા.૦૯/૦૮/૨૦૨૨ ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરતા ૫૬ બેહનો અને ૨૩ ઓને તેમના પરિવારને જાણ કર્યા વિના સૂર્યાસ્ત પછી કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી વગર સેન્ટ્રલ જેલ ખાતે ૫ દિવસ સુધી ગોંધી રાખવામાં આવેલ. તેમ છતાં આજદિન સુધી તેઓને આજ સુધી કોઈ ન્યાય મળેલ નથી. તેમજ માન.ગૃહમંત્રીહર્ષભાઇ સંઘવી દ્વારા આ બાબતે કોઇપણ પ્રકારનો સંતોષકારક જવાબ પણ આપવામાં આવેલ નથી. માન.ગૃહમંત્રીહર્ષભાઇ સંઘવીએ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ જાહેરમાં નિવેદન આપેલ છે કે, LRD વર્ષ-૨૦૧૮-૧૯ ના ૨૦% વેઇટીંગ લીસ્ટવાળા તમામ ઉમેદવારોને ટૂક સમયમાં નિમણૂક આપવામાં આવશે અને અમારી પાસે જગ્યાઓની પણ વ્યવાસ્થા છે. જેથી તમામ ઉમેદવારોને મીઠાઈ ખવડાવીને બાધા તોડાવી પારણાં કરાવી અભિંનંદન પણ આપ્યા હતા. આ ઉમેદવારોએ ગુજરાત સરકારમાં વારંવાર રજુઆતો કરેલ છે. ઉમેદવારોએ વડાપ્રધાનને પણ રજુઆત કરેલ છે, મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે, રાજ્યપાલને રજુઆત કરેલ છે અને વિધાનસભા અધ્યક્ષમહોદયને પણ રજુઆત કરેલ હતી પરંતુ દરેક જગ્યાએ માત્રને માત્ર ઠાલા વચનો આપવામાં આવેલ છે.
એલઆરડી પ્રતિનિધિ મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ કરીને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે.
———–
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ,
હોટલ લેમન ટ્રી વાળી શેરી,
જિલ્લા પંચાયત ચોક,
જાગનાથ 41,
રાજકોટ – 360001,
તારીખ – 13/07/2024.*અખબારી યાદી*
*TRP ગેમ ઝોન માં પીડિત પરિવારોને મુખ્યમંત્રી દ્વારા ન્યાય મળવાની બાબત નું સુરસુરિયું થયું*
*પીડિત પરિવારોની માંગ સાંભળવાને બદલે બોલવા ન દેવાયા*
*ગેમ ઝોનના પીડિત પરિવારો માટે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા
રાજકોટ મા કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રને પગલે 25 મે 2024 ના ટીઆરપી ઝોન ખાતે બનેલી અત્યંત દુઃખદ ઘટનામાં આજરોજ રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં પીડિત પરિવારો એ પોતાની વ્યથા ઠલવી હતી. તુષાર ઘોરેચા એ પોતાનો ગુમાવેલ છે તેઓએ જણાવ્યું હતું કે દોઢ મહિના પછી અમોને મુખ્યમંત્રી એ બોલાવ્યા છે અમને શહેરના કોઈપણ કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો કે તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો મળવા આવ્યા નથી ત્યારે અમોએ મુખ્યમંત્રી અને રાજ્યના ગ્રહ મંત્રી સમક્ષ અમારી વ્યાજબી 12 મુદ્દાની માંગ લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલ છે તેમાંથી એક પણ મુદ્દો આજે પણ અમલીકરણ થયું નથી. હાલ જે તપાસ સમિતિ દ્વારા સીટની રચના કરવામાં આવી છે તે અમોને ન્યાય અપાવી શકે તેમ નથી જે પગલે અમોએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ સમિતિ રચવાની માંગ કરી છે તપાસનીસ અધિકારીઓ પર આજે અમને ભરોસો નથી કારણ કે તેઓ દ્વારા ત્રણ કરોડનો ફ્રોડ થયાના આક્ષેપો છે જેથી કોંગ્રેસના જે માગણીઓ હતી તેમાંના તટસ્થ અધિકારીઓ સુધા પાંડે સહિતના જે નામો આપવામાં આવેલ છે તે ત્રણમાંથી બે ની નિમણૂક કરવી જોઈએ છ મહિનામાં ટ્રાયલ પૂરી કરવી જોઈએ 10 પરિવારો સાથે અમે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખિત આપવા છતાં અમારી કોઈ ગેર વ્યાજબી માગણી પણ ન હોવા છતાં સરકારે અમારું સાંભળેલ નથી.
પીડિત પરિવારના અનિરુદ્ધ જાડેજા એ જણાવ્યું હતું કે અમોને ધાક ધમકી આપી દાબમાં રાખી દબાણમાં લેવા માંગો છો મુખ્યમંત્રીને મળ્યા તો મેં રજૂઆત કરી કે આ ભ્રષ્ટાચારને પગલે અમારા લાડકવાયા છીનવાયા છે પરંતુ મુખ્ય મંત્રી થી અમોને સંતોષ નથી હર્ષ સંઘવીને જણાવવાનું કે ગુજરાતમાં દારૂબંધી છે તો ગેમ ઝોનમાં ઇંગલિશ નો જથ્થો ત્યાં નીકળ્યો તો કેમ કાર્યવાહી ન કરવામાં આવી ? અમારી ૧૨ મુદ્દાની માગણી સાથે અમે અડગ છીએ જામનગર ભાજપના પ્રમુખ મારા મિત્ર ઉપર ફોન આવ્યો હતો કે મીડિયા સામે કેમ બોલો છો ત્યારે અમે કોઈથી દબાવવા માગતા નથી.
કમલેશ કે જેને પોતાના બહેન ત્યાં જોબ કરતા હતા તે તેમાં ભોગ બન્યા હતા ત્યારે કમલેશએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અહીં આવ્યા ત્યારે અમોને કેમ ન મળ્યા ? અમારે ધરણા કરવા પડે આંદોલન કરવું પડે પત્રિકા વહેંચવી પડે બંધમાં જોડાવું પડે ત્યારબાદ સરકારની આંખો ખુલી છે. પીડીત પરિવારના ચંદુ કાથડે જણાવ્યું હતું કે આ અગ્નિકાંડમાં જે આંકડો છે 28 નો જ કેમ છે ત્યારે અગાઉ ત્રણ ચાર વખત આગ લાગી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ કેમ ન બનેલ આ ઘટનામાં સરકાર મોતનો આંકડો છુપાવવા માગતી હોય ત્યારે મને બોલતો બંધ કરી દેવામાં આવેલ હતો અને જો અમોને બોલવા જ ન દેવા હોય તો અહીંયા બોલાવ્યા શું કામ ?
જીગ્નેશ મેવાણી :- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્યો જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે સ્વજનો હોય પોતાની વ્યથા રજૂ કરી અને દોઢ મહિનો સુધી તેની રજૂઆતો ઉપેક્ષા નો ભોગ બને છે પીડિત પરિવારો સાથે તેની હાંસી ઉડાડી છે. કોર્પોરેટરો, ધારાસભ્ય સાંસદો કોઈને પીડિત પરિવારોના આસૂ લૂંછવાનું મન ન થયું દોઢ મહિના દરમિયાન લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજી સાથે વાત કરી, ઉપવાસ, રાજકોટ બંધ, ધરણા, રૂબરૂ રાહુલજીએ મુલાકાત કરી, દેશની પાર્લામેન્ટમાં આ પ્રશ્નો ઉઠાવવા જ્યારે જાહેર કરવામાં આવ્યું પછી એ પછી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને આ પીડિત પરિવારોની યાદ આવી પીડીતોની ક્રૂર મજાક અને મશ્કરી બંધ કરો સરકારે મુખ્યમંત્રી દ્વારા કોઈ ગેરંટી આપી નથી લેખિત બાંહેધરીએ પણ આપી નથી પીડિત પરિવારો 45 ડિગ્રી તાપ માં ન્યાય માટે ઝઝુમવું પડે તે શરમજનક છે ના છૂટકે અમારે આવનારા ટૂંક સમયમાં ન્યાય યાત્રા પદયાત્રા મોરબી થી શરૂ કરવામાં આવશે ઉના કાંડમાં ભોગ બનેલા ને એસઆરપી જવાનોનું રક્ષણ પરત ખેંચી લેવામાં આવ્યું છે જે ઘટનાને આજે આઠ વર્ષ થયા છે રાજકોટમાં પોલીસ કમિશનરે પત્રકારોને દબાણ કરી અને ડરાવવા ધમકાવવા પોતાના દરવાજા બંધ કરી દીધા હતા સર્કિટ હાઉસમાં હું શા માટે રોકાયો છું અને મારી રેકી કરવામાં આવી રહી છે.
લાલજી દેસાઈ :- સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગોમઝોને ભ્રષ્ટાચાર ને મુદ્દે અમે લડ્યા છીએ તો અમોને બળ મળ્યું છે પત્રકારો પણ મક્કમતા પૂર્વક અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે અને અડગ થઈને લખ્યું તો તેઓને પણ ધાક ધમકી મળશે તમારી પર ખોટા કેસો કરાશે ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી મુખ્યમંત્રીને બોલાવવું એ રબર સ્ટેમ્પ અને દિલ્હીના ઈશારે કામ કરતા મુખ્યમંત્રી કામ કરે છે લીપાપોથી સિવાય કશું છે નહીં ગાંધીનગરબોલાવી નાટક કરવામાં આવ્યું છે અને સરકારની સામે લડ્યા એટલે રાજકોટમાં ફક્ત ટીઆરપી ગેમ ઝોનમાં ના પીડિત પરિવારોને જ મળ્યા છે મોરબીની ઘટના તક્ષશિલા ની ઘટના કે વડોદરાની હરણી કાંડની ઘટનામાં મુખ્યમંત્રી ક્યારેય કોઈને મળ્યા નથી પરંતુ રાજકોટમાં રેલો આવતા અને પગ નીચેથી ધરતી સરકી જતા મુખ્યમંત્રીને સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા બોલાવી અને બેઠક કરવામાં આવી હતી. જેનું સુરસુરીયું થયું છે મોરબી થી હવે તારીખ 1 ઓગસ્ટથી પદયાત્રા જે ન્યાય યાત્રા બની રહે અને
પીડિત પરિવારો સાથે અમો શરૂઆત કરવાના છીએ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ અમદાવાદ 15મી ઓગસ્ટે પહોંચશે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. હાલમાં પીડીત પરિવારોની માંગ છે કે અમને જીવતે જીવ ન્યાય મળી જાય ઝડપથી ન્યાય સાચો ન્યાય વધુ વળતરની અમારી માંગ છે અને આ તમામ મુદ્દાઓને અમે સમર્થન આપીએ છીએ ગુજરાતના તક્ષશિલા વડોદરા હરણીકાંડ અને પીડીત પરિવારો બોલાવ્યા હોય એવો દાખલો છે નહીં રાજકોટની જનતા દ્વારા ભાજપનો અસ્વીકાર અને રાજકોટ સ્વયંભુ બંધ રહેતા અને જ્યારે રાહુલ ગાંધી મણિપુરથી ન્યાયતંત્રમાં જોડાયા હોય તો અમોને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી આવશે જ એવી અમને આશા છે ભાજપને 156 ધારાસભ્યનો પાવર છે જનતાના દુઃખ દર્દ ભૂલી ગયા છે ગુજરાતની જનતાનો અવાજ અમે પાર્લામેન્ટ સુધી આ બાબતે લડશું આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવશે. આજની પત્રકાર પરિષદમાં પીડિત પરિવારો અને કોંગ્રેસના આગેવાનોમાં લાલજી દેસાઈ, જીગ્નેશ મેવાણી, પાલ આંબલીયા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપુત, અશોક વાઘેલા, જશવંત ભટ્ટી, સંજય અંજુડીયા, રાજદીપ જાડેજા, રણજીત મુંધવા, વશરામ સાગઠીયા, ડી.પી મકવાણા, સુરેશ બથવાર, ગજેન્દ્ર ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ રાજાણી,
———-
૧૩-૦૭-૨૦૨૪
· પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરોને આપી ધમકી
· ભાજપના બ્લેકમેલિંગ સામે નાગરિકો, વેપારીઓ અને કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે કારણ કે સરકારો કાયમી હોતી નથી પરંતુ હંમેશા સંવિધાન કાયમી જ રહેશે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે કોંગ્રેસ આરોપ કરતું હતું કે એલ.આઇ.બી (local inelegance bureau) ભાજપના નેતાઓ ને ગેરકાયદેસર માહિતી પૂરી પાડે છે અને નેતાઓ તેનો ઉપયોગ પ્રજાને ડરાવવા કરે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કથિત ઓડિયો આ આરોપોને સાબિત કરે છે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હવે કાર્યકરોને ધમકીઓ આપી રહ્યાં છે…કડીના મણીપુર ગામના કાર્યકર રાકેશ પટેલને ધમકી આપતો ઓડીયો વાયરલ થયો છે….કડી નગરપાલિકાની ચૂંટણીમાં રાકેશ પટેલના વોર્ડમાં પારસ કણિક નામના વ્યક્તિને ટિકિટ આપી હતી ત્યારે લોકોએ પારસ કણિકનો વિરોધ કર્યો હતો.અને આ બાબતે નીતીન પટેલને પણ રજૂઆત કરી હતી…હાલ પારસ કણિક કડી નગરપાલિકામાં કોર્પોરેટર છે…જેને લઈને નીતીન પટેલે રાકેશ પટેલને ફોન કરીને ધમકાવ્યો હતો…નીતીન પટેલે રાકેશને ફોન કરીને તારા બાબદાદા કે તારૂ મેં કંઈ બગાડ્યું છે?તારો નંબર અને નામ રેકોર્ડ ઉપર આવ્યો છે..…મણીપુરનો છોકરો સમજીને બોલતા નથી એટલે, મેં બધું સોપી દીધું છે? તૂં તારી મર્યાદામાં રહે તો સારૂં છે શિખામણ આપવાની જરૂર નથી તેમ જણાવી માપમાં રહેવાની ધમકી આપી હતી…અને છેલ્લે કહ્યું હતું કે તું લઠ્ઠા કુટુંબનો નથી ને 30-35 વર્ષ પહેલાનો લઠ્ઠા કુટુંબનો ઈતિહાસ કહીશ તને તો તૂં ગામમાં નહી રહી શકે..આ બધુ બંધ કર માપમાં રહો …….
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યુ હતુ કે જો કોઈ પૂર્વ મુખ્યમંત્રી આ પ્રમાણે એલઆઈબી પાસેથી માહિતી લઈ શકતા હોય તો અત્યારે સરકાર વિપક્ષના નેતાઓ અને વેપારીઓની આજ પ્રમાણે કોલ રેકોર્ડ મંગાવીને કેવા પ્રકારના કૌભાંડો કરતી હશે તે પણ એક તપાસનો વિષય છે. આ જ પ્રમાણે જો કોઈનું એલ આઈ બી દ્વારા રેકોર્ડિંગ કરીને માહિતી માગવામાં આવતી હોય તો તેમણે સામે આવીને સરકારને પડકાર આપવો જોઈએ. સરકારો કાયમી નથી પરંતુ હંમેશા સંવિધાન કાયમી જ રહેશે
———-
૧૨-૦૭-૨૦૨૪
• બોપલ-ઘુમા ગામના ગામતળના રહીશોને મહાનગરપાલિકા (AMC) નો દરજ્જો માત્ર તગડો મિલકત વેરો ભરવા માટે છે ? -મનહર પટેલ
• બોપલ-ઘુમાના રહીશો નગરપાલિકાને ૨૪૪૪/- રુપિયાનો મિલકત વેરો ચુકવતા હતા અને AMC ત્રણ ગણો વેરો (૭૪૨૦/- રુપિયા) વસુલે છે. -મનહર પટેલ
• AMC સામાન્ય કર/મિલકત વેરો ઉપરાંત યુઝર્સ ચાર્જ અને ઈ આઈ ચાર્ઝના નામે જનતાને લુટે છે.- મનહર પટેલ
• અમદાવાદ મહાનગરમા સામેલ થયેલ સુવિધાથી સંપુર્ણ વંચિત બોપલ-ઘુમા વિસ્તારની મિલકતો ઉપર નાખેલ તગડા મિલકત વેરા AMC પરત ખેચે. – મનહર પટેલ
બોપલ-ઘુમા નગરપાલિકાએ ૨૦૧૯-૨૦૨૦ નો છેલ્લો મિલકત વેરો વસુલ કરેલ અને ત્યારબાદ બોપલ-ઘુમા નગરપાલીકા વિસ્તાર અમદાવાદ મહાનગરપાલિકામા વિલિનિકરણ થયેલ.એટલે બોપલ-ઘુમા વિસ્તારમા ટીપી પડવાથી સ્થાનિક રહીશોને પાયાની સુવિધા તેમજ હયાત સુવિધા ઉપરાંત વિશેષ સુવિધાની મોટી અપેક્ષા હતી, પરંતુ આજે આ તમામ વિસ્તારમા બિસ્માર રોડ,રોડ ઉપર ભુવાઓ,ખુલ્લા ગટરના ઢાંકણા, ત્રાસા ઇલે.પોલ ઉપર ઢીલા તાર,ગટરની કે અન્ય ગંદકી અને કચરાના ઢગ, રસ્તાની બન્ને બાજુ લાગેલા આડેધાડ સાયન બોર્ડ અને ટ્રાફિક સમસ્યાના મુદ્દાથી બોપલ-ઘુમા વિસ્તારની જનતા ત્રસ્ત જોવા છે.અને AMC ના તગડા મિલકત વેરા ભોગવે છે.
બોપલ-ઘુમા ગામની સીમની ટીપી પડી તે પહેલાનો બોપલ-ઘુમા ગામની હદમા આવતો જુનો એટલે કે ૨૦૧૯-૨૦ પહેલાનો રહેણાંક વિસ્તાર જે પહેલા ગ્રામ પંચાયત અને ત્યાર બાદ નગરપાલિકાના નિયંત્રણ નીચે હતો જે આજે બદથી બદતર છે, તેઓ માટે તો અમદાવાદ મહાનગરપાલિકાનો દરજ્જો માત્ર તગડો મિલકત વેરો ભરવા માટે જ મળ્યો તેવી હાલત છે. બોપલ-ઘુમાના રહીશો નગરપાલિકાને ૨૪૪૪/- રુપિયાનો મિલકત વેરો ચુકવતા હતા અને આજે AMC ત્રણ ગણો વેરો (૭૪૨૦/- રુપિયા) વસુલે છે,વધારામા બોપલ-ઘુમાના રહીશો AMC તગડા સામાન્ય કર/મિલકત વેરો ઉપરાંત યુઝર્સ ચાર્જ અને ઈ આઈ ચાર્ઝના નામે જનતાની ઉઘાડી લુટ કરી રહી છે,
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે અમદાવાદ મહાનગરના બોપલ-ઘુમાના રહીશો માટે માંગ કરી છે કે બોપલ-ઘુમા વિસ્તાર અમદાવાદ મહાનગર (AMC) નીચે આવ્યો છતાં પાયાની સુવિધાથી વંચિત છે તે ખામી ખરાબી દુર કરવામા આવે.
અમદાવાદ મહાનગરમા સામેલ થયેલ સુવિધાથી સંપુર્ણ વંચિત બોપલ-ઘુમા વિસ્તારની મિલકતો ઉપર નાખેલ તગડા મિલકત વેરા AMC પરત ખેચે.
બોપલ-ઘુમા નગરપલિકા અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વસુલવામા આવતા મિલકત વેરાની વિગતઃ
ક્રમ
વેરાની વિગત
રકમ (રુપિયા)
બોપલ-ઘુમા નગરપાલિકાનુ છેલ્લુ
(વર્ષ ૨૦૧૯-૨૦)
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પો.
(૨૦૨૪-૨૫)
૧
સામાન્ય કર / મિલ્કત વેરો
૧૩૭૫
૩૭૪૫
૨
પાણી કર
૬૦૦
૧૧૨૪
૩
સફાઇ કર
૨૦૦
૧૧૨૪
૪
લાઇટ વેરો
૨૦૦
–
૫
શિક્ષણ ઉપકર
૬૯
૫૬૨
૬
યુઝર્સ ચાર્જ
–
૩૬૫
૭
ઇ આઇ ચાર્જ
–
૫૦૦
૨૪૪૪
૭૪૨૦
————
૧૧-૦૭-૨૦૨૪
· રાજ્યની ૧૩ GMERSની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે.
· તોતીંગ ફી વધારો પરત ખેંચાય તે માટે કોંગ્રેસ પક્ષ માધ્યમ બને તેવી રજુઆત કરતા વાલીઓ-વિદ્યાર્થીઓ.
· એક સાથે મેડીકલની ફીમાં ૬૭ થી ૮૮% સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા.
· સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન.ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તે અંગે વાલી મંડળના ડૉ.કનુ પટેલ, દક્ષેશ પટેલ સહિત ૨૦ થી વધુ વાલીઓ અને NEETના ઉંચા સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓએ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલને રૂબરૂ રાજીવ ગાંધી ભવન ખાતે મળીને GMERS ના તોતીંગ ફી વધારો ભાજપ સરકાર પરત ખેંચે તે માટે કોંગ્રેસ પક્ષ મજબુતાઈથી વાલીઓ-વિદ્યાર્થીઓને મદદ કરે તે અંગે રજુઆત કરી હતી. અગાઉ પણ વાલીઓ-વિદ્યાર્થીઓને ફી વધારામાં રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષે મદદ કરી હતી તે પણ વાત વાલીઓએ યાદ કરીને આભાર માન્યો હતો.GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ ૨૦૨૪-૨૫માં કરવામાં આવેલ તોતીંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રીઅને આરોગ્યમંત્રીને તા. ૪/૦૭/૨૦૨૪ પત્ર લખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે માંગ કરી હતી. ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારી કોટામાં ૬૭% અને મેનેજમેન્ટ કોટામાં ૮૮% અને NRI કોટામાં ૩,૦૦૦ ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે. એક સાથે મેડીકલની ફીમાં ૬૭ થી ૮૮% સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા અને વિદ્યાર્થીઓએ વિસ્તૃત રીતે ઉંચા મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓની-વાલીઓની મુશ્કેલી રજુ કરી હતી.ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓની વ્યાજબી માંગણી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યની ૧૩ GMERSની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન કરશે.
————-
૯-૦૭-૨૦૨૪
· ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી.
· ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર : દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર ૨૫ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે.
દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ ‘અમૃતકાળ’ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૮૭૯ વિધાર્થીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૭ આત્મહત્યાઓ ચિંતાજનક છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. વર્ષ ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, વર્ષ ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬, વર્ષ ૨૦૧૯માં ૧,૩૯, ૧૨૩, વર્ષ ૨૦૨૦માં ૧,૫૩,૦૫૨, વર્ષ ૨૦૨૧માં ૧,૬૪,૦૩૩, વર્ષ ૨૦૨૨માં ૧,૭૧,૯૨૪ લોકોએ એમ કુલ ૯,૯૨,૫૩૫ લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે. ત્યારે અહંકારી ભાજપા શાસકો જનતા માટે ક્યારે વિચારશે?
‘અચ્છે દિન’, ‘ખેડૂતોની આવક બમણી’, ‘દર વર્ષે બે કરોડ રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે. દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ ૪૦૭ થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.
શહેર-જીલ્લાનું નામ
૨૦૨૦-૨૧
૨૦૨૧-૨૨
૨૦૨૨-૨૩
આત્મહત્યા
આત્મહત્યાનો પ્રયાસ
આત્મહત્યા
આત્મહત્યાનો પ્રયાસ
આત્મહત્યા
આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદ શહેર
૧૦૫૩
૨૯૯
૧૧૦૮
૩૩૮
૧૧૧૯
૩૨૧
સુરત શહેર
૯૧૫
૩૧૩
૯૯૭
૪૩૯
૯૫૦
૩૩૬
રાજકોટ શહેર
૪૩૪
૦
૪૧૦
૦
૪૪૩
૦
રાજકોટ જીલ્લો
૪૭૩
૦
૫૦૯
૦
૪૪૧
૦
જુનાગઢ જીલ્લો
૩૩૦
૦
૩૭૪
૦
૩૬૩
૦
વલસાડ
૩૩૩
૨૨૮
૨૬૧
૧૦૩
૨૯૮
૯૯
જામનગર જીલ્લો
૨૭૪
૧૪૩
૨૯૨
૧૨૨
૨૮૦
૧૧૨
ભાવનગર જીલ્લો
૩૩૪
૧૧૬
૩૦૯
૫૯
૨૭૧
૪૬
મહેસાણા
૧૬૭
૨૪
૨૦૬
૩૩
૨૭૦
૭૭
સુરત જીલ્લો
૨૭૦
૪૮
૩૧૫
૪૪
૨૬૯
૩૬
વડોદરા શહેર
૩૦૦
૨૯૩
૨૯૨
૩૦૪
૨૪૪
૨૭૬
અન્ય
૩૨૪૨
૮૮૦
૩૫૪૦
૮૭૪
૩૫૯૦
૯૧૬
કુલ
૮,૩૦૭
૨,૩૪૪
૮,૬૧૩
૨,૩૧૬
૮,૫૩૮
૨,૨૧૯
——–
૬-૦૭-૨૦૨૪
પૂજ્ય મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતના અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે લોકસભા વિપક્ષ નેતારાહુલ ગાંધીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું’ ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. ભાજપનો તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે ૨૦૧૭માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે. ભાજપે ભગવાનરામ નામ પર માત્ર રાજકારણ કર્યું છે, ભાજપ દ્વારા અયોધ્યામાં નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો હતો. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે. પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. અયોધ્યાની જનતામાં ભારે આક્રોસ છે. ભગવાનરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાનું કોઇ ન હતું. ભગવાનરામ મંદિરના ઉદઘાટન સમારોહમાં કોઇ ગરીબ જોવા મળ્યું નહી. વિકાસના નામે જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી. વડાપ્રધાનનરેન્દ્ર મોદી અયોધ્યાથી ચુંટણી લડવા માંગતા હતા તેના માટે ત્રણ વખત સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે નેગેટિવ આવતાં તેઓ વારાણસી ચૂંટણી લડ્યા અને ત્યાંથી માંડમાંડ જીત્યા. જો નરેન્દ્ર મોદીની અયોધ્યામાંથી ચૂંટણી લડ્યાં હોત તો તેમની ચોક્કસ હાર થાત. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટા નેતા પૂજ્ય મહાત્મા ગાંધી જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર દેશને પણ માર્ગદર્શીત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ડરો નહી ડરાવો નહી’. કોંગ્રેસ પાર્ટીના આ વિચાર ગુજરાતથી આવ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આપણે ડરવાની જરૂર નથી તેમના પડકારને આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવીશું. હવે કોંગ્રેસ અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે. તેમણે અમારી ઓફિસ તોડી એ રીતે જ અમે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. ‘ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું. ભાજપના એકપણ નેતા નરેન્દ્ર મોદીને ઈચ્છતા નથી જો કે ભાજપના નેતાઓ મોદીજીથી ડરે છે, ભાજપના કાર્યકર્તાઓ કે આર.એસ.એસ.ના નેતાઓમાં મોદીજીનો વિરોધ કરવાની હિંમત નથી. તેઓ મોદીજીથી ડરે છે. અંગ્રેજોને પણ કોંગ્રેસ પક્ષે કહ્યું હતું કે, અમે ડરતા નથી ભાજપે તો અંગ્રેજોને કહ્યું હતું કે અમે ડરી ગયા.
ગુજરાત કોંગ્રેસમાં કેટલીક કમીઓ રહેલી છે. રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો એમ અલગ અલગ હોય છે. કોંગ્રેસ ક્યાંરેક ભૂલ કરી લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે. હવે કોંગ્રેસ ગુજરાતમાં યોગ્ય વ્યક્તિની ઓળખ કરી ચૂંટણીમાં ઉતારશે. આ કામ હવે ખુબ જ ગંભીરતાથી લેવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતાઓએ વર્ષ ૨૦૧૭માં કહ્યું હતું કે, ૪૦ જેટલી સીટો મળશે. મેં કહ્યું હતું કે ૪૦ નહીં પરંતુ આપણે ચૂંટણી જીતીશું. કોંગ્રેસ પક્ષ માત્ર ૧૬ સીટથી આપણે હાર્યાં, કોંગ્રેસના કાર્યકર્તાઓએ લાઠી ખાધી, માર ખાધો, હવે બહુ થયું નફરતથી નહીં પરંતુ પ્રેમથી આપણે જીતીશું. નરેન્દ્ર મોદીના વિઝનનો ગુબ્બારો ફુટી ગયો છે. આખો દેશ બાયોલોજીકલ છે જ્યારે મોદીજી નોનબાયોલોજીકલ છે. જો મોદીજીનું સીધુ કનેક્શન ભગવાન સાથે હોય તો અયોધ્યા કેમ હારી ગયા. ખેડૂતો, શ્રમિકો, વર્કરોના દર્દ સમજી શકતા નથી.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારોને સંબોધન કર્યા બાદ અટકાયત થયેલા કોંગ્રેસ આગેવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને એમને જણાવ્યું હતું કે, સમગ્ર કોંગ્રેસ પરિવાર આપની સાથે છે. રાહુલ ગાંધીએ રાજકોટ ટી.આર.પી. ગેમીંગ ઝોન કાંડ, મોરબી બ્રીજ કાંડ, વડોદરા હરણી બોટ કાંડ, સુરત તક્ષશીલા ફાયરકાંડ સહિતના જુદા જુદા ભાજપના ભ્રષ્ટાચારના કારણે જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી તેમજ પરિવારજનોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ તેમનો અવાજ ઉઠાવતી રહેશે તેવી ખાતરી પૂર્વક કહ્યું હતું.
રાજીવ ગાંધી ભવન ખાતે સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનનાયક અને લોકસભા વિરોધપક્ષના નેતારાહુલ ગાંધીને સાંભળવા અને માર્ગદર્શન મેળવવા ઉમટી પડ્યાં હતાં.
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા, જનનાયક અને લોકસભા વિરોધપક્ષના નેતારાહુલ ગાંધીના કાર્યક્રમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદમુકુલ વાસનીકજી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાઅમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મહામંત્રીદિપક બાબરીયા, સી.ડબ્લ્યુ.સી. મેમ્બરજગદીશ ઠાકોર, સાંસદ સભ્યગેની ઠાકોર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાતના સહપ્રભારી ઉષા નાયડુ, રામકિશન ઓઝા, બી.એમ. સંદિપ, પૂર્વ પ્રદેશ પ્રમુખસિધ્ધાર્થ પટેલ, કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ, જીજ્ઞેશ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ, એ.આઈ.સી.સી. મંત્રીનિલેષ પટેલ, ધારાસભ્યઈમરાન ખેડાવાડા, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, સેવાદળ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસના ચેરમેનઓ, વરિષ્ઠ આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
————-
૮-૦૭-૨૦૨૪
·રાજ્ય સરકાર દ્વારા રાતોરાત GMERSની મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલો જંગી ફી વધારો જે-તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીતઃ શક્તિ ગોહિલ
·એક સાથે મેડીકલની ફીમાં ૬૭ થી ૮૮% સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા
·સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન
·રાજ્યની ૧૩ GMERSની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકેઃ શક્તિ ગોહિલGMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ ૨૦૨૪-૨૫માં કરવામાં આવેલ તોતીંગ ફી વધારો પરત ખેંચવા બાબત રાજ્યના મુખ્યમંત્રીઅને આરોગ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS)ની રચના ૧૪ વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તે સમયે રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ‘ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે.’ પરંતુ જે રીતે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત GMERSની મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલો જંગી ફી વધારો જે-તે સમયની રાજ્ય સરકારની જાહેરાતથી તદ્દન વિપરીત છે. હાલ રાજ્યમાં ૧૩ GMERS મેડીકલ કોલેજો છે. ગુજરાતમાં મોટા પાયે ડોક્ટરો, સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીસ સહિતના મેડીકલ ક્ષેત્રે જોડાયેલા માનવબળની મોટાપાયે ઘટ છે ત્યારે ગુજરાતના મેડીકલ અભ્યાસ કરીને ડોક્ટર બનવાનું સપનું જોતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારી કોટામાં ૬૭% અને મેનેજમેન્ટ કોટામાં ૮૮% અને NRI કોટામાં ૩,૦૦૦ ડોલરના અસહ્ય ફી વધારાને કારણે ડોક્ટર બનવું મુશ્કેલ બનશે. એક સાથે મેડીકલની ફીમાં ૬૭ થી ૮૮% સુધીના વધારાને કારણે વાલી-વિદ્યાર્થીઓ મોટી આર્થિક ચિંતામાં મુકાઈ ગયા છે. સોસાયટીની કોલેજોમાં જે રીતે રાજ્ય સરકારે ફીનો તોતીંગ વધારો કર્યો છે તેના લીધે નીટના ઉંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને GMERSની કોલેજોમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ વિદ્યાર્થી-વાલીઓ માટે કેવી રીતે નાણાંકીય આયોજન કરવું તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ગુજરાતના વાલીઓ કે જેઓ પોતાના સંતાનોને મેડીકલમાં ગુજરાત ખાતે અભ્યાસ કરાવવા માંગે છે તેઓની રજુઆત કોંગ્રેસ પક્ષને મળી હતી. મેડીકલમાં જંગી ફી વધારા અંગેની વાલીઓની ચિંતા વ્યાજબી છે. સરકારી મેડિકલ કોલેજની ફીને લઈ ગત વર્ષની માફક આ વખતે વાલીઓનો વિરોધ જ ન થાય તેવા બદઈરાદાપૂર્વક સરકારે પ્રવેશ પહેલા જ તોતિંગ ફી વધારો જાહેર કર્યો છે.
સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.૩.૩૦ લાખ ફી લેવામાં આવતી હતી જેમાં ૬૬.૬૬%ના વધારા સાથે રૂ.૫.૫૦ લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. ૯ લાખથી વધારીને રૂ.૧૭ લાખ કરવામાં આવી છે, જેમાં ૮૮.૮૮%નો વધારો કરાયો છે. મહત્વની વાત એ છે કે, મેડિકલ કોલેજોની ફીમાં ગત વર્ષે તા.ર૦ જુલાઈના રોજ જે ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો એમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે. બાકી કોઈ ફેરફાર કરાયો નથી.
એક તરફ દિવસેને દિવસે મેડિકલનું શિક્ષણ મોઘું થઈ રહ્યુ છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારના બાળક માટે ડોક્ટર બનવુ એક માત્ર સપનુ જ છે, ત્યારે હવે ફરી તોતિંગ ફી વધારો ઝીંકી સામાન્ય-મધ્યમ પરિવારના બાળકો માટે પણ તબીબી-શિક્ષણનો રસ્તો સાવ બંધ કરી દેવાયો છે. આગામી દિવસોમાં ફી વધારો પાછો નહિ ખેંચાય તો કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. આંદોલન કરશે.
રાજ્યની ૧૩ GMERSની મેડીકલ કોલેજમાં કરવામાં આવેલો તોતીંગ ફી વધારો સત્વરે પાછો ખેંચવામાં આવે જેથી કરીને ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઈક અંશે ઓછી થાય તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે કરી છે.
————
૫-૦૭-૨૦૨૪
લોકસભાના વિપક્ષનાં નેતાઆદરણીયરાહુલ ગાંધીનાં એકદિવસીય ગુજરાત પ્રવાસની વિગત આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખઅને સાંસદશક્તિ ગોહિલએ જણાવ્યું હતું કે સંસદમાં દેવોના દેવ ભગવાન શિવના દર્શન કરાવી, હિન્દૂ ધર્મની ઉત્તમ વાત રજુ કરતા લોકસભા વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પણ કોંગ્રેસ જીતવા જઇ રહ્યું છે. આ વાતથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને પક્ષનાં કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરોની ઘડપકડ કરવામાં આવી. ભાજપ સાથે હંમેશા વૈચારિક લડાઈ રહી છે જેમાં કદાપી ગુંડાગીરી સ્થાન નથી. ગુજરાતની પરંપરાને ભાજપના ગુંડાઓએ બગાડી છે. પક્ષના કાર્યાલય પર ભાજપના ગુંડાઓ દ્વારા કરેલ હુમલામાં કોંગ્રેસના કાર્યકરોએ બબ્બર શેરની જેમ કાર્યાલયનું રક્ષણ કર્યું. ત્યારે ૬ જુલાઈનાં રોજ આદરણીયરાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે ૧૨-૩૦ કલાકે આવશે. સમગ્ર ગુજરાતમાંથી આવેલા કોંગ્રેસનાં બબ્બર શેર કાર્યકરોઓને મળશે અને સંબોધન કરશે. જે કોંગ્રેસના કાર્યકરો જેલમાં છે તેમના પરિવારોને જનનાયકરાહુલ ગાંધી મળશે. ગુજરાતમાં જુદી જુદી બનેલી કરુણાતીકાઓનાં પીડિત પરિવારજનોને પણ રાહુલ ગાંધી મળશે. ભાજપ દ્વારા પોલીસ અધિકારીનો દુરુપયોગ થાય તો સુપ્રિમમાં જેને વ્યક્તિગત તકલીફ પડે તેવી અમારી ક્ષમતા છે. માટે કોંગ્રેસ વારંવાર કહી રહી છે કે પોલીસનાં અધિકારીઓ ભાજપના રવાડે ન ચડે. સાથોસાથ તમામ હિન્દુ ધર્મનાં -બહેનોને અપીલ કરું છું કે રાહુલ ગાંધીએ સંસદમાં કરેલ સંબોધન દેશહિતમાં છે જેને સંપૂર્ણ સાંભળો. ભાજપ ભય અને ભ્રમ ફેલાવવાનું બંધ કરે.
———— ૪-૦૭-૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા આદરણીયરાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે, આદરણીયશંકરાચાર્યએ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત સાચી છે જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે અડધા વીડિયો ચલાવ્યા. ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, તમામ ધર્મ મૂળ માનવતા છે તેની વાત રાહુલ ગાંધીએ કરી હતી. શિવજી દર્શન કરવાની પોતાની વાત કરી હતી. ડરો નહી અને ડરાવો નહિ. હિંસક માર્ગ હિન્દુનો હોય શકે નહિ.. ભાજપ મત માટે હિંસા કરી રહ્યા છે. રાહુલ ગાંધી વાત બાદ ભાજપમાં ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે. ભગવાન રામ પણ લંકા ચઢાઈ કરી ત્યારે મહાદેવની પૂજા કરી હતી. ભાજપે જે કર્યું છે તે શિવજી અપમાન કર્યું છે. હું અપીલ કરીશ કે કોઈપણ શિવભક્ત ભાજપને માફ ના કરે. લડાઈ વિચારધારા, સિધ્ધાંતની હોઈ શકે. કોઇ પાર્ટીની ઓફિસમાં પહોચી તોડફોડ કરવી ગુજરાતની પરંપરા નથી રહી. લડાઈ હંમેશા વિચારધારાની હોય છે. ક્યારેય કોઈ રાજકીય પાર્ટી બીજી રાજકીય પાર્ટી ઓફિસ તોડફોડ કરી નથી. ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે. કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી. ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં ૪ વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફથી પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવા પણ માંગ કરવામાં આવી હતી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી ઘટના બનવાની છે તેની કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું. સેલ્ફ ડિફેન્સ એ કાયદાએ આપેલો અધિકાર છે, પોલીસ અધિકારી વાળંદની બાજુમાં ઉભા રહી ભાજપના ગુંડાઓ પથ્થર મારી રહ્યા છે, પોલીસ અધિકારી ડંડો ફટકારી પથ્થરબાજી રોકી શકતા હતા પોલીસની ફરિયાદમાં એકપણ ભાજપના નેતાના નામ નથી. કોંગ્રેસની બે હિન્દુ મહિલાઓના નામ પોલીસ ફરિયાદમાં છે.
કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વિડિયો વાયરલ કરી રહ્યા છે. વિડિયો વાયરલ થાય બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા પહેલા જાણ કરવા છતાં પોલીસ પગલાં લીધા નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, સહિતના વરિષ્ઠ નેતાઓએ પોલીસ જાણ કરવામાં છતાં કાર્યવાહી નથી. મંજૂરી વિના ભાજપના લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા છે. પોલીસ દ્વારા ભાજપના લોકો મદદ કરી છે. સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો ભાજપના લોકો શરૂ કર્યો હતો. પોલીસ જનતા નહિ પણ ભાજપ મદદ કરી રહી હોવાના આક્ષેપ પોલીસની ફરિયાદમાં ભાજપના નેતાનું નામ કેમ નહિ ? કોંગ્રેસના મહિલા નેતાઓનું નામ લખવામાં આવ્યું છે. નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે ફરિયાદી પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ. કાયદા મુજબ FIR લેવી ફરજિયાત છે તેમ છતાં કોંગ્રેસના નેતા કલાકો સુધી બેસાડવામાં આવ્યા છે અને હજુ સુધી ફરિયાદ નહિ પણ માત્ર અરજી લેવામાં આવી.
વધુમાં શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદના પોલીસ કમિશ્નરની છાપ સારા અધિકારી તરીકેની છે. પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ડીટેન થયેલા નેતાઓના નામ ભાજપને આપ્યા છે. કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી, પોલીસને વિનંતી કે ભાજપના રવાળે ના ચડે. જવાબદાર અધિકારીઓને બરતરફ કરવામાં આવે એવી માંગ કરે છે કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુન્હેગાર નથી જેથી તેમની સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ. પોલીસ અને ભાજપ કોંગ્રેસને નિઃસહાય ના સમજે. કોંગ્રેસ અન્યાય સહન નહિ કરે. કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જો પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના જવાબમાં ૬ જુલાઈએ કોંગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે અને જેલભરો સુધીનો કોલ આપવામાં આવશે, અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પરંતુ રથયાત્રાના પાવન પર્વમાં સુપેરે પુર્ણ થાય અને ભાવી ભક્તોને તકલીફ ના પડે તે માટે કોંગ્રેસ પક્ષ ૬-૭-૨૦૨૪ના રોજ કાર્યક્રમ યોજશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા વિપક્ષના નેતા આદરણીયરાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે, થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. ૨૦૨૭ માં ગુજરાત ભાજપને જવાબ આપશે.
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, સી.ડબ્લ્યુ.સી. મેમ્બર અને પૂર્વ પ્રદેશ પ્રમુખજગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, કાર્યકારી અધ્યક્ષજીજ્ઞેશ મેવાણી, ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના સહમંત્રીનિલેશ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખહિંમત પટેલ, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા , કો-કન્વીનર અને પ્રવક્તાહેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાહિરેન બેંકર, ડૉ. અમિત નાયક, લીગલસેલના સભ્યઈકબાલ શેખ સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
———–
૪ -૦૭ -૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા આદરણીયરાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, હિંસક માણસ ક્યારેય હિન્દુ ના હોઈ શકે, આદરણીયશંકરાચાર્યએ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત સાચી છે જેથી ભાજપના પેટમાં તેલ રેડાયું અને તેમણે અડધા વીડિયો ચલાવ્યા. ભાજપે જે કર્યું એ ભગવાન શિવનું અપમાન છે, તમામ ધર્મ મૂળ માનવતા છે તેની વાત રાહુલ ગાંધીએ કરી હતી. શિવજી દર્શન કરવાની પોતાની વાત કરી હતી. ડરો નહી અને ડરાવો નહિ. હિંસક માર્ગ હિન્દુનો હોય શકે નહિ.. ભાજપ મત માટે હિંસા કરી રહ્યા છે. રાહુલ ગાંધી વાત બાદ ભાજપમાં ડરથી હિંસા માર્ગ અપનાવ્યો છે. ભગવાન રામ પણ લંકા ચઢાઈ કરી ત્યારે મહાદેવની પૂજા કરી હતી. ભાજપે જે કર્યું છે તે શિવજી અપમાન કર્યું છે. હું અપીલ કરીશ કે કોઈપણ શિવભક્ત ભાજપને માફ ના કરે. લડાઈ વિચારધારા, સિધ્ધાંતની હોઈ શકે. કોઇ પાર્ટીની ઓફિસમાં પહોચી તોડફોડ કરવી ગુજરાતની પરંપરા નથી રહી. લડાઈ હંમેશા વિચારધારાની હોય છે. ક્યારેય કોઈ રાજકીય પાર્ટી બીજી રાજકીય પાર્ટી ઓફિસ તોડફોડ કરી નથી. ભાજપ આ પ્રકારનું કૃત્ય કરીને ગુજરાતની અસ્મિતાની ખંડન કર્યું છે. કોંગ્રેસ ઓફિસના ચોકીદારની પ્રેગ્નન્ટ દીકરી પર પણ ભાજપના લોકોએ હુમલો કર્યો બપોરની ઘટના બાદ પણ પોલીસે સાંજની ઘટના થવા દીધી. ગોતા-ઘાટલોડિયાના ભાજપના ગ્રુપમાં ૪ વાગ્યે હુમલો કરવાના મેસેજ ફરતા થયા હતા. કોંગ્રેસ કાર્યાલય તરફથી પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવા પણ માંગ કરવામાં આવી હતી એલિસપુલ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવી ઘટના બનવાની છે તેની કોંગ્રેસ તરફથી જાણ કરાઈ હતી. પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરવાનું કામ કર્યું. સેલ્ફ ડિફેન્સ એ કાયદાએ આપેલો અધિકાર છે, પોલીસ અધિકારી વાળંદની બાજુમાં ઉભા રહી ભાજપના ગુંડાઓ પથ્થર મારી રહ્યા છે, પોલીસ અધિકારી ડંડો ફટકારી પથ્થરબાજી રોકી શકતા હતા પોલીસની ફરિયાદમાં એકપણ ભાજપના નેતાના નામ નથી. કોંગ્રેસની બે હિન્દુ મહિલાઓના નામ પોલીસ ફરિયાદમાં છે.
કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર લોકો વિડિયો વાયરલ કરી રહ્યા છે. વિડિયો વાયરલ થાય બાદ પણ પોલીસ દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? પોલીસને કોંગ્રેસ ઓફિસ દ્વારા પહેલા જાણ કરવા છતાં પોલીસ પગલાં લીધા નથી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, સહિતના વરિષ્ઠ નેતાઓએ પોલીસ જાણ કરવામાં છતાં કાર્યવાહી નથી. મંજૂરી વિના ભાજપના લોકો કોંગ્રેસ ઓફિસ આવ્યા છે. પોલીસ દ્વારા ભાજપના લોકો મદદ કરી છે. સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો ભાજપના લોકો શરૂ કર્યો હતો. પોલીસ જનતા નહિ પણ ભાજપ મદદ કરી રહી હોવાના આક્ષેપ પોલીસની ફરિયાદમાં ભાજપના નેતાનું નામ કેમ નહિ ? કોંગ્રેસના મહિલા નેતાઓનું નામ લખવામાં આવ્યું છે. નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે ફરિયાદી પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ. કાયદા મુજબ FIR લેવી ફરજિયાત છે તેમ છતાં કોંગ્રેસના નેતા કલાકો સુધી બેસાડવામાં આવ્યા છે અને હજુ સુધી ફરિયાદ નહિ પણ માત્ર અરજી લેવામાં આવી.
વધુમાં શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદના પોલીસ કમિશ્નરની છાપ સારા અધિકારી તરીકેની છે. પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ડીટેન થયેલા નેતાઓના નામ ભાજપને આપ્યા છે. કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી, પોલીસને વિનંતી કે ભાજપના રવાળે ના ચડે. જવાબદાર અધિકારીઓને બરતરફ કરવામાં આવે એવી માંગ કરે છે કોંગ્રેસના કાર્યકરો કોઈ ગુન્હેગાર નથી જેથી તેમની સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ. પોલીસ અને ભાજપ કોંગ્રેસને નિઃસહાય ના સમજે. કોંગ્રેસ અન્યાય સહન નહિ કરે. કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જો પોલીસ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેના જવાબમાં ૬ જુલાઈએ કોંગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે અને જેલભરો સુધીનો કોલ આપવામાં આવશે, અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પરંતુ રથયાત્રાના પાવન પર્વમાં સુપેરે પુર્ણ થાય અને ભાવી ભક્તોને તકલીફ ના પડે તે માટે કોંગ્રેસ પક્ષ ૬-૭-૨૦૨૪ના રોજ કાર્યક્રમ યોજશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા વિપક્ષના નેતા આદરણીયરાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે, થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. ૨૦૨૭ માં ગુજરાત ભાજપને જવાબ આપશે.
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, સી.ડબ્લ્યુ.સી. મેમ્બર અને પૂર્વ પ્રદેશ પ્રમુખજગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, કાર્યકારી અધ્યક્ષજીજ્ઞેશ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના સહમંત્રીનિલેશ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખહિંમત પટેલ, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તાહેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાહિરેન બેંકર, ડૉ. અમિત નાયક, લીગલસેલના સભ્યઈકબાલ શેખ સહિત વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
———-
૦૨-૦૭-૨૦૨૪
·ભાજપ હિંદુત્વના નામે ખોટો ભ્રહ્મ ફેલાવે છેઃ ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ.
·વિદ્યાર્થીઓ-યુવાનોની સમસ્યાઓ ઉકેલવામાં ભાજપ નિષ્ફળઃ ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ.
·યુવા મોરચા અને ABVPના ૧૦૦ થી વધુ કાર્યકરો NSUI અને યુથ કોંગ્રેસમાં જોડાયા.
ભાજપની યુવા વિરોધી નીતિને રામરામ કરીને મોટી સંખ્યામાં ABVP અને ભારતીય જનતા યુવા મોરચાના યુવાનોને કોંગ્રેસ પક્ષમાં આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજય ગોહિલે જણાવ્યું હતું કે, લોકસભા વિરોધપક્ષના નેતા આદરણીયરાહુલ ગાંધીના લોકસભામાં આપેલ ભાષાણથી ભાજપ સરકાર ડરી ગઈ છે. રાહુલ ગાંધીએ દેશવાસીઓ પણ કહ્યું છે કે “ડરો મત, ડરાવો મત….” ગુંડાઓથી ગુજરાત ડરશે નહીં, આવનારા સમયમાં ભાજપને ગુંડાગીરી બંધ કરવી પડશે, દરેક ધર્મ શીખવે કે, ડરશો નહીં તેવુ તેઓએ જણાવ્યું હતું. ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષનાં કાર્યલાય ખાતે અડધી રાતે કરવામાં આવેલ કાયરતાપૂર્ણ કૃત્યને કોંગ્રેસ પક્ષે વખોડી રાજીવ ગાંધી ભવન ખાતે પ્લેકાર્ડ સાથે યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતા આ પ્રકારના હિંસાત્મક કાર્યોને કદાપિ સહન-સમર્થન નહીં આપે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી ભવન ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને ભાજપની નીતિનો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટી દેશમાં નફરતનું ઝેર ફેલાવી રહી છે, વિદ્યાર્થીઓ અને યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવામાં ભાજપ સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓ સાથે છળ કપટ કરી રહી છે. NEET પરીક્ષામાં ગોટાળા કર્યા બાદ દેશના વિદ્યાર્થીઓની માંગ હોવા છતાં રદ કરવામાં આવી નથી. ગુજરાતના રાજકોટમાં TRP મોલમાં બનેલી ગોઝારી ઘટનાના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલ ‘રાજકોટ બંધ’ના આહવાહનને સમગ્ર રાજકોટના નગરજનોએ સંપૂર્ણપણે બંધ પાડીને સમર્થન આપ્યું હતું. તે જોઈને ભાજપ સરકાર ડરી ગઈ છે.
આજરોજ પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં જીગ્નેશ સાધુ, સિલ્વર ઓક સાયન્સ કોલેજના પ્રેસિડેન્ટસની પરમાર, યુવા મોરચાના હર્ષ પરમાર, રાહુલ પરમાર, દુષ્યંત ઠાકોર, અભય પરમાર, એબીવીપીનાં જય પરમાર, ઋષિલ પ્રજાપતિ, મન પંચાલ, પાર્થિવ પરમાર, સચિન દરજી, દક્ષ રાઠોડ, જય જાદવ, હર્ષ તલસાણીયા, અર્જા ભરવાડ, ઓમ પરમાર સહિત મોટી સંખ્યામાં યુવાનોએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે વિદ્યાર્થીપાંખ એ.એસ.યુ.આઈ, યુથ કોંગ્રેસમાં જોડાયા હતા.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા , પ્રવક્તાપાર્થિવરાજ કઠવાડીયા, હિરેન બેંકર, યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડૉ. ઉપેન્દ્ર જાડેજા, ડૉ. પ્રવિણ વણોલ, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષઈમરાન શેઠજી, NSUI ના અમદાવાદ શહેરના પ્રમુખતિલકરામ તિવારી સહિત મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો-પદાધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
(મુકેશ આંજણા)————-
૨૯-૦૬-૨૦૨૪
· મોદી પરિવારના ભાજપાના ભાંગલા નેતાઓએ ભેગા મળીને ભાવનગર ભાંગ્યુ છે. – મનહર પટેલ
· એક પેઢીથી ભાજપા શાસન રાજ્ય અને મહાનગર ભાવનગરમા છે, ભાવનગરની જનતાને શુ આપ્યુ ? – મનહર પટેલ.
તત્કાલિન મુખ્યમંત્રીનરેન્દ્ર મોદીએ ૨૦૦૮ મા ભાવનગરમા કહ્યુ હતુ કે “બહુ ઓછા લોકોને અંદાજ હશે કે આવતા દશ વષઁ પછીનુ ભાવનગર કેવુ હશે, ભાવનગરનો વિકાસ ડગલા માંડીને નહી કુદકા મારીને થવાનો છે” આ વાતના ૧૦ ને બદલે ૧૬ વષઁ થયા આજે ભાવનગરની જનતા ભાજપા નેતાઓને પુછે કે કુદકા મારીને સત્તા મેળવી પણ વિકાસની હદ કમલમ પુરતી જ કેમ રહી ? આ વાત પ્રધાનસેવકના કાન ઉપર મુક્વાની હિંમત ભાવનગરના ભાજપાના આગેવાનમા કેમ નથી ? આજે ભાવનગરની જનતા બેરોજગારી,કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત,શિક્ષણ અને આરોગ્યની સમસ્યાથી પીડાય છે,તેના સીધા જવાબદાર ભાજપાની ડબલ એન્જીનની સરકાર અને સ્થાનિક ભાજપાના નેતાઓ છે.
૨૫ વર્ષમા ભાવનગરની દુર્દશાના નિર્માતા એવા ભાજપાના નેતાઓ ભાવનગરની જનતાને જવાબ આપે.
1.નામદાર ભાવનગર મહારાજા સાહેબે સર ટી હોસ્પિટલનુ નિર્માણ કર્યુ પરંતુ આજે આ હોસ્પિટલ ગંદકી,ગેરરીતી અને ભ્રષ્ટાચારનો અડ્ડો કેમ બની ગયુ ?
2.ભાવનગરના ૧૧ ગામોની દરીયા કાંઠાની ૧૨,૦૦૦ એકર જમીન મીઠાના અગર માટે કાયદાઓનુ ઉલ્લંઘન કરીને રુપાણી સરકારે ખાનગી કંપનીને સોપી દીધી, ભાવનગરના ભાજપા નેતાઓ કેમ મૌન રહ્યા ?
3.ભાજપા સરકારે ૧૯૯૫ મા ભાવનગરમા કલ્પસરનુ ગાજર લટકાવેલુ છે, ૩૦ વર્ષ થશે કોઇ ઠેકાણા નથી,ભાજપાના પાખંડીઓ નેતાઓને ભાવનગરની જનતાને હજુ ક્યા સુધી છેતરવી છે.?
4.તત્કાલીન મનમોહનની સરકારે પર્યાવરણ અને ટેકનિકલ પ્રશ્નોને લઈ દહેજ-ઘોઘા રો રો ફેરી પ્રોજેકટની ફિઝીબીલીટી બેસતી નથી,એવો સ્પષ્ટ અભિપ્રાય હોવા છતા જનતાના ૬૫૦ કરોડ રુપિયાનુ આંધણ કેમ કરવામા આવ્યુ ?
5.૧૩ વર્ષ પેહેલા મોદીજીએ ભાવનગરમા કહ્યુ હતુ કે ભાવનગરને આધુનિક પોટઁ મળશે, લોક ગેટની કાયાકલ્પ થશે અને ભાવનગરની જહાગીર મિલમા ડાયમંડ પાકઁ સ્થાપવામા આવશે, દસકો વિતી ગયો, ભાવનગરના ભાજપા નેતાઓ પૈકી છે કોઇની હિંમત મોદીજી સામે આ વાત મુકવાની ?
6.હમણા ભાવનગરથી ડ્રેઝિંગ ઓફિસ પોરબંદર ખાતે કેમ બદલી નાખી ?
7.હમણા ભાવનગરની આઝાદી સમયની પોસ્ટલ ડિવિઝન ઓફિસ રાજકોટ કેમ બદલી નાખી ?
8.મરીન યુનિવર્સિટીનુ વચન ભાવનગરને આપ્યુ હતુ તો દ્વારકામા કેમ જતી રહી ?
9.હમણા વાહન સ્ક્રેપ યાર્ડનુ વચન ભાવનગરને આપ્યુ હતુ તો સુરતમા કેમ ગયુ ?
10. CNG ટર્મિનલનુ વચન ભાવનગરને આપ્યુ હતુ શરુ થશે અન્ય જગ્યાએ ?
11. રાજયમા સૌથી વધુ ભાવનગર જીલ્લાના ગૌચર વેચાયા, ભાજપા નેતાઓનો અવાજ નહી ?
12. કરદેજના રેલ્વે ક્રોસિંગ માટે વર્ષો પહેલા જમીન સંપાદન થયેલ છે, કામની કેમ પ્રગતિ નહી ?
13. ભાવનગરના શિપ બ્રેકીંગ,ડાયમંડ,પ્લાસ્ટીક,કેમિકલ અને પ્લાસ્ટીક જેવા સ્થાઈ ઉદ્યોગો સામે ડબલ એન્જીનની સરકારના નકરાત્મક રવૈયાને કારણે આ તમામ ઉદ્યોગો નબળા પડયા અને તેના કારણે સ્થાનિક બેરોજગારીના પ્રશ્નો ઉભા થયા છે,પરંતુ ભાજપા નેતાઓ કેમ મૌન રહ્યા. ?
આમ તમામ બાબતોને લઈને ભાવનગર જીલ્લામા બેરોજગારી તેમજ કથળતા કાયદો અને વ્યવસ્થાને કારણે લોકો ભાવનગર છોડી રહ્યા છે ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે ડબલ એન્જીનના મુખ્યાઓએ ભાવનગરને જે કઈ વચનો આપ્યા છે તે તમામ વહેલી તકે ભાવનગરને ઉપલબ્ધ કરાવવામા આવે અને ભાવનગરમા વર્ષોથી જે હયાત માળખાગત સુવિધાઓ છે તેને સુદઢ્ઢ બનાવવામા આવે નહી કે છીનવી લેવામા આવે.
સાથો સાથ જીલ્લા વહીવટી તંત્રને અમે તાકીદ કરીએ છીએ કે ભાવનગર એક કલા અને સંસ્કારી નગરી છે,અહીયાના લોકોનુ સ્થળાંતર અટકાવવા માટે તંત્ર દ્વારા સકારાત્મક અભિગમ સાથે પગલા ભરવામા આવે,અને રાજ્ય સરકાર સામે છેલ્લા ૨૫ વર્ષનો ભાવનગરનો સ્પષ્ટ અહેવાલ તૈયાર કરી રજુ કરવામા આવે, અંતે કોંગ્રેસ પક્ષની માંગણી અને લાગણી ભાવનગરની જનતા રોજગારી,સુરક્ષા કે અન્ય કોઈ સરકારી સમસ્યાને કારણ ભાવનગરથી સ્થળાંતર ન કરે.
મનહર પટેલ
———
૨૮-૦૬-૨૦૨૪
·રાજયનુ સહકાર મંત્રાલય ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી, (સર્વોત્તમ ડેરી) ના સર ગામના ચિલીંગ પ્લાન્ટમા રાજકોટ અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટનાની રાહ જુએ છે ?.
ભાવનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ.એ (સર્વોતમ ડેરી) દ્વારા ત્રણ મોટા રોકાણો (૧) ૫૦.૫૦ કરોડના ખર્ચે સર ગામનો ચીલીંગ પ્લાન્ટ. (૨) ૨૦.૭૯ કરોડના ખર્ચે મોટા ખુટવડા અને (૩)૬૬.૦૮ કરોડના ખર્ચે સર ગામનો રાજદાણ ફેકટરી. આમ કુલ રુપિયા ૧૩૭.૪૦ કરોડ રુપિયાનુ રોકાણ કરેલ, આ રોકાણ પુર્વે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૬૧ ની કલમ-૭૧ મુજબ મંજુરી લેવી જરુરી છે.પરંતુ ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી,એ આવી કોઇ મંજુરી લીધેલ નથી અને સદરહુ ત્રણેય પ્રોજેકટમા ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કાયદાની કલમ-૧૬૧ અન્વયે કલમ-૭૧ નો ભંગ કરેલ છે.
સર્વોત્તમ ડેરી સંચાલકોના ગંભીર ગુના ઉપર સખત કાર્યવાહી કરવાને બદલે રાજ્યના નાયબ સચિવ,કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરને પોતાની સત્તાનો ઉપયોગ કરીને તા.૦૪.૦૧.૨૦૨૪ ના રોજ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ – ૧૬૧ અન્વયે આ તમામ ગેરકાયદેસરની કામગીરીને પુર્વ મંજુરીમાથી મુક્તિ આપી છે,આ ભાજપા સરકારનુ ભ્રષ્ટાચારને ખુલ્લુ સમર્થન સુચવે છે.
સર ગામનો ચિલીંગ પ્લાન્ટમા ૫૦.૫૦ કરોડ રુપિયાના ખર્ચ કરી ઉભો કરવામા આવ્યો છે હકીકત એ છે કે આ પ્લાન્ટની જમીન આજે પણ ભાવનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ (સર્વોતમ ડેરી) ના નામે નથી, રેવન્યુ રાહે NA નથી અને ટાઈટલ ક્લીયર પણ નથી, અને ઉદ્ઘઘાટનની કોઇ ઔપચારીકતા કર્યા વગર આ ચિંલીંગ પ્લાન્ટ શરુ કરી દેવામા આવેલ છે. દુખની બાબત એ છે કે રાજય સરકારનો સહકારી વિભાગ આ તમામ બાબતથી સંપુર્ણ સજાણ અવસ્થામા તેને છાવરી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવકતામનહર પટેલનુ જણાવે છે કે રાજ્ય સરકાર ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લીના સંચાલકો સામે કડક પગલા ભરવાને બદલે રાજય સરકારનો કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૧૬૧ ના અધિકારનો ઉપયોગ કરી ગુનેગારોને છાવરી રહી છે. ત્યારે આ ગંભીર તબ્બકે અમે રાજ્ય સરકાર અને ભાવનગર દુધ સંઘને ચેતવીએ છીએ કે આ સર ગામનો ચિલીંગ પ્લાન્ટ સરકારી ધારાધોરણોની મંજુરી વગર ચાલે છે અને તેમા અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આ યુનિટમા કોઇ આગ જેવી કોઇ દુર્ઘટના બને તો કે કોઇ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? દુધ સંઘના સંચાલકો કે રાજ્ય સરકારનો સહકાર વિભાગ ?
ભાવનગર દુધ સંઘના સંચાલકો અને સહકાર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની સીધી સંડોવણીનો સંયુક્ત ભ્રષ્ટાચાર છે, તેના મુળ સુધી પહોચવા રાજ્ય સરકાર SIT મારફત તપાસ કરાવે તેવી માંગ છે અને યોગ્ય દિશામા આ તપાસ અને કાર્યવાહી કરવામા આવશે તો અનેક બીજા ભ્રષ્ટાચાર અટકાવી શકાશે અને દુધ સંઘના સર ખાતેના ચિલીંગ પ્લાન્ટમા કોઇ મોટી દુર્ઘટનાને રોકી શકાશે.
મનહર પટેલ
————–
૨૭-૦૬-૨૦૨૪
મેડીકલ અભ્યાસક્રમ પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં પેપરલીક સહિતના ગોટાળાઓ ગેરરીતિ-ગોલમાલમાં એક પછી એક કાળા ચિઠ્ઠા સામે આવી રહ્યાં છે. ગોધરામાં લાખો રૂપિયા લઈને NEET પરિક્ષાર્થીઓના પેપર ‘નિષ્ણાંતો’એ લખ્યા હતા, ‘પેપર પેક’ કરવા માટે ફાળવાયેલા અર્ધા કલાકમાં જ મોટા ખેલ પડયાઃ ‘જે સવાલના જવાબ ન આવડે તે કોરા રાખવા વિદ્યાર્થીઓને કહેવાયુ હતુ, પછી નિષ્ણાંતોએ તે જગ્યા ભરી દીધી હતી. આ સમગ્ર કૌભાંડ જ્યાં થયુ તે ગોધરાની જલારામ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ? તેવો ગંભીર પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા
એ જણાવ્યું હતું કે, સરકારી ઈજનેરી કોલેજ તૈયાર હોવા છતાં ગોધરા ખાતેની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલને NEETનું પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવણી કરવામાં આવી ? જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીદિક્ષિત પટેલ, અમદાવાદ થી દિલ્હી ૧૨મી માર્ચ કોને મળવા માટે ગયા હતા ? શું આ એક દિવસની દિલ્હી મુલાકાત ક્યા ક્યા વિશેષ વ્યક્તિઓ સાથે મીટીંગ કરી ? કારણ કે તા. ૧૬મી માર્ચ NEETનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું અને પાછળ થી ખાસ કિસ્સામાં ૯મી એપ્રિલના રોજ વિન્ડો ખોલવામાં આવી હતી જેમાં માત્ર એકજ દિવસમાં ૨૪,૨૪૬ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પૈકીના કેટલા વિદ્યાર્થીઓ NEETમાં ટોપર થયા ? કેટલા ક્વોલીફાઈડ થયા ? NEET પરીક્ષાના દશ દિવસ પહેલા એટલે કે તા. ૨૫-૪-૨૦૨૪ ના રોજ વડોદરા થી દિલ્હી ખાસ એક દિવસ માટે દિલ્હીમાં ક્યા મહાનુભાવોને મળવા ગયા હતા ? ક્યા અધિકારી-પદાધિકારી સાથે વિશેષ બેઠક કરી ? આ બન્ને વિશેષ મુલાકાત અંગે પણ તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે ગોધરાની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કુલ જ્યાં NEET કૌભાંડ થયું ત્યાંના સેન્ટર ઈન્ચાર્જ અને વડોદરાની એજન્સીની પણ સાંઠગાંઠ સામે આવી છે.ચોકકસ પરીક્ષાર્થીઓને પસંદગીના નાના સેન્ટરોના પરીક્ષા કેન્દ્રોની ફાળવણી નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) ની સાંઠગાંઠ વગર શક્ય બને નહીં. તે તપાસનો વિષય છે. એવા કિસ્સા ધ્યાને આવ્યા છે કે પ્રથમ પ્રયાસમાં બે-ત્રણ લાખ જેવો રેન્ક મેળવનારા પરીક્ષાર્થીઓએ બીજા પ્રયાસમાં ૮૦૦૦ કે ૧૩૦૦૦ જેવો રેન્ક હાંસલ કરી લીધો હવે એટલું જ નહીં. પસંદગીના નાના સેન્ટરોમાંથી જ પરીક્ષા આપીને આ અસામાન્ય દેખાવ કર્યો હતો. પરીક્ષાર્થીઓને પસંદગીના સેન્ટર મળવાની ઘટના પણ તપાસનો વિષય છે. નીટની પરીક્ષા માટે અરજી કરવામાં આવે ત્યારે પરીક્ષાર્થીઓને પસંદગીના બે સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.
એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવતા પરીક્ષાર્થીના ફોર્મ પણ એજન્ટો જ ભરે છે અને પરીક્ષાના વતનથી ઘણાં દુર – અંતરીયાળ – નાના સેન્ટર પસંદ કરે છે. સારો રેન્ક મળી જવાની ખાતરી આપે છે. જેમાં લાખો રૂપિયાની ગોઠવણો થવાનું સામે આવ્યું છે.નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કોમ્પ્યુટર આધારિત રેન્ડમ પધ્ધતિ જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા જ અપનાવવામાં આવતી હોય છે. કોમ્પ્યુટર આધારિત પ્રક્રિયા હોય તો વિદ્યાર્થીઓને ચોક્કસ કેન્દ્રો કેવી રીતે મળી શકે તે ગંભીર સવાલ છે.સમગ્ર દેશમાં વિદ્યાર્થી-વાલીઓ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યાપક જનઆંદોલન બાદ કેન્દ્ર સરકારે નીટની પરીક્ષાના વિવાદ વચ્ચે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત, બિહાર તથા ઝારખંડના કનેકશન ખુલ્યા જ છે. પરીક્ષા સેન્ટર, ખાનગી કોચીંગ કલાસ અને પેપરલીક કરનારાઓની સાથે વિદ્યાર્થીઓની ચોકાવનારી સાંઠગાંઠ સામે આવી છે. ચોક્કસ પરીક્ષાર્થીઓને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘પરીક્ષાના પેપરમાં જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય તેટલા લખવા, બાકીના પ્રશ્નો કોરા રાખી દેવા પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર પેક કરવા માટે અર્ધી કલાકનો સમય હોય છે અને તે દરમ્યાન પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ દ્વારા પરીક્ષાઓ નહીં આવડેલા સવાલના જવાબ લખી દેવાની ગોઠવણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તુર્ત આન્સર કી જાહેર થઈ તી હોય છે અને તે પહોંચાડવાની જવાબદાર કોચીંગ કલાસ સંચાલકોએ ઉપાડી હતી.નિષ્ણાંતોના માનવા પ્રમાણે નીટનો આ ગોટાળો કોઈ એક સેન્ટર કે રાજયના બદલે રાષ્ટ્રવ્યાપી હોવાનું એક પછી એક તપાસમાં સામે આવી રહ્યું છે ત્યારે NEET ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ-ગોલમાલની સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેથી મહેનત કરનાર ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને કૌભાંડ કરનારાઓને કડકમાં કડક સજા થાય.
————
૨૧-૦૬-૨૦૨૪NEET રદ કરો, ૨૩ લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપો તેવી માંગ સાથે અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલની આગેવાનીમાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા.“પૈસા દો… પેપર લો…, પૈસા દો… પ્રવેશ મેળવો” ના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપા સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને વિદ્યાર્થી વાલીઓની વેદનાને વાચા આપવા પ્રતિકાત્મકરૂપે હજારો રૂપિયા (મનોરંજન બેંક) ઊડાડીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. NEET પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં ‘NEET માં ગેરરીતિ-ગોલમાલની તપાસ કરો’, ‘પૈસા દો… પેપર લો… પૈસા દો… પ્રવેશ લો…. ભાજપ મોડલ’, ‘પરીક્ષા પે ચર્ચા… પેપર લીંક પે મૌન’, ‘પરીક્ષામાં ભ્રષ્ટાચાર, ભાજપાએ બનાવ્યો શિષ્ટાચાર’, ‘પેપરલીક રોકવા સખ્ત કાયદો બનાવો’ તેવા ર-પોસ્ટર સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.ધરણા પ્રદર્શનમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે યુવક કોંગ્રેસના પ્રમુખહરપાલ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખનરેન્દ્ર સોલંકી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિદ્યાર્થીઓને નીટ મુદ્દે ન્યાય મળે તેવી માંગ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. પોલીસ દ્વારા વારંવાર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. એન.એસ.યુ.આઈ. તથા યુવક કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શનમાં આક્રમકતાથી જોડાયા હતા અને ભાજપા સરકારની પેપરલીક નિતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.NEETની પરીક્ષા આપનાર 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય થઈ ગયું હોય ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું પગલા ભરવા માંગે છે તે જાહેર કરે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશન થયું એ દિવસથી જ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રહી છે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશનથી લઈ પરીક્ષાના પરિણામ સુધી ઘણા શંકાસ્પદ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. NEETની પરીક્ષામાં ભાજપ શાસીત રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે. NTA ગ્રેસીંગ માર્કસના નામે ગુમરાહ કરી બિહારના પટનામાં 17 લોકોની ધરપકડના વિષયમાં કેમ ચુપ છે ? શું આ 17 લોકોની ધરપકડ NEETની પરીક્ષાના પેપર લીંક મુદ્દે થઈ છે ? સરકાર સ્પષ્ટતા કરે. અને જો પેપર લીંક થયું હોય તો તાત્કાલીક પરિણામને રદ કરી ફરીથી પરીક્ષા લેવામાં આવે જેથી નિર્દોષ અને હોનહાર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે.
ગુજરાત રાજ્યમાં અનેકવાર સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીંક અને પેપરની ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યાં છે. NEET ની પરીક્ષામાં પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે. પરીક્ષા પે ચર્ચા, ચાય પે ચર્ચા, મન કી બાત કરનારા દેશના પ્રધાનમંત્રી NEETના કૌભાંડ ઉપર ક્યાંરે ચર્ચા કરશે ? તે દેશને જણાવે. પેપરલીક કરનાર કૌભાંડીઓને સજા મળે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા NEETની પરીક્ષાના કૌભાંડમાં ૨૩ લાખ વિદ્યાર્થીઓને ન્યાય માટે રાષ્ટ્રીય વ્યાપી આંદોલનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. (NSUI) ના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે NEET પરીક્ષાના કૌભાંડ વિરૂધ્ધ ધરણા પ્રદર્શન યોજાયા હતા અને ભાજપા સરકારની પેપરલીક નિતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યા હતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ, યુવક કોંગ્રેસના પ્રમુખહરપાલ ચુડાસમા, એન.એસ.યુ.આઈ.ના પ્રમુખનરેન્દ્ર સોલંકી, અમદાવાદ મ્યુનિ. કોર્પો. કોંગ્રેસ પક્ષના નેતાશેહજાદખાન પઠાણ, પ્રદેશ મહામંત્રીબળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ, જગત શુકલા, પ્રવક્તાપાર્થીવરાજ કઠવાડીયા, પ્રગતિ આહિર, માઈનોરીટી ડીપાર્ટમેન્ટના રાષ્ટ્રીય ઉપપ્રમુખશાહનવાજ શેખ, એન.એસ.યુ.આઈ. ના રાષ્ટ્રીય મંત્રીસંજય સોલંકી, મહિલા કોંગ્રેસના પ્રમુખકામિની સોની, હેતા પરીખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો-પદાધિકારીઓની પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત કરી હતી.
————-
૨૦-૦૬-૨૦૨૪
· ફૂલ પ્રૂફ પરીક્ષાઓના પેપર લીક થવા તે સરકારના ખાટલે મોટી ખોડ. : હેમાંગ રાવલ
· દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વાર યુજીસી નેટ પરીક્ષાનું પેપર લીક થવું તે વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ચેડાં છે. : હેમાંગ રાવલ
· પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સઘન ચેકીંગ પણ પેપર લીક ન થવાનું સઘન ચેકીંગ
ક્યાં! : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે યુજીસી નેટ પરીક્ષા માટે કુલ 11 લાખ 21 હજાર 225 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી 81 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ અધ્યાપક બનવાના લક્ષ્ય સાથે પરીક્ષા આપવા ગયા હતા. આ વિદ્યાર્થીઓ કે જેઓ પ્રાધ્યાપક બનવા માગતા હતા, રિસર્ચ કરવા માગતા હતા અને જુનિયર રિસર્ચ ફેલો બનીને ₹35,000 ની સહાય મેળવી દેશના વિકાસમાં યોગદાન આપવા માટે તત્પર હતા. ભારતના ભણતરમાં 10+2 (ધોરણ 10 અને 12) +3/4 (ગ્રેજ્યુશન) +2 (માસ્ટર) કુલ ૧૮ વર્ષ ભણ્યા બાદ સર્વોચ્ચ ડીગ્રી લઈને જ UGC – NET ની પરીક્ષા માટે એલિજેબલ થવું શક્ય છે.
તાજેતરમાં તારીખ ૧૮ જૂનના રોજ લેવાયેલ યુજીસી નેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ દૂર દૂર સેન્ટર ફાળવવામાં આવ્યા હતા અને આ વખતે ઓનલાઈનની જગ્યાએ પેન – પેપર દ્વારા કુલ બે ભાગમાં પહેલા ભાગમાં 50 માર્ક્સ અને બીજા ભાગમાં 100 માર્કની પરીક્ષા લેવાઈ હતી પરંતુ આશ્ચર્યની વચ્ચે એક જ દિવસમાં આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી.
દેશનું સર્વોચ્ચ ભણેલું યુવા ધન કે જે દેશ માટે પોતાની કુશળતા અને યોગ્યતા સ્થાપિત કરી છે. તેઓએ પોતાનો અમૂલ્ય સમય આપીને પરીક્ષા આપી હતી પરંતુ તેમના પરીક્ષા આપવાના એક જ દિવસની અંદર પરીક્ષામાં ગેરનીતિ થયાના આરોપો વચ્ચે સમગ્ર પરીક્ષાને રદ કરી દેવામાં આવેલી છે. ઉપરોક્ત પરીક્ષા જુદા જુદા અલગ અલગ ૮૩ વિષય પર લેવાય છે અને તે વિષયના પણ અલગ અલગ પેપરો કાઢવામાં આવે છે આવા પ્રકારની ફૂલ પ્રૂફ પરીક્ષા પણ જો ગેરનીતિના આરોપોસર રદ કરવી પડતી હોય તો તેનો મતલબ એમ થયો કે ઉપરોક્ત પરીક્ષાની ગેરનીતિ માટે ખૂબ જ મોટું નેટવર્ક ચાલે છે અને આ નેટવર્ક કોઈપણ પ્રકારના રાજકીય શેહ વિના શક્ય જ નથી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ સિવાય પણ ઘણી પરીક્ષાઓ લઈ રહી છે નીટની પરીક્ષામાં પણ આવા જ પ્રકારના આરોપો કરવામાં આવ્યા હતા અને નીટની પરીક્ષા પણ ફરીથી લેવામાં આવનાર છે. અને આમ જોવા જઈએ તો આ પ્રકારના ગેરનીતિ કરનાર લોકોના લીધે લાખો કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને આ ભાજપ સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે. દેશમાં યુજીસી નેટની પરીક્ષા બે વાર લેવાય છે. જૂનમાં અને ડિસેમ્બરમાં જો હવે આ પરીક્ષા સીધી ડીસેમ્બરમાં લેવાનાર હોય તો કોમ્પિટિશન ખૂબ જ વધી જશે અને વિદ્યાર્થીઓને ખૂબ જ નુકસાન જવાનું છે અને હાલમાં ઘણી યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ ચાલી રહ્યો છે કે જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ યુજીસી નેટમાં મેળવેલ માર્કસના આધારે એડમિશન થનાર છે. આ સરકારી યુનિવર્સિટીઓએ પણ પીએચડીના એડમિશન માટે નવી નેટ પરીક્ષાનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી સમય મર્યાદા વધારવી જોઈએ અને નજીકના ભવિષ્યમાં જ આ પરીક્ષા ફરીથી લેવાવી જોઈએ. આ વખતે પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જે કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા તે ખૂબ જ દૂર હતા અમદાવાદનું જ જો ઉદાહરણ લઈએ તો છેક કર્ણાવતી યુનિવર્સિટી ઉવારસદમાં સેન્ટર ફાળવવામાં આવ્યું હતું જે અમદાવાદમાં રહેતા સામાન્ય વિદ્યાર્થીઓને 25 થી 50 કિલોમીટર દૂર પડે છે આ સિવાય બહારગામથી પણ વિદ્યાર્થીઓનો નંબર અમદાવાદના સેન્ટરમાં આવ્યો હતો આમ વિદ્યાર્થીઓનો એક આખો દિવસ બગડ્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓ તો આગલી રાત્રે પણ આવી ગયા હતા. એક્ઝામ સેન્ટર પર વિદ્યાર્થીઓ જોડે અમાનુષી વર્તન થયું હતું જાણે તેઓ ચોર હોય તેમ બહેનોને સોનાની બુટ્ટી, ચુની, ચેન, બુટ, મોજા તથા ઓને વીંટી, ઘડિયાળ, બુટ,મોજા પણ પહેરીને સેન્ટરમાં પ્રવેશવા દીધા ન હતા. એક તરફ આટલી બધી કડકાઇ અને બીજી તરફ પેપર ફૂટવું એ ક્યાંનો ન્યાય?
કોંગ્રેસ માગણી કરે છે કે, યુજીસી નેટ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એનટીએની નિષ્ક્રિયતાના ભોગે પેપરમાં ગેરરીતિ થઈ છે માટે વિદ્યાર્થીઓને તેના વળતરરૂપે 10,000 રૂપિયા ચૂકવવા જોઈએ અને હવે પછીની પરીક્ષા આપવા માટે પણ ટીએડીએની વ્યવસ્થા કરવી જોઈએ. આ પરીક્ષા આપ્યા બાદ જુનિયર રિસર્ચ ફેલો તરીકે વિદ્યાર્થીઓને ₹35,000 માસિક સરકાર ચૂકવે છે તો તે નુકસાન પણ નવી પરીક્ષામાં ક્વોલિફાઇડ થાય તે વિદ્યાર્થીઓને જૂની પરીક્ષા મહિના પ્રમાણે ચૂકવવું જોઈએ.
————-
૨૦-૬-૨૦૨૪
· આવતી કાલે 21-6-2024 ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. ના નેતૃત્વમાં અમદાવાદ ખાતે NEET કૌભાંડ વિરૂધ્ધ આંદોલન કરવામાં આવશે : ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ.
· NEET પરીક્ષાના કૌભાંડના લીધે 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું. સરકાર ચુપ કેમ?:ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ.
· NEET જેવી પરીક્ષાઓમાં કૌભાંડ કરીને ડોક્ટર બનાવાશે તો મુન્ના એમ.બી.બી.એસ. જેવા ડોક્ટરો જોવા મળે તો નવાઈ નહીં. : ડૉ. ઈન્દ્રવિજય ગોહિલ.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલે કેન્દ્રની ભાજપ સરકારને NEET ની પરીક્ષામાં ગેરરીતિ તથા પેપરલીકના મુદ્દે ગંભીર સવાલો કર્યા હતા. NEETની પરીક્ષા આપનાર 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય થઈ ગયું હોય ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓ માટેનું પોતાનું સ્ટેન્ડ જાહેર કરે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશન થયું એ દિવસથી જ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રહી છે. NEETની પરીક્ષાનું રજીસ્ટ્રેશનથી લઈ પરીક્ષાના પરિણામ સુધી ઘણા શંકાસ્પદ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે. NEETની પરીક્ષામાં ભાજપ શાસીત રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે. NEET પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખમાં ખાસ કિસ્સામાં રજીસ્ટ્રેશન વીન્ડો ખોલવામાં આવી ત્યારબાદ પરિણામની તારીખ જે નક્કી કરવામાં આવી તે પણ દેશમાં થનાર ચૂંટણીના પરિણામના દિવસે જ નક્કી કરવામાં આવી હતી તે પણ શંકાના દાયરામાં હતી. NTA ગ્રેસીંગ માર્કસના નામે ગુમરાહ કરી બિહારના પટનામાં 17 લોકોની ધરપકડના વિષયમાં કેમ ચુપ છે ? શું આ 17 લોકોની ધરપકડ NEETની પરીક્ષાના પેપર લીંક મુદ્દે થઈ છે ? સરકાર સ્પષ્ટતા કરે. અને જો પેપર લીંક થયું હોય તો તાત્કાલીક પરિણામને રદ કરી ફરીથી પરીક્ષા લેવામાં આવે જેથી નિર્દોષ અને હોનહાર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે. NTA દ્વારા ગ્રેસ માર્કસ અપાયા ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે NEET ના બ્રોસર અને સરકારી સુચનાઓમાં ગ્રેસ માર્કસની કોઈ જોગવાઈ નથી તો ક્યાં આધારે ગ્રેસમાર્કસ આપવામાં આવ્યાં? શું કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટીસ કે જાહેરાત આપવામાં આવી હતી ?
ગુજરાત રાજ્યમાં અનેકવાર સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીંક અને પેપરની ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યાં છે. NEET ની પરીક્ષામાં પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે. ગુજરાતના ગોધરા ખાતે એક શાળામાં NEETની પરીક્ષાનું કૌભાંડ પકડાયું, તે કેટલા સમયથી ચાલી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ. માલેતુજારના છોકરાઓને ડોક્ટર બનાવવાના કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કેમ મૌન છે ? ગુજરાતમાં ગોધરા સહિતની શાળા અને કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સહિત મુદ્દે બીજા ક્યાં ક્યાં મોટા માથાઓ સંકળાયેલા છે તેની તપાસ થવી જોઈએ. બીજી કઈ શાળાઓમાં ગોઠવણ-ગેરરીતિ ચાલતી હતી તેની પણ તપાસ થવી જોઈએ. આજ પ્રકારે NEET જેવી પરીક્ષાઓમાં કૌભાંડ કરીને ડોક્ટર બનાવાશે તો મુન્ના એમ.બી.બી.એસ. જેવા ડોક્ટરો જોવા મળે તો નવાઈ નહીં. પરીક્ષા પે ચર્ચા, ચાય પે ચર્ચા, મન કી બાત કરનારા દેશના પ્રધાનમંત્રી NEETના કૌભાંડ ઉપર ક્યાંરે ચર્ચા કરશે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સવાલ કરે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા NEETની પરીક્ષાના કૌભાંડમાં રાષ્ટ્રીય વ્યાપી આંદોલન કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતી કાલે તા. 21-6-2024 ના રોજ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. (NSUI) ના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે NEET પરીક્ષાના કૌભાંડ વિરૂધ્ધ કાર્યક્રમ આપવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા , ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખહરપાલ ચુડાસમા, પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયા, કોંગ્રેસ આગેવાનએસ.એ. કાદરી ઉપસ્થિત રહ્યાં હતાં.
————-
૧૮-૦૬-૨૦૨૪
400 પાર અને પાંચ લાખની સરસાઇની ડિંગો સામે કારમી હાર પછી ગાંધીનગરના મેયર જાહેર કરવા દરમિયાન બોર્ડમાં લોકશાહીનું ચીરહરણ : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે 400 પાર અને પાંચ લાખની સરસાઇની ડિંગો સામેકારમી હાર પછી ગાંધીનગરના મેયર જાહેર કરવા દરમિયાન બોર્ડમાં લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે કોઈપણ મહાનગરપાલિકાના બોર્ડની મીટીંગમાં કોઈપણ પક્ષના સંગઠનના વ્યક્તિની હાજરી રાખવામાં આવતી નથી પરંતુ આજે ગાંધીનગરના મેયર જાહેર કરતી વખતે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના મહામંત્રી કનુ પટેલ પોતે મહાનગરપાલિકાના બોર્ડમાં હાજર હતા અને તેઓએ લોકશાહીના લિરે લિરા ઉડાવીને ગાંધીનગરના મેયરની જાહેરાત પોતે જાહેરમાં માઇકમાં કરી હતી.
ભૂતકાળમાં જ્યારે પણ કોંગ્રેસના મેયર જાહેર કરવાના હતા ત્યારે અમારા સંગઠનના પદાધિકારીઓ બોર્ડની બહાર રહ્યા હતા અને લોકશાહીને સંપૂર્ણ સન્માન આપ્યું હતું આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વારંવાર કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી બંધારણને માનતી નથી અને બંધારણ બદલવાની વાતો કરી રહી છે અત્યારે આવા પ્રકારની માનસિકતા એ બંધારણની વિરુદ્ધની માનસિકતા છે કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ આ બાબતે મક્કમ પગલા લઈને જવાબદારોને દંડવા જોઈએ.
———-
છે, આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવાનો અભિગમ ધરાવે છે,સાહસિક અને ઉદ્યમી છે, આમ છતાં ૨૫ વર્ષથી ખેતીને નફાકારક બનાવવામા સરકારની પોલીસી નિષ્ફળ કેમ છે ? રાજ્ય સરકાર પાસે આનો કોઇ જવાબ નથી. સત્ય એ છે કે ભાજપા સરકાર અને તંત્ર ખેતીની નાડ પારખવામા સંપુર્ણ નિષ્ફળ ગઈ છે, તેનુ મુખ્ય અને મુળનુ કારણ ભાજપા સરકારમા ઉદ્યોગ સાહસિકને જે લાભો અને વાતાવરણ મળે છે તે ખેતીને મળતુ નથી. એવી રીતે સરકારની ખેતી અને ઉદ્યોગને વિકસાવવા માટે બન્ને સામે સમાંતર દ્રષ્ટી નથી એટલે ખેતીના પ્રશ્નો અને સમસ્યાથી ખેડુતો ઘેરાયેલા રહે છે, જ્યા સુધી ખેડુતો સમસ્યા મુકત નથી ત્યા સુધી કૃષિ આબાદી શકય નથી. એટલે આ દિશામા મજબુત કદમ ભરવાની અનિવાર્યતા છે, તેના માટે નીચે આપેલા ખેડુતોને મુંજવતા ૬ મહત્વના પરિબળો ઉપર ઠોસ નિર્ણય કરવો રહ્યો…
1. ખેતીને સમયે પાણી મળે..
2. ખેતીને સમયે વિજળી મળે..
3. ખેતીને ગુણવત્તા સભર એગ્રી ઇન્પુટસ (બીજ-ખાતર-જંતુનાશક દવા) અને જીએસટી મુક્ત.
4. ખેતી પાકના પોષણક્ષમ ભાવ મળે..
5. ખેતી પાકને સુરક્ષા મળે..
6. ખેતી પાકને વિમાનુ સુરક્ષા કવચ મળે
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને કૃષિ અભ્યાસુ મનહર પટેલ રાજ્ય સરકારને રાજ્યમા “ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગ ” ની સ્થાપના કરવાની ભાલામણ કરે છે અને આ કૃષિ આયોગ નીચે રાજ્યની ખેતી નિયામકઓફિસ/ગજરાત એગ્રો ઇન્ડ.કોર્પોરશિ લી./ગજરાત રાજ્ય બીજ નિગમ લી./ ગુજરાત બીજ પ્રમાણિત એજન્સી./ગુજરાત જમીન નિકાસ નિગમ જેવા બોર્ડ/નિગમોને તેમા સમાવીને ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના વહીવટી માળખમા આમુલ પરિવર્તન માટે અનિવાર્ય ગણાવ્યુ છે, ખાસ કરીને કૃષિ આયોગની રચનાથી ખેડુતને મુંજવતા અને સરકારને ચિંતા મુકતા ઉપર દર્શાવેલ ૬ મુદ્દાનો સરળ રીતે તેમા ઉકેલ છે,સરકારી કંટીજન્સી ખર્ચમા ઘટાડો,વહીવટી પારદર્શકતા અને સરળતા, ભ્રષ્ટાચારીઓ માટે મોટા દરવાજા બંધ,બાબુઓની જોહુકમી ઉપર લગામ,ખાનગી ઇજારેદારો અને સત્તાપક્ષના અમુક ભ્રષ્ટ નેતાઓની ભાગીદારીના અવકાશને પુર્ણ વિરામ એવુ સંપુર્ણ ડિઝીટલ માળખુ છે.
રાજ્ય કૃષિ આયોગ થકી ગુજરાતની ખેતીનુ વિસ્તારવાર/પાકવાર કુલ ઉત્પાદન/વેચાણ અને નિકાસના આંકડા સ્પષ્ટ મળશે, કૃષિ આયોગના તાબામા રાજ્યના કૃષિ કર્મચારી/અધિકારીઓની સીધી ભરતી/પ્રમોશન રહેશે તેના કારણે અધિકારી વર્ગ ઉપર શિસ્ત અને વહીવટી પકકડ મજબુત બનશે, તેમજ અનેક ખેડુતો અને સરકારને મુજવતા નાના મોટાપ્રશ્નોમાથી બહાર આવશે. આમ ખુબ અભ્યાસને અંતે આ “ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગ” નુ માળખુ આપ સૌ મિડીયાના માધ્યમથી ગુજરાત સરકાર સમક્ષ મુકી રહ્યા છે, આશા રાખુ છુ કે રાજ્ય સરકાર ખેડુત-ખેતીની પાયાની કાયમી સમસ્યા નિવારણ માટેની આ ભલામણને અભ્યાસ કરી સ્વીકારે.
રાજ્ય સરકાર “ગુજરાત રાજ્ય કૃષિ સેવા આયોગ” બાબતે આગળ વધવાની ઉત્સુકતા દાખવશે તો રાજકીય બાબતોથી પર રહીને સંવાદ અને સહકાર માટે મનહર પટેલ ખાતરી આપે છે.
————- ૧૭–૬–૨૦૨૪
• જીઆઈડીસીના અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના કચ્ચાચિઠ્ઠા ખુલ્લા પડી જતા બઘવાઈ ગયેલ ભાજપા સરકારના મંત્રીઓ જે રીતે લીપાપોથી કરવા માટે પત્રકાર પરિષદમાં જુદી જુદી વાતો કરી પણ સત્ય હકિકત અંગે એકપણ જવાબ ન આપ્યો.
• જીઆઈડીસીના ભ્રષ્ટાચાર મુદ્દે હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટના સીટીંગ જજ પાસે તપાસ કરાવવાની પુનઃ માંગ કરતા શક્તિ ગોહિલ.
જીઆઈડીસીના અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના કચ્ચાચિઠ્ઠા ખુલ્લા પડી જતાં બઘવાઈ ગયેલ ભાજપ સરકારના મંત્રીઓએ જે રીતે લીપાપોથી કરવા માટે પત્રકાર પરિષદમાં જુદી જુદી વાતો કરી પણ સત્ય હકીકત અંગે એકપણ જવાબ ન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે સરકારને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, સરકારના હાથ ચોખ્ખા હોય તો જીઆઈડીસીના પ્રકરણની હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટના સીટીંગ જજ પાસે તપાસ કરાવે. જો કમીટી કહે કે બધું યોગ્ય છે તો તેનો ખર્ચ કોંગ્રેસ પક્ષ ભોગવશે અને જો કમીટી કહે કે ગડબડ થઈ છે તો ભાજપ સરકાર જવાબદારી સ્વીકારે. જીઆઈડીસીના ષડયંત્ર દ્વારા અબજો રૂપિયાનું સરકારી તિજોરીમાં નુકસાન થવાનું એ વિશે વાત કરી હતી. આજે બે મંત્રીઓ અને એક અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી, હું આભાર માનીશ એમનો કે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી. મને આનંદ થાત કે આ બે મંત્રીઓ અને મંત્રીઓની વિગત ઓછી પડી તો એક અધિકારીને પણ ઈન્વોલ્વ કર્યા છે. કોંગ્રેસના એકપણ પ્રશ્નનો એક પણ સાચો ઉત્તર એમણે નથી આપ્યો. ગઈ કાલે મેં કહ્યું હતું ઈલેક્શન ડીક્લેર થઈ ગયું છે એટલે જે ઓર્ડર છે તે કેટલીક જગ્યાએ નથી થયો. આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો. મંત્રી વારંવાર કહે છે, સાયખામાં પ્લોટ હજી આપ્યો નથી, પછી ધીમે રહીને બોલે છે દહેજમાં થોડા પ્લોટ આપ્યાં છે. દહેજ અને સાયખા બન્નેમાં મારો પ્રશ્ન હતો. મારો પ્રશ્ન માત્ર સાયખા માટેનો ન હતો. મેં કહ્યું હતું કે અમુક ષડયંત્ર પ્રોસેસમાં છે. કારણ કે ઈલેક્શન ડીક્લેર થઈ ગયું હતું, આચારસંહિતા હતી. તો દહેજમાં અપાયા છે આ કેમેરાની આંખ પર જ્યાં એ પ્રેસ કોન્ફરન્સમાં સ્વિકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યાં છે. મારી સીધી માંગણી હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ ? ૨,૭૭૦ રૂપિયામાં શા માટે આપો છો તમે ? જ્યારે સુપ્રિમકોર્ટે કહ્યું છે કે કોઈપણ નેચરલ રીસોર્સીસ કે કોઈપણ પ્રજાની સંપત્તિ એક ઈંચ પણ આપવાનો સવાલ આવે તો વધારેમાં વધારે રૂપિયા કેમ મળે ? એ જોવું જોઈએ. આ સ્પષ્ટ આદેશ સુપ્રિમ કોર્ટનો હોવા છતાં મંત્રીએટલું બોલે છે કે આ તો નફો કરવા માટે નથી. હું માનું છું કે જીઆઈડીસી નફો કરવા માટે નથી પરંતુ વિકસીત જ્યાં થઈ ગયું ત્યાંથી હરાજીના પૈસા આવે તો જે નાના અવિકસીત વિસ્તારો છે જેમ કે ચુંટણી સમયે તળાજામાં કહ્યું હતું, જેમ કે વલ્લભીપુરમાં કહ્યું હતું, જેમ નખત્રાણામાં કહ્યું હતું, આવા નાના ટાઉનપ્લેસ પર જે જીઆઈડીસીઓ બનાવવાની થાય એમાં એ જીઆઈડીસીઓ બનાવે ત્યારે પૈસાની જરૂર પડે એ આવી જગ્યાએ હરાજી કરી હોય એ રૂપિયા ત્યાં વાપરી શકાય અને એનો વિકાસ થઈ શકે. સરકાર જો બેઠા ભાવે અબજો રૂપિયા મળે એમ છે ત્યાં સસ્તામાં પ્લોટ આપી દે તો અવિકસીત વિસ્તારોમાં નવી જીઆઈડીસી બનાવવા નાણાં જોઈએ એ નાણાં અપાય જ નહીં. બીજી એક મહત્વની વાત અરજીઓથી આપવાની નીતિ જુની હતી, વાત સાચી છે ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી ? જે જગ્યાએ ઉદ્યોગ જતો ન હતો ત્યાં સમતુલીત વિકાસ કરવા માટે એવી જગ્યાએ રીમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે. ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકારો છે એને સુવિધાઓ મળે. વિશ્વકર્મા સમાજના ઓને લાભ મળે એટલે આપવામાં આવતા. માંગ વધારે થાય ત્યાં હરાજી ભુતકાળમાં પણ થતી હતી. હવે તો સુપ્રિમ કોર્ટે કહી દીધું કે કોઈપણ પ્રજાની માલિકીની મિલકત હું માંગુ ને તુ આપ આમ નહીં. જાહેર હરાજી કરવી જ જોઈએ. આ સુપ્રિમકોર્ટ કહ્યું. આજે મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી એટલે કહું છું. ગયા મહિને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સાહેબની ડીવીઝન ્ચ, બે જજ સાહેબઓનો આ નિર્ણય આવ્યો. રીટ પીટીશન ૯૪/૨૦૨૨માં એક જાહેર હિતની અરજી દાખલ થઈ હતી કે જે જીઆઈડીસીએ જાહેર હરાજી વગર સરીગામ, તાલુકો ઉમરગામ, જીલ્લો વલસાડમાં ૩૪,૭૩૩ સ્કવેર મીટર અને સર્વે નંબર ૨૧૬૫માં અને સર્વે નંબર ૨૧૪૭, ૨૧૪૭ની આ જમીન ૩૪,૭૪૩ એના જુદા જુદા પ્લોટ વગર હરાજીએ જીઆઈડીસીએ માત્ર અરજી લઈને આપી દીધા હતા માટે આ પી.આઈ.એલ. થઈ હતી. ગયા મહિને જ આ પી.આઈ.એલ.માં જે ગુજરાત નામદાર હાઈકોર્ટની ડીવીઝન ્ચે જીઆઈડીસીને લપડાક મારી અને જે કાગળ ઉપર અરજી લઈને સોદો થયો હતો એને રદ કર્યો અને મેઈન કારણ એ હતું કે કોમ્પીટીટીવ બીડ અને ટ્રાન્સ્પરન્સી એ પાયાનો સિધ્ધાંત છે એ પારદર્શકતા હોવી જોઈએ અને સ્પર્ધાત્મક બીડ હોવું જોઈએ. આ નથી કર્યું એમ કરીને આમાં પણ રદ કરવામાં આવી છે. તો મારો સીધો સવાલ પહેલો એ છે કે બન્ને મંત્રીઓ કે તમે સોગંદ ખાઈને મંત્રી બન્યાં છો કે બંધારણને વફાદાર રહેવાનો, પ્રજાના માટે વફાદારીના, સત્ય માટેના તો પછી સુપ્રિમ કોર્ટે કહી દીધું છે કે વગર હરાજીએ એક ઈંચ જગ્યા નહીં આપવાની તો તમારી પોલીસી ગુજરાતની તો ભુતકાળ શું કામ જુઓ છો. ત્યારે અવિકસીત હતું ઈન્ડસ્ટ્રીયલ રીતે ત્યારે કોઈ સુપ્રિમકોર્ટનો હુકમ ન હતો. હવે સુપ્રિમકોર્ટનો હુકમ છે કે જાહેર હરાજી સિવાય ન અપાય તો શું કામ આપો છો કરોને ખુલાસો. મારો બીજો સવાલ છે બન્ને મંત્રીઓમાંથી કોઈએ પણ વાસ્તવિકતાની વાત નથી કરી. સાયખા અને દહેજ એમાં પહેલા તમે જેને પુરેપુરો સંતૃપ્ત ઝોન, સેચ્યુરેટેડ ઝોન કહી દીધો હતો એ પછી કેમીકલ ઝોન અને મીકેનીકલ ઝોન એમ જુદું પાડવું અને ફાયદો આપવો અને પછી એમ કહે આ બન્ને એક કરી દેવાના છે. શું લોજીક હતું ? મંત્રીશું કહે છે ? અમને ત્યાંથી રજૂઆત આવી. અરે તમે શું રજૂઆત ઉપર નીતિ નક્કી કરો છો. રજૂઆત એટલે શું ? નાણાંના કોથળા આવ્યા કે હરાજી નહિ અરજીના આધાર ઉપર કરો તો અબજો રૂપિયા મળશે. એટલે રજૂઆતના આધાર ઉપર જેને સંતૃપ્ત ઝોન હતો તેને કે જ્યાં ફરજીયાત હરાજી કરવી પડે એના બદલે અરજીઓ ઉપર એટલા માટે તમે નીતિ ફેરવી. શા માટે કેવી રીતે થઇ શકે આખું યુનીટ છે. એ યુનીટ પૈકી તમે અલગ ઝોન બનાવો છો કેમિકલનો. કેમિકલ માટે બનાવેલ ઝોન સંતૃપ્ત છે. ૯૦% કરતાં વધારે ત્યાં ડેવલોપમેન્ટ થઇ ગયું છે. ત્યાં હરાજી જ કરવી પડે આ અંગે સૌ મૌન રહે છે. તો તમારું બોર્ડ છે. એ બોર્ડને પાંચ મહિના પછી બુદ્ધિ આવી. પાંચ મહિના પહેલા કહે છે ના આ કેમીકલ ઝોન છે. આ અલગ છે બંને ભેગું ના ગણાય. આ સંતૃપ્ત ઝોન ગણાય જાહેર હરાજી જ કરવી પડે અને પાંચ મહિના પછી વહીવટ થઇ જાય. અરજી આવે એટલે ના ના ના આ સંતૃપ્ત નથી હવે બંને ને ભેગુ કરી દો એટલે સંતૃપ્ત નથી. અને હવે જાહેર હરાજી નહિ કરવાની અરજીના આધાર ઉપર આપવાનું. આનો જવાબ છે એમની પાસે ? ક્યાંય જવાબ નથી. આજે હું ફરી કહું છુ કે જો ચોખ્ખા હાથ હોય તો હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના સીટીંગ જજ સાહેબ મારફત આ પ્રકરણની ઇન્કવાયરી કરાવો અને જો હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટના જજ સાહેબ કહી દે કે આ બધું સબ-સલામત છે, જનહિતમાં છે. કઈ ખોટું નથી થયું તો એ જે કમિશન બેસે એ કમિશનનો જેટલો ખર્ચ થશે એ પ્રજા ઉપર નહિ કોંગ્રેસ પાર્ટી પોતે ભોગવશે. અને જો એ કમિશન એમ કહે કે આ ચોર છે તો ભાજપ સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે. ચેલેન્જ સ્વીકારે જો એ સાચા હોય તો. હક્કીકતમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને પછી લીપાપોથી કરે છે. એનો આ ઉત્તમ દાખલો છે. અને મેં આપને કહયું એમ આ એજ જીઆઈડીસી છે જેને વગર હરાજીએ આપેલ પ્લોટ તાજેતરમાં જ પી.આઈ.એલ.માં નામદાર ગુજરાત કોર્ટે પણ રદ્દ કર્યો છે અને ત્યારે સરકારનો આ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર છુપાવવામાં પણ સફળ નથી થઈ શકતા એ હકીકત માટે એમણે જે લીપાપોથી કરી એના કારણે આ સ્પષ્ટતા કરવાની જરૂર પડી.
——- ૧૬–૬–૨૦૨૪
• ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ થયો.
જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે ૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ
• ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.
ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસી(Gujarat Industrial Development Corporation)માં પ્રથમ તબક્કે ૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ અને સિલસિલાબંધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.
આઝાદી પછી જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા. જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું. ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.
આપણા રાજ્યમાં નાના-નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે, સ્થાનિકોને રોજી મળે તથા ઉદ્યોગોનો સંતુલિત વિકાસ થાય તે માટે જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી હતી. ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં અનેક અવિકસિત વિસ્તારોમાં નાની મોટી જીઆઈડીસી પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવી હતી. આવા પ્રકારની જીઆઈડીસીઓ બનવાના કારણે અનેક નાના ઉદ્યોગકારો તથા વિશ્વકર્મા સમાજના ઓને ઉદ્યોગ કરવા માટેની તકો મળી અને સ્થાનિકોને રોજી પણ મળી હતી. ભાજપ સરકારે આ જીઆઈડીસીનો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદા કરવાના બદલે હેતુફેર કરી કરીને માનીતાઓને મિલ્કતો પધરાવીને કરોડો રૂપિયા પેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે તેનો એક ખૂબ મોટો કિસ્સો આજે બહાર આવ્યો છે.
ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પહેલે તબક્કે ૩ અબજ અને ૫૦ કરોડ તથા બીજા તબક્કામાં ૧૨ અબજ અને ૨૦ કરોડથી વધારેના ભ્રષ્ટાચારના જે ષડયંત્ર કર્યા છે તેની સિલસિલાબંધ વિગતો પ્રેસ અને મીડિયામાં શક્તિ ગોહિલે આપી હતી.
જીઆઈડીસીને અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી/ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે જીઆઈડીસી વિકસિત બને અને ૯૦% પ્લોટ ફળવાય ત્યારે એ જીઆઈડીસીને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે અને આવા સેચ્યુરેટેડ ઝોનમાં બેઠા ભાવે નહીં પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં ૨૦% ઉમેરીને ત્યારબાદ જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.
ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. ૨,૮૪૫ પ્રતિ ચો.મી. છે. અરજીઓ મંગાવ્યા બાદ તા. ૨૭-૭-૨૦૨૩ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને જીઆઈડીસીએ કહ્યું કે નિગમની ૫૧૮મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો. એટલે કે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ જે કંઈ અરજીઓ તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ માંગવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવે છે અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં ૨૦% ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં. આ પ્રકારનો પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજીઓ આવી હતી એ બધા સાથે ખૂબ મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ જે ભ્રષ્ટાચારનું ષડયંત્ર બન્યું તે એ મુજબ છે કે જો હરાજી કરવામાં આવે તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. થોડા સમય પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં એશિયન પેઈન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદવામાં આવ્યો તેની કિંમત રૂ. ૮,૦૦૦થી વધારે તેને ચૂકવવી પડી હતી. દહેજ અને સાયખા કરતાં વધારે અંદર આવેલા અને પૂરતી સુવિધા નહીં ધરાવતા વિસ્તાર એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ ૬,૦૦૦ થી ૭,૫૦૦ હજાર રૂપિયાનો ભાવ કેમિકલ ઝોનમાં પ્લોટનો ૨૦૨૨માં હરાજીમાં સરકારને પ્રાપ્ત થયો હતો. તો અહીં હરાજી થાય તો ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી.ના મળે. આ રીતે જો જાહેર હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તે ૫ લાખ ચો.મી. અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન આપવાની થાય. અને આમ સરકારને ખૂબ સારી આવક સરકારને થઈ શકે પરંતુ ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઈડીસીએ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી એ પરિપત્રને માત્ર છ જ મહિનામાં એટલે કે તા. ૮-૨-૨૦૨૪ના રોજ ઉલટાવી નાંખીને એવો પરિપત્ર કર્યો કે દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને હવે અનસેચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવામાં આવે છે અને પરિપત્રનો સીધો અર્થ એ થઈ ગયો કે હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી. ઉપજવાના હોય ત્યાં માત્ર રૂપિયા ૨,૮૪૫ પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય અને આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા. આના કારણે જે ૫ લાખ ૨૫ હજાર ચો.મી. જમીન પહેલા ફેઝમાં આપવાની થાય જેના કારણે સરકારની તિજોરી ઉપર ૩ અબજ ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન આવે અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન એટલે ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થાય. આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફ.આઈ.આર. કરવામાં આવે.
(૧) નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને પણ આપવી નહીં છતાં જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી ? (૨) અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે ? (૩) નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે. (૪) ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે.
———
૬-૦૬-૨૦૨૪
· રાજ્યની દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સતત ચાલુ…રાજ્ય સરકાર ડૂબી મરે…
· ભગવાનો ઠેકો લેનારાઓ પહેલા ભગવા કપડાધારીઓ દ્વારા આચરાતા કુકર્મો બંધ કરાવે….
· ભગવા કપડાધારીઓ પૈકીના અનેકનો ભગવો રંગ ઉતરી રહ્યો છે ત્યારે ભાજપાનો ચડી રહ્યો છે આ સંકેત સારા નથી.
દિવસે ને દિવસે સ્વામિનારાયણ ગુરુકુળોમાં સંચાલક/સાધુઓ ઉપર દુષ્કર્મની ફરિયાદો વધી રહી છે, પીડિત બાળકો/મહિલાઓ ન્યાય માટે પોલીસ કચેરીઓમાં ભટકે છે, મીડિયા આવી ઘટનાઓને અંજાબ આપનારાઓને ખુલ્લા પડવાની પવિત્ર ફરજ અદા કરે છે.. પરંતુ સરકાર અને તંત્ર સાથે હુફાળા સબંધોને કારણે તેને દબાવી દેવડાવવામા હવસખોરો સફળ થાય છે.
હક્કત એ છે કે દુષ્કર્મના ગંભીર અપરાધો માટે ભાજપા સરકાર અને હવસખોરો એક બીજાના પૂરક છે એટલે જ ગુનેગારો નિર્ભય છે…અને કહેવાતો સાધુ સમાજ અને ભદ્ર સમાજના જવાબદાર લોકો મૌન ધારણ કરીને બેઠો છે …ઉપરાંત મહિલા દુષ્કર્મ જેવા ગંભીર ગુના સામે લડતા વિપક્ષને નબળુ સમર્થન એ રાજ્યનું સૌથી મોટું દુર્ભાગ્ય છે..
ગુજરાતમાં સમયાંતરે અનેક મહિલાઓ દુષ્કર્મનો અને બળાત્કારનો ભોગ બનતી રહે છે…. પરંતુ સત્તા પક્ષના સાંસદો/ધારાસભ્યો/ સંપ્રદાયોના વડાઓ/ સમાજના ધનના ઢગલાથી ઊભા કરાયેલ “ધામો”ના વડાઓ/ ધર્મ સંસ્થાઓના ગાદીપતિઓ/વિદ્યાધામોના આચાર્યો / કોર્પોરેટ્સ કે સમાજના કહેવાતા ભદ્ર સમાજના આજ્ઞાંકિત વિદ્વાનો પૈકી કોઈએ ક્યારેય નિંદા કરતુ કોઇ નિવેદન ન કર્યું કે ન સરકારની મહિલા સુરક્ષાની કાર્ય પદ્ધતિ ઉપર સવાલ કર્યા..
ધાર્મિક સેવા /ધર્મ /શિક્ષણ ક્ષેત્ર કે કોઈપણ ખૂણે આ હવસખોર બાવા/સાધુ/ વ્યક્તિને ઉર્જા કોણ ભરે છે ? રાજ્ય સરકારને મારી જાહેર જનતા માટે માંગ છે કે કોઈપણ સંપ્રદાય / ધર્મ સંસ્થા/ગુરુકુળોમાં ઘટતી મહિલા દુષ્કર્મ ઘટનાની ફરિયાદ માટે જે તે સંસ્થાના વડા/ટ્રસ્ટીઓને પણ દુષ્કર્મ જેટલા જ ગુનાના ભાગીદાર ગણીને તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને મારી પ્રાર્થના છે કે રાજ્ય સરકાર દ્વારા આવી ઘટનાઓ હરહાલતમાં અટકાવવામાં આવે..
————
૧૬–૬–૨૦૨૪
• ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રનો પર્દાફાશ થયો.
જીઆઈડીસીમાં પ્રથમ તબક્કે ૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ
• ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.
ભારતીય જનતા પાર્ટીના જીઆઈડીસી(Gujarat Industrial Development Corporation)માં પ્રથમ તબક્કે ૩ અબજ ૫૦ કરોડ રૂપિયા અને બીજા તબક્કામાં ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ અને સિલસિલાબંધ હકીકતો પ્રેસ અને મીડિયાને આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર અણઆવડત અને ભયંકર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયે કહેતી હતી કે “ભરોસાની ભાજપ” તે હવે “ભ્રષ્ટાચારની ભાજપ” બની છે.
આઝાદી પછી જનસેવા, જનકલ્યાણ અને સંતુલિત વિકાસ માટે જાહેર સાહસો બનાવવામાં આવ્યા હતા. જનસેવાની સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને થતું હતું. ભાજપ દ્વારા આ જાહેર સાહસો એ જનસેવાનું સાધન નહીં પરંતુ જથ્થાબંધ ભ્રષ્ટાચાર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.
આપણા રાજ્યમાં નાના-નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે, સ્થાનિકોને રોજી મળે તથા ઉદ્યોગોનો સંતુલિત વિકાસ થાય તે માટે જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી હતી. ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં અનેક અવિકસિત વિસ્તારોમાં નાની મોટી જીઆઈડીસી પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવી હતી. આવા પ્રકારની જીઆઈડીસીઓ બનવાના કારણે અનેક નાના ઉદ્યોગકારો તથા વિશ્વકર્મા સમાજના ઓને ઉદ્યોગ કરવા માટેની તકો મળી અને સ્થાનિકોને રોજી પણ મળી હતી. ભાજપ સરકારે આ જીઆઈડીસીનો લાભ આપવા કે સંતુલિત વિકાસ કે નાના માણસોને ફાયદા કરવાના બદલે હેતુફેર કરી કરીને માનીતાઓને મિલ્કતો પધરાવીને કરોડો રૂપિયા પેદા કરીને ભ્રષ્ટાચાર કર્યો છે તેનો એક ખૂબ મોટો કિસ્સો આજે બહાર આવ્યો છે.
ભાજપ સરકારે દહેજ અને સાયખા ઔદ્યોગિક ઝોનમાં પહેલે તબક્કે ૩ અબજ અને ૫૦ કરોડ તથા બીજા તબક્કામાં ૧૨ અબજ અને ૨૦ કરોડથી વધારેના ભ્રષ્ટાચારના જે ષડયંત્ર કર્યા છે તેની સિલસિલાબંધ વિગતો પ્રેસ અને મીડિયામાં શક્તિ ગોહિલે આપી હતી.
જીઆઈડીસીને અવિકસિત વિસ્તારમાં સ્થાપીને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પ્લોટ જંત્રી/ઔદ્યોગિક દરથી આપવામાં આવતા હતા. જ્યારે જીઆઈડીસી વિકસિત બને અને ૯૦% પ્લોટ ફળવાય ત્યારે એ જીઆઈડીસીને સેચ્યુરેટેડ (સંતૃપ્ત ઝોન) તરીકે જાહેર કરવાની એક સ્થાપિત નીતિ ગુજરાતમાં રહી છે અને આવા સેચ્યુરેટેડ ઝોનમાં બેઠા ભાવે નહીં પરંતુ જે ઔદ્યોગિક ભાવ એ જંત્રીનો ભાવ હોય તેમાં ૨૦% ઉમેરીને ત્યારબાદ જાહેર હરાજીથી જ પ્લોટ ફાળવી શકાય.
ભ્રષ્ટાચાર માટેના ષડયંત્રની શરૂઆત એ રીતે થાય છે કે તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ દહેજ અને સાયખામાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવવા માટે જીઆઈડીસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી અને ત્યાંનો બેઠો ભાવ રૂ. ૨,૮૪૫ પ્રતિ ચો.મી. છે. અરજીઓ મંગાવ્યા બાદ તા. ૨૭-૭-૨૦૨૩ના રોજ એક પરિપત્ર એટલે કે માત્ર ત્રણ મહિનામાં જ પરિપત્ર કરીને જીઆઈડીસીએ કહ્યું કે નિગમની ૫૧૮મી નિયામક મંડળની સભામાં નક્કી થયું છે કે દહેજ અને સાયખાએ સેચ્યુરેટેડ ઝોનમાં ગણવો. એટલે કે બેઠા ભાવે જમીન ફાળવી શકાય નહીં અને અગાઉ જે કંઈ અરજીઓ તા. ૨૪-૪-૨૦૨૩ના રોજ માંગવામાં આવી હતી તે રદ્દ કરવામાં આવે છે અને હવે જે કોઈ જંત્રી/ઔદ્યોગિક દર છે તેમાં ૨૦% ઉમેરીને પછી જાહેર હરાજીથી જ પ્લોટ ફળવાશે તથા નિયમ મુજબ સંપૂર્ણ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી લેનારને નામે પ્લોટ તબદીલ થશે નહીં. આ પ્રકારનો પરિપત્ર કર્યા બાદ જે જૂની અરજીઓ આવી હતી એ બધા સાથે ખૂબ મોટાપાયે વાટાઘાટો અને વહીવટ થયા બાદ જે ભ્રષ્ટાચારનું ષડયંત્ર બન્યું તે એ મુજબ છે કે જો હરાજી કરવામાં આવે તો આ વિસ્તારમાં એક ચો.મી.ના ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ઊભા થાય તેવી પરિસ્થિતિ છે. થોડા સમય પહેલાં એટલે કે એક વર્ષ પહેલાં એશિયન પેઈન્ટ્સ દ્વારા આ જ વિસ્તારમાં પ્લોટ ખરીદવામાં આવ્યો તેની કિંમત રૂ. ૮,૦૦૦થી વધારે તેને ચૂકવવી પડી હતી. દહેજ અને સાયખા કરતાં વધારે અંદર આવેલા અને પૂરતી સુવિધા નહીં ધરાવતા વિસ્તાર એવા ઝઘડિયા અને પાનોલીમાં પણ ૬,૦૦૦ થી ૭,૫૦૦ હજાર રૂપિયાનો ભાવ કેમિકલ ઝોનમાં પ્લોટનો ૨૦૨૨માં હરાજીમાં સરકારને પ્રાપ્ત થયો હતો. તો અહીં હરાજી થાય તો ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી.ના મળે. આ રીતે જો જાહેર હરાજી થાય તો જે પ્લોટની જમીનોની હરાજી કરવાની થાય છે તે ૫ લાખ ચો.મી. અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન આપવાની થાય. અને આમ સરકારને ખૂબ સારી આવક સરકારને થઈ શકે પરંતુ ષડયંત્રના ભાગરૂપે બધા સાથે મોટો વહીવટ કરીને જીઆઈડીસીએ જે વિસ્તારને સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો અને જ્યાં જમીન માત્ર જાહેર હરાજીથી જ આપી શકાય એમ હતી એ પરિપત્રને માત્ર છ જ મહિનામાં એટલે કે તા. ૮-૨-૨૦૨૪ના રોજ ઉલટાવી નાંખીને એવો પરિપત્ર કર્યો કે દહેજ અને સાયખામાં આવેલા કેમિકલ ઝોનને હવે અનસેચ્યુરેટેડ તરીકે જાહેર કરી દેવામાં આવે છે અને પરિપત્રનો સીધો અર્થ એ થઈ ગયો કે હવે પ્લોટોની હરાજી નહીં કરવાની અને ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ચો.મી. ઉપજવાના હોય ત્યાં માત્ર રૂપિયા ૨,૮૪૫ પ્રતિ ચો.મી.નો ભાવ ગણીને બેઠા ભાવે અરજીઓ ગણીને આપી શકાય અને આ માટેના બધા અધિકારો પણ પરિપત્ર દ્વારા જીઆઈડીસીના ઉપાધ્યક્ષને આપી દેવામાં આવ્યા. આના કારણે જે ૫ લાખ ૨૫ હજાર ચો.મી. જમીન પહેલા ફેઝમાં આપવાની થાય જેના કારણે સરકારની તિજોરી ઉપર ૩ અબજ ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન આવે અને બીજા ફેઝમાં ૨૦ લાખ ચો.મી. જમીન એટલે ૧૨ અબજ ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન સરકારને થાય. આ એક વ્યવસ્થિત ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે અને એટલા માટે અમારી માંગણી છે કે માત્ર છ જ મહિનામાં સેચ્યુરેટેડ ઝોનમાંથી અનસેચ્યુરેટેડ ઝોન કરવાનું મુખ્ય કાવતરું કરનાર સામે એફ.આઈ.આર. કરવામાં આવે.
(૧) નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પેક્ટ્રમ અલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ અપાયો છે કે સરકારોએ કોઈપણ જમીન કે મિલકત હરાજી વગર કોઈને પણ આપવી નહીં છતાં જીઆઈડીસીએ અરજીઓ વગર હરાજી માટેની શા માટે મંગાવી ? (૨) અને બેઠા દરે જમીનો ફાળવી દેવાનું ગુજરાતમાં હજી પણ ષડયંત્ર કેમ ચાલે છે ? (૩) નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ મારફત સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે. (૪) ઈડીને જીઆઈડીસીમાં મોકલવામાં આવે અને મની લોન્ડરિંગ અંગેનો કેસ દાખલ કરવામાં આવે. જીઆઈડીસીના નિયામક મંડળના સભ્યોની મિલકતની તપાસ ઈડી, ઈન્કમટેક્સ અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે અને આ તપાસને પારદર્શક રાખીને ગુજરાતના લોકોને હકીકતોથી વાકેફ કરવામાં આવે.
——-
૧૪-૦૬-૨૦૨૪
· NEET માં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહોતી. ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે, પેપર લીંક થયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
· પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠ જેમાં ‘પૈસા દો, પેપર લો’ નો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહીNEET માં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહોતી. ગોટાળો થયો છે, ગેરરીતિ થઈ છે, પેપર લીંક થયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીના ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, NEET આપનાર ૨૪ લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહ્યું છે. NEETમાં માર્ક્સ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થાય છે. પરીક્ષા કેન્દ્ર અને કોચીંગ કલાસના સાંઠ ગાંઠ જેમાં ‘પૈસા દો, પેપર લો’ નો ખેલ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર એનરીએ (NTA) ના ખભા પર ભાર નાખીને જવાબદારી અને જવાબદેહીથી ભાગી રહી છે. શું NEET નું પેપર લીંક થયું હતું ? શું તેની તપાસ થઈ ? જો પેપર લીકની વાત સાચી ન હોય તો, પછી બિહાર પટણામાં FIR દાખલ થઈ, ૧૯ જણાની ધરપકડ કરવામાં આવી તેઓએ સ્પષ્ટ કહ્યું કે અમોને NEET પ્રશ્નપત્ર જવાબ સાથે આપી દેવામાં આવ્યું હતું તો પછી આ સમગ્ર બાબતે NTA અને કેન્દ્ર સરકાર કેમ ગંભીર નથી ? શા માટે છુપાવી રહ્યાં છે? પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ ? ૨૪ લાખ વિદ્યાર્થીઓ NEET આપે છે ત્યારે માર્કસ અને રેંકના આ ખેલમાં સફળતા માટે રાત દિવસ મહેનત કરનારના ભવિષ્ય સાથે રમત રમાઈ છે. દેશમાં NEET ના કૌભાંડ, ગોલમાલ, કોના સંતાનોના ફાયદા માટે, બરોડામાં કેટલા સમયથી ગોઠવણ થતી હતી ? માલેતુજારના લોકોના છોકરાઓને ડોક્ટર બનાવવા આ કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કેમ મૌન છે ? ગુજરાતમાં ગોધરા સહિતની શાળામાં થયેલ NEET કૌભાંડમાં શાળા અને વડોદરાના કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સહિતના મુદ્દે બીજા ક્યા ક્યા મોટા મોટા માથા સંકળાયેલા છે ? બીજી કઈ શાળાઓમાં સમગ્ર ગોઠવણો ગેરરીતી ચાલતી હતી ? NEET માટે રજિસ્ટ્રેશન ૯/૦૨/૨૦૨૪ થી ૯/૦૩/૨૦૨૪ જે પાછળથી ખાસ કિસ્સામાં ૧૬/૦૩/૨૦૨૪ રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી ? NEET પરિણામ ૧૦ દિવસ પહેલા આપવા પાછળ NTA સત્તાધીશો કેમ જવાબ આપતા નથી ? લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને NEET ના પરિણામની ગેરરીતી-ગોટાળા છુપાવવાની યોજના કોણે ઘડી ? ‘પરીક્ષા પે ચર્ચા’ કરતા પ્રધાનમંત્રી ૨૪ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી NEET માટે ક્યારે ચર્ચા કરશે ? NTA એ સુપ્રિમકોર્ટમાં નોર્મલાઈઝેશનની આપેલી પ્રથમ વખતના જવાબની થિયરી કોના ફાયદા માટે અને કોના બચાવ માટે હતી ? સમગ્ર NEET માં થયેલ ગેરરીતિ, ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રિમકોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે.
———–
૧૩-૦૬-૨૦૨૪
ગુજરાતનાં લાખો લોકોને જનઆશીર્વાદ મેળવી ભવ્ય વિજય મેળવનાર સાંસદગેની ઠાકોરના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારીઅને વરિષ્ઠ સાંસદમુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે ગેનીની જીતના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ઉમ્મીદ સાથે જોશ-ઉત્સાહમાં વધારો થયો છે. બનાસકાંઠાથી ગેની ઠાકોર ચૂંટણી જીતે એનો મતલબ પથ્થર પર ફૂલ ખીલવા સમાન આ જીત છે. કોંગ્રેસ પક્ષને આશા હતી કે અમે વધારે બેઠકો જીતીશું, પરંતુ માત્ર એક જ બેઠક મળી. છતાં કોંગ્રેસ દિલ્હીની સંસદમાં ગુજરાતનો અવાજ મજબૂતાઈથી રજુ કરીશું. ૨૫ બેઠકો હારવા પાછળ કયા કારણો હતા કે જેના કારણે માત્ર એક જ બેઠક આવી એનું ચિંતન કોંગ્રેસ પક્ષ કરશે. જ્યાં અપેક્ષા મુજબના પરિણામો ના મળ્યા એ અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષમલ્લિકાર્જુન ખડગે સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. આગામી યોજાનાર ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અત્યારથી તૈયારીઓમાં લાગી જવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ એડવાઈઝરી બેઠક બોલાવી વરિષ્ઠ નેતાઓ જવાબદારી આપવામાં આવશે. લોકસભા કરતા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારી કરાશે. જ્યાં વિવાદ હોય ત્યાં વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષથી લોકસભામાં માત્ર એક જ વિચારધારા પહોચતી હતી. ગેની ઠાકોર થકી અસલી સરદાર-ગાંધીની વિચારધારા પહોચશે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખઅને રાજ્યસભા સાંસદશક્તિ ગોહિલએ નવનિર્વાચિત સાંસદગેનીને અભિનંદન આપતા જણાવ્યું કે ગુજરાતનાં તમામ વર્ગ, જ્ઞાતિ-જાતિના લોકોએ કોંગ્રેસ પક્ષને અને ગેનીને જનસમર્થન-જનઆશીર્વાદ આપ્યા છે. આજનો સન્માન સમારોહ ત્રિવેણી સંગમ જેવો છે. ગેનીનાં સન્માનની સાથેસાથે લોકસભા ચૂંટણીમાં જેમણે તન-મન-ધનથી કાર્ય કરનાર કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો, જિલ્લા પ્રમુખઓ અને લોકસભાનાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારઓનાં પણ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું સંગઠન માળખામાં મારો એ સારો નહીં, કામ કરે એજ સારો એવું ચાલશે.જેને માળખામાં રહેવું હોય એ પોતાનો બાયોડેટા આપે અને બાયોડેટા આવ્યા હશે એમને ત્રણ મહિના સુધી જિલ્લા પંચાયત બેઠક સુધી જમીની કામ આપવામાં આવશે. મારી નજીક હશે તો પણ હોદ્દેદાર બનાવવામાં નહીં આવે. જમીનીસ્તર પર કામ કરશે એને જ સંગઠનમાં સ્થાન મળશે. કોંગ્રેસ પક્ષમાં કોઇ જૂથ નથી, અમે તમામ નેતાઓ પાંચ પાંડવોની જેમ બેઠા છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા, જનનાયકરાહુલ ગાંધીએ ૪૦૦૦ કિ.મી. થી વધુની ઐતહાસિક ‘ભારત જોડો પદયાત્રા’ કરી ત્યારબાદ ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા દેશના લાખો નાગરિકો મળીને તેમની વ્યથા-વેદના અને સમસ્યાઓ સાંભળી જે કોંગ્રેસ પક્ષના ન્યાય સંકલ્પમાં જોવા મળી હતી. ટકી ન શકે તેવા તદ્દન ક્ષુલ્લક મુદ્દાને આધારે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યાં. તેમ છતાં વિપરીત પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સમગ્ર દેશમાં અને ગુજરાતમાં મજબૂતીથી લડાઈ આપી કોંગ્રેસ પક્ષે ખૂબ સારી ટક્કર આપી તથા ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસ પક્ષ અને ઈન્ડિયા ગઠબંધનને ખૂબ જ સરસ જનસમર્થન આપેલ છે. ૧૦ વર્ષ બાદ આપણા મતોની ટકાવારી દેશ તથા ગુજરાતમાં ખૂબ જ વધી છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે લડાયેલ આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના અહંકારને જનતાએ હરાવ્યો છે
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં બનાસકાંઠાના સાંસદગેની ઠાકોરએ જણાવ્યું હતું કે આજના ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં સર્વેનો આભાર વ્યક્ત કરું છું.બનાસકાંઠાની જનતાએ ભાજપની હેટ્રીક રોકીને એક ભગીરથ કાર્ય કર્યું. કોંગ્રેસના દરેક કાર્યકરે તન-મન-ધનથી કામ કર્યું તેના માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પ્રગટ કરું છું. બનાસકાંઠાની જનતા જાણે છે કે જ્યારે જ્યારે લોકશાહીનું હનન થાય છે. ત્યારે લોકશાહી બચાવવા મત આપે છે. ‘બનાસની ’ તરીકે નાગરિકોએ સૂત્ર આપ્યું અને મતથી મારુ મામેરું ભર્યું. સામ પક્ષે એક વ્યક્તિ લોકોના પરસેવાના પૈસા પાર્ટી માટે વાપરે ત્યારે આવા લોકોને કુદરત પણ માફ કરતું નથી કોંગ્રેસના કાર્યકરોએ સંદેશો છે કે આ તમારા આશીર્વાદ છે ત્યારે સેવાકીય કાર્ય જે કોંગ્રેસે કર્યા છે તે ડબલ તાકાતથી કરીશ.જો ક્યાંય અન્યાય થતો હોય ત્યાં મે કાર્યકર ને ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં બનાસકાંઠાની સાથે સમગ્ર ગુજરાતનાં પ્રાણ પ્રશ્નોને વાચા આપવા પ્રયત્નશીલ રહીશ.
હું માત્ર ૧૮ વર્ષની ઉંમરે ૧૯૯૫ માં ચૂંટણી લડી હતી, પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ૯ ચૂંટણીઓ હું લડી છું. હું આજે જે કંઈપણ છું એ કોંગ્રેસ પાર્ટીને આધીન છું. મેં લોકસભા માટે પ્રથમવાર મત માંગ્યા તો લોકોએ મત અને રૂપિયા બંને આપ્યા. પ્રિયંકા ગાંધીની સભાના કારણે બનાસકાઠામાં કોંગ્રેસ માટે સારું વાતાવરણ બન્યું. બનાસકાંઠાના કોંગ્રેસ કાર્યકરોએ ખંતથી કામ કર્યું.કોંગ્રેસ પાર્ટીનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. આજે હું રાજીનામું આપવા ગઈ ત્યારે આનંદ થયો. મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ કે વિશ્વાસઘાત માટે નહોતું. ભાજપ નેતાઓ ટોણો મારતા હતા કે ઇકો માં આવી જાય એટલા જ કોંગ્રેસના સભ્યો રહી જશે. જો કે ભાજપનું અભિમાન આ વખતે તૂટ્યું છે. અયોધ્યા અને એની આજુબાજુની કોઇ બેઠક ભાજપ ના જીતી શક્યું. ભગવાન રામ ના નામે રાજકારણ થાય એને ક્યારેય સફળતા નથી મળતી.
લોકસભાની ચૂંટણીઓમાં આપણા ગુજરાતમાંથી બનાસકાંઠા લોકસભા ક્ષેત્રથી મતી ગેની ઠાકોર જીત મેળવી છે. આપણા ઉમેદવારઓના અભિવાદન તથા અનેક મુશ્કેલીઓની વચ્ચે ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તાજેતરની ચૂંટણીમાં કરેલ અથાગ પ્રયત્નોની સરાહના કરવાની સાથે અભિનંદન પાઠવવામાં આવે છે. આપતો ઠરાવ પૂર્વ રાજ્ય સભા સાંસદડૉ. અમી યાજ્ઞિકે રજુ કર્યો હતો. આ ઠરાવને ટેકો મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષગીતા પટેલે આપ્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને રોકવા માટે ભાજપા દ્વારા વિવિધ એજન્સીના માધ્યમથી રોકવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. મની, મસલ્સ પાવર અને મશીનરીનો દૂરઉપયોગ ભાજપે સમગ્ર ચૂંટણીમાં કર્યાની અનેક ફરિયાદો મળી છે. ભાજપ પ્રતિશોધની રાજનીતિ કરી રહી છે. તેમ છતાં ભાજપાને ગુજરાત અને દેશની જનતાએ મૂંહતોડ જવાબ આપ્યો છે અને ભાજપાના અહંકારની હાર થઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને ઈન્ડીયા ગઠબંધનને દેશની જનતા અને ગુજરાતની જનતાએ આપેલા જનસમર્થન-જનઆર્શિવાદ માટે આજની બેઠક જનતાનો દિલથી આભાર વ્યક્ત કરતો ઠરાવ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજય ગોહિલે રજુ કર્યો હતો જેને એન.એસ.યુ.આઈ.ના પ્રમુખનરેન્દ્ર સોલંકીએ ટેકો આપ્યો હતો.
પૂ. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પુણ્યભૂમિ પર લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષમલ્લિકાર્જુન ખડગેજી, કોંગ્રેસ સંસદીયદળના નેતાસોનિયા ગાંધી, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા જનનાયક રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી ગુજરાત સંગઠન પ્રભારી-સાંસદમુકુલ વાસનીકજી સતત માર્ગદર્શન અને પ્રચાર પ્રસાર કરી પડકારજનક સમયમાં તમામ કોંગ્રેસજનોનું મનોબળ વધાર્યું. તે બદલ આજની આ બેઠક વિશેષ ધન્યવાદ-આભાર વ્યક્ત કરે છે. સાથોસાથ, સતત સંગઠનમાં માર્ગદર્શન આપ્યુ. એ.આઈ.સી.સી.ના મંત્રીસતત પ્રવાસ કરીને કરેલી કામગીરી બદલ ગુજરાત કોંગ્રેસ આભાર વ્યક્ત કરતો ઠરાવ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ કર્યો હતો જે ઠરાવને કોંગ્રેસના મહામંત્રીનઈમ મીરઝાએ ટેકો જાહેર કર્યો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે બનાસકાંઠાથી ચૂંટાયેલા લોકસભા સાંસદગેની ઠાકોરના અભિવાદન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખભરત સોલંકી, સિધ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર અને એ.આઈ.સી.સી.ના મંત્રીરામકિશન ઓઝાજીએ પ્રાસંગીક ઉદબોધન કરીને સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.
સ્વાગત પ્રવચન ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમારે કર્યું હતું, સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, શહેર-જીલ્લાના પ્રમુખઓ, ધારાસભ્યઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ગેનીને પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો અને ભગવાનની પ્રતિમા આપીને ભવ્ય જીતના અભિનંદન સાથે જુસ્સાભેર સન્માન કરવામાં આવ્યું હતું. તમામ લોકસભાના ઉમેદવારોને મક્કમભેર ચૂંટણી લડવા બદલ પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
—————-
૧૩-૦૬-૨૦૨૪
રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી
તા. 25 જુનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય
અપાવવા શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખજીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડને ૧૪ દિવસ કરતા વધુ સમય થયો, હું ૧૪ દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો, અનેક મીડીયા મિત્રો – પત્રકાર મિત્રો સાથે અગ્નિકાંડ વિશે વાત કરી, અગ્રણી નાગરિકો અને બુધ્ધિજીવીઓને મળ્યા, સમગ્ર રાજકોટનું એકસુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલાકાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખુ રાજકોટ એકસુરે આ વાત કહી રહ્યું છે. રાજકોટના રહેવાસીઓ અને પીડીત પરિવારજનો એવુ એટલા માટે માની રહ્યાં છે કે અગાઉ તક્ષશીલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં કોરોના દરમ્યાન સ્વર્ણ હોસ્પિટલમાં લાગેલ આગમાં આઠ લોકોના મૃત્યુ પામ્યાની ઘટના અને વડોદરાની અગ્નિકાંડની ઘટના આવી એકપણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસુરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં પીડીત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે આ કિસ્સામાં એમને કોઈપણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી.
ગઈકાલે સરકારના એક મંત્રીએ અને એસ.આઈ.ટી.ના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું કે, આ અંગે તપાસ ચાલી રહી છે. ઘટના બન્યાને થોડાક દિવસોમાં એક મહિનો થવા આવશે એમ છતાં આ તપાસમાં એવુ તો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એકપ્રકારે અજાણ છે. અમે ઘટના સ્થળની મુલાકાત લીધી. ત્યારે તમામ લોકોનું એકસુરે કહેવુ હતુ કે સાડા ચાર – પાંચ વાગે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી એસ.આઈ.ટી.નું ઘટન થયું નથી, હજી ઈન્વેસ્ટીગેશનની નિમણુંક થઈ નથી અને એફ.એસ.એલ. ના મિત્રોએ એકપણ પુરાવો કલેક્ટ કર્યો નથી એની પહેલા આખો ક્રાઈમસીન ટોટલ ડીસ્મેન્ટલ કરી નાખ્યો, ડિસ્ટર્બ કરી નાખ્યો, એલ.એલ.બી.ના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોકરક્ષક દળને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈપણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રીત કર્યા ના હોય ત્યાં સુધી આવા ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી. તો આ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે,
(1) કોની સુચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિ. કમિશ્નર અને પોલીસ કમિશ્નરદ્વારા આ ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરવામાં આવ્યો ?
(2)પેટ્રોલીયમ એક્ટ હેઠળ ત્રીસ લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો એ બાબતમાં હજી સુધી એફ.આઈ.આર.માં કલમ વધારાનો રીપોર્ટ કરીને પેટ્રોલીયમની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી.
(3)રાજકોટ વાસીઓના મુખે એવી ચર્ચા છે કે અત્યારે જે ઓફિસરો ઘટનાની તપાસ કરી રહ્યાં છે એ ઓફિસર પૈકીના બે માણસો બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યાં હતાં.
(4)જે લોકો દારૂ અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યાં છે.
(5)એસ.આઈ.ટી. મોરબીકાંડમાં પણ બની હતી અને મોરબીકાંડની મેટર લડી રહેલા એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબીકાંડમાં દાખલ થયેલ ચાર્જસીટમાં એસ.આઈ.ટી.ના રીપોર્ટને મુકવામાં આવેલ નથી. મતલબ કે આ એસ.આઈ.ટી.ના રીપોર્ટનું તક્ષશીલાકાંડ, મોરબીકાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોઈએ અને એ વખતે હાથમાં કાગળ પકડાવે એનાથી વિશેષ કઈ રહેતુ નથી.
આ એસ.આઈ.ટી. ના વડા સુભાષ ત્રિવેદી છે. અગાઉ સુરતની એક મોકડ્રીલના પ્રકરણમાં પોલીસ ઈન્સ્પેક્ટરના પેટમાં એક મોકડ્રિલ દરમ્યાન જેમાં જીવતુ કારતુસ હતુ એવી રીવોલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ઠલવી દીધી હતી અને એમનું આઈ.પી.એસ.નું પદ અને નોકરી બન્ને જોખમમાં હતા એવી તેમની સામે તપાસ ચાલતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી ભારતીય જનતા પાર્ટીના આર્શિવાદ અને અહેસાન તળે કરેલી છે અને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના અહેસાન તળે નોકરી કરી હોય એ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજડ તપાસ કરે તેવુ માનવાને કોઈ કારણ નથી. આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવેએ જામનગરના એક વ્યક્તિને કસ્ટોડીયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી કે તમારી સામે સી.બી.આઈ. ઈન્વેસ્ટીગેશનનો ઓર્ડર કેમ ન કરવો ? આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસમાં પણ એસ.આઈ.ટી.ના વડા હતા, લઠ્ઠાકાંડમાં પણ તમે જોયું કે કોઈ એસ.પી. કે આઈ.જી. કક્ષાના અધિકારીની સામે ગુનો દાખલ કર્યો કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે !
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડના મોટા માથાઓથી હજી પણ તંત્ર દૂર છે એક સામાન્ય ટાયર પંચરની દુકાન ચલાવનાર વ્યક્તિને મુખ્ય આરોપી બનાવી દેવામાં આવેલો છે પરંતુ તેની પાછળ કયા નેતા અને કયા અધિકારીના રૂપિયા રોકાયેલા છે તેની કંઈ પણ તપાસ કરવામાં આવતી નથી. એસઆઇટીને પૂછવામાં આવે ત્યારે માત્ર તપાસ ચાલુ છે તેમ કહીને કોઈપણ પ્રકારની માહિતી પત્રકારોને આપવામાં આવતી નથી. દૂર વિદેશ કુવેતમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં વડાપ્રધાન દુઃખ વ્યક્ત કરીને બે લાખની સહાય જાહેર કરે છે, પરંતુ તેમના પોતિકા ગુજરાતમાં આ દુઃખ ભરી ઘટનાના પીડિતોને પરિવારને માત્ર ચાર લાખ રૂપિયા આપવા એ ક્યાંનો ન્યાય?
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, રાજકોટની ઘટના સમયે ગેમ ઝોનમાં 150 જેટલા લોકો હાજર હતા અને તેમાં 15 થી 20 નેપાળી લોકો પણ હાજર હતા સરકાર દ્વારા જે મૃત્યુ આંક બતાવવામાં આવેલ છે તે પણ શંકાસ્પદ હોઈ શકે છે. આ સીટના જે અધ્યક્ષ છે તે જ અધિકારી ભૂતકાળની ઘણી જ એસઆઇટીના અધ્યક્ષ છે અને તે કોઈપણ એસઆઇટીના રિપોર્ટમાં કોઈપણ મોટા માથાને આરોપી બનાવવામાં નથી આવ્યા તે જગ જાહેર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમગ્ર ગુજરાતના ભાજપના ધારાસભ્યઓ,રાજકોટના મેયર કે પછી રાજકોટના નવા ચૂંટાયેલા સાંસદ માંથી કોઈ પણ પીડિત પરિવારોના ઘેર આશ્વાસનના શબ્દો કહેવા માટે પણ ગયા નથી. આજ સુધીના આવા દરેક અગ્નિકાંડના કે કોઈપણ બેદરકારી ભર્યા કાંડના આરોપીઓમાના મોટાભાગના જામીન પર છૂટેલા છે તે સરકારની ગુનાહિત બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ પિડીત પરિવારો સાથે છે અને ન્યાય અપાવવા સુપ્રિમકોર્ટ સુધી લડવા મક્કકમ અને કટિબદ્ધ છે.
જીગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈએ સંયુક્ત પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી સરકારને માંગણી કરી હતી કે, રાજકોટ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયા માનવીય આધારે સહાય ચુકવવામાં આવે.
આગામી તારીખ 15 ના રોજ પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મૃતકના પરિવારો જનો આવેદનપત્ર આપશે. સાથે જ રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી તારીખ 25 જુનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ છે.
————
૭-૦૬-૨૦૨૪
દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET)ના ૨૪ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ભવિષ્યની સાથોસાથ NEETની વિશ્વસનીયતા સામે ઉભા થયેલા પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે NEET ના પરિણામોમાં ભારે ગેરરીતિ થયાની સંભાવના છે. 24 લાખ યુવાનો અને તેમના માતા-પિતામાં ભારે બેચેની છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) કે કેન્દ્ર સરકાર વિવાદો, આશંકાઓ અને પ્રશ્નોના જવાબ આપી રહી નથી. વિદ્યાર્થી-વાલીઓના પ્રશ્નોના જવાબ આપવાથી ભાગી રહી છે. NEET પરીક્ષામાં 67 ઉમેદવારોએ 720/720 માર્ક્સ મેળવ્યા હતા એટલે કે 100 ટકા સ્કોર. પરંતુ પાછલા વર્ષોમાં ટોપર્સ જોઈએ તો. વર્ષ 2019માં 1 ટોપર, વર્ષ 2020માં 1 ટોપર, વર્ષ 2021માં 3 ટોપર્સ, વર્ષ 2022માં 1 ટોપર, વર્ષ 2023માં 2 ટોપર્સ અને વર્ષ 2024માં 67 ટોપર્સ આ પોતે જ ‘અશક્ય’ લાગે છે, કારણ કે NEET પેપરમાં દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ હોય છે. શું એવું બની શકે કે 67 લોકોએ 100 ટકા સાચા જવાબો આપ્યા? આ એક સંયોગ છે કે પ્રયોગ? NEET ના 67 ટોપર્સમાંથી, 44 ટોપર્સ એવા છે કે જેઓ ‘ગ્રેસ માર્ક્સ’ના આધારે ટોપર્સ બન્યા છે. ત્યારે શું તે પોતે જ “માર્કિંગની પ્રક્રિયા” અને “પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અને માન્યતા” પર પ્રશ્નો ઉભા કરતું નથી?
બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે 62 થી 69 સીરીયલ નંબર સાથે NEET ટોપર્સ ફરિદાબાદ, હરિયાણાના સમાન “પરીક્ષા કેન્દ્ર”માંથી આવે છે. તેમાંથી 6 લોકોએ 720/720 માર્ક્સ સાથે NEETમાં ટોપ કર્યું અને 2ને 720 માર્કસમાંથી 718 અને 719 માર્ક્સ મળ્યા. આ પોતે એક ‘અજાયબી’ છે અને ‘આશ્ચર્યજનક’ પણ છે, પરંતુ NTA અને કેન્દ્ર સરકાર તેને યોગ્ય ઠેરવી રહી છે. શું સામાન્ય વ્યક્તિ આને સંયોગ ગણશે કે ભાજપનો પ્રયોગ? NTA દ્વારા ‘ગ્રેસ માર્ક્સ’ અપાયા. પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે “NTA પ્રોસ્પેક્ટસ”, “NEET બ્રોશર” અને “સરકારી સૂચનાઓ”માં આ આધારે ગ્રેસ માર્ક્સ આપવાની કોઈ જોગવાઈ નથી, તો પછી આ ગ્રેસ માર્ક્સ કયા આધારે આપવામાં આવ્યા? શું કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેર નોટિસ કે જાહેરાત જારી કરવામાં આવી હતી? શું અન્ય કોઈ કેન્દ્રમાં સમાન રીતે ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા?
NEET પરીક્ષા 5 મે, 2024 ના રોજ યોજાઈ હતી અને તેનું પરિણામ 14 જૂન, 2024 ના રોજ જાહેર થવાનું હતું. ત્યારબાદ અચાનક પરિણામ 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ એ જ દિવસ હતો જ્યારે દેશની સંસદીય ચૂંટણીના પરિણામો આવ્યા અને આખો દેશ લોકસભા ચૂંટણીના પરિણામો સાંભળવામાં વ્યસ્ત હતો. શું NEETનું આ પરિણામ ઉતાવળમાં બહાર પાડવામાં આવ્યું હતું જેથી બધી આશંકાઓ અને વિવાદોને ઢાંકી શકાય? આ એક સંયોગ છે કે પ્રયોગ?
NTAની આ કઈ પ્રકારની NEET પરીક્ષા પદ્ધતિ છે, જે સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે અને નાના બાળકો આત્મહત્યાના ખતરનાક માર્ગે શરૂ થઈ ગયા છે? શું કેન્દ્ર સરકાર પાસે કોઈ જવાબ છે? પ્રશ્ન 24 લાખ બાળકોના ભવિષ્યનો પણ છે. પ્રશ્ન NEET પરીક્ષાની વિશ્વસનીયતાનો પણ છે. પ્રશ્ન ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સમાન તક આપવાનો પણ છે. પ્રશ્ન આશંકાઓ અને વિવાદોથી ઉપર ઉઠવાનો અને જવાબદારી નક્કી કરવાનો પણ છે. ન્યાયનો પણ પ્રશ્ન છે. કેન્દ્ર સરકારે સવાલોના જવાબ આપવા પડશે.
બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડીઓ રમત રમે છે. ગુજરાતમાં ગોધરા પરીક્ષા કેન્દ્ર પર પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું. ઘણી શાળાઓમાં આવી રીતે બારોબાર પેપર લખાય છે તેવી ફરિયાદો સામે આવી છે. સુનિયોજિત રીતે લાખો રૂપિયા આપીને ગોઠવણ કરનારા સંચાલકો, કલાસના સંચાલકો, એજન્ટો સહીતના મોટા માથા સામે પગલા લેતા કોણે રોકી લીધા ? ભાજપ સાથે સંકળાયેલા હોવાથી બચાવવા માટે કારસો રચાયો. પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ ? માલેતુજારના સંતાનોને ડોક્ટર બનાવવા આ કૌભાંડ થઇ રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ ભાજપ સરકારે આપવા પડશે.
———— ૩-૦૬-૨૦૨૪
· દૂધે દઝાડ્યાઃ અમુલ દૂધના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.
· સરકાર દૂધ, દહીં પર જી.એસ.ટી. હટાવી આમ પ્રજાને રાહત આપે.
· ટોલટેક્ષમાં વધુ એક વખત વધારાને લીધે નેશનલ હાઈવે પર મુસાફરી હવે મોંઘી થશે.
· કાળઝાળ મોંઘવારીના પગલે ભાવ વધારો દાજ્યા પર ડામ સમાનઃ ભાવ વધારો તાત્કાલીક પરત ખેંચવા કોંગ્રેસ પક્ષની માંગ
નેશનલ હાઈવે પર વધુ એક વખત ટોલટેક્ષમાં વધારો અને અમૂલદૂધના ભાવ વધારાથી મોંઘવારીના વધુ એક કારમાં ઝટકાથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો માટે મુશ્કેલી વધશે ત્યારે ભાજપ સરકારની લૂંટ નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી, દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડ્યો છે. નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારાથી જીવનજરૂરી વસ્તુઓ વધુ મોંઘી થશે, મતદાન પૂર્ણ થતાની સાથે જ ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો, પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો કરાયો છે, GCMMF લિમિટેડ દ્વારા રવિવારથી દૂધ અને દહીંમાં નવા ભાવ વધારાનું અમલીકરણ થી દૂધ અને દહીંમાં બે થી ત્રણ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના પગલે સામાન્ય અને મધ્યમવર્ગ માટે દૂધ, દહીંનો ભાવ વધારો એ દાઝ્યા પર ડામ સમાન છે. જી.એસ.ટી.ને પગલે અનાજ, કઠોળ, સીંગતેલ, શાકભાજી, દૂધ, દહીં, પનીર, છાશ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં થયેલા બેફામ ભાવ વધારાના પગલે સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવું દુષ્કર બન્યું છે. રાજ્ય અને દેશમાં કાળજાળ મોંઘવારીને પગલે આપઘાતનું પ્રમાણ ખાસ્સું વધવા પામ્યું છે. સફેદ દૂધમાં ચાલતો કાળો કારોબાર અને નફાનું વધતું દુષણ ડામવામાં સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. દર વર્ષે અમૂલ દૂધમાં એક લીટરે બે થી ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે છેલ્લે 14 મહિના પહેલાં પણ રૂપિયા ો વધારો કરવામાં આવ્યો હતો. ક્યારેય પણ અમૂલ દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવતો ન હોવાને પગલે અમુલ દૂધ એ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી. જો સરકારની દાનત હોય તો દૂધ અને દહીં પરનો જી.એસ.ટી. હટાવી સરકાર આમ પ્રજાને દૂધ અને દહીં સસ્તા પુરું પાડી શકે તેમ છે.
અમદાવાદથી વડોદરા જવા માટે ૧૩૫ ચૂકવવા પડશે, અમદાવાદ થી આણંદ જવા ૮૫ અને નડીયાદ જવા ૬૫ રૂપિયા ચુકવવા પડશે, કોમર્શિયલ માટે અમદાવાદ થી નડીયાદ વચ્ચે ૧૦૫, બસ અને ટ્રક માટે ૨૨૦, અમદાવાદ થી આણંદ માટે હળવા વાહનો માટે ૧૪૦ બસ અને ટ્રક માટે ૨૯૦ વડોદરા માટે હળવા સાધનો માટે ૨૨૦ બસ અને ટ્રક માટે ૪૬૫ ચૂકવવા પડશે. વાસદ ટોલ પર નવા ભાવ કાર ૧૫૦, હળવા વાહનો ૨૩૦, બસ અને ટ્રક ૪૭૫, ખેડા ટોલ પર નવા ભાવ કાર-૧૦૫ હળવા ટ્રાન્સપોર્ટેશન સાધનો ૧૬૫, સાબરકાંઠાના પ્રાતીજ ટોલપ્લાઝા પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રાતીજ ટોલ પ્લાઝા પર ૫ થી ૧૫ રૂપિયાનો ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે, આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઇ ના હોઈ શકે. ભાજપા દૂર થશે તો જ મોંઘવારીમાંથી રાહત થશે.
———- ૧-૦૬-૨૦૨૪
• તક્ષશિલા કાંડ બાદ ટીઆરબી ગેમ ઝોનમાં ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ વધુ એક વખત ખુલ્લી પડી છે. ત્યારે શહેરી વિકાસ મંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે અને ગુન્હાહિત બેદરકારી દાખવનાર ઉચ્ચ અધિકારીઓ સામે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવે.
• એક પછી એક આગની ઘટનાઓ બાદ પણ વહીવટીતંત્ર ગુન્હાહીત બેદરકારી દાખવી રહી છે. ભ્રષ્ટાચારી તંત્રની લાપરવાહીને લીધે ફાયરસેફ્ટીની વ્યવસ્થા માત્ર દેખાવ પૂરતીઃ ફાયરસેફ્ટીની મંજૂરીમાં પણ અનેક છીંડા-ગોઠવણો.
• ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તા ભોગવતી ભાજપાના શાસકોની ભ્રષ્ટ નીતિરીતિને કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છેઃ .
તક્ષશિલા કાંડ બાદ ટીઆરબી ગેમ ઝોનમાં ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ વધુ એક વખત ખુલ્લી પડી છે, ત્યારે શહેરી વિકાસ મંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે અને ગુન્હાહિત બેદરકારી દાખવનાર ઉચ્ચ અધિકારીઓ સામે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, રાજ્યમાં વારંવાર બનતી દુર્ઘટના, ભાજપ સરકારની નિક્રિયતાના લીધે માનવ જીંદગી હોમાઈ રહી છે. સરકાર પાસે નથી ફાયર નિતિ, નથી નિયત. ફાયર સર્ટીફીકેટ / એન.ઓ.સી. ના નામે મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ સરકાર પાંચ વર્ષ સુધી ઉંઘતી રહી જેના પરિણામે રાજકોટ ટી.આર.પી. ગેમઝોન જેવી ગંભીર દુર્ઘટના બની, જેમાં ૨૭ થી વધુ નિર્દોષ હોમાયા, કેગના વિવિધ અહેવાલોમાં ઉલ્લેખ છે કે સતત ચાર વર્ષે ફાયર પ્રિવેન્શન / ફાયર સર્વિસ માટે કરોડો રૂપિયા વણ વપરાયા રહ્યા અને કરોડો રૂપિયા પરત ગયા. અનેક વખત ‘કેગ’ દ્વારા ફાયર પ્રિવેન્શન અંગે ભાજપ સરકારની નિષ્ક્રિયતા ગંભીર ખામીઓ ઉજાગર કરી પણ, સરકારી તંત્રે અવગણના કરી. રાજ્યના આઠ મહાનગરો, ૧૫૩ નગરપાલિકા વિસ્તારમાં કોણે ક્યારે Fire NOC લીધી ? ક્યારે રીન્યુ કરાવવાની ? તે અંગે સ્થાનિક માહિતી જ નથી.
ગુજરાતમાં માનવ જનસંખ્યા પ્રમાણે ફાયર સ્ટેશનની જરૂરિયાત ૩૯૪ જેની સામે માત્ર ૧૮૩ ફાયર સ્ટેશન હાલમાં છે તેમાં ૬૦ થી ૭૦ ફાયર સ્ટેશનની સ્થિતિ દયનીય છે. ગુજરાતમાં જનસંખ્યા મુજબ ફાયર સ્ટેશન માટે જરૂરી ૩૪૨૪૦ મેનપાવર સામે માત્ર ૧૪૪૭ ફાયર કર્મચારીઓ કાર્યરત એટલે કે માત્ર ૪.૫ ટકા જ કર્મચારી છે. ગુજરાતમાં ફાયર ફાઈટીંગ એપ્લાયન્સીસ / વ્હિકલની ૧૪૬૭ જરૂરિયાત સામે માત્ર ૭૭૦ સાધનો જ ઉપલબ્ધ જેમાંથી ૨૫૦ થી વધુ બિન કાર્યક્ષમ / બંધ હાલતમાં છે. આગની દુર્ઘટનામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કરોડો રૂપિયા જાય છે ક્યાં ? આગથી થતા અકસ્માતમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ દરમિયાન ગુજરાતમાં ૩૧૭૬ મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષ માં આગ થી થતા અકસ્માત ની ૩૧૦૦ ઘટનાઓ બની છે. વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં આગથી થતા અકસ્માતની ૭૨૯ ઘટનાઓ બની છે. બે વર્ષ માં આગથી થતા અકસ્માતમાં ૭૩૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની આગની દુર્ઘટનાઓ સામે આવી હતી અને તેમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. છતાં સરકાર અને તંત્ર દ્વારા ફાયરસેફ્ટી અંગે જે ગુન્હાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે તે ચિંતાનો વિષય છે. દુર્ઘટનાઓમાં જેમણે સ્વજન ગુમાવ્યા હોય તેને જ સાચુ દુઃખ ખબર હોય છે. અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. તપાસનાં નામે નાટક જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માતો અને આગની દુર્ઘટનાઓ બની ગયા પછી કાગળ પર કામગીરી કરનાર વહીવટીતંત્ર નક્કર કામગીરી કરે તો જ દુર્ઘટનાઓને નિવારી શકાય અને મહામૂલી માનવ જીંદગી બચાવી શકાય.
————
૩૦-૦૫-૨૦૨૪
· કાંડ અને કૌભાંડ ભાજપા શાસકોની અનેરી સિધ્ધી.
· ગામથી લઈ ગાંધીનગર, શહેર થી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીકના લીધે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યાં છે.
· લાંચ આપવી અને લાંચ લેવી તે બન્ને ગુન્હાપાત્ર છે ત્યારે પોલીસ તંત્ર વિસ્તુત તપાસ ક્યારે કરશે ?
ગામથી લઈ ગાંધીનગર, શહેર થી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીકના લીધે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યાં છે. કાંડ અને કૌભાંડ ભાજપા શાસકોની અનેરી સિધ્ધી અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયાએ ફાયર NOC મામલે 70 હજાર ની લાંચ આપ્યાની ખુદ જાહેર કબુલાત કરી. ભાજપાના હાલના સાંસદ ખુદ કહ્યું કે 70 હજાર રૂપિયા લાંચ આપીને જે તે સમયે ફાયર NOC મેળવી હતી. સામાન્ય જનતા રોજ બરોજ સામાન્ય કામ માટે લાંચ આપે તો જ કામ થાય છે તેના આ કચ્ચા ચિઠ્ઠા વધુ એક વખત સામે આવ્યાં છે. ભાજપ નું વિકાસ મોડેલમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. દરેક વિભાગ માં દરેક કામના ચોક્કસ ભાવપત્રક છે. કોર્પોરેશન ના પ્લાન પાસ કરાવવા રજા ચિઠ્ઠી, B.U પરમિશન, ફાયર NOC સહિત દરેક નું નિશ્ચિત ભાવ પત્રક દરેક વિભાગ દીઠ મંજૂરીમાં ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે. રાજ્યમાં ગૃહ, શહેરી વિકાસ, શિક્ષણ, મહેસુલ, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, પંચાયત સહિત દરેક વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યાં છે. દરેક કોન્ટ્રાક્ટ, ટેન્ડરો, સરકારી ભરતી પ્રક્રિયા દરેકમાં ગેરરીતિ-ગોલમાલની ભાજપા શાસકોએ વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાનું નિવેદન છે કે, પોતાની મિલકત માટે, ફાયર ઓફિસર ઠેબાને એમણે પોતે ૭૦,૦૦૦ રૂપિયાની લાંચ આપી હતી. આ એમનું સ્વચ્છ બુદ્ધિથી દબાણ વગર જાહેર માધ્યમોમાં સ્વેચ્છીક રીતે આપેલ કબુલાતનામું છે. લાંચ રૂશ્વત ધારામાં લાંચ લેનાર અને લાંચ આપનાર બન્ને ગુન્હેગાર ગણાય છે ત્યારે આ બાબતની પોલીસે વિસ્તૃત તપાસ કરવી જોઈએ ભાજપા સાંસદના નિવેદનથી ભાજપા શાસનનું ભ્રષ્ટાચાર મોડેલ કઈ પ્રકારે કામ કરી રહ્યું છે તેના કચ્ચા ચિઠ્ઠા વધુમાં એક વાર ખુલ્લા પડી ગયા છે અને સામાન્ય માણસની શું હાલત છે તે ઉજાગર થયું છે.
રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાં લાંખો સમપક્ષ સત્તા ભોગવતા ભાજપા શાસકોએ સુનિયોજીત લૂંટનું મોડેલ ઉભુ કરી દીધું છે ત્યારે કહેવાતું સુશાસન અંગે ભાજપા શાસકો જવાબદારી સ્વીકારશે ? સમગ્ર રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચારના કારણે બની રહેલી એક પછી એક દુર્ઘટના જેમાં અનેક નિર્દોષો જીવ ગુમાવે છે. સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણી બોટકાંડ, મોરબીનો ઝુલતા પુલ કાંડ અને રાજકોટના ટીઆરપી ગેમઝોન તમામ નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકોના ભોગ લેવાયા છે. તે માટે ભાજપા શાસકો-તંત્રનું ભ્રષ્ટાચારી મોડલ જ જવાબદાર છે. ભાજપા કદાચ આવી ભ્રષ્ટાચારી વ્યવસ્થાને જ વિકાસ મોડેલ કહેતા હોય તેની મુખ્યમંત્રીક્યારે જવાબદારી સ્વીકારશે ?
————-
૩૦-૦૫-૨૦૨૪
રાજકોટ ટી.આર.પી. હત્યાકાંડમાં વ્હાલાદવલાની નીતિ બાજુએ રાખી
સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક ન્યાય આપે અને દાખલો બેસાડે
· થોડા વર્ષો પહેલા અમદાવાદ ટાયર પંચરની દુકાન ચલાવતો મુખ્ય આરોપી ધવલ ઠક્કર માત્ર મહોરું તેની પાછળના મુખ્ય માથાઓ કોણ ? : હેમાંગ રાવલ
· રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ અકસ્માત નહિ હત્યાકાંડ છે. : હેમાંગ રાવલ
· ફાયર સેફ્ટીની તપાસ કરાવતી વખતે માત્ર નાના ધંધાદારીઓને હેરાન કરવાનો તખ્તો ઘડવામાં ન આવે તેનું ધ્યાન રાખવું. : હેમાંગ રાવલ
· સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી તાત્કાલિક કડકમાં કડક સજા કરી દાખલો બેસાડે અને છેક ઉપરના લેવલ સુધી દોષિતોને સજા કરે. : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોઝારા અકસ્માતને અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ ગણવો જોઈએ. આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું. ટી.આર.પી હોય કે તક્ષશિલા કોઈ ફરક નહિ પડે કહેવાતા સંવેદનશીલ – મૃદુ મુખ્યમંત્રીને.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટની મુલાકાત લઈને સરકાર પાસે સ્પષ્ટ માગણી કરી હતી કે સંડોવાયેલા તમામ અધિકારીઓ, નેતાઓ અને ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડતા વચેટીયાઓને એફઆઇઆરમાં સામેલ કરીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ.
જે પ્રમાણે સરકારે નાના અધિકારીઓને બરતરફ કર્યા છે અને મોટા અધિકારીઓને માત્ર બદલી કરીને દેખાડો કર્યો છે તે મુખ્ય આરોપીઓને બચાવવા માટે થઈને કાર્યવાહી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે જો સરકાર એમ સ્વીકારતી હોય કે અધિકારીઓ આઈએસ આઈપીએસ ઓફિસર દોષિત હોવાથી તેમની બદલી કરવામાં આવી છે તો શા માટે તેમનું નામ એફઆઈઆરમાં લખીને ગુનો દાખલ કરીને તેમની અટકાયત નથી કરવામાં આવતી.
સુત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ રાજકોટ ટીઆરપી કાંડમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર એ માત્ર મોહરું છે. જેની અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રીપેરીંગ અને પંચરની દુકાન હતી અને થોડા વર્ષોથી રાજકોટ રહેવા ગયેલ હતો. આ વ્યક્તિ રાજકોટમાં ભાડાના ઘરમાં રહે છે તો કરોડોના રોકાણ કરાવી ધવલ કોર્પોરેશન ઉભા કર્યા હોય શકે તે વિચારની બાબત છે. રાજકોટમાં સલૂન- સ્પામાં નોકરી કર્યા પછી TRP માં ૧૪ હજારના પગારે નોકરી કરતો હતો પણ મૂળ માલિકે એગ્રીમેન્ટ સાઈન કરાવી લીધેલ અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં હતું.
એક દુકાન અપાવી દેવાની લાલચે સહી કરાવ્યા પછી દુકાન ન અપાવતા નામ બદલવાની અને પોતાને મુક્ત કરવાની વાત કરી તો અસલ માલિકે એમ કહેલું કે એમાં 10- 15 લાખનો ખર્ચો થાય, ત્યારબાદ નામ ન બદલતા તે ધવલના નામ પર જ ચાલું રહ્યું.
તક્ષશિલા કાંડમાં છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે લડી રહેલા લોકોને હજી પણ ન્યાય મળ્યો નથી અને જો આ જ પ્રમાણે તપાસ ચાલશે તો ટીઆરપી કાંડમાં પણ ન્યાય મેળવવામાં મુશ્કેલીઓ પડશે માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપીને દોષિતોને સજા કરી મૃત્યુ પામેલા મૃતકોને અને તેમના પરિવારજનોને ન્યાય અપાવવો જોઈએ.
રાજકોટ અગ્નિકાંડના પગલે સમગ્ર ગુજરાતમાં ગેમ ઝોન અને મલ્ટિપ્લેક્સમાં દરોડા પાડીને તેમના સંચાલકોને સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે સંચાલકોની સાથે સાથે જમીનોના માલિકો જે મોટાભાગે ભાજપના નેતાઓ છે તેમની સામે પણ ગુનો નોંધીને સરકાર પોતાના મક્કમ હોવાનો પુરાવો આપે.
સાથે જ, નાના વેપારીઓ, નાના ટ્યુશન ક્લાસ અને નાના ધંધાદારીઓને ફાયર સેફ્ટીના નામે હેરાન પરેશાન કરીને અધિકારીઓ તોડ ના કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે બદલી કરાયેલા આઈએએસ, આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે એફઆઇઆરમાં નામ નોંધી આરોપી બનાવવા જોઈએ, મુખ્ય આરોપી ધવલ ઠક્કરની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનમાં કયા અધિકારી કયા નેતાના પૈસા રોકાયેલા છે તેની એસઆઇટી તપાસ કરે અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને મૃતકોને ન્યાય આપે.
———-
૨૯-૦૫-૨૦૨૪
ભાજપા સરકારની સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર થોપી દેવાની નિતિ સામે જનતાના આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર થઈ રહેલા ભારે વિરોધના ભાગરૂપે નરોડા વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી સ્થાનિક રહેવાસીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે ત્યારે મોટી સંખ્યામાં આંદોલનકર્તા ઓ-બહેનોને રૂબરૂ મળીને સ્માર્ટ મીટરએ લૂંટ મીટર છે અને પ્રજાને પડતી મુશ્કેલીમાં સત્વરે ન્યાય મળે તે માટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખબિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા સહિતનું પ્રતિનિધિ મંડળે સ્થાનિક નાગરિકો સાથે રાખી ઉત્તર ગુજરાત વિજકંપનીના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી.
મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ખાસ કરીને બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સરકારની ખોટી નિતિનો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો.બંધ મકાનો પાસેથી પણ મસમોટો વીજ બિલોના નાણા વસૂલાત થઈ રહી છે. પ્રિપેઈડ સ્માર્ટ મીટરો મોંઘવારીના માર વચ્ચે એડવાન્સ વસૂલાતથી પણ ભારો ભાર આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતાં. સ્માર્ટ મીટરોના ખરીદી કોન્ટ્રાક્ટમાં માલેતુજારથી કમાઈ ગયા અને જનતા લૂંટાઈ રહી છે તે કેટલે અંશે વ્યાજબી?
સ્માર્ટ મીટરના કારણે જનતા ભારે મુશ્કેલી અનુભવી રહી છે ત્યારે જનતાને ન્યાય મળે તે માટે તેવી માંગ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરના નામે સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ છે મસમોટા બિલોથી મોંઘવારીના માર વચ્ચે સપડાયેલા ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો ભારે આક્રોશ અનુભવી રહ્યો છે. ભાજપ સરકાર અને વિજકંપનીના સત્તાધીશો વાત સાંભળવા તૈયાર નથી. મનફાવે તે રીતે સ્માર્ટ મીટરો જનતાને પૂછયા વિના લગાડી દેવામાં આવે છે જેમનું બિલ સામાન્ય રીતે ૫૦૦ થી ૨૦૦૦ રૂ. બે મહિને આવતુ હતું તેઓના વિજબીલ સ્માર્ટ મીટર લાગ્યા બાદ ૬૦૦૦ થી ૨૦૦૦૦ રૂ. જેવા મસમોટા વિજ બિલ પેટે નાણાં વસૂલાઈ રહ્યાં છે.
ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જનતા વિરોધી નિર્ણયો કરે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. જનતાને પડી રહેલી મુશ્કેલીઓમાં તાત્કાલીક સ્માર્ટ મીટર પરત ખેંચવા જનતાની માંગ છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ પણે જનતાના ન્યાયની લડતમાં સાથે છે.
આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટરના મુદ્દે ચાલતા જનઆંદોલનમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો આપે છે અને સ્માર્ટ મીટરના નામે ભાજપા સરકારની લૂંટનીતિને રોકવા માટે જનઆંદોલનના કાર્યક્રમો અપાશે.
————-
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ,
હોટલ લેમન ટ્રી વાળી શેરી,
જિલ્લા પંચાયત ચોક,
જાગનાથ 41,
રાજકોટ – 360001,
તારીખ – 27/05/2024. *અખબારી યાદી*
*રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ શક્તિજી ગોહિલ ની ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઇઆર કરવા જણાવ્યું*
*પત્રકાર પરિષદને શક્તિજી ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સંબોધન કર્યું*
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટની જે દુઃખદ ઘટના બની તે કરુણ ઘટના અંગે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિજી ગોહિલે જણાવ્યું હતું કે અતિ દુઃખદ અને કરુણ ઘટના રાજકોટમાં બની છે ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે સાચો આંકડો બહાર આવશે કે કેમ ? હાલતો 30 વ્યક્તિએ જાન ગુમાવ્યા છે રાજકોટ ખાતે પથ્થર દિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની આ ઘટનામાં બાળકોના ટુકડે ટુકડા અને માનવ અવશેષો પ્રાપ્ત થાય એ પ્રકારની આ ઘટના બની છે. માણસના જીવની કોઈ કિંમત નથી સંપત્તિ પણ માણસને જીવ પરત નથી આપી શકતા કોઈપણ એસઆઇટી કે સરકારના શબ્દો પણ તેને જીવ આપી શકવાના નથી. બંધારણ પ્રમાણે સરકારની જાણ માલ અને મિલકતની સુરક્ષા ની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો સરકારે બોધ પાઠ લેવો જોઈએ પરંતુ આ સરકાર સુરતની તક્ષશિલામાં બાળકો સુરતમાં જે પરિવારે પોતાના પરીવારો ચોધાર આંસુએ રડી પડે એ પ્રકારની તક્ષશિલા ની ઘટનામાં આજે પણ ન્યાય હજુ સુધી પરિવારોને મળેલ નથી મોરબી નો પુલ તૂટ્યો મોટા માથાઓ કે સરકાર જવાબદારોનો સ્વીકાર કરતી નથી વડોદરામાં હરણી લેકમાં નાના ભૂલકાઓમાં નાના બાળકો મૃત્યુ થાય પુલનું ઉદઘાટન પહેલા પુલ તૂટી પડે પુલ જે બનાવતી હતી તે બ્લેક લિસ્ટ થયેલી કંપની ને ભાજપ નાણા આપે બ્લેકલિસ્ટ માંથી તે કંપની નીકળી ગઈ. રાજકોટમાં નાનું એવું બાંધકામ પણ મંજૂરી વગર ચાલે તો તે સમજી શકાય પરંતુ આ પ્રકારે ચડે ચોક ચાર ચાર વર્ષથી બાંધકામ અને ગેરકાયદેસર ગેમ ઝોન ચાલે છતાં તંત્ર બેદરકાર રહે તે કેટલે અંશે વ્યાજબી છે અને આ ગેમ ઝોન ફાયર સેફટી ના તમામ નિયમોને છડે ચોક ઉલંઘન થયું છે. અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે જે વ્યંજનમાં આ બનાવ બનેલ છે તેમાં નાના અધિકારીઓ ઉપર પગલા લીધા જ્યારે મેયર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓ ના ફોટા સોશિયલ મીડિયામાં જતા હોય ત્યાં નાના અધિકારીને બરતરફ કરવાને બદલે માં મોટા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય તેઓની સામે પણ એફઆઇઆર કરવી ઘટે. વર્ષ 2022 માં મેં ત્યાં જાય છે તત્કાલીન સમયના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કિશોર રાઠોડ તથા ભાજપની સમગ્ર ટીમ આ જગ્યાએ જાય છે કલેકટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ અધિકારીઓ જે ટ્રેકમાં ફોટો પડાવ્યો છે તે બાજુનું બિલ્ડીંગ સળગ્યું છે સરકાર પાંચ અધિકારીને બરતરફ કરે આવા અધિકારીઓને છાવરે છે. જે અધિકારીઓ કટ કટાવતા હોય છે તેઓને ફિલ્ડમાં રાખે છે આ સરકાર અને જે કડક અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ સતીશ વર્મા રાહુલ શર્મા રજનીશ રાય જેવા પોલીસ અધિકારીઓની કારકિર્દી ખતમ ભારતીય જનતા પાર્ટી એ કરી છે અધિકારીઓ ઉપર ધાક ધમકી ઉભી કરે છે અધિકારીઓને પગાર કોંગ્રેસ ભાજપમાંથી આવવાનો નથી એ જનસેવક છે તે ભાજપના સેવક નથી હું ફરી માંગ કરીશ ઉચ્ચ અધિકારીઓના નામ દાખલ કરે મુખ્યમંત્રીની પાછળ કોઈ બેક સીટ થી ડ્રાઇવિંગ કરે છે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોને વધુ આર્થિક અને મોટી મદદ કરવી જોઈએ કારણ કે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો રૂપિયા માફ કરી શકતી હોઈ સરકાર તો આ ઘટના એ સરકારની જવાબદારી બને છે. આવતીકાલે દરેક જિલ્લા મથક પર બિન રાજકીય રીતે કાર્યક્રમ કોંગ્રેસના તમામ આગેવાનો કરશે અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો જોડાઈ એ પ્રકારનું એક કોઈપણ વિસ્તારમાં કાર્યક્રમ જિલ્લા મથકે કરાશે. લોકશાહીમાં મીડિયા એક પિયર છે ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે ત્યારે જવાબદારી રાજ્યના ગૃહ મંત્રી ગણાય હાઈકોર્ટે સરકારને વારંવાર ફટકા લગાવ્યા પછી પણ સરકારમાં કોઈ સુધારો થયો નથી.
અમિત ચાવડા :- રાજકોટમાં જે ગોઝારો બનાવ બનવા પામેલ છે તે 30 પરિવારો બાળકો સાથે જીવ ગુમાવે તે તમામને દુઃખ સહન કરવાની શક્તિ આપે રાજકોટમાં અગ્નિ કાનમાં 30 વ્યક્તિઓના જીવ ગયા કમલમમાં પહોંચતા હપ્તાના કારણે જીવ ગયા છે સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જીવ ગયા છે મોરબી તક્ષશિલા વડોદરા અને હવે રાજકોટની જે ઘટના ઘટી છે તેમાં મુખ્ય વ્યક્તિઓને થોડી સહાય કરી એસઆઇટીની રચના કરી આ બનાવ ભૂલી જવામાં આવશે આ સરકાર આ પ્રકારના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલ હોય પુરવઠા અધિકારીની પણ જવાબદારી બને છે ટીપી અને તમામ રોજીંદી કલેક્ટર કચેરી કમિશનર તમામ બાબતોને રેગ્યુલર તપાસ થવી જોઈએ જે થઈ નથી ગેરકાયદેસર ચાલતું હોવા છતાં કોઈ અટકાવનાર નથી બે દિવસ પહેલા પણ આગનો બનાવ બનેલ હતો પરંતુ તંત્ર ન જાગતા આ પ્રકારની ઘટના બની છે કમિશન ઉપર સુધી પહોંચાડવામાં આવે છે. વજુ એ કહ્યું કે વહેવારથી જ આ બધું ચાલે છે વહેવાર એટલે નાણાં કહેવાય. ત્રણ ચાર માછલા પકડી મગરમચ્છો ને છોડી પડદો પાડવાનો પ્રયાસ થયો છે તમામ અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે સરકાર હાલ ફરિયાદી બની છે પરંતુ જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેવા લોકોને પણ ફરિયાદ કરવાની તક મળે જે પગલે કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરોપીઓ ને સજા પડી શકે એસઆઇટી મેયર અને કમિશનર સામે ગુનો દાખલ કરે આ દુખદ બનાવને મૃત્યુ પામનારને શોકાંજલિ પાઠવીએ છીએ.
પરેશ ધાનાણી :- રાજકોટનો આ બનાવ પહેલો બનાવ નથી આ છેલ્લો બનાવ બને તેવું આપણે બધાએ ઈછીએ સરકારના કાયદા ઘડે છે તે પાલન કરવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા પાસે હોય છે ત્યારે મહાનગરપાલિકા આ કાયદાની અમલ વારી કરવામાં ઉણું ઊતર્યું છે જો કામદાર ક્યાંય ક્ષતી કરે તો સુપરવાઇઝર ની જવાબદારી બને છે તે જ પ્રકારે નાના મગર માછલાઓને પકડી મગરમચ્છો ને જે રીતે છોડી દેવામાં આવે છે તે કેટલે અંશે વ્યાજબી છે તક્ષશિલામાં 22 બાળકો હરણી તળાવ વડોદરામાં 14 જિંદગીઓ ડૂબી જાય મોરબીના ઝુલતા પુલમાં મચ્છુની ગોદમાં કેટલાય જેવ સમાઈ જાય સરકારની નિષ્ફળતા ઊભી થાય ત્યારે એસઆઇટીની રચના કરે છે 20 વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી સીટની રચના એ પડદો પાડવાની બાબત છે ચાર વર્ષથી ગેમ ઝોનનું કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ચાલતું હતું આ મોતના તાંડવ માટે જવાબદાર કોણ અધિકારીઓ ઇવેન્ટમેનેજર બની ગયા છે એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે જેનો ભોગ ગુજરાતની પ્રજા અને ભૂલકાઓ બની રહ્યા છે હવે સાથે મળી ગુજરાતના જન જનની સુરક્ષા કરીએ રાજનીતિ બંધ કરવી જોઈએ.
પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, લલીત વસોયા, લલીત કગથરા ગુજરાતના NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ રાજાણી
————
૨૭-૦૫-૨૦૨૪
• કમલમમાં પહોંચાડવા પડતા કમિશનને કારણે આવા કાંડ થાય છે. – અમિત ચાવડા
• કલેકટર, મ્યુનીસીપલ કમિશનર , મેયર, પોલીસ કમિશનર સહીત તમામ જવાબદાર અધિકારીઓ સામે FIRનોંધવામાં આવે, તમામ સામે માનવ વધનો ગુન્હો નોંધવામાં આવે. – અમિત ચાવડા
• મોરબીનો બ્રીજ તૂટ્યો ત્યારે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી હતી તે જ રીતે આ ગુનાહિત બેદરકારી માટે જવાબદાર રાજકોટ નગર પાલિકાને સુપરસિડ કરવામાં આવે . – અમિત ચાવડા
રાજકોટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ગોજારા બનાવમાં ૩૦ કરતા વધારે માસુમ બાળકો અને સ્વજનો ગુમાવ્યા છે, તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના.
આ અગ્નિકાંડથી જે મોત થયા છે તે કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ હત્યાકાંડ છે. આ કુદરતી અકસ્માત કે આફત કરતા સરકાર સર્જિત ગુન્હાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે. આ કઈ પહેલો બનાવ નથી, થોડાક વર્ષોમાં સુરતમાં તક્ષશિલાકાંડમાં અનેક માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા, મોરબીમાં પુલ તૂટી પડ્યો એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, વડોદરામાં બોટ ડૂબવાને કારણે અનેક માસુમ બાળકોના જીવ ગયા, રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાને કારણે પણ બાળકોએ જીવ ગુમાવ્યા છે. એક પછી એક બનાવો બનતા જાય અનેક લોકો જીવ ગુમાવે, પરિવારજનો સ્વજનો ગુમાવે ત્યારે સરકાર તપાસના આદેશો જારી કરે અને SITની રચના કરે, થોડી સહાયની જાહેરાત કરે અને થોડા સમય પછી આવા બનાવોને ભૂલી જવામાં આવે છે. રાજકોટનો આ બનાવ સરકાર સર્જિત હત્યાકાંડ છે. ચાર વર્ષ કરતા વધારે સમયથી સરકારની આંખો નીચે ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન ચાલતો હોય, કોઈપણ જાતની બાંધકામની મંજુરી નહિ, ફાયરની NOC લેવામાં આવી ન હોય, લગભગ બે થી ત્રણ હજાર લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગહ કરવામાં આવ્યો હોય, તેમ છતાં પણ કોઈની જાણમાં ના હોય, વીજળીના હેવી કનેક્શન આપવામાં આવ્યા હોય, તેમ છતાં નિયમોની અનદેખી કરવામાં આવી, આ તમામ બાબતો કોર્પોરેશન, પોલીસ, કલેકટર કચેરીની અન્ડરમાં આવતા વિભાગોની જવાબદારીમાં આવે છે. તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ, મંજૂરીઓ આપતા પહેલા સ્થળ તપાસ થવી જોઈએ. ગેરકાયદેસર રીતે ચાલતા એકમોની કલેકટર, પોલીસ કમિશનર, કોર્પોરેશનના અધિકારીઓ મુલાકાત લે છે તેમછતાં તેને અટકાવવામાં આવતું નથી. બે દિવસ પહેલા જ ત્યાં આગનો બનાવ બનેલ હતો તેની પોલીસને જાણ કરવામાં આવે છે, ફાયરબ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે, તેમછતાં પણ તંત્ર જાગતું નથી, બે દિવસ પહેલા બનેલ બનાવથી તંત્ર જાગ્યું હોત તો ૩૦ કરતા વધારે લોકોના જીવ ન ગયા હોત. જો કમીશન લેવામાંથી, ભ્રષ્ટાચાર કરવામાંથી, તંત્ર બહાર આવ્યું હોત તો લોકોના જીવ બચાવી શકાયા હોત, પરંતુ વારંવાર આવા બનાવો બને છે એની પાછળનું મુખ્ય કારણ છે કે કમલમ સુધી કમીશન પહોંચાડવામાં આવે છે.
ભાજપના સીનીયર નેતા અને પૂર્વ રાજ્યપાલવજુ વાળાએ ગઈકાલે જ પ્રેસમાં કહ્યું કે મીઠાઈ વગર કોઈ માનીતા નથી બનતા અને વહેવાર કરવાથી જ આ બધું તંત્ર ચાલે છે. આ વહેવાર એટલે ભ્રષ્ટાચાર આ જે ગુનાહિત બેદરકારી છે, સરકાર સર્જિત હત્યાકાંડ છે. કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગણી છે કે નાના અધિકારીઓ કે સંચાલકો ઉપર FIR નોંધી,આ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. થોડા લોકોને બરતરફ કરી પોતાની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચવાને બદલે જે પણ જવાબદાર ઉપરી અધિકારીઓ છે એ કલેકટર હોય, મ્યુનીસીપલ કમિશનર હોય, મેયર હોય, પોલીસ કમિશનર હોય કે બીજા કોઈપણ જવાબદાર અધિકારીઓ હોય એ તમામ સામે પણ FIR નોંધવામાં આવે, તમામ સામે પણ માનવવધનો ગુન્હો નોંધવામાં આવે એવી અમે માંગણી છે . SITની રચના કરવામાં આવી છે એમાં જે રીતે અધિકારીઓ નીમવામાં આવેલ છે તેમાં ચોક્કસ અમને શંકા છે કે, ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપિછોડો કરવામાં આવશે. આવા બનાવોના જે જાણકાર છે એવા બિનસરકારી સભ્યોને પણ મુકવામાં આવે અને પોલસની સાથે-સાથે જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે તેઓને પણ ફરિયાદી બનવાની તક આપવામાં આવે જેથી કરીને કોર્ટમાં જયારે કેસ ચાલે ત્યારે અસરગ્રસ્તો પોતાના પક્ષે રજૂઆત કરી શકે.
આખા ગુજરાતમાં આજેપણ અનેક સ્થળો પર જ્યાં રોજ ખુબ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થાય છે એવા સ્થળોએ તાત્કાલિક સરકારે તપાસ ઝુંબેશ શરુ કરવી જોઈએ, જેથી આવી ઘટના વારંવાર ન બને.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે મોરબીમાં જયારે બ્રીજ તુટ્યો અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા તેમાં હાઈકોર્ટે પણ એ વખતે ખુબ કડક સ્ટેન્ડ લઈને ઓબ્ઝર્વેશન કરેલ અને નગરપાલિકાને જવાબદાર ઠેરવેલ અને નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવેલ તેમ આ વખતે પણ હાઈકોર્ટે સુઓમોટો કરીને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપેલ છે. રાજકોટના અગ્નિકાંડની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની થાય છે. તો તાત્કાલિક અસર થી રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે અને મેયર અને કમિશનર સામે માનવ વધનો ગુન્હો નોંધવામાં આવે એવી પણ માંગણી કરીએ છીએ.
—————-
૨૭-૦૫-૨૦૨૪
દેશના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી પં. જવાહરલાલ નહેરૂની ૬૦મી પુણ્યતિથી નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરીયા બાલવાટિકા ખાતે પં. જવાહરલાલ નહેરૂની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આઝાદી જંગના લડવૈયા, આધુનિક ભારતના શિલ્પી, દેશના પ્રધાનમંત્રી પં. જવાહરલાલ નહેરૂને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલે જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એ ભારતની તાકાત છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે અનેક પડકારો વચ્ચે આધુનિક ભારત માટે જરૂરી શૈક્ષણીક સંસ્થાઓ, આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી., એન.આઈ.ડી. ઈન્ડિયન સ્કુલ ઓફ સોશ્યલ સાયન્સ, ઈન્ડિયન સ્કુલ ઓફ સાયન્સ સહિત અનેક મોટી સિંચાઈ યોજના, મોટા કારખાના દ્વારા ભારત નિર્માણ માટે પાયો નાંખ્યો. ભારતના લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત બનાવી. ભારતની જનતા માટે જરૂરી જાહેર સાહસોની સ્થાપના તરફ આગળ વધી. દેશને સમયબધ્ધ વિકાસ માટે આયોજન પંચ અને ત્યારબાદ પંચવર્ષિય યોજના દ્વારા દેશના વિવિધ વિકાસ પ્રકલ્પો અનેક સિધ્ધીઓ પૈકીનું યોગદાન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખબિમલ શાહ, શહેરના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને પં. જવાહરલાલ નહેરૂના કાર્યોને યાદ કરીને શતશત્ વંદન સાથે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
———–
૨૫-૫-૨૦૨૪
પ્રતિ,
આરોગ્ય મંત્રી ,
સ્વર્ણિમ સંકુલ ૧, સરદાર વલ્લભ પટેલ ભવન,
ગુજરાત રાજ્ય.
વિષય – ગુજરાત નાં મહાનગરો ની સિવિલ હોસ્પિટલ અને મહાનગર પાલિકા સંચાલિત હોસ્પીટલો (વી.એસ, શારદા, એલ.જી) ને તાત્કાલિક ધોરણે વાતાનુકૂલિત જનરલ વૉર્ડ થી સજ્જ કરવાં બાબતે.જય ભારત સાથે જણાવવાનું કે હાલ ગુજરાત માં આગઝરતી ગરમી થી લોકો ત્રસ્ત છે અને તેમાં પણ મહાનગરો માં તાપમાન ૪૬ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ રહ્યું છે અને તેના કારણે અનેક લોકો નાં હિટ સ્ટ્રોક થી મૃત્યુ નાં કિસ્સા સામે આવેલ છે. ગુજરાત વર્ષો થી વિકસિત રાજ્ય છે અને આરોગ્ય ની સેવાઓ પુરી પાડતી અનેક સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલો વર્ષો થી અહીંયા કાર્યરત છે પણ તેમાં કેટલીક માળખાગત ત્રુટીઓ છે અને સુવિધા નો અભાવ ઉડી ને આંખે વળગે છે. જ્યારે ચૂંટણીઓ સમયે ગુજરાત ને ગતિશીલ, વિકાસશીલ, સ્માર્ટ રાજ્ય, વાયબ્રન્ટ તરીકે રજૂ કરવાની હોડ લાગે છે અને વિશ્વગુરુ બનવા તરફ ની વાતો સાંભળવા મળે છે. ખાડી દેશો જેવી ગરમી અને તાપમાન માં ત્યાં નાં સત્તાધિશો અને વહિવટી તંત્ર દ્રારા તમાંમ સરકારી સંસ્થાઓ અને હોસ્પિટલો માં વાતાનુકૂલિત વાતાવરણ માં આરોગ્ય ની સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે ગુજરાત ની સરકારી હોસ્પીટલો માં તૂટેલાં અને બંધ હાલત માં રહેલા પંખા થી પરેશાન દર્દી અને સગાંઓ ની માનસિક અને શારીરિક સ્થિતિ નું આંકલન પીડાદાયક અને વિચલિત કરનારું છે, ગુજરાત રાજ્ય માં ઉંચા સરકારી વેરા ચૂકવતાં નાગરિકો ને સરકારી અને નગરપાલિકા સંચાલિત હોસ્પીટલો માં સરકાર દ્વારા જ વાતાનુકૂલિત વૉર્ડ માં જ તમાંમ સારવાર મળી રહે તે દિશા માં આયોજન કરી તાત્કાલિક સકારાત્મક અમલ કરવમાં આવે તેવી લાગણી અને માગણી છે.
—————
૨૩-૦૫-૨૦૨૪
· હીટવેવ વચ્ચે લૂ લાગવાથી થનાર મૃત્યુમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ રીસ્પોન્સ ફંડ અન્વયે ૪ લાખ રૂપિયા તાત્કાલીક સહાય ચૂકવવા કોંગ્રેસ પક્ષની મુખ્યમંત્રી સમક્ષ માંગ.
લૂ લાગવાથી (sun stroke) થનાર મૃત્યુમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ રીસ્પોન્સ ફંડ અન્વયે ૪ લાખ રૂપિયા તાત્કાલીક સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અસહ્ય તાપમાન (હીટવેવ) ના કારણે લૂ લાગવાથી સૂર્ય તાપથી ચામડી બળી જવી સહિત કુદરતી આપત્તીની ઘટના વિશેષ જોવા મળી રહી છે. જેમાં ઘણા બધા રાજ્યોમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે. અનેક બિમારીનો ભોગ બની રહ્યાં છે. ગંભીર રીતે હોસ્પીટલમાં દાખલ થઈ રહ્યાં છે. લૂ લાગવાથી બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો વિશેષ ભોગ બની રહ્યાં છે.ગુજરાતમાં પણ, હીટવેવ ના કારણે લૂ લાગવી (sun stroke), ચામડી બળીજવી અને ઝાડા-ઉલટી સહિત ચક્કર આવવાના બનાવો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. જેમાં સતત ઉમેરો થતો જાય છે.ભારે ગરમી એટલે કે ૪૫ થી ૪૭ ડીગ્રી ધોમધખતા હીટવેવથી સમગ્ર ગુજરાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે ત્યારે, લૂ લાગવા (હીટવેવ) ગુજરાતમાં જે નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે તેઓને સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (SDRF) માંથી મૃત્યુ પામનારના પરિવારને ૪ લાખ રૂપિયાની નાણાંકીય સહાય ચુકવવા કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીસમક્ષ માંગ કરી છે કારણ કે હીટવેવ પણ કુદરતી આપદા છે.
————-
૨૧-૦૫-૨૦૨૪
આધુનિક ભારતના ઘડવૈયા, ૨૧મી સદીના સ્વપ્નદૃષ્ટા સ્વ. રાજીવજીની પુણ્યતિથી નિમિત્તે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખઅને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી – એક શક્તિ, એક વિચારધારા, એક દ્રષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે. રાજીવ ગાંધી સ્વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચારો – વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા ધરાવતા હતા. રાજીવજી દ્વારા આ દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવવામાં અહમ યોગદાન આપ્યું અને તે એમની દીર્ઘ દૃષ્ટિ હતી જેના કારણે આજે દેશ ડિજિટલ રીતે ઘણો આગળ છે એક રાજ્ય થી બીજું રાજ્ય અને એક દેશથી બીજા દેશમાં થતી પૈસા અને વાતોની અવર જવર છે બાકી અત્યારે દેશ જેટલો આગળ છે તે કદાચના હોત. પરંતુ ત્યારે પણ તેમનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજીવજી દેશ માટે બોફર્સ ગન લાવ્યા ત્યારે પણ તેમના પર ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. કારગીલનું યુદ્ધ બોફર્સ ગનના કારણે જીત્યા હતા તે રાજીવ ગાંધીની દીર્ઘ દૃષ્ટિ હતી. ગુજરાતમાં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લોકોએ છાસની માંગ કરી હતી અને ત્યારે રાજીવ ગાંધી દ્વારા કોંગ્રેસ પક્ષને કહીને સમગ્ર રાજ્યમાં છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સમયે જ્યારે બે સભ્ય સંસદમાં ભાજપના હતા તો પણ તેમને ક્યારેય તેમને ખરીદવાનું કે દબાણ કરવાનું નથી વિચાર્યું અને એવું કહ્યું હતું કે આ બે છે પરંતુ એમના પ્રત્યે મને માન છે.
૧૮ વર્ષે આપ્યો મતાધિકાર – લોકશાહીનું નવસર્જન, કોમ્પ્યુટર ક્રાંતિ, પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો નાખ્યો, લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી, નવી શિક્ષણ નીતિ, દૂરસંચાર ક્રાંતિ, નવોદય વિદ્યાલયનું સર્જન, ૧૯૮૭માં ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, તેલબીયા, શિક્ષણ, ટેલીકોમ્યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ – સુવિધાઓ ઉભી કરીને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા., વિશ્વભરમાં ‘ડિસ્ટન્સ એન્ડ ઓપન એજ્યુકેશન’નો કન્સેપ્ટ પ્રચલિત હતો, ત્યારે રાજીવ ગાંધીએ અભ્યાસ કરવા ઈચ્છતાં ભારતના યુવાનોને ધ્યાનમાં રાખીને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નૂ)ની સ્થાપના કરી. આજે ઈગ્નુમાં લાખો વિદ્યાર્થીઓ ઘેર બેઠાં અભ્યાસ કરી રહ્યાં છે.
રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે, ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્ય છે. ‘એકવીસમી સદીના ભારતનું નિર્માણ’ કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું તેમજ ભારતને હાઈ-ટેકનોલોજીથી પરિપૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જે આજે સફળ થતું અનુભવી શકીએ છીએ. રાજીવ ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં મહત્વપૂર્ણ સુધારાનો આરંભ થયો., દેશમાં ઓરી-અછબડા શીતળા, મેલેરિયા, હિપેટાઈટિસ-બી, પોલીયો, સહીતની રસી વિદેશથી મંગાવવી પડતી હતી જે મોંઘી અને વિલંબથી ઉપલબ્ધ થતી હતી. રાજીવ ગાંધીએ દેશના વૈજ્ઞાનિકોને રૂબરૂ બોલાવી ઉત્પાદન અને સંશોધન માટે તમામ વ્યવસ્થાની શરૂઆત કરાવી જેના પરિણામે આજે દેશમાં રસી (વેક્સિન)ના ઉત્પાદન ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યું. સાથોસાથ રસીકરણ રાષ્ટ્રીય કાર્યક્રમની ઝુંબેશને પરિણામે ઓરી-અછબડા શીતળામાંથી મુક્તિ મળી અને ‘પોલીયો મુક્ત ભારત’ બન્યું. ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરંદેશી નીતિએ ભારતને એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવ્યું . રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા, રાજીવજીને સાચી શ્રધ્ધાંજલી એજ છે કે, તેમને જે રાષ્ટ્ર માટે રસ્તો કંડારેલ તે પથ પર સંકલ્પ સાથે આગળ વધીએ. પુણ્યતિથી નિમિતે શત શત નમન.. ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન, દીર્ઘદ્રષ્ટા પૂર્વ પ્રધાનમંત્રીરાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પૂર્વ પ્રમુખજગદીશ ઠાકોર, પૂર્વ સાંસદઅમી યાજ્ઞિક, વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખહિંમત પટેલ, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, અ.મ્યુ.કોં.નેતાશેહઝાદખાન પઠાણ, કોંગ્રેસ પક્ષના લોકસભા ઉમેદવાર સોનલ પટેલ, ભરત મકવાણા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા , પ્રદેશ ઉપપ્રમુખબિમલ શાહ, બળદેવ લુણી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, હિરેન બેંકર સહિત સેવાદળના સૈનિકો, શહેરના કાર્યકર્તાઓ – આગેવાનો – મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાજીવજીએ દેશ માટે આપેલ યોગદાન અને બલિદાનને યાદ કર્યા હતા.
————–
૧૪–૫–૨૦૨૪
પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષકદળ (LRD) ની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમોમાં અનેક વિસંગતતા અંગે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી વિગતવાર રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, PSI ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-A માં જ ૧૦૦ માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે ૪૦ ટકા ગુણ લાવવા ફરજીયાત છે. LRD ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-A માં જ ૬૦ માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે ૪૦ ટકા ગુણ લાવવા ફરજીયાત છે. ગણિત અને રિઝનીગ વિષય ગુણભાર અંગે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતા અનેક વિસંગતતા જોવા મળી રહી છે. GPSC વર્ગ-૧/૨ ની પરીક્ષામાં ૪૦૦ માર્ક્સની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ-રીઝનિંગ ૫૦ માર્ક્સનું છે.એટલે કે ૧૨.૫ % નું વેઇટેજ છે, નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીની ૨૦૦ માર્ક્સની પરીક્ષામાં મેથ્સ-રીઝનિંગ ૨૫ માર્ક્સનું છે. એટલે કે ૧૨.૫ % નું વેઇટેજ છે., જયારે પીએસઆઈના પેપરમાં મેથ્સ-રીઝનિંગ ૧૦૦ માર્ક્સનું એટલે કે ૧૦૦ % નું વેઇટેજ છે. જયારે એલ.આર.ડી.ના પેપરમાં મેથ્સ-રીઝનિંગ ૬૦ માર્ક્સનું એટલે કે ૭૫ % નું વેઇટેજ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાઓમાં ગણિત વિષય માટે ૧૫ થી ૨૦ % નું વેઇટેજ છે. પંચાયત સેવા પસંદગી મંડળની પરિક્ષાઓમાં ગણિત વિષય માટે ૧૫ થી ૨૦%નું વેઇટેજ છે. નગરપાલિકાઓ-મહાનગર પાલિકાઓની પરિક્ષાઓમાં પણ ગણિત વિષય માટે ૧૦ થી ૨૦% નું વેઇટેજ છે.
અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જોગવાઈ કરતા પણ વિસંગતતા જોવા મળી રહી છે. નાયબ મામલતદારનું ફાઈનલ મેરિટ ૪ વર્ણનાત્મક પેપરોના કુલ ગુણને લીધે નક્કી થાય છે. કોઈપણ પેપરમાં ૪૦% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી. પબ્લીક સર્વીસ કમીશન (PSC) વર્ગ ૧-૨ માં ફાઈનલ મેરિટ ૬ વર્ણનાત્મક પેપરો અને મૌખિકના કુલ માકર્સના આધારે થાય છે, કોઈપણ પેપરમાં ૪૦% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી, LRD ના એક જ પેપરમાં ભાગ-A અને ભાગ-B બંનેમાં ૪૦% ફરજિયાત લાવવાની જોગવાઈ કરી છે. PSI ની પરીક્ષામાં પેપર-1 માં પાર્ટ – A માં ૪૦% અને પાર્ટ – B માં ૪૦% ફરજિયાત લાવવાની જોગવાઈ છે, તેમજ પેપર – ૨ માં પણ ફરજિયાત ૪૦% લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ૪૦% ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અન્યાય અને અયોગ્ય છે. PSI વર્ણનાત્મક (ગુજરાતી-અંગ્રેજી)પેપરમાં ટોપિકને ફાળવેલ માર્ક્સની બાબત સામે પ્રશ્નાર્થ છે. ગુજરાતીમાં નિબંધ માટે ૩૦ માર્ક્સ, પરીક્ષક તેની મરજી મુજબ વધારે કે ઓછા માર્ક્સ આપીને વિદ્યાર્થીઓને અન્યાયકર્તા બની શકે. ભાષાનાં બધાં જ પેપરો તે પછી નાયબ મામલતદાર હોય, જીપીએસસી ૧-૨ નાં હોય કે UPSC નાં હોય તેમાં વ્યાકરણનાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે જે, પીએસઆઈ પરીક્ષામાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કોઈનેય અન્યાય ન થાય તેવા તટસ્થ મૂલ્યાંકન માટે ૭૦ માર્ક્સના ગુજરાતીના પેપરમાં નિબંધના ૧૦ થી વધુ માર્ક્સ ન હોવા જોઈએ. તેમ જ તટસ્થ હેતુલક્ષી મૂલ્યાંકન માટે ભાષાના પેપરમાં વ્યાકરણના હેતુલક્ષી પ્રશ્નો હોવા જ જોઈએ.
પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના નવા નિયમો રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે. દોડના માર્ક્સ કાઢી નાખવાથી પોલીસ દળમાં મજબૂત અને સશક્ત ઉમેદવારોની સંખ્યા ઘટશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ના ગુજરાતી-અંગ્રેજીના પેપરના તટસ્થ મૂલ્યાંકન પર પ્રતિકૂળ અસર ઉભી કરશે.શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાનતા ઊભા કરનારા છે. રાજ્યના લાખો યુવાનો માટે સ્પર્ધાત્મક પરિક્ષામાં વિસંગતતા દુર કરીને દરેકને સમાન તક મળે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ રાજ્યના મુખ્યમંત્રીસમક્ષ કરી છે.
———–
૧૫-૦૫-૨૦૨૪, બુધવાર
° કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન ને પગલે સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. – અમિત ચાવડા
° ભુતકાળમાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનની સહાય હજુ ચૂકવવામાં નથી આવી તે પણ તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવે.- અમિત ચાવડા
વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના અનેક તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો, અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે. વીજળી પડવાથી જાનહાની પણ થઈ છે, એવા સંજોગોમાં ખેડૂતોની હાલત પડ્યા પર પાટા સમાન થઈ છે. એક બાજુ ઉત્પાદનના પૂરતા બજારમાં ભાવ ના મળતા હોય સાથે ખાતર બિયારણ પણ મોંઘું થયું હોય, અને બીજી બાજુ વારંવાર કમોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિ થાય. કુદરતી આફતો ના લીધે જે નુકસાન પાછલા વર્ષોમાં પણ થયું એનું પણ આજ દિન સુધી ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં નથી આવ્યું સરકાર પાસે અમારી માંગણી છે કે તાત્કાલિક સર્વે કરાવે. કૃષિ વિભાગ એમ કહી રહ્યું છે કે ચાર દિવસની આગાહી છે, ત્યાર પછી અમે સર્વે કરાવીશું. સરકાર પાસે આટલું મોટું તંત્ર હોય અને હવે તો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સરકારી અધિકારીઓ ચૂંટણી ફરજ માંથી મુક્ત થઈ ગયા છે, તો સરકાર તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરાવી જે પણ નુકસાની થઈ છે તેની વળતર તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે. તેમજ મૃતકોના પરિજનોને પણ તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે તેવી ગુજરાત સરકાર પાસે અમારી માંગણી છે.
————
૬–૫–૨૦૨૪ દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET) પરીક્ષાના પેપરલીક થવાથી દેશના ૨૩ લાખ ગુજરાતના ૮૦,૦૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીની અને તેમના પરિવારોના સપનાઓ સાથે વિશ્વાસઘાત છે. ત્યારે ભાજપા સરકારમાં પ્રવેશ પરીક્ષા અને સરકારી વિભાગોની ભરતી માટે પરીક્ષાઓના વારંવાર પેપરલીક થવાની ઘટનાઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશભરમાં ૫૫૭ અને ૧૪ વિદેશ શહેરોમાં મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ યોજાઈ હતી જેમાં ૨૩ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પ્રવેશ પરીક્ષા હતી. ધો. ૧૨ પાસ પછી તબીબી અભ્યાસક્રમો મેડીકલ (MBBS) ડેન્ટલ (BDS) માં પ્રવેશ માટે મહેનત કરીને સપના સજાવતા વિદ્યાર્થીઓ હોય કે સરકારી નોકરી માટે સંઘર્ષ કરી રહેલા મહેનતુ યુવાનો, દરેક માટે કેન્દ્રની મોદી સરકાર અભિશાપરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રમાં છેલ્લા ૧૦ વર્ષથી અને ગુજરાતમાં ૨૫ વર્ષથી ભાજપ સરકારની નાકામીપણાની કિંમત દેશના અને ગુજરાતના યુવાનો અને તેમના પરિવારો પણ સમજી ચુક્યા છે કે ભાષણ કરવું એક વાત છે અને શાસન ચલાવવું બીજી વાત છે.૨૫ વર્ષથી ભાજપા સરકારમાં મોટા પાયે ગોલમાલ-ગોટાળાએ ભાજપા સરકારની સિધ્ધી બની ગઈ છે. ગુજરાતમાં ૧૪ કરતા વધુ વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટાભાગની સરકારી નોકરી માટેની પરીક્ષામાં-ભરતીમાં ગેરરીતી-ગોલમાલ, પેપરલીંક એ સામાન્ય ઘટના બની ગઈ છે.કોંગ્રેસ પક્ષએ ન્યાય પત્ર દ્વારા કડક કાયદો બનાવીને યુવાનોને પેપરલીક થી મુક્તિ અપાવવાનો અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાનો સંકલ્પ કર્યો છે. વિદ્યાર્થી, યુવાનો, સ્વાસ્થ્ય અને પારદર્શી માહોલ માટે કોંગ્રેસ પક્ષની ગેરંટી છે.
——————
૬–૫–૨૦૨૪ સર્વ સમાજને ન્યાય મળે તેવી પ્રાર્થના સાથે અમદાવાદના શાહપુરના ૨૦૦ વર્ષ જુના રામજી મંદિરમાં દર્શન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, ભગવાન પર ભાજપનો ઇજારો હોય એમ વર્તે એ વ્યાજબી નહીં. વિવિધતામાં એકતા આ દેશમાં ધર્મના સિદ્ધાંતોના કારણે આવી છે. મારા દર્શન કરવાથી ભાજપને તકલીફ પણ પડી શકે. ઈન્દિરા ગાંધીનો જ્યારે પરાજય થયો ત્યારે તેમણે અંબાજી મંદિરમાં દર્શન કરી પુનઃ શરૂઆત કરી હતી. રામજી મંદિર માટે ટ્રસ્ટે સરકાર પાસે મદદ માંગી હતી પરંતુ ના કરી. આવતીકાલે મતદાન છે ત્યારે આજે રામજીના દર્શન કર્યા. ભગવાન રામ વેશ પલટો કરી લોકો વચ્ચે જતા હતા. આજે તો મારા ગુજરાતમાં ભાજપ સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી, ભગવાન રામ નું નામ લેવા સાથે એમના સિદ્ધાંતોને પણ અનુસરવું જરૂરી છે. મારા વ્હાલા ગુજરાતીઓએ આ ચૂંટણીમાં કોંગ્રેસને અપાર પ્રેમ આપ્યો. અમે આર્થિક રીતે પાછા પડ્યા તો લોકોએ મદદ કરી, ગુજરાતીઓએ પ્રેમથી કોંગ્રેસના ઉમેદવારોને આવકાર્યા છે. સહકાર આપ્યા બાદ આવતીકાલે ગુજરાતીઓ મત પણ આપશે. હું ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરવા સાથે મતની પણ અપીલ કરું છું. ભાજપ સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ ના બદલે ડરાવવાનું કામ કરે છે. પાટીદાર, માલધારી, આદિવાસીઓ સાથે સંવાદ ના કરી સરકારે સંઘર્ષ કર્યો. ક્ષત્રિયોના આંદોલનમાં પણ સરકારે અહંકાર દર્શાવ્યો. આ જ વ્યક્તિએ અગાઉ લેઉવા પાટીદાર સમાજ માટે પણ આણછાજતાં શબ્દો બોલ્યા હતા. મારા વડાપ્રધાન દેશની બહેનોની અસ્મિતા અંગે કંઈ જ ના બોલ્યા એનું દુઃખ છે. જનતા જનાર્દન પોતાના ત્રાજવામાં બાબતને મૂલવશે એવો મને વિશ્વાસ છે.સુરતના નિલેશ કુભાણીનુ ફોર્મ રદ થયા બાદ કાયદાકીય લડત લડવા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલને પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આ લડાઇ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની છે. જે મેટર કોર્ટમાં દાખલ થઇ છે કે થવાની છે તેના વિશે ટીપ્પણી યોગ્ય નથી. પ્રદેશ પ્રમુખ તરીકે આ કેસ વિશે નિવેદન આપું તો કોર્ટમાં મારા જ શબ્દો નો ઉપયોગ થઇ શકે. મેરીટ પર કેસને અંદર પણ નુકસાન થાય એટલે નિવેદન યોગ્ય નથી. જો ભાજપ પાંચ લાખ મતથી જીતવાની હતી તો શા માટે આ હથકંડા કર્યા ? ટેકેદારોને રાતો રાત સપનું આવ્યું કે સહી અમે નથી કરી. અપક્ષ અને બસપાના ઉમેદવાર સાથેની પોલીસની ભુમિકા આપણી સામે છે. સુપ્રીમ કોર્ટે નોટા રહેવા દેવા માટે કહ્યું હતુ. ભાજપને ડર હતો કે નોટાને ભાજપ કરતાં વધારે મત મળશે. સુરતના મતદારોને મતાધિકાર થી વંચિત કરવાનું પાપ કરેલુ તે ભાજપે ભોગવવું પડશે.ઐતહાસિક-પૌરાણીક રામજી મંદિરના દર્શન પ્રસંગે કોંગ્રેસ પક્ષના અમદાવાદ પૂર્વના ઉમેદવારહિંમત પટેલ, અમદાવાદ પશ્ચિમના ઉમેદવારભરત મકવાણા, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને રામજી મંદીરના ટ્રસ્ટીપંકજ શાહ, કાઉન્સીલરનિરવ બક્ષી, માધુરી કલાપી, પૂર્વ કાઉન્સીલર મોના પ્રજાપતિ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
———–
૬-૦૫-૨૦૨૩
· ભાજપા નાં સાંસદ અને આણંદ લોકસભા નાં ઉમેદવાર મિતેષ પટેલ દ્વારા આચરવામાં આવેલ 50 કરોડ નાં ભ્રષ્ટાચાર ની તપાસ કરવામાં આવે – ડૉ અમિત નાયક
આજરોજ એક માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં પ્રવક્તા ડૉ અમિત નાયક દ્વારા જણાવવામાં આવેલ કે અમદાવાદ મુંબઇ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એ કેન્દ્ સરકાર અને રાજ્ય સરકાર નો સંયુક્ત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જે 2013 થી અમલ માં આવેલ અને આ પ્રોજેક્ટ હેઠળ આવતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તાર માં આવેલ ખેતી કે બિનખેતી જમીન, મકાન કે ફેક્ટરીઓ નો યોગ્ય સર્વે કરી, દસ્તાવેજ ની ચકાસણી કરી અસર કરતાં ને વળતર ચૂકવવાની જોગવાઈ છે. ઉપરોકત પ્રોજેક્ટ માં કેન્દ્ અને રાજ્ય સરકાર નાં અધિકારીઓ જોડે સાંઠગાંઠ કરી પોતાના પદ નો દુરુપયોગ કરી જે તે સમયે આણંદ લોકસભા નાં ભાજપા નાં ઉમેદવાર અને તત્કાલ સમય નાં સાંસદ મિતેષ પટેલ દ્વાર પોતાની ઉભી કરેલી કંપની દિવ્યકિરણ એગ્રો પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેમાં તેઓ ખુદ ડિરેક્ટર તરીકે સીધાં લાભાર્થી છે અને ખોટાં દસ્તાવેજ અને સર્વે રીપોર્ટ ઉભા કરી સરકાર નાં 50 કરોડ થી વધારે ની રકમ ની કટકી ખાઈ આણંદ અને ગુજરાત ની જનતા સાથે વિશ્વાસઘાત કરેલ છે અને ભાજપા નાં “ખાતો નથી અને ખાવા દેતો નથી” નાં ખોટાં સૂત્રો સાથે તાલમેલ થતાં નથી. જો ખરેખર મોદી સરકાર ભ્રષ્ટાચાર નાં મામલે ગંભીર હોત તો ઉપરોકત મામલે કૉંગ્રેસ પક્ષ નાં નેતા દ્વારા અગાઉ પણ તપાસ ની માંગણી કરી હતી તેની નિષ્પક્ષ તપાસ કરી ને આણંદ ની જનતા સમક્ષ રિપોર્ટ કાર્ડ મૂકી શકતાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપા નાં નેતાઓ નાં ભ્રષ્ટાચાર નાં રૂપિયા થી જિલ્લા અને શહેરી વિસ્તારો માં માત્ર કમલમ કાર્યાલયો નો વિકાસ જ તેમનાં ભ્રષ્ટાચાર ની ચાડી ખાઈ છે.
———–
૨૨–૩–૨૦૨૪
સંપૂર્ણ બિનલોકશાહી ઢબે કાર્યવાહી કરીને લોકતંત્રને બદનામ કરવાનું અને કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાનું કામ કરતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, આપણા દેશની લોકશાહીની ઉત્તમ પરંપરાઓ અને બંધારણ આઝાદી પછી સમગ્ર વિશ્વમાં ઉત્તમ પ્રતિષ્ઠા પામી ચૂકી છે. ગભરાઈ ગયેલી ભાજપ એ વિરોધ પક્ષ સમાન રીતે ચૂંટણીનો મુકાબલો જ ન કરી શકે તે રીતે કર્યું છે. લોકશાહીના મૂળભૂત સિદ્ધાંત તમામ રાજકીય પક્ષોને લોકોની વચ્ચે જવા માટે સમાન વ્યવસ્થા, સમાન તક એટલે કે અંગ્રેજીમાં Equal Level Playing Field કહેવામાં આવે છે. ભાજપે ભૂતકાળમાં આપેલી મોટી-મોટી ગેરંટીઓ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે હારનો સામનો કરવો પડશે અને અબ કી બાર સત્તા સે તડીપાર જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે વિરોધપક્ષો ચૂંટણી જ ન લડી શકે તેવા તમામ હથકંડાઓ શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને ૧૧૫.૩૨ કરોડ રૂપિયા કે જે દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને ભાજપનો મુકાબલો કરવા માટે ધન સ્વરૂપે આપ્યા હતા તે કોંગ્રેસ પક્ષના ખાતામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે.
આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલા દાન ઉપર કોઈપણ પ્રકારના ઈન્કમટેક્સ હોતો નથી. ભાજપા સહિત કોઈપણ રાજકીય પક્ષ ઈન્કમટેક્સ ભરતો નથી. આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના ૧૧ બેંક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા ? વર્ષ ૨૦૧૭-૧૮માં કોંગ્રેસ પક્ષને રૂ. ૨૧૦ કરોડનું દાન મળેલું, જેમાં માત્ર રૂ. ૧૪.૪૯ લાખ રોકડ દાનસ્વરૂપે સંસદસભ્યઓ દ્વારા મળેલા હતા, એટલે કે કુલ મળેલ દાનના ૦.૦૭% રોકડમાં દાન હતું. ૨૦૧૭-૧૮ના વર્ષમાં મળેલા આ દાનને સાત વર્ષ બાદ માત્રને માત્ર આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને નાણાકીય તકલીફો ઉભી થાય એટલા માટે જ સમગ્ર પ્રકરણ ઉભું કરવામાં આવ્યું. આ ટાઈમીંગ જુઓ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા અને રૂ. ૨૧૦.૨૫ કરોડનું લીયન કાઢવામાં આવ્યું. માત્ર રૂ. ૧૪.૪૯ લાખ રોકડ દાન ઉપર ૧૦૬% વધારાના ગણીને રૂ. ૨૧૦ કરોડની માંગણી કેટલા અંશે વ્યાજબી? ઈન્કમટેક્ષની કલમ ૨૩૪(એફ) અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર ૧૦ હજાર રૂપિયાનો દંડ કરી શકાય. આ સમગ્ર બાબતથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાર ભાળી ગયેલી ભાજપ વિરોધપક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે બિનલોકશાહી હથકંડા કરે છે. કોંગ્રેસ પક્ષને પરેશાન કરવા ભાજપ એક બીજી પણ હાસ્યાસ્પદ નોટીસ આપી છે વર્ષ ૧૯૯૩-૯૪માં કે જ્યારે સીતારામ કેસરીજી અધ્યક્ષ હતા તે સમયની લીયન ચાર્જીસની ગણતરી કરીને આપો. ૩૧ વર્ષ પછી આ પ્રકારની માંગણી કે નોટીસ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપની હતાશા કેટલી હદ સુધીની છે.
સંપૂર્ણ ગેરકાયદેસર આ કાર્યવાહી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ ચોક્કસ ન્યાયાલયમાં જઈને ન્યાય મેળવી શકે તેવી પરિસ્થિતિ હોવાના કારણે સાત વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી અને જ્યારે એકદમ ચૂંટણી માથા ઉપર આવી ગઈ ત્યારે જ બેંક ખાતાઓ ફ્રીઝ કરીને પૈસા ઉઠાવી લીધા કે જેથી હવે જ્યારે નીચેથી ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલથી શરૂ કરીને સુપ્રિમ કોર્ટ સુધી કાયદાકીય લડત પહોંચે ત્યાં સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય અને જ્યારે ચૂંટણીના સમયે નાણાની જરૂરિયાત હોય ત્યારે કોંગ્રેસ પક્ષને નાણા મળે જ નહીં આ પ્રકારની હલકી રાજનીતિ ભાજપે કરી છે.
એક તરફ ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપએ ભયમુક્ત ભ્રષ્ટાચારી ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયાનું ધનભંડોળ એકત્રિત કરી દીધું છે. એક તરફ સરકારી તિજોરીમાંથી મોટા લાભ આપવાના અને બીજી તરફ ઈલેક્ટોરલ બોન્ડના નામે કમિશન લેવાનું તથા ED, IT અને CBIની રેડો કરાવીને હપ્તાની વસૂલી કરવાના અનેક કિસ્સાઓ નામદાર સુપ્રિમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડની માહિતી જાહેર કરાવી છે ત્યારથી બહાર આવ્યા છે. એક પક્ષ ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયાનો ઈલેક્ટોરલ બોન્ડથી ધનસંગ્રહ કરીને બેઠો છે એ પક્ષ મુખ્ય વિરોધપક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના ્ક એકાઉન્ટ ફ્રીઝ કરે અને ગેરકાયદેસર નાણા પણ ઉઠાવી લે તે લોકશાહીના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે. કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચીરહરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરે અને તેને પરાસ્ત કરશે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સી.ડબ્લ્યુ.સી.ના સભ્યજગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશનો તાનાશાહ ડરી ગયો છે. સત્તામાં હતા ત્યારે શું ખેલ કર્યા છે તે સૌ જાણે છે. સત્તા જતી રહે તો શું હાલ થશે તે જાણે છે. રાહુલ ગાંધીની યાત્રા રોકવાના પણ અનેક પ્રયાસ ભાજપે કર્યા. કોંગ્રેસને હેરાન કરવાનું ભાજપે કંઈ બાકી નથી રાખ્યું, ભાજપે 10 વર્ષમાં તાલુકાથી જિલ્લા અને રાજ્યોમાં કાર્યાલય બનાવ્યા. હોટલ જેવા કાર્યાલય બનાવવાના પૈસા 10 વર્ષમાં ક્યાંથી આવ્યા. કમલમમાં કમિશન જમાં કરાવો તો જ સરકારી કોન્ટ્રાક્ટના બિલ મંજૂર થાય, ચૂંટણીમાં હજુ અનેક અથકાંડા ભાજપ અજમાવશે.
રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્વ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાજયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે કોંગ્રેસના મંચ પરથી માત્ર હકીકત કહેવી છે. જે કારણોથી કોંગ્રેસ પક્ષનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય તે પૈકીનું એક પણ કારણ આમાં નથી. વિજય માલ્યા રૂ. ૯ હજાર કરોડમાં બેંકને નવડાવી ગયા.નિરવ મોદી, મેહુલ ચોકસી, સાંડેસરા બ્રધર્સ આ તમામ લોકો કરોડો રૂપિયાના નાણાં ઉઠાવીને જતા રહ્યા મોદી સરકારના શાસનમાં દેશમાં ફ્રોડની રકમ ૫.૩ ટ્રિલિયન રૂપિયાના સુધી પહોંચી ગઈ છે.વિશ્વમાં ખૂબ આદર સત્કારની વાતો કરતી ભાજપ જ્હોનિસબર્ગમાં સાહેબનું પ્લેન 15 મિનિટ રોકી રખાય તે અંગે કેમ કશું બોલતી નથી. એક ભારતીય તરીકે દુઃખ થાય. ભાજપનો આત્મવિશ્વાસ ખૂટવા લાગ્યો છે. મહાભારતમાં કૃષ્ણે પાંડવો માટે માત્ર ૫ ગામડા માગ્યા હતા.ભાજપ દેશને અરાજકતા, તોફાનો, ધ્રુવીકરણ જેવા રસ્તે લઈ જઈ રહી છે. કોંગ્રેસ વર્ષોથી ચાલતો નદીનો પ્રવાહ છે એક હાથથી તેને રોકી શકાય નહીં. શ્યામાપ્રસાદ મુખરજી અને અટલજી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને બાદમાં જનસંઘમાં જોડાયા હતા.દિલ્હીની સરકાર કુરુક્ષેત્ર બનાવવા તરફ આગળ વધી રહી છે. માલદીવ જેવો નાનો દેશ આખો કાઢે છે, ત્યાં તાકાત બતાવે ભાજપ સરકાર.
આ પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ઉપપ્રમુખબિમલ શાહ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા , પ્રદેશ પ્રવક્તાહિરેન બેંકર ઉપસ્થિત રહ્યા હતા.
———–
૨૦-૩-૨૦૨૪
· ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને ૭૦ કરોડ કરતા વધુની રકમ ‘ચંદા દો, ધંધા લો’ની ભાજપ સરકારની લુટનીતિનો શું આ ભાગ છે?
· ભાજપ પોતાના કરોડો રૂપિયાના પાર્ટી ફંડની લાયમાં દરિયાઈકાંઠાના ગામડાઓનું, અને ભાવિ પેઢીનું પતન કરી રહી છે
ગેરકાયદેસર ખનીજ-ખનનના પરવાના આપી અબજો રૂપિયાની કુદરતી સંપદા લુંટનાર કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને ૭૦ કરોડ કરતા વધુની રકમ ‘ચંદા દો, ધંધા લો’ની ભાજપ સરકારની લુટનીતિનો શું આ ભાગ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે ગેરકાયદેસર, બેરોક-ટોક ખનીજ લુંટની સામે ઈલેક્ટોરલ બોન્ડનાં નામે ગ્રાસીમ અને એસ્સેલ માઇનિંગ દ્વારા મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાનાં માઇનિંગ પ્રોજેકટ મોટા પાયે કરી રહ્યા છે. એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી લીમીટેડે તારીખ ૧૨ એપ્રિલ ૨૦૧૯ એક જ દિવસમાં ૫૦ કરોડથી વધુનાં ઈલેકટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી તારીખ ૧૨ એપ્રિલ ૨૦૧૯ એમ એક જ તારીખે ૨૦ કરોડના ઈલેકટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. એસ્સેલ માઇનિંગ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી આ બન્ને માઇનિંગ કંપનીઓ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે અને તેઓએ ખાનગી રીતે ઇલેક્ટોરલ બોન્ડ થકી ૭૦ કરોડથી વધુ ફંડ ભાજપને આપ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. શું આ ૭૦ કરોડની ઇલેકટોરલ બોન્ડની માતબર રકમ માત્ર સૌરાષ્ટ્રના મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાના ખનીજ ખનન મનફાવે તે રીતે કરી શકે તેના ભાગરૂપે આપવામાં આવી છે? મહુઆ તાલુકાના ભાદ્રોળ, ઢસાકુંડળ, નેક અને ઉચા કોટડા સહિતના ગ્રામ વિસ્તારોમાં મોટા પાયે ખનન માફિયા ખનન ચોરી કરી રહ્યા છે. ભાજપ પોતાના કરોડો રૂપિયાના પાર્ટી ફંડની લાયમાં દરિયાઈકાંઠાના ગામડાઓનું, અને ભાવિ પેઢીનું પતન કરી રહી છે. ભારતીય રીઝર્વ ્ક (આર.બી.આઈ.) ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ ચેતવણીપત્ર માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડ્રીંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે. ભાજપની ચંદા દો-ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફર્જી કંપની (શેલ કંપની)એ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઉભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે. વર્ષ ૨૦૧૮ પછી ૪૩ જેટલી કંપનીએ તેની સ્થાપના ના છ મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને ૩૮૪.૫૦ કરોડનું દાન આપ્યું. વર્ષ ૨૦૧૮માં નાણામંત્રાલયએ પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ (HIGH RISK) ના રૂપમાં ઓળખ કરી હતી. આ ૧૯ કંપનીઓએ પણ ૨૭૧૭ કરોડ રૂપિયા ઇલેકટોરલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી ૧૮ કંપનીઓ નાણામંત્રાલયની પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ (HIGH RISK) લીસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી.
———–
૧૯-૦૩-૨૦૨૪
· શેરડી પિલાણ સિઝન 2023-24ના શેરડીના આખરી ભાવ ખેડુતોની સ્થિતિ ધ્યાનમા રાખી બહાર પાડવામા આવે..
સમગ્ર સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો દ્વારા શેરડીના પિલાણ સિઝન વર્ષ 2023-24ના ભાવ બહાર પાડતા પહેલા તમામ સુગર ફેક્ટરીના સંચાલકો ખેદુતોની વર્તમાન સ્થિતિ ઉપર અભ્યાસ કરે.
સુગર ફેક્ટરીઓને પ્રતિ એક ટને શેરડીમાંથી અંદાજિત કિંમતની આવક થાય છે. પ્રતિટન શેરડીમાંથી નીચે મુજબની આવકના આંકડા.
1. 100 કિલો ખાંડ (સ્ટોક વેલ્યુ 1-4-2023) રૂ. 3200
2. મોલાસીસ રૂ600
3. બગાસરૂ220
4. પ્રસમડરૂ2
5. ઈથેનોલ રૂ160
6. અન્ય આવક રૂ50
7. સ્ટોક ભાવ વધારો ખાંડનો રૂ480
8. બળેલી શેરડી રૂ30
9. રિકવરી (10.10) રૂ360
આમ અંદાજિત પ્રતિ ટન શેરડીની આવક રૂપિયા 5102 જેટલી કેટલીક સુગરોને આવક થવાના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. પરંતુ દરેક સુગર ફેક્ટરીની રિકવરી અલગ અલગ હોય. જેથી રિકવરીના આંકડા દરેક ખેડૂતે પોતાની સુગરમાં મેળવીને અંદાજ માંડવામાં આવશે.
કાપણી ખર્ચ પ્રતિ ટનની મજૂરી 396 રૂપિયા, મુકદ્દમ કમિશન 80 રૂપિયા 220 રૂપિયા વાહન ભાડુ મળી કુલ 696 જેટલો ખર્ચ થાય છે.અને ફેક્ટરી સાઈડે 704 જેટલો મળી કુલ 1400 રૂપિયા પ્રતિટને અંદાજિત થવાના આંકડા પ્રાપ્ત થયા છે.
હાલમાં સમગ્ર દ.ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને પ્રતિ ટને ૪૫૦૦ રૂપિયાથી ઓછા ભાવ પરવડે તેમ નથી. આમ ખેતી ખર્ચ દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડિઝલ, તેમજ વધતી જતી મોંઘવારી જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને સહકારી સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટરે ભાવ પાડવા જોઈએ.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સુમુલની આઈસ્ક્રીમના કામરેજ પારડી ખાતે ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વ્યારા સુગર ચાલુ થવાથી ગોળના કોલાવાળાએ રોકડેથી 3000થી 3500 રૂપિયાના ભાવે પ્રતિ ટન શેરડી ખરીદી કરી હતી. પહેલા આદિવાસી ખેડૂત પાસે 1800થી 2000માં પડાવી લેતા હતાં. માનનીય ભાજપા પ્રમુખનો આદીવાસી પ્રેમ ક્યારથી જન્મ્યો ? તેમને યાદ કરાવીએ કે આજે દ.ગુજરાતના શેરડી પકવતાં ખેડૂતોને શેરડીના પુરેપુરા નાણાં શેરડી કટિંગની પ્રક્રિયા પૂર્ણ થયા પછી 29 મહિના પછી આપવામાં આવે છે. જ્યારે પહેલાના સમયમાં શેરડીના આખરી ભાવની 80 ટકા રકમ બે હપ્તામાં જ ચૂકવી દેવામાં આવતી હતા. ઉપરાંત આજે એડવાન્સ પેમેન્ટ પેટેની રકમનુ ખેડુતો પાસેથી 12 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. આમ ભાજપા પ્રમુખ શેરડી પકવતા ખેડુતોને પડ્યા પર પાટુ મારવાનુ બંધ કરે,
હા બિલકુલ સાચુ ગોળના કોલા શેરડી કાપણી થાયને તરત જ પુરેપુરુ પેમેન્ટ ખેડૂતને ચૂકવી દે છે. જેથી કેટલાક દ.ગુજરાતમાં નાના ખેડૂતો શેરડી ગોળના કોલાવાળાને આપી દે છે. સુગર ફેક્ટરીના વહીવટકર્તાઓએ આ બાબતની ગમ્ભીર નોંધ લેવી જોઇએ, કારણ કે જો સુગર ફેકટરી ખેડુતોને પુરા ભાવ નહી આપે તો ખેડુત અન્ય વિકલ્પ પસંદ કરે છે, માટે સુગર ફેકટરીઓ યોગ્ય પરિવર્તન લાવી ખેડૂતોને બે હપ્તામાં 90 ટકા પેમેન્ટનુ ચુંકવણુ કરે જેથી શેરડી પકવતાં ખેડૂતોનો સુગર ફેક્ટરી ઉપર ભરોસો વધે અને શેરડીનો પુરવઠો આપે.
બિનમંજૂરી શેરડીનો વેપાર પણ બંધ થઈ શકે એમ છે. સમગ્ર ગુજરાતમાં ભાજપની સરકાર હોય. અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય. ખાંડની એમએસસી 1 કિલોના 45 રૂપિયાની રજૂઆત કરવી જોઈએ. સમગ્ર દેશમાં ખાંડનું કુલ ઉત્પાદનમાંથી 85 ટકા ખાંડનો વપરાશ કોલ્ડડ્રીગ્સ, આઈસ્ક્રીમ, મીઠાઈ, ચોકલેટ જેવામાં થાય છે. ઘરેલુ વપરાશ 15 ટકા જેટલો જ છે. જેથી શેરડી પકવતાં ખેડૂતને પણ આજની મોંઘવારીમાં ખાંડની એમએસસી પ્રતિકિલોએ 45 રૂપિયા કરવામાં આવે તો આજના યુવાનો પણ ખેતીમાં જોડાઈ શકે એમ છે.
આમ સહકારી ક્ષેત્રે ચાલતી તમામ સુગર ફેક્ટરીના વહીવટકર્તા કારભારીઓ દ્વારા ખેડૂતના હિત માટેના પગલાં લેવામાં નહી આવે તો આવનારા સમયમાં કેટલીક સુગર ફેક્ટરીઓ ખાનગીકરણ થવાની શક્યતા રહેલી છે.
————-
૧૫-૩-૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલની મંજૂરીથી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્યહિંમત પટેલ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વોર્ડ પ્રમુખઓના સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર મહાનગરપાલિકા છે અને મેગાસીટી તરીકેનું બિરૂદ ધરાવે છે. અમદાવાદ શહેર 18 વિધાનસભા અને 4 લોકસભા સાથે જોડાયેલો બ્રૃહદ વિસ્તાર છે ત્યારે ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વોર્ડમાં બે પ્રમુખ બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. કેટલાક વોર્ડમાં 100 થી વધુ બુથ આવતા હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં સંગઠન વધુ મજબુત બને અને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ યોગ્ય સંગઠન બને તે દિશામાં નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરના 40 વોર્ડમાં વોર્ડ દિઠ બે પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે ત્યારે 8 વોર્ડમાં વોર્ડ દીઠ એક પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. 28 જુના વોર્ડ પ્રમુખોને પુન નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 20 પ્રમુખોને અમદાવાદ શહેર સમિતિમાં સંગઠનની કામગીરી સોંપાયેલ છે. આવનારા દિવસોમાં વોર્ડ પ્રમુખઓ હેઠળ મંડળ અને સેક્ટરના બુથ પ્રમુખો બનાવવામાં આવશે. આવનારા દિવસોમાં અમદાવાદ શહેર કો-ઓર્ડીનેશન કમીટી અને વોર્ડ કો-ઓર્ડીનેશન કમીટીની રચના કરવામાં આવશે. શહેરની કો-ઓર્ડીનેશન કમીટીમાં સીનીયર આગેવાનો, પૂર્વ પ્રમુખઓ, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ અને પ્રદેશના આગેવાનોનો સમાવેશ થશે. વોર્ડ કો-ઓર્ડીનેશન કમીટી જેમાં વોર્ડ પ્રમુખ, પૂર્વ વોર્ડ પ્રમુખઓ, મ્યુનિ. કાઉન્સીલર, પૂર્વ મ્યુનિ. કાઉન્સીલરનો સમાવેશ કરવામાં આવશે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસમાં 323 હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 1 ખજાનચી, 12 પ્રવક્તાઓ, 77 ઉપપ્રમુખઓ, 131 મહામંત્રીઓ અને 102 મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકમાં સીનીયર આગેવાનો અને યુવા આગેવાનોનો સમન્વય કરાયો છે. તમામ નિમણુંક પામેલ કોંગ્રેસ પક્ષના આગેવાનોને શુભકામના.
પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેરના પ્રભારી અને પ્રદેશ ઉપપ્રમુખબિમલ શાહ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશેહઝાદખાન પઠાણ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારભરત મકવાણા, પ્રદેશ અગ્રણી પંકજ શાહ, બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ, જગત શુકલા સહિત અમદાવાદમાં આવતી વિધાનસભાના પ્રભારીઓ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તાઓ હાજર રહ્યાં હતાં.
——— ૧૫–૩–૨૦૨૪
• ભાજપ સરકારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ઈલેક્ટરોલ બોન્ડની યોજના ૨૦૧૭માં દાખલ કરીને ૨૦૧૮થી અમલમાં મૂકી હતી.
• ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા અને દેશની પ્રજાની તિજોરીને ખુલ્લા હાથે લૂંટીને તેના કમિશન પેટે કરોડો રૂપિયાનો ધનસંગ્રહ કરવા અને કોણે પૈસા આપ્યા છે ? અને કેટલા પૈસા આપ્યા છે ? તેની સંપૂર્ણ વિગત ખાનગી રહે માટે ભાજપ સરકારે આ યોજના દાખલ કરી હતી.
• ૧૩૦૦થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાનની વિધિ કરી હતી અને જેમાં ૬,૦૦૦ કરોડ રૂપિયા તો ભાજપને ૨૦૧૮ અને ૨૦૧૯માં ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મળ્યા હતા જે ઉજાગર થયું છે.
• મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાએ રૂ. ૮00 કરોડ બોન્ડથી આપેલા છે. ભાજપને એપ્રિલ ૨૦૨૩માં રૂ. ૧૪૦ કરોડ આ કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા આપ્યા અને તેના એક જ મહિના બાદ ૧૪,૪૦૦ કરોડ રૂપિયાનું થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટનું કામ મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા કંપનીને આપી દેવામાં આવ્યું.
• જિંદાલ સ્ટીલ અને પાવરે રૂ. ૨૫ કરોડ ઈલેક્ટરોલ બોન્ડથી ભાજપને ૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપ્યા અને તે પછી ત્રણ જ મહિનામાં જિંદાલ સ્ટીલ અને પાવરને (GAREPALMAIV/6 Coal Mine) કોલસાની ખાણ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપી દેવામાં આવી.
• ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં સરકારમાંથી કરોડોનો લાભ લેવા માટે દાન આપનારા અથવા તો ભાજપે E.D. અને ઈન્કમટેક્સની રેડ કરાવી હપ્તા વસુલી કરી છે તે સાબિત થાય છે.
• ભાજપને સૌથી વધારે દાન આપનારા ૩૦ દાતાઓ પૈકીના ૧૪ દાતાઓ એવા છે કે જેની ઉપર E.D., C.B.I. કે ઈન્કમટેક્સની રેડ થઈ હોય અને ત્યારબાદ ભાજપની હપ્તા વસૂલીના ભાગરૂપે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપને દાન આપવું પડ્યું છે.
• જાન્યુઆરી, ૨૦૨૪માં શીરડી સાંઈ ઈલેક્ટ્રિકલ્સ કંપનીએ ભાજપને રૂ. ૪૦ કરોડનું ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું.
• ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સે રૂ. ૧,૨૦૦ કરોડનું દાન ભાજપને આપ્યું છે, એટલે એ સ્પષ્ટ બતાવે છે કે ગેમીંગની કંપની દ્વારા પૈસા લેવામાં આવ્યા છે.
• ઈડી દ્વારા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પર ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ જ દિવસમાં ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આ કંપની દ્વારા રૂ. ૧૦૦ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ખરીદીને ભાજપને આપવામાં આવ્યા હતા.
• એક હાથે પ્રજાની તિજોરીને લૂંટીને કંપનીઓને ફાયદો આપવાનો અને બીજા હાથે કંપનીઓ પાસેથી કમિશન પેટે ઈલેક્ટરોલ બોન્ડથી દાન લેવાના અનેક કિસ્સાઓ ઉજાગર થયા છે.
• ભાજપે ામી કંપનીઓ દ્વારા કાળું ધન ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મેળવી લેવા માટેનો કીમીયો કરેલો તે પણ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ પછી ઉજાગર થયો છે.
• ામી ખોટી કંપનીઓ અને શેલ કંપનીઓ દ્વારા કાળું ધન ભાજપે ધનસંગ્રહમાં લીધું છે તેના અનેક દાખલા ઉજાગર થયા છે.
• ક્વીક સપ્લાય ચેઈન લિ. કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા રૂ. ૪૧૦ કરોડનું દાન ભાજપને આપ્યું પરંતુ આ કંપનીનું ટોટલ શેર કેપિટલ માત્ર રૂ. ૧૩૦ કરોડ છે.
• માર્ચ, ૨૦૧૮થી એપ્રિલ, ૨૦૧૯ની વિગતો છુપાવીને શું છુપાવવામાં આવી રહ્યું છે ? આ જ સમયગાળા દરમિયાન જે ઈલેક્ટરોલ બોન્ડ વેચાયા છે, તેમાંના ૯૫% ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન માત્ર ભાજપને જ મળ્યું છે.
• યુનિક બોન્ડ આઈડી નંબર દરેક ઈલેક્ટરોલ બોન્ડમાં જાહેર થવા જોઈએ, જેથી કરીને પૂરી વિગત ઈલેક્ટરોલ બોન્ડમાં દાન આપનાર અને દાન મેળવનારની મળી શકે.
ભાજપ સરકારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ઈલેક્ટરોલ બોન્ડની યોજના ૨૦૧૭માં દાખલ કરીને ૨૦૧૮થી અમલમાં મૂકી હતી. ઈલેક્ટરોલ બોન્ડ એટલે રાજકીય પક્ષને કોઈપણ વ્યક્તિ કે કંપની રૂ. ૧,૦૦૦થી લઈ કરોડો રૂપિયા સુધીનું દાન દેવા માટે અમર્યાદિત પૈસા ઈલેક્ટરોલ બોન્ડ ખરીદીને બેંક દ્વારા આપી શકે તેવી આ યોજના હતી. ખરેખર તો ભાજપ સરકારે દેશની પ્રજાની તિજોરીને ખુલ્લા હાથે લૂંટીને તેના કમિશન પેટે ભાજપને કરોડો રૂપિયાનો ધનસંગ્રહ કરવાનો અને કોણે પૈસા આપ્યા છે અને કેટલા પૈસા આપ્યા છે તેની સંપૂર્ણ વિગત ખાનગી રહે એટલે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા આ યોજના દાખલ કરી હતી. કોંગ્રેસ પક્ષ નામદાર સુપ્રીમ કોર્ટનો આભાર માને છે કે, સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ઈલેક્ટરોલ બોન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા અને સ્ટેટ ્ક ઓફ ઈન્ડિયા કે જ્યાંથી ઈલેક્ટરોલ બોન્ડ ખરીદવાની અને રાષ્ટ્રીય પક્ષને આપવાની યોજના હતી તેનો પૂર્ણ ડેટા ચૂંટણી કમિશનને આપવા આદેશ કર્યો. ભાજપ દ્વારા જે કરોડો રૂપિયા ખવાયા છે અને તે પણ ખાસ કરીને જનતાની તિજોરીને લુંટી તેનો લાભ ભાજપને ભંડોળ આપનારને જ અપાયો છે તેનો પર્દાફાશ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના કારણે થયો છે.
ઈલેક્શન કમિશનની વેબસાઈટ ઉપર ખૂબ જ વિસ્તૃત ડેટા ઈલેક્ટરોલ બોન્ડનો મુકાયો છે, જેમાંની પ્રાથમિક તપાસણીમાં જ કેટલીક બાબતો ઉજાગર થઈ છે, જે સ્પષ્ટ સાબિત કરે છે કે ભાજપે દેશની તિજોરીને લૂંટીને કેવી રીતે ધનભંડોળ ભેગું કર્યું છે. ૧૩૦૦થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાનની વિધિ કરી હતી અને જેમાં ૬,૦૦૦ કરોડ રૂપિયા તો ભાજપને ૨૦૧૮ અને ૨૦૧૯માં ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મળ્યા હતા જે ઉજાગર થયું છે.
એક હાથેથી પ્રજાની તિજોરી લૂંટીને લેવાનું અને બીજા હાથે તેમાંથી કમિશન લઈ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપનો ધનસંગ્રહ કરવાનો કીમીયો નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી બહાર પડી ગયો છે. પ્રારંભિક તપાસમાં જ અનેક કંપનીઓ એવી મળી છે કે જેમની પાસેથી ભારતીય જનતા પાર્ટીએ ઈલેક્ટરોલ બોન્ડના નામે ધન લીધું અને સામે પ્રજાની તિજોરીમાંથી લૂંટ કરવાની છૂટ આપી. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાએ રૂ. ૮00 કરોડ બોન્ડથી આપેલા છે. ભાજપને એપ્રિલ ૨૦૨૩માં રૂ. ૧૪૦ કરોડ આ કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા આપ્યા અને તેના એક જ મહિના બાદ ૧૪,૪૦૦ કરોડ રૂપિયાનું થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટનું કામ મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા કંપનીને આપી દેવામાં આવ્યું. તેવી જ રીતે જિંદાલ સ્ટીલ અને પાવરે રૂ. ૨૫ કરોડ ઈલેક્ટરોલ બોન્ડથી ભાજપને ૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપ્યા અને તે પછી ત્રણ જ મહિનામાં જિંદાલ સ્ટીલ અને પાવરને (GAREPALMAIV/6 Coal Mine) કોલસાની ખાણ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપી દેવામાં આવી. ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં સરકારમાંથી કરોડોનો લાભ લેવા માટે દાન આપનારા અથવા તો ભાજપે E.D. અને ઈન્કમટેક્સની રેડ કરાવી હપ્તા વસુલી કરી છે તે સાબિત થાય છે.
ભાજપની હપ્તા વસૂલીના કેટલાક દાખલાઓ જોઈએ તો E.D., C.B.I. અને ઈન્કમટેક્સ દ્વારા રેડો કરવામાં આવી હોય અને પછી ભાજપે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ધનસંગ્રહ કર્યો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ભાજપને સૌથી વધારે દાન આપનારા ૩૦ દાતાઓ પૈકીના ૧૪ દાતાઓ એવા છે કે જેની ઉપર E.D., C.B.I. કે ઈન્કમટેક્સની રેડ થઈ હોય અને ત્યારબાદ ભાજપની હપ્તા વસૂલીના ભાગરૂપે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપને દાન આપવું પડ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ જોઈએ તો આ પ્રકારની રેડો કરવામાં આવી હોય તેવા HETERO ફાર્મા અને યશોદા હોસ્પિટલનો સમાવેશ થાય છે. તે જ રીતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શીરડી સાંઈ ઈલેક્ટ્રિકલ્સ ઉપર ડિસેમ્બર, ૨૦૨૩માં રેડ કરી હતી અને પછી એક જ મહિના એટલે કે જાન્યુઆરી, ૨૦૨૪માં આ શીરડી સાંઈ ઈલેક્ટ્રિકલ્સ કંપનીએ ભાજપને રૂ. ૪૦ કરોડનું ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. તેવી જ રીતે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સે રૂ. ૧,૨૦૦ કરોડનું દાન ભાજપને આપ્યું છે, એટલે એ સ્પષ્ટ બતાવે છે કે ગેમીંગની કંપની દ્વારા પૈસા લેવામાં આવ્યા છે. ઈડી દ્વારા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પર ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ જ દિવસમાં એટલે કે ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આ કંપની દ્વારા રૂ. ૧૦૦ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ખરીદીને ભાજપને આપવામાં આવ્યા હતા. ઓક્ટોબર, ૨૦૨૩માં ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે આ જ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સના ત્યાં રેડ કરી હતી અને એ જ મહિનામાં રૂ. ૬૫ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ આ કંપનીએ ભાજપને આપ્યા હતા.
એક હાથે પ્રજાની તિજોરીને લૂંટીને કંપનીઓને ફાયદો આપવાનો અને બીજા હાથે કંપનીઓ પાસેથી કમિશન પેટે ઈલેક્ટરોલ બોન્ડથી દાન લેવાના અનેક કિસ્સાઓ ઉજાગર થયા છે. વેદાંતાને રાધિકપુર વેસ્ટ પ્રાઈવેટ કોલ માઈન (કોલસાની ખાણ) ૩ માર્ચ, ૨૦૨૧ના રોજ આપવામાં આવી અને સરકાર દ્વારા અપાયા બાદ તરત જ એપ્રિલ, ૨૦૨૧માં રૂ. ૨૫ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ભાજપને અપાયા હતા. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાને રૂ. ૪,૫૦૦ કરોડનો જોજીલા ટનલ પ્રોજેક્ટ ઓગસ્ટ, ૨૦૨૦માં આપવામાં આવ્યો અને તેની પાસેથી રૂ. ૨૦ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ લઈને ભાજપે કમિશન ખાધું. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા કંપની દ્વારા બીકેસીમાં બુલેટ ટ્રેન સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર, ૨૦૨૨માં લેવામાં આવ્યો અને પછી તરત જ રૂ. ૫૬ કરોડ એ જ મહિનામાં ભાજપને ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા કમિશન આપવામાં આવ્યું. આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે તે સ્પષ્ટ થાય છે.
ભાજપે ામી કંપનીઓ દ્વારા કાળું ધન ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મેળવી લેવા માટેનો કીમીયો કરેલો તે પણ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ પછી ઉજાગર થયો છે. કેટલીક એવી કંપનીઓ માટે ભાજપની સરકારે જ રસ્તો સરળ કરી આપ્યો હતો કે કોઈપણ જાતના રિસ્ટ્રિક્શન વગર નાની કંપનીઓ એની કંપનીના નફાના કેટલા ટકા દાન આપી શકે તે હટાવી દઈને ામી ખોટી કંપનીઓ અને શેલ કંપનીઓ દ્વારા કાળું ધન ભાજપે ધનસંગ્રહમાં લીધું છે તેના અનેક દાખલા ઉજાગર થયા છે. જે પૈકીનો એક દાખલો ક્વીક સપ્લાય ચેઈન લિ. કંપનીનો છે. આ કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા રૂ. ૪૧૦ કરોડનું દાન ભાજપને આપ્યું પરંતુ આ કંપનીનું ટોટલ શેર કેપિટલ માત્ર રૂ. ૧૩૦ કરોડ છે. જે કંપનીનું ટોટલ શેર કેપિટલ હોલ્ડિંગ રૂ. ૧૩૦ કરોડનું હોય તે રૂ. ૪૦૦ કરોડનું દાન કેવી રીતે આપી શકે ? આ સ્પષ્ટ બતાવે છે કે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે અને કાળું ધન ભાજપના ખાતામાં ભેગું કર્યું છે.
નામદાર સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં પણ સ્ટેટ ્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટરોલ બોન્ડનો ડેટા એપ્રિલ ૨૦૧૯થી જ આપ્યો છે. જ્યારે હકીકતમાં SBI દ્વારા માર્ચ, ૨૦૧૮થી ઈલેક્ટરોલ બોન્ડનું વેચાણ શરૂ થયેલ અને તે વેચાણ રૂ. ૨,૫૦૦ કરોડનું છે, જે દાનનો ડેટા હજુ સુધી મૂકવામાં આવેલ નથી. આ ડેટા કેવી રીતે ગુમ થયો છે ? માર્ચ, ૨૦૧૮થી એપ્રિલ, ૨૦૧૯ની વિગતો છુપાવીને શું છુપાવવામાં આવી રહ્યું છે ? આ જ સમયગાળા દરમિયાન જે ઈલેક્ટરોલ બોન્ડ વેચાયા છે, તેમાંના ૯૫% ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન માત્ર ભાજપને જ મળ્યું છે. કોંગ્રેસ પક્ષ સતત માંગણી કરતી રહી છે કે પૂરો ડેટા મળવો જોઈએ. કોંગ્રેસ પક્ષની સતત માંગણી એ પણ ઉભી છે કે, યુનિક બોન્ડ આઈડી નંબર દરેક ઈલેક્ટરોલ બોન્ડમાં જાહેર થવા જોઈએ, જેથી કરીને પૂરી વિગત ઈલેક્ટરોલ બોન્ડમાં દાન આપનાર અને દાન મેળવનારની મળી શકે. યુનિક બોન્ડ આઈડી નહીં આપીને નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ પછી મળવાપાત્ર પૂરતી વિગતો નથી મળી રહી ત્યારે અમારી આ માંગણી પણ ઉભી રહેશે તેમ પ્રદેશ પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું.
——–
૧૪-૦૩-૨૦૨૪
· કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ યુવાનો માટે રોજગારીના દરવાજા ખુલશે
· કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સરકાર બનતા જ 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવા સમયે કેન્દ્રમાં સરકાર આવતા જ યુવાનો માટે કોંગ્રેસ પાર્ટી અતિ મહત્વપૂર્ણ પાંચ વચન આપ્યા તેનું અમલ કરશે તેના વિશે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ માહિતી આપી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપે છે, કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. પ્રથમ નોકરીની બાંયધરી પણ આપવામાં આવશે, નવો એપ્રેન્ટિસશીપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક અથવા કોલેજ સ્નાતકને જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ (તાલીમ)ની બાંયધરી આપે છે. તાલીમાર્થીઓને દર મહિને રૂ. 1 લાખ (રૂ. 8,500/મહિને) મળશે.
વધુમાં યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા જણાવ્યું હતું કે પેપર લીકથી રોકવા માટે કાયદો બનાવશે. કોંગ્રેસ જાહેર પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની મિલીભગત અથવા કાવતરું અટકાવવા અને પ્રામાણિકતા અને નિષ્પક્ષતાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે નવા કાયદાની ખાતરી આપે છે. અમે નવા કાયદા લાવીને પેપર લીકને સંપૂર્ણપણે રોકીશું, જે હાલમાં કરોડો યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે.
ગીગ અર્થતંત્રમાં સામાજિક સુરક્ષા ખાતરી
કોંગ્રેસે ગીગ અર્થતંત્રમાં દર વર્ષે રોજગાર શોધતા લાખો યુવાનો માટે વધુ સારી કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કાયદો લાવવાનું વચન આપે છે. યુવા રોશની માટે કોંગ્રેસ પાર્ટીની ખાતરી આપે છે
યુવા રોશની
કોંગ્રેસ દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે રૂ. 5,000 કરોડનું ફંડ બનાવશે. 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો કોઈપણ ક્ષેત્રમાં તેમના વ્યવસાય માટે સ્ટાર્ટ-અપ ભંડોળનો લાભ લઈ શકે છે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષના અન્યાયના સમયગાળાને ગંભીર બેરોજગારી સંકટ પરથી સમજી શકાય છે. અન્યાયના આ સમયગાળાએ લાખો શિક્ષિત અને મહત્વાકાંક્ષી યુવાનોને તેમના આર્થિક ભવિષ્યને સુધારવા અથવા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાથી વંચિત રાખ્યા છે. અમે યુવાનો માટે આવા પગલાં લઈશું જેથી દરેક યુવા પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા કહ્યું હતું કે 2014 માં મોદી સરકાર જયારે ચૂંટણી આવી ત્યારે બે કરોડ રોજગારીની વાત કરી હતી પરંતુ આ સરકારમાં દર વર્ષે દસ લાખ રોજગારી છીનવી રહી છે. ગુજરાતમાં ટેટ- ટાટ ના ઉમેદવાર હોય કે અન્ય કોઈ પણ ભરતીનું કેલેન્ડરને અનુસરણ કરવામાં આવતું નથી જેના કારણે પાસ થયેલ ઉમેદવારોની વયમર્યાદાના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા અને સરકાર પોતાના મળતીયા ગોઠવીને ભરતી કૌભાંડ કરવામાં આવે છે, આ સરકાર રોજગારીની વાત કરે છે પણ યુવાનો પાસેથી રોજગારી છીનવે છે તેવા આરોપ મૂક્યા છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા જયમીન સોનારા, યુવા કોંગ્રેસના પ્રદેશ મંત્રી દિગ્વિજય રાજપૂત અને અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયમન શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
————-
૧૨–૩–૨૦૨૪
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા ૪૩ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી જેમાં ગુજરાતની ૭ લોકસભા બેઠકના ઉમેદવારોનો સમાવેશ થાય છે. યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે આભાર માનતા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે અને જનતાના આશીર્વાદ મળશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
લોકસભાનું નામ
કોંગ્રેસના ઉમેદવારનું નામ
શૈક્ષણિક લાયકાત
ઉંમર
હાલનો રાજકીય હોદ્દો
૦૧ – કચ્છ (એસ.સી.)
નીતેશ લાલન
SYBCom
30
પ્રમુખ, કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ
૦૨ – બનાસકાંઠા
ગેની ઠાકોર
B.A.
48
ધારાસભ્ય, વાવ, જી. બનાસકાંઠા
૦૭ – અમદાવાદ પૂર્વ
રોહન ગુપ્તા
B.B.A., M.B.A.
46
પ્રવક્તા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૦૮ – અમદાવાદ પશ્ચિમ (એસ.સી.)
ભરત મકવાણા
B.Com, LLB
59
પૂર્વ ધારાસભ્ય (સોજીત્રા), પ્રદેશ મહામંત્રી, ગુજરાત કોંગ્રેસ
૧૧ – પોરબંદર
લલીત વસોયા
Std.12 Pass
60
પૂર્વ ધારાસભ્ય (ધોરાજી), પ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ
૨૩ – બારડોલી (એસ.ટી.)
સિધ્ધાર્થ ચૌધરી
B.E., Mechanical, M.B.A.
47
નેતા કોંગ્રેસ, તાપી જીલ્લા પંચાયત
ડીરેક્ટર, સુમુલ ડેરી
૨૬ – વલસાડ (એસ.ટી.)
અનંત પટેલ
M.A. B.Ed
47
ધારાસભ્ય(વાંસદા)
· ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ ૭ ઉમેદવારોમાંથી ૪ ઉમેદવારો ૫૦ વર્ષથી નીચેની વયના છે.
· કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નીતેશ લાલન કચ્છ જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.
ભૂતકાળમાં ગાંધીધામ વિધાનસભા યુથ કોંગ્રેસથી પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત કરનાર યુવા ઉમેદવાર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક યુવાન ચહેરાને કચ્છ લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.
· બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ગેની ઠાકોરની પસંદગી કરવામાં આવેલ છે, ગેની ઠાકોર સમગ્ર ઉત્તર ગુજરાતમાં સામાજીક અને રાજકીય કામગીરીથી લોકપ્રિય ચહેરો છે તથા છેલ્લા બે-ટર્મથી વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે. ગેની ઠાકોરની રાજનૈતિક શરૂઆત યુવા કોંગ્રેસના માધ્યમથી થયેલ હતી.
· અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને યુવા ચહેરા તરીકે રોહન ગુપ્તાની પસંદગી કરેલ છે. એસ.એસ.સી. અને એચ.એસ.સી. માં ટોપ ટેનમાં આવનાર રોહન ગુપ્તાએ ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની સોશ્યલમીડીયા ટીમના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલ હતી. તેઓએ ઘણા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વોરરૂમની જવાબદારી સંભાળેલ હતી.
· અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણાની પસંદગી કરેલ છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનમાં ઘણા સમયથી સક્રિય કામગીરીમાં હતા. તેઓ ધારાસભ્ય તરીકે ૧૯૯૮માં સોજીત્રા બેઠકથી ચૂંટાયેલ હતા.
· પોરબંદર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્યલલીત વસોયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ હાલ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. તેઓ સૌરાષ્ટ્રના સામાજીક નેતા તરીકે પ્રસ્થાપિત છે. તથા અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ જોડે સંકળાયેલા છે. તેઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે સેવા આપી છે.
· બારડોલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તાપી જીલ્લા પંચાયત વિપક્ષના નેતાસિધ્ધાર્થ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. તેઓ સહકાર ક્ષેત્રમાં સક્રિય છે, તેઓ સુમુલ ડેરીના ડીરેક્ટર છે અને અન્ય અનેક સહકારી સંસ્થાઓમાં સભ્ય છે. તેઓ આદિવાસી વિસ્તારમાં શિક્ષીત અને સામાજીક નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી. અને અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આદિવાસી બાળકોને શિક્ષણ મળે તે માટે કાર્યરત છે.
· વલસાડ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્યઅનંત પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા બે-ટર્મથી વાંસદા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાઈને આવે છે. તેઓએ પોતાની રાજનીતિની શરૂઆત ગામના સરપંચથી શરૂ કરી ત્યારબાદ તાલુકા પંચાયત અને ધારાસભામાં ચૂંટાઈને આવ્યા હતા. તેઓ આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને હરહંમેશ લડતા આવ્યા છે. તેઓ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખુબજ લોકપ્રિય છબી ધરાવે છે. તેઓએ રાજનૈતિક શરૂઆત યુવક કોંગ્રેસના માધ્યમથી કરેલ હતી.———-
૪–૩–૨૦૨૪
· ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન ૬ પબ્લીક મીટીંગ, ૨૭ કોર્નર મીટીંગ, ૭૦ થી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાઓનું આયોજન.
· ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં ૪ દિવસમાં ૭ જીલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ કરશે.
· કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રિય નેતારાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને દેશવાસીઓનું પ્રેમ અને સમર્થન મળી રહ્યું
‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગેની વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે ‘ભારત જોડો યાત્રા’ એ વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ઘુંટણમાં ઈજાઓ હોવા છતાં આદરણીયરાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણ કરી. ભારતભરમાંથી દેશવાસીઓનું રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ-આગેવાનો અને ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તાઓમાં થનગનાટ-ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સામાજિક, આર્થિક, રાજકીય એમ ત્રણ મહત્વના ન્યાયની વાત કરવામાં આવી છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૭મી માર્ચે ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે બપોરે ૩-૦૦ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં ૪ દિવસમાં ૭ જીલ્લાઓમાં ૪૦૦ થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં આદરણીયરાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસીક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન ૬ પબ્લીક મીટીંગ, ૨૭ કોર્નર મીટીંગ, ૭૦ થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખેલ છે. દેશના લાખો બેરોજગારીના સંકટથી ઘેરાયેલો છે. દેશમાં પી.એચડી અને માસ્ટર ડીગ્રી ધરાવાતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે. બેરોજગાર યુવાન, દેવામાં તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રીપોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે. તેવી જ રીતે એસ.સી., એસ.ટી. અને ઓબીસી વર્ગને સતત અન્યાય થઇ રહ્યો છે. દેશનાં સંસ્થાનોમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ત્યારે સામાજિક ન્યાયનો મતલબ તેમની ગણતરી કરી તેમની વસ્તી આધારિત નિષ્પક્ષતાથી ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે.
ગુજરાત વિધાનસભા કોગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતની જનતાને અવાજ ઉઠાવવામાં આવશે. મોઘાં શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે. અનેક યુવાનોએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે. સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને પ્રબુધ્ધ નાગરિકો ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ‘બેટી બચાવો’ના માત્ર નારા આપનાર ભાજપ સરકારના રાજમાં બહેન-દીકરીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. ગુન્હેગારોને ભાજપ સંરક્ષણ આપી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દેશની બહેન-દીકરીઓને દરેક શ્રેત્રમાં સુરક્ષા સાથે સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખભરત સોલંકીએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ થી મણીપુર શરૂ થઈ હતી. આ યાત્રા ૬૦ થી વધુ દિવસોમાં ૬૭૦૦ કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના ૧૧૦ જીલ્લાઓ, ૧૫ રાજ્યોને આવરી લેશે. બેરોજગાર યુવાન, દેવા તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રીપોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખસિદ્ધાર્થ પટેલએ જણાવ્યું હતું કે ૧૦ તારીખે રાહુલ ગાંધી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. વર્ષ ૧૯૨૨માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઇ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ આશ્રમમાં રહ્યા હતા. વર્ષ ૧૯૩૬થી ૧૯૪૧ સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં એક એક મહિનો રહેતા હતા. રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ન્યાય માટેની લડાઈ માટે પ્રતિબદ્ધતા બતાવી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આગળ ધપાવશે
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમારએ જણાવ્યું હતું કે દેશના જુદા જુદા ગામડા, કસબા, અને શહેરોમાં જઇ રહેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હવે ગુજરાતમાં આવી રહી છે. જેમાં ગુજરાતની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવશે. અહિંસા, સત્ય, પ્રેમ અને સર્વધર્મ સમભાવનાં પૂજ્ય ગાંધીના મૂળ મૂલ્યોને ધ્યાને રાખી કોંગ્રેસ પક્ષ ભાજપની કુશાસનવાળી સરકારને લૂણો લગાડવાની કામગીરી કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન મહાશિવરાત્રી અને વિશ્વ મહિલા દિવસ આવતા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આદિવાસી સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતની અસ્મિતા ઓળખ સમાન રાસના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતમાં જમીન ગુમાવનારા આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગેની રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખજગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલ, રાષ્ટ્રીય પ્રવક્તારોહન ગુપ્તા, ઉપપ્રમુખબિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા , એન.એસ.યુ.આઈ. પ્રમુખનરેન્દ્ર સોલંકી, કો-કન્વીનર અને પ્રવક્તાહેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાપાર્થિવરાજ કઠવાડીયા, હિરેન બેંકર, ડૉ. અમીત નાયક, રત્ના વોરા ઉપસ્થિત રહ્યાં હતાં.
———–
૦૨-૦૩-૨૦૨૪
સુધાંશુ ત્રિવેદીએ ગુજરાત મુલાકાત વખતે કોંગ્રેસ પક્ષ પર કરેલ ઉચ્ચારણ મુદ્દે
કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલનો વળતો જવાબ
· રાષ્ટ્રવાદની વાતો અંગ્રેજોના ચાટુકારોને ન શોભે : હેમાંગ રાવલ
·ભાજપના શીર્ષ નેતૃત્વ જિન્નાહની કબર પર માથું ટેકવીને જિન્નાહ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરે છે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે મિડિયા બાઈટ આપતા કોંગ્રેસ પર્વકત્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, “આઝાદીની લડાઈમાં નાકનું ટેરવું કે આંગળીનો નખ પણ નહીં ભાંગનાર અંગ્રેજોની દલાલી કરનાર જનસંઘના વારસદારો આજે રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છે તાજેતરમાં જેમને ભારત રત્ન મળેલો છે તે ભારતીય જનતા પક્ષના શીર્ષ નેતૃત્વ એવા લાલકૃષ્ણ અડવાનીજી મહંમદ અલી જિન્નાહની કબર ઉપર પાકિસ્તાન જઈને માથું ટેકવીને આવ્યા હતા એ વાત કદાચ સુધાંશુજીને ખબર નહીં હોય? આ એ જનસંઘ છે કે જેણે બંગાળમાં મહંમદ અલી જિન્નાહની મુસ્લિમ લીગ સાથે ભેગી મળીને સરકાર બનાવી હતી, લાગે છે ભારતીય જનતા પાર્ટીના મનમાં જિન્નાહ પ્રત્યેનો જે આદર છે તે તેઓ આ પ્રમાણે વ્યક્ત કરી રહ્યા છે.
રાહુલ ગાંધીને આત્મચિંતનની સલાહ આપનાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને કહેવાનું કે મોદીજીએ બેરોજગારી દૂર કરીને બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, કિસાનોની એમ.એસ.પી ડબલ કરવાની વાત કરી હતી, પેટ્રોલ ડીઝલના ભાવ રૂ. ૩૫ કરવાની વાત કરી હતી, લોકોના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી આ બધી બાબતોનું આત્મચિંતન વડાપ્રધાનઅને ભાજપે કરવું જોઈએ. રાહુલ ગાંધી શું કરે છે, રાહુલ ગાંધી કયું ટીશર્ટ પહેરે છે, રાહુલ ગાંધી કયા શૂઝ પહેરે છે. આ બધી ચિંતા છોડીને દેશની ચિંતા કરો. ભારતીય જનતા પાર્ટીના નેતાના મનમાં અને મગજમાં રાહુલ ગાંધી ઘર કરી ગયા હોય એમ લાગે છે. સવારમાં ઊઠે ત્યારે બ્રશ કરે ત્યારથી રાત્રે સુવે ત્યાર પછી પણ સપનામાં માત્ર રાહુલ ગાંધી જ આવતા હોય એમ લાગી રહ્યું છે. જો કે દેશની સશક્ત લોકશાહી માટે સરમુખત્યાર સત્તાધીશોને આ પ્રકારનો ડર હોવો જરૂરી છે. કોંગ્રેસ પક્ષ ન્યાય માટે લડત આપી રહ્યો છે અને આપતો રહેશે.”
————
૦૨-૦૩-૨૦૨૪
· બિપરજોય વાવાઝોડમાં ખેડૂતોને જમીન ધોવાણની સહાય ચૂકવવામાં અન્યાય કરવામાં આવશે: મુકેશ આંજણા
· સર્વે કરીને યાદી તૈયાર કરવામાં આવી પરંતુ જમીન ધોવાણનું નુકશાન થયું છતાં સરકાર સહાય આપતી નથી
· ‘બિપરજોય વાવાઝોડમાં બે હેક્ટર કરતા વધુ જમીન ધોવાણમાં નુકશાન થયું છે તેવો ખેડૂતોને સહાય આપવામાં આવશે નહી’ આ સરકારની ખેડૂત વિરોધી નીતિ છે: મુકેશ આંજણા
ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને પરિસ્થિતિ ખૂબ જ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. ગુજરાતની અંદર બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ ખૂબ જ પ્રભાવિત હતા તેના લીધે ખેડૂતોને અનેક રીતે નુકશાન થયું હતું જેમાં જમીન અને ખેડૂતોને પાકનું ધોવાણ થયું હતું. સરકાર તરફથી જે પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે અને તેનાથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને ગમે તેટલું નુકશાન થયું હોવા છતાં સહાયથી વંચિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સરકારે ખેડૂતો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો છે, સરકારને સમાનનીતિ બનાવવી જોઈએ, આ સરકાર ખેડૂત વિરોધી છે તેવા આરોપ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે કર્યા હતા.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા જણાવ્યું હતું કે જયારે બિપરજોય વાવાઝોડ આવ્યા બાદ સરકાર તરફથી સર્વે કરવામાં આવેલ જેમાં જમીન ધોવાણ થયું તેની યાદી બનાવીને સરકારને સુપરત કરવમાં આવી હતી તેની અંદર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ગોટાળા કરવામાં આવ્યા છે ત્યારે બાદ યાદી જાહેર કરવામાં આવી હતી પણ સરકાર તાજેતરમાં કેરલા પરિપત્ર જાહેર કરીને જાણ કરી છે કે માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને બે હેક્ટર કરતા વધુ જમીન ધરાવતા ખેડૂતોને કોઈ પ્રકારની સહાય ચૂકવવામાં આવશે નહી. આ સરકાર ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખે છે. સરકારને જે ખેડૂતોને નુકશાન થયું છે તે તમામ ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ પરંતુ સર્વે કરીને જમીન ધોવાણ થયું છે તેની યાદી જાહેર કરવામાં આવી પરંતુ ખેડૂતો જોડે સરકારે મજાક કરીને માત્ર બે હેક્ટર જમીન ધરાવે છે તેઓને સહાય ચૂકવામાં આવશે તેવું પરિપત્રના આધારે કહેવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડમાં સૌથી વધુ પ્રભાવિત ધાનેરા તાલુકાનું જડિયા ગામના ખેડૂતો અન્યાય કરવામાં આવ્યો.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડ આવ્યું ત્યારે સૌથી વધુ નુકશાન ધાનેરા તાલુકાના જડિયા ગામને થયું હતું. કેટલાક ખેડૂતોને જમીનનું ધોવાણ મોટા પાયે નુકસાન થયું હતું પરંતુ સરકારે સર્વે કરીને યાદી તૈયાર કરી હતી જેમાં નામ હોવા છતાં કેટલાક ખેડૂતોને જમીન ધોવાણની સહાય મળશે નહીં તેના લીધે નિરાશ થયા છે. કેટલાક ખેડૂતોને આખા ખેતરો જમીન ધોવાણમાં તણાઈ ગયા હતા છતાં સરકારે કરેલા પરિપત્રમાં માત્ર બે હેક્ટર ધરાવતા ખેડૂતોને સહાય મળશે તેના લીધે ધરતી પુત્રોને મોટા-મોટા નેતાઓ આપેલા વાંચનો ઠાલા નીકળ્યા છે. ભૂતકાળમાં જયારે અતિશય ભારે વરસાદના કરણે ખેડૂતોને નુકશાન થયું હતું ત્યારે પણ પ્રતિ હેકટર પ્રમાણે સહાય ચૂકવવામાં આવી હતી. આ બિપરજોય વાવાઝોડામાં નુકશાન થયેલ છે જેમાં તમામ ખેડૂતોને પ્રતિ હેકટર પ્રમાણે ચોક્સનીતિ બનાવીને સહાય ચૂકવવી જોઈએ.
દેશ-રાજ્યમાં હાલની સરકારની દમનકારી નીતિના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે.
વધુમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા જણાવ્યું હતું કે દેશ-રાજ્યમાં હાલની સરકારની દમનકારી નીતિના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે. આજે સરકારની ખૂબ જ ખરાબ નીતિના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે આવી ગયા છે. રાજ્યમાં આવેલ બિપરજોય વાવાઝોડના કરણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થયું હતું પણ સરકારે ખેડૂતોને સહાય અન્યાય કરવામાં આવી રહ્યો છે.
————-
૧–૩–૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સેલના ચેરમેન તરીકે રાજેશ ગોહિલ તથા વર્કિંગ ચેરમેન તરીકે ડૉ. મહેશ રાજપુત, રમેશ દેસાઈ તથા રાજુ આહીરનો પદ ગ્રહણ સમારોહ યોજાયેલ હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. સેલના સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સરકારી એર ઈન્ડિયા જેવી કંપનીઓને ખાનગી કંપનીઓને પધરાવી પાછલા બારણે અનામત પ્રથા રદ કરવાનું કાવતરુ કર્યું છે. સરકાર દ્વારા વર્ગ-3 અને વર્ગ-4ની ભરતી પ્રક્રિયા બંધ કરીને કોન્ટ્રાક્ટ પ્રથાથી એજન્સી મારફતે ભરતી કરી અનામતના લાભથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર દ્વારા આદરવામાં આવ્યું છે તે ભાજપ સરકારની સ્પષ્ટ અનામત વિરોધી માનસિકતા દર્શાવે છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રીભરત સોલંકી ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા ઓ.બી.સી.ની 148 જ્ઞાતિ જે રાજ્યની 50 ટકા વસ્તી ધરાવે છે તેમને રાજકીય લાભોથી વંચિત રાખવામાં આવ્યાં છે. ઓ.બી.સી. સમાજે પોતાના હક્ક-અધિકાર માટે સંગઠિત થવુ પડશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સ્વ. ઈન્દિરા ગાંધી જેવા નેતૃત્વએ વંચિત, શોષીત, પીડીત સમાજને પ્રદેશનું નેતૃત્વ સોંપવાનું કામ કર્યું હતુ. રાહુલ ગાંધીએ જ્ઞાતિ ગણનાની તરફેણ કરી ત્યારબાદ તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યા જ્ઞાતિ ગણનાના નિર્ણયો લેવાયા.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડાએ ઓ.બી.સી. સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હંમેશા ગરીબ, સામાન્ય જનતાની ચિંતા કરી છે તથા તેમને તાકાત આપવાનું કામ કર્યું છે. આપણા નેતારાહુલ ગાંધી જ્યાં પણ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનોરીટી સાથે અન્યાય થાય છે ત્યાં બુલંદ અવાજે બોલે છે અને લડે છે. સંઘની મનુવાદી વિચારધારાથી ચાલતી ભાજપ સરકાર દ્વારા ઓ.બી.સી. સમાજનો મતદાર તરીકે ઉપયોગ કર્યો છે પણ લાભથી હંમેશા વંચિત રાખ્યા છે. ગુજરાત રાજ્યના કુલ બજેટનું એક ટકો પણ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ માટે ફળવાતો નથી.
ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. સંમેલનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષલાલજી દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખઇન્દ્રવિજય ગોહિલ, રૂત્વીક મકવાણા, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખહિંમત પટેલ, ધારાસભ્યદિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્યચંદનજી ઠાકોર, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખનૌશાદ સોલંકી, પૂર્વ મંત્રીભીખા રબારી, પૂર્વ ધારાસભ્યરણછોડ મેર, એસ.સી. સેલના ચેરમેનહિતેન્દ્ર પીઠડીયા, મહિલા સેવાદળના પ્રમુખપ્રગતિ આહિર, ઓ.બી.સી.ના પ્રભારીસુલ્તાન ગુર્જર તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના તથા ઓ.બી.સી.ના કાર્યકરો હાજર રહ્યાં હતાં.
———– ૭–૫–૨૦૨૪તમામ વ્હાલા ગુજરાતિઓએ જે પ્રેમ, સમર્થન અને આદર્શવાદ કોંગ્રેસ પક્ષને તથા કોંગ્રેસના ઉમેદવારો આપેલ છે તે બદલ કોંગ્રેસ પક્ષ વતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે સર્વેનો હાર્દિક આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાતના મતદાતાઓએ પરિવર્તન માટે, ન્યાય માટે યોજાનાર મતાધિકારીનો કરેલ ઉપયોગ કરેલ હોવાનું સ્પષ્ટ જણાતુ હતું. સમગ્ર ગુજરાતની જનતાએ સમગ્ર ચૂંટણીના પ્રચાર પ્રસાર સમયે વ્યાપક પ્રમાણમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મોટા પાયે જનસમર્થન-જન આશિર્વાદ આપ્યા હતા અને આજરોજ મતદાન સમયે પણ સવારથી જ મોટા પાયે મતદાન મથકો પરની લાઈનોમાં ઉત્સાહભેર જોડાયેલ યુવાનો, મહિલાઓ અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો જોવા મળ્યા હતા.કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ ન્યાય અને પચ્ચીસ ગેરન્ટી જેમાં યુવાનોને પ્રથમ નોકરી પાકી, ૧ લાખ રૂપિયાની એપ્રેન્ટીસશીપ, ૩૦ લાખ સરકારી ભરતી કેલેન્ડર, શ્રમિકોને ૨૫ લાખ રૂપિયાની સામાજિક સુરક્ષા, વિમા યોજના, ખેડૂતોના દેવા માફી, ટેકાના ભાવ (એમ.એસ.પી.) માટે કાનૂની જોગવાઈ મહિલાઓ માટે દર વર્ષ ૧ લાખ રૂપિયા, ન્યાય હિસ્સેદારી સહિત ૨૫ ગેરન્ટીને સમગ્ર દેશ અને ગુજરાતની જનતાએ વ્યાપક સમર્થન આપ્યું છે ત્યારે, ગુજરાતના મતદારોના ખૂબ ખૂબ આભાર જેમણે સંવિધાન બચાવવા અને દેશ બચાવવા મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરૂ પાડ્યું છે.મતદાન દરમ્યાન એક કર્મચારી અને એક મહિલા મતદારનું નિધન થયું તે દુઃખદ છે તેમના પરિવારને કોંગ્રેસ પક્ષ શોકાંજલી પાઠવે છે.
————
૭–૫–૨૦૨૪
લોકસભાની યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ મતક્ષેત્રમાંથી કોંગ્રેસ પક્ષના કન્ટ્રોલ રૂમને મળેલી ફરિયાદ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા , વરિષ્ઠ નેતાબાલુ પટેલ, લીગલ સેલના ચેરમેનયોગેશ રવાણી, કન્વિનરનિકુંજ બલ્લરે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી દરમ્યાન મળેલી ફરિયાદોમાં મુખ્યત્વે નીચે મુજબની ફરિયાદો મળી હતી.
1. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ રોડ-શો આદર્શ આચાર સંહિતાની તદ્દન વિરૂધ્ધમાં છે.
2. અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં ગેરરીતિ અંગેની ફરીયાદ
3. ઘાટલોડીયામાં આવેલ નાલંદા સ્કુલ રૂમ નંબર-૨માં વી.વી.પેટમાં નાખેલા વોટની સ્લીપ દેખાતી નથી અને નિકળતી નથી
4. અમિત શાહ દ્વારા કરવામાં આવેલ વોટીંગનું જીવન પ્રસારણ કરીને મતદારોને પ્રભાવીત કરવામાં આવેલ છે.
5. ૧૭-ખેડા લોકસભાના બે બુથ દસક્રોઈ ૫૭ માં ગેરરીતિ અંગેની ફરિયાદ
6. કાલંદરી મસ્જીદ પાસે લગાવવામાં આવેલ ર દ્વારા લઘુમતિ સમુદાયના લોકોને વોટીંગ ના કરવાની ઝુંબેશના અનુસંધાને લાગેલ ર.
7. ૦૮-અમદાવાદ પૂર્વ લોકસભાના એ.જી. ટીચર્સ સ્કુલમાં બુથ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા બી.એસ. પટેલે લોકપ્રતિનિધિ ધારાનો પાલન કરેલ નથી અને બુથમાં એજન્ટોને બેસવા દીધેલ નથી તેમજ કોંગ્રેસના વોર્ડ પ્રમુખને માર મારવામાં આવ્યો હતો.
8. ૦૮-અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણીનગર બુથ નં. ૨૩૧ અને ૨૩૨માં ગેરરીતિ અંગેની ફરિયાદ
9. ૦૮-અમદાવાદ પશ્ચિમ શાહપુરની સ્કુલ નં. ૭ અને ૮, બુથ નં. ૫૩માં પોલીસ કર્મચારી દ્વારા ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવેલ છે જે આદર્શ આચાર સંહિતાની વિરૂધ્ધ છે.
10. ૦૬-ગાંધીનગર લોકસભા વિસ્તારના વેજલપુર બુથ નં. ૨૨૬માં સંકલીતનગરમાં કાલુ ગરદન નામના જેલમાંથી છુટેલ અને તેના મળતીયાઓ દ્વારા બુથ નં. ૨૨૬ પાસે વોટીંગ કરવા જતા મતદારોને રોકેલ છે.
11. ૧૨-જામનગર લોકસભાના હાલ ફરજ ઉપર એલ.સી.બી.ના પી.આઈ. લગરીયા દ્વારા પોતાના સત્તાના દુરુપયોગ કરીને સત્તા પક્ષને ફાયદો પહોચાડવા કોંગ્રેસના સમર્થકોની અટકાયત કરે છે.
12. તમામ પોલીગ બુથ પર નિમાયેલ અધિકારીઓ વોટીંગ દરમ્યાન એજન્ટો દ્વારા ભાજપના નિશાન વાળી પેન તેમજ સાહિત્ય ઉપયોગ કરીને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે.
13. ૦૬-ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ ૪૨-વેજલપુર વિધાનસભા મતવિસ્તારના સંકલિતનગર પ્રાથમિક શાળા બુથ નં. ૨૨૨, ૨૨૬, ૨૩૨, ૨૩૩, ૨૮૯, ૨૯૦, ૨૯૧ વિગેરે ઉપર કાલુ ગરદન વિગેરે ગુંડા તત્વો દ્વારા મતદાન રોકવામાં આવેલ છે, તાત્કાલીક પગલા લઈ મતદાન ચાલુ કરાવવા બાબત
14. ૦૧- કચ્છ લોકસભા મોરબી વિસ્તાર રોટરી નગર જુનુ નામ અહેમદનગરમાં મતદારોને ધમકી આપવાની ફરીયાદ
15. ૬-ગાંધીનગર સંસદીય મતવિસ્તારના ત્રાગડ ગામના બુથ નં. ૨૩૧ ઉપર બોગસ વોટીંગ થઈ રહ્યાં અંગે ફરીયાદ
16. ૬-ગાંધીનગર સંસદીય મતવિસ્તારના ૪૨-વેજલપુર વિધાનસભામાં અસામાજીક તત્વો દ્વારા લઘુમતિ સમુદાયના લોકોને વોટ કરતા અટકાવવામાં આવે છે.
17. ૨-બનાસકાંઠા લોકસભા મતવિસ્તારના રાધનપુર બુથ નં. ૧૬૨ ઉપર ઈ.વી.એમ. ખોટવાયુ તે અંગેની ફરિયાદ
18. ૦૬-ગાંધીનગર, વાસણા ગામ બુથ નં. ૧૪માં ભાજપના ધારાસભ્યના પતિ દ્વારા દોઢ કલાક મતદાન અટકાવતા, મતદાન માટે વધારાના સમયની માંગ સાથે ફરિયાદ.
19. ૦૮-અમદાવાદ પશ્ચિમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શાળાના બુથ નં. ૭, ૮ અને ૫૫ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ, પોલીસ પોતે જ ભાજપના પ્રચાર કરતા હોવાની ફરિયાદ.મતદાનના સમય દરમ્યાન મળેલી ફરિયાદો અંગે ચૂંટણી અધિકારીઓનું કોંગ્રેસ પક્ષના લીગલ સેલના દરમ્યાન ૨૦ થી વધુ વકિલઓની ટીમ દ્વારા યોગ્ય પગલાં ભરવા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં સવારથી મતદાતાઓએ મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર મતદાન કરવા માટે લાઈનમાં ઉભા હતા. જે રીતે મતદાનની ટકાવારી, મતદારોનો ઉત્સાહ જોતા જણાય છે કે, પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતની જનતાએ પરિવર્તન માટે છે.
———-
૨૯–૨–૨૦૨૪
• આદરણીય રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા” ૭ માર્ચથી ચાર દિવસ સુધી
ગુજરાતમાં રહેશે.
• આદરણીય રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”માં લોકોની સમસ્યાઓને ઉજાગર કરી તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે.
આદરણીય રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા” ૭ માર્ચ, ૨૦૨૪, ગુરૂવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને ૮ માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. ચાર દિવસ સુધી ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા” રહેવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ગુજરાતના પ્રભારીમુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખશક્તિ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખભરત સોલંકી, જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં “ભારત જોડો ન્યાય યાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.
ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફીક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સીંગ દ્વારા થતા શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને “ભારત જોડો ન્યાય યાત્રા” દરમ્યાન વાચા આપવામાં આવશે. ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રીજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને આદરણીય રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”માં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે.
————-
૨૪–૨–૨૦૨૪
ગ્રાહકોની છેતરપીંડી અંગે, ન્યાય મળે અને તેમના હક્ક અધિકારો માટે ઉપસ્થિત પદાધિકારીઓને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ગ્રાહક સુરક્ષા વિભાગના અધ્યક્ષમહેન્દ્ર શાહ (સોલા) એ જણાવ્યું હતું કે, ગ્રાહકોને ગેરવ્યાજબી વેપારી રીત રસમો સામે રક્ષણ આપવા માટે માલ કે સેવાની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, કિંમત અંગેની માહિતી મેળવવાનો અધિકાર છે. કોઈ પણ વેપારી ઉત્પાદક કે સેવા આપતી સંસ્થા તરફથી કોઈપણ નુકસાન થાય તો ગ્રાહક વળતર મેળવવાનો અધિકારી છે.જ્યાં શક્ય હોય ત્યાં સ્પર્ધાત્મક ભાવે માલ કે સેવાની પસંદગી કરવાનો અધિકાર પણ ગ્રાહકને આપવામાં આવ્યો છે. વેપારી કે અન્ય સેવા સંસ્થા દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી, ગેરરીતિ, અસભ્ય વ્યવહાર સામે યોગ્ય સ્થળે જે તે અધિકારી સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવાનો ગ્રાહકને અધિકાર છે.આજના ઔદ્યોગિક વાતાવરણમાં વાહનો દ્વારા, કારખાના દ્વારા થતા હવાના પ્રદૂષણ, અધિકૃત રીતે છોડવામાં આવેલું રસાયણ, પાણી, માનવ આરોગ્ય સામે ખતરનાક બની શકે છે. પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. આપણા દેશની પ્રજામાં, એમાં ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. રાજય સરકારે કન્યા શિક્ષણ મફત આપવાનો નિર્ધાર કર્યો છે. પરંતુ હકીકતમાં મ્યુનિસિપલ સ્કૂલ તથા પંચાયત શાળાઓમાં જ મફત કન્યા શિક્ષણ મળે છે. જયારે ખાનગી શાળાઓમાં આજે પણ શિક્ષણ ફી લેવામાં આવે છે તો તે હક્ક મેળવવાનો અધિકાર છે. મેડીકલ સેવામાં બેદરકારી તેમજ વીમા કંપનીઓ દ્વારા કલેઈમ ખોટી રીતે નામંજુર કરવા સામે.
શહેર અધ્યક્ષમેહુલ પ્રજાપતિની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં ગ્રાહક સુરક્ષા સેવાના પદાધિકારીઓ, વકીલો અને સામાન્ય નાગરિકોની યોજાયેલ બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી, વિવિધ રીતે થતી છેતરપીંડી, ખોટી ખાત્રી આપીને વસૂલાતી આડેધડ કિમંતો સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત જાણકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે ગ્રાહકોના હક્ક કોંગ્રેસ અધિકાર વિભાગની વિશેષ બેઠક બદલ ખુબ અભિનંદન આપ્યા હતા.
——–
૨૪–૨–૨૦૨૪
બહુમતિના જોરે દેશની બંધારણીય સંસ્થાને નબળા પાડવાનું કામ કરી રહેલ કેન્દ્રની મોદી સરકારની તાનાશાહી સામે ‘દેશ બચાવવા-સંવિધાન બચાવવા લોકતંત્ર બચાવો’ માટે ઈન્ડીયા ગઠબંધનના નિર્ણય અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, બંધારણીય સંસ્થાને નબળી પાડવાનું કામ સતત થઈ રહ્યું છે. લોકતંત્ર અને સંવિધાન બચાવવા, દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખુલ્લા મને ગઠબંધનને આખરી ઓપ અપાયો છે. અનેક વચનો-વાયદો આપીને સત્તામાં આવનાર ભાજપા દેશની જનતાને અસહૃય મોંઘવારી, બેરોજગારી આસમાને, ખેડૂત, ખેતીને પારાવાર મુશ્કેલી સહિત આર્થિક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપા સરકાર માત્ર દેશની જનતાના 35 થી 40 ટકા જ મત મેળવીને સત્તા પર આવી છે, જ્યારે દેશની 55 થી 65 ટકા જનતાએ ભાજપા વિરૂધ્ધ મતદાન કરેલ છે ત્યારે, મતોનું વિભાજન થતુ અટકાવવા માટે ગઠબંધન જરૂરી હતું. રાષ્ટ્રિય નેતૃત્વે સમગ્ર દેશને ધ્યાને લઈ નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય કક્ષાના ગઠબંધનને અમે આવકારીએ છીએ, ગુજરાત કોંગ્રેસ ગઠબંધન ધર્મને ન્યાય આપશે અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મજબુતિથી લડત આપશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના 244 તાલુકામાં કાર્યકર સંવાદ સંમેલન અને જનઅધિકાર પદયાત્રા યોજી જેમાં જનતાના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને સ્થાનિક આગેવાનો – પદાધિકારીઓ – કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાત કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકરોએ અભિપ્રાય જરૂર આપ્યો હતો. પણ રાષ્ટ્રિય નેતૃત્વ એ આપેલો ગઠબંધનનો નિર્ણય દેશહિતમાં કરવામાં આવ્યો છે જેને કોંગ્રેસના કાર્યકરોને સ્વીકાર્ય છે.
સત્તાના અહંકારમાં વ્યસ્ત અને મસ્ત રહેતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષે માધ્યમો સાથે વાતચીતમાં “લંગડા, બહેરા, આંધળા,” જેવા શબ્દો એ દિવ્યાંગોનું સૌથી મોટું અપમાન હોવાની આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર દિવ્યાંગોનો હક્ક અને અધિકાર છીનવવાનું કામ કરી રહી છે. સરકારી નોકરીઓમાં પણ દિવ્યાંગોને મળતા અધિકારો છીનવવામાં આવી રહ્યાં છે. દિવ્યાંગોને મળવાપાત્ર સન્માન સાથે રોજગારથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. ભાજપા શાસીત કોર્પોરેશન-નગરપાલિકાના સતાધીશો હોકર્સ પોલીસી હેઠળ રોજગાર કરવામાં અડચણો ઉભી કરીને દિવ્યાંગોને સન્માન સાથે જિંદગી જીવવાનો અધિકાર પર તરાપ મારી રહી છે. ત્યારે, ભાજપા અધ્યક્ષના અપમાનજનક શબ્દોએ હજારો દિવ્યાંગ પરિવારોને ભારે દુઃખ પહોંચાડ્યું છે.
————-
૨૯-૦૨-૨૦૨૪
ગુજરાતમાં આવનાર આદરણીય રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”ની તૈયારીનાં ભાગરૂપે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજ્યસભા સાંસદમુકુંલ વાસનીકજી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત બેઠકમાં રાજ્યસભા સાંસદમુકુંલ વાસનીકજી જણાયું હતું કે, ગુજરાત કોંગ્રેસનાં તમામ જિલ્લામાંથી આગેવાન- પદાધિકારીઓ સાથે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ માટેના સંકલન માટેની ચર્ચા કરી સ્થાનિક આગેવાનોઓને, સેલ – ફ્રન્ટલ પ્રદેશ પદાધિકારીઓ અને લોકસભા પ્રભારીઓને જુદા જુદા વિસ્તારો માટે જવાબદારી આપવામાં આવી છે. ઐતિહાસિક ‘ભારત જોડો’ યાત્રા બાદ આદરણીયરાહુલ ગાંધીએ ભાજપ સરકારમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત નાગરિકોને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરથી મુંબઈ સુધી યાત્રા ગુજરાતમાં ૭ માર્ચનાં રોજ બપોરે ૩ કલાકે પ્રવેશ કરશે. ગુજરાતનાં કોંગ્રેસ આગેવાન-કાર્યકરોમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને આવકારવા સમગ્ર યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં જોડાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલ જણાવ્યું હતું કે, ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા” ની તૈયારીના ભાગરૂપે જવાબદારી સોપણી સહિતી વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દાહોદના ઝાલોદ થી શરુ થઈને તાપી જીલ્લા થઈ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતની જનતા લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફીક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સીંગ દ્વારા થતા શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓ સહીત સામાજિક – આર્થિક ન્યાય માટે “ભારત જોડો ન્યાય યાત્રા” દરમ્યાન વાચા આપવામાં આવશે. ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રીજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને આદરણીય રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાય યાત્રા”માં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે.
ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા”ની તૈયારીના ભાગરૂપે જવાબદારી સોપણી સહિતી વિસ્તૃત આયોજનના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના પ્રભારીમુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખભરત સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રીઉષા નાયડુજી, રામકિશન ઓઝાજી, સંદીપજી, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ-જિલ્લાના નેતા-પકદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં “ભારત જોડો ન્યાય યાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પદાધિકારીઓ – કાર્યકર્તાઓને ભારત જોડો ન્યાય યાત્રાના લોગોના સ્ટીકર, કાર સ્ટીકર અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું વાર્ષિક કેલેન્ડર આપવામાં આવ્યું હતું.
———–
૨૩–૨–૨૦૨૪
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં -બહેનો યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશક્તિ ગોહીલ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સાથે નાનપણ નો સબંધ છે તેઓ સુરેન્દ્રનગર માં એન ટીએમ હાઇસ્કુલ માં ભણેલા છે ભોગાવોનું પાણી પણ પીધેલુ છે અને ભોગાવોની રેતી માં રમેલા પણ છે તેમણે આ જીલ્લા સાથે જુનો સબંધ છે એટલે જ્યારે તેઓ નર્મદાવિભાગ ના મંત્રી હતા ત્યારે આ જીલ્લા ની પાણીની સમસ્યા પર વિશેષ મહેનત કરેલી એ સમયે જેટલો કમાંડ એરીયા નક્કી કરેલો તેનુ કામ આજ સુધી આ સરકારે પુરુ કર્યુ નથી આ વિસ્તાર એ મુખ્ય ખેતી આધારીત વિસ્તાર છે તેના માટે સીંચાઈ નું પાણી ખુબ જરૂરી છે એ સમયે કેનાલની ડીઝાઇન એવી બનાવેલી કે 30 વર્ષ સુધી તેને કશુ થાય નહી પણ ભાજપ શાસનમાં કેનાલમાં વારંવાર ગાબડા પડવાના સમાચાર આવે છે અને સરકાર એવા બહાના કાઢે છે કે ઉંદર ના કારણે ગાબડા પડ્યા સાચુ હશે પણ આ ઉંદર ચાર પગ વાળા નહી બે પગ વાળા કમળ નો ખેસ પેહરનારા છે
ટેક્ષટાઇલ પાર્ક વિશે પ્રધાનમંત્રી પોતે અહિં આવી 2007 થી વાયદાઓ કરે છે પણ કોઇ ટેક્ષટાઇલ પાર્ક બન્યુ નહી પણ જ્યારે કેન્દ્રસરકાર માં દરખાસ્ત મોકલવાની આવી ત્યારે ગુજરાત સરકારે સુરેન્દ્રનગરની દરખાસ્ત મોકલીજ નહી, દેશ આઝાદ થયો ત્યારે દેશમાં એક સોય પણ બની શક્તી નહોતી એના બદલે કોંગ્રેસ સરકારોએ સોયથી લઈ સેટેલાઈટ, તોપો બનાવાના કારખાના આ દેશ ને આપ્યા. આઇ.આઇ. એમ., આઇ.આઇ.ટી., જેવી શિક્ષણ સંસ્થાઓ આપી, આ સરકાર પ્રાથમીક શાળા માં ઓરડા પુરા પાડી શક્તી નથી કોંગ્રેસ ની સરકારોએ મોટા માટા ડેમ બનાવ્યા જ્યારે ભાજપની સરકારે બોરીબંધો બનાવ્યા સીમેંટની થેલીમાં રેતીભરી નાળા રોકી ફોટાપાડી આ બોરીઓ પાછી ટ્રેક્ટર માં ભરી બીજા નાળા પર ગોઠવી ફોટા પાડી અને બીલો બનાવી બનાવી ને રૂપીયા ખાવાનું કામ કર્યુ.
આદેશ માં જરૂર પુરતુ અનાજ પેદા થતુ નહોતુ અમેરીકાથી લાલ ઘઉં મંગાવામાં આવતા જે ત્યાંના જાનવરો માટે ઉગાડવામાં આવતા હતા તે ખાવાની ફરજ પડતી હતી. કોંગ્રેસ સરકારે હરીત ક્રાંતી કરી, દુધ ની શ્વેત ક્રાંતી કરી અને દેશ ને દરેક ક્ષેત્રમાં વૈશ્વીક કક્ષાએ પહોચાડવાનું કામ કર્યુ. સુરેન્દ્રનગર જીલ્લાના અગરીયાઓ ની હાલત વિશે ચીંતા કરવાની જરૂર છે દુનીયા આખીને જે મીઠુ પુરુ પાડે છે, તેના જીવન માં મીઠાસ લાવવા માટે આપણે લડવુ પડશે કારણ કે આ સરકારે તેમનું જીવવુ મુશ્કેલ કરી નાખ્યુ છે મીંઠુ પાકવાના સમયે પાણી ઘુસી જાય છે અને વડતર પણ કશુ અપાતુ નથી
આગામી લોકસભા માં સુરેન્દ્રનગરના લોકો એ પરીવર્તનની શરૂઆત કરવી પડશે આપણે બતાવી દેવુ પડશે કે લોકોને મુરખ સમજવાનું બંધ કરે ડૉ. મનમોહનસિંઘજીની સરકારે કપાસનો સૌથી વધુ ભાવ આપેલો તેના 10-11 વર્ષ પછી પણ કપાસ નો ભાવ ત્યાંનો ત્યા છે કપાસ ની ખેતી પર આધારીત આ જીલ્લા ના ખેડુતો એ જાગવુ પડશે અને પ્રશ્ન કરવો પડશે કે 2022 માં ખેડુત ની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો તેનું શું થયું ? આવક બમણી તો જવા દો અડધી થઇ ગઇ છે ખેડુતો ને મુરખ સમજે છે આ સરકાર માત્ર થોડીક ડુંગળી ની નીકાસ ની મંજુરી આપી ડુંગળી પકવતા બધા ખેડુતો ને સમજાવવા નીકડ્યા છે
ખેડુત હોય સ્ત્રીઓ બાળકો હોય આરોગ્ય હોય બધા તબક્કે નિષ્ફળ નીવડેલી સરકાર પોતાની નીષ્ફળતાઓ ઢાંકવા કરોડો રૂપીયા જાહેરાતો માં ખર્ચે છે માટે સમય આવી ગયો છે કે આપણે આપણો અવાજ બુલંદ કરીએ અને આ લોકસભામાં કોંગ્રેસને વિજય બનાવીયે જીલ્લાના લોકો ને કેવો અન્યાય સહન કરવો પડે છે કઇ રીતે તંત્ર એ અસંવેદનશીલ બનતુ જાય છે, યુવાન અને સક્રિય, નૌષાદ સોલંકી વિધાનસભામાં હોય કે, કલેક્ટર કચેરીમાં તે લોકોનો અવાજ મુકવામાં સક્ષમ છે તે સૌ વાકેફ છે.
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં -બહેનો યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શિક્ષણ દિવસે દિવસે મોંઘુ થતું જાય છે, આરોગ્ય સેવા કથળી ગઈ છે, કાયદો વ્યવસ્થા સ્થિતિ નાજુક છે. યુવાનોને રોજગાર મેળવવા ફાંફા પડી રહ્યા છે. દવા અને ડ્રગ્સના કારણે રાજ્યના યુવાનોની જીંદગી બરબાદ થઈ રહી છે. ભ્રષ્ટાચારે માજા મુકી છે. સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ થી રાજ્યના લાખો યુવાનો નિરાશા હતાશા સાથે આક્રોશ અનુભવી રહ્યાં છે. ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી. ભાજપ સરકાર બરબાદ થઈ રહી છે. સુરેન્દ્રનગરની જનતાને પડતી મુશ્કેલી માટે વાચા આપવા કોંગ્રેસ પક્ષ પ્રતિબધ્ધ છે.
એ.આઈ.સી.સી.ના મંત્રી અને સૌરાષ્ટ્ર વિભાગના સંગઠન પ્રભારીબી.એમ. સંદીપજી અને સેવાદળના રાષ્ટ્રિય ચેરમેનલાલજીભાઇ દેસાઇ એ પ્રાસંગીક ઉદબોધન કરીને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રા અને ન્યાય યાત્રા થી આમૂલ પરિવર્તન દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના વિચારો લોકોના હૃદય સાથે જોડાયેલા છે નાના માણસ નો અવાજ એ કોંગ્રેસ છે નવ નીયુક્ત પ્રમુખને સાથ સહકાર આપીને ખભેખભા મીલાવીને સંગઠનને મજબુત કરી સુરેન્દ્રનગર જીલ્લાના અને સમગ્ર ગુજરાતના નાગરિકોને ન્યાય માટે લડત લડવાની છે.
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યનૌશાદ સોલંકીએ જુસ્સાભેર સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને દેશ બચાવવા – સંવિધાન બચાવવા માટે લડવાનું છે. ભાજપ સરકારમાં જનતાનો અવાજ સાંભળવામાં આવતો નથી ત્યારે આપણે સૌ સાથે મળીને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા માટે કામ કરીએ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના નવનીયુક્ત પ્રમુખ નૌશાદ સોલંકી નો પદ્દ ગ્રહણ સમારંભ પ્રસંગે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખહરપાલ ચુડાસમા, સંગઠન પ્રભારી ડૉ. દિનેશ પરમાર, ગુજરાત કોગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, જીલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખભલજીભાઇ સોલંકી, ચોટીલાના પુર્વધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રૂત્વીજભાઇ મકવાણા, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખધર્મેન્દ્ર પરમાર, કાંતિ ટમાલીયા, હરેશ પાટડીયા, પ્રદેશ અગ્રણીમહેશ રાજપુત અને વિવિધ હોદેદેદારો, પૂર્વ પ્રમુખો અને વિવિધ સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર જીલ્લાના સંગઠન માટે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
મોટી વીડીયો સ્ક્રીન પર ઝાલાવાડ તરીકે જાણીતા સુરેન્દ્રનગર જીલ્લા ની રાજકીય ભોગોલીક અને સામાજીક અને સાંસ્કૃતીક માહીતી દર્શાવતો વિડીયો બતાવવા આવ્યો પછી ઝાલાવાડી રાસ મંડળી દ્વારા રાસનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું.
—————————————————————-
સુરેદ્રનગર ક્ષત્રીય સમાજ સંચાલીત દરબાર બોર્ડીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યુ ઢોલ નગારા સાથે સમાજ ના બુધ્ધીજીવીઓ, કરણીસેના, શક્તિમંદિરના ટ્રસ્ટીગણ, વિવિધ તાલુકામાંથી સમાજના વિવિધ સંસ્થાઓના હોદેદારો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ.
શક્તિ ગોહિલે વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇ સમાજની પ્રગતિ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન પુરુ પાડયુ હતું. ક્ષત્રીય અને ક્ષાત્રત્વ નો ખરો અર્થ સમજાવતા કહ્યુ કે રક્ષતે ઇતી ક્ષત્રીય એટલે કે જે રક્ષા કરે તેજ સાચો ક્ષત્રીય આજે સમાજ ના દબાયેલા કચડાયેલા લોકો ની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે તે પ્રસંગે સંસ્થાના ના પ્રમુખ પ્રધ્યુમનએ શક્તિની સર્વ સમાજ પ્રત્યેની નીષ્ઠા અને તેમની ઉપલબ્ધીઓ વિશે સુંદર વિગતો રજુ કરી હતી. તેમની સાદગી સરળતા ઉડીને આંખે વળગે તેવી છે.
શક્તિ ગોહિલ દ્વારા તેમની સાંસદ ગ્રાંટ માંથી રૂપીયા 15 લાખ શૈક્ષણીક સંસ્થાના વિકાસ માટે માતબર ગ્રાન્ટ ફાળવી જેને સંસ્થાના ઉપપ્રમુખભગીરથ ઝાલા એ શક્તિજીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો.
———–
૧૯–૨–૨૦૨૪
· ‘નલ સે જલ’ યોજનામાં નળમાંથી પાણીને બદલે પૈસા એકત્ર કરાયા.
· ‘નલ સે જલ’ યોજનામાં નળમાં પાણીના ધોધને બદલે ભ્રષ્ટાચારનાં નાણાનો ધોધ ભેગો કરાયો.
· ‘નલ સે જલ’ ગામે ગામ પાણી ન પહોંચ્યુ પણ, ભ્રષ્ટાચાર ગામે ગામ પહોંચાડી દીધા.
· નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારી ને રાજીનામુ આપે.
નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર લોકો સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારી ને રાજીનામુ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નલ સે જલ યોજના અનેક જીલ્લા-તાલુકા-ગામોમાં માત્ર કાગળ પર કામગીરી થઈ છે. 33 જિલ્લામાંથી 18 થી વધુ જિલ્લામાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો છતાં વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ તપાસના નામે પત્ર-નોટીસ આપી કેન્દ્રાક્ટરને બચાવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ની ‘નળ સે જળ’ ની મોટી મોટી જાહેરાતો થઇ, નબળી પાઈપો, બોરવેલ ફેલ, નબળી ગુણવત્તાના પેવરબ્લોક, ઇલેક્ટ્રીક કેબલમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. કનેક્શન વગર ના પાઇપો ફિટ કર્યા અને ક્યાંક ચોકડી ના બનાવી, ક્યાંક પાણી ટાંકાના બનાવ્યા અને નળ ના જોડાણ ના અપાયા, હલકી ગુણવત્તાની પાઈપો, અનેક જગ્યાએ સીમેન્ટ ચોકડી ના બનાવી, ચકલી લગાવી તો પાણી ના આવ્યું, એક જ કામના બબ્બે બીલો ઉભા કર્યા, આવા પ્રકારના ભ્રષ્ટાચાર ને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે, વાસ્મો ને “નલ સે જલ” ની કામગીરી સોંપવામાં આવી હતી. ભાજપના પદાધિકારીઓ સીધા કોન્ટ્રક્ટરો બની ગયા છે. ભાજપના મંત્રી અને સંત્રીઓ આવા ગેરરીતિ આચરનારાઓને બચાવવા માટે મેદાન માં આવે તે કેટલે અંશે વ્યાજબી ? મહીસાગર જિલ્લામાં 111 કોન્ટ્રાકટર કામ ના કરવાની તાકીદથી નોટીસના નામે વાતો કરવામાં આવી. પંચમહાલ જિલ્લામાં બારોબાર પૈસાની ચુકવણી કરવામાં આવી. વડોદરા જિલ્લામાં 20 ટકા જ કામગીરી થઈ છે. બીજીબાજુ 60 ટકા નાણાંની ચુકવણી કરવામાં આવી. રાજકોટના જસદણના અનેક ગામો કામગીરી બાકી તેમ છતાં લાખો રૂપિયાની ચુકવણી કરવામાં આવી. સંતરામપુર-બોરવેલ ફેઈલ થઈ ગયા છે. તાલુકામાંથી ફરિયાદ છતાં કામગીરી નહિ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અનેક ગામમાં બોરવેલ ખરાબ, નર્મદા જીલ્લા રૂ. 1.42 કરોડ ચૂકવ્યા તેમ છતાં કામગીરી બાકી છે, આદિવાસી વિસ્તારોમાં નળ કનેક્શન માટે રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવાય પણ નળ કનેક્શન આપ્યા નથી તેવી જગ્યાના કરોડો રૂપિયાના બીલ પણ બની ગયા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભામાં ‘નલ સે જલ’ માં મોટાપાયે ગેરરીતિ, ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી છે. ભાજપના સાંસદ-ધારાસભ્ય ફરિયાદ કરી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, નર્મદા, વાસદા, નવસારી જિલ્લામાં 49 કરોડ બરોબર ચૂકવાઈ ગયા હોવાની વિગતો સામે આવી છતા પાણી પુરવઠા વિભાગ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યો છે. મોટા ભાગના કોન્ટ્રાક્ટરો ભાજપાના પદાધિકારીઓ કે તેની સાથે સંકળાયેલા છે.
ક્ષારવાળું પાણી, ફલોરાઈડ અને જીવલેણ ખનીજ ધરાવતા પીવાના પાણીથી હજારો પરિવારો કીડની, કેન્સર સહિતના રોગોનો ભોગ બની રહ્યા છે. ‘જલ સે નલ’ ની 100 ટકા કામગીરી પૂર્ણ થયાના રાજ્યના તેર જીલ્લા સુરત, નર્મદા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પાટણ, ખેડા, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા અને તાપીમાં દાવો કર્યો છે હકીકત ઘણી વિપરીત છે. રાજ્યમાં 2019-20માં 82.75 ટકા નળ કનેક્શન ના દાવાની સંખ્યાની સામે ચાર વર્ષમાં કરોડો રૂપિયાના ખર્ચ છતા માત્ર 14 ટકા જ કામમાં ઉમેરો થયો છે. એક નળ કનેક્શનમાં 22 હજાર થી 70 હજાર રૂપિયાનો ખર્ચ કરાયાનો સરકાર દાવો કરાઈ રહ્યો છે. જુનાગઢમાં નળ કનેક્શન પ્રતિઘર માં 70,000 જ્યારે ભાવનગરના પ્રતિઘર નળકનેક્શનના 22 હજાર રૂપિયા ખર્ચાયા છે. 91.18 લાખ કનેક્શન પાછળ 4500 કરોડનો માતબર ખર્ચ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. આ તો કેવુ નળ થી છળ…!
ઘર પાસે નળ આપવાની વાતો કરી હતી તેની જગ્યાએ ચકલી આવી પણ પાણી ક્યારે આવશે ? તેનો જવાબ મળતો નથી. નળ સે જળ માટે ના કોન્ટ્રાકટરો ને કરોડો રૂપિયા પણ ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા,વાંસદા માં 49 કરોડ માં ચેકીંગ કર્યા વગર જ પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ ની માગ છે કે નલ સે જલ ના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર સામે પગલાં ભરવા માં આવે. પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારી ને રાજીનામુ આપે.
——–
૨૦-૨-૨૦૨૪
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકાર ગુજરાત સાહિત્ય અકાદમીને
સ્વાયત્તતા પરત આપી માઁ ભાષા ગુજરાતીનું ઋણ ચૂકતે કરે
·સરકારના ચરણ ચૂમી રહેલ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે સત્તાધીશો સામે ઝઝૂમી રહેલા સાહિત્યકારઓને ગુજરાત કોંગ્રેસનું જાહેર સમર્થન : હેમાંગ રાવલ
·વિશ્વ માતૃભાષા દિવસની સાચી ઉજવણી માટે ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરો : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આવતીકાલે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી થનાર છે. ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે. પરંતુ આજે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારની જવાબદારી જેની છે તે ગુજરાત સાહિત્ય અકાદમીનું નવનિર્મિત પરિસરનું આજે ઉદ્ઘાટન થનાર છે, તે રાજકીય જંજીરોમાં જકડાયેલી છે અને તેને સ્વાયત્ત કરવા માટે ગુજરાતના સાહિત્યકારો સ્વાયત્તતાની લડત લડી રહ્યા છે.
ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લોકતાંત્રિક રીતે સંગીત નાટ્ય એકેડમી અને કેન્દ્રીય સાહિત્ય એકેડેમીની સ્થાપના કરેલી અને એ મુજબની એક ગુજરાતી સાહિત્યની પણ એકેડમી હોવી જોઈએ એ મુજબની માંગ ઉમાશંકર જોશી એ કરેલી જેના કારણે એક સમિતિ બની અને સર્વયશવંત શુક્લ, ચીમનલાલ ત્રિવેદી, ધીરુ પરીખ વગેરેએ ભેગા મળીને બંધારણ બનાવ્યું હતું જેના અનુસાર લોકતાંત્રિક અને લોકશાહી ઢબે ગુજરાતમાં સાહિત્ય સાથે સંકળાયેલા દિગ્ગજો, યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, સાહિત્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, જ્ઞાનપીઠ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવેલા પ્રતિનિધિઓ વગેરે ઉપરોક્ત એકેડમીના સદસ્ય તરીકે નીમવામાં આવતા અને તેઓ લોકશાહી ઢબે સાહિત્ય અકાડમીના પ્રમુખ ચુંટતા હતા. પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાહિત્ય અકાદમીમાં ચૂંટણી પ્રક્રિયાને બંધ કરી દીધી હતી અને સઘળો વહીવટ મહામાત્ર(રજીસ્ટારને) સોંપી દેવામાં આવ્યો. ત્યારબાદ આનંદી પટેલના મુખ્યમંત્રી શાસનમાં ઉપરોક્ત બંધારણને રદ કરીને એ પ્રમાણે કલમ લખવામાં આવી કે “ગુજરાત રાજ્યના જે પણ મુખ્યમંત્રી હશે તેમને કારોબારી અને સાહિત્ય અકાદમીના પ્રમુખ નીમવાની સત્તા આપવામાં આવે છે” અને રૂ. ૧૫ કરોડના વાર્ષિક બજેટ વાળી ગુજરાત સાહિત્ય અકાદમીમાં સાહિત્ય સાથે સ્નાનસ્તુતકનોય સંબંધ ના હોય તેવા લોકોને કારોબારીમાં સ્થાન આપવાની શરૂઆત થઈ.
આ બાબતનો આખી જિંદગી, મૃત્યુપર્યંત વિરોધ કરનાર સ્વર્ગસ્થ નિરંજન ભગત, ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાલા, શિરીષ પંચાલ, ગુલાબ મહંમદ શેખ, પદ્મસિતાંશુ યશચંદ્ર, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને પદ્મરઘુવીર ચૌધરી, પ્રકાશ ન. શાહ, સતીશ વ્યાસ, હર્ષદ ત્રિવેદી, પ્રફુલ રાવલ, ભરત મહેતા સહિત અગ્રણી સાહિત્યકારો સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા લડત લડી રહ્યા છે. ૪૫૦૦થી વધુ સાહિત્યકારો અને સાહિત્ય સંસ્થાઓ જેના સભ્ય છે તે ૧૧૮ વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદની સામાન્ય સભાએ પણ સરકારી અકાદમીના કાર્યક્રમોનો બહિષ્કાર કરીને વિરોધ કરેલ છે.
બીજી તરફ સરકાર માત્ર જાહેરાતો કરીને ગુજરાતી ભાષા પોતાની ફરજ અદા કરવામાં ચૂપ કરી રહી છે ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનું સર્વાનુમતે બિલ પસાર થયા બાદ પણ ઇન્ટરનેશનલ બોર્ડ સી.બી.એસ.સી બોર્ડની મોટાભાગની શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બે લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. તાજેતરમાં આવેલા સર્વે મુજબ ૧૪ થી ૧૮ વર્ષના ૨૫ ટકા બાળકો માતૃભાષા વાંચી શકતા નથી. અધૂરામાં પૂરું ગત વર્ષે ૧૦ ગુજરાતી માધ્યમની શાળાઓને તાળા વાગી ગયા અને સરકારે ઘણી મોટી સંખ્યામાં નવી અંગ્રેજી માધ્યમની શાળાઓને મંજૂરી આપી. ગુજરાતની કોલેજોમાં ગુજરાતી વિષયના અધ્યાપકો અને શાળાઓમાં ગુજરાતી વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી રહી અને લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીના શિક્ષણથી વંચિત રહેલ છે.
માતૃભાષાથી બાળકો કેળવાય તેના માટે ભારતના અનેક રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરેલ છે અને તેના મુજબ રાજ્યમાં જેટલા ગામ હોય તેટલા ગામમાં લાઈબ્રેરી ફરજિયાત હોવી જોઈએ ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાના વિકાસ માટે આવા પ્રકારનો ધારો અસ્તિત્વમાં લાવી ગુજરાતના દરેક ગામે ગામ પુસ્તકાલય બનાવવાની તાકીદે જરૂર છે.
થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં જાહેર સ્થળોના બોર્ડ, યુનિવર્સિટી, સંસ્થાઓ, દુકાનોના બોર્ડ ગુજરાતીમાં જ લખાય એ મુજબનો એક આદેશ પસાર કર્યો હતો. પરંતુ આ આદેશને કોઈએ ગંભીરતાથી લીધો નથી. તે બાબતે ગંભીરતાથી લઈને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીઝ એક્ટમાં ફરજિયાત માતૃભાષાને સામેલ કરવામાં આવે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાહિત્યકારોની માગણીને સમર્થન જાહેર કરે છે કે ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્તતા આપવામાં આવે અને અસલ બંધારણને વિધાનસભામાં પસાર કરીને પુનઃસ્થાપિત કરવામાં આવે તોજ માતૃભાષા દિવસ હકીકતમાં સાર્થક થયેલ ગણાશે.————
૧૯–૨–૨૦૨૪
• સરકારની ડુંગળી પકવતા ખેડૂતો માટેની નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન.
• ૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી.
• માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસની છૂટ આપીને આવનાર ચૂંટણી સમયે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી દીધું હોય તેવી વાહવાહી કરે છે તે શરમજનક.
• ઓગસ્ટ-૨૦૨૩માં જ ૪૦% એક્સપોર્ટ ડ્યુટી નાંખી હતી અને ડિસેમ્બર-૨૦૨૩થી સંપૂર્ણ નિકાસબંધી કરી હતી, જેથી ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થયો છે.
• ડુંગળી પકવતા ખેડૂતોએ ઓગસ્ટ-૨૦૨૩થી અત્યાર સુધી ડુંગળી વેચી દીધી છે તેને નુકસાની વળતર સરકાર તાત્કાલિક ચૂકવે.
• ડુંગળીની નિકાસ પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી તરીકે જે રકમ સરકારે વસુલી છે તે પૂરેપૂરી રકમ સરકાર ખેડૂતોને ચૂકવે.
• ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે તેમ કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યા બાદ હવે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપીને સરકાર જે વાહવાહી કરવા નીકળી છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન.
ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને માત્ર લોલીપોપ આપવાનો જ પ્રયત્ન કર્યો છે ત્યારે ભાજપની ખેડૂત વિરોધી નીતિ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો ઉપર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય અને ખેડૂતોને મોટો લાભ થઈ જવાનો હોય. હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન ૨૩૦ લાખ ટનથી પણ વધારે છે અને દુનિયાના સૌથી વધારે ડુંગળી પકવતા દેશોમાં આપણો દેશ બીજા ક્રમે આવેલો છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે, તેવા સંજોગોમાં ખેડૂતોને માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપ્યા બાદ ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી આપણા દેશના ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે થોડો ફાયદો થાય તેવી આશા બંધાઈ હતી અને દુનિયાના બજારને નજરમાં રાખતા સ્પષ્ટ જણાતું હતું કે આ વખતે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને લાભ થઈ શકશે, પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારે ઓગસ્ટ-૨૦૨૩માં જ ડુંગળીની જે નિકાસ થતી હતી તેના પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી (નિકાસ કર) નાંખી દીધો હતો, જેના કારણે નિકાસ ઉપર વિપરીત અસર થઈ અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈતા હતા તે મળતા બંધ થયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૨૩થી ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધી કરી દેવાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ છે. ડુંગળી ખેડૂત સંગ્રહી ન શકે અને સંગ્રહ કરે તો એ પેરીશેબલ ગુડ્સ (નાશ પામે તેવી સામગ્રી) હોવાના કારણે તેમજ ખેડૂત પાસે માલ સંગ્રહ કરવા આર્થિક ક્ષમતા ન હોય તેમજ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોય ફરજિયાત ડુંગળી વેચવી જ પડી છે. દેશના ખેડૂતોને નિકાસબંધીના કારણે ખૂબ જ આર્થિક નુકસાની ભોગવી પડી અને ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાય અને જે ખર્ચ લાગે તેટલો ખર્ચ પણ વેચાણથી ન મળે તેવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ તેના માટે માત્રને માત્ર ભાજપ સરકાર જ જવાબદાર છે. અનેક ખેડૂતો રોડ પર ઉતર્યા અને ડુંગળીને રોડ પર ફેંકી દેવાની ઘટના બની હતી, આવા સંજોગોમાં માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ હવે આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી કે ખેડૂતોનું કોઈ કલ્યાણ થવાનું નથી.
ડુંગળી પકવતા ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર પાસે માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, (૧) તાત્કાલિક અસરથી ડુંગળીની નિકાસબંધી હટાવી લેવામાં આવે. (૨) જે ખેડૂતોએ ઓગસ્ટ-૨૦૨૩થી અત્યાર સુધીમાં ડુંગળી વેચી છે અને સરકારની નીતિના કારણે તેમને જે નુકસાન ગયું છે તેના વળતર સ્વરૂપે તાત્કાલિક પૂરતી સહાય ચૂકવવામાં આવે. (૩) મોટાભાગના ખેડૂતોને ડુંગળીના વેચાણના કારણે જે પાયમાલીની પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં રાહત આપવામાં આવે. (૪) જે નિકાસબંધી પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી (નિકાસ કર) નાંખવામાં આવેલ તેના કરસ્વરૂપે જે પણ રૂપિયા આવ્યા છે તે ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે તાત્કાલિક આપી દેવા જોઈએ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે પાકિસ્તાન અને ચીનના ડુંગળી પકવતા ખેડૂતો માલામાલ થયા છે અને ભારતનો ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થયો છે. જેમ ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે તેમ કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યા બાદ હવે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપીને સરકાર જે વાહવાહી કરવા નીકળી છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન છે.
——-
૧૭-૨-૨૦૨૪
કેન્દ્રની મોદી સરકારના ઈશારે આવકવેરા વિભાગે કોંગ્રેસના મુખ્ય ્ક ખાતા ફ્રીઝ કર્યા તેને લઈને કોંગ્રેસનું ઇન્કમટેક્સ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભા સાંસદ શક્તિ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલ, અમદાવાદ શહેર સંગઠન પ્રભારીબિમલ શાહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી.
કેન્દ્રની મોદી સરકારના મનમાની ભર્યા પગલાના ભાગરૂપે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના મુખ્ય ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા જે ગેરબંધારણીય અને બદલાની ભાવનાથી થઈ રહેલ કાર્યવાહી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, દેશમાં વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિઓમાં સત્તાના નશામાં ધૂત મોદી સરકારના નિર્ણય અને કાર્યોથી લોકતાંત્રિક મુલ્યોની ભાવના સંકટમાં આવી ગઈ છે. મહત્વ પૂર્ણ લોકસભા ચૂંટણી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય યુવા કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવાનો ક્રુર પગલુ તે મુખ્ય વિપક્ષને અસ્થિર કરવાનો પ્રયત્ન છે. સરકારી મશીનરીનો ઉપયોગ પ્રમુખ વિપક્ષીદળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કામકાજમાં અડચણ ઉભી કરવા માટે થઈ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ક્રાઉડ ફન્ડીંગ સાથે જોડાયેલા ખાતાને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકતાંત્રિક મૂલ્યો ઉપર જબરદસ્ત હુમલો છે. ભાજપ સરકારના સરકારી મશીનરીનો દુરુપયોગ તથા લોકતાંત્રિક મૂલ્યો પર હુમલાના વિરૂધ્ધમાં અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓએ ભારે સુત્રોચ્ચાર કરીને ભાજપ બંધારણીય સંસ્થાઓનો રાજકીય દૂર ઉપયોગ બંધ કરે. લોકશાહીમાં લોકો સુધી આ વાત પહોંચે તે માટે કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે. મોંઘવારી થી પ્રજા પરેશાન છે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે પ્રજાના હિતમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જવાબદાર પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ ભૂમિકા ભજવી રહ્યા છીએ.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત પટેલે જણાવ્યું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે જે ચુકાદો આપ્યો છે કે ઇલેકટ્રોલ બોન્ડનાં નાણાંઓનો હિસાબ લોકો સમક્ષ મૂકો તેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે તેને લઈને કોંગ્રેસના મુખ્ય ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ગેર બંધારણીય છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે. ભાજપ બંધારણીય સંસ્થાઓનો રાજકીય દૂર ઉપયોગ બંધ કરે, ઇન્કમટેક્સ, ઇડી, અને સરકારી તંત્ર દ્વારા ભાજપ કોંગ્રેસનો અવાજ દબાવી શકશે નહીં.
ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શનમાં “લોકશાહી બચાવો સંવિધાન બચાવો”, “ગલી ગલી મેં શોર છે ભાજપ રીશવત ખોર છે” , “નહીં ચલેગી નહીં ચલેગી ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી”, “શામ દામ દંડ ભેદની રાજનીતિ નહીં ચલેગી, ભાજપનું ખાતું ક્યારે બંધ થશે ?” આ લોકશાહી ઉપર તરાપ છે જેવા રો બતાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્રમક વિરોધ કર્યો હતો. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભા સાંસદ શક્તિ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલ, પ્રદેશ સંગઠન પ્રભારીબિમલ શાહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
આઈ.ટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવાના ગેરબંધારણીય પગલા બાબતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. જ્યારે પ્રદેશ પ્રમુખશક્તિ ગોહિલ અને શહેર પ્રમુખહિંમત પટેલની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આઈટી વિભાગે ફ્રીઝ કરેલા એકાઉન્ટ બાબતે ઈન્કમટેક્ષ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. હાથમાં ર લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઈન્કમટેક્ષ ચાર રસ્તા પર વિરોધ દરમિયાન બેસી રસ્તો બંધ કરી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો – મહિલા કાર્યકરો તમામની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.
———
૧૭–૨–૨૦૨૪
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાયેલ સભ્યઓ અંજના નારણ ઉટડિયા અને હર્ષા મનોજ ઝાલાવાડીયાએ પક્ષપલટો કરતા તેઓની સામે સભ્યપદ રદ્દ કરવા કોંગ્રેસ પક્ષે અરજી દાખલ કરેલી હતી. કોંગ્રેસ પક્ષની તરફેણમાં નિર્ણય થયેલો છે અને ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર ચૂંટાયેલા સભ્યઓ અંજના નારણ ઉટડિયા અને હર્ષા મનોજ ઝાલાવાડીયાને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ વતી આ પક્ષપલટુ સભ્યઓની વિરુદ્ધમાં અરજી ભરત બચુ સુવા અને ચેતનાબા જયદેવ વાળાએ દાખલ કરેલી હતી. લંબાણપૂર્વકની દલીલો બાદ કોંગ્રેસ પક્ષની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે અને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યઓ જેમણે પક્ષપલટો કર્યો હતો તેમણે સભ્યપદ ગુમાવ્યું છે. ચૂંટાયેલા સભ્યો પક્ષપલટો કરીને સભ્યપદ જાળવી રાખી શકતા નથી તે સ્પષ્ટ કાયદો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આવા પક્ષપલટુ સભ્યો સભ્યપદ ગુમાવે તે માટેની ચોક્કસ ચીવટ રાખીને અરજી દાખલ કરી હતી, જેના પરિણામસ્વરૂપ ઉપરોક્ત બંને તાલુકા પંચાયતના સભ્યઓએ સભ્યપદ ગુમાવેલું છે. પ્રવિણ રાયધન વિરડા પોતે હોસ્પિટલમાં દાખલ હતા અને તે કારણે તાલુકા પંચાયતની મિટિંગમાં આવી શક્યા ન હતા તે વાતનો ખુલાસો પક્ષ પાસે કર્યો હતો, જે ખુલાસાને કોંગ્રેસ પક્ષે ગ્રાહ્ય રાખીને તેઓ સામેની કાર્યવાહી પડતી મૂકી હતી, જેથી પ્રવિણ રાયધન વિરડા સભ્ય તરીકે ચાલુ રહી શક્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી વકીલ તરીકે નિકુંજ બલ્લરે દલીલો કરી હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પક્ષપલટુઓ સામે અપાયેલા આ નિર્ણયને આવકાર્યો હતો.
———–
૧૩–૦૨–૨૦૨૪વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યનું રૂ.૩,૩૮,૪૭૬ કરોડ દેવું હતું તે વધીને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩,૮૧,૩૮૦ કરોડ થયું છે એટલે કે દેવામાં રૂ.૪૨,૯૦૪ કરોડનો વધારો થયેલ. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યના દેવાનો અંદાજ રૂ.૪,૨૬,૩૮૦ કરોડ છે એટલે કે તેમાં છેલ્લા વર્ષની સરખામણીએ રૂ.૪૫,૦૦૦ કરોડનો વધારો થશે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ના સરખામણીએ વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૮૭,૯૦૪ કરોડનો વધારો થયો. વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક ગુજરાતીના માથાદીઠ દેવું રૂ.૬૫,૫૯૭ થશે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૭૭,૫૦૦ કરોડનું દેવું લેશે એટલે કે દૈનિક અંદાજે રૂ. ૨૧૨ કરોડનું દેવું કરવામાં આવશે. ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકાર રૂ.૨૯,૦૮૪ કરોડ જાહેર દેવાની ચૂકવણી કરશે એટલે કે દૈનિક રૂ.૮૦ કરોડની રકમ દેવાની રકમ ચૂકવવામાં જશે. એટલે કે દૈનિક રૂ.૨૧૨ કરોડ લેશે તેની સામે દૈનિક રૂ.૮૦ કરોડ પરત કરશે તે રાજ્યના વહીવટનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કટાક્ષ કરતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યની કુલ આવક વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧,૯૯,૪૦૮ કરોડ એટલે કે દૈનિક રૂ.૫૪૬ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨,૨૯,૬૫૩ કરોડ એટલે કે દૈનિક રૂ.૬૨૯ કરોડ થશે. એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૪-૨૫માં દૈનિક રૂ.૮૨ કરોડની આવકનો વધારો થશે.રાજ્યમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧,૫૨,૪૭૬ કરોડ એટલે કે દૈનિક રૂ.૫૦૬ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨,૧૨,૨૦૨ કરોડ એટલે કે દૈનિક રૂ.૫૮૧ કરોડ થશે. એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૪-૨૫માં દૈનિક રૂ.૭૫ કરોડની રકમનો ખર્ચ થશે.રાજ્યમાં બિન વિકાસલક્ષી ખર્ચ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૮૫,૭૧૩ કરોડ એટલે કે દૈનિક રૂ.૨૩૪ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧,૧૫,૫૭૬ કરોડ એટલે કે દૈનિક રૂ.૩૧૬ કરોડ થશે. બે વર્ષમાં બિનવિકાસલક્ષી ખર્ચમાં રૂ.૨૯,૮૬૩ કરોડનો વધારો થયો છે. એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૪-૨૫માં દૈનિક રૂ.૮૨ કરોડનો બિનવિકાસલક્ષી ખર્ચ થશે.રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૪-૨૫માં વિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ.૭૫ કરોડનો ખર્ચ કરશે જ્યારે બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ. ૮૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. વિકાસલક્ષી ખર્ચ કરતાં બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ વધારે ખર્ચ કરશે.રાજ્યમાં બિન વિવાદિત વેરાપેટે એક વર્ષથી બે વર્ષની રૂ.૯૩૭ કરોડ, બે વર્ષથી પાંચ વર્ષ રૂ.૭,૪૫૫ કરોડ, પાંચ વર્ષ થી દસ વર્ષ રૂ.૧૦,૬૪૭ કરોડ અને દસ વર્ષથી વધુ સમયથી રૂ.૧૦,૯૮૪ કરોડ મળી કુલ રૂ.૩૦,૦૨૫ કરોડની રકમ અને વિવાદિત વેરા પેટે નીકળતી બાકી રકમ રૂ.૨૬,૫૮૪ કરોડની લેવાની નિકળે છે. આમ, રાજ્યમાં રૂ.૫૬,૬૦૯ કરોડની રકમ વિવાદિત અને બિનવિવાદિત વેરા પેટે બાકી નિકળે છે.રાજ્યમાં ઘરગથ્થું ઉત્પાદન વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૭.૭% વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦.૫% છે એટલે કે ૧૦ વર્ષમાં ઘરગથ્થું ઉત્પાદનમાં ૭.૨%નો ઘટાડો થયો છે.રાજ્યમાં ઔદ્યોગિક જુથ વર્ષ ૨૦૧૧-૧૨ની સરખામણીએ વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિકમાં ૨૨.૮૦% થી ૨૦.૧૦% થયો એટલે કે ૨.૭૦%નો ઘટાડો થયો છે, કૃષિમાં ૧૭.૮૦% થી ૧૪.૧૦% એટલે કે ૩.૭૦%નો ઘટાડો થયો છે અને તૃતીય ૩૬.૭૦% થી ૩૫.૩૦% થયું છે એટલે કે તેમાં પણ ૧.૪૦%નો ઘટાડો થયો છે.રાજ્યની પોતાની મહેસુલી આવકમાં વૃધ્ધિ વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૪.૨૨% હતી તે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨.૩૯% થઈ છે એટલે કે આવક વૃધ્ધિમાં ૨.૬૩%નો ઘટાડો થયો છે.કેન્દ્રીય કરવેરામાં વર્ષ ૨૦૧૨-૧૩માં વાર્ષિક વૃધ્ધિ ૧૪.૦૯% હતી તે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૪૮% થઈ છે, એટલે કે કેન્દ્રીય કરવેરામાં ૨.૬૧%નો ઘટાડો થયો.
———-
૧૨–૦૨–૨૦૨૪
·વાયબ્રન્ટ ગુજરાતની ગુલબાંગો વચ્ચે રાજ્યમાં ૧,૬૦૬ સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક છે.
·ડબલ એન્જીનવાળી સરકાર ૧,૬૦૬ શાળાઓમાં ડબલ શિક્ષકો મુકી શકતી નથી.રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર દિનપ્રતિદિન કથળતું જાય છે અને ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારી શાળાઓના બાળકોને ફરજીયાત ઉંચી ફી ચૂકવીને ખાનગીમાં ભણવું પડે તેવી નીતિ અપનાવી હોવાના આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમારે કર્યો હતો. રાજ્યમાં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૯૦૬ હતી તેમાં મોટો વધારો થયો છે અને ૨૦૨૪માં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૧,૬૦૬ થઈ છે. રાજ્યમાં લાયકાત ધરાવતા ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો નોકરી માટેની રાહ જોવે છે તેમ છતાં આવી શાળાઓમાં કે શિક્ષકોની ખાલી જગ્યાઓમાં આવા ઉમેદવારોને નોકરી માટેની નિમણુંક આપવામાં આવતી નથી. આવી શાળાઓમાં વધુ શિક્ષક મુકવા બાબતે પુછવામાં આવે ત્યારે જેમ બને તેમ ઝડપથી તેવો જવાબ દરેક વખતે આપવામાં આવે છે. પરંતુ ડબલ એન્જીનની ઝડપવાળી સરકારમાં આવી શાળાઓની સંખ્યા ઘટવાને બદલે ડબલ વધી રહી છે. આવી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના ભવિષ્ય સાથે સરકાર ખિલવાડ કરી રહી છે.બીજીબાજુ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ૧૯,૬૫૦ અને આચાર્યોની ૧,૦૨૮ ઘટ છે. ૩,૦૬૫ પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિના નિમણુંક પામેલા હોય તેવા ૭૦,૬૮૦ શિક્ષકો દ્વારા ખાનગી શાળાઓમાં બાળકોને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. ખાનગી સંચાલકો લાખો રૂપિયાની ફી ઉઘરાવતા હોવા છતાં લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. હજારો શાળાઓમાં ઓરડાની ઘટના કારણે એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને એક સાથે બેસવાની ફરજ પડે છે.
————–
૧૨–૦૨–૨૦૨૪
· રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર જાણીતા શિક્ષણશાસ્ત્રી, પ્રો. શેફાલી પંડ્યા આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
· સમાજવાદી પાર્ટીના પૂર્વપ્રમુખ સુરેન્દ્ર યાદવ પણ વિધીવતરીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા સામાજિક-શૈક્ષણીક અને રાજકીય પદાધિકારીઓ, કાર્યકરોને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતીઓની મુશ્કેલીમાં લોકો કોંગ્રેસ સાથે જોડાઈ મદદ કરે એ જરૂરી છે. આગેવાનો લોભ, લાલચ અને ધનના બદલે સેવાની સાધના સ્વિકારી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ખિસકોલી રેતમાં આળોટી સેતુમાં યોગદાન આપ્યું હતું એમ નાગરિકો પોતાનું યોગદાન આપે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધું છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ ભયમુક્ત ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતારાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી. ની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ચારા, સમાનતાના સિધ્ધાંતો થી દેશને જોડવા માટે મહાઅભિયાન કરેલ છે જે આજે પણ વિવિધ રીતે “હાથ સે હાથ જોડો” થી આગળ વધી રહ્યું છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ખેડૂત-ખેતીને બચાવવામાં દેશ હિતમાં કામ કરવાની જરૂર છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ગાંધી-સરદારના ગુજરાતમાં “હાથ સે હાથ જોડો” અભિયાન દ્વારા વધુમાં વધુ -બહેનો સક્રિય પણે કોંગ્રેસ પક્ષ જોડાઈ રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે. પૂર્વધારાસભ્ય અને હાથ સે હાથ જોડોના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુ, પૂર્વ ધારાસભ્યઓ જી.એમ. ડામોર, હરેશ કોઠારી, વશરામ સાગઠીયા, આકાશ સરકાર, નેહલ દવે, પ્રા. અર્જુન રાઠવા, ભેમા ચૌધરી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
———–
૧૨–૦૨–૨૦૨૪
· ધર્મપ્રેમી સનાતની ભક્તોની આસ્થાને વારંવાર ઠેસ પહોંચાડતી ભાજપ સરકાર
· ધર્મ અને આસ્થાના પ્રતિક અંબાજી ખાતે આવેલ ૫૧ શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ
“માં શક્તિ” થાળથી વંચિત…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 12મીથી 16મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં આવશે. અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (51 શક્તિપીઠ સહિત ) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. 51 શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનનરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારી ના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇ ભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.
સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇ ભક્તો તથા લોકલ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર 80 ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ 51 શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક પરંતુ માતાજીના વસ્ત્રો અને શણગાર બદલવામાં આવતા નથી. ઉપરોક્ત 61 મંદિરોમાં માત્ર 35 પુજારી સેવા આપી રહ્યાં છે.
અંબાજીમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડશોમાં એમ કહેવામાં આવે છે કે ઉપરોક્ત 51 શક્તિપીઠમાં વિધિ વિધાનથી પૂજા થાય છે અને જે પ્રમાણે અસલ શક્તિપીઠમાં પૂજા કરવામાં આવે છે એ જ પ્રમાણે પૂજા કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે વિધિ વિધાનનો સૌ પ્રથમ નિયમ એ માતાજીને થાળ ધરાવવાનો હોય છે વળી આ 51 શક્તિપીઠ મંદિરોમાં માત્ર 34 પૂજારી હોવાથી વિધિ વિધાન થી વિધિઓ અને વસ્ત્ર બદલવાનું પણ અઘરું બની ગયું છે.
કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વાર હસ્તકના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી.
પત્રકારમિત્રો સાથે ધર્મ અને આસ્થા બાબતના વિષય પર વધુ ચર્ચા કરતા પ્રવકતાઓએ જણાવ્યું હતું કે અધિકારીઓ ધર્મની બાબતમાં મુખ્યમંત્રીને પણ છેતરી રહ્યા છે વર્ષ 2009માં રજીસ્ટર થયેલ વેબસાઈટને અલગ અલગ રીતે વારંવાર અનાવરણ કરીને જનતાના દાનના રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. ભૂતકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વેબસાઈટ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ 2022માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પવિત્ર યાત્રાધામ ટ્રસ્ટની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. વળી પાછી ફરીથી તાજેતરમાં કલેકટરએ અંબાજીની વેબસાઈટનું ઉદ્ઘાટન કર્યું અને એ જ પ્રમાણે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ Ambajitemple.in નામની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું ભૂતકાળમાં અનાવરણ કરવામાં આવેલી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એપ્લિકેશન આજે કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી અને ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની એપ્લિકેશનમાં માત્ર 5000 ડાઉનલોડ થયેલા છે અને 2022 પછી અપડેટ પણ થયેલી નથી. છેલ્લા દસ વર્ષથી વેબસાઈટ ઇનોગ્રેશન કરતી વખતે કહેવામાં આવે છે કે અંબાજીના દર્શન અને પૂજા તથા આરતી લાઈવ વેબસાઈટ પર દેખાડવામાં આવશે પરંતુ હજી સુધી ambajitemple.in ની વેબસાઈટમાં આવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ નથી માત્રને માત્ર ભાવિક ભક્તોના દાનથી આવેલા રૂપિયાની અલગ અલગ પ્રકારે અવ્યવહારુ રીતે વાપરવાની નીતિ દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા 11 વર્ષમાં 21 લાખ થી વધુ રૂપિયા વી.આઈ.પી. મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધિઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યાં. જેની માહિતી આર.ટી.આઈ. દ્વારા મેળવવામાં આવેલી છે અને જાગૃત નાગરિક દ્વારા ચેરિટી કમિશનરમાં ફરિયાદ પણ કરવામાં આવેલ છે. એજ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમ્યાન માતાજીની દિપ આરતી માટે 10 રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના ‘શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટ’ દ્વારા વસુલવામાં આવી રહ્યાં છે. આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટુ કૌભાંડ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા અંબાજી મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં માઈક પર બોલાતા શ્લોક ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે એમ કહીને માઈક અને સ્પીકર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ પાછીપાની કરવી પડી હતી.
ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટની અંદર પણ લાઈટ એન્ડ સાઉન્ડશોની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસના આદેશ પી.કે. લહેરીએ આપ્યા હતા. સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પાડીને પવિત્ર ત્રિવેણી સંગમ પર પીંડદાન અને અસ્થીવિસર્જન પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેનો સ્થાનિકો અને શ્રધ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓની મનમાની બરઆવી ન હતી. બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં બહુચરાજી મંદિરમાં 56 ફુટ ઉંચા મંદિર બનાવવાના 15 કરોડ ખર્ચયા પછી ખબર પડી કે મંદિર 49 ફુટ ઉંચુ જ બન્યુ અને અધિકારીઓની તથા સત્તાધિશોની અણઆવડત અને અણસમજ છતી થઈ જેના કારણે મંદિર ઉપર વધુ ત્રણ કરોડનું બોજો આવ્યો. હવે તાજેતરના બજેટમાં બહુચરાજી મંદિર માટે નવા નાણાં ફાળવવામાં આવ્યા છે પરંતુ જૂની ગેરનીતિ બાબતે કોઈ નાણાંની રિકવરી થઈ નથી તે પણ અત્યંત દુખદ બાબત છે. ગુજરાતમાં આવેલા દેવસ્થાન ટ્રસ્ટની અંદર ભૂતકાળમાં જે તે વિસ્તારના ધારાસભ્યઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક આપવામાં આવતી હતી સાથે સાથે સ્થાનિકો અને ધર્મના જાણકારને પણ ટ્રસ્ટમાં નિમણૂક આપવામાં આવતી હતી જે હવે સદંતર બંધ કરી દેવામાં આવી છે જેના કારણે અધિકારીઓ સ્વચ્છંદ રીતે વર્તીને ધર્મ અને આસ્થા ઉપર પ્રહાર કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ જ અધિકારીઓ દ્વારા ચીકી માફિયાઓના લાભાર્થે મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસ દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવાની માગણી ને ગુજરાતની જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને સરકારે ફરીથી મોનથાળ પ્રસાદ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે 51 શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તથા 51 શક્તિપીઠમાં પૂજારીઓ ની સંખ્યા એક મંદિર દીઠ એક કરવામાં આવે અને મુખ્ય મંદિરમાં માઇ ભક્તો દ્વારા સાડીઓ ધરાવાય છે તે સાડીઓ અને વસ્ત્રનું એ પ્રમાણે આયોજન કરાય કે જેથી કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં પણ રોજ વસ્ત્ર બદલાય અને ભાવિકજનો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શકે તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને નમ્રતા પૂર્વક વિનંતી કરેલ છે.
ઉપરોક્ત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ સમિતિના બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડામરાજી રાજગોર ઉપસ્થિત રહ્યા હતા.
——–
૧૦-૦૨-૨૦૨૪
• મહુડી ખાતે માણસા તાલુકા “તાલુકા સંવાદ” યોજાયો
• ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ અને પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિજી ગોહિલ ની સૂચનાથી આવનારી 2024 લોકસભા ચૂંટણીની તૈયારી ના ભાગ સ્વરૂપે માણસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહુડી ખાતે તાલુકા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
તાલુકા સંવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી આદરણીયમુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશક્તિ ગોહિલ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રીરામકિશન ઓઝાજી, ઉષા નાયડુજી, બી.એમ. સંદીપજીની ઉપસ્થિતિમાં નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 249 તાલુકામાં તાલુકા સંમેલન-સંવાદ યોજવામાં ભાગ રૂપે આજે માણસા તાલુકા ખાતે સૌ ભેગા થયા છીએ.
આઝાદી પહેલા અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતુ હતુ, લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવાજ રહ્યાં. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ. દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જય જવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ ઈન્દિરા ગાંધીએ રોશન કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાનમનમોહનનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન આર.ટી.આઈ.(માહિતીનો અધિકાર), આર.ટી.ઈ. (શિક્ષણનો અધિકાર), FSA એન.એફ.એસ.એ., આર.ટી.એફ. (અન્નનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર), રાઈટ ટુ ફોરેસ્ટ (જંગલના જમીનનો અધિકાર) દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે અને આજ કડીમાં રાહુલ ગાંધી સમગ્ર
દેશમાં ભારત જોડો યાત્રા ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યાં છે. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ હાથ સે હાથ જોડો યાત્રા દ્વારા કોંગ્રેસની વિચારધારા ઘેર ઘેર પહોંચાડવામાં આવી રહી છે
પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ચારેબાજુ મોઘવારી, ભયંકર બેરોજગારી, આર્થિક અસમાનતા, ધંધા રોજગારમાં ભીષણ મંદી સહીતની મુશ્કેલીઓમાંથી રાહત આપવાને બદલે લોટ, તેલ સહીતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે રોજીંદા જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને થયા છે.ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહેલા ભાવ વધારાએ સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ?ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. હાલમાં આખો દેશ ખાસ કરીને સામાન્ય – મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રાણ પ્રશ્નો લઈને લોકો વચ્ચે જઇને વાસ્તવિક્તા નું ચિત્રણ કરશે.
ઉપરોક્ત તાલુકા સંવાદમાં અશોક વાઘેલા,ભાવિનસિહ ઠાકોર, ગાભુ રાઠોડ, કાળુ રાઠોડ,નાથુસિહ મકવાણા, શોભના પટેલ, ગિરવત ચાવડા , દીપક ચૌધરી, શારદાબા રાઠોડ,રમેશચંદ્ર પરમાર,પ્રવીણ રાઠોડ, નાથાજી ઠાકોર બોરુ, રાયમલજી ઠાકોર, પૃથ્વી રાઠોડ-પ્રમુખમાણસા તાલુકા કોંગ્રેસ સમિતિ, મહિપાલ વાઘેલા-પ્રમુખમાણસા શહેર કોંગ્રેસ સમિતિ, યુવરાજ ઠાકોર-યુથ કોંગ્રેસ પ્રમુખ માણસા, રતનજી ઠાકોર-ઓબીસી પ્રમુખ માણસા, રામ પરમાર- આ.નુ.જાતિ.ચેરમેન, માણસા તાલુકા કોંગ્રેસના જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મહેસાણા લોકસભા સીટમાં સમાવિષ્ટ ગામોના આગેવાનો તેમજ કાર્યકરો તથા તાલુકાના જુદા જુદા ફંટલ ઓર્ગેનાઇઝેશનના વડા અને આગેવાનઓ સહિત મોટી સખ્યાંમાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આવનારી લોકસભા ચૂંટણી જીતવા સંકલ્પ કર્યો હતો
———-
૦૮/૦૨/૨૦૨૪
આખરે પ્રસાદ મિલના કામદારોને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો આંશિક ન્યાય
૧૪૫૦ કામદાર પરિવારોને ૩૮ વર્ષની લડત પછી ૧૦% વ્યાજ સાથે મળશે આશરે રૂ. ૫૦ કરોડની રકમ
સુપ્રીમ કોર્ટ દ્વારા અમદાવાદની ૧૯૮૨માં બંધ પડેલ અને ૧૯૮૮માં જેનો લીક્વીડેશનનો ઓર્ડર થયેલ તેવી રાયખડ ખાતે આવેલી પ્રસાદ મિલના આશરે ૧૪૫૦ કામદારો છેલ્લા ૩૮ વર્ષે તેમના લેણાની રકમની વસુલાત માટે કાયદાકીય આંટીધૂટીમાં અટવાઈ ગયા હતા. લીઝ હોલ્ડ જમીન હોવાથી કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો હતો. વધુમાં લાલદરવાજા મોકાની જગ્યા હોવાથી ૨૦૧૦માં જે મિલકતનું મુલ્ય રૂ. ૩૫ કરોડ હતું તે છેલ્લા ૧૫ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડ જેવું થઇ જતા બિલ્ડર લોબી અને સ્થાપિત હિતોએ કેસનો ભરડો લીધો હતો.
કામદારોની માંગ હતી કે કોઈ સ્કીમ થાય તો તેમાં લીક્વીડેશન તારીખ થી આજ સુધી નું છેલ્લા ૩૮ વર્ષનું વ્યાજ પી.એફ./બેંક મુજબ વાર્ષિક ચક્રવુધ્ધિ વ્યાજ મળવું જોઈએ જે મુજબ આશરે રૂ. ૧૨૫ કરોડ થી વધુ રકમ કામદારોને મળે.
કમનશીબે પ્રમોટરો દ્વારા મજુર મહાજન સંઘને હાથ ઉપર લઇ ૪૦ વર્ષ જૂની ફક્ત રૂ. ૮ કરોડની રકમ ચૂકવીને મિલની જમીન હસ્તગત કરવા હાઇકોર્ટમાં દરખાસ્ત કરવામાં આવી. અમદાવાદ શહેરના મજુર અંદોલનના કલંક સમાન અને રાજ્યની ન્યાયિક પદ્ધતિમાં ગરીબ માણસોનો વિશ્વાસ તુટી જાય તેવો ચુકાદો મજુર મહાજન દ્વારા મેળવામાં આવ્યો હતો. જે મુજબ કામદારોને ૪ ટકાની જોગવાઈ હતી. જેમાં આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૦ ટકાની જોગવાઈ સાથે ચુકવણીનું આદેશ કરેલ છે.
——–
૦૮/૦૨/૨૦૨૪
એઆઈસીસી એક્સ સર્વિસમેન ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરીએ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરીને દેશની સેનાને નબળી પાડવાના ભાજપ સરકારની નીતિ આકરા પ્રહાર જણાવ્યું હતો કે મોદી સાહેબ તમારો રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યે નો પ્રેમ નકલી છે. જવાનો સાથે તમે ઉજવણી કરો છો પરંતુ એ તમામ ખોટું છે. દરેક ગુજરાતીઓ માટે એ સંદેશ જવો જોઈએ કે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. દેશના જવાનો ને કમજોર કરે એ કોઈ દિવસ નહી ચાલે. બોર્ડરમાં અડધો પાકેલો જવાન (અગ્નીવીર)ને તૈયાર કરી ને મોકલવામાં આવે છે. કોન્ટ્રાકટવાળા કે ભાડાવાળા જવાનો નહી અમે રેગ્યુલર સેનિક જોઈએ છે. દર વર્ષે 75000 સૈનિક જોઈએ છે, ગત વર્ષોમાં સેનામાં ત્રણ લાખ ઓછા જવાનો ઓછા થઇ ચુક્યા છે. વડાપ્રધાને અચાનક આવીને જાહેરાત કરી કે હવે ફક્ત અગ્નિવીરની ભરતી કરવામાં આવશે. સૈનિકોની તૈયારી કરતા યુવાનો પૈકી 150 જવાનો મૃત્યુ પામ્યા છે. અગ્નિપથ યોજનાથી યુવાઓને બેરોજગારી, નિરાશામાં ધકેલવામાં આવ્યા છે. અગ્નિપથ યોજના લાવીને બોર્ડરની સુરક્ષા સાથે રમત કરવામાં આવી રહી છે. ટેક્નોલોજીમાં આગળ વધવાની જગ્યાએ અગ્નિવીર પાછળ પડી રહયા છે. અગ્નિવીર દસ વર્ષમાં પરત આવશે તે કોર્પોરેટ કંપનીઓમાં પ્રાઇવેટ આર્મી તરીકે ઉભા થશે. દેશ આગામી દિવસોમાં ગુલામ બનશે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતારાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી. જવાનો સાથે પણ ચર્ચા કરી હતી. ન્યાય યાત્રામાં યુવા ન્યાય અને સેના ન્યાય જોઈએ, 31 જાન્યુઆરી જય જવાન કેમ્પઇન ચાલુ કર્યું છે. જેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે દોઢ લાખ યુવાઓને સૈન્યમાં નોકરી આપવામાં આવે. અગ્નિપથ સ્કીમ યોજના રદ કરવામાં આવે. અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. ૬ ફેબ્રુઆરીના રોજ ઉપરાષ્ટ્રપતિને મળવા ગયા હતા, ત્યાં પણ અમારી અટકાયત કરવામાં આવી હતી. ૩૦ લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેઈન કરીશું. ૫ માર્ચથી ૧૦ માર્ચ તમામ સૈન્ય મેમોરિયલમાં ધરણા કરવામાં આવશે. ૧૮ માર્ચ સુધી ૫૦ કી.મી.ની પદયાત્રાનું દરેક લોકસભામાં આયોજન કરવામાં આવશે.
દેશની સેના અને સૈનિકોના મનોબળને ભારે નુકસાન કરનાર અગ્નિપથ યોજના અંગે અમદાવાદ શહેરના પ્રમુખ હિંમત પટેલ પત્રકાર પરિષદમાં આકરા પ્રહાર કર્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે અગ્નિપથ યોજના રદ કરાશે.
આજની પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીબલદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટ, સુનિલ જીકાર, પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને સી.એ. સેલના અધ્યક્ષમેહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
———
૦૭–૦૨–૨૦૨૪સ્ટેટ યુનિવર્સિટી એકટ મંજૂરીના 200 દિવસ વિતી ગયા છતાં રાજ્યની આઠ યુનિવર્સિટીઓ ઇન્ચાર્જ કુલપતિઓના હવાલેથી ચાલી રહી છે. મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સીટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, રાજ્યની 350 ગ્રાન્ટેડ કોલેજમાંથી 200 જેટલી કોલેજોમાં લાંબા સમયથી કાયમી આચાર્યો નથી. કાયમી આચાર્ય ના હોવાથી જે તે કોલેજોને “નેક”ની માન્યતા મેળવવામાં સમસ્યા પડી રહી છે. રાજ્યોની યુનીવર્સીટીઓને “નેક”ના આધારે ગ્રાન્ટ અને અન્ય નાણાંકીય સુવિધાઓ મળે છે. રાજ્યની સૌથી જૂની અને એક સમયની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનું “નેક” જોડાણ માટે છેલ્લા સાત વર્ષ જેટલો સમય વિતી ગયો છતા આજદિન સુધી અરજી કરવામાં યુનિવર્સિટી સત્તાધીશો નિષ્ફળ રહ્યાં છે. એક તરફ સ્ટેટ યુનિવર્સિટી એકટ આધારે “નેક” ધરાવતી કોલેજોના આચાર્યઓને જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ-સત્તામંડળમાં સ્થાન મળશે તે જોગવાઈ આગળ કરીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા યુનિવર્સિટી એક્ટ અન્વયે પ્રિન્સીપાલોને નિયુક્તીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે બીજીબાજુ ગુજરાત યુનિવર્સિટી ખુદને જ નેકનું પુનઃ જોડાણ નથી તો તેની માટે સત્તાધીશો અને રાજ્ય સરકાર કેમ મૌન ? શિક્ષણ વ્યવસ્થા માટે ભાજપ સરકાર લાંબા સમયથી સાચી દિશામાં યોગ્ય પગલા ભરી રહી નથી તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 ના મોડલ સ્ટેચ્યુટ માત્ર પાંચ દિવસમાં રાજ્યની આઠ યુનિવર્સિટી કક્ષાએ સત્તા મંડળમાં સ્ટેચ્યુટ પસાર કરી મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. આટલા ગંભિર વિષય પર પાંચ દિવસનો સમય કેટલો વ્યાજબી ? ભાજપ સરકાર શિક્ષણ માટે કેટલી ગંભિર તે લાખો વિદ્યાર્થીઓને અને શિક્ષણવિદોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં નિમણુંક, ટેન્ડરો સહિત અનેક નાણાંકીય ગોલમાલ-ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારમાં સામાન્ય બાબત બની ગઈ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં સરકારના ઈશારે ગોલમાલ-ભ્રષ્ટાચાર કરનારને શિક્ષણ વિભાગ બચાવી રહ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ના આદેશ મુજબ દેશ ની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ નેક ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાત ની મોટા ભાગ ની યુનિવર્સિટી અને કોલેજો એ માન્યતા લીધેલ નથી. ગુજરાત રાજ્ય ની 83 માંથી 55 એટલેકે 66% થી વધુ યુનિવર્સિટી એ નેક ની માન્યતા લીધેલ નથી, ગુજરાત રાજ્યની 2267 માંથી 1767 એટલે કે 78% કોલેજો એ નેક ની માન્યતા લીધેલ નથી. નેક ના મૂલ્યાંકન માં સાત જેટલા મુખ્ય સુચકો નો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજો માં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતર નું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓ ના સપોર્ટ ની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થાના મૂલ્યો ના આધારે મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની ડીઝાઈન, પૂરતા અને ગુણવત્તા વાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓ નું પરફોર્મન્સ,રિસર્ચ ને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટે ની વ્યવસ્થા જેવા મુદ્દાઓ ને આવરી લેવા માં આવે છે.
કેટલીક કોલેજો અને યુનિવર્સિટીની નેક મૂલ્યાંકનની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી. ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજો માં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓનો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓ થી શૈક્ષણિક સંસ્થાઓ નેકના મૂલ્યાંકનથી કેમ ડરી રહી છે ? તે ગંભિર સવાલનો જવાબ ભાજપ સરકારે આપવો જોઈએ.
ઈન્ચાર્જ કુલપતિઓથી ચાલતી યુનિવર્સિટીઓ
Ø સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
Ø મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી, ભાવનગર.
Ø ભક્ત કવિ નર મહેતા યુનિવર્સિટી, જુનાગઢ.
Ø ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદ.
Ø સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર.
Ø કચ્છ યુનિવર્સિટી, કચ્છ.
Ø ચીલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર.
Ø ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.
————
૦૬–૨–૨૦૨૪
મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ચાલી રહી છે જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતારાહુલ ગાંધી દરેક પૃષ્ઠભૂમિના સેંકડો લોકોને મળી રહ્યા છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસમાં સતત મહિલાઓ સુધી ન્યાયનો સંદેશ પહોંચાડી રહ્યા છીએ અને તેમના મંતવ્યો સાંભળીએ છીએ. જેમાં જુદા જુદા સૂચનો મળ્યા છે અને મહિલા કોંગ્રેસ ‘નારી ન્યાય’ના રૂપમાં માંગણીઓની રૂપરેખા અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખજેની ઠુંમરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,
1) આર્થિક સશક્તિકરણ
મોંઘવારી / ભાવ વધારો – સતત વધતી જતી મોંઘવારી અને સરકારની તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે, જેમાં એલપીજી ગેસ, ખાદ્ય તેલ, અનાજ, કરિયાણા વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. આથી કટોકટીના ધોરણે આ તમામ ચીજવસ્તુઓના ભાવનું નિયમન અને નિયંત્રણ કરવાની અને તેના પર પૂરતી સબસિડી આપવાની જરૂર છે.
સમાન કામ માટે સમાન વેતન – વિશ્વ અસમાનતા રિપોર્ટ 2022 અનુસાર, ભારતમાં પુરુષો શ્રમ આવકના 82 ટકા કમાય છે, જ્યારે સ્ત્રીઓ તેમાંથી 18 ટકા કમાય છે. આ સિવાય કૃષિ અને નોકરિયાત વર્ગ સાથે સંકળાયેલી મહિલાઓ પુરૂષો કરતાં લગભગ 20 ટકા ઓછી કમાણી કરે છે. તેથી અમે માંગણી કરીએ છીએ કે સરકારે શક્ય તેટલી વહેલી તકે લિંગ-તફાવત સમાનતા પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમો લાવવાની જરૂર છે.
2) સામાજિક સશક્તિકરણ
આરોગ્ય સંભાળ/પ્રાથમિક બાળજન્મ કેન્દ્રો – કોંગ્રેસના શાસન દરમિયાન, ગામડાઓમાં ખોલવામાં આવેલા મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હવે કાં તો બંધ છે અથવા કોઈપણ તબીબી સ્ટાફ વિના કાર્યરત છે. સ્ત્રીઓ માટે મૂળભૂત આરોગ્ય સંભાળ માળખાનો સંપૂર્ણ અભાવ છે અને ભારતમાં 15 થી 49 વર્ષની વયની 57% સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે. વધુમાં, ગામડાઓમાં પ્રસુતિ કેન્દ્રોની અછતનો અર્થ એ છે કે મહિલાઓને પ્રસુતિ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે, જે જોખમમાં વધારો કરે છે અને સૌથી ગંભીર તબક્કામાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે. સરકારે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા સાથે એક વ્યાપક આરોગ્ય પેકેજ સાથે આવવાની જરૂર છે.
શિક્ષણ – કોંગ્રેસે બધા માટે મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં મદદ કરી અને IIT અને IIM સહિત ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપના કરી. ભારતમાં શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી રહી છે અને ભાજપ સરકાર શિક્ષણ માટે બજેટની ફાળવણીમાં સતત ઘટાડો કરી રહી છે. ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે અને સરકાર જાણી જોઈને આ જગ્યાઓ અતિથિ શિક્ષકોથી ભરી રહી નથી કારણ કે સેવાની શરતો દૂર થવાથી તેમને ઓછા મહેનતાણા પર નોકરી પર રાખવાનું સરળ બને છે. ઉપરાંત, શાળાએ જતી છોકરીઓ સુરક્ષિત અનુભવતી નથી અને શાળાએ જતી વખતે છોકરીઓને હેરાન કરવામાં આવતી હોવાના દેશભરમાંથી ઘણા અહેવાલો છે. શારીરિક, માનસિક અને સાયબર હિંસાથી બચાવવા માટે યુવાન છોકરીઓની મૂળભૂત સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે, શિક્ષણ એ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
સ્વચ્છતા/શૌચાલય – ભારતમાં મોટાભાગની મહિલાઓ શૌચાલય અને સ્વચ્છતા સુવિધાઓના અભાવે જાહેર સ્થળોએ હાજર રહી શકતી નથી અને ગંભીર સ્વચ્છતા સમસ્યાઓથી પીડાય છે. સરકારના ‘સ્વચ્છ ભારત અભિયાન’ છતાં, મોટાભાગના ગામોમાં પ્રાથમિક શૌચાલય અને સ્વચ્છતા સુવિધાઓનો અભાવ છે અને નીચલી જાતિઓની વસાહતોમાં ખાસ ભેદભાવ જોવા મળે છે. અમારી માંગ છે કે શહેરો અને ગામડાઓમાં દર 5 કિલોમીટરના અંતરે મહિલાઓ માટે મફત જાહેર શૌચાલય બનાવવામાં આવે.
3) રાજકીય સશક્તિકરણ
રાજકીય પ્રતિનિધિત્વ – કોંગ્રેસે પંચાયતી સ્તરે મહિલાઓ માટે અનામત આપતો પંચાયતી રાજ કાયદો લાવ્યો, જે લાખો મહિલાઓને પાયાના સ્તરે પ્રતિનિધિત્વ આપતો હતો. અમે પણ પ્રતિબદ્ધ છીએ અને મહિલા અનામત અધિનિયમનો તાત્કાલિક અમલ કરવાની માગણી કરીએ છીએ. જો કે, ભાજપ મહિલા પ્રતિનિધિત્વ અધિનિયમને અવરોધીને અને તેના અમલીકરણને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરીને ભારતની મહિલાઓ સાથે મોટો વિશ્વાસઘાત કરી રહી છે. આ વર્તમાન સરકારની ઘણી યુક્તિઓમાંથી એક છે જે પર્યાપ્ત પ્રતિનિધિત્વની ઓફર કર્યા વિના ભારતીય મહિલાઓના મત મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અમે મહિલા અનામત અધિનિયમનો તાત્કાલિક અમલ કરવા અને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તેનો અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા સરકારની નિશ્ચિત પ્રતિબદ્ધતા માટે હાકલ કરીએ છીએ.
હિંસા સામે રક્ષણ – ભાજપ સરકારે મહિલાઓ સામેના સૌથી જઘન્ય અપરાધો કરનારાઓને રક્ષણ આપીને, બિલકીસ બાનો કેસના ગુનેગારોને મુક્ત કરીને અને મણિપુર કેસમાં બહેરાશ મૌન કરીને ન્યાય માટેની મહિલાઓની લડતને દબાવી દીધી છે. એક શેતાની વલણ. મહિલા રેસલર કેસમાં બીજેપી સાંસદને બચાવવાનો તાજો કિસ્સો છે. અમે ભાજપની મહિલા આગેવાનો સહિત સરકારને મહિલાઓ સામેના સતત અન્યાય સામે કડક વલણ અપનાવવા, મહિલાઓ સામે વપરાતી અપમાનજનક ભાષા અને શેરીઓમાં અને ઓનલાઈન પર અચોક્કસ ટ્રોલ કલ્ચર સામે અસરકારક પગલાં ભરવા સહિતની માંગ કરીએ છીએ.
મહિલાઓની ગરિમા – ભાજપના શાસન દરમિયાન, અમે મહિલાઓની ગરિમાનું સતત ઉલ્લંઘન થતું જોયું છે અને ભાજપના નેતાઓ તેમના બંધારણીય અધિકારોને અનુરૂપ તેમના મનની વાત કહેતી મહિલાઓ સામે કડક ગેરકાયદેસર પગલાં લેતા હતા. અમે આની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને તમામ નાગરિકોની જેમ મહિલાઓને પણ તેમના અંગત જીવનના તમામ પાસાઓમાં બંધારણીય રક્ષણ અને સન્માનની ખાતરી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ.
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસમાં આ દેશના બંધારણીય મૂલ્યો અને આ દેશની અડધી વસ્તી ધરાવતા પરંતુ જેમના મુદ્દાઓ સમગ્ર દેશને અસર કરે છે તેવા મહિલાઓના અધિકારો માટે લડવા માટે પ્રતિબદ્ધ છીએ.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રભારીશોભના શાહ, અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખકામીની સોની, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રીઝીલ શાહ, મોના પ્રજાપતિ તેમજ લીગલ વીંગના કન્વીનર અનીશા સૈયદ ઉપસ્થિત રહ્યાં હતાં.
————-
૦૩–૨–૨૦૨૪
·બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને અમીરગઢ તાલુકામાંથી ભાજપ-આપના સરપંચો, સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર -બહેનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને હમીરગઢ તાલુકામાંથી ભાજપ-આપના સરપંચો, સહકારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર -બહેનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા જેને હાથ સે હાથ જોડો અભિયાનના પ્રદેશ કન્વીનર અને પૂર્વ ધારાસભ્યઈન્દ્રનીલ રાજયગુરુના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ. હાથ સે હાથ જોડો ના જીલ્લા પ્રભારીભરત કરેન, કો-કન્વીનરભેમા ચૌધરી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખડામરાજી રાજગોર, માન ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખશક્તિ ગોહિલે કરેલ આહવાનને બહોળો પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાન-કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.
ધાનેરા તાલુકાના કોટડા (ધા) ખાતે પાંચ ગામના અગ્રણીઓ ભાજપ છોડી કોગ્રેસ માં જોડાયા
1. કોટડા ગ્રામ પંચાયત સરપંચ અને દૂધ ડેરી ચેરમેન શંકર વાઘડા
2. હડતા સરપંચ જેહા દેસાઈ
3. શેરગઢ સરપંચ પ્રેમા ચૌધરી
4. શેરગઢ પૂર્વ સરપંચ માલાભાઇ પટેલ
5. દૂધ મંડળી ચેરમેન દેવાભાઇ પટેલ.
6. ચારડા સરપંચ ગોકળભાઇ રબારી
7. દેવાભાઇ પટેલ (હડતા)
8. પાત પટેલ ( ભાખાર)
9. નાગજી પટેલ ( મગ્રાવા)
10. ભેમાભાઇ પટેલ ( કોટડા)
11. માલા પટેલ (શેરગઢ)
12. દેવજી પટેલ ( હડતા )
13. તળસા પટેલ ( મગ્રાવા )
14. માનસુગ પટેલ ( હડતા)
15. જેતા પટેલ (ધા)
અમીરગઢ તાલુકાના ભાજપ-આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા.
1. રાવદરા ચમનભાઇ ચેલજી..પૂર્વ જીલ્લા પંચાયત ડેલિગેટ ભાજપ
2. બાલુન્દ્રા સરપંચ માજીરાના પ્રકાશ શંકર (બીજેપી આગેવાન )
3. ચૌહાણ જયેન્દ્ર રતન ચૌહાણ ગઢ સરપંચ (બીજેપી આગેવાન)
4. ડાભી ઘનશ્યામ રાજુ સરોત્રા દૂધ ડેરી પૂર્વ ચેરમેન (બીજેપી આગેવાન )
5. ચૌહાણ પોપટ મહેન્દ્ર ચૌહાણ ગઢ દૂધ ડેરી પૂર્વ ચેરમેન.
(બીજેપી આગેવાન )
6. પટેલ બાબુ વાલા ડુંગરપુરા .(આમ આદમી પાર્ટી .)
7. ડી.કે.રાજપૂત ..(ધાનેરા વિધાનસભા અપક્ષ ઉમેદવાર)
8. ચૌહાણ જયેશશિંહ લેહરિ. ચૌહાણ ગઢ દરબાર સમાજ આગેવાન.. (બીજેપી આગેવાન )
9. ચૌહાણ મહેન્દ્ર પોપટ સરોત્રા (બીજેપી આગેવાન )
———–
૦૧-૦૨-૨૦૨૪
· બજેટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ એ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળતી નથી.
· ગુજરાતના હિરા ઉદ્યોગની સતત માંગ હતી કે, ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે, હિરા ઉદ્યોગમાં મંદી છે તેમ છતાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
· ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી.
· દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી.
ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ સરકારનું છેલ્લું બજેટ લોકોને રાહતો અને આકાંક્ષાઓ પૂરી કરતું હોય પરંતુ, ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી. પ્રમાણિક કરદાતાઓને ઈન્કમટેક્ષના સ્લેબમાં કોઈ મોટી રાહત મળશે તેવી મોટી અપેક્ષા હતી પણ કરદાતાઓને કોઈ રાહત નથી તેવી પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, ગરીબો અને ગરીબી સતત વધતી જાય છે, મોંઘવારી, બેરોજગારી વધારનારું, અસમાનતા વધારનારું, વિકાસના નામે બેફામ ખર્ચા વાળું, મોટા ઉદ્યોગ ગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરનારું, નાના વેપારી-નાના ઉદ્યોગને મારી નાંખનારું આ અંતિમ બજેટ નિરાશાજનક છે. ગુજરાતના હિરા ઉદ્યોગની સતત માંગ હતી કે, ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે, હિરા ઉદ્યોગમાં મંદી છે તેમ છતાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બેજટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ એ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળતી નથી. ડાયરેક્ટ ટેક્ષ, ઈનડાયરેક્ટ ટેક્ષ અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈપણ પ્રકારની રાહત નથી.
2014 થી 2024 દસ વર્ષ દરમ્યાન બજેટમાં વચનો આપવામાં આવ્યા પણ મોટા ભાગની યોજનાના અમલીકરણ પાછળ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. અનેક યોજનાઓમાં માત્ર પાંચ ટકાથી 35 ટકા સુધીનો જ ખર્ચ થયો છે. દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી. જુદી જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામોથી પ્રભાવિત કરી શકાય તેમ નથી એટલે સતત આંકડાઓથી પ્રભાવિત કરવાનો વધુ એક પ્રયાસ વચગાળાના બજેટમાં જોવા મળી રહ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત કેન્દ્ર સરકારે આ અંગે સ્વિકારી લઈને આર્થિક સર્વે આ વખતે બહાર પાડ્યો નથી. જેથી ધુંધળું આર્થિક વિગતો દેશની જનતા સમક્ષ ખુલ્લી ન પડી જાય. એકંદરે બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકર્તાઓની સાથે દેશના સામાન્ય નાગરિકો માટે અત્યંત નિરાશાજનક છે.
———–
૨-૨-૨૦૨૪
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતારાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુર થી મુંબઈ સુધીની ૬૭૦૦ કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન લઈને અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહ ખજાનચીવિજય ઈન્દ્ર સીંગલાજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપા જે એજન્ડા સાથે નિતિ અખત્યાર કરી રહી છે જેનાથી દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો છે. દેશમાં તમામ નાગરિકોને ન્યાય મળે ખાસ કરીને યુવાનો, મહિલા, ખેડૂતો, શ્રમિકોને ન્યાય મળે તે માટે મણિપુર થી મુંબઈ સુધીની ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે ત્યારે, ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કાર્યકરો, પદાદિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો દેશના નાગરિકો આ ન્યાય માટે પોતાનું આર્થિક યોગદાન અન્વયે ફક્ત બે કલાકમાં ગુજરાતમાં ૧૦ લાખ રૂપિયા કરતા વધુનું યોગદાન આપી શકે છે, કાર્યકરો-પદાધિકારીઓ આપ્યું છે. જે અભિનંદન પાત્ર છે.
ભારત જોડો યાત્રા ની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધી ના નેતૃત્વ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ મણિપુર થી મુંબઈ ૬૭૦૦ કિલોમીટર લાંબી યાત્રા ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યો માંથી પસાર થઈ રહી છે. ભારત જોડો ન્યાય યાત્રા મુંબઈ માં ૨૦ માર્ચ ના રોજ પૂર્ણ થશે. અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. ભારત ના લોકો ને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા ‘ યોજાઈ રહી છે.
કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વ ના કોઈ પણ રાષ્ટ્રીય નેતા એ ના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારી થી કાશ્મીર સુધી ૪૫૦૦ કિલોમીટર ની સફળ ભારત જોડો યાત્રા યોજવા માં આવી હતી. સમગ્ર દેશ માં નફરત ના વાતાવરણ ને દુર કરી પ્રેમ અને ચારા નો સંદેશો લઈ રાહુલ ગાંધી એ યાત્રા નું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રા દેશમાં જાત પાત ધર્મ ભાષા થી ફેલાતી નફરત ને દુર કરી પ્રેમ નો સંદેશો લઈ ને નીકળ્યા હતા. ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર ના સમાપન પછી પણ ભારત જોડો યાત્રા ના સંકલ્પ ને આગળ વધારતા દેશ ના અલગ અલગ વર્ગ ના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષ માં સહભાગી થવા નો પ્રયત્ન કર્યો હતો. ટ્રક ડ્રાઇવર, કુલી, મજદુરો, ગેરેજ માં મિકેનિક જેવા વર્ગ જોડે સંવાદ કર્યો હતો.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતારાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુર થી મુંબઈ સુધીને ૬૭૦૦ કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહખજાનચીવિજય ઈન્દ્ર સિંગલાજીની વિશેષ ઉપસ્થિતમાં રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોને સમગ્ર અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષઈન્દ્રવિજય ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખબિમલ શાહ, અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતાશેહઝાદખાન પઠાણ, એ.આઈ.સી.સી.ના સહમંત્રીનીલેશ પટેલ, યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખહરપાલ ચુડાસમા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખજેની ઠુંમર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીરાજુ બ્રહ્મભટ્ટ, બળદેવ લુણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડીયા કન્વીનર અને પ્રવક્તા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને ડોનેટ ફોર ન્યાય અભિયાનને અસરકારક બનાવવા માટે સૂચનો કર્યા હતા.
————
૩૧-૧-૨૦૨૪
· ‘મોસાળે મા પીરસનારી હોય’ તેમ છતાં ગુજરાતને ૧૦થી વધુ જુદી જુદી યોજનાઓમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા એક પણ રૂપિયો ગુજરાતને આપવામાં આવ્યો નથી
· ડબલ એન્જીનના ગાણા ગાતી ભાજપા સરકાર દ્વારા ગુજરાતને કરવામાં આવતા હળહળતાં અન્યાય
‘મોસાળે મા પીરસનારી હોય’ તેમ છતાં ગુજરાતને ૧૦થી વધુ જુદી જુદી યોજનાઓમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા એક પણ રૂપિયો ગુજરાતને આપવામાં આવ્યો નથી ત્યારે ડબલ એન્જીનના ગાણા ગાતી ભાજપા સરકાર દ્વારા ગુજરાતને કરવામાં આવતા હળહળતાં અન્યાય અંગે ભાજપાનો જવાબ માંગતા ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કેન્દ્રની યોજના અને કેન્દ્ર અનુમોદિત યોજનાઓમાં ગુજરાતને થપ્પડ આપવામાં આવી છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને ઓબીસી સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટેની યોજનાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા પુરતું બજેટ ફાળવવામાં આવતું નથી.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના મેરિટમાં સુધારો થાય તે યોજના, ક્રેડિટ ગેરંટી યોજના, પ્રધાનમંત્રી દક્ષતા અને કૌશલ્યતા સંપન્ન હિતગ્રહી યોજના, સ્કીમ ફોર પ્રિવેન્શન ઓફ આલ્કોલીસમ એન્ડ ડ્રગ્સ અબ્યુસ, રીસર્ચ સ્ટડી એન્ડ પબ્લિકેશન, ઇનટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર સીનીયર સિટીજન, નેશનલ સર્વે ઓન ડ્રગ્સ અબ્યુસ, ઇન્ટ્રીગ્રેટેડ પ્રોગામ ફોર રીહાબીલીટેશન ઓફ બેગર (ભિખારીનાં પુનઃવસનની યોજના), રાષ્ટ્રીય વયોયોજના, વિશ્વાસ યોજના સહિત જુદી જુદી યોજનાઓ જે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના લોકોનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે જરૂરી છે ત્યારે ‘મોસાળે મા પીરસનારી હોય’ તેમ છતાં ગુજરાતને યોજનાઓમાં એક પણ રૂપિયો ન આપીને કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે.
વિચારતી વિમુક્ત જાતીનાં આર્થિક કલ્યાણ માટેની SEED યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૦ કરોડ ફાળવવામાં આવ્યા જેમાંની ૧ ટકાથી પણ ઓછી રકમ વાપરવામાં આવી. વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૮ કરોડ ફળવવામાં આવ્યા જેમાંથી પણ માત્ર ૨.૩ કરોડ વાપરવામાં આવ્યા. કહેવાતી ડબલ એન્જીન સરકારની અણઘડ નીતિઓને કારણે લાભાર્થીઓને મળવા પાત્ર લાભથી વંચિત રહી ગયા. વર્ષ ૨૦૨૦-૨૧માં અનુસુચિત જાતિ અને ઓબીસી સમાજના વિધાર્થીઓ માટે કોચિંગ માટેના ૪૦ ટકાથી પણ ઓછો એટલે કે ૩૦ કરોડ રૂપિયાના બજેટમાંથી માત્ર ૧૧ કરોડ જેટલો ખર્ચ કરવા આવ્યો. ભિક્ષુક (ભીખ માંગીને જીવ નિર્વાહ કરનાર)ના પુનઃ વર્સન માટેના વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૫ કરોડ ફાળવવામાં આવ્યા જેમાંથી પણ એક ટકાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો. આજ દર્શાવે છે કે ભાજપ સરકારની માનસિકતા ગરીબ-શ્રમિક-વંચિતો વિરોધી છે. માનીતા ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરીને કરોડો રૂપિયાની લોન આપતી ભાજપ સરકાર ગરીબો-વંચિતો માટે ફાળવેલા નાણાં પણ વાપરતી નથી.
———–
૩૦–૧–૨૦૨૪
• ગારીયાધાર ખાતે કોંગ્રેસ પક્ષનું વિશાળ સંમેલન મળ્યું.
• જેસર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા.
• સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળી અને કપાસના યોગ્ય ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની સ્થિતિ કપરી.
ગારીયાધાર ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા શુભચિંતકોનું વિશાળ સંખ્યામાં સંમેલન પટેલ વાડી, ગારીયાધાર ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકપ્રશ્નોની વિગતથી ચર્ચા કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્રના ખેડૂતોને હાલમાં ડુંગળીના અત્યંત ઓછા ભાવ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે નિકાસબંધી કરી હોવાના કારણે જે ખેડૂતોને લાંબા સમય પછી ખેતીમાં થોડો ફાયદો થાય તેમ હતો, તેનું સપનું રોળાઈ ગયું છે. કાં તો નિકાસબંધી ખોલી નાંખીને ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ મળવો જોઈએ અથવા તો નિકાસબંધી કરી તે પહેલાં ડુંગળીનો જે ભાવ ખેડૂતોને મળતો હતો તે ભાવે ખેડૂતોની ડુંગળી સરકાર ખરીદે તેવી ખેડૂતોની માંગણી ઊભી થયેલી છે. ખેડૂતોને કપાસના પાકમાં પણ આ વર્ષે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ-રીતિઓના કારણે આજથી ૧૦ વર્ષ પહેલાં જે ભાવ કપાસનો હતો તે જ ભાવ કપાસનો આજે ખેડૂતોને મળી રહ્યો છે, જેની સામે ખેડૂતોને ડીઝલ, ખાતર, બિયારણ વગેરે અનેકગણું મોંઘું થયું છે. ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ હકીકતમાં ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી, પરંતુ ખેતપેદાશ માટે થતો ખર્ચ બમણો થઈ ગયો છે.
કોંગ્રેસ પક્ષના આજના સંમેલનના સમયે જેસર તેમજ સ્થાનિક આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ગારીયાધાર ખાતેના કોંગ્રેસના આ સંમેલનમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખરાજેન્દ્ર ગોહિલ, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખપ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્યપ્રવિણ રાઠોડ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખગોવિંદ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખમહાવીર, કોંગ્રેસના આગેવાનપી. એમ. ખેની, દિવ્યેશ ચાવડા તેમજ આજુબાજુના કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
————
૨૭-૧-૨૦૨૪
અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા માટે નિમાયેલા કોંગ્રેસ પક્ષના પ્રભારીઓને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલ એ જણાવ્યું હતું કે, નવા અને જુના કાર્યકરોની ડેટા બેંક બનાવીને સતત કાર્યક્રમોના સંદેશ પહોંચાડવા થી પક્ષનું સંગઠન વધુ મજબૂત થશે. વોર્ડ સમિતિમાં નવા લોકોને જોડવા માટે અભિયાન ચલાવો. મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવશે. જે કોઈ વચ્ચે કોઈ બાબતે મનદુઃખ હોય તો તે દૂર કરીને પક્ષ સાથે જોડવા માટે ભૂમિકા ભજવવાની જવાબદારી છે. સંગઠનના કાર્યક્રમોની સાથે પ્રજાલક્ષી મુદ્દે આગામી સમયમાં લડાઈ લડવામાં આવશે. શહેર – રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે સંકલન કરીને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાના પ્રભારી નિમણુંકમાં યુવાન, અનુભવી તમામનું સંતુલન જાળવીને તક આપવામાં આવી છે. વોર્ડની ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો થઈ ગયો છે. શહેરના નાગરિકોને અનેક તકલીફો છે ત્યારે, વિધાનસભાના પ્રભારી જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી થશે. આગામી ટુંક સમયમાં શહેર સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ વિધાનસભા દીઠ પ્રભારીની બેઠકમાં કાર્યકારી પ્રમુખઈન્દ્રવિજય ગોહિલ, શહેર કોંગ્રેસ સંગઠન પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખબિમલ શાહ, સહપ્રભારી રામ સોલંકી, અમદાવાદ શહેર મ્યુનિ. કોર્પોરેશનના નેતાશેહઝાદખાન પઠાણ, ધારાસભ્યઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યગ્યાસુદ્દીન શેખ ઉપસ્થિત રહી સંગઠનલક્ષી સૂચનો કરીને ટીમ કોંગ્રેસને મજબૂત કરીને પ્રજાનો અવાજ ઉજાગર કરશે.
ક્રમ
વિધાનસભાનું નામ
પ્રભારીનું નામ
1.
૪૧ – ઘાટલોડીયા
ભીખુ દવે
2.
૪૨ – વેજલપુર
હિરેન પટેલ
3.
૪૩ – વટવા
શૈલેષ સિંદે
4.
૪૪ – એલીસબ્રીજ
હેતા પરીખ
5.
૪૫ – નારણપુરા
દેવર્ષિ શાહ
6.
૪૬ – નિકોલ
દલસુખ પટેલ
7.
૪૭ – નરોડા
દિનેશ બ્રહ્મભટ્ટ
(દિનશા બ્રહ્મભટ્ટ)
8.
૪૮ – ઠક્કરબાપાનગર
ધિરેન્દ્ર પાંડેય
9.
૪૯ – બાપુનગર
ભાનુ કોઠીયા
10.
૫૦ – અમરાઈવાડી
મંગલ સુરજકર
11.
૫૧ – દરિયાપુર
અસગર ભાટી
12.
૫૨ – જમાલપુર
જુનેદ શેખ
13.
૫૩ – મણીનગર
બળદેવ દેસાઈ
14.
૫૪ – દાણીલીમડા
બિપીન બારોટ
15.
૫૫ – સાબરમતી
રમણલાલ પટેલ
16.
૫૬ – અસારવા
પંકજ સોલંકી
———
૨૯-૦૧-૨૦૨૪
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેરના ઠક્કરબાપા વિસ્તારનાઅશોક પરમાર, કાળુ ચારણ સહીત ૫૦થી વધુ સામાજિક-રાજકીય કાર્યકરો-આગેવાનો અને વિરાટનગર વિસ્તારના પૂર્વ કોર્પોરેટર ભાજપ પક્ષમાંથી રાજીનામું આપીને તેમેના હોદ્દેદારો સાથે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગરના અગ્રણી અશોક પરમાર અને વિરાટનગર વિસ્તારના પૂર્વ કોર્પોરેટરગીતા પટેલ અને કાર્યકર્તાઓએ ખેસ પહેરીને આવકારતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલે જણાવ્યું હતું કે ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખતરીકે શક્તિ ગોહિલે કરેલ આહ્વાનને બહોળો પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાન-કાર્યકર્તા અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.
ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓ અંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારએ જણાવ્યું હતું કે ભાજપ સમગ્ર દેશમાં ચૂંટાયેલી સરકાર તોડવાનું કામ કરે છે. લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર અને ચૂંટાયેલા સભ્યો તોડવાનું કામ ચાલી રહ્યું છે. ૪૦૦ બેઠકોનો ટાર્ગેટ કરતી ભાજપને જમીની હકીકતથી વાકેફ છે. આ જ કારણથી વિવિધ પાર્ટીના લોકોને ભાજપમાં જોડે છે,ભાજપમાં જોડાયેલા નેતાઓ ચીઠ્ઠીમાં જે લખાયું હોય તે જ બોલતા હોય છે,ડિપોઝિટ જમાં થયેલા નેતાઓ પોતાની ડિપોઝિટ ના સાચવી શક્યા એ ક્યાં મોઢે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ કરે છે.ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતાઓને તો પાથરણા પાથરવા પણ ભાજપ ઉપયોગ નહિ કરે. કૌભાંડમાં સપડાયેલા નેતાઓને ખબર છે કે સાબરમતી મહાત્મા ગાંધી વિચારધારામાં રહેવું કે સાબરમતી જેલમાં ન જવું પડે તે માટે નેતાઓ ભાજપમાં જાય છે તેમની મજબૂરી બધા જાણે છે.
અમદાવાદ શહેરનાં ઠક્કરબાપાનગર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેશ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખહિંમત પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના ઉપપ્રમુખબિમલ શાહના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને જનતાની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમમા યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તારત્ના વોરા, પૂર્વ કોર્પોરેટર અને નિકોલ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારરણજીત બારડ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
—————
૨૬-૦૧-૨૦૨૪
કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ (વ્હીપ)નો અનાદર કરી પક્ષ વિરૂધ્ધ મતદાન કરેલા જસદણ તાલુકા પંચાયતના બે સભ્યોને તાલુકા પંચાયતના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવેલ કાર્યવાહીમાં બન્ને સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે.
જસદણ તાલુકા પંચાયતમાં તા. ૧૪-૦૯-૨૦૨૩ ના રોજ યોજાયેલી જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના આદેશની વિરૂધ્ધમાં મતદાન કરવા બદલ કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષના નીશાન પર ચૂંટણી લડેલા (૧) સોનલ જયંતિ મેટાળિયા અને (૨) પ્રદિપ જયંતી કાકડિયા સામે પક્ષના આદેશ-મેન્ડેટ (વ્હીપ) વિરૂધ્ધ મતદાન કરવા બદલ જસદણ તાલુકા પંચાયતના સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે પીટીશન નં. ૦૭/૨૦૨૩ની અરજી કરવામાં આવેલ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના અરજદાર તરીકે જસદણ તાલુકા પંચાયતના સભ્યહિતેષ વ્હોરા અને નરેશ બેરાણી હતા. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા કોંગ્રેસ પક્ષના લીગલ સેલના કન્વીનર અને હાઈકોર્ટના એડવોકેટનિકુંજ બલર દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના નામોદિષ્ટ અધિકારીએ કોંગ્રેસ પક્ષના નીશાન પર ચૂંટણી લડેલા (૧) સોનલ જયંતિ મેટાળિયા અને (૨) પ્રદિપ જયંતી કાકડિયાને તા. ૨૨/૦૧/૨૦૨૪ના રોજ જસદણ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો હતો.
આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષને નુકસાન કરનાર અને કોંગ્રેસ પક્ષના આદેશને ન માની પક્ષ વિરૂધ્ધ કામ કરતા સભ્યઓ સામે આજ મુજબ કડક-કાયદેસર કાર્યવાહી કરી પક્ષમાં શિસ્ત અને પક્ષ પ્રત્યેની કટિબધ્ધતા માટે દાખલો બેસાડવામાં આવશે.
————–
૨૬-૦૧-૨૦૨૪
દેશના રાષ્ટ્રિય પર્વ ૭૫માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન
દેશના રાષ્ટ્રિય પર્વ ૭૫માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, પુજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશમાં આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે ૨૮૪ જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. ૨૯ ભાષા, ૧૬૦૦ થી વધુ બોલીઓ, ધર્મ-જ્ઞાતિ-જાતિ-રંગ અને પરંપરામાં વિવિધતા એ ભારત દેશની મુડી છે. સર્વ ભારતીયોને જોડતા બંધારણને લાગુ કરવાની તારીખ આઝાદી મળતા પહેલા ૧૯૨૯માં કોંગ્રેસની મહાસભામાં સ્વતંત્ર સેનાનીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ૧૯૪૮માં આઝાદી મળ્યા બાદ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦માં આ બંધારણ લાગુ કરાયુ હતું, જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચાર સ્પષ્ટ હતા. જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહી. દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલીક હોય તેવું દેખાતુ નથી. હાલના શાસકો બંધારણમાં છેડછાડ કરી રહ્યાં છે જે દેશ માટે ચિંતાનો વિષય છે. આપણી સાથે આઝાદ થયેલા પાકિસ્તાનમાં ઘણી વખત સૈન્ય શાસન લાગુ થઈ જાય છે. પરંતુ ભારતમાં સર્વશ્રેષ્ઠ બંધારણ-સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે.યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે. પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં રોજગાર, નોકરીની તકો, આરોગ્ય સુવિધા, શિક્ષણની વ્યવસ્થા વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી હોય તેમ જણાતુ નથી.
રાજીવ ગાંધી ભવન ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખસિધ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, અમદાવાદ શહેર પ્રમુખહિંમત પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશહેઝાદખાન પઠાણ, સહિત મોટી સંખ્યામાં પ્રદેશ-શહેરના પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ સેલના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં સેવાદળના કાર્યકારી અધ્યક્ષકિરણ પ્રજાપતિએ કાર્યકર્તાઓ-આગેવાનોને રાષ્ટ્રધ્વજને સલામી અપાવી હતી.
————
૨૫-૧-૨૦૨૪
· ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિ અને સ્ક્રીનીંગ કમીટીની અગત્યની બેઠક યોજાઈ.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિ ગોહિલના અધ્યક્ષ સ્થાને પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીમુકુલ વાસનીકજી, એ.આઈ.સી.સી. દ્વારા ગુજરાત લોકસભા ચૂંટણી માટેની સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ રજની પાટીલ, સભ્ય સર્વક્રિષ્ના અલ્લાવરૂ, પ્રગટસીંઘ વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણી રણનીતિ અને ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં તમામ ચૂંટણી સમિતિના વરિષ્ઠ સભ્યો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિ અંગે વાતચીત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, લોકસભાને લઈ ચૂંટણી સમિતિના સભ્યો સાથે ગહન ચર્ચા કરવામાં આવી છે. 26 લોકસભા બેઠક અંગે જુદા જુદા માપદંડો આધારે ઉમેદવાર અંગે મંથન કરવામાં આવ્યું. આ ચર્ચા બાદ પેનલ તૈયાર કરી દિલ્હી નામ મોકલવામાં આવશે. ઉમેદવાર પસંદગીમાં તમામ લોકોના સલાહ-સૂચનો લેવામાં આવી રહ્યાં છે.
ભાજપ જે કરે છે તે રાજનીતિ અને લોકતંત્ર માટે નુકશાનકારક છે. ભાજપની ખરીદ પરોકની રાજનીતિથી લોકતંત્રને ભારે નુકશાન થઈ રહ્યું છે. ભાજપનું દબાવ તંત્ર કામ કરી રહ્યું છે. કોંગ્રેસ વિચારધારની સમર્પિત છે. તેના આધારે અમે લડાઈ લડતા રહીશું. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું અને રસ્તો કાઢીશું. ભાજપના 26 માંથી 26 બેઠક જીતવાના દાવો એ ભાજપની અહંકારભરી રાજનીતિ છે. કેન્દ્રમાં શાસન કરતી ભાજપ 10 વર્ષમાં શું કર્યું એનો પ્રજાને હિસાબ આપવો જોઈએ. ભાજપે દાવા સાથે જણાવવું જોઈએ કે ગુજરાતના મતદાતાઓને મત આપ્યા, જનતા સાથે કરેલ વિશ્વાસઘાત અંગે જવાબ આપે.
ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષા રજનીતાઈએ જણાવ્યું હતું કે, લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે તમામ વરિષ્ઠ સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. નવતર પ્રયોગ જે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે તે સ્થાનિક આગેવાનોના અભિપ્રાયને પણ ધ્યાનમાં લેવાશે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી ચૂંટણી લડીશું. લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામ મેળવવા માટે તાકાતથી લડીશું.
આજની ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, ચૂંટણી સમિતિના વરિષ્ઠ સભ્યોએ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે સુચનો કર્યા હતા.
————-
૨૪–૧–૨૦૨૪
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિ ગોહિલે કરેલ આહવાનને બહોળો પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાન-કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
અમદાવાદ શહેરના સમીર રાજેશ ઉપાધ્યાય, 2019 અમદાવાદ પૂર્વ લોકસભાના માનવ અધિકાર નેશનલ પાર્ટીના ઉમેદવાર તથા 46-નિકોલ વિધાનસભાના 2022 સૌરાષ્ટ્ર જનતા પક્ષના ઉમેદવાર, સૌરાષ્ટ્ર જનતા પક્ષના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિજી ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી છે.
આ પ્રસંગે ‘હાથ સે હાથ જોડો’ના કન્વીનર અને પૂર્વ ધારાસભ્યઈન્દ્રનીલ રાજગુરુ, આકાશ સરકાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં
———–
૨૨-૧-૨૦૨૪
ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આસામના મુખ્યમંત્રીનું ચહેરો ખુલ્લો પડી ગયો છે ત્યારે ગભરાયેલા અને અકળાયેલા મુખ્મંત્રીના ઈશારે ભાજપના ગુંડા તત્વોએ રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા ઉપર હુમલો કરીને ભાજપના હિંસાના મોડલને આગળ કર્યુ છે. તેઓને ઈચ્છા એવી છે કે ભારત જોડો ન્યાય યાત્રા રોકવામાં આવે પણ ગમે તેટલા પ્રયત્નો કરે પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ ડરવાની નથી ત્યારે આસામમાં ભાજપના ગુંડા તત્વોએ રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા ઉપરના હુમલા વિરોધમાં અમદાવાદ ખાતે સાળંગપુર, ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમત પટેલની આગેવાનીમાં અને એ.આઈ.સી.સી.ના મંત્રી રામકિશન ઓઝાજીની ઉપસ્થિતિમાં દેખાવો, મોન ધારણા પ્રદર્શન યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, પદાધિકારીઓ જોડાયા હતા. પ્લેકાર્ડ સાથે શાંત રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો, પદાધિકારીઓને પોલીસે બળપ્રયોગ કરીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમત પટેલ, એ.આઈ.સી.સી.ના મંત્રી રામકિશન ઓઝાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બીમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, પ્રવક્તારત્ના વ્હોરા, મહિલા આગેવાનહેતા પરીખ સહીત ૨૦૦ જેટલા કાર્યકરો પદાધિકારીઓની અટકાયત કરી હતી. જેને લઈને કાર્યકરોએ લોકતંત્ર બચાઓ, સંવિધાન બચાઓ, રઘુપતિ રાધાવ રાજા-રામ, સબકો સંમતી દે ભગવાન, ડરો મતના ભારે સુત્રોચાર સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પરના હુમલાને વખોડી કાઢ્યો હતો.
———- ૨૦-૧-૨૦૨૪
· લોકસભાની ચૂંટણી અનુલક્ષીને યુવા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા
· યુવા કોંગ્રેસના ચાર ઉપપ્રમુખોને ઝોન સ્તરની જવાબદારી આપવામાં આવી
· સાત લોકસભા માટે વિશેષ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી
· ૨૪મી તારીખે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી
· ભાજપને વર્ષો જૂની આદત ધર્મના નામે મત માંગવાની છે- હરપાલ ચુડાસમા
લોકસભા ચૂંટણીના આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે. એવા સમયે ગુજરાત યુવા કોંગ્રેસે પોતાના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલ ચુડાસમાએ નવા પ્રદેશના હોદેદારોની જાહેર કરેલી યાદીમાં પ્રદેશના ઉપપ્રમુખોને ચાર ઝોન અને મહામંત્રીઓ અને મંત્રીઓને ૩૩ જિલ્લા અને શહેરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સાત લોકસભા માટે અલગથી વિશેષ પ્રભારીઓ તરીકેની જાહેરાત કરવામાં આવી છે અને ૨૪મી તારીખે યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાશે જેમાં સિનિયર કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ કહ્યું હતું કે યુવા કોંગ્રેસ આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા કોંગ્રેસના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જયારે કેટલાક યુવા કોંગ્રેસમાં કામ કરવા માંગતા નવોદિત યુવાનોને તક આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવા કોંગ્રેસ આવનારી લોકસભા ચૂંટણીમાં મહેનત કરવામાં કોઈ કસર બાકી રાખશે નહીં. જયારે ભાજપને વર્ષો જૂની આદત ધર્મના નામે મત માંગવાની છે. ભાજપ પાસે કોઈ વિકાસ મુદ્દો નથી. દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારી ચરમ સીમાએ છે. જયારે ચૂંટણી નજીક આવે ત્યારે ધર્મના નામે વોટ માંગવા ભાજપ નીકળી પડે છે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાનું કામ કરશે.
Ø યુવા કોંગ્રેસના ચાર ઉપપ્રમુખોને ઝોન સ્તરની જવાબદારી આપવામાં આવી
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજ ચુડાસમાને નોર્થ ઝોન, અભય જોટવાને સૌરાષ્ટ્ર ઝોન, આદિત્ય ગોહિલને સેન્ટ્રલ ઝોન અને મહિપાલ ગઢવીને સાઉથ ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
Ø ૩૩ જિલ્લા અને મહાનગરોમાં પ્રદેશ મહામંત્રીઓ અને મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદરી સોપાઈ
ગજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસામે કરેલી જાહેરાત મુજબ યુવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીઓ અને મંત્રીઓને વિવિધ જિલ્લા -શહેરોના પ્રભારી તરીકેની જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે યુવા કોંગ્રેસ એક નવા એક્શન મોડમાં દેખાઈ આવે છે તેવું લાગી રહ્યું છે.
Ø સાત લોકસભા માટે વિશેષ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી
ગુજરાતની અંદર છેલ્લા ૨૮ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ કેટલીક વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસ તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સાત લોકસભા અલગથી તારવીને સવિશેષ પ્રભારી તરીકે જવાબદારી અપાઈ છે. જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજ ચુડાસમાને સાબરકાંઠા લોકસભા, અભય જોટવાને જુનાગઢ લોકસભા, મહિપાલ ગઢવીને પાટણ લોકસભા , પ્રદેશ મહામંત્રી વિરલ કટારિયાને બનાસકાંઠા લોકસભા, ધીરજ શર્માને દાહોદ લોકસભા અને જયારે દક્ષિણ ગુજરાતના યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણને ભરૂચ લોકસભાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સુપર શક્તિ શીના ચેરમેન તરીકે વૈશીલી શિંદેની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા વિભાગના ઇન્ચાર્જ તરીકે યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા, આર.ટી આઈ વિભાગમાં ઇન્ચાર્જ તરીકેની જવાબદારી અઝહર રાઠોડ અને સ્પોર્ટ્સના ચેરમેન તરીકે ઉપેન્દ્ર જાડેજા અને પ્રદેશ યુવા કોંગ્રેસના ખજાનચી તરીકે આદિત્ય ઝૂલાને જવાબદારી સોંપવામાં આવી છે.
Ø ૨૪મી તારીખે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાશે
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની ૨૪મી તારીખે વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ હોદેદારો, જિલ્લા પ્રમુખો અને વિધાનસભાના પ્રમુખો, સુપર શક્તિ શી, સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગના પ્રદેશ અને જિલ્લાના હોદેદારો ઉપસ્થિત રહેશે. આ વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ ગોહિલ અને કાર્યકરી પ્રદેશ પ્રમુખ ઈન્દ્રવિજય ગોહિલ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ રામક્રિશ્ના ઓઝા અને ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રભારી ક્રિશ્ના અલ્લાવરુ તમામ ગુજરાતના યુવા કોંગ્રેસ હોદેદારોને માર્ગદર્શન આપશે.
————-
૨૦-૧-૨૦૨૪
ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કેવી રીતે અને કઈ પધ્ધતિથી નક્કી થાય છે સહિત તમામ ખાનગી શાળાઓના આવક-જાવકના હિસાબો સત્તાવાર વેબસાઈટ પર પારદર્શક રીતે જાહેર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવેલી સ્વનિર્ભર (ખાનગી) શાળાઓની ફી અંગે વ્યાપક પ્રમાણમાં વિદ્યાર્થી-વાલીઓ, સામાજિક સંગઠનો અને કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનના કાર્યક્રમ વર્ષ ૨૦૧૭માં વ્યાપક પ્રમાણે થતા અંતે, રાજ્ય સરકારે તા. ૨૦/૦૪/૨૦૧૭ના જાહેરનામાથી ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમન, ૨૦૧૭ તેના નિયમો અમલ પછી જે ફીનું માળખું નિર્ધારીત થયુ તેની સામે વ્યાપક ફરિયાદો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. જે તે સમયે જાહેર થયેલ ફીના ધોરણો ઘણા વધુ હતા. આડેધડ ફી ના કારણે વધુ વસૂલાતી ફી અંગે રાજ્યની અનેક શાળાઓ સામે વિદ્યાર્થી-વાલીઓ ફરિયાદો કરે, આક્રોશ વ્યક્ત કરે છે. પણ, શિક્ષણ વિભાગ વ્યાજબી ફરિયાદો અંગે ગંભીરતાથી જે કક્ષાએ કડક પગલા ભરાવા જોઈએ તે લેવાતા નથી તે હકીકત છે. રાજ્યની તમામ શાળામાં કાર્યરત શિક્ષકો – કર્મચારીઓની શૈક્ષણીક લાયકાત, પગારની સ્લીપ, કેટલા સમયથી કાર્યરત, પી.એફ.ની વિગતો સહિતની બાબતો સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા. છેલ્લા પાંચ વર્ષના એટલે કે વર્ષ ૨૦૧૮ થી નક્કી થયેલ ફી ના આધારે છેલ્લા પાંચ વર્ષના આવકના હિસાબો જે તે શાળાએ પ્રસિધ્ધ કરવા. જે તે શાળાએ ફી નિર્ધારણ સમિતિને રજુ કરેલ હિસાબો, પ્રસ્થાપિત ફી ના ધોરણો, મંજૂર થયેલ ફી ના આદેશ તમામ સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા. ફી નિર્ધારણ સમિતિએ નવી ફી નિર્ધારણ કરતા પહેલા સ્વનિર્ભર શાળાઓના આવક-જાવક અંગે, ફી વસૂલાત અંગેની ફરિયાદો, જે તે શાળામાં કાર્યરત શિક્ષકો, લેબોરેટરી અંગેની સુવિધા અંગે ચકાસણી કરીને તમામ બાબતો વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવા જેથી વિદ્યાર્થી-વાલીઓને ન્યાય મળે.
રાજ્યની શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં અને શિક્ષણના બેફામ વ્યાપારીકરણને રોકવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ માંગ કરી હતી કે, ખાનગી શાળાઓ ફી નિર્ધારણ અગાઉ માસિક રૂ. ૩૦૦ થી ૫૦૦ રૂ. એટલે કે વાર્ષિક રૂ. ૪૦૦૦/- થી રૂ. ૬૦૦૦/- વસૂલતી હતી તે શાળાઓ ફી નિર્ધારણ પછી રૂ. ૧૨૦૦૦/- થી રૂ. ૧૫૦૦૦/- વસૂલાતના લાયસન્સ જે તે સંચાલકોને મળી ગયા. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ શુ કરવા માંગે છે ? અનેક ખાનગી શાળાઓના રમતના મેદાન નથી, તો પછી રમતગમત સહિતની એક્ટીવીટીના નામે અનેક શાળાઓ ફી વસૂલી રહ્યા છે તે ચકાસણી કરવામાં આવે. જે ખાનગી શાળાઓ કોર્મશીયલ કોમ્પલેક્ષમાં ચાલતી હોય તે સામે તાત્કાલીક ફી નિર્ધારણ પહેલા ચકાસણી થવી જોઈએ. રાજ્યની અનેક ખાનગી શાળાઓ કાર્યરત શિક્ષકો અને કર્મચારીઓને પૂરતો પગાર પણ ચૂકવતી નથી. જે અંગે ફી નિર્ધારણ પહેલા ચકાસણી થવી જોઈએ. રાજ્યની ખાનગી શાળાઓની ફી નિર્ધારણ / નિયમન સમિતિની વેબસાઈટ ઘણા સમય કાર્યરત જોવા મળતી નથી. તે અંગે ચોકસાઈ કરીને તમામ ઝોનની વેબસાઈટ કાર્યરત રહે તેવું માળખું ગોઠવવા માટે આદેશ આપવા વિનંતી. રાજ્યની ખાનગી શાળાઓની ફી નિર્ધારણ / નિયમન સમિતિમાં વાલીઓને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. હાલમાં મોટી અને ખ્યાતી પ્રાપ્ત ખાનગી શાળાઓ મનફાવે તે રીતે ફી ઊઘરાવે છે તેના પર રોક લગાવવામાં ફી નિયમન સમિતિ નિષ્ફળ રહી છે ત્યારે, આવી શાળાઓની વ્યાપારીક પ્રવૃત્તીઓ પર રોક લગાવવી જરૂરી જેથી વાલીઓને રાહત મળે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત મોટી શાળાઓ ગરીબ બાળકોના નામ પૂરતા પ્રવેશ આપે છે અને પ્રવેશ આપે તો ભેદભાવ રાખીને એક-બે વર્ષમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના પ્રવેશ યેનકેન પ્રકારે રદ કરે છે ત્યારે RTE અન્વયે છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળાએ આપેલ પ્રવેશની દરેક શાળાની માહિતી પ્રસિધ્ધ કરવામાં આવે.
————
૧૯-૧-૨૦૨૪
·ભાજપ સરકાર એ વડોદરા ના હરની કાંડ ની નિષ્ફળતા – બેદરકારી નું પાપ છુપાવવા ધારાસભ્ય નો રાજીનામા કાંડ આદર્યો.
·હૃદયદ્રાવક ૧૪ લોકો ના અપમૃત્યુ ના હરની કાંડ થી ઘ્યાન ભડકાવવા, હેડલાઇન મેનેજમેન્ટ માટે ભાજપ નું અસંવેદનશીલ કૃત્ય હતું.
·NCRB ના આંકડા મુજબ છેલ્લા ૫ વર્ષ માં ગુજરાત માં ડૂબવા ની ૮૭૧૦ ઘટના માં ૯૧૧૫ લોકો એ જીવ ગુમાવ્યા.
·NCRB મુજબ છેલ્લા ૫ વર્ષ માં ગુજરાતમાં બોટ (હોડી) અકસ્માત ની ૩૯ ઘટનાઓ માં ૬૫ લોકો એ જીવ ગુમાવ્યા.
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ જણાવ્યું હતું ભાજપ સરકાર એ વડોદરા ના હૃદયદ્રાવક હરની કાંડ થી ઘ્યાન ભડકાવવા માટે ધારાસભ્ય નું રાજીનામા કાંડ આદર્યું છે. ૧૨ બાળકો અને ૨ શિક્ષિકાઓ ના અપમૃત્યુ માટે તંત્ર ની બેદરકારી અને નિષ્કાળજી જવાબદાર છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટના સ્થળે દોડી ગયા છે પણ જો ઘટના પેહલા તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર, કર્મચારીઓ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન જઈ આવ્યા હોત તો આ ઘટના ના બનતી. ભાજપ પોતાના તંત્ર ની નિષ્ફળતા થી ઘ્યાન ભડકાવવા, માત્ર હેડલાઇન મેનેજમેન્ટ માટે ઘટના ના ૨૪ કલાક ના થયા હોય ત્યારે આવું અસંવેદનશીલ પગલું ગુજરાત ને શરમાવે અને લોકતંત્ર ને લજવે તેવું છે.
NCRB ના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષ માં ડૂબવા ના ૮૭૧૦ ઘટના ઘટી છે જેમાં ૯૧૧૫ લોકો એ જીવ ગુમાવ્યા. છેલ્લા પાંચ વર્ષ માં બોટ (હોડી) અકસ્માત ના ૩૯ ઘટના બની છે જેમાં ૬૫ લોકો એ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ૨૦૧૯ માં બોટ (હોડી) અકસ્માત માં ૩૧ લોકો એ જીવ ગુમાવ્યા હતા. ડૂબવા થી વર્ષ ૨૦૨૨ માં ૧૯૫૯ જીવ ગુમાવ્યા, ૨૦૨૧ માં ૧૭૧૧, ૨૦૨૦ માં ૧૯૦૬, ૨૦૧૯ માં ૧૮૬૯ અને ૨૦૧૮ માં ૧૬૭૦ લોકો એ જીવ ગુમાવ્યા હતા.
સરકાર માત્ર સહાય અને આશ્વાસન સિવાય હજુ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી ત્યારે ગુજરાતના નિર્દોષ લોકોના તંત્રની બેદરકારીના લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્ષમતા કરતા વધારે લોકોને બોટ (હોડી)માં બેસાડાય, પુરતા લાઈફ જેકેટ ના હોય જેના ઉપર તંત્રની દેખરેખ ના હોય અને પુરતા નિયમોનું પાલન થતુ ન હોય ત્યારે નિર્દોષ જનતાએ ભોગવવું પડે છે. તંત્ર અને સરકાર નક્કર અને જવાબદાર પગલા લે અને જે તે સરકારી મગરમચ્છો એ બેદરકારી દાખવી હોય તેમના ઉપર પણ ઉદાહરણ રૂપ પગલા લેવા જોઈએ.
વર્ષ
ડુબવાના કિસ્સા
ડુબવાથી થયેલ મૃત્યુ
વર્ષ
બોટ (હોડી) અકસ્માત ના કિસ્સા
બોટ (હોડી) અકસ્માત થી મૃત્યુ
૨૦૨૨
૧૮૬૧
૧૯૫૯
૨૦૨૨
૫
૧૧
૨૦૨૧
૧૬૦૮
૧૭૧૧
૨૦૨૧
૩
૯
૨૦૨૦
૧૭૯૮
૧૯૦૬
૨૦૨૦
૩
૯
૨૦૧૯
૧૮૧૦
૧૮૬૯
૨૦૧૯
૨૩
૩૧
૨૦૧૮
૧૬૩૩
૧૬૭૦
૨૦૧૮
૫
૫
કુલ
૮૭૧૦
૯૧૧૫
કુલ
૩૯
૬૫
—————
૧૮-૧-૨૦૨૪
· ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના મુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો.
· છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી
· આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે રાજ્ય-જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે કે બધા કૌભાંડોની જેમ વધુ એકવાર ભીનુ સંકેલાઈ જશે ? તે અંગે ભાજપ સરકાર જવાબ આપે.
· વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ દેવડ માટે માજી સરપંચોની ડિજિટલ સહીઓ નો ઉપયોગ ‘મેરી પંચાયત’ માં કઈ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. શું આ ગેરરીતિ-ગોલમાલની ગોઠવણ તો નથી ને ?
આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે રાજ્ય-જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે કે બધા કૌભાંડોની જેમ વધુ એકવાર ભીનુ સંકેલાઈ જશે ? તે અંગે જવાબની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા જણાવ્યું હતું કે, છોટા ઉદેપુરના બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાના વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવી છે. બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચઓ ના કાર્યકાળ સમાપ્ત થઈ જતાં સરપંચોની જગ્યા એ 19 પંચાયતોમાં વહીવટદારો પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી નિયુક્ત છે અને પંચાયતો ના વહીવટ સરપંચ ના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે. સરપંચોનો કાર્યકાળ સમાપ્ત થતાં તેઓ હવે માજી સરપંચ બની જાય છે કોઈ પણ વિકાસના કામો માં પંચાયતના નાણાંની લેવડ દેવડ માટે DSC (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ) નો ઉપયોગ સહી ના રૂપે કરવામાં આવે છે. બોડેલી તાલુકાની 19 પંચાયતો ના વહીવટમાં ‘મેરી પંચાયત’ એપ્લીકેશનમાં નાણાંકીય સહીથી કામગીરીનું સામે આવ્યું છે. પંચાયતોના નાણાંકિય વ્યવહારમાં જે તે બેંકમાં કોની સહીથી નાણાં ઉપાડાશે તે સુનિશ્ચિત કરવામાં આવે છે તો પછી હાલમાં વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ દેવડ માટે માજી સરપંચોની ડિજિટલ સહીઓ નો ઉપયોગ ‘મેરી પંચાયત’ માં કઈ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. શું આ ગેરરીતિ-ગોલમાલની ગોઠવણ તો નથી ને ? એકતરફ ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના મુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો. NIC (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર) જે કેન્દ્ર સરકારની વિશ્વાસપત્ર એજન્સી અને અન્ય કેન્દ્ર સરકારની સાથે સંકળાયેલી ઈલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન દ્વારા “મેરી પંચાયત” નામની એપ્લીકેશન ને જાહેર જનતા માટે ખુલ્લી મુકેલ છે. જેને દેશનો કોઈ પણ નાગરિક પ્લે સ્ટોર ઉપર થી આસાની થી ઇન્સ્ટોલ કરી શકે છે અને મોબાઇલ નંબર દ્વારા વેરિફાઇ કરવી કોઈ પણ જિલ્લા, તાલુકા ની કોઈ પણ પંચાયત ની વિગત “મેરી પંચાયત” એપ્લિકેશનના માધ્યમ થી મેળવી શકે છે જેમાં પંચાયત માં નાણાંકીય લેવડ દેવડ સહિત ગ્રામપંચાયત સબંધિત ઘણીબધી જાણકારી પ્રકાશિત થાય છે અને કોઈપણ નાગરિક પોતાની પંચાયતના વિકાસના કામોની વિગતો આ એપ્લીકેશનના માધ્યમથી મેળવી શકે છે. જે પૈકી બોડેલી તાલુકા ની 19 પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા ની અન્ય ગ્રામ પંચાયતોનો અભ્યાસ કરતાં બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞેશ રાઠવા ને ગંભીર બાબતો ધ્યાનમાં આવતા બોડેલી તાલુકાની 19 ગ્રામપંચાયતમાં નાણાં ઉપડવા માટે માજી સરપંચોની DSC (ડિજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) વાપરવામાં આવી છે તેવી માહિતી જોવા મળતા તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી બોડેલી ને 19 ગ્રામ પંચાયતો માં ક્યાં વ્યક્તિની DSC (ડિજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) વાપરવામાં આવેલી છે તેની વિગત માંગી હતી. બોડેલી તાલુકા પંચાયત ખાતે થી મળેલી વિગત માં વહીવટદારો ની ડિજિટલ સહી વાપરેલી છે તેવી લેખિત માહિતી મળી હતી. જેથી ઓનલાઇન એપ્લીંકેશન અને ઓફલાઇન મળેલી માહિતી માં મોટો તફાવત જોવા મળતા અને નાણાકીય લેવડદેવડમાં ગેરરીતિ થઈ હોવાની શંકા જતાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ને લેખિત માં મેમોરેન્ડમ આપી તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાજીજ્ઞેશ રાઠવા અને કોંગ્રેસ પક્ષના નેતાઅર્જુન રાઠવા સહિત સ્થાનિક નાગરિકો દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી. એપ્લકિશનમાં બોડેલી તાલુકા ઘણી બધી પંચાયતોમાં સરપંચો અને તલાટીઓ ના મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ કોઈ એકજ વ્યક્તિના હોય તેવું જોવા મળે છે એ ક્યાં કારણે હોય તે તપાસનો વિષય છે. આ તમામ માહિતી જોતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ખુલ્લી મૂકાયેલી એપ્લીકેશનમાં ખોટી વિગત પ્રકાશિત થાય છે ? શું માજી સરપંચોની જાણ બહાર તેઓની ડિજિટલ સહીઓ વાપરેલી છે ? કાર્યકાળ પૂરો થયા પછી સહી કાયદેસર વાપરી શકાય કે નહીં ? શા માટે તાલુકાની ઘણીબધી પંચાયતો માં એક જ મોબાઇલ નંબર અને ઈમેલ આઈ.ડી કેમ એકજ વાપરવામાં આવ્યા? શું એકજ મોબાઈલ નંબર અને ઈમેલ વાપરી કોઈ ગેરરીતિ થઈ કે કેમ ? શા કારણે આદિવાસી વિસ્તારમાં જ આવા ગંભીર પ્રકારના ગેરરીતિ-ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે તે પ્રશ્નનો જવાબ આદિવાસી સમાજના સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી છે.
——–
૧૭-૧-૨૦૨૪
અમદાવાદ જીલ્લાના માંડલની હોસ્પીટલમાં અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી ભાજપ સરકારનો આરોગ્ય વિભાગ અંધાપા કાંડ, દ્રષ્ટિ ગુમાવવાની ગંભીર ઘટના છતાં વધુ એક અંધાપા કાંડ થાય તેની રાહ જોતુ હોય તેમ ઉંઘી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દ્રષ્ટિ ગુમાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં આરોગ્ય સેવાના કરોડો રૂપિયાના બજેટની જાહેરાત કરતી ભાજપ સરકારે રાજ્યમાં જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલોનું માળખું તોડી નાખ્યું છે. કરોડો રૂપિયાના ટેન્ડર દ્વારા બાંધકામ અને સાધનો ખરીદીમાં વિશેષ રસ દાખવતું આરોગ્ય વિભાગ દર્દીઓને સારી સારવાર મળે તે માટે ચિંતા કરતું હોય તેમ જણાતું નથી. ગુજરાતમાં પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અને રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં લાંબા સમયથી નિષ્ણાંત ટેકનેશીનીયનો, લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ પર કાયમી ભરતી ના કરીને તમામ જગ્યાએ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ દાખલ કરી દીધી છે જેના લીધે આરોગ્ય સેવાઓ ઉપર મોટી અસર પડી રહી છે અનેક હોસ્પિટલોમાં મોઘા સાધનો છે પણ ઓપરેટ કરવાવાળા ટેકનેશીનીયનો અને કર્મચારીઓની ખાલી જગ્યાથી મુશ્કેલી ઉભી થઈ રહી છે. જુન 2021માં સુરતમાં સૌથી વધુ લોકોને સારવાર દરમ્યાન આંખની દ્રષ્ટિ ગુમાવવાથી લઈને ઝાખપ આવી ગઈ હોય તેવી તકલીફો સામે આવી હતી. અમરેલીમાં 2022માં સિવિલ હોસ્પીટલમાં 13 લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે સમયે વ્યાપક ઊહાપોહ હોવા છતાં તંત્ર માત્ર કમીટી નીમીને સંતોષ માન્યો હતો. આજદિન સુધી સરકાર નિયુક્ત સમિતિનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી એટલુ જ નહીં પણ અહેવાલમાં જે નિષ્ણાંતોએ ભલામણો કરી હતી તેને અમલવારી કરી હોત તો આજે અમદાવાદ જીલ્લાના માંડલમાં બનેલા અંધાપા કાંડને રોકી શકાત. રાજકોટ, આણંદ, નડિયાદ ખાતે ગંભિર ઘટનાઓમાં મોતીયાના ઓપરેશન દરમ્યાન દ્રષ્ટિ ગુમાવવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જ્યારે જ્યારે અંધાપા કાંડ જેવી ઘટનાઓ સામે આવે, ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના દર્દીઓ આંખ ગુમાવે ત્યારે સરકાર એક જ જાહેરાત કરશે કે મદદ કરીશું પણ દ્રષ્ટિ પરત મળતી નથી. આંખ ગુમાવવાની વેદના એ વ્યક્તિ જ સમજી શકે. અમરેલીમાં ઘટના બની ત્યારે શાંતાબા હોસ્પિટલ ખાતે 13 લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. રાજ્ય સરકારે ઓગસ્ટ 2023માં તપાસની જાહેરાત પણ કરી હતી. આજદિન સુધી અહેવાલ આવ્યો કે નહીં તેની વિગતો મળતી નથી. આટલી ગંભિર અંધાપા કાંડ જેવી ઘટના છતાં સરકારે નિષ્ણાંતોની સમિતિનો અહેવાલ અભેરાઈ એ ચઢાવી દીધો હોય તેમ જણાય છે. અમરેલીની ઘટનામાં એક દર્દી જેમને અંધાપો આવ્યો છે એ બાબુ ધાનાણીને આજદિન સુધી સરકારે જાહેરાત કરેલ મુજબ વળતર પણ મળ્યું નથી અને એક કચેરીએથી બીજી કચેરીએ ધક્કા ખાઈ રહ્યાં છે. ત્યારે દુર્ઘટના પછી લીપાધોપી કરતી ભાજપ સરકાર અંધાપા કાંડનું પુનરાવર્તન ન થાય તે માટે લાંબાગાળા અને ટૂંકાગાળાના સુરક્ષાલક્ષી પગલા ક્યારે ભરશે ? તેનો જવાબ આપે.
———
૧૭-૧-૨૦૨૪
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જિલ્લા-શહેરના આગેવાનો પાસેથી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર/જિલ્લો, પોરબંદર શહેર / જિલ્લો, ગીરસોમનાથ, જામનગર શહેર / જિલ્લો, અમરેલી, રાજકોટ શહેર / જિલ્લો, બોટાદ, અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના સંગઠન સંકલન બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતાં. સ્થાનિક સમિકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલ નામો ને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવા માં આવશે. જિલ્લા માં થી યોગ્ય નામ આવે તે માટે ગુપ્ત રીતે નામ માંગવા માં આવ્યા હતા. લોકસભા ના ઉમેદવાર સાથે લોકસભા ની ચુંટણી માટે અભિપ્રાય સાથે ત્રણ રચનાત્મક અને સંગઠનાત્મક સૂચન માંગવા માં આવ્યા હતા. લોકો ના આશીર્વાદ થી લોકો માટે સંસદ માં ગુજરાત નો અવાજ ઉઠાવે એ માટે સારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પક્ષને નુકશાન ના થાય અને કાર્યકરોની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી શકે તેવો એક નવતર પ્રયત્ન છે. સંગઠન માં બદલાવ ને લઈ ને ટૂંક સમય માં જ સંગઠનમાં ફેરફાર થશે. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખ અને સંગઠન માં નિમણુક કરવા માં આવશે.જે લોકો હાલમાં જવાબદારી થી મુક્ત થવા માંગતા હશે જિલ્લા-શહેરમાં ફેરફાર હાથ ધરાશે.
જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટર ની તમામ નિમણુક ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ કરવામાં આવશે. ૨૦ ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠનાત્મક સંમેલનો પૂર્ણ કરવા માં આવે ત્યાર બાદ રાજ્ય કક્ષા નું કાર્યકર્તા સંમેલન યોજવા માં આવશે. આવનારી ભારત જોડો ન્યાય યાત્રા ની તૈયારી ની સમીક્ષા ઉપર ચર્ચા કરવા માં આવી હતી. ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાંથી જે જે જિલ્લા-વિસ્તારમાંથી પ્રસાર થાય ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો સહિત તમામ સામાજીક, સ્વૈચ્છિક સંગઠનના કાર્યકર્તાઓ વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન કરીને પ્રયત્ન કરવાનો છે. ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય માટેની આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ એ દિશામાં કામ કરશો તેવી અપેક્ષા છે. મતદાન યાદી અપડેટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે, તમામ ને આ કવાયત માં સક્રિય રીતે ભાગ લેવાનું આહવાન કરવામાં આવ્યું. ‘ દેશ માટે દાન ‘ મુહિમ માં ભાગ લઈ વધુ માં વધુ યોગદાન આપવા કાર્યકર્તા આગેવાનો ને અપીલ કરવા માં આવી હતી.
સંગઠન સંકલન બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, વરિષ્ઠ આગેવાનમધુસુદન મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખઅને ધારાસભ્યઅર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીબી. એમ. સંદીપ, ઉષા નાયડુ, કાર્યકારી પ્રમુખઅમરીશ ડેર, લલીત કગથરા, ડૉ. ઇન્દ્રવિજય ગોહિલ, પૂર્વ સાંસદવિક્રમ માડમ, શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રભારીઓ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષે સંગઠનલક્ષી શરૂ કરેલ પાયાની કામગીરી અને આગામી લોકસભા ચૂંટણી અંગે ધ્યાન લઈ રચનાત્મક સૂચનો કર્યા હતા.
———-
૧૭.૦૧.૨૦૨૪
“સૌનો સાથ સૌના વિકાસ” નો રસ્તો એક જ છે, જે ખેતરથી નીકળી ગામડામા થઈ શહેરમાથી પસાર થઈને સચિવાલય સુધી પહોંચે છે. ભાજપા સરકાર આ રસ્તાઓનું ભાન ભુલી છે.
મોદી સરકારમા કેન્દ્રીય બજેટમા ફાળવતા રૂપિયાના મોટા આંકડા અને ભાજપા નેતાઓના વચનો અને દાવામા પોકળ સાબિત થયા.
કેન્દ્રીય બજેટમા સતત ઘટતુ કૃષિ બજેટ, ૨૦૨૧-૨૨મા કુલ બજેટના ૩.૭૮ % ઘટીને ૨૦૨૩-૨૪ મા માત્ર ૨.૭૮ % કર્યું.
છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે ફાળવેલ બજેટના કરોડો રૂપિયા વણવપરાયા સરકારની તેજુરીમાં જમા થયા,કુલ આંકડો ૧ લાખ કરોડ રૂપિયા કરતા વધુ.
૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક તો બમણી કરવાની તો દૂર રહી પરંતુ મોદી સરકારના અમૃતકાળના દિવસોમાં દેશનો અન્નદાતા ભારત સરકારના આંકડા મુજબ રોજના માત્ર ૨૭ રૂપિયા કમાણી કરતો થઈ ગયો જે મનરેગાના રોજમદાર કરતા પણ ઓછી અને કરુણતા એ છે કે રોજ રાત પડેને ૩૦ અન્નદાતા આત્મહત્યા કરે છે (૨૦૧૬ આંકડા મુજબ), હકીકતનો સામનો કરવામાં કાયર ભાજપા સરકારમા છેલ્લા ૬ વર્ષથી આ આંકડા જાહેર કરવાની હિમંત નથી.
છેલ્લા પાંચ વર્ષના કૃષિ બજેટમાં ફાળવાયેલા કૂલ રૂપિયા સામે વણવપરાયેલા રૂપિયા.
વર્ષ ફાળવેલ રૂ વણવપરાયેલ રૂ
૨૦૧૮-૧૯. ૧.૩૨ cr. ૨૧,૦૦૦
૨૦૧૯-૨૦. ૧.૩૮ cr ૩૪,૫૧૭
૨૦૨૦-૨૧. ૧.૩૪ cr. ૨૩,૮૨૪
૨૦૨૧-૨૨. ૧.૨૩ cr. ૫,૧૧૨
૨૦૨૨-૨૩. ૧.૨૪ cr. ૨૧,૦૦૦
છેલ્લા ત્રણ વર્ષના કૂલ બજેટમા સતત ઘટતુ કૃષિ બજેટ.
વર્ષકુલ બજેટના % કૃષિ બજેટ
૨૦૨૧-૨૨ ૩.૭૮
૨૦૨૨-૨૩.૩.૩૬
૨૦૨૩-૨૪૨.૭૮
દેશના બજેટમા સતત ઘટતુ કૃષિ બજેટ અને વણવપરાયેલા નાણા સરકારમાં પરત જવા એ મોદી સરકારની ખેડૂતો પ્રત્યે ની માનસિકતાનો પરિચય આપે છે.
પરંતુ આપણે યાદ રાખવુ રહે કે દેશમાં ૪૨ % જનસંખ્યા ખેતી ઉપર ગામડામા જીવે છે, એટલ કોઈપણ ખેતી પ્રધાન દેશના વિકાસનો રસ્તો ખેતરથી નીકળી ગામડામાં થઈ શહેરમા પસાર થઈને સચિવાલય સુધી પહોંચે છે. આમ “સૌનો સાથ સૌના વિકાસ” માટેનો આ સિવાય બીજો કોઇ રસ્તો જ નથી.
OECD (ધ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ) ના આંકડા કહે છે, કૃષિ ઉત્પાદનની નિકાસ-આયાત પર પ્રતિબંધ કારણે ભારતના ખેડૂતોને ૧૪ લાખ કરોડ રૂપિયાની નુકશાની ગઈ છે.ભારત સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે દેશના કિસાનો કોર્પોરેટ્સનો ખોરાક બની ગયા અને કરોડો રૂપિયાની આર્થિક નુકશાની ભોગવી અને પાયમાલ બન્યા છે..
૫૦ % જનતા સીધી રીતે ખેતી સાથે જોડાયેલી છે છતાં ખેતી ઉપર સરકારનો રવૈયો નકારાત્મક છે જે દેશના અન્નદાતાનું દુર્ભાગ્ય માની શકાય.
એક લાખ કરોડ રૂપિયાનું વણવપરાયેલું બજેટ ડુંગળી,ટામેટા અને બટેટા જેવા પાક પકવતાં ખેડૂતોને MSP આપવામાં ફાળવ્યા હો’ત તો દેશની ખેતીનો નજારો બદલી જા’ત….
દેશના પ્રધાનમંત્રીએ ત્રણ કૃષિ કાનૂન ક્ષમા માંગીને પરત લીધા ત્યારે MSP માટે એક સમિતિ ગઠન કરવાની બાહેંધરી આપી હતી આ સમિતિ ઉપર આજ સુધી કોઇ પ્રગતિ નથી એજ સાબિત કરે છે કે મોદી સરકાર ખેડૂતને MSP આપવામાં ગંભીર નથી..
——
૧૭-૧-૨૦૨૪
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ભાજપના પ્રમુખડાભી બચુ સોમા અને થાનગઢ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષા ડાભી સવુ બચુ આજરોજ વિધીવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષના ખેસ પહેરીને જોડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના કાર્યકરો સાથે ભાજપ સાથે છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા ડાભી બચુ સોમા એ જણાવ્યું હતું કે, અનેક વચનો-વાયદા કરનારી ભાજપે જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપે ખોટી વાતો કરીને ભરમાવ્યા હતા. હવે સંઘર્ષ કરીને સ્થાનિક નાગરિકો માટે કામ કરશું.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાઅમિત ચાવડા, ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીબી.એમ. સંદીપ, ઉષા નાયડુ, કાર્યકારી પ્રમુખઋત્વિક મકવાણા, લલીત કગથરા, પૂર્વ ધારાસભ્યનૌશાદ સોલંકી, થાનગઢના આગેવાનમંગળુ ભગત, ભૂપત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાના યજ્ઞમાં જોડાયેલ તમામને આગામી સમયમાં સક્રિય યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
————
૧૬-૧-૨૦૨૪
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના સંગઠન પ્રભારી સાંસદ મુકુલ વાસનિક જી એ જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટર ની તમામ નિમણુક ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ કરવા માં આવે. ૨૦ ફેબ્રુઆરી સુધી માં દરેક જિલ્લાઓ માં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કરવા માં આવે ત્યાર બાદ રાજ્ય કક્ષા નું કાર્યકર્તા સંમેલન યોજવા માં આવશે. આવનારી ભારત જોડો ન્યાય યાત્રા ની તૈયારી ની સમીક્ષા ઉપર ચર્ચા કરવા માં આવી હતી. ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાંથી જે જે જિલ્લા-વિસ્તારમાંથી પ્રસાર થાય ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો સહિત તમામ સામાજીક, સ્વૈચ્છિક સંગઠનના કાર્યકર્તાઓ વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન કરીને પ્રયત્ન કરવાનો છે. ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય માટેની આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ એ દિશામાં કામ કરશો તેવી અપેક્ષા છે. મતદાન યાદી અપડેટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે, તમામ ને આ કવાયત માં સક્રિય રીતે ભાગ લેવાનું આહવાન કરવામાં આવ્યું. ‘ દેશ માટે દાન ‘ મુહિમ માં ભાગ લઈ વધુ માં વધુ યોગદાન આપવા કાર્યકર્તા આગેવાનો ને અપીલ કરવા માં આવી હતી.
કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિ ગોહિલએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જિલ્લા-શહેરના આગેવાનો પાસેથી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સમિકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલ નામો ને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવા માં આવશે. જિલ્લા માં થી યોગ્ય નામ આવે તે માટે ગુપ્ત રીતે નામ માંગવા માં આવ્યા હતા. લોકસભા ના ઉમેદવાર સાથે લોકસભા ની ચુંટણી માટે અભિપ્રાય સાથે ત્રણ રચનાત્મક અને સંગઠનાત્મક સૂચન માંગવા માં આવ્યા હતા. લોકો ના આશીર્વાદ થી લોકો માટે સંસદ માં ગુજરાત નો અવાજ ઉઠાવે એ માટે સારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પક્ષને નુકશાન ના થાય અને કાર્યકરોની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી શકે તેવો એક નવતર પ્રયત્ન છે. સંગઠન માં બદલાવ ને લઈ ને ટૂંક સમય માં જ સંગઠનમાં ફેરફાર થશે. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખ અને સંગઠન માં નિમણુક કરવા માં આવશે.જે લોકો હાલમાં જવાબદારી થી મુક્ત થવા માંગતા હશે જિલ્લા-શહેરમાં ફેરફાર હાથ ધરાશે.
સંગઠન સંકલન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખજગદીશ ઠાકોર, સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીબી. એમ. સંદીપ, ઉષા નાયડુ, સોનલ પટેલ, સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, નારણ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાસુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, કાર્યકારી પ્રમુખઇન્દ્રવિજય ગોહિલ, શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રભારીઓ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષે સંગઠનલક્ષી શરૂ કરેલ પાયાની કામગીરી અને આગામી લોકસભા ચૂંટણી અંગે ધ્યાન લઈ રચનાત્મક સૂચનો કર્યા હતા.
————
૧૨-૧-૨૦૨૪
· કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલની સરકાર જાહેરાત કરતા સદંતર વિપરીત બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી.
· ચાર-ચાર મહિના વિતી ગયા છતા કોમન યુનિવર્સિટી એક્ટ અમલ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળઃ દરેક યુનિવર્સિટી પોતાના અર્થઘટન મુજબ કામ કરી રહી છેઃ નાણાંકીય અને શૈક્ષણીક કૌભાંડો ચિંતાનો વિષય.
· રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ અન્વયે ત્રણ વર્ષ જેટલા સમય છતા રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવીઓ પ્રસંગે અનેક વિસંગતતા.
રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં એડમીશન પ્રક્રિયા માટે કોમન પોર્ટલ અંગે રાજ્ય સરકારની જાહેરાતની પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ સ્વતંત્ર પ્રવેશની જાહેરાત કરી દીધી છે ત્યારે, ૨૦ વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકાર પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી અંગે સમયબધ્ધ, પારદર્શક અને ગુણવત્તા યુક્ત વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, ગુજરાતની શૈક્ષણીક વ્યવસ્થામાં જુદા જુદા મનઘડંત નિર્ણય કરીને અનેક વિસંગતતા ઉભી કરવામાં શિક્ષણ વિભાગ ખુદ જ કાર્યરત હોય તેમ જણાય છે. રાજ્યની નિતિ નિયમો અલગ અલગ છે. કોમન એડમીશન પોર્ટલ પાછળનો હેતુ મોટાપાયે ડેટા કલેક્શનનો હોય તેવુ જણાય છે. કોમન એડમીશન પોર્ટલ થી સૌથી નુકસાન ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્થાનિક અભ્યાસ થી વંચિત રહેવુ પડે તેવી શક્યતા જણાય છે.
ગુજરાતમાં આવેલી જુદી જુદી યુનિવર્સિટીઓનું ભૌગોલિક મહત્વ હોય છે અને સાથોસાથ, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની સ્થાનિક પસંદગી પણ એટલી કેન્દ્ર સ્થાને હોય છે. કોમન એડમીશન પોર્ટલ માત્ર ૧૪ સરકારી યુનિવર્સિટીઓ માટે જ લાગુ કરવામાં આવેલ છે. હકીકતમાં રાજ્ય સરકારની નિતિ નિયમ સાફ હોય અને કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓ હોય તો પછી ખાનગી યુનિવર્સિટીઓ મનફાવે તેમ સીધી ફી સ્વીકારતી હોય તેવી વ્યવસ્થાનો ભોગ સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બની રહ્યા છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની કાર્યવાહીમાં અતિ વિલંબ થાય છે. બીજીબાજુ, પ્રવેશ નહિ મળે તેવા ભયથી દેખા-દેખીમાં ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ મેળવી લે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉંચા ટકાવારી છતાં ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફી ભરવા મજબૂર બને છે.
રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થમાં પૂરતા અભ્યાસ કર્યા વિના નિર્ણયો કરવાથી હજારો વિદ્યાર્થીઓ ભોગ બને છે ત્યારબાદ, પાંચ વર્ષે નિર્ણય પરત ખેંચવાની રાજ્ય સરકારને ફરજ પડી છે જેમકે માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક સેમેસ્ટર સીસ્ટમ, ગુજકેટ, જેઈઈ, નીટ જેવા ગંભીર અને કારકિર્દી બઢતી પ્રવેશ પરીક્ષા અંગે પણ અનેક વખત શિક્ષણ વિભાગ બદલવાની ફરજ પડી છે.
કોમન એડમીશન પોર્ટલમાં રજિસ્ટ્રેશન માટે રૂ. ૩૦૦ જેટલી માતબર ફી નક્કી કરવામાં આવી છે તે ઘટાડવી જોઈએ. ઈજનેરી, ફાર્મસી અને મેડીકલ-પેરા મેડીકલ સહિતના અભ્યાસક્રમો માટેની પ્રવેશ સમિતિ લાખો રૂપિયા પ્રવેશ ફોર્મ ફી પેટે વસૂલ કરે છે આવા પ્રકારની નફાખોરી પર રોક લાગવી જોઈએ.
—————
૧૨–૧–૨૦૨૪
· કોંગ્રેસના જનસંવાદ કાર્યક્રમને જુનાગઢના લોકોનું જબરદસ્ત સમર્થન.
· જુનાગઢમાં કોંગ્રેસ પક્ષની વિશાળ બાઈક રેલી, મોટી સંખ્યામાં જનસંવાદ કાર્યક્રમ અને ત્યારબાદ લાંબી પદયાત્રા યોજાઈ.
· હિન્દુ સનાતન ધર્મમાં પૂ. શંકરાચાર્યજી મહારાજ સર્વોત્તમ સ્થાન પર છે અને શાસ્ત્રોની બાબતમાં તેમનો નિર્ણય આખરી છે ત્યારે પૂ. શંકરાચાર્યજી મહારાજે જ જણાવ્યું છે કે જે મંદિરનું કામ પૂર્ણ ન થયું હોય ત્યાં પ્રતિષ્ઠા ન થઈ શકે.
· પૂ. શંકરાચાર્યજી મહારાજની વાતને ઉથાપીને માત્ર ચૂંટણીલક્ષી રામમંદિરના નામે ભાજપ ઈવેન્ટ કરે છે, જે સ્વીકાર્ય નથી.
· પૂ. શંકરાચાર્યજી મહારાજના જણાવ્યા મુજબ સંપૂર્ણ મંદિરનું કામ પૂર્ણ થાય અને શાસ્ત્રોક્ત રીતે વિધિ સંપન્ન થયા બાદ કોંગ્રેસ પક્ષનો દરેક વ્યક્તિ રામમંદિરના દર્શને જરૂર જશે.
· શંકરાચાર્યજી મહારાજઓ પણ જ્યારે અધુરા મંદિરની પ્રતિષ્ઠાથી સહમત થતા નથી અને ભાજપની ચૂંટણીલક્ષી ઈવેન્ટમાં હાજર રહેવાના નથી ત્યારે કોઈપણ સાચો હિન્દુ ભાજપની ઈવેન્ટમાં હાજર રહી શકે નહીં.
જુનાગઢ ખાતે કોંગ્રેસ પક્ષના જનસંવાદ કાર્યક્રમમાં મળેલા ખૂબ મોટા સહકાર અને સમર્થન બદલ જુનાગઢની જનતાનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશક્તિજી ગોહિલે આભાર માન્યો હતો. ગઈકાલ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ને ગુરૂવારના રોજ જુનાગઢ ખાતે જુનાગઢના લોકપ્રશ્નો અને લોકોની સમસ્યા અંગે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાન મિત્રોએ મોટર સાયકલની રેલી દ્વારા શક્તિજી ગોહિલનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ખૂબ વિશાળ સંખ્યામાં ઝાંસીની રાણીની મૂર્તિ પાસેના ચોકમાં લોક પ્રશ્નો માટેનો સંવાદ યોજવામાં આવ્યો હતો.
લોક સંવાદ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિજી ગોહિલે સ્થાનિક લોકોના પ્રશ્નોને સાંભળીને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન સામાન્ય માણસની સુવિધા અને મદદ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હતી. કમનસીબે આજે ભાજપ સરકારના શાસનમાં સ્થાનિક લોકપ્રશ્નોની અનદેખી થાય છે. માલધારીઓને ફોરેસ્ટના ડુંગરમાં ચરાણ તેમજ ઘાસ માટેના પાસ આપવામાં આવતા હતા, જે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. પાણીના નિકાલની જગ્યાઓએ જુનાગઢમાં ભાજપના જ મળતીયા લોકોએ દબાણ કર્યા હોવાના કારણે થોડા જ વરસાદમાં પણ જુનાગઢ શહેરમાં પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતો, માલધારીઓ અને નાના ધંધા-રોજગારવાળાને ન કલ્પી શકાય તેટલું નુકસાન થયું છે, પરંતુ તેને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી.
જુનાગઢ ખાતેની જનસંવાદ સભામાં બોલતા વિશેષમાં શક્તિજી ગોહિલે જણાવ્યું હતું કે, હિન્દુ સનાતન ધર્મમાં આખરી નિર્ણય અને સર્વોત્તમ સ્થાન શંકરાચાર્યજી મહારાજનું છે. જ્યારે “શંકરાચાર્યજી મહારાજે જણાવ્યું હોય કે જે મંદિરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું ન હોય તેની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે.” આમ છતાં ચૂંટણીઓ આવતી હોઈ માત્ર રાજકીય લાભ માટે ભાજપ રામમંદિરની ઈવેન્ટ કરી રહી છે. જે પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત રીતે યોગ્ય નથી તેમ કહીને શંકરાચાર્યજી મહારાજ ભાજપની પ્રચાર માટેની શાસ્ત્રોથી વિરુદ્ધ મંદિરના નામે થઈ રહેલ ઈવેન્ટમાં જવાના ન હોય ત્યારે કોંગ્રેસ પક્ષે રામ ભગવાનમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા દર્શાવતા ભાજપની ઈવેન્ટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ભગવાનના ઘરે (મંદિરે) જવા માટે કોઈ આમંત્રણની જરૂર ન હોય. કોંગ્રેસ પક્ષના એક-એક વ્યક્તિ સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને શંકરાચાર્યજી મહારાજની અનુમતિ અને મુલાકાત થયા બાદ અમે પણ બધા રામમંદિરના દર્શનનો લાભ અવશ્ય લઈશું. દરેક હિન્દુ દેવી-દેવતાઓની પૂજા મોક્ષની પ્રાપ્તિ માટે કરે છે, પરંતુ કોઈ મતોની પ્રાપ્તિ માટે કોંગ્રેસ પક્ષનો વ્યક્તિ દેવી-દેવતાઓને શેરીઓમાં રઝળાવતો નથી. ભાજપ કામના નામે મત લઈ શકે તેમ નથી, કારણ કે કામના બદલે કારનામાં કર્યા છે, એટલે રામના નામે રોટલો શેકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષનો દરેક વ્યક્તિ પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે શંકરાચાર્યજી મહારાજ કે જેઓ હિન્દુ ધર્મના પ્રચાર, પ્રસાર અને યોગ્ય નિર્ણય માટે સર્વોત્તમ સ્થાન પર છે તેમની વાતને સંપૂર્ણ રીતે સ્વીકારે છે.
લોકપ્રશ્નો મેળવ્યા બાદ લોકપ્રશ્નોને લઈને એક લાંબી પદયાત્રા કરીને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદવિક્રમ માડમ, ધારાસભ્યવિમલ ચુડાસમા, અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્યો સર્વપુંજા વંશ, ભીખા જોશી, બાબુ વાજા, ભીખુ વારોતરીયા, ચંદ્રિકા ચુડાસમા, પરબત ચાવડા, હમીર ધુળા, ઈન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખહીરા જોટવા, કિસાન સેલના ચે
———-
૧૦-૦૧-૨૦૨૪
· 5 ટ્રીલીયનની અર્થવ્યવસ્થા અને ખેડુતોની આવક બમણીના ખોટા વાયદા વચ્ચે ભારતમા કપાસનુ ઉત્પાદન અને ગુણવત્તા ઘટી.
· મોદી સરકારની ખેતી વિરોધી વલણને કારણે જાહેર કરેલી બે ડઝન યોજના છતાં ૨૦૨૩-૨૪ મા કપાસ ઉત્પાદન છેલ્લા દસ વર્ષના તળીએ.
· ૨૦૧૪ મા કપાસનો ભાવ ૧૪૦૦ રુપિયા પ્રતિ ૨૦ કિગ્રા હતો અને આજે દસ વર્ષ પછી ૧૪૦૦ રુપિયા ભાવ મળતા હોવાને કારણે ખેડુતોના આત્મહત્યાના બનાવો વધ્યા છે..
આ વર્ષે માત્ર ૨૯૪ લાખ ગાસડી કપાસના ઉત્પાદનનો અંદાજ છે જે ગત વર્ષની સરખામણીમા ૭ થી ૮ % ઓછુ હશે.ભારતમા ૨૦૧૩-૧૪મા સૌથી વધુ ઉત્પાદન ૫૭૫ કીગ્રા પ્રતિ હેકટર નોંધાયુ હતુ.ત્યાર બાદ સતત ઘટતુ જાય છે.છેલ્લા દાયકામા ૩૦ % ઉત્પાદનમા ઘટાડો થયો છે.
ભારતમા આશરે ૧૨૫ લાખ હેકટર્સ વિસ્તારમા કપાસનુ વાવેતર થાય છે જે વિશ્વના કુલ વાવેતર વિસ્તારના ૩૨ % છે. એક અંદાજ મુજબ આ વર્ષે ૨૦૨૩-૨૪ મા ૧૫ વર્ષનુ સૌથી ઓછુ એટલે હેકટર દીઠ ૩૯૧ કિગ્રા ઉત્પાદન મળવાની શક્યતા છે જ્યારે વિશ્વ સ્તરે સરેરાશ ૬૭૦ થી ૬૮૦ કિગ્રા પ્રતિ હેકટર ઉત્પાદન નોંધાય છે.
ભારતમા કપાસનુ ઉત્પાદન અને ગુણવત્તા સતત ઘટવાનુ પ્રમુખ કારણ ભાજપાની ખેડુત વિરોધી નિતીઓ..
Ø કૃષિ નિષ્ણાંતોના મતે ભારતમા કપાસનુ ઉત્પાદન ઘટવુ ચિંતાજનક.
Ø છેલ્લા એક દાયકાથી કપાસની સક્ષમ ઉત્પાદન ધરાવતી નવી સુધારેલી જાતો બહાર પાડવાની જવાબદારીમાથી રાજ્ય અને કેન્દ્ર સરકારે હાથ બહાર કાઢીને ખાનગી બીજ ઉત્પાદકોના ભરોશે ખેડુતોને છોડી દીધા અને છેલ્લા એક દાયકાથી કપાસમા બીજમા રાજ્ય કે કેન્દ્ર સરકારની કૃષિ યુનિ. એ કોઇ નવુ સંશોધન આપ્યુ નથી.
Ø કૃષિ પાકમા ઉત્પાદનને અસર કરતુ મહત્વનુ પરિબળ બીયારણ છે, હાલના અનઅધિકૃત બિયારણો વેચતા ખાનગી બીજ ઉત્પાદકો ઉપર સરકારનો કોઇ કાબુ નથી એટલે ગુણવત્તા વગરના બિયારણોને કારણે પાક નિષ્ફળ જાય છે અને ખેડુતો આર્થિક નુકશાની ભોગવે છે,
Ø ભારતમા ૭૦ % કપાસની બિન પિયત ખેતી છે, છેલ્લા દાયકામા પિયત વાવેતર વિસ્તારમા વધારો કરવાના કેન્દ્ર સરકારે કોઇ પ્રયાસો ન કર્યા. ઉપરાંત ખેતી માટે વિજળીની સમસ્યા ઉકેલવામા પણ કેન્દ્ર સરકાર ગંભીર નથી.
Ø કપાસના પાકનુ ઉત્પાદન વધે કે કપાસની ગુણવતા સુધારવા માટે કોઇ ખાસ સંશોધન છેલ્લા દસ વર્ષમા કેન્દ્ર સરકારના પ્રયાસોથી વિકસાવવામા આવ્યુ નહી.
Ø કપાસના પાક ઉત્પાદનમા ઉપર બિયારણ પછી સૌથી મહત્વનુ પરિબળ પાક સરક્ષણ અને પાક સુરક્ષા છે. કપાસના પાકને ગુલાબી ઇયળ સામે સંરક્ષણ આપવુ અને ભુંડ,રેઢીયાર પશુઓ કે જંગલી જાનવર સામે સુરક્ષાની બાબત ગંભીર સમસ્યા છે,આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે કોઇ પગલા ભરેલ નથી.
Ø મોન્સાન્ટો કંપનીની જીએમ ટેકનોલોજીની જાતો બે દાયકાથી ભારતમા વાવતર થાય છે અને ૨૦૧૪ પછી કપાસ ઉત્પાદન અને ગુણવત્તા બન્ને ઘટી છે, છતાં સરકારી કૃષિ યુનિ.ઓ યોગ્ય ભલામણ કરવામા પણ નિષ્ફળ ગઈ છે.
Ø ૨૦૧૭ મા મોન્સાન્ટો કંપનીએ પોતાની ટૅકનોલોજીને ભારતમાથી ડી રેગ્યુલેટ કરી દીધી છે,એટલે કે ટેકનોલોજીના માલીકે પોતાની જવાબદારીમાથી હાથ બહાર કાઢી લીધા છે છતા તેની જ ટેકનોલોજીવાળી બોલગાર્ડ જાતો ૨૦૧૭ પછી પણ ભારતના ખાનગી બીટી કપાસ બીજ ઉત્પાદકો બેફામ ખેડુતોને વેચે છે. ખેડુતોને પાક સુરક્ષાનુ કોઇ કવચ સરકાર તરફથી નથી.
Ø ભારતમા કેન્દ્ર સરકારે ખેડુતોના જોખમે ખાનગી બીટી બીજ ઉત્પાદકોને વેચાણ માટે છુટ આપેલ. ઉપરાંત ભારતમા મોદી સરકારે જીએમ ટેકનોલોજીમા તેની સમાંતર કૃષિ સંશોધન કરી કપાસની ઉત્તમ ગુણવત્તાવાળી નવી જાતો ખેડુતોને આપવામા નિષ્ફળ ગઈ.
Ø કપાસની ખેતી દેશના મુખ્ય ૬ રાજ્યોમા થાય છે તે તમામ રાજ્યોમા કપાસના પાક સંગ્રહ માટે અદ્યતન માળખાગત સુવિધાનો અભાવ છે.જેથી પાકના બગાડ અને ગુણવત્તાના પ્રશ્નો ઉભા થાય છે અને તેની ભાવ ઉપર સીધી અસર થાય છે, અને માળખાગત સુવિધાના અભાવે આંતરાષ્ટ્રીય બજારમા કપાસના પુરતા ભાવ મળતા નથી.
————
૧૦-૦૧-૨૦૨૪
11 જાન્યુઆરી, 2024ને ગુરુવારના રોજ જૂનાગઢ ખાતે કોંગ્રેસ પક્ષનો લોક પ્રશ્નો માટેનો જનસંવાદ કાર્યક્રમ યોજાશે તેમજ જૂનાગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નોને લઈને “જન અધિકાર પદયાત્રા” સ્વરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશક્તિ ગોહિલ 11 જાન્યુઆરી, 2024ને ગુરુવારના રોજ જૂનાગઢ ખાતે જશે. જૂનાગઢ ખાતે તેમના આગમન સમયે યુવક કોંગ્રેસના મિત્રો દ્વારા બાઈક રેલી મારફત તેમનું સ્વાગત કરવામાં આવશે. બપોરે એક કલાકે જુનાગઢમાં આવેલ ઝાંસીની રાણીની પ્રતિમા પાસેના ચોકમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ, શુભચિંતકો તથા આમ જનતા સાથે લોકપ્રશ્નો માટે જનસંવાદ યોજવામાં આવશે. જૂનાગઢ શહેર અને જિલ્લાના અનેક પ્રશ્નોની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો, નાના વેપારીઓ, કાચા અને સામાન્ય ઘરોમાં રહેતા નાગરિકો તેમજ અન્ય લોકોને પારાવાર નુકસાન થયું છે, પરંતુ આ થયેલ નુકસાનની ચુકવણી હજુ સુધી કરવામાં આવેલ નથી. જૂનાગઢની હોસ્પિટલમાં અદ્યતન સાધનો ટેકનીશ્યનના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે અને લોકોને સહન કરવું પડે છે. જુનાગઢ શહેરના રસ્તાઓ અને ભાજપની ભયમુક્ત ભ્રષ્ટાચારની પ્રવૃત્તિના કારણે પાણી નિકાલના રસ્તાઓ દબાણ દ્વારા બંધ કરવામાં આવ્યા છે અને વરસાદી પાણીના નિકાલ માટેના કામોમાં પૈસા ખવાતા હોવાના કારણે થોડા જ વરસાદમાં જૂનાગઢ શહેરના નાગરિકોને પુર જેવી પરિસ્થિતિથી નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને પાક વીમાની રકમ કેટલાય સમયથી આપવામાં આવી નથી અને સાચી હકીકત પણ છુપાવવામાં આવી રહી છે. ગરીબ વ્યક્તિઓના ઝુંપડા અને રહેણાંકો કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કે માનવતા દર્શાવ્યા વગર તોડી પાડવામાં આવે છે. સામાન્ય માણસ ૭/૧૨નો દાખલો કે સરકારી કામકાજ માટે જાય ત્યારે તેઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનું અને રઝળવાનું બને છે. તંત્રની બેદરકારી અને ભાજપના નેતૃત્વના અહંકારના કારણે લોક પ્રશ્નો સંભળાતા નથી માટે લોકોના પ્રશ્નોનું સંકલન કરીને “જન અધિકાર પદયાત્રા” સ્વરૂપે વિસ્તૃત આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવશે. જૂનાગઢના આ કાર્યક્રમમાં સ્થાનિક તથા રાજ્યના આગેવાનો પણ સામેલ થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ ગોહિલ જૂનાગઢનો કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવના ત્રિદિવસીય ઉજવણીના કાર્યક્રમમાં કેશોદ તાલુકાના મઢડા ગામ ખાતે ઉપસ્થિત રહેશે.
———— ૦૪-૦૧-૨૦૨૪
· ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગર (સર્વોત્તમ ડેરી) ના ૧૩૭ કરોડના બાધકામ અને મશીનરી ખરીદીના રોકાણને પુર્વ મંજુરીમાથી રાજ્ય સરકારે મુક્તિનો આદેશ આપ્યો. શુ સંઘના ભ્રષ્ટાચારને મંજુરીની મહોર મારી ?
· ૨૦૨૦ થી ૨૦૨૩ દરમ્યાન ભાવનગર દુધ સંઘની ગેરેરીતીઓ રાજ્ય સરકારના રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ અને કૃષિ અને સહકાર વિભાગ કાયદાની કલમો લગાવી સામે લાવેલ અને હવે અચાનક ગેરેરીતીમાથી મુક્તિ ?
· ભાવનગર દુધ સંઘના સંચાલકો ઉપર રાજ્ય સરકાર દ્વારા ચાલતી ગંભીર તપાસો પુર્ણ થાય તે પહેલા ખુદ રાજ્ય સરકારે સુરક્ષા કવચ આપ્યુ જે કાયદાથી વિપરીત છે.
ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગરની સર્વોત્તમ ડેરીના ત્રણ યુનિટો પર કરેલ બાંધકામ અને મશીનરી માટેના રોકાણો અંગેની કામગીરી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૭૧ અને ગુજરાત સહકારી મંડળી નિયમો ૧૯૬૫ નો નિયમ ૨૯(૧) ની જોગવાઇઓ અન્વયે ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘે રજીસ્ટારની પુર્વ મંજુરી મેળવ્યા વગર રુપિયા ૧૩૭ કરોડનુ રોકાણ કર્યુ.
૨૨/૦૬/૨૦૨૦ ના રોજ રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્યે ભાવનગર દુધ સંઘને કર્મચારીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ અને મંડળીના નિયમો ૧૯૬૫ સંસ્થાના મંજુર થયેલા નિયમો મુજબ નિયામક મંડળ દ્વારા પોતાની ફરજો બજાવવાની હોય છે તેમા સંઘ પ્રથમ દર્શનિય રીતે કસુરવાર જણાતા એ યુ રાઠોડ ચોક્સી અધિકારીની નિમણુક કરેલ.
તા.૦૨/૦૨/૨૦૨૧ રોજ સહકારી મંડળીના રજીસ્ટાર, ગુજરાત રાજ્યે ભાવનગર દુધ સંઘને કર્મચારીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ–૮૯ થી મળેલી સતાનો દુરુપયોગ કરવા બદલ અને ત્રણ યુનિટો (૧)સર ગામ ખાતેનો ચિલીંગ પ્લાન્ટ બાંધકામ રુપિયા ૫૦,૫૨,૩૪,૬૦૫ કરોડ,(૨)મોટા ખુંટવડા ખાતેનો ચિલીંગ પ્લાન્ટ બાંધકામ રુપિયા ૨૦,૭૯,૭૩,૬૧૦ કરોડ અને (૩)સર ગામની દાણ ફેકટરી સ્થાપવા રુપિયા ૬૬,૦૮,૦૯,૦૮૪/- આમ કુલ ૧૩૭,૪૦,૧૭,૨૯૯/- રુપિયા છે જેની સહકારી કાયદાની કલમ – ૭૧ મુજબની પુર્વ મંજુરી ન લઈને સંઘે કલમ–૭૧ નો ભંગ કરેલ છે. તે કારણોસર ધી ભાવનગર સહકારી દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગર (સર્વોત્તમ ડેરી) ના મેનેજીંગ ડીરેકટરને તાત્કાલીક અસરથી ફરજ મિકુફ કરવાનો નિયામક મંડળને હુકમ કરેલ.
તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ રાજ્યના નાયબ સચિવ,(અપિલ) કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાતના રાજ્યપાલના હુકમથીઅને તેના નામે ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગરની (સર્વોત્તમ ડેરી) ત્રણેય રિવિઝન અરજીને ગ્રાહ્ય ન રાખેલ નથી. અને તા. ૦૪.૦૧.૨૦૨૪ ના એટલે કે આજ રોજ નાયબ સચિવ,કષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગએ ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી ભાવનગરની સર્વોત્તમ ડેરીના કૌભાંડો અને ગેરરીતીને સંજ્ઞાનમા લીધી હતી અને મેનેજીંગ ડીરેકટરને ફરજ મોકુફ કરેલ છે આ તમામ તપાસ રાજય સરકારના દફતરે ચાલુ છે છતા તેને સહર્ષ સ્વીકારી લીધી અને ૫૦,૦૦૦ પશુપાલકોના હિતોને આડે ધરીને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૭૧ હેઠળની પુર્વ મંજુરીમાથી મુક્તિ આપી દીધી અને કરોડો રુપિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફુટે તે પહેલા શિષ્ટાચાર રસમ સંપન્ન કરી. પશુપાલકોના નામે ભાજ્પા સરકાર દુધ સંઘના ભ્રષ્ટ્રાચારીઓ અને ગુનેગારોને છાવરવાનુ કામ પુર્ણ કર્યુ.
———–
૦૩-૦૧-૨૦૨૪
વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૩ થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે ત્યારે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળતા અને અસંવેદનશીલતા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૩ થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા બન્યા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ – પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ ૨૦૨૨ માં ૧,૭૦,૦૦૦ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે ૫૫,૦૦૦ જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.
રોજનું કમાઈ રોજનો ખર્ચ – ફેરીયા – લારી – પાથરણાવાળા – રોજમદારની આત્મહત્યાના કિસ્સામાં ૫૦.૪૪ ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં ૧૬૮૬૨ રોજમદારો એ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, આવક ઘટતી જાય અને ખર્ચ વધતો જાય સહિતના કારણોથી આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ ઘણી નાજુક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૭૪૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. દેશમાં છેલ્લા છ વર્ષમાં ૬૮૦૧૩ થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિ ભેદ, પરીક્ષામાં નિષ્ફળતા સહિત કારણોથી જીવન ટુંકાવ્યું છે. એટલે કે દરરોજ ૩૫ થી વધુ વિદ્યાર્થીઓ જીવન ટુંકાવે છે એટલે કે દર એક-બે કલાકમાં બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.
ગુજરાતમાં આત્મહત્યા ના સતત વધી રહેલા બનાવો ચિંતાજનક છે. વધતી જતી આર્થિક સંકડામણ, દેવાનો ભાર, સામાજિક અસુરક્ષાના દબાણ હેઠળ જીવન ટુંકાવવા મજબૂર બનતા ગુજરાતના નાગરિકોના જીવ બચાવવા માટે ભાજપ સરકાર સંવેદનશીલતા દાખવીને સામાજીક, આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતો, માનસશાસ્ત્રીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી સક્રિય કામગીરી કરશે તો જ માનવ જીંદગીને આત્મહત્યા કરતા અટકાવી શકાશે.
ક્રમ
તારીખ
કુલ આંક
1.
01-01-2023
માતા અને 2 પુત્રી
3
મોરબી-વાંકાનેર
2.
09-01-2023
પતિ-પત્નિ-બાળક
3
વડોદરા-વાઘોડીયા
3.
10-03-2023
માતા-પિતા-દિકરી
3
સુરેન્દ્રનગર-દુધરેજ
4.
08-06-2023
માતા-દિકરી
2
સુરત-સરધાણા
5.
02-08-2023
માતા-પુત્ર-પતિ
3
વડોદરા-કાછિયાપોળ
6.
06-08-2023
પુત્ર-પિતા
2
ડીસા
7.
11-08-2023
માતા-પિતા-સંતાન
3
જુનાગઢ-વંથલી
8.
18-08-2023
-બહેન
2
ભાવનગર
9.
03-09-2023
માતા + બે બાળકો પુત્ર+પુત્રી
3
સુરત-રાંદેર
10.
06-09-2023
પિતા+પુત્ર
2
ધોળકા-અમદાવાદ
11.
20-10-2023
પતિ + પત્નિ + પિતા + માતા + 3 સંતાન
7
સુરત
12.
05-11-2023
પુત્રવધુ + સાસુ + બે બાળકો
4
બનાસકાંઠા
13.
01-01-2024
પિતા અને ત્રણ સંતાન
4
બોટાદ-નિંગાળા
———
૦૨-૦૧-૨૦૨૪
· ભાજપા સરકારની પ્રાથમિકતામા ભારત નહી ભાજપા……..
· ભાજપા સરકારની પ્રાથમિકતા શાળા નિર્માણ નહી કમલમ નિર્માણ……
· ભાજપા સરકારની પ્રાથમિકતામા નેક્સ્ટ જનરેશન નહી,નેકસ્ટ ઇલેકશન….
· ભાજપા સરકારની પ્રાથમિકતામા શ્રમજીવી નહી ભાષણજીવી….
ભાજપા સરકારની પ્રાથિકતા શુ ?
• શાળાઓ બંધ કરો અને ઉદ્દેશ વગરના ધર્મસ્થાનો નિર્માણ કરો-જનતાને ધર્મના અફિણી નશામા રાખો.
• આઝાદીનો ઇતિહાસ ભુલાવો,ભુસો અને ફાડી નાખો.
• નવી પેઢીને અભણ, અજ્ઞાની અને ગવાર રાખો જેથી ડરપોક અને ગુલામ આપોઆપ બને.
• દેશની આર્થિક હાલત કંગાળ કરો અને ભાજપાની આર્થિક હાલત મજબુત કરો.
• દેશમા ઉચ્ચ શિક્ષણ ખાનગી હવાલે કરી મોંઘુ કરો જેથી આશાસ્પદ અને બુદ્ધિમાન પેઢી ભારતમા ન ટકે.
ભાજપા સરકારની પ્રાથમિકતા શાળા નિર્માણ નહી, કમલમ ભવન નિર્માણ…
ભાજપા પ્રમુખ માન નડ્ડાજી ઉવાચ – મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે દેશમા જીલ્લા મથક ઉપર ભાજપાના કાર્યાલયો વર્લ્ડ કલાસ હોવા જોઇએ. એ મુજબ કેન્દ્રમા ૨૦૧૪ મા ભાજપાએ સરકાર બનાવી પછી ૨૯૦ વર્લ્ડ ક્લાસ ભાજપા કાર્યલયો બનાવ્યા,૧૧૫ બની રહ્યા છે અને ૧૨૩ કાર્યાલયો માટે જમીન ખરીદી લીધી છે. આ મોદી સાહેબની પ્રાથમિકતાનો પરિચય ખુદ ભાજપા પ્રમુખ માન નડ્ડાજીએ આપ્યો છે.
ભાજપાએ આપેલા વચનો આજે સરકારની પ્રાથિકતામાથી બહાર….
• ૨૦૨૨ સુધીમા ખેડુતોની આવક બમણી ?
• ૨૦૨૨ સુધીમા દરેકને પાકુ ઘરનુ ઘર ?
• ૨૦૨૨ સુધીમા ૧૦૦ સ્માર્ટ સીટી ?
• વર્ષે ૨ કરોડ યુવાનોને નોકરી ?
• ૨૦૧૭ મા નશાબંધીનો કાયદો મજબુત બનાવ્યો – બુટલેગરો ઉપરના ગુના ઘટ્યા ?
• ૨૦૧૯ મા ગુંડા ધારા કાયદો મજબુત બનાવ્યો – ગુંડાગીરીના ગુના ઘટ્યા ?
• ૨૦૨૦ મા લેન્ડ ગ્રેબિંગ કાયદો બનાવ્યો – જમીન માફિયાગીરીના ગુના ઘટ્યા ?
ભાજપા સરકાર દેશની આર્થિક તબાહી માટે જવાબદાર….
• ૫૪ લાખ કરોડ રુપિયાનુ દેવુ માત્ર સાડા નવ વર્ષમા ૨૦૫ લાખ કરોડે પહોચાડ્યુ.
• દેશની કુલ આવક ૨૭ લાખ કરોડ રુપિયામાથી ૧૧ લાખ કરોડ રુપિયા વ્યાજ ચુકવાય છે.એટલે કે આવકના ૪૦ % રકમ વ્યાજ માટે ચુકવે છે.
• ૨૦૧૪-૨૨ સુધીમા મોદી શાસનમા રોજના ૭૮૮ કરોડ રુપિયા ્ક લોન એવા ઉદ્યોગગૃહોને આપી છે કે જેમને લીધેલી લોન ્કને પરત કરી નથી અને રોજના ૩૧૨ કરોડ રુપિયા ્ક લોન એવા ઉદ્યોગગૃહોની માફ કરી જેમને લીધેલી લોન પરત કરી નથી.
• દેશના યુવાનોને,ખેડુતોને,નાના વેપારીઓને કે અન્ય પછાત જરુરીયાતને કશુ આપ્યુ નથી છતાં દેશની આર્થિક હાલત નાજુક છે.એટલે સ્પષ્ટ છે કે ભાજ્પા સરકારની પ્રાથમિકતા બદલી છે.
• દેશ નહી રુકને દુંગા, દેશ નહી ઝુકને દુંગા, દેશ નહી બિકને દુંગા……ગળુ ફાડીને બોલનારના પુણ્યપ્રતાપે દેશ દેવાળીયો બન્યો અને ૭૦ વર્ષમા દેશની જનતાના લોહી-પરસેવાની મહેનતથી ૩૦૦ સરકારી કંપનીઓ (PSU) નિર્માણ પામી તેમા ૨૪૯ ચાલુ કંપનીઓ પૈકી ૨૨૫ કંપનીઓ વેચી મારી….(૩૦.૦૩.૨૦૧૯)
ભારતીયો અને વિદેશી રોકાણકારો દેશ છોડવા મજબુર બન્યા…
• દેશમા અન્ય ઘુસણખોરોને રોકવા અને દેશી ઘુસણખોરો અન્ય દેશમા ઘુસણખોરી કરે તે માટે ભાજપા સરકાર મૌન કેમ ? ૯૬,૯૧૭ ભારતીય ઘુસણખોરોને અમેરીકામા ઘુસતા પકડયા જે સંખ્યા ૫ ગણી વધી.
• દેશના લોકો દેશ છોડીને અન્ય દેશના ઘુસણખોર બનવા મજબુર કેમ બન્યા ?
• ૧૦ લાખ ભારતીય નાગરિકો નાગરિત્વ છોડવા મજબુર કેમ બન્યા ?
• વિદેશ અભ્યાસઅર્થે જતા ૧૦૦ વિદ્યાર્થી પૈકી ૯૫ પરત કેમ ફરતા નથી ?
• વિદેશી રોકાણકારો દેશ છોડીને ભાગવા કેમ મજબુર થયા ?
દેશની જનતાને કાઈ આપ્યુ નથી ઉપરાંત તગડા ટેક્ષ વસુલ્યા છે છતાં દેશ દેવાદાર બન્યો.
• પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ નામે કરોડો રૂપિયા પાસેથી વસુલાય રહ્યા છે,
• દેશના ખેડૂતો,યુવાનો,નાના વેપારીઓ કે મહિલાઓ વિકાસ માટેની કોઈ ખાસ યોજના નહી.
• તમામ ચીઝવસ્તુ ઉપર તગડા GST વસૂલવામાં આવે છે.
• શિક્ષણ-આરોગ્ય,વીજળી-પાણી,સરકારી મુસાફરી કે રોડ ટોલ પેટે કર વસુલાય છે.
• સરકારી બગીચા,સાયન્સ સિટી,મ્યૂઝીયમો,સંગ્રહાલયો,સફારી પાર્ક કે અન્ય કોઇ સુવિધા નિહાળવા જનતા માટે વિના મૂલ્યે નથી..
• આમ જનતાને સીધો કોઇ નાણાકીય લાભ નથી કે કોઇ ચીજ વસ્તુ વિના મૂલ્યે મળતી નથી, ઉપરાંત તગડા ટેક્સ ઉઘરાવે છે તો પછી દેશનુ દેવુ ૫૪ લાખ કરોડ રુપિયામાથી માત્ર ૯ વર્ષમાં ૨૦૫ લાખ કરોડ રૂપિયા કેમ ? આ કરોડો રૂપિયા કયા વાપર્યા કયા ?
• દુનિયાના દેશોમાં ભારત કયા છે, કયા જઈ રહ્યો છે અને જનતાની શું હાલત છે તેવા તમામ મોરચે દુનિયા અવગત છે અને તેનું વૈશ્વિક આંકલન દુનિયા આપની સામે દર વર્ષે મૂકે છે…
ભાગ્યવાન ભાજપા સરકારે દેશની જનતાને ભારતને વિશ્વગુરુ,ભારત નિર્માણ અને આત્મનિર્ભર બનાવવાના સપના દેખાડ્યા હતા પરંતુ હકીકત દુનિયાના દેશોની સરખામણીએ ભારતની વાસ્તવિકતા સામે છે.
• નિર્માણ વિકાસ દરમા તળીએ….
• બેરોજગારી દરમા આસમાને…
• ગ્લોબલ વેલ્થ દરમા તળીએ….
• મોંઘવારી ફુગાવાના દરમા આસમાને….
• ઉદાર લોકશાહી દરમા તળીએ…
• અસમાન આવકમા ૧૬૧ દેશોમા ૧૨૩ મા નંબરે…
• માનવ સ્વતંત્રતામા ૧૯૧ દેશોમા ૧૩૨ મા નંબરે
• ભુખમરામા ૧૨૧ દેશોમા ૧૦૭ મા નંબરે
• માનવ ખુશી અને સ્મિતમા ૧૯૭ દેશોમા ૧૨૬મા નંબરે
દેશના યુવાનોને પહેલા ત્રિશુળ પકડાવ્યુ પછી તિરંગો આપ્યો, પરંતુ ભાજપાએ તેની માનસિકતા બદલીને દેશના યુવાનના હાથને કામ ન આપ્યુ.
માટે દેશની જનતાને અમારી પ્રાર્થના છે કે પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા તમારા બાળકોના ચહેરા સામે જોઈને કરજો ભાષણજીવીના ચહેરા પર જોઈને નહીં..કારણે કે ભાજપા સરકારની સેવાની પ્રાથમિકતામા દેશ અને દેશની જનતા નથી.
મનહર પટેલ
———-
૦૧-૦૧-૨૦૨૪
· રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડરની નવા વર્ષની ભેટની જાહેરાત કરતી ભાજપા ગુજરાતની મહિલાઓને ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર ક્યારે આપશે ?
· બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર ક્યારે ન્યાય આપશે ? ભાજપા સરકાર જવાબ આપે.
જુદા જુદા વાયદા કરનારે ભાજપા છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં સત્તા સ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા એ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ૪૫૦ રૂ. ના એલ.પી.જી. ગેસ સીલીન્ડરની જાહેરાતો કરી રહી છે. બીજી બાજુ, ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી અને ગુજરાતના ૬૧,૩૫,૪૮૭ ગેસ કલેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરી રહી છે. બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર ક્યારે ન્યાય આપશે ?
પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતાજતા ભાવ ના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષ થી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે ? ગુજરાતમાં ઉજવલા યોજના હેઠળ ૪૦ લાખ ગેસ કનેક્શનમાંથી ૩૫ ટકા એટલે કે ૧૪ લાખ જેટલા ઉજવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સીલીન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીના માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ ભાજપાના અહંકારી શાસકોને પ્રશ્ન પુછી રહી છે કે ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારી રાહત મળશે ? ક્યારે ૪૫૦ રૂ. ગેસ સીલીન્ડર મળશે ? તેનો જવાબ ભાજપા સરકાર આપે.
—————
૩૦-૧૨-૨૦૨૩
· આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાસે વિકાસલક્ષી કોઈ મુદ્દો નથીઃ હરપાલ ચુડાસમા.
· ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજય ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ કહ્યું હતું કે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ રચનાત્મક કાર્યક્રમ આપશે હાલના સમયમાં બેરોજગારીનો દર ખૂબ જ વધી રહ્યો છે અને યુવાનો પાસે રોજગારી નથી તેના લીધે આત્મહત્યની ઘટનાઓ વધી રહી છે. લોકસભા ચૂંટણીમાં યુવા કોંગ્રેસ નવા દ્રષ્ટિકોણ સાથે મહેનત કરવાનું ચાલું કર્યું છે અને તેના સકારાત્મક પરિણામ આવશે.
વધુ તેઓને જણાવ્યું હતું કે ભાજપ પાસે વિકાસના મુદ્દાઓ નથી પરંતુ હિન્દુ-મુસ્લિમને ઝગડાવવા સિવાય કોઈ મુદ્દોઓ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપના શાસનમાં નાના નાના ઉદ્યોગને ખૂબ જ નુકશાન થયું છે અને ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. આવનારા સમયમાં યુવા કોંગ્રેસ પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જશે. ભાજપ પાસે હિંદુ-મુસ્લીમને ઝઘડાવ્યા સિવાય બીજા કોઈ મુદ્દાઓ નથી. માત્ર ભાજપના શાસનમાં પ્રજાનું શોષણ થયું છે. ૨૦૨૪ ની આવનારી લોકસભાની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફુંકાશે તે પ્રજાએ નક્કી કરી દીધું છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજ ચુડાસમા, મનિષા પરીખ, પ્રદેશ મહામંત્રી આદિત્ય ગોહિલ, ઉપેન્દ્ર જાડેજા, પ્રવિણ વણોલ, મુકેશ આંજણા, અમદાવાદ શહેર પ્રમુખ વિશાલ ગુર્જર, કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી વગેરે યુવા કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.
—————